


કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઈટ હૉઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડ ને કીચડમાં પડેલું જોયું અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરીકાનાં પ્રમુખ ન રહ્યા. પણ એ સ્વ જેનો આત્મન છે તે અબ્રાહમ લિંકન, એ બની ગયા અને પરિણામે એણે પોતાના કપડાંની પરવાહ કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર કાઢી બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાંને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો. તમે હમણાં વ્હાઈટ હૉઉસમાં જશો આ સ્થિતમાં? બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કાંઈ નવું નથી. મેં ભૂંડને નથી બચાવ્યું, હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો, મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી એટલે મેં કશી પરવાહ કર્યા વગર એને મેં બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી. મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી, હકીકતમાં મને એને જોઈને જે દુઃખ થયું એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે.
આ વાત મનને એકદમ rational રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા પોતાની લાગણી વાળી શકે? હા, વાળી શકે. પણ એમાં practice makes a man perfect… તમારે પ્રયાસ કરવો પડે, to be positive, to see the right side, never think about the other side, આ બધા નાના-નાના સૂત્રો છે પણ તેની તમારે practise કરવી પડે.
કોઈ ફિલ્મી ગીત તમને ન ગમતું હોય પણ દસ દિવસ રોજ સાંભળો તો તમને ગમવા લાગે. આ સાદી થિયરી આમાં કામ લાગે છે બીજું કશું જ નથી. આજે કશુંક એવું બન્યું કે, જે તમારા મને positively સ્વીકાર્યું, તમે રાજી થયા, તમારો સમય સરસ મજાનો પસાર થયો, now wait for the other time to get such message from your mind એવું કરીએ તો મન ઝાંઝર છે, ઝંઝીર નથી.
મન આપણું ગુલામ બને તે જોવું પડે. મનના આપણે ગુલામ બનીએ તે નહિ ચાલે. વાત થોડી ઊંડાણથી કરું, આપણે જે મનની વાત કરીએ છીએ એ મનના હકીકતમાં ત્રણ લક્ષણો છે. પહેલું છે મનની શુદ્ધતા, બીજું છે મનની એકાગ્રતા, અને ત્રીજું છે મનની સૂક્ષ્મતા. આ ત્રણ શબ્દો સમજવા થોડા અઘરા છે. પણ આપણે તેને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.
મનની શુદ્ધતા એટલે “Ability to be clear”. સ્પષ્ટ થવા માટેની તમારી ક્ષમતા. શુદ્ધતા એટલે મને સ્વચ્છ જ જોઈએ, મને ગંદકી ન જોઈએ, મને જ્યાં બેસું ત્યાં સ્વચ્છતા પહેલી ગમે, હું મારા કપડાં પહેરું તો મને સુઘડ કપડા ગમશે, મને મારો ચહેરો સુંદર લઈને નીકળવાનો આદત છે, આ બધી શુદ્ધતા છે બહારની. એ બહારની શુદ્ધતા અંદરના મનને પણ શુદ્ધ બનાવશે, કઈ રીતે? તમારા મનમાં આવું ઠાની લીધું અને બીજી વખત જો તમે ગંદી જગ્યામાં બેસવાનો પ્રયાસ કર્યો તો મન તાત્કાલિક પાછું વળશે. એટલે બહુ સીધી વાત એ કે “Ability to be clear” એ મનની શુદ્ધતા છે.
મનની એકાગ્રતા એટલે “Ability to focus”. આ એકાગ્રતા શબ્દ બહુ જ સુંદર છે. એક અગ્ર. આગળ એક જ વસ્તુ રાખો. તમે જે મનમાં વિચારી રહ્યા છો તે તમારે કરવું છે, તો એક જ લક્ષ્ય રાખો. one-way ટ્રાફિક કરો. don’t allow other vehicles to their street. આ એકાગ્રતા એટલે “Ability to focus”. તમે નિશ્ચિત છો કે તમારે શું કરવું છે, ક્યારે કરવું છે, કેમ કરવું છે, તમારા માઇન્ડમાં એનો કોઈ નકશો છે? નથી તો પહેલા ઘડો. ઘડીને પછી એમાં આગળ વધો તો તમારા માટે મન ઝાંઝર બની જશે.
મનની સૂક્ષ્મતા એટલે બહુ સીધી ને સટ વાત, “Ability to go deep”. ઊંડા ઉતરવાની ક્ષમતા. હું જે વિચાર પામીશ એમાં ઊંડો ઉતરીશ, હું જે કાર્ય કરવાનું નક્કી કરીશ એમાં પહેલાં ઉંડો ઉતરીશ, એના બધા જ પાસાઓ વિશે વિચારીશ અને પછી જ એ કામ હું શરૂ કરીશ. આ જ તો Ability to go deep. જે કરો છો એના ઊંડાણમાં જાઓ. કોઈની સાથે વાત કરતા તમે કામ સ્વીકારો છો તો કામમાં ખરેખર શું કરવાનું છે તે ઊંડે સુધી જઈને જાણી લો.
મનના આ ત્રણ લક્ષણો જો આપણને મનમાં બેસી જાય તો હું માનું છું કે મન ઝંઝીર ન બને પરંતુ ઝાંઝર બને. મનની શુદ્ધતા, મનની એકાગ્રતા, અને મનની સૂક્ષ્મતા. જીવન જીવવાનું કામ એ બહુ ક્ષમતાનું કામ છે આનંદનું કામ છે. ઈશ્વર સુધી જવાનો એક સરળ રસ્તો છે કે તમે આજની ક્ષણને આનંદમાં જીવો એટલે તમે ઈશ્વરની સાથે છો. તો પછી આ કામની અંદર શુદ્ધતા હોય, એકાગ્રતા હોય, સૂક્ષ્મતા હોય તો જ મન છે એ તમારી સાથે ઝાંઝરની જેમ જમકતું ચાલ્યા કરવાનું છે.
મનનાં આ ત્રણ લક્ષણો પછી થોડી સૈદ્ધાંતિક વાત આપણે સમજીએ. વેદાંતિક સાહિત્યમાં ‘અંતઃકરણ’ એવો શબ્દ છે. અને આ અંતઃકરણ મનનાં ચાર કાર્યો છે. આ ચાર કાર્યો એ હકીકતમાં મન ઝંઝીર બને કે ઝાંઝર બને તેના લિટમસ પેપર ટેસ્ટ જેવા છે. અંતઃકરણ એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણે સાધુ ભગવંતો પાસેથી સાંભળેલા ચાર સરસ મજાના આધ્યાત્મિક શબ્દો છે. પણ જુઓ તેની શરૂઆત પહેલાં મનથી થાય છે. અને એ મન કયું? પહેલું સરફેસ ઉપરનું સૌથી નીચેનું મન. પછી બુદ્ધિ આવે છે. એ બુદ્ધિ એટલે ઉચ્ચ મન. પછી ચિત્ત આવે છે. ચિત્ત એટલે આપણું સ્મરણ, આપણી સ્મૃતિ જેમાં પડી છે તે ઉપરથી એક શબ્દ આવ્યો “ચૈતન્ય”, તમારામાં શું પડ્યું છે તે. અને છેલ્લું આવે છે અહંકાર. હું પણું … આ મારું, આ મારું મકાન, આ મારી સ્થાવર મિલકત, આ મારી FD એવું વારંવાર જેને બોલવાની ટેવ હોય છે એ આ ચારમાંથી ચોથા સ્ટેજમાં જીવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. (ક્રમશ:)
