સંતાનના તારુણ્યને જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.

આપણે આપણા  બાળકના સંવેદનશીલ પૂર્વ પુખ્તાવસ્થા થી લઈને તેના તારૂણ્ય ની તાસીરની આજે વાત કરવાના છીએ.

સબંધો માટે લાગણી)

સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે. એટલે પ્રિ મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સબંધો કેળવી શકું તેમ છું.

જેવો ઈનપુટ  તેવો આઉટપુટ  )

એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે input તરીકે આપીશું તેવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો એમાં  નિષ્ફ્ળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે, પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે.

એકલતાનો અહેસાસ એકલતા )

આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની અને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને જોઈને અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા શીખશે. મને જો એકલતા સાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું.

સર્જનશીલતા અથવા સ્થગિતતા)

વિકાસનો સાતમો તબક્કો મધ્યપુખ્તવાસ્થાનો છે. એટલે કે મેચ્યોરિટી મધ્યાહન ઉપર પહોંચી છે આ બહુ disturbing તબક્કો છે. એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગનેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે, અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર થાય છે.

જવાબદારી સ્વીકારે તો પ્રોડક્ટિવ  બને )

સાતમા તબક્કામાં જે મધ્યપુખ્તાવસ્થાનો સમય છે જેમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને જે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફ્ળ જાય છે એ સંતાન self-centered એટલે કે સ્વ કેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે.

પરિપૂર્ણતાનું ટાણું )

વિકાસનો આઠમો તબક્કો ઉત્તરપુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કળી છે. અહીં પરિપૂર્ણતા છે, ફુલફિલમેન્ટ  છે પણ એની સામે જો  ફુલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજી લેવાની જરૂર છે.

જીવન સંતોષપ્રદ તો આનંદ આનંદ)

Post maturity એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફ્ળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે.

તારુણ્યની તાસીર)

આ તબક્કો બહુ મહત્વનો છે કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારૂણ્ય એ શારીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે. અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.

તારૂણ્ય Teen age )

તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે એને અંગ્રેજીમાં Teen age કહેવાય છે કે જયારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. થર્ટીન, ફોર્ટીન, ફિફટિન, સિક્સટીન, સેવન્ટિન, એઈટીન, નાઈન્ટીન. આ ટીન એ સંવેગોની ઘંટડી છે.

જાતીય પરિપક્વતાનો આરંભ)

તરુણાવસ્થા એટલે બાર વર્ષથી અઢાર, ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો એટલે કે તારૂણ્ય એટલે Teen age આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.

અભિવ્યક્તિની ગૂંગળામણ)

તારૂણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે બાર વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે. ધીમે ધીમે ઈન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે  કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે.

કોમ્યુનિકેશન ક્યારેય  બંધ કરશો.)

પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રો – એક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ. એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ પરંતુ એને ‘હાય હેલો’ કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ.

પૂછવું કે કહેવું કોને ?)

હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે કે અવાજ તીણો થઈ રહ્યો છે. મારા ખભ્ભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે પણ બધું પૂછે અથવા કહે કોને ? (ક્રમશ:)