અસ્મિતા વિશેષ સંવાદ : (35)
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
સંસ્કારનો વારસો પિતાશ્રી દ્વારા કેવી રીતે પછીની પેઢીમાં ઉતરે તે અંગેનો બેનમૂન સંવાદ યોજાયો વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડીઓમાં.. ગુજરાતના ખ્યાતનામ તબીબવર્ય ડો. સુધીર શાહ પોતાની મૃદુ વાણીથી જીવનના યાદગાર પ્રસંગો કહી રહ્યા હતા અને સમય ક્યાં વીતી રહ્યો છે તેનો ખ્યાલ રહ્યો ન હતો. પ્રસિદ્ધિ કે ખ્યાતિ મેળવવી એ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે પણ ઉદાત્ત માનવીય વ્યવહારોમાં ઉત્તમ કેમ સિદ્ધ થવું એ જ જીવન ધ્યેય બની શકે, તેની પ્રતીતિ ડો. સુધીર શાહ સાથેના અસ્મિતા વિશેષ સંવાદથી અમને થઇ અને આપને પણ થશે જ….
“આગલી રાતનો સંવાદ બાપ દીકરાનો સાંભળવા જેવો છે. મેં પપ્પાને કીધું કે, પપ્પા કાલે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ છીએ…. એટલું કહીને પછી હું આંટા મારવા લાગ્યો. મને કહે, બેટા, નર્વસ કેમ લાગે છે તું.? પપ્પા તો નસ પકડી શકે ને .??.. મેં કીધું, પપ્પા સાચું કહું આટલા બધા પૈસા ખર્ચીને આપણે પ્રેક્ટિસ તો શરૂ કરીએ છીએ પણ મારી પ્રેક્ટિસ ચાલશે ? પપ્પા, આ લોન ને બધું ભરપાઈ કરી શકીશું ? મને બાજુમાં બેસાડ્યો, મારે માથે હાથ ફેરવ્યો. મને કહે, બેટા તું મારો દીકરો છે. પ્રોફેશનલ બ્લડ તારામાં છે. પ્રોફેશન કેવી રીતે કરવું એ તને આવડે છે. I am sure તારી પ્રેક્ટિસ સારી રીતે ચાલશે. કારણકે how to tackle situation you know, પ્લસ, તું આટલું બધું ભણ્યો છે. તારું જ્ઞાન આટલું સારું છે, એટલે I am sure કે તારી પ્રેક્ટિસ ચાલશે. વિશેષમાં તારામાં કરુણાનો અંશ હું જોઉં છું એ પણ તને મદદ કરશે. પછી કહે, આજે તારે મને બે પ્રોમિસ આપવાના છે. મેં કીધું, ચોક્કસ પપ્પા. પહેલા હું હાથ જોડી ગયો…. બેટા, બે પ્રોમિસ . ૧) જેના મોઢે ઈશ્વરનું નામ હોય, કોઈ પણ સંધુ સંત હોય, જૈન હોય, સનાતન ધર્મ હોય, વૈષ્ણવજન હોય, બ્રહ્માકુમારી હોય, મૌલવી હોય કે ક્રિશ્ચિયન ફાધર કોઈ પણ હોય એને બે હાથ જોડવાના અને એક પણ પૈસો સ્વીકારવાનો નહીં. એમણે એકેય પૈસો લીધો નહોતો. તારે પણ નહીં લેવાનો, આપણી આ પ્રથા છે એ ચાલુ રાખજે. અને એના વતી કોઈ પૈસા આપે તો પણ નહીં લેવાના. એટલું જ નહીં પણ બધાને વચ્ચેથી સંતને પહેલા લેવાના કારણ કે એ આપણું ઉત્તરદાયિત્વ છે. એ સમાજને સાચવે છે, આપણે એને સાચવવાના. મને કહેતા એટલો આનંદ થાય છે કે ૩૨ વર્ષમાં મેં એક દિવસ પણ આ પ્રોમિસ તોડ્યું નથી. અને ૨) ગરીબ, વિધવા, દુઃખી વગેરે હોય એને હાથ લાંબો કરવો પડે એવું નહીં કરવાનું. આપણે જોઈ લેવાનું, સમજવાનું કે આ દુઃખી છે ? ૨૫%, ૫૦%, ૧૦૦% જે આપણને અનુકૂળ લાગે એ આપણી રીતે ફ્રી કરી દેવાનું. અને આ બે કરીશ ને તો ઉપરથી અનંત આશીર્વાદ તારી પર વરસશે. ને તારી પ્રેક્ટિસ ચાલશે. તારું કામ સીમાચિહ્ન બનશે આ મારા અંતરના આશીર્વાદ છે. This is what he said.
અને પરિણામે ૫૦૦૦ જેટલા સંતો મારા હાથ નીચે આ રીતે સારવાર પામ્યા છે. અને એ પણ પ્રણામ કરીને બે હાથ જોડીને આનંદથી… ક્લિનિકના બધા માણસોને ખબર છે કે સાધુ સંત આવે એટલે બધું બાજુ પર મૂકીને, જે ચાલુ છે એ પેશન્ટ જોઈને તરત એમને લઇ લેવાના. ઈમરજન્સી કોઈ સિરિયસ હોય તો એને લઇ લેવાના બાકી આ સાધુ સંત ને જ પહેલા લેવાના…અને એ લોકોને સત્તા આપેલી છે બહાર કે ગરીબ કે દુઃખી હોય અને મારું ધ્યાન ન હોય તો કોઈ પણ જાતના ડિસ્ક્રિમિનેશન વગર એમને રાહત આપી જ દેવાની. એ જ કહે કે સાહેબ જુઓ તમારું ધ્યાન નહીં હોય પણ આ માણસના આપણે ઓછા કરવા પડશે. They can also do, or they will draw my attention …………. કેટલા આશીર્વાદો મળે… પૈસા આપે છે ભગવાન, નથી આપતા એવું નથી, મારી જરૂરિયાત કરતા વધારે આપે છે..I honestly mean that …
કોવિડ સમયે ગરીબો, લેબર સાથે બધાને જમાડવાથી માંડીને જે કઈ જરૂરિયાત હોય બધી પુરી કરવાની. અમુક સાધુ સંતોને ખબર પડી તો એમણે ભેટ મોકલાવી કે તું બેટા વાપર, અમને તારા પર ૧૦૦% વિશ્વાસ છે તું બધાને સાજા કરીશ. એટલે તો કહું ને ઈશ્વર એટલો બધો દયાળુ છે કે પળે પળે એની હાજરી તમે જાણી શકો અને માણી શકો….” ..
