
જો બદલતા હૈ વહ જીવન હૈ. જો બદલતે નહીં વહ પુરુષાર્થ હૈ… લેકિન પ્રતિ પલ પરિપ્રેક્ષ્ય બદલના ચાહીએ.. ‘ શાશ્વત તે જે હર પલ પરિવર્તનીય છે. જીવન બદલે જ, તો તેનાં પુરુષાર્થોનાં અર્થઘટનો બદલે જ… બદલવાં જ જોઈએ. બદલે નહીં તે બંધિયાર છે. બંધિયાર હોય તે ખાબોચિયું બની જાય. ખાબોચિયાંની ઉપરની સપાટી કડક રહે તેવું પડ બાંધી લે, ન અંદરથી કશું બહાર જાય, ન બહારથી કશું અંદર પ્રવેશી શકે. પૃષ્ઠતાણનું બળ ઉપરનાં પડ પર એવું બને કે તેનાં પર મોટા કદના મચ્છર ચાલી શકે. Surface Tensionના કારણે તમે સોયને તે પડ ઉપર તરતી મૂકી શકો… આ બંધિયારપણાની પરાકાષ્ઠા! જીવન જેવું અભિયાન બંધિયાર ક્યાંથી સંભવે ?… ગતિશીલ છે તે જીવંત છે અને જે જીવંત છે તેને તેના પુરુષાર્થો છે.
શાસ્ત્રોએ ઘણી મહેનત પછી ચાર પુરુષાર્થ સૂચવ્યા તે ધર્મ, અર્થ, કામ, મોક્ષ… ચારેયની સરળતમ સમજૂતી આ રહી : જીવન જીવવા માટે ધર્મ, જીવન ચલાવવા માટે અર્થ, જીવન માણવા માટે કામ અને જીવન છોડવા માટે મોક્ષ… આ બહુ જ સ્થૂળ સમજ થઈ. સાચી સમજ તો ખૂબ ઊંડી. તમે જે ધારણ કરો છો તે ધર્મ છે, તમે જે ઉપાર્જિત કરો છો તે અર્થ છે, તમે જે પરિમાર્જિત કરો છો તે કામ છે અને તમે જે વિસર્જિત કરો છો તે મોક્ષ છે… એક સમજ એવી છે કે જીવનને ધર્મથી જીવશો તો અર્થ પ્રાપ્ત થશે, અર્થનો આદરથી ઉપયોગ કરશો.
તો કામનાં દ્વાર ખૂલશે, કામના સંતુષ્ટિથી પામશો તો મોક્ષમાર્ગ સરળ બનશે…. પણ પ્રશ્ન એ છે આ બધું જ આજે પણ સાચું છે?… હા, પણ જરા જુદા પરિમાણથી….
१. ५र्भ भेटले What and How to Live… पुंडे ધર્મ છે. મારે કેમ જીવવું? મારે શા માટે જીવવું?… તેનું જે મને માર્ગદર્શન કરે તે મારો ધર્મ છે. દરેક ક્ષણે જે નક્કી કરી આપે કે કેમ જીવવું અને શું જીવવું તે ધર્મ. (૨) અર્થ એટલે How to Learn? દરેક પળે શીખવાનું, દરેક ક્ષણને અર્થપૂર્ણ બનાવવાની. અર્થ એટલે નાણું કે પૈસો નહીં. મારે શું શીખવું, મારે કેમ શીખવું તે અર્થ. અહીં અર્થ એટલે meaning. (૩) કામ એટલે What and How to Love ? મારે કેમ પ્રેમ કરવો, મારે શા કાજે પ્રેમ કરવો તેની સ્પષ્ટ સમજ તે કામ. અહીં કામ એટલે કામના માત્ર નહીં, અહીં કામ એટલે મારે કરવાનું થતું કાર્ય પણ મને સોંપાયેલાં અને મેં સ્વીકારેલા કાર્યને હું કેમ ચાહું તે… ! આમ બને તો જ કામનો થાક ન લાગે, પણ આનંદ આવે. (૪) મોક્ષ એટલે How to Leave? કેમ છોડવું, તે મોક્ષ. અકર્તાભાવથી કામ થયું હોય તો હોંશે-હોંશે તેના ફળમાંથી મોક્ષ મેળવી શકાય… આ મારું છે, કારણ કે મેં કર્યું છે,” “આ તો હું કેમ છોડું, કારણ કે મેં એમાં આર્થિક રોકાણ કર્યું છે… આ સંવાદો ન જન્મે તે મોક્ષ. આવી વાતો કેમ છોડવી તે મોક્ષ…
શબ્દો ચાર : ધર્મ, અર્થ, કામ, મોક્ષ… તેના અંગ્રેજી શબ્દો ચાર : Live+Learn + Love + Leave, અંગ્રેજીના પહેલા અને છેલ્લા શબ્દોનાં ઉચ્ચારો સરખાં ‘લીવ…. પણ સ્પેલિંગ જુદા અને અર્થઘટન તો સાવ જુદાં. Live જીવન શરૂ થાય અને Leave પર તે પૂર્ણ થાય… જીવનના ચાર શાસ્ત્રોક્ત પુરુષાર્થોને એક વાક્યમાં કહેવા હોય તો… આવું વિધાન બને : જીવતાં જીવતાં શીખવાનું, શીખતાં શીખતાં પ્રેમ કરવાનો, પ્રેમસભર બની જઈને સઘળું યથાકાળ છોડતા. જવાનું ! કવિ ગુણવંત પંડ્યા ગાગરમાં સાગર સમાવતા કહે છે:
આગ જલે ભીતરમાં એની, બહાર સદાય હસતું; મૃગજળને માની જળબિંદુ નિત વેરાને ધસતું, અણદીઠાંની આંખમહીં પણ નેહ રહે એ ઝંખી – ઉર્ષનું આ તે કેવું પંખી!’ બસ, આપણા ઉરમાં આવું પંખી માળો કરે તો આપણા ચારેય પુરુષાર્થો પૂર્ણ!!!
