નાગરોના ઘરમાં હિંડોળા શું કામ હોય છે તે ખબર છે ?? એને જડ ન રખાય, એને હિંચકા ખાતા રહેવું જોઈએ. હવે મને આ બધું યાદ આવે જાણ્યા પછી કે અમારે ત્યાં હીંચકો પહેલેથી.. અમે હિંડોળા વાળા હતા. જો કે, નાગર જેવા અમારે કાંઈ સુખ નહોતા. કોઈ નોકરી જ નહોતું કરતું ! તો પછી દસ ગણું પેન્શન લે ક્યાંથી? નોકરું જ નહોતું. પણ ભાંગ્યો તૂટ્યો અમારો હિંડોળો.. પણ હવે તો એ બધું નીકળી ગયું. રાખ્યો હોત તો એ મારું નજરાણુ ગણાત, સાહેબ. એ નાની એવી ઓસરીમાં સોફા તો જડ છે સાહેબ.
આ નાગરો હિંચકા ઉપર બેસે છે એનો અર્થ એમ છે, અમે આગળ પણ જઈએ ને અમે પાછળ પણ જઈએ, અમે સંશોધન કરનારા ‘અમે’ છીએ. અમે આમ જડ નથી થઈ શકતા. અમને એમ લાગે કે પાછળ જવા જેવું છે તો પાછળ પણ જઈએ. અમને એવું લાગે તો આ બાજુ ઓટ ને આ બાજુ ભરતી છે, તો સાગર નું લક્ષણ છે આ. એ નાગર છે સાહેબ. જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. હિંડોળો એ વાત યાદ અપાવે.
મારું તો તમે જુઓ સ્વભાવમાં બધું ઉતર્યું છે. જેવો મારો નાથ.. હું કાયમ લગભગ હીંચકા ઉપર… આ તો કથામાં હું થોડો શિષ્ટ થઈ જાઉં છું, સભ્ય થઈ જાઉં છું. એટલે નીચે બેસીને તોય કાંઈ ઠેકાણું ના હોય મારું… આ જયંતીભાઈ ને બધા જમાડે મને.. એ અત્યારે વળી વળી નીચે બેસે … બાકી હું લગભગ હિંચકા ઉપર જ ખાઉ, હિંચકા ઉપર જ બેઠો હોઉ, સુઈ જઉં પણ હિંચકા ઉપર. અમારી ટેવ છે બચપણથી. એટલે એક જ્ઞાતિ તરીકે, કુળ તરીકે, એનો મહિમા સ્વાભાવિક છે પણ એને સાંકડું ન થવા દેવાય. એમાં જ્યારે સાધુતા ભળી જાય ત્યારે એ ગોખલું ગગન બની જાય. ત્યારે એની વિશાળતાને કોઈ માપી ના શકે.
