“મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે.”

 

 

 

 

 

 

 

 

 

નાનીને અગ્નિદાહ દેતી વખતે ઓશોએ કહ્યું કે, “અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ  રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ  રહ્યો હોઉં એવું મને લાગે છે.” 

વાતો ઓશોની  સાંભળીએ  તો આપણને  એમ થાય કે,  આપણે એમની સતત  વાતો કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે.

વધુમાં વધુ એમને સહવાસ થયો નાનીનો. નાનીએ એને બહુ વિશિષ્ટ  પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે સૌએ  પુસ્તકમાંથી વાંચ્યા હોય કે સાંભળ્યા હોય. એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળનાં ફૂલોથી સભર હોય એમાં પગ ડુબાડીને બેઠા રહેવું, આ એમનું કામ.. બીજું કશું કરવાનું નહિ. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા.

વિદ્રોહ એટલે કેવા પ્રકારનો?  વસ્તી ગણતરીવાળો એક ભાઈ આવ્યો. અને એણે પૂછ્યું નાનાબાપુને કે,  તમારો ધર્મ શું? એટલે એણે કહ્યું કે,  હું જૈન છું. નાનીને પૂછ્યું કે,  તમારો ધર્મ શું ? તો એણે કહ્યું કે,  હું કોઈ ધર્મમાં માનતી નથી. બધા ધર્મ એક જ છે. માણસ હોવું  એ ધર્મ છે. આ સાંભળીને રજનીશને  રાત્રે ઊંઘ ના આવી. એક દિવસ નાનીએ પૂછ્યું કે, ‘તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કાંઈ વિચારશ?’ “હા વિચારું છું”.. ‘શું વિચારશ?’ એ કહે, “મને કોઈ પૂછે કે,  તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બેયે  તો જવાબ આપી દીધો…”  તો નાનીએ કીધું, ‘મેં કીધું એમ કહેજે કે,  હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસાઈ એ જ મોટો ધર્મ છે.’ અને આ વાક્ય એમણે  છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું.

નાની રજનીશ  માટે થઈને નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ ઘરે આવ્યા. શાંતિસાગર એનું નામ.. અને એ જૈન ગુરુ નાના માટે  બહુ મોટા ગુરુ, એટલે રાજનેશીને કહી રાખ્યું કે, ‘બીજું કાંઈ બોલબોલ કરતો નહિ’, એમ કહી એને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવી વાતની  શરૂઆત કરી એટલે રજનીશે  વચ્ચે ઠપકાર્યું કે, તમારે  આવતા ભવમાં જન્મ લેવો છે? તો કહે ના…કેમ નથી લેવો? તો કહે,  હું પુનર્જન્મમાં માનતો નથી. હું મોક્ષમાં માનું છું. તો રજનીશ તરત કહે,… તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને મરવું આપણા હાથમાં જ છે. તરત નાનાબાપુએ કીધું,  બહાર નીકળ ભાઈ.. આવું કશું બોલ નહીં .. તો કહે,  ના… હું તો પૂછીશ. ત્યારે નાનીએ કીધું,  “એને ખબરદાર જો બહાર કાઢ્યો છે તો. એ બાળક છે એને જે મનમાં આવે એ પૂછવા દ્યો.”  અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એમણે  નાનાને કહ્યું, તમારા ગુરુ કાંઈ બરાબર નથી હો… તમારે બદલી નાખવા જોઈએ. નાની બોલ્યા: આવા તો કાંઈ ગુરુ હોય  જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નનાં જવાબ નથી આપી શકતા ? …તમે આને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું, જોયું તેં  ચડાવ્યો એને કારણે એમણે કેવું પૂછ્યું ? .. તો નાની  કહે,  એ જે કહે છે એ સાચું છે.  ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે.એનો જવાબ ન દઈ શક્યા?…. આમ એને મોટામાં મોટો ટેકો નાનીનો મળતો રહ્યો. અને નાની નું 1970માં  અવસાન થયું. નાની  એ 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. આ  મોટો ગાળો.. નાનીનો સંગાથ ઓશોને છેક સુધી મળતો રહ્યો. જયારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું, તારે ડોક્ટર નથી થવું ને ? ના.. મેડીકલમાં નથી જવું? ના.. એન્જીનીયર ? ના…તો તારે શું કરવું છે? તો કહે,  મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે. તો કહે, “કાંઈ વાંધો નહિ જા. તું પૈસાની ચિંતા ન કરતો. તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ.”  અને ઓશો નોંધે છે કે,  નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મની ઓર્ડરથી પૈસા મોકલ્યા હતા.!!  1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા અને તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દીધો.  નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે, અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ  રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ  રહ્યો હોઉં એવું મને લાગે છે. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઇશ નહિ.’ આ નાની સાથેનો લગાવ.

એના મા-બાપ એમનાથી વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે,  એમના મા બાપને પણ સત્ય  સમજાવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા.  જેના દીકરાનું નામ હતું રાજા.. જેમાંથી થયા  રજનીશ, જેમાંથી થયા  આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો,અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ  સર્જન આ બન્ને વ્યક્તિનું છે. અને ઓશોને બહુ સરસ રીતે ઉછેર્યા એ ગ્રાન્ડમધર નાનીમા છે.

એક વાક્ય એમણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી. ધર્મ જેવું કશું છે નહિ. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે એ તમે કરતા રહો. 

કેટલીક ઓશો જીવન યાત્રાની  આનુસંગિક વાતો કરીએ. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો કે દુકાને બેસે. એમને દુકાને બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરીને ચાલ્યા જાય. એક દિવસ પિતાએ પૂછ્યું કે,  તું કેમ આંખ બંધ કરીને ચાલે છે ? તું કાંઈ વિધિ કરે છે ? તો કહે,  ના. તો કહે,  તું દુકાન સામું જોતો નથી.એ કહે,  આપણે જે માર્ગે જવું જ નથી તેની સામું  જોવાય જ નહિ. આ તો એવી સાંસારિક વસ્તુ છે  વળગી પડે આપણને,  એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે.

સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એમણે નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે,  હું એક સંભાવના છું, શક્યતા છું. અને સંભાવના છે કે, હું આસમાન પણ બની શકું, અને વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું એવી મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું કે, તમારામાં પણ આ જ શક્તિ છે. માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરુ કરવું પડશે. તેઓની  બહુ રસિક વાત છે  કે, તેઓ  મોટો ખુલ્લો ઝભ્ભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાખડી પહેરીને યુનિવર્સીટીમાં દાખલ થાય એટલે આખી  લોબીની અંદર ખબર પડે કે,  રજનીશ આવી રહ્યા છે. કારણ કે,  ચાખડીનો અવાજ આવતો હોય. એક વખત એક અધ્યાપકે પૂછ્યું કે,  આ શું કરે છે?  આપણે  જે રોયસાહેબની વાત કરી હતી તેમણે કીધું કે,  why this? આવું કેમ કરે છે? બધા disturb થાય છે. તો કહે ના..ના.. ભલે disturb થાય. હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તો રોયસરને  એમ થયું કે,  આ તો ભણવા આવે છે ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે !

એમના એક સાથીદાર અને એમના સહપાઠી છે સત્યમોહન વર્મા. જે સાગર યુનિવર્સીટીમાં ઓશોની સાથે હતા. એમની 40મિનિટની મુલાકાત યુટ્યુબ ઉપર છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષનાં છે સત્યમોહન વર્મા અને એમણે  1952થી શરુ કરીને 52,53,54માં શું બન્યું… અને મેં જે તમને કહ્યું વાદવિવાદ સ્પર્ધાની એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે,  અમારી સાથે  MA   ફિલોસોફી કરવા માટે  પહેલી વખત જયારે રજનીશ આવ્યા ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય  સાહેબ સાથે બેઠા હતા. એમણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે,  મને એડમિશન જોઈએ છે. અમારા  હેડે એવું પૂછ્યું કે,  “તમે કાંઈ વાંચ્યું છે?” તો કહે, “હા.. બહુ વાંચ્યું છે.”  શું વાંચ્યું છે? એ કહે, “મેં લગભગ બધું વાંચ્યું છે.”  એટલે બધું એટલે શું? તો કહે,  “હું વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ  સુધી બધું જ વાંચી ગયો છું.”  તો કહે,  તમને ખ્યાલ છે કે,  બર્નાડ શો એ એક ‘આર્મ્સ ઈન ધ મેન’ લખ્યું છે એ તમે વાંચ્યું છે ? તો કહે,  “હા”…તો કહે એનામાંથી  પ્રશ્ન પૂછું? તો કહે,  “પૂછવા હોય તે પૂછો” એમના સહપાઠી એમ કહે છે કે,  અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે !  અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થિસીસની અંદર તેઓની ભૂલ વગેરે દેખાડી હતી.

સહપાઠી બહુ સરસ વાત કરે છે કે,  પરીક્ષા હતી અને અમે બેઠા બેઠા વાંચતા હતા ત્યાં એ એના તોરમાં આવ્યા અને એણે કીધું કે,  ‘क्या कर रहे हो?’ અમે  કીધું કે  ‘हम पढ़ते है.’.. ‘क्यों पढ़ते हो?’  एक्ज़ामिनेशन है…  “ज्ञान अमर है… परीक्षा नश्वर है. और पास नापास ईश्वरकी माया है. पढ़ो..पढ़ो…”  એ કહી  ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે,  આપણને શું કહી ગયા આ ભાઈ?… કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. વર્માજી કહે છે કે, અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સીટીમાં, બપોરે જમીએ, જમીએ તો અમને રોટલી વગેરે આવે પણ રોટલી કોરી હોય. એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનું ટોપીયું ભરીને જઈએ. એ ચોપડીને પછી રોટલી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા. આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, ‘बंधू आपको कोई हर्ज़ ना हो तो में यहाँ पे बिराजू?’  પોતાની જાતને બેસવું નહિ..  बिराजू.. એટલે કીધું. ‘हां, जरूर बैठिए…’ એણે મંગાવ્યું તો એને ય કોરી રોટલી આવી,  એટલે વર્માજી  કહે છે કે,  મેં મારું  ઘી નું ટોપીયું આમ સરકાવ્યું કે घी खाइए..તરત એમણે  કીધું કે,   घी खानेकी नहीं घी पीनेकी वस्तु है.. એટલે અમે આશ્ચર્ય અનુભવીએ  ત્યાં એમણે કહ્યું કે ‘आप फिलोसोफी के विद्यार्थी हैं   चार्वाक का नाम सुना है?’ हां, सुना है. तो चार्वाक ने ही कहा था कि  ‘‘यावत जीवेत, सुखं जीवेत, रुणं कृतवा, घृतं पिबेत:” ઋણ કરીને ઘી પીજો, એટલે  ઘી  ખાવાનું નથી.અમને આશ્ચર્ય થયું કે આ ઘી માંથી નીકળીને  છેક ચાર્વાક સુધી પહોંચીને ગયા  ! (ક્રમશ:)

“કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ.”

 

 

 

 

 

 

 

 

 

”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. એ આપણામાં બેઠું છે.  જો તમે એને feel કરો તો એ તમારી સાથે જ છે.

અમેરિકા પછી અનેક દેશોમાંથી ઓશોને જાકારો મળ્યો અને ત્યારથી એનું સ્વાસ્થ્ય ખુબ નબળું થયું પણ  તેમ છતાં એમણે કહ્યું કે, “મારે નબળા પડી જવું નથી. ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે.”  જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. ઓરેગોનના રજનીશપુરમમાં બહુ જ કામ થતું હતું. એ કામ ચાલતું હોય ત્યારે ઓશો જો પ્રવચન આપે તો કામ ખોરવાય જાય. કામ કરનાર સૌએ કીધું કે,  વિડીયો દેખાડો,  અમે બધા કામ કરતા જોઈશું અને પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે, એમ કરીએ પરંતુ  શીલા said  no…શીલાએ વિદ્રોહ કર્યો. અને નક્કી કર્યું કે, “રાત્રે દેખાડશું. નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો.”  લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું.

ભારત આવ્યા પછી થોડો સમય એ પુનાનાં આશ્રમમાં રહ્યા. અને પુનાનાં આશ્રમમાં રહ્યા પછી એમણે નાની-નાની ધ્યાન પદ્ધતિઓ establish કરી. જેની અંદર ‘gibberish’ છે, ‘no mind’ છે, ‘born again’ છે, ‘nisticrosh’ છે, zen વાર્તા  ઉપરથી એક પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર બીમારીમાં તેઓ પટકાયા. ત્રણ અઠવાડિયા સુધી એને કોઈ જોઈ ના શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ અચાનક આવીને એણે કહ્યું કે,  જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિષ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે,  “ભગવાન ગૌતમ બુદ્ધ પોતાનાં વાહન તરીકે અત્યારનાં ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે.”  લોકોને એ વખતે એવું લાગતું હતું કે એનો અર્થ શો? એટલે એનો કહેવાનો અર્થ એવો કે,  “ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું.”  ખરેખર એવું બન્યું કે,  એનામાં એક સીમિત પ્રવાહ ચાલ્યો, એનું enlightenment થયાના ચિન્હો વર્તાયા, એના બોલવામાં  અસર થઈ,  એની સ્પીચ ધીમી પાડવા લાગી અને લોકોને બહુ જ સ્પર્શી જાય એવી રીતે વાત શરુ કરી ત્યારે લાગ્યું કે,  ખરેખર કશુંક ઘટ્યું લાગે છે. આપણને  આશ્ચર્ય થાય  કે,  આ સ્થિતિમાં એણે બહાર  આવીને કીધું કે,  જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી એટલે કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ. પછી કહે ભગવાનનાં પ્રતીકો  ઉતારી નાખો..કશું  રાખવાની હવે જરૂર નથી.અને એણે બધી મુક્તિ આપી દીધી.

આપણને થોડું વિચિત્ર  લાગે એવી વાત પાંચમે દિવસે એમણે ફરીવાર બહાર આવીને કરી કે,  મહેમાન અને યજમાન વચ્ચે નાની-નાની બાબતોમાં સુમેળ સાધી શકાયો નથી. મહેમાન એટલે ગૌતમ બુદ્ધ અને યજમાન એટલે હું… કઈ બાબતમાં બરાબર સુમેળ નથી થયો?  તો એમણે કીધું કે,  બુદ્ધ આખી રાત ડાબા પડખે સુવે છે અને સુવે ત્યારે પોતાનો હાથ માથાં નીચે રાખે છે. એટલે મેં કીધું કે,  આખી રાત તમારે ડાબા પડખે સુવાની શી જરૂર છે?  પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે,  હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહિ, તેની બદલે ઓશીકું રાખો… મેં બુદ્ધ ને એ પણ કહ્યું કે,  આ ઓશીકું એ થોડું કંઈ materialistic વસ્તુ છે ! સાદો ટેકો છે. લ્યો ને શું વાંધો? હાથ ને ટેકો કરો કે ઓશીકાને કરો તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે,  આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એમને કીધું કે તમે હવે વિદાય લો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી એની હું તમારી સાથે જાહેરાત કરું છું. 

ઓશોએ  ઝેન મેનીફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું death થઈ રહ્યું છે.  આપણે લેખમાળાની  શરૂઆત કરી હતી કે, ડોક્ટરને ઓશોએ  છેલ્લે પૂછ્યું,  is it death ? ડોક્ટરે કહ્યું, Yes and he was no more… હા, એમણે જે સુંદર બધું જ  કોમ્યુનમાં બનાવવાનું હતું, લાઓત્સે ખંડ બનાવવાનો હતો, પોતાનાં અસ્થિ ફૂલને ક્યાં રાખવા અસ્થિ એના માટે એમણે જાતે સૂઈને નક્કી કર્યું, કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મુકવાના કે પ્રકાશને અટકાવે નહિ, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે? એ પોતે સુતા અને પોતે દેખાડ્યું, પછી ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું… Never Born, Never  Die, Only Travel.. આ પણ ઓશોએ જ  કહી દીધું. એકવીસ સભ્યોનું એક ઈનર સર્કલ  બનાવ્યું.  ઈનર સર્કલ  માટેનો મેનીફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવું, મારા સાહિત્યનું, મારી  વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું? એ બધું જ પહેલે થી કહી દેવામાં આવ્યું !!

આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા, એ પ્રયોગોની અંદર થોડા દિવસો સાંધ્ય ધ્યાન ખાલી ખુરશી હોય, પછી થોડા દિવસ  ખુરશી જ ન હોય, ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયં પ્રાર્થના ચાલે ત્યારે  એમણે કહ્યું,  હું તમારી સાથે છું. હું ભલે તમને દેખાતો ન હોઉં, હું તમને ટેવ પાડવા માંગુ છું કે,  મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી.માટે એ ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે feel કરો તો એ તમારી સાથે છે.” 10મી એપ્રિલ 1989 એણે સાયં ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનીફેસ્ટો ઉપર કહ્યા. એની છેલ્લી પ્રવચન માળા અને ચાંગસે ઓડિટોરીયમનની અંદર એમણે જયારે પોતાનો દેહ છોડ્યો હતો ત્યારે પોતાની હાજરીમાં થોડા સમય પહેલા એમણે સંન્યાસ દીક્ષા આપવાનું બંધ કર્યું, એ કામ એણે સ્વામી સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જયારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ ચાર જણા રહેશે એના નામ લખાવી દીધા. એમાં પણ સ્વામી સત્યવેદાંત એક ખભ્ભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે dark meditationમાં રાત્રે બેસીને ઓશોની હાજરી અનુભવી શકો છો. બહુ મોટી લાંબી એવી સરસ મજાની એક રોલ્સરોય્સ ગાડી ત્યાં પડેલી છે. ત્યાંથી દાખલ થાઓ એટલે લાઇબ્રેરીનાં લાઈનબંધ કબાટો છે.અને એના પછી આ ખંડમાં તમારાથી  દાખલ થઈ શકાય છે.  sitting in darkness વાળું meditation ત્યાં થાય છે. ઓશોનાં અસ્થિ ત્યાં પડયા છે.

મેં બહુ ઝડપથી ઓશોની આખી જીવન યાત્રાને  બહુ ટૂંકા સમયમાં રજુ કરેલ છે.  એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારથી એમણે ત્રણ દિવસ સુધી દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીએ, દૂધ ન પીએ, મોઢામાં કશું લે જ નહિ. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે બધું શરુ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે,  700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એમણે 21 દિવસનાં ઉપવાસનું વ્રત કરેલું,  એમાં અઢારમાં  દિવસે એમનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભવના ત્રણ દિવસ બાકી હતા એ ત્રણ દિવસ બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને એમણે પૂર્ણ કર્યા પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે,  આ તો બહુ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોનાં પદચિહ્નોની અને  વિદ્રોહની શરૂઆતની.. વિચિત્રતા શરુ થઇ, વિશિષ્ટતા શરુ થયા છે. જન્મનું ગામ કેવડું નાનકડું કે,  જેમાં શાળા નહિ, પોસ્ટઓફિસ નહિ, રસ્તો નહિ, કાંઈ નહિ, એમાં એનો જન્મ.. પણ એની સામે તેઓ એવું કહે છે કે,  ‘બહુ સારું થયું, હું શિક્ષિત થતા બચી ગયો. જેવો હતો તેવો રહી શક્યો‘ એણે ઘરેડબદ્ધ શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે. અને એને એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે,  બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ,  એ ત્રાસ જ્યારથી ઓછો થશે ત્યારથી બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરુ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં  જવાનું છે? તો કહે, હા…તો કહે,  આ તો જેલ છે. તો કહે,  ના આ તો સ્કૂલ છે…તો કહે,  સ્કૂલનાં અને જેલનાં રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેરે આમાંય બધા યુનિફોર્મ પહેરે, જેલમાં ય બધાને નંબરથી બોલાવે છે આમાંય નંબરથી બોલાવે છે. મને અહીંયા નહિ ફાવે, .. અને તેઓ પાછા આવતા રહ્યા !! શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે અને રસ્તાની ઉપર ઝાડ પર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય, નદીઓ વહેતી હોય, પક્ષીઓ ઉડાઉડ  કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે તો કોઈક વાર ઉપરથી સાઠીકડું લઈને નાંખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી હતો.  (ક્રમશ:)

“ભદ્રગીતા” ગ્રંથ નું પ્રસિદ્ધ લેખક, અડીખમ પ્રોત્સાહક અને ગજબના વાચક શ્રી હરેશ ધોળકિયા દ્વારા સર્વગ્રાહી અવલોકન..

 

 

 

 

 

 

 

વર્તમાન ગુજરાતમાં જે વિચારકો અને વિચાર પ્રસારકો છે તેમાં ભદ્રાયુભાઈ  વછરાજાની એક અગ્રણી છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ જગતમાં નોંધનીય કાર્ય કર્યું છે. યુનીવર્સીટી ક્ષેત્રે તેમણે તાલીમ સંદર્ભે અને જાતીય શિક્ષણ બાબતે ધ્યાનાકર્ષક કામ કર્યું છે. નિવૃત થયા પછી પણ તેમણે વિવિધ ક્ષેત્રે કામો કર્યા છે અને આજે પણ સક્રિય રહી તેમના જ્ઞાનનો લાભ અનેક સંસ્થાઓને આપે છે.

આ સાથે, સમાંતરે, તેઓ સાહિત્ય ક્ષેત્રે પણ સક્રિય રહી અનેક વિષયો પર લખે છે અને વક્તવ્યો દ્વારા  વિચારોને જનતા સમક્ષ પહોંચાડે છે. વિવિધ વિષયો પર તેમણે  ત્રીસથી વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, ગાંધીજી, ગીતા જેવા વિવિધ વિષયો પણ ખેડાણ કર્યું છે. અનુવાદ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં પુન: ભગવદ ગીતા પર એક મનનીય પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે જેના પર અગણિત વિચારકોને મનન કરવાનું અને લખવાનું  ગમ્યું છે. પ્રાચીન કાળથી માંડીને આજ સુધી તેના પર ટીકાઓ લખાતી રહી છે. ગીતાની ખૂબી એ છે કે તે ખૂબ જ મનનીય ગ્રંથ છે. ઉપનીષદોનો સાર છે. ઉપનીશદો તો ગાઢ ચિંતન ધરાવતા અને  અનુભૂતિયુક્ત ઋષિઓ દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં ચાંચ ડુબાડવી કોઈ વિરલનું કામ છે. એટલે જ ભગવાન વ્યાસે તેના સાર રૂપે ગીતા સર્જી છે. અને, આમ તો, ગીતા પણ સમજવી એટલી જ કઠિન છે. છતાં વાંચતી વેળા એવું લાગ્યા કરે કે તે સમજાય છે. અને ત્યારે વાચકને એવી અનુભૂતિ થાય કે પોતાને જે સમજાયું છે તેને વ્યક્ત કરવું જોઈએ. એટલે શંકરાચાર્યથી લઈને આજ સુધી તેના પર  અસંખ્ય ટીકાઓ પ્રકાશિત થઇ છે. આ પુસ્તક તેમાં ઉમેરો કરે છે.

પણ ભદ્રાયુભાઈ પોતાના જોખમી સાહસ  બાબતે સજાગ છે. તે નોંધે છે કે :” વરસતા વરસાદનાં વહેતા પાણીમાં કાગળની  હોડી તરતી મુકવા સિવાય મારી કોઈ કાબેલિયત નથી તેમ જાણવા છતાં ગીતાના અગાધ સમુદ્રમાં મારી લેખિનીના હલેસા બનાવી હું નાનકડું હોડકું લઈ તરી જવા નીકળ્યો છું તેનું મને ભાન છે.”

ગીતાનો તેમને શરૂઆતથી જ પરિચય છે. સમજ વધી પછી ગીતાના અનેક ગ્રંથોનો તેમણે  અભ્યાસ કર્યો જેમાં તેમને વિનોબાજીનું પુસ્તક “ ગીતા પ્રવચનો” અત્યંત ગમી ગયુ  અને તેનું સતત અધ્યનન કરતા રહ્યા છે એટલું જ નહિ પણ પાંચસોથી વધારે લોકોને તે પુસ્તક ભેટ આપી આ પુસ્તકનો વ્યાપક પ્રસાર પણ કર્યો છે.

કોરોના દરમ્યાન તેમણે  પુન: ગીતાનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અનેક ભાષ્યો  વાંચ્યા. શિક્ષકની ટેવ મુજબ દરેક અધ્યાયમાંથી મહત્વના મુદાઓ તારવતા ગયા. પછી તેના પર પોતાનું અવલોકન લખ્યું જે તેમણે પોતાની કોલમમાં રજુ કર્યું. તેના તેમને અનુકૂળ પ્રતિભાવો મળ્યા જેનાથી ઉત્સાહિત થઇ તેમણે આ પુસ્તક “ ભદ્ર્ગીતા” પ્રકાશિત કર્યું છે. ૨૨૦ જેટલા દળદાર પાનાવાળું આ પુસ્તક તેના શીર્ષકથી જ આકર્ષક બન્યું છે. ભગવાન કૃષ્ણના ચરણો પાસે બેઠેલ  અર્જુન અને તેમના સામે વિશ્વરૂપ દેખાતા કૃષ્ણનો ફોટો જ વાચકને આકર્ષી જાય છે ને વાંચવા પ્રેરે છે. છેલ્લા પૂઠે મોરારી બાપુનો સંદેશ પણ વાચકને પ્રેરે છે.

ભદ્રાયુભાઈ કહે છે કે આ પુસ્તક કોઈ ભાષ્ય નથી. વિવેચન પણ નથી. પણ એક વિદ્યાર્થીએ કરેલ “હોમવર્ક” છે. તેમણે ગીતાને વિસ્મયથી જોઈ-તપાસી છે. આ વિસ્મય વહેંચવાનો તેમનો પ્રયાસ છે. ગીતાના અનંત આકાશને તેમણે  આ પુસ્તક રૂપી બારીના આકાશ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે.

પુસ્તકમાં તેમણે  અઢાર  અધ્યાયને ૬૫ પ્રકરણમાં વહેંચી દીધા છે. દરેક અધ્યાયને પણ ત્રણ-ચાર પેટા પ્રકરણમાં વહેંચી મુદાવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ તો તેમને દરેક મુદાને પોતાની જ સમજ પ્રમાણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમના પર જે ગ્રંથોનો પ્રભાવ પડ્યો છે તેના વિચાર અને અર્થઘટન તેમના અભ્યાસમાં સતત દેખાઈ આવે છે. સૌથી વધારે પ્રભાવ વિનોબાજીનો દેખાય છે. લગભગ દરેક પાને તેમનું એકાદ અવતરણ તો જોવા મળે જ છે. પોતે જે મૌલિક વિચાર રજુ કરે છે તેના ટેકા માટે પણ વિનોબાજીના વિચારનો સહારો લે છે. આ સાથે દરેક નવો અધ્યાય શરુ કરે છે ત્યારે તેને સંક્ષેપમાં સમજાવવા માટે તેઓ સ્વામી રામસુખદાસની ગીતાનો સીધો જ આધાર લે છે.

પણ તેમના વિચારને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે લાગે છે કે તેઓ ગીતામાં રહેલ ત્રણે મુદાઓ- કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તીયોગને- વિસ્તૃત રીતે સમજાવે છે. અને આ સમજ તેઓ વર્તમાન  સમાજને અને વ્યક્તિઓના માનસને ધ્યાનમાં રાખી સમજાવે છે. ભલે તેઓ પોતાને વિદ્યાર્થી માને છે, પણ તેઓ  તેજસ્વી વિદ્યાર્થી છે જે દરેક બાબતને ઝડપથી સમજીને તેનો સાર કહેવા સક્ષમ છે. વિનોબા કે રામસુખદાસજીને  ઊંડાણથી સમજ્યા છે ને તેને સરળ ભાષામાં વ્યક્ત કરે છે. સમાંતરે ગાંધીજી, કિશોરલાલભાઈ, શ્રી મોટા વગેરેના ગીતા સંબંધી વિચારોને પણ આપી ગીતાને વદારે વ્યાપકતાથી સમજાવે છે.

પુસ્તકની બે બાબત ધ્યાન ખેંચે છે. એક તો દર છ અધ્યાય પુરા થાય પછી તેઓ આ બધા અધ્યયોના વિચારોને  સાર રૂપે મુકી દે છે. આનો ફાયદો એ છે કે કદાચે કોઈ સમગ્ર પુસ્તક  ન વાંચી શકે, તો આ સાર વાંચીને પણ પુસ્તકનો, એટલે કે ગીતાના વિચારોને, સમજી શકે છે. અથવા જેમણે  આ પુસ્તક વાંચી લીધું છે, પણ પછી પણ તેનું અધ્યયન ચાલુ રાખવા માગે છે, તેઓ પણ સમગ્ર પુસ્તક ન વાંચી આ છ-છ અધ્યાયોનું દોહન ફરી ફરી વાંચી પોતાના અભ્યાસને ચાલુ રાખી શકે છે.

બીજું, દરેક પ્રકરણના અંતે ગીતાના જ વિચારોને સ્વતંત્ર રીતે એકાદ ફકરામાં મુક્યા છે. તે પણ નવરાશના સમયમાં મમળાવવા માટે ઉપયોગી બને છે. આમ, સમગ્ર પુસ્તક વાંચે, છ-છ અધ્યયોના સાર વાંચે કે દરેક પ્રકરણના અંતે આપેલ વિધાનો વાંચે, વાચકને તો દરેકમાં ચિંતનનો જ લાભ મળ્યા કરે છે. આ રીતે, એકી સાથે ભદ્રાયુભાઈ વાચકને વિવિધ દૃષ્ટિકોણથી ગીતાનો અભ્યાસ કરવા કે તેના વિષે ચિંતન કરવા પ્રેરે છે.

ભગવદ ગીતા તો એક સનાતન, વ્યાપક, અનંતની ઝાંખી આપતો ગ્રંથ છે. તેને ગમે તેટલી વાર વાંચીએ, કદી  સંતોષ નથી થવાનો. જેમ વંચાશે તેમ તૃપ્તિ પણ થશે અને વધારે વાંચવા-વિચારવાની ઝંખના વધશે. અને આ અધ્યયન, સંભવ છે, ક્યારેક વાચકને સાધક થવા તરફ દોરશે. ગીતા માત્ર વાંચવા-વિચારવાનો ગ્રંથ નથી, સાથે નિદિધ્યાસનનો, એટલે કે જીવવાનો, પણ ગ્રંથ છે. વાંચીને જીવાશે તો વાચક-સાધક-પણ અર્જુન જેમ બોલી ઉઠશે કે       “ મારો પણ મોહ  નષ્ટ થઇ ગયો છે અને હું પણ સ્થિત થઇ ગયો છું.” તે પણ વિશ્વરૂપનો  સ્પર્શ કરી કૃતકૃત્ય થઇ જશે. ભદ્રાયુભાઈનું આ પુસ્તક, તેમના જ શબ્દોમાં,   તેમાં નાની હોડી થઇ અનંતના કિનારે લઈ જવાનો નાનકડો પ્રયાસ કરે છે.

( “ ભદ્ર્ગીતા “ : ભદ્રાયુ વછરાજાની : પ્રકાશક : નવભારત પબ્લીકેશન્સ, ૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ – 380009, ફોન : ૦૭૯-૨૬૫૮૩૭૮૭ : કીમત : રૂ. ૬૦૦. )

ભદ્રગીતા અહીંથી મેળવી શકાશે. (Click hear for link)

“ના એ મારું ખૂન કરવા આવ્યો ન હતો.”

 

 

 

 

 

 

 

 

બહુ જાણીતી વાત છે તે સ્મરણ કરાવું કે,  એમને કોઈએ આવીને કહ્યું કે, “આશ્રમમાં આ બધું શું ચાલે છે?”  એટલે એમણે કહ્યું, “પણ એમાં મારે શું?”  તો કહે, “તમારા આશ્રમમાં આ બધું ચાલે છે…”  તો કહે, “તો પછી તમારે શું? હું મારી રીતે લડી લઈશ.”

He was aware of it.  ઊંડાણથી વાંચીએ તો ખ્યાલ આવે, કે  એકેએક નાનકડા પગલાં માટે પણ એ aware હતાં. પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે,  મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એમણે એવું કર્યું કે,  “મનોવિજ્ઞાન એવું કહે છે કે, તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કશુંક કરવું છે અને એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે-ધીમે એમાં નીચે ઉતરતા જાઓ છો. એટલે કોઈએ કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેંટે…એમાં શો  વાંધો? કોઈએ કોઈને ચુંબન કરવું હોય અને એની ઈચ્છા થાય તો ભલેને કરે… હા, જબરદસ્તી ત્યાં ન કરી શકાય.”  પછીનું વાક્ય વધુ સ્પષ્ટતા કરે છે કે, “ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તી બંધ થાય એટલે હું સાહજિક રીતે કરવાની વાત કરી રહ્યો છું.”

હવે આપણે  સમજીએ તો આ વાત ઝડપથી લોકોનાં મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. એટલે આ વાતને બહુ મોટી કરવામાં આવી, અને વિશ્વમાં ફેલાય ગઈ.. એમણે મૌન સત્સંગ શરુ કર્યા, બુદ્ધનાં ધમ્મપદ ઉપર એમણે પ્રવચન શ્રેણી આપી, એસ ધ્મમો સન્તનો   જે  બહુ જ populer શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય ઓહો.. બુદ્ધ ને બુદ્ધ વિશે ખબર નથી એટલી  ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો મૌન સત્સંગ અને એમનું કહેવાનું એવું હતું કે, તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો તેનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. એમણે કહ્યું કે,  નદીનાં કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે ખળખળ વહેતી નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ મીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખુબ લોકોએ સ્વીકારી.

1980ની 22મી મે એ એક દુર્ઘટના બની. એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એમના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી.  પણ છતાં એણે છરો ફેંક્યો !  એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કંઈ જ બન્યું નથી,  એમ પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન દસ વાગ્યે બંધ થાય એમ બરાબર દસ વાગ્યે એમણે પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા. પછીથી આ કેસમાં એવું થયું  કે,  એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો કારણ કે, એમણે  કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે,  તમારું ખૂન કરવા આવ્યો હતો ?? તો ઓશો કહે,  “ના એ ખૂન કરવા આવ્યો નોહ્તો. કારણ કે એને જો ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારુ પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એનાં છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે,  એવે ટાણે એને વિચાર આવ્યો કે હાલોને છરાનો ઉપયોગ કરીએ તો કરી લીધો.” તો કહે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કહે, એની નિયતિ છૂટી જવાની  હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિકાસ તુલે  નામ તો  બરાબર આવી ગયું, જાહેરમાં..!!!

આમાંથી એક પાઠ શીખીને ઓશોએ  નક્કી કર્યું કે,  ભારતમાં  હું જેટલી પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતનાં લોકોની વાત પણ વિદેશ જઈને એક વખત કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે-ધીમે કરતાં એની આજુબાજુ બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાનું  એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી અને દીલધડક સ્ટોરી છે. પણ મેં શ્રી સ્વામી સત્ય વેદાંત સાથે મેં દિલ્લીમાં એક સંવાદ હિન્દીમાં કરેલ  છે જેમાં  શ્રી સત્ય વેદાંત સ્વામીએ ઓરેગોન કેવી રીતે બનાવ્યું તેની વાત કરી છે. (આ દિલધડક સંવાદ મારી યુટ્યુબ ચેનલ પર છે.) ઓરેગોન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત કે જેમણે આપણા ગુજરાતની  મહારાજા સંયાજીરાવ યુનિ.માંથી ડોક્ટરેટ કરેલ અને પછી મેસિચ્યુસેટ યુનિ.માંથી બીજું ડોક્ટરેટ કર્યું જેમનું  જેનું મૂળ  નામ વસંત જોશી,  એ ઑરેગોનનું નિર્માણ કરનાર પાંચ માંથી એક હતા. એ લોકોની લીડર મા શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બનેલી કારણ કે,  કોર્ટે એવું કહ્યું કે તમે અમુક સંખ્યામાં  અમેરિકન ભેગા કરો અને જો એ  અમેરિકન કહે કે આ લોકો અહીંયા કોમ્યુન સ્થાપે તો વાંધો નથી તો કોર્ટ મંજૂરી આપશે. તો કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ કે એ સાવ કાદવ્યુ ફાર્મ !!  એમણે લખ્યું છે કે, કાદવ-કીચડ  વાળું ફાર્મ એ હતું પણ એ લોકોએ ન્યુજર્સી વગેરે બધા સ્થળોએથી ધીમે-ધીમે બધાને ભેગા કર્યા. કોને કોને ભેગા કર્યા? ડાહ્યા માણસો તો ન આવે આવી રીતે ! એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાનાં ભિખારીઓને ને મસ્ત  ફકીર જેવા ને ભેગા કર્યા. એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એમને કીધું કે,  તમે હાલો અમારી સાથે, ધીમે-ધીમે કરતાં એક બસ ભરાય  જાય એટલે ઓરેગોન જાય.  ઓરેગોન જાય તો  25 જણમાંથી 5 જણ ઉતરી ગયા હોય, બહુ જ ઈન્ટરેસ્ટિંગ  વાત છે !! સંવાદ સાંભળશો તો વધુ મજા આવશે. હું અત્યારે લેખમાં  સમય નથી કાઢતો. સ્વામી સત્ય વેદાંત કહેતા હતા કે,  એક ભાઈ બસમાં પીંજરું લઈને બેઠો હતો. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો, તો આપ્યું…એમણે  કીધું કે,  હું આવું, બેસી ગયો બસમાં. અને લગભગ અડધે પહોંચવા આવ્યા તો એણે કીધું કે જસ્ટ સ્ટોપ ધ બસ..કેમ? તો કહે,  મારું  આ પંખી ના પાડે છે કે આપણે ત્યાં  ના જવાય,  એટલે મારે ઉતરી જવું છે. પણ અમેરિકામાં એમ વચ્ચે બસ ન ઉભી રખાય. તો પણ એમણે  કીધું કે,  તો હું અહીંયા તોફાન કરીશ. આવી અનેક ઘટનાઓ બની.

ત્યાં પહોંચ્યા પછી શીલાએ બહુ સારી રીતે એ ખેપાનીઓને કંટ્રોલ કર્યા. શીલા પોતાના ખભ્ભા ઉપર રિવોલ્વર રાખીને ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને આખરે તેઓએ સરકારનો સંપર્ક કર્યો, પરંતુ સ્ટેટ ને એવું લાગ્યું કે,  ભાઈ આ તો આપણા ચર્ચનાં લોકો ચર્ચ મૂકીને ઓશોનાં રજનીશપુરમમાં ભેગા થઇ જશે તો..?  એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી, ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ  નીમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ કરી  દીધા. આવી પરિસ્થિતમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે this is not the time, તો કહે ના..ના.. this is the only time… અને મને ને તમને બહુ આશ્ચર્ય થાય કે,  એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી  અમેરિકા છોડ્યાનાં બે વર્ષ પછી અમેરિકાની કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે એ કોન્સેપટ  ખોટો નોહ્તો. વિરોધ એટલો હતો કે,  ધર્મ અને રાજ્ય બેય ને ભેગા લઈને આ માણસ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે એટલે આ  માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું એમના પર… આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, એમને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા, એની વેઇન્સ બધી ખલાસ થાય એવી પરિસ્થિતમાં આવ્યા. ત્યાંથી આવીને આ વાત ભારતનાં પત્રકારો સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં એમણે શું કર્યું, બાર-બાર જેલમાં એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં લઈ ગયા ત્યારે બેય હાથમાં મોટી-મોટી બેડીઓ, પગમાં મોટી સાંકળો સાથે એને લઈ જવામાં આવ્યા. પણ ઓશો હંમેશની જેમ પ્રસન્ન હતા.જે બનતું હતું એને હસીને એ સહન કરતાં હતાં. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજુર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહરેમાં  એન્ટ્રી કરે કે  દાખલ થવા આવે એટલે એમને કોઈ રોકી લે  કહે કે,  તમારા  વીસા રદ્દ કરવામાં આવ્યા છે, તમે  હમણાં જ પાછા જાઓ. અનેક નાના-મોટા દેશોમાંથી  એમને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ  એમણે ત્યાર પછી શરુ કર્યો. અને જેમાં ઓશો  બહુ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ  નબળા પડ્યાં.(ક્રમશ:)

“શ્રીકૃષ્ણ પહેલાં આપણો સન્યાસ ભાગેડુ હતો,,બધું છોડો તે સન્યાસ ?!”

 

 

 

 

 

ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે,  કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે  અહીંયા ન થાય.

“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત  કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ  આ પ્રવચનશ્રેણીના  પ્રથમ દિવસે જ રજનીશે  એવી જોરદાર વાતો કરી કે,  જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે,  કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે  અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે  શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”.  એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે  પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે,  હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ  એન્જોય કરતા. અને એ વિચારતા કે,  બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે  ચલાવ્યું.

જબલપુરમાંથી એમણે  પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે,  મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું,  એટલે એણે ઓછા  લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે  ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના  પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના  માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન  એ છે કે,  મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે,  હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ?   ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે  વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.

કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે  જાહેર કર્યું કે,  પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે,  અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ  કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના  વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.

1970 થી 1985 વચ્ચેના  15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ  પહેરજો  અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે  લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં  મારો કોણ છે ?  એટલે ઘણી વખત મને એમ થાય કે,  હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને  નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે,  આ બધા આપણા છે.  પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.

એક સરસ કામ એમણે કર્યું કે,  સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ  હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને  નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે  કહ્યું કે,  મને સમજાણું કે,  લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે,  કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે,  આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ  મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે,  લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે,  મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં  મને કોઈ હરકત નથી.’

સક્રિય જ્ઞાનની સાથે  સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ  લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને  કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની  લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે,  કોઈને હું એક કલાક આપું છું  તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે,  એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી,  અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની  બહુ સરસ સમજૂતી આપી કે,  સફેદ વાદળ એવું હોય છે કે,  પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું  નથી. એટલે My way,  white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક  નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.

1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા  સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે,  ધ્યાન મંડપમાં ખુરશી હશે,  હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે,  એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ  કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો…  એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક  ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)