‘વાત પૂર્ણતાના પંથેની’…..

 

 

 

 

 

 

 

બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે,આને અંજલિ  કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ 

પૂર્ણતાને પંથે સંકેત’…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન

સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે પૂર્ણતાને પંથે સંકેત’.. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છેવાત પૂર્ણતાના પંથેની’.. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમનું જીવન વીત્યું તે મહાન સાધક.

પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના. રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાઈકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે, 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાઈકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી ગયા અને એકલા બાપુ રહી ગયા!!.

1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ આનંદ રજનીશ સંન્યાસ આશ્રમનામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’  બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’  બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’

…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે, જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી.

એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. તેને રીવાઈવ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું પૂર્ણતાને પંથે. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, સમજવા જેવું જે કંઈ હોય તો આટલું છે જો સમજાય તો.’  ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે, આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી કંઈક લખતા જાઓ. લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી.  બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.

એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા. પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’  જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે,આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’ મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)

 

મરુ ભૂમિના દિવ્ય દરવેશ : ચાચાજી ગુરુ દયાલ મલિક

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  પ્રેમ કરવો  એટલે હંમેશા જાગતા રહેવું !!

જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે.

મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર કરવોકારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો  અનાદર એટલે પ્રભુનો અનાદર !” ચાચાજી ગુરુ દયાલ  મલિક 

 

“……સાંજનો વખત હતો. હું સમુદ્રના કિનારે અપાર ખામોશીની સાથે એવી રીતે બેઠો હતો કે જાણે હું ખુશ હોઉં અને આ ખામોશીમાં હું એકદમ સલામત હોઉં. જાણે કે એક નાનકડું બાળક પોતાની મા ની ગોદમાં બેઠું હોય અને નિરાંત જીવે નીડરતા અનુભવતું હોય !!. મને એવું લાગી રહ્યું હતું કે હું બાદશાહોના બાદશાહના ખુબસુરત દેવીમહેલના એક એકાંતને માણી રહ્યો છું.

 

એકાએક કોઈએ મને અંદરથી પૂછ્યું, “કેમ મિયાં,  આરામનો અર્થ તને માલૂમ છે ?” આ સવાલ સાંભળીને હું જરા હસી પડયો,  કારણકે મેં પોતાની જાતને કહ્યું કે, ‘એ પણ કંઈ પૂછવાનો સવાલ છે ? આરામ એટલે આરામ ! બીજું વળી શું ?’

જે મારી અંદર બેઠો હતો એમણે  મારી આ છુપાવેલી વાત પણ  જાણે સાંભળી લીધી..!!  થોડીવાર પછી ફરીથી મેં કાનમાં કોઈના ગાવાનો અવાજ આવતો સાંભળ્યો. મેં ગાનારને ન જોયો પરંતુ એના ગીતની એકની એક  તર્જ  જે વારંવાર ગવાઈ રહી હતી,  તેને મેં બહુ જ સુંદર રીતે અને એકદમ સ્પષ્ટ રીતે સાંભળી.

 

તો પ્રીતની રીત નથી તારીવહ જાગત હૈ, તું સોવત હૈ.’  ત્યારે મારા દિલમાં એક સવાલ ઊઠયો, શું પ્રેમ કરવો  એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય છે ? મારા દિલના જનાનામાં જે હંમેશા પર્દાનશીન છે (એટલે કે જે મારા દિલના રાણીવાસમાં જે સતત પડદો રાખીને હાજર છે)  એમણે જવાબ દીધો :  હા, પ્રેમ કરવો  એટલે હંમેશા જાગતા રહેવું એવો અર્થ થાય !!  પછી જરા અટકીને એમણે કહ્યું : “અરે મિયાં,  મેં તો તમારા સવાલનો જવાબ દઈ દીધો હવે તમે પણ મારા સવાલનો જવાબ આપો…”

‘અરે, તમારો પણ કોઈ સવાલ છે? અને તમે જવાબ માંગી રહ્યા છો તમારા સવાલનો ?’

“અરે મિયાં ગુસ્સે ન થાઓ, જો તમને જવાબ આવડતો નથી તો સાફ સાફ કહી દો ને કે જવાબ નથી આવડતો  !”

‘હા, તો એમ જ માનો હું તમારા સવાલનો જવાબ જાણતો નથી. બસ હવે તમને નિરાંત થઈ ?’

“હા, તો મેં તમને જવાબ આપી દીધો છે,, આરામ શબ્દ બે શબ્દોથી બન્યો છે અને રામ.. એનો અર્થ એવો થયો કે સાચો આરામ રામરામ કહેવામાં અને કરવામાં છે.”

હું આરામનો આવો કોઈ મતલબ સમજીને થોડી વાર તો હેરાન પરેશાન થઈ ગયો,  એટલા માટે મેં એને પૂછ્યું, મેં તો મારા જીવનમાં એવો મતલબ ક્યારેય જાણ્યો નથી. જે હોય તે આ-રામ..આ-રામ એવું હું કહ્યા તો કરીશ પરંતુ તમારે મને એ સમજાવવું પડશે કે હું એવું કેવી રીતે કરી શકીશ કારણ કે તમે જે આરામને  ‘આ – રામ’ કરવાનું કહો છો એ તો મારા માટે નવું છે,  એ હું કેવી રીતે કરું ? ‘

 

“હા,  મેં કહ્યું છે અને એનો મતલબ એ છે કે જે કંઈ પણ કામ તમે કરો એને એવી રીતે કરો કે એ રામને લાયક છે અને તમે એ કામને રામને લાયક એક ઘર સમજીને દિલથી કહી શકો આ-રામ.. આ-રામ… સમજાય છે મારી વાત ?”

 

મેં સમજી તો લીધું પણ તેમનું આમ કરવાનું મને બહુ મુશ્કેલ માલૂમ પડતું હતું.

“..તો એનો પણ તમને હું એક આસાન રસ્તો બતાવું મિયાં, જો તમે ઈચ્છો તો “

‘જરૂર જરૂર’, મેં કહ્યું.

એમણે કહ્યું : “દિલ કો છોડો ઓર દિલકો પકડો એટલે કે દિલને છોડો અને દિલને પકડો.”

મેં કહ્યું  તરત જ કહ્યું કે: ‘જરા આસાન કરી દો ને, આ વાતને !’

“ખુશીથી જિંદગી જીવો  તો તો એ એક બાજી છે ને ! કબીર સાહેબનું એક ભજન તમને યાદ છે.?? જેમાં તેઓ કહે છે કે, જિંદગી એક ચોપાટ ની બાજી છે, છતાં આ ખેલ બહુ અજીબો ગરીબ છે. જો તમે હારો છો તો તમે પ્રીતમના થઈ જાઓ છો અને જો તમે જીતો છો તો પ્રીતમ તમારા બની જાય છે. એટલે કે હારમાં કે જીતમાં પ્રીતમ તો તમને જ મળે છે. એ જ રીતે હું તમને કહું મિયાં, પાર્ટીબાજી છોડો પ્રેમબાજી  ખેલો એટલે કે પાર્ટીબાર્ટી છોડો અને પ્રેમ પ્રેમ પકડો.” 

એટલી વારમાં મને કેટલોક શોરબકોર સંભળાવવા  લાગ્યો. હું જ્યાં બેઠો હતો ત્યાંથી જરા દૂર એક સરઘસ નીકળતું હોય તેવું મને લાગ્યું. કેટલાય લોકોના હાથમાં  ભાતભાતના ઝંડાઓ હતા અને જોરજોરથી તેઓ સૂત્ર પોકારી રહ્યા હતા : ‘ઝિંદાબાદ…ઝિંદાબાદ…ઝિંદાબાદ…’  હું મારી નિજી ખામોશીમાંથી બહાર નીકળીને ઘરે પાછો આવ્યો. અને વારંવાર મને એ ખ્યાલ આવતો રહ્યો કે દિલકી બાત રુપિયેમે સોલહ આના સચ હૈ.. દિલની વાત જે મને મારી અંદરથી સાંભળવા મળી તે તો સોળ આના સાચી છે………………”

*******************************

એક બહુ જૂનું  પુસ્તક હાથ લાગ્યું. જૂના કબાટો ખંખેરતા એક સાધ્વી કક્ષાના ગૃહિણીના ઘરેથી..  એનું પ્રકાશન ખાસ્સું જૂનું એટલે કે 1954 માં કરવામાં આવ્યું છે. રામ આસર કક્ક્ડ,  હિન્દી સાહિત્ય પ્રેસ,  ઈલાહાબાદનું આ પ્રકાશન છે. અને પુસ્તકના લેખક છે ગુરુ દયાલ મલિક. નાના એવા પુસ્તકનું નામ છે દિલ કી બાત”. આ પુસ્તક અજીબોગરીબ છે !!  અહીં ઉપર જે વાત વાંચી એવી અનેક વાતો ૨૨૫ પાનની અંદર અહીં મુકવામાં આવી છે. તેમના અર્પણના પાનાં ઉપર સરસ શબ્દો લખ્યા છે –

દિલની વાત દિલથી સાંભળી લો વિનંતી છે

દિમાગને દલીલ કરવાની વળી ભલા શું જરૂરત ?” – ગુરુ દયાલ મલિક.

                                   ***************************

ચાચાજી નો જન્મ સાતમી,  મે, 1896ના રોજ ડેરા ઈસ્માઈલ ખાન ખાતે થયો  પરંતુ તેઓ જ્યારે અગિયાર વર્ષના થયા ત્યારે સાતમી મે 1907ના દિવસે એટલે કે એમના જન્મદિવસની તારીખે જ,  ચાચાજીના બા પરલોકવાસી થયાં !!  ચાચાજીના માતુશ્રીની વિદાય ચાચાજીના જીવન ઉપર બહુ મોટી અસર છોડી ગઈ.

એવું બન્યું હતું એ સમયે પ્લેગ ફેલાયો હતો અને આખું શહેર ખાલી કરાવવામાં આવતું હતું અને આજુબાજુના ગામમાં કે શહેરોમાં પોતાના સગા વ્હાલા મિત્રોને ત્યાં ચાલ્યા જવાનું સૌને કહેવામાં આવ્યું. સિકરપુર  સિંધ માં આવેલી જગ્યા.  જ્યાં  ચાચાજીના મોટા કાકા રહે. દર્દીઓ માટે શહેરથી ૭ માઈલ દૂર કેમ્પ  ઉભો કરવામાં આવ્યો હતો.  દરેક દર્દીની સાથે એક સગું  રહી શકે એવો તેમાં નિયમ. ચાચાજીનાં  નાના મામી પ્લેગમાં સપડાયા અને એમને એક ધાવણું  બાળક !  મામાને એ ચિંતા હતી કે જો મામી જતાં  રહેશે તો આ બાળકને કોણ મોટું કરશે ?  એ સમયે ચાચાજીની  માએ કહ્યું :  ભાઈ, આટલી બધી ચિંતા શું કામ કરો છો ?  તમે બાળકને લઇને આપણી મોટીબેન ને ત્યાં જાવ.  હું ભાભીની સેવા ચાકરી કરવા કેમ્પમાં રહીશ  અને પ્રભુને રાતદિવસ પ્રાર્થના કરીશ કે, બાળકને ખાતર ભાભીને જીવાડે  અને મારી પ્રાર્થનાના  બદલામાં જો તને જરૂર હોય તો મારું જીવન લઈ લે… બા ચાચાજીને ડેરા ઇસ્માઈલ શહેરના છેડા સુધી મુકવા આવી.  બા ની વિદાય વખતે સંતાનો રડવા લાગ્યા.  બંનેને વળગીને માએ  એમ કહ્યું કે:  હું તમને જલ્દી પાછી મળીશ,  તમારી મામી  સારી થઈ જાય કે તરત શિકારપુર ચાલી આવીશ.

ગુરુદયાલજીના  પિતાશ્રી નારાયણદાસ એ સમયે બલુચિસ્તાનમાં કવેટા માં એવી સરકારી નોકરી કરતા હતા કે, વર્ષમાં લગભગ દસ મહિના ઘોડા ઉપર કે ચાલતાં મુસાફરી કરવી પડે.  જેથી ચાચાજીના માતુશ્રી તેજસ્વીદેવી બે ભાઈઓ અને બહેનને મૂકીને કેમ્પ  તરફ વળ્યા.  ઈશ્વરને કરવું હતું તે મામીનો જીવ બચી ગયો પણ મામીની સેવામાં રત ચાચાજીના માતુશ્રી એ પોતાનો પ્રાણ ત્યાગી દીધો.. કહે છે કે, ચાચાજીને પોતાની માતાના અવસાનનો અહેસાસ થઈ ગયો હતો. સાતમી  મેના દિવસે ઉઠતાવેંત  એમને એવું થયું કે, મારી બા આ દુનિયામાં હવે નથી અને તેઓ જોરશોરથી રડવા લાગ્યા .. એમનું રુદન સાંભળી ને એમના કાકાને ગુસ્સો આવ્યો અને એમણે એક થપાટ મારીને કહ્યું કે, “તું અપશુકનિયાળ છે,  સવારે ઉઠતા પ્રભુનું નામ લેવાનું હોય કે રડવાનું હોય !!” ચાચા નું રુદન કોઈ સંજોગોમાં બંધ ના થાય.  ચાચાજી રડતા રડતા બોલી ઉઠ્યા કે,  મારી બા ગુજરી ગઈ છે.. એ સાંભળીને એમને બીજી થપાટ  પડી !! આ ઘટનાને લઇને ધ્રૂજતા ધ્રૂજતા ડુસકા ભરતા તેઓ સુઈ ગયા  પણ પાંચ કલાક પછી એમના કાકાને  પોતાની ઓફિસમાં અગિયાર વાગ્યાના સુમારે  તાર મળ્યો અને એમાં લખ્યું હતું કે:  ગુરુદયાલનાં  બા આજે સવારે ગુજરી ગયાં  છે !!

લાહોરની શાળા. આ નિશાળમાં એક શિક્ષક ભણાવે. મુદ્દો નીકળ્યો બ્રહ્મચર્યનો !

શિક્ષક બ્રહ્મચર્ય વિષે સમજાવતા એક વિચિત્ર વાક્ય બોલ્યા : ‘બચ્ચાઓ, તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે સ્ત્રી તો એક શયતાન છે. તેથી તેના સંગથી તમે સદા દૂર રહેજો.’ ત્યારે એક વિદ્યાર્થી અકળાયો અને એકદમ બોલી ઊઠયો : ‘ગુરુજી, પણ તમારી માનુ શું ? એ પણ એક સ્ત્રી જ છે ને ?’

વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળીને તે શિક્ષક ક્રોધમાં આવી ગયા એ તેમણે પેલા પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને ક્રૂરતાથી ફટકાર્યો ! પરંતુ સૌનાં આશ્ચર્ય વચ્ચે ત્રણ દિવસ પછી એ શિક્ષકે સ્કૂલમાંથી રાજીનામું આપ્યું અને એ ગામ છોડીને ક્યાંક ચાલ્યા ગયા.

લગભગ પચ્ચીસેક વર્ષ પછી એક અજબ સંજોગમાં વિદ્યાર્થી અને આ શિક્ષક અચાનક જ મળી ગયા. વિદ્યાર્થી કરાંચીથી શાનથીનિકેતન જતો હતો. અમૃતસર સ્ટેશન પર જયારે ગાડી ઊભી રહી ત્યારે ઉજ્જવળ, પ્રસન્ન અને શાંત મુખવાળી ગેરુંવાં કપડાં પહેરેલ એક વ્યક્તિએ ડબ્બામાં પ્રવેશ કર્યો અને બાજુમાં જ બેઠક લીધી. વાતો શરૂ થઈ. તેમણે પૂછ્યું : ‘તમે નાના હતાં ત્યારે કઈ નિશાળમાં ભણતા હતાં ?’ જવાબમાં લાહોરવાળી નિશાળનું નામ સાંભળી તેમણે ફરી પૂછ્યું : ‘ત્યારે એક અમુક નામના શિક્ષક તમારી શાળામાં હતા ?’ જવાબ મળ્યો : ‘હજુ’. તરત તેઓ ઊભા થઈ ગયા ને પેલા વિદ્યાર્થીને પગે પડયા અને કહેવા લાગ્યા : ‘દોસ્ત, તે શિક્ષક હું જ ! પણ બચ્ચા, આધ્યાત્મિક માર્ગ પર તું મારો પ્રથમ ગુરુ. હું તને પ્રણામ કરું છું.’

આ વિચિત્ર સ્થિતિને લઈને આશ્ચર્યમાં પડેલા વિદ્યાર્થીએ તે વ્યક્તિના પગ પકડી લીધા : ‘તમે આ શું કહો છો ? તમે મારા ગુરુ કે હું તમારો ગુરુ ?’

પછી તો બન્ને વચ્ચે નિરાંતે વાતો થઈ. શિક્ષકે કહ્યું : બચ્ચા, તારો પ્રશ્ન સાંભળીને ક્રોધથી મેં તને ફટકાર્યો અને ઘરે જઈ હું મનમાં સંગ્રામમાં ફસાયો. ગડમથલ ઊભી થઈ અને મારા મનમાંથી પ્રશ્ન ઊઠયો કે બધી જ સ્ત્રીઓ શયતાન હોય તો મારી મને શું હું શયતાન ઘણું છું ? ઘરની બહાર ન નીકળ્યો કે ન તો નિશાળે ગયો ત્રણ દિવસ સુધી ! છેવટે આંતરિક અશાંતિ સમાવવા હરિદ્વાર જઈ એક ગુરુ પાસે દીક્ષા લઈ વર્ષો સુધી સાધના કરી. તેમણે કુબૂલ્યુ કે, બચ્ચા એક દિવસ સાધનાની ચરમસીમાએ સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થયાં, પણ તે ‘મા’ ના રૂપમાં ! બસ, ત્યારથી દર વર્ષે મારી કુટિયામાંથી એક મહિના માટે બહાર નીકળીને જુદાં જુદાં સ્થળોએ પ્રવાસે જઈ લોકોને એક જ વાત સમજાવું છું કે, ‘પ્રભુને જોવા હોય તો માતામાં નીરખવાની દ્રષ્ટિ કેળવો. એના જેવી સાધના બીજી કોઈ નથી.’

પોતાનાં વર્ષો પહેલાંની શિક્ષકની કેફિયત સાંભળી ચકિત થઈ ગયેલ એ સમયના એ પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને તો જાણે જીવનસત્ય લાધ્યું. તેમણે નમ્રતાથી એ પૂર્વશિક્ષકનાં ચરણ સ્પર્શ કર્યા અને નિયતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આ સત્ય ઘટના પછી સાધના માર્ગે વળેલા એ પૂર્વ શિક્ષક વિષે વિગતો નથી પણ પોતાનાં શિક્ષકને આધ્યાત્મ માર્ગે વાળનાર વિદ્યાર્થીએ તો ઉપાસના અને સાધનામાં જ જીવન વિતાવ્યું ! તે વિદ્યાર્થી તરીકે જ પ્રાણવાન હતા એટલે તેમના જીવનપથની ઉન્નતિ વિષે કોઈ શંકા ન હતી પણ એ વિદ્યાર્થી ગુરુદેવ રવીન્દ્રનાથ રાગોરના પ્રિય શિષ્ય બની રહ્યાં અને ભારતભરમાં ગુરુદયાલ મલ્લિકજીના નામથી ખ્યાત બન્યા !

શિક્ષક ભલે ભુલાય ગયા, વિસરાય ગયા, અજ્ઞાત થઈ ગયા પણ એ શિક્ષક પોતાને ચાંચઈડનારો પ્રશ્ન પૂછનાર વદ્યાર્થી પાસે જીવનની ઉત્તમ કબુલાત કરીને એ વિદ્યાર્થીને એક નવું બળ અર્પી ગયા. પંડિત ગુરુદયાલ મલ્લિકજી કહેતા કે : ‘હું શિક્ષકને સલામ કરું છું.’

શિક્ષકત્વનું આ ભાથું છે જે શિક્ષક મટી ગયા પછી કે શિક્ષકના માટીમાં મળી ગયા પછી તેની સાથે જ રહે છે ! એકાદ વિદ્યાર્થી તો એવો મળે જ મળે કે તમને વર્ષો પછી ‘ખરેખર મળી જાય !’ શિક્ષકને ય શીખવનારો એકાદ વિદ્યાર્થી તો મળી જ જતો હોય છે, અને ત્યારે વિદ્યાર્થી શિક્ષકનો ય ગુરુ બની રહે છે… આવા ગુરુ જેને મળ્યા હોય તેને તો કાયમ ગુરુપૂર્ણિમા !

આ ગુરુ દયાલ મલિક એ એક એવી વિભૂતિ કે જેમણે રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં સ્થાન મેળવ્યું, જેમણે આધ્યત્મ અને જીવનને હારોહાર જીવવાનું પસંદ કર્યું,  જે મહાત્મા ગાંધીના સહકાર્યકર બની  ઉમદા કામ બાપુની સાથે  કરતા રહ્યા. ગુરુ દયાલ મલિકનું લખેલું આ “દિલકી બાત”  પુસ્તક અચાનક જ હાથ લાગ્યું અને જાણે કેટલાય દિવસો સુધારી ગયું. થોડા સમય પહેલાં મરુ ભૂમિના દિવ્ય દરવેશએવું ચાચાજી ગુરુ દયાલ મલિકનું પુસ્તક કે  જેમનો અનુવાદ નલિન ઉપાધ્યાયે કર્યો છે અને જે અક્ષરભારતી પ્રકાશન, ભૂજ દ્વારા ૨૦૦૫ માં બહાર પાડવામાં આવ્યું છે તેના ૭૨ પાનામાંથી પસાર થયો ત્યારે એવું લાગ્યું કે, સુફીઝ્મ અથવા સૂફીવિચારની ખરી સમજ આટલા વર્ષો પછી ગુરુ દયાલ મલિકજી પાસેથી મળી

ચાચાજીના  માતાએ એમને શીખવેલું કે,  પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ છે. તેઓ  કિશોર હતા ત્યારથી અનેક આધ્યાત્મિક અનુભવોમાંથી પસાર થયા.  સિંધી, પંજાબી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી ઉપર એમનું અદભુત પ્રભુત્વ હતું.  “પ્રભુ કૃપા કિરણ” નામનું એક પુસ્તક મુકુલભાઈ અને નિરંજનાબેન કલાર્થીએ ચાચાજીની સાથે બેસીને એમના જીવનના પ્રસંગો અંગે પ્રશ્નો પૂછતાં પૂછતાં આલેખ્યું છે એ પણ ચાચાજીને સાંગોપાંગ સમજવાનો એક નમ્ર  પ્રયાસ  છે.

ગુરુ દયાળ મલિકજી  એ સૂફી સંત હતા  અને ગુજરાતી આધ્યાત્મિક ગુરુ હતા, એવું આપણે કહ્યું.  આ વાત આપણને ચાચાજી ના બાલ્યકાળથી જોવા મળે છે. ચાચાજી જયારે સાતેક વર્ષના હશે ત્યારે ઝરમર વરસતા વરસાદની વચ્ચે એક વયોવૃદ્ધ ભિખારણ ભિક્ષા માગવા આવી.  ચાચાજીએ  એને બારણા પાસે બેસાડી,  થોડું ખાવાનું ઘરમાંથી લઈ આવી ને આપ્યું. એમણે ઘણા પ્રેમથી ખાધું અને તેની આંખમાં આભારના આંસુ છલકાયા.  પછી ભગવાન જાણે ચાચાજી ને શું થયું કે, તેઓ આવેશમાં આવી જઈને એમને વળગી પડયા ! તે પણ ચાચાજી ને વળગી પડીને  વ્હાલથી બોલ્યા:  “મારો દીકરો”.. પણ “મારો દીકરો” બોલ્યા સાથે જ ભિખારણ ત્યાં ને ત્યાં મરી  ગયાં .  ચાચાજી જીવનભર આ બાબતનું રહસ્ય શોધતા રહ્યા  પરંતુ એમણે કહ્યું કે, મારા જીવનમાં હું એટલું શીખ્યો કે, ગરીબોનો કોઈ દિવસ અનાદર કરવોકારણ ગરીબનો અનાદર એટલે મા નો અનાદર અને માનો  અનાદર એટલે પ્રભુનો અનાદર !”

ચાચાજી નાનપણમાં રસ્તા પરથી  પસાર થતા હતા. ત્યારે એક ફકીરબાબા સામેથી આવતા હતા.  તેમણે ચાચાજી ને ઊંચકી લીધા અને આંખમાં આંખ મેળવી બે ઘડી તેને જોઈ રહ્યા.  પછી ચાચાજીને  નીચે મુકી દીધા પરંતુ ફરી બે વખત એટલે કે કુલ ત્રણ વખત ચાચાજી ને ઊંચક્યા,  આંખમાં આંખ પરોવી અને પછી ફકીરબાબાએ કહ્યું :  બચ્ચા, મારી એક વાત હંમેશાં યાદ રાખજે,, જ્યારે તું  કંઈ પણ કરે,  બોલે કે  વિચારે  ત્યારે તારા દિલને એક સવાલ પુછજે કે  મારી માને ગમશે કે નહીં ?,,, એટલું કહીને એક ફકીરબાબા  ચાલ્યા ગયા,  પછી જીવનમાં એ ક્યારેય   એમને ન  મળ્યા,  પણ આ વાત ચાચાના હૃદયમાં અંકાઈ ગઈ ! કશું જ કરવું હોય ત્યારે ચાચાજીના દિલમાંથી એક જ મંત્ર સદા જાગતો કે,  મારી માને ગમશે કે નહીં ?

ચાચાજી પોંડિચેરીના કાયમ પ્રવાસી રહ્યા અને ત્યાંની એક વાત પણ તેમને હૃદયમાં બરાબર અંકાઇ ગઇ હતી. પોંડિચેરીમાં ઠેર ઠેર એવું  લખ્યું હોય કે : મા જુએ છે !  ચાચાજી કહે છે કે,  જ્યારે જ્યારે મને એવું લાગતું કે, હું આ શું કરી રહ્યો છું, ત્યારે અંદરથી કોઈ બોલતું કે : “મા જુએ છે !’

ચાચાજીના જીવન ઉપર કોલેજના દિવસોની અને એ સમયે ભણેલા વિષયોની ગહેરી  અસર હતી. જસ્ટિસ  ચંદાવરકર એ દિવસોમાં રવિવારે સાંજે ગીરગામમાં પ્રાર્થના સમાજ માં મુંબઈની જુદી-જુદી કોલેજોના થોડા વિદ્યાર્થીઓને અંગ્રેજ કવિ બ્રાઉનિંગ ની કવિતાઓ સમજાવતા. એમાં  એક કવિતાનું શીર્ષક છે : રબિ બિન  એઝરા.. એ કવિતામાં એક ઠેકાણે એવા શબ્દો આવે છે:  બેસ્ટ ઇઝ યટ ટૂ બી.. આના કરતાં પણ ઉત્તમ તો હજી બાકી છે ! . ચાચાજી  જ્યારે પણ ખોટી  નિરાશામાં સપડાય  ત્યારે અંદરથી કોઈ આશ્વાસન આપતું  હોય એવું લાગે અને કહે : બેસ્ટ ઇઝ યટ ટૂ બી..  જીવનમાં જે કંઈ ઉત્તમ છે એનું દર્શન કરવાનું હજી તો બાકી છે !!!

કોલેજમાં ભણવાનું પૂરું થયું અને ચાચાજીએ  શાંતિનિકેતનમાં ગુરુદેવ કવિવર ટાગોરના દર્શન માટે જવાની ઈચ્છા પિતાજી આગળ વ્યક્ત કરી.  પરંતુ પિતાજીએ પહેલા તેમને મોટાભાઈ પાસે કરાંચી જઈને સ્વતંત્ર ધંધામાં મદદ કરવા માટે સૂચવ્યું.  આ સમયગાળા દરમિયાન ૧૯૧૯ના મે મહિનામાં ચાચાજી બહુ સખત બીમાર પડ્યા.  તેઓના બચવાની કોઇ આશા ન રહી  ત્યારે ચાચાજીને એમના પિતાએ પૂછયું: તારી કંઈ અંતિમ ઇચ્છા છે કે જે અમે પૂરી કરી શકીએ ?? તરત ચાચાજીએ  જવાબ આપ્યો:  પિતાજી,  જો હું જીવતો રહું તો આપ કૃપા કરીને મને શાંતિનિકેતન મોકલવાનો પ્રબંધ કરશો… પ્રભુની કૃપાથી ચાચાજી સાજા થઈ  ગયા અને પૂરેપૂરા સ્વસ્થ થયા ત્યારે ગુરુદેવને એક તાર કર્યો અને પુછાવ્યું કે:  હું શાંતિનિકેતન આપના દર્શન માટે આવી શકું છું ?? જવાબમાં ત્રણ શબ્દો આવ્યા : તમે ખુશીથી આવો

ચાચાજી શાંતિનિકેતન ગયા.  પાંચ દિવસની લાંબી મુસાફરી પણ જરાય થાક ન લાગ્યો,  કારણ કે ચાચાજીના હૈયામાં અતિશય ઉમંગ અને આનંદ હતો. . તેઓ જ્યારે શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ ત્યાં  નહોતા.  માંદગીને કારણે થોડા દિવસ પહેલાં જ કલકત્તા સારવાર માટે ગયા હતા,  પરંતુ દીનબંધુ એન્ડ્રુઝે  ઘણા વ્હાલથી ચાચાજીનું સ્વાગત કર્યું. દસ દિવસ પછી ગુરુદેવ શાંતિનિકેતન આવ્યા અને બીજે દિવસે ( કે જે ચાચાજીનો ત્યાં રહેવાનો છેલ્લો દિવસ હતો)  ગુરુદેવના  દર્શન કરવા માટેની સૂચના મળી. જો કે દીનબંધુએ  કહ્યું :ગુરુદેવ હજી બહુ અશક્ત છે,  તેથી તેઓ તમને પાંચ મિનિટથી વધારે વખત નહીં આપી શકે. જ્યારે ચાચાજી દાખલ થયા ત્યારે  પદ્માસનમાં બેસીને તેઓ બારીની બહાર જોઈ રહ્યા હતા. એક-બે-ત્રણ- ચાર મિનીટ પસાર થઇ ગઈ. ગુરુદેવે ચાચાજી ને ન તો બેસવા કહ્યું કે ન કંઈ વાત કરી !! ચાચાજીને મનમાં પાર વિનાનું દુઃખ થયું. સમય લગભગ પૂરો થવા આવ્યો, એટલે ગુરુદેવ પાસેથી વિદાય લેવા ચાચાજીએ પ્રણામ કર્યા અને ચમત્કાર થયો! કવિશ્રીએ પોતાનો જમણો હાથ ચાચાજીના માથા પર મૂક્યો અને એમની આંખોમાં જોઈ ને કહ્યું:  હું તમને જન્મ જન્માંતર થી ઓળખું છું. મારા આશ્રમમાં તમારા માટે એક આસન ખાલી છે. તમે હવે એના ઉપર બેસી જાઓ .. આ શબ્દો સાંભળીને ચાચાજી ભાવવિભોર થઈ ગયા. થોડા જ વખત પછી ચાચાજી શાંતિનિકેતનમાં એક શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૮માં રવીન્દ્રનાથ ટાગોરે ચાચાજી ને શિક્ષા ભવનમાં અધ્યાપન કરાવવા માટે કહ્યું અને ફરીથી 1940માં પણ તેઓએ ત્યાંની શાળા અને કોલેજમાં વ્યવસ્થિત શિક્ષક તરીકે ભણાવ્યું. ચાચાજી એ ‘વિશ્વભારતી’ નામના મેગેઝીનનું વર્ષો સુધી સંપાદન પણ કર્યું. ચાચાજીને રવિન્દ્ર ભવન ના ઇન્ચાર્જ તરીકે પણ નીમવામાં આવ્યા. આમ શાંતિનિકેતનમાંથી ઘડાયને સંવર્ધિત થઈને ચાચાજી વિશ્વ પ્રવાસે નીકળ્યા.

ગુરુ દયાળ  મલિક ચાચાજી નું સમગ્ર જીવન અનેક અનુભવો અને ચમત્કારોથી ભરેલું છે પરંતુ એ ચમત્કારોની તેઓની અનુભૂતિને તેઓએ ભાગ્યે જ ક્યાંક વ્યક્ત કરી છે. બારડોલીના સાક્ષર દંપતિ  મુકુલ કલાર્થી અને શ્રીમતી નિરંજન કલાર્થી સાથેનો ચાચાજી નો આત્મીય ઘરોબો હતો અને તેમની સાથે તેમને  ત્યાં રહીને ચાચાજીએ પોતાના સંસ્મરણોનું  વર્ણન કરેલ. તેના ઉપરથી  ૧૯૬૭માં  “પ્રભુકૃપા કિરણ”  નામથી એક સુંદર  પુસ્તક પ્રકાશિત થયું છે,  જે વાંચવું એ જીવનનો એક લ્હાવો બની રહેશે.

ઇશોપનિષદ, બાઇબલ ,ગુરુદેવની ગીતાંજલિ ,  તુલસીકૃત રામાયણ,  રસ્કિનનું સીસેમ એન્ડ લીલીઝ , જ્હોન ગ્લાસવોર્ધી ના નાટકો,  કબીર-મીરાં અને દાદુના ભજનો, બાઉલના ગીતો,  ખ્વાજા હસન આઝમીના ઉર્દુમાં નિબંધો તથા ખાસ કરીને તેમનું કૃષ્ણ ચરિત્ર,  સિંધના સૂફી કવિ ઓ શાહ લતીફ , સચ્ચ  કુતુબ અને સામી ની કવિતાઓએ પણ ચાચાજી ઉપર જબરો પ્રભાવ પાડ્યો છે.

અંગ્રેજીમાં ચાચાજીના પુસ્તક ઉપરથી અક્ષર ભારતી પ્રકાશન દ્વારા “મરુભૂમિના દિવ્ય દરવેશ” નામથી એક નાની પુસ્તિકા પ્રકાશિત થઈ છે અને એમાં સુફીઝ્મ  ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વિચારો મૂળ તો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના આગ્રહથી વિશ્વભારતી શાંતિનિકેતનમાં તેઓએ સુફીઝ્મ  ઉપર પ્રવચનોની એક માળા રજૂ કરી તેનો  ગુજરાતી અનુવાદ છે. ચાચાજીને આધ્યાત્મિક પાસાંથી ઓળખવા હોય તો આ નાનકડી પુસ્તિકા બહુ જ સહાયક  પુરવાર થઈ શકે તેમ છે.

ચાચાજીને ભજન ગાતા સાંભળવા એ જીવનનો એક લ્હાવો હતો. એમણે પોતે ઘણા ભજનો રચેલા,  પરંતુ એક ચોપડીમાં રાખેલા અને એ ચોપડી બીજા પુસ્તકોની સાથે પાકિસ્તાનમાં રહી ગઈ એટલે ચાચાજી પાસે કોઈ સંગ્રહ ઉપલબ્ધ ન હતો,  પણ પોતાની યાદદાસ્તને આધારે ચાચાજી ભજન ઘણીવાર બોલતા અને એ “પ્રભુકૃપા કિરણ”માં નોંધવામાં આવ્યા છે.  ચાચાજી પોતેજ પોતાના ભજનોનું અંગ્રેજી-હિન્દી-ગુજરાતી એમ કરતા હતા. આપણે ચાચાજીના જીવનને જાણવા માટે એ સમજવું જરૂરી છે કે, તેઓએ  જે કોઈ રચનાઓ કરી એમની પાછળ પણ કોઈ દિવ્ય સંકેતો હતા. એક ઉદાહરણ લઈએ તો તેમનું એક સુંદર ભજન::

જિસને અપની  ખુદી  ગવાઈ, ઉસને જાની  સચ્ચી ખુદાઈ

ખુદા નહી દૂર બાદલોમેં , વો  તો તેરે પાસ બગલમેં

ખુદા નહીં  મંદિર મસ્જિદ મેંવો  તો દર્દી કે દુખ દરદમેં

ઉસ દરદ દુઃખકો દૂર કરના, ઉસમેં ખુદા બસતા હૈ ભાઈ,,

આ ભજનની ભૂમિકા સમજાવતાં ચાચાજીએ કહ્યું : “આ  ગીત મને પંજાબની એક હોસ્પિટલમાં સ્ફૂર્યું  હતું .જ્યારે એક ગરીબ માણસનું ઓપરેશન એક મોટો સર્જન પૈસા લીધા વિના કરી રહ્યો હતો અને હું ઓપરેશન થિયેટરની બહાર પ્રાર્થનામાં બેઠો હતો,  ત્યારે આ પંક્તિઓ મારા હૃદયમાં આવી હતી !”

ગુરુ દયાલ મલિક આમ તો જીવનભર “ચાચાજી’ ના નામે ઓળખાયા. કારણ તેઓ બાળસહજ હતા. બાલોચિત્ત વિનોદ, બાળક જેવું મુક્ત હાસ્ય, બાળમસ્તી, બાળકની જેમ નાચ કુદ અને જાતજાતના ચાળા. ચાચાજી જ્યાં હોય ત્યાં કિલ્લોલ જ કિલ્લોલ !! મન માં કશો ભેદભાવ નહીં , રાયરંક કે કાળા ગોરા, ઊંચનીચ એવું કશું જ ન મળે. ગુરુ દયાળજીની એક જ વાત કે : આપણે બધા એક પિતાનાં સંતાન !! આવા ચાચાજીને જોતા જ દેશ-વિદેશમાં સૌ ટોળે  વળે.

ફિલાડેલ્ફિયામાં ચાચાજી એક બાલમંદિરમાં ગયા. જાન્યુઆરી મહિનો. ચાચાજી એક બાજઠ પર બેઠા અને એક પછી એક બાળક આવીને તેઓની સફેદ લાંબી દાઢી પર હાથ ફેરવી જાય. રૂપેરી સુંવાળી દાઢી પર હાથ ફેરવીને સૌ બોલે : ઓહો, સાન્ટા ક્લોઝ, યુ આર લેટ !! નાતાલ તો હમણાં  જ ગઈ અને આ સાન્ટા ક્લોઝ જેવા ચાચાજી કેમ મોડા આવ્યા ???

માતાએ એમને શીખવેલું કે, પ્રાર્થના ‘શક્તિ’ અને મનોબળ ‘મહાશક્તિ’ છે. શાળાનું શિક્ષણ ચાચાજી એ ડેરા ઈસ્માઈલખાન અને કોલેજનું  શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીની  સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી લીધું હતું. કિશોરવયથીજ ગુરુ દયાલ મલિકને  આધ્યાત્મિક અનુભવોમાં રસ હતો અને એવા અનુભવો તેઓને થતા પણ હતા. ચાચાજીના વ્યક્તિત્વ પર અનેક સંતો-ચિંતકો અને ઉત્તમ ગ્રંથોની અસર પડેલી.  તેઓને ગાંધીજી અને ગુરુદેવ ટાગોર પ્રત્યે ઉત્કટ અનુરાગ હતો.  શાંતિનિકેતનમાં તેમણે અધ્યાપન કરેલ. ચાચાજી અનેક ભાષાઓ જાણતા હતા. સિંધી, પંજાબી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી,  બંગાળી ભાષાઓ ઉપર તો તેઓનું અદ્ભુત પ્રભુત્વ હતું.  તેમના અનેક પુસ્તકોમાંથી (1) ધ ડિવાઇન ડવેલર્સ ઈન ધ ડેઝર્ટ (2) ઈન ધ  કંપની ઓફ સૈન્ટ્સ (3)  ગાંધી એન્ડ ટાગોર (4) સમ સ્ટોરીઝ ઓફ પ્રેમચંદ (5) દિલ કી બાત (6) ગાંધીજી સાથે જીવન યાત્રા અને કેટલાય સંતપુરુષો સાથેના તેઓના સંસ્મરણોનાં  પુસ્તકો મુખ્ય છે. ચાચાજી શાંતિના ચાહક હતા, પ્રેમના વાહક હતા, અનાસક્ત યોગી હતા,  જાણે કે સૂફી દરવેશ હતા.  સુફી સંતનાં  સુવાસ  અને ઔદાર્ય તેમનામાં સહજ રીતે જોઈ  શકાતા હતાં !

ચાચાજીનું સાચું સ્વરૂપ બહુ જ આધ્યાત્મિક.. તેઓશ્રી નાના-મોટા સૌના પ્રેમાળ વડીલ- ગુરુજન અને ચાચાજી જ હતા.  તેથી સૌ કોઇ દુઃખમાં-સંકટમાં-મુશ્કેલીમાં-મૂંઝવણમાં- હતાશામાં-અકળામણમાં ચાચાજી પાસે દોડી જાય અને પોતાના હૈયાનું દુઃખ-અકળામણ- મૂંઝવણ તેઓની આગળ ઠાલવવા  મંડી પડે.. ચાચાજી પણ વહાલસોઈ મા હોય એમ  ધીરજથી-પ્રેમથી-સહાનુભૂતિથી-આંખમાં ઝળઝળિયા સાથે બધું સાંભળે અને દુખીયાના દુખને-અકળામણને અને મૂંઝવણને હળવી કરી દે. ચાચાજી આવા સમયે ભાગ્યે જ કશું બોલે કે માર્ગદર્શન આપે, પરંતુ તેમના ચહેરા પર સહાનુભૂતિભરી સમ-સંવેદનાત્મક રેખાઓ અંકાઈ જાય.  મુખમાંથી ઊંડો નિશ્વાસ નીકળી જાય અને તેઓનું હૈયું ભગવાનને પ્રાર્થના કરતું  થઇ જાય. એના પ્રભાવથી જ દુઃખી માણસને અંદરથી શાંત્વના  મળી જતી હોય એવું આપણને લાગે !

ચાચાજીનું પોતાનું સૌથી મોટું પ્રેરક બળ પ્રભુપ્રાર્થના છે. આપણી વાત સાંભળીને તેઓ  એમ જ છેવટે કહે:  પ્રભુને હું પ્રાર્થના કરીશ કે તમારું દુઃખ દૂર કરે હું આજે પ્રાર્થનામાં તમને યાદ કરીને પ્રભુના ચરણમાં અરજ ગુજારીશ.”  કોઈ કોઈ વાર તો ઊંડા નિશ્વાસ સાથે તેઓ ઘેરા અવાજે ફક્ત એટલું જ બોલે:  “મા, મા”.. ચાચાજી કહેતા: “ મારા જીવનમાં જે કંઈ બનવા પામ્યું છે એ પરમ કૃપાળુ પ્રભુની કૃપાનું કિરણ  છે. ગુરુદેવ રવીન્દ્રનાથે  “ગીતાંજલિ” માં ગાયું છે એમ, હું તો કહું છું કે હું માત્ર વાંસળી જેવો છું, એમાં સૂર પુરનાર તો કેવળ  પ્રભુ જ છે !!”

આપણી ભાષાના સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર ગુરુદયાળજીને આ રીતે ઓળખાવે છે:  “ગુરુદયાળજી  અધ્યાત્મ માર્ગના પ્રતીક છે.  એ માર્ગની એમણે ઠીક યાત્રા કરી છે.  મુકામે પહોંચ્યા પણ હશે.  પુરા પહોંચ્યા ન હોય તો એ મુકામ ની ઝાંખી એમને થઈ જ છે,  કેમ કે એની મસ્તી એમના ચહેરા પર અને તેમના વર્તનમાં દેખાય આવે છે. ગુરુદયાળજી  સ્વભાવે ભાવુક-ભક્ત છે અને એમની ભક્તિભાવના ખરેખર ચેપી છે. એ ભક્તિ ભાવનાં આવેગ અને આક્રમણ તળે એમની વિદ્વતા,  એમનું જ્ઞાન અને દુનિયાનો વિશાળ અનુભવ બધું દબાઈ જાય છે,  દટાઈ જાય છે અને કેવળ પ્રભુ આશિક-ભક્ત જ આગળ તરી આવે છે.

મલિકજી એક સુફી સંત પાસેથી ગૂઢ શક્તિઓ મેળવવાનો  એક મંત્ર માગે છે પણ  એ સાધના પોતે પૂરી કરી શક્યા નહીં, છતાં થોડાક ચમત્કારો થવા લાગ્યા અને  એમાંથી અહંકાર જાગ્યો,  એટલે અકળાઈને એમણે એ શક્તિઓ મંત્રના સ્વામી ભગવાન ને પાછી સોંપી દીધી !!  ચમત્કારની બાબતમાં ચાચાજી જે નિર્ણય ઉપર આવ્યા છે તે ઘણું મહત્વનું છે એટલે એમના જ શબ્દોમાં અહીં ટાંકીએ:

“એક દિવસે એક ફકીર ઘર પાસેના રસ્તા પરથી ગીત ગાતો ગાતો પસાર થયો. તે ગીતનો અર્થ હતો:  “સાધકોની સિદ્ધિ એક નૃત્યકારનાં   નખરાઓ  જેવી છેતેથી તે પોતાનું બાહ્ય રૂપ દેખાડે છે એવા નખરાઓ  અને સાચા નૃત્યમાં  જમીનઆસમાનનો ફેર છે”.. તે દિવસથી કદી પણ સિદ્ધિ મેળવવાની મેં ઈચ્છા નથી રાખી અને સિદ્ધિઓની કાંઈ વિશેષ અગત્ય આધ્યાત્મિક જીવનમાં નથી એ પણ હું સમજી ગયો છું..!”

આવા ભાગ્યે જ મળે તેવા આધ્યાત્મિક સંત ફકીર ચાચાજી ને આપણે પ્રણામ કરીએ.

ભદ્રાયુ વછરાજાની,

24 કેરેટ એપાર્ટમેન્ટ,   ફ્લેટ નં. 404,

ક્રિસ્ટલ મોલ અને જ્યોતિ નગરની પાછળ,

રાજકોટ-360001.

 

 

ઓરેગોન સ્ટેટમાં અદભુત રજનીશપુરમનું નિર્માણ…

 

 

 

 

 

 

 

 

 

 

 

ઓશોએ જેમને ઓશો મલ્ટીવર્સીટીના ચાન્સેલર નિમ્યા હતા તે સ્વામીશ્રી સત્ય વેદાંતજી રોમાંચક ઘટના નું વર્ણન કરે છે….

શ્રી સત્ય વેદાંત સ્વામી, આમ તો એ પૂર્વાશ્રમના ડો. વસંત જોષી, બે વખત Ph. D. કર્યું અને તે પણ શિક્ષણમાં!! વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી અને યુનિવર્સીટી ઓફ મિશિગન, યુ.એસ.એ. થી, એમનું કાર્યક્ષેત્ર ભારત અને અમેરિકા રહ્યું. વિશ્વ ઘુમ્યા અને અનેક પરિષદો તથા સંગોષ્ઠિમાં પ્રવચનો આપ્યા. તેઓના સદગુરુ શ્રી ઓશો. 1975 માં ખુદ ઓશોએ તેઓને સન્યાસ-દીક્ષા આપી અને ડો. વસંત જોશીનો ‘સ્વામી સત્ય વેદાંત’ ના નામથી નવો જન્મ થયો. ત્યારપછી સ્વયં ઓશોએ સત્ય વેદાંતજીને ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર પદે નિયુક્ત કર્યા.

ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે તે જવાબદારી સ્વામી સત્ય વેદાંતને સોંપી.  બહુ ચર્ચિત અને વિશ્વના અદભુત સર્જન સમાં રજનીશપુરમ માટે અથાક પરિશ્રમ કરનાર શ્રી સત્ય વેદાંતજી ઓશોના નિર્વાણ પછી તેમના પાર્થિવ દેહને કાંધ આપનાર ચાર માંહેના એક હતા, કે જે નિયુક્તિ પણ ખુદ ઓશોએ પહેલેથી ઘોષિત કરેલ હતી. જીવનના નવમાં દશકમાં પણ સ્વસ્થતાથી આજે સત્ય વેદાંતજી સમગ્ર ભારતમાં ફરીને સદગુરુના સંદેશને વહેતો રાખવાનું અતુલ્ય કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રો ઓશોધામ, દિલ્હી ખાતે કેન્દ્રસ્થ રહીને પરિભ્રમણ કરે છે. ગુજરાત પ્રત્યે તેઓને બહુ લગાવ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ‘ઓશો ચેર’ શરુ કરવાનું શ્રેય પણ તેઓને જાય છે.

રજનીશપુરમ એક સ્વપ્ન છે કે જે હતું-છે અને હશે. તેના વિષે ઘણી વાતો ચેનલો પર ચર્ચાણી છે, પણ આજે સત્ય વેદાંત સ્વામી રજનીશપુરમના સર્જનની પરિશ્રમકથા વિષે વાત કરી રહ્યા છે. દિલ્હીના ઓશોધામ કોમ્યુનમાં સત્ય વેદાંતજી સાથે રહેવાનું મળ્યું અને તેઓશ્રી મુક્તવિહાર કરતા અમારાં ‘પ્રેમમંદિરે’ વસ્યા ત્યારે ત્યારે ઓશોની અનેક વિશિષ્ટતાઓ તેઓશ્રી પાસેથી એક ચિત્તે સાંભળવાનો લ્હાવો મળ્યો છે. મારી સાથેના તેઓના સંવાદમાંથી રજનીશપુરમની રસપ્રદ કહાની અત્રે પ્રસ્તુત છે:

પ્રશ્ન: સ્વામી, પ્રણામ. આપને અંતરથી જેનો અપાર આનંદ છે તે રજનીશપુરમની વાતો સાંભળવી છે. વિવાદની વાત નથી કરવી પણ તેનું નિર્માણ કે જે દુનિયા માટે એક અજાયબી જેવું છે તેમાં આપ સ્વયં સદેહે પૂરો સમય હતા. આપ અમને આપની પરિશ્રમકથા કહેશો?? 

સ્વામીશ્રી: “સ્ટ્રગલ ઘણી હતી, ઘણી એક્સાઈટિંગ અને અદભુત હતી, ત્રણ વર્ષ સુધી રજનીશપુરમમાં એ સુંદર વાતાવરણમાં રહ્યા એ આખી વાત કરવા બેસું તો આખો દિવસ નીકળી જશે. પણ હું એ કહાની સંક્ષેપમાં કહીશ.

રજનીશપુરમ ઓરેગોન સ્ટેટમાં.  શીલાએ જઈને જમીન ખરીદી હતી. ૬૪૦૦૦ એકર, ૧૨૬ માઈલ્સ, ઘાસ નું એક પત્તુ નહોતું. પુરેપુરી બંઝર જમીન. અને એ જમીન એણે ખરીદી લીધી હતી. એ વખતે ઓશો ન્યુયોર્કમાં કમ્મર દર્દની ટ્રીટમેન્ટ માટે હતા. એ ત્યાં જ હતા એટલે એને નિવેદન કરવામાં આવ્યું હતું કે તમે અહીં આવી જાઓ કદાચ તમારી સહીની જરૂર પડી જાય એટલે. એક અદભુત પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો હતો! કોઈને ખબર નહોતી કે શું થવાનું છે પણ ૫૦૦૦ સંન્યાસીએ મળીને ૩ વર્ષમાં એક શહેર ઊભું કર્યું અને તે પણ માત્ર ત્રણ વર્ષમાં… બંજર જમીન પર અમે ખેતી કરી, કેટલાક પ્રયોગો કર્યા, ઈકોલોજિકલ પ્રયોગ કર્યા, રીક્રીએશન પ્રયોગ કર્યા, ફળ ફૂલ ઉગાડયા, ડેમ બનાવ્યો, મકાન બનાવ્યું. અમારી રજનીશપુરમ પોસ્ટ ઓફિસ હતી. અમેરિકાના મેપમાં એક સીટી હતું જેનું નામ ‘રજનીશપુરમ’ હતું. અમારું પોતાનું ફાયરબ્રિગેડ હતું અને ત્યાં ૫૦૦૦ સંન્યાસી રોજ ૧૪ કલાક કામ કરતા હતા. સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી!! વચ્ચે બે કલાક મળતા હતા, તો ઓશો લંચ લઈને જયારે ડ્રાઈવ પર નીકળતા હતા કારણ એમને ડ્રાઇવિંગનો બહુ શોખ હતો, એ વખતે અમે સડક ઉપર ઉભા રહેતા અને પ્રણામ કરતા હતા અને ઓશો જતા રહે પછી અમે ફરી કામ પર લાગી જતા હતા. બધા પોતપોતાને સોંપેલું કામ કરતા હતા. ત્યારે ચારસો ડિપાર્ટમેન્ટ્સ હતાં! ઓશો માત્ર વિઝન આપતા કે શું કરવાનું છે? પછી કેવી રીતે કરવું, કોણ કરશે એ બધું અમે, શીલા અને એની સાથે જે આસિસ્ટન્ટ કામ કરતા એનું કામ હતું. અને સૌએ એ કામ ખુબ સારી રીતે કર્યું. ત્રણ વર્ષમાં શહેર ઊભું કરવું એ કંઈ નાની વાત નથી. અમારી પાસે અમારું એરપોર્ટ હતું, ‘એર રજનીશ’ નામની ૧૩ ફ્લાઇટ હતી. કોઈ વસ્તુની કમી નહોતી. આપ બોલો અને તે ત્યાં હતું. મોલ પણ હતો, કેશલેસ સોસાયટી હતી. જેમ કે લંચ કરવું હોય, જમવું હોય તો જમી લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! કોઈ પૈસાની લેવડદેવડ નહોતી. ઠંડી લાગે છે? જેકેટ જોઈએ છે?  તો મોલમાં જઈને જેકેટ લઈ લેવાનું, સારું લાગ્યું જેકેટ તો લઈ લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ!  ના કોઈ ટેગ જોવાનો, ના પૈસાની ચિંતા… જે જોઈએ તે લઈ લેવાનું…. Everything belongs to everyone, there is no personal property, યુટોપિયા જેવી સ્થિતિ હતી ત્યાં!

કોઈ વસ્તુ પર કોઈની માલિકી નહોતી બધી વસ્તુ બધાની હતી. લોકો ૧૪ કલાક કેટલી ખુશીથી કામ કરતા હતા, નાચતા, ગાતા, રમતા, કોઈ બોજ નહીં, કોઈ જબરજસ્તી નહીં કે અરે કેટલું કામ છે… એક મજાની વાત હતી કે બધાને અલગ અલગ કામ સોંપવામાં આવતું. કોને શું કરવાનું એ નક્કી ન હોય તમે ડોક્ટર પણ હો તો પણ કહેવામાં આવે કે ટોયલેટ સાફ કરવાનું કામ છે તો તમારે કરવાનું. ક્લિનિકમાં જરૂર નથી તો કિચનમાં સબ્જી કાપવાનું કામ કરવાનું. જે સમયે જે જરૂર હોય તે કરવાનું. નાના મોટાનો તો સવાલ જ નહોતો, કારણકે અમે બધા સન્યાસી હતા. બધા ઓશોના પ્રેમી હતાં.

પ્રશ્ન: સ્વામીશ્રી, ત્યાંનો માહોલ તો મુક્ત અને મસ્ત હશે ને?? 

સ્વામીશ્રી: હું તમને કહું ભદ્રાયુ, એકવાર હું ઓશોના વ્યાખ્યાન ‘મેં મૃત્યુ સિખાતા હૂં ‘નો અનુવાદ કરતો હતો.  મારી સામે સ્વામી આનંદ બેઠા હતા. એ ‘જીનખોજા તીન પાઈયાં ‘નો અનુવાદ કરતા હતા. એ મને પૂછે, હું એને પૂછું એમ અમે સાથે મળીને અનુવાદ કરતા અને સહજતાથી એ વિચારતા અને કહેતા કે આ શબ્દનો અનુવાદ ઓશો અંગ્રેજીમાં કેવી રીતે કરશે? …

એક વાર હું એ કરતો હતો એટલામાં હું થાક્યો અને થયું હું જરા આંટો મારીને, રિલેક્સ થઈને આવું. તો બહાર નીકળીને જોયું તો મોલની સામે સન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું: શું થયું? કેમ નાચી રહ્યા છો? તો કહે, આજે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા! કોઈ ફર્ક નથી પડતો હારી ગયા તો હારી ગયા, નાચવાનું તો બને જ છે… અને બીજે દિવસે જીતીને આવ્યા તો પણ નાચી લેવાનું.  અમારી પાસે ૧૩ એટર્ની હતા, જર્મન, કેનેડિયન, ઈન્ડિયન, ઈટાલિયન, અમેરિકન, બ્રિટિશ એવા ૧૩ અને બધાએ લાઈસન્સ લીધું હતું. કોર્ટમાં દલીલ કરી શકે.  કારણ કે અમે બધું કાયદેસર કરી રહ્યા હતા બિનકાયદેસર કશું જ નહોતું. કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની તૈયારી પણ હતી.  અમારી પાસે ડોક્ટર હતા, વકીલ હતા, એન્જીનીયર હતા. (ક્રમશ:)

ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું!?

 

 

 

 

 

 

 

ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેઓએ કહ્યું કે, ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ ગુના નહિ કબૂલું જે મેં કર્યા નથી.”

એક દિવસ રજનીશ પોતાના મિત્રને ત્યાં આરામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ જ એરેસ્ટ વોરંટ વિના તેમની ઘરપકડ કરી દેવાઈ. તેમને ૧૨ દિવસ સુધી અમેરિકાની છ જેલોમાં રખાયા અને અલગ અલગ પ્રકારની તફલીફો, યાતનાઓ આપવામાં આવી. અમેરિકાના તમામ શિષ્યો અને વકીલ એ વાતથી દંગ હતા કે શા માટે ઓશોને જામીન અપાતા નથી. જયારે ખૂની અને હત્યારાઓને પણ જામીન અપાય છે. આ દરમ્યાન જેલમાં ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું જે ધીમે ધીમે અસર કરે છે અને મોડેથી થયેલી તપાસમાં એ વાતને સમર્થન પણ મળ્યું કે, રજનીશના જીવનનો અંત આ ઝેરને કારણે આવ્યો હતો. જેલમાં રજનીશને રેડિયેશનમાંથી પણ પસાર કરાયા હતા.

જેલમાં ઘકેલ્યા પછી રજનીશ ઉપર એકસો છત્રીસ જેટલા મનઘડંત આક્ષેપો લગાવવામાં આવ્યા. રજનીશના શિષ્યોમાં કેટલાક વકીલો હતા. તેઓ સરકારની મેલી મુરાદ જાણી ગયા હતા. તેમણે અનુમાન લગાવ્યું કે ઓશોના જામીન મંજૂર થશે નહીં અને આ મામલે દસ વર્ષ અથવા વીસ વર્ષ સુધી દલીલબાજી ચાલતી રહેશે. અમેરિકામાં ઓશોના જીવનનું પણ જોખમ હતું. આવી પરિસ્થિતિમાં એવો ઉપાય વિચારવામાં આવ્યો કે ૧૩૬માંથી રજનીશ કોઈ પણ બે ગુના કબૂલી લે તો તેમને જામીન મળી જાય અને તેઓ અમેરિકાની બહાર નીકળી જાય.

ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેમનું કહેવુ હતું કે “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલુ જે મેં કર્યા જ નથી.” પરંતુ તેમના શિષ્યો પગે પડી ગયા અને વિનંતી કરવા લાગ્યા કે અમને તમારી હાજરીની જરૂર છે. શિષ્યોની વિનંતી સામે ઓશો ઝુકી ગયા અને બે ગુના કબૂલી લીધા. પહેલો એ કે અમેરિકામાં તેમણે ઘણા શિષ્યોનાં બનાવટી લગ્નો કરાવ્યાં હતાં. બીજો ગુનો એ હતો કે તેઓ અમેરિકામાં કાયમી વસવાટનો ઈરાદો ઘરાવતા હતા અને મજાની વાત એ છે કે આ બંને ગુના માટે ઓશો ઉપર ૬૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જે આ ગુનાઓને જોતાં ઘણો વધારે હતો પરંતુ તેમના શિષ્યો માટે વધારે નહતા. શિષ્યોએ ગણતરીની મિનિટોમાં ૬૦ લાખ રૂપિયા જમા કરાવી દીધા. આમ ૧૯૮૫ની ૧૭મી નવેમ્બરે ઓશો ભારત આવી પહોચ્યા. અહીં હજારો ભારતીય સંન્યાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. પત્રકાર પરિષદ બાદ તેઓ પોતાના પ્રિય સ્થળ મનાલી પહોંચી ગયા.

રજનીશે આવી જ વિશાળ મશાલ પ્રગટાંવી હતી જેને કારણે તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધું ત્યારે ના થયું જ્યારે રજનીશ તેમના વિરોધીની આંખમાં કણાની માફક ખૂંચતા હતા પંરતુ ત્યારે થયું જ્યારે તેઓ ફકત સાત વર્ષના બાળક હતા. તેમની સાથે બે વખત આમ બન્યું. બીજી વખત તેમના નોકર ભુરાએ હવામાં ગોળીબાર કરીને અપહરણકારોને ભગાડી મૂક્યા ત્યારે બન્યું હતું.

જે લોકોએ રજનીશની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમાંની એક વ્યક્તિ પાછળથી તેમની સંન્યાસી બની ગઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે રજનીશ મુંબઇમાં વુડલેન્ડના પોતાના રૂમમાં એકલા જ લોકોને સંન્યાસ લેવડાવતા હતા. ઓશોએ જ્યારે એ વ્યક્તિને પૂછ્યું કે તું મને શા માટે મારવા માગતો હતો? તું મને તેનું કારણ જણાવી દે તો હું અત્યારે શ્વાસ લેવાનો બંધ કરી દઈશ.” આ સાંભળીને તે સંન્યાસી રજનીશના પગમાં પડી ગયો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેણે એટલું જ કહ્યું કે “હું શું કહું ? કહેવા માટે કાંઈ નથી, હું પાગલ થઈ ગયો હતો.”

એવું ન હતું કે મૌખિક રીતે જ ઓશોનો વિરોધ થતો હતો. ઘણી વખત તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા. એ તો આપણે જોઇ ચૂક્યા છીએ કે તેમના મૃત્યુનું કારણ પણ ઝેર જ હતું. જે સોક્રેટિસના મૃત્યુનું પણ એક કારણ હતું. જો કે આપણે ઓશોના જ વિચારોને આધાર બનાવીએ તો કહી શકીએ છીએ કે લગભગ તમામ બુદ્ધ પુરુષોએ સાચી વાત કહેવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. બુદ્ધ પાછળ પાગલ હાથી દોડાવાયો હતો. ઈસા મસીહને શૂળીએ ચડાવી દેવાયા હતા, તો સરમદ અને મનસુરની ગરદન કાપી નખાઈ હતી. જ્યાં સુધી સોક્રેટિસનો સવાલ છે ત્યાં સુધી તેમનું મૃત્યુ તો ઝેર પીવાને કારણે થયું હતું. ફરક એટલો હતો કે સૉક્રેટિસ જાણતા હતા કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે જ્યારે રજનીશ જાણતા ન હતા.

રજનીશના વિરોધનો પ્રારંભ ત્યારથી થઈ ગયો હતો જ્યારથી તેમણે જાહેરમાં બોલવાનું શરૂ કર્યુ. ૧૯૬૬ માં ફરીદાબાદના એક સર્વધર્મ સંમેલનમાં તો તેઓ શંકરાચાર્ય સામે સીધા જ ટકરાઈ ગયા હતા. પરિણામે તેમની ઉપર હુમલો કરવા માટે ત્રણ ગુંડા મોકલવામાં આવ્યા. કહેવાય છે કે, જૈન સમાજ ઉપર ઓશોની સરખામણીએ પોતાનો પ્રભાવ ઘટેલો જોઈને એક જૈન મુનિએ ઓશોના પ્રવાસ દરમિયાન તેમની હત્યા કરવા માટે ચાર ગુંડા મોકલ્યા હતા. ૧૯૬૯ની ૧૩મી ફેબ્રુઆરીએ વડોદરામાં વિશાળ જનમેદનીમાંથી કોઈ વ્યકિતએ ઓશો તરફ જૂતાં ફેંક્યાં હતાં જેની સામે રજનીશે જવાબ આપ્યો હતો કે “વ્યકિતએ ચંપલ ફેક્યું છે તેનો અર્થ એ છે કે તે મને કાંઈક કહેવા માગે છે. હું તેને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું છું અને તે મને તર્કમાં હરાવી દે તો હું મારી હાર કબૂલી લઈશ. તેમણે પોતાનું એક ચંપલ ફેંક્યુ છે તો સ્ટેજ પર બીજુ ચંપલ પણ ફેંકે અથવા આ ચંપલ પાછું લઈ જાય જેથી તેનો યોગ્ય ઉપયોગ તો થઇ શકે.”

૧૯૬૯માં જ પટણામાં… બીજું હિન્દુ ધર્મ સંમેલન થયું ત્યારે ઓશોએ હિન્દુ ધર્મનાં વર્ણ અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કરતાં પુરીના શંકરાચાર્ય ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા. ઓક્ટોબર ૧૯૭૦માં ઓશો ધ્યાન શિબિર માટે અમૃતસર ગયા તો ઘણા લોકોએ તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા. ‘રજનીશ મુર્દાબાદ’ ના નારા પણ લગાવવામાં આવ્યા પણ ત્યાંના કેટલાક લોકોએ આ દેખાવકારોનો વિરોધ કર્યો તો તેઓ ભાગી ગયા.

૧૯૮૦ની ૨૨મી મેએ ઓશો ઉપર જીવલેણ હુમલો થયો. એ વખતે તેઓ બુદ્ધ હોલમાં પ્રવચન આપી રહ્યા હતા. તેમની સામે એક વ્યક્તિએ છૂરો ફેંક્યો હતો પરંતુ તે નિશાન ચૂકી ગયો અને રજનીશ બચી ગયા.

મુંબઈ પહોંચ્યાના બીજા દિવસથી ઓશોએ પોતાના દૈનિક પ્રવચન શરૂ કરી દીધા અને મીડિયામાં પણ તેમની મુલાકાતો પ્રકાશિત થવા લાગી. ઓશો અહીં લગભગ પાંચ મહિના રહ્યા અને સતત સરકારના દબાણ તથા કેટલાક અસામાજિક તત્ત્વોની ધમકીનો સામનો કરતા રહ્યા અને અંતે ૧૯૮૧ પછી ૧૯૮૭ની ચોથી જાન્યુઆરીએ ફરીથી પોતાના એ શહેરમાં આવી ગયા જયાં તેમણે પોતાના સૌપ્રથમ પ્રસિદ્ધ આશ્રમની સ્થાપના કરી હતી અને જે શહેર આજે પણ એક રીતે રજનીશના નામનો એક પર્યાય છે. આ શહેર છે પૂણે જેને લોકો વાતચીત અને બોલચાલમાં પૂના કહે છે.

રજનીશ સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શક છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો. (ક્રમશ:)

 

 

પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય છે ગીતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. 

કોઈ એમ કહે કે,  ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ  પણ એમણે  સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ શાશ્વત દર્શનકહ્યું છે, એ પરમ  તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.

સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’  જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ  વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.

ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ  શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી  શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુકતમુક સમુદાયનો  નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.

સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે.  પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે,  તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.

આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ  સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે.

એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.

પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત  સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે,  જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે  તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ  કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે,  નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’  એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા  પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, ‘હું ચિંતન વિના કર્મ કરીશ તે સફળ નથી.’ અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન  બનીને કેવલ ચિંતનમાં મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ  દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.

 

ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે  વિચારોનો એક પ્રબળ આદર્શ  અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે-સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.

(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત ગીતા દર્શન ના ત્રણ ગ્રંથો)

 

*************************************************************************************

ભદ્રાયુ વછરાજાની

સી-404, 24 કેરેટ એપાર્ટમેન્ટ, ક્રિસ્ટલ મોલની પાછળ

IOC કોલોની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-360005. 

 

 

 

 

 

હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આપે એક ટીમ એવી કેમ તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અનેસારું કામ થઈ રહ્યું છે વાતનો આત્મસંતોષ આપને મળે !!

અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે,  વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે,  અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.

એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા  એવી થવા લાગી કે,  હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું,  પરંતુ એમને એ યાદ નથી રહેતું કે,  એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા  આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો  કે,  મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને  ખુદને  કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો  તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.

કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા  નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને  એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે,  ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું  બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.

ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને  સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે.  પરંતુ તેઓની  નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ  ત્યારે  એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા  છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે,  ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને  હવે બધું પડી ને પાધર  થઈ ગયું.’  આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું  વિચારતા  માણસને એક સહજ પ્રશ્ન થાય કે,  ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’

ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે.  રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો,  પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર  જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા,  જૂની કાંખ ધોડી  જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે,  પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે,  ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’  કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય,  પોતે સહી ન કરી શકતા હોય,  એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને,  એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!

આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો  ઉલ્લેખ  કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો  વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની  પાછળની જેટલી  વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે,  ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કેસ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કેહવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં  મને આનંદ થાય છે કે,  ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો  નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.

 

રજનીશ ‘અમીરોના ગુરુ’ નહીં પણ ‘અમીર ગુરુ’ તરીકે ઓળખાવા લાગ્યા!!!

 

 

 

 

 

 

 

લગ્ન જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને પ્રેમ કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.” ઓશો 

ઓશો માટે નોંધવા જેવી બાબત તો એ છે કે ઓશોએ પરિવાર નામની સંસ્થાની ટીકા કરી પણ તેનો અનાદર કર્યો નથી. ટીકા એટલા માટે કરી કે તે વ્યકિતની સ્વંતત્રતાને કચડી નાખે છે અને તેમણે ગૃહસ્થ સંન્યાસની વાત કરી તેનો અર્થ એ કે તેમણે પરિવારને સ્વીકાર્યો છે. આ જ રીતે રજનીશે સ્ત્રી-પુરુષના એકમેકના સંબંધોમાં પ્રેમ મહત્વનો માન્યો, લગ્ન નહીં. તેઓ લગ્નને એક એવું કર્મ માનતા હતા જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને તેમની નજરમાં પ્રેમ એવું તત્ત્વ છે જે કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.

રજનીશના આશ્રમમાં મોટાભાગના પશ્ચિમી લોકો રહેતા હતા. તેમની જીવનશૈલી અપેક્ષા કરતાં વધારે ઓપન હોય છે. ગોરા સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ કથ્થઇ રંગના વરત્રોમાં આશ્રમમાં ફરતાં હતાં અને શહેરમાં પણ નીકળતાં હતાં. આ બધું જોઈને રજનીશના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે રજનીશના પૂના આશ્રમ અને ધ્યાન શિબિરમાં નગ્ન રહેવાય છે અને ખુલ્લેઆમ સેક્સની સવલત મળી રહે છે.

પરિણામ એ આવ્યું કે ઓશો હવે ઘર ઘરમાં ઉપેક્ષિત વ્યક્તિ બની ગયા. તેમનું ‘સંભોગ સે સમાધિ તક’ એકલું પુસ્તક જ નહિ પણ અન્ય પુસ્તકો પણ વાત્સ્યાયનના કામશાસ્ત્રની માફક નિષેધરૂપ થઈ ગયાં. એટલે સુધી કે રજનીશનું નામ લેવું એ પણ ચરિત્રહીનતા ગણાવા લાગી. જેઓ રજનીશના વિરોધી હતા તેમાંના ૯૯ ટકા લોકો એવા હતા જેમણે કયારેય રજનીશને વાંચ્યા કે સાંભળ્યા ન હતા અને કયારેય રજનીશને મળ્યા ન હતા, પરંતુ આ રાજકારણની વાત હતી પછી તે સત્તાનું રાજકારણ હોય કે ધર્મનું રાજકારણ બધા રજનીશનો વિરોધ કરતા હતા અને તેમને તો બસ વિરોધ જ કરવો હતો.

રજનીશની પોતાની જીવનશૈલી પણ પ્રભાવશાળી અને ઐશ્વર્યપૂર્ણ હતી. તેમના પૂના આશ્રમની ભવ્યતા જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે તેઓ વૈભવશાળી છે. આ ઉપરાત અમેરિકામાં પશુઓને રહેવાના સ્થળ રેંચને જે રીતે એક આલિશાન સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યું તેને કારણે રજનીશને અમીરોના ગુરુ નહીં પણઅમીર ગુરુતરીકે ઓળખવામાં આવ્યા. જનીશપુરમ્ પાસે બધું જ પોતાનું હતું. તેમની પાસે પોતાનું એરપોર્ટ અને પોતાનું જ વિમાન હતું અને એ પણ પાંચ-પાંચ વિમાન. રજનીશપુરમ્માં ઓશો પાસે ૯૦ જેટલી રોલ્સ રોયસ કાર હતી. જોકે રજનીશે એમ જાહેર કર્યુ કે “એ તમામ કાર કમ્યુનની હતી. તેઓ માત્ર એક કલાક માટે જ મને આપે છે.” તેમણે ૯૦ રોલ્સ રોયસની જોગવાઈ કરી લીધી છે અને ૩૬૫ કાર રાખવાની ક્ષમતા ધરાવે છે.” આ રજનીશપુરમ્ ૧૨૬ ચોરસ માઇલમાં ફેલાયેલું હતું અને તેના જેવું વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને એશ્વર્યનગર ભાગ્યે જ ક્યાંય જોવા મળતું હતું.

સાથે સાથે એવું બન્યું કે રજનીશના શિષ્યોમાં સૌથી મોટી સંખ્યા પશ્ચિમી દેશોના લોકોની હતી જેમની પાસે ધનની કોઈ કમી ન હતી. ભારતમાં પણ ઘણા ધનવાનો તેમની તરફ આકર્ષાયા હતા. ખાસ કરીને જ્યારે ફિલ્મી દુનિયાના લોકો તેમની સાથે જોડાયા તો તેને કારણે રજનીશનું સેક્સ ગુરુ હોવાની વાત ભારતમાં વધારે પ્રસરી ગઈ અને તેમને અમીરોના ગુરુ માની લેવામાં આવ્યા.

રજનીશની આલોચનાત્મક શક્તિ માત્ર વાતોમાં જ વ્યક્ત થતી ન હતી પરંતુ ભાષામાં પણ વ્યક્ત થતી હતી. તેઓ પાખંડ અને પાખંડીઓ સામે જે ભાષાનો પ્રયોગ કરતા હતા તેનાથી લોકો ગુસ્સે થાય તે સ્વાભાવિક હતું. ખાસ કરીને બે વ્યક્તિઓની ટીકાએ રજનીશને સૌથી વધારે હેરાન કર્યા. પહેલો રાજકારણી વર્ગ અને બીજો ધાર્મિક વર્ગ. તેમની ટીકાની લપેટમાં માત્ર દેશના સૌથી આદરણીય મહાત્મા ગાંધી જ આવ્યા ન હતા પરંતુ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ તેમની લપેટમાં આવી ગયા હતા. આ કારણે રાજકારણીઓ તેમની વિરુદ્ધમાં બહાર આવ્યા અને તેમની પાસે ટેકેદારોની લાંબી ફોજ હતી. પરિણામે રજનીશ સામે એક ષડયંત્રકારી અભિયાન શરૂ થઇ ગયું.

૧૯૮૧ની ૩૧મી મેએ રજનીશ અમેરિકા જવા ચોક્કસપણે રવાના થયા હતા પરંતુ તેનું કારણ તેમનું આરોગ્ય હતું. અત્યાર સુધીમાં ઓશોને સ્લીપ ડિસ્ક અને અસ્થમાની તકલીફ ઘણી વઘી ગઈ હતી. લાંબા સમય સુધી ટ્રેનના પ્રવાસ કરવા, ગામડે ગામડે ફરવું, અલગ અલગ હવામાનમાં રહેવું અને સતત વ્યસ્ત રહેવાને કારણે આ બંને બીમારીએ વિકારાળ સ્વરૂપ લઈ લીધું હતું. તેમને સુંગધ, ધૂળ અને તીવ્ર ગંધની એલર્જી થઈ ગઈ હતી અને આ એલર્જીને કારણે ઉઘરસ, છીંક, શરદી અને અંતે અસ્થમાનો એટેક પણ આવી જતો હતો. તેઓ આખી રાત સૂઈ શક્તા ન હતા અને શ્વાસ લેવામાં પણ તકલીક પડતી હતી.

આ રજનીશપુરમાં વિવિધ દેશોના લગભગ પાંચ હજાર સંન્યાસીઓ એક સાથે રહેતા હતા અને એ તમામ માટે એક જ રસોડું હતું. અહીં બધા જ માલિક હતા અને બધા નોકર હતા. આ નગર આત્મનિર્ભર હતું. તેઓ પોતાની જરૂરિયાતની ચીજો જાતે જ પેદા કરતા અને જો વધારે હોય તો નજીકના પોર્ટલેન્ડ શહેરમાં જઈને વેચી આવતા. તમામ ચીજો પોતાની માલિકીની હતી. સમ્રગ રજનીશપુરમ્ સેન્ટ્રલી એ.સી. અને કમ્પ્યુટરાઇઝડ હતું. ત્યાં પાંચ એરપોર્ટ હતાં. ત્યાં ઉત્સવ તો સતત ચાલતો જ રહેતો હતો. લોકો ગાતાં-ગાતાં, નાચતાં-નાચતાં, અને મસ્તી કરતાં કરતાં કામ કરતાં હતાં. હકીકત તો એ છે કે આ એક સ્વપ્નનગરી હતી જે કલ્પનાના સ્વર્ગ જેવી હતી.

ઓશોને અમેરિકાની આબોહવા માફક આવી ગઈ. ત્યાં ના હવામાનમાં ઓશોની અસ્થમાની બીમારીમાં સુધારો થવા લાગ્યો. આવામાં અમેરિકન અનુયાયીઓએ નિર્ણય લીધો કે રજનીશને હવે અમેરિકામાં જ રાખવા જોઈએ. ઓશોએ પણ આ વિનંતીને યોગ્ય માની. કારણ કે તેમના જ શબ્દોમાં “આ ચાર વર્ષ દરમ્યાન મને ક્યારેય અસ્થમાનો એટેક આવ્યો નથી નહિતર લગભગ દર અઠવાડિયે ત્રણ-ચાર વખત એટેક આવતા હતા.” આ ઉપરાંત સ્લીપ-ડિસ્ક માં પણ ઘણો ફરક પડી ગયો અને અમેરિકામાં ફરીથી તેઓ કાર ચલાવવા માંડ્યા.

આ દરમિયાન ઓશોના પ્રવચન જારી રહ્યાં અને ધ્યાનની દીક્ષા પણ જારી રહી. તેઓ બોલવામાં કડવા હતા. ખ્રિસ્તી ઘર્મમાં પ્રેમ જેવાં તત્ત્વોની પ્રશંસા કરવાની સાથે સાથે તેમણે ઘણી બધી બાબતોની ટીકા કરવા માંડી. તેમણે પાદરીઓને પણ છોડ્યા નહીં. પરિણામે ચર્ચ અને ખાસ કરીને કેથોલિક ચર્ચમાં તેમનો વિરોધ થયો. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન હતા. તેઓ કેથોલિક ખ્રિસ્તી હતા. અમેરિકન ચર્ચોએ દેશની સત્તા ઉપર દબાણ લાદવાનું શરૂ કરી દીધું કે રજનીશને દેશમાંથી હાંકી કાઢવામાં આવે. કારણ કે ચર્ચના પાયા નબળા પડી ગયા હતા. ચર્ચની તાકાત જોઈને રેગન સરકાર માટે તેમની માંગણી નજરઅંદાજ કરવી શક્ય ન હતી. પરિણામે અમેરિકન સરકાર સક્રિય બની ગઈ.

રજનીશ ટૂરિસ્ટ વિઝા લઈને અમેરિકા ગયા હતા અને તેની મુદ્દત લંબાવતા રહેતા હતા. હવે તેમણે અમેરિકામાં રહેવાનો નિર્ણય કરી લીધો હતો. રજનીશે ઈમિગ્રેશન ઑફિસમાં વિનંતી કરી. આ ઓફિસ મંજૂરી આપવામાં વિલંબ કરતી હતી અને એવો ખુલાસો કરતી હતી કે ઓશોએ આ દેશમાં પ્રવાસી તરીકે પ્રવેશ કર્યો હતો પરંતુ પ્રારંભથી જ તેમનો ઇરાદો અહીં કાયમ માટે રહેવાનો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓશો એક ધાર્મિક નેતા હોઇ શકે નહિ કેમ કે તેઓ મૌનમાં છે. તેમણે રજનીશના ઘણા શિષ્યોને સંન્યાસી માનવાનો ઈન્કાર કરી દીધો હતો, કેમ કે ઓશોએ તેમાંથી ઘણા લોકોનાં લગ્ન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અમેરિકા ગયા પછી ઓશો ત્રણ વર્ષ સુધી મૌન રહ્યા હતા અને ૧૯૮૪ની ૩૦મી ઓક્ટોબરે તેમણે મૌન તોડ્યું હતુ. એ પછી તેઓ દરરોજ સાંજે પોતાના નિવાસે જ એક નાનકડી સભાને સંબોધતા હતા. (ક્રમશ:)

 

“તમે જેવા છો તેવા જ રહો અને જે કરવા ઈચ્છો છો તે જ કરો.”

 

 

 

 

 

 

 

વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે.” ઓશો 

હવે ઓશોએ સંન્યાસની એક નવી અને મૌલિક પરિભાષાની જાહેરાત કરી. તેમણે કહ્યું “મારા માટે સંન્યાસ એટલે ત્યાગ નહીં પણ આનંદ છે. સંન્યાસ એક ઉપલબ્ધિ છે. સંન્યાસીનો આત્મા સ્વતંત્ર છે આ માટે સંન્યાસ કોઇ મર્યાદા કે બંધન નથી. તેના માટે સંન્યાસ એ કોઈ નિયમ કે શિસ્ત નથી. તેના માટે સંન્યાસ એટલે સ્વતંત્રતાની શરૂઆત છે. વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે. તે કોઈ બંધન, શિસ્ત કે વ્યવસ્થા અપનાવતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉદંડ બની જાય છે. જે સ્વતંત્ર છે તે ક્યારેય ઉદંડ કે ઉચ્છંખલ હોતો જ નથી.”

ઓશોએ સંન્યાસની આ વ્યાખ્યા કરીને અત્યાર સુધીની માન્યતાઓ ખતમ કરી નાખી અને ભારતીય પરંપરાને પડકારી. દેખીતી વાત છે કે ભારતના સંન્યાસીઓનો એક મોટો વર્ગ અકળાઈ ગયો. જે ત્યાગ અને તપની મદદથી આ સંન્યાસીઓ ભારતીય પ્રજાની શ્રદ્ધાનો આધાર બનેલા હતા. તેને રજનીશે હલાવી નાખ્યા. પરિણામે આ વર્ગ સીધેસીધો જ રજનીશના વિરોધમાં ઉતરી પડ્યો અને આ વર્ગ સંન્યાસીઓની પરિભાષા તથા પોતાના શિષ્યોને ઉશ્કેરવામાં લાગી ગયો અને રજનીશ મોટા વિવાદનું કેન્દ્ર બની ગયા, પણ તેનાથી રજનીશને કોઈ ફરક પડતો ન હતો કે તેઓ પોતાની વ્યાખ્યા બદલી નાખે. તેઓ ત્યાં ને ત્યાં જ રહ્યા, એટલું જ નહીં પણ તેમના શિષ્યોએ રજનીશની વ્યાખ્યા, પરિભાષા મુજબ જીવન જીવીને તેમનો સાથ આપ્યો અને તેમણે પૂનાના આશ્રમની સ્થાપના કરી.

૧૯૭૪ ની ર૧ મી માર્ચે ઓશોએ પોતાના ‘સંબોધિ દિવસ’નો ઉત્સવ બે જગ્યાએ ઉજવ્યો. સવારે મુંબઇના વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં અને સાંજે પૂનામાં. આ સાથે જ રજનીશના પૂના આશ્રમનો વિધિવત પ્રારંભ થયો. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યાના બરાબર 21 વર્ષ પછી એટલે કે 1974ની 21 માર્ચે ઓશો કોરેગાંવ પાર્ક, પૂના આવી જાય છે અને ત્યાં કાયમી વસવાટ કરીને પોતાનાં કાર્યો તથા વિચારોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી જાય છે. આ એ કાર્યો અને વિચારો છે જેનું સ્વપ્ન તેમણે વર્ષોથી નિહાળ્યું હતું. પોતાના અગાઉના અનુભવને આધારે ઓશોએ પોતાની કાર્યપદ્ધતિમાં ઘણાં પરિવર્તન કર્યા. અગાઉ તેઓ કોઈ પણ વ્યક્તિને સરળતાથી મળતા હતા અને ઘણાં લોકોને મળતા હતા. ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે સરળતાથી મળી લેવાને કારણે તેઓ કોઈની મદદ કરી શકતા ન હતા. જે હંમેશાં ઉપલબ્ધ રહે છે તે હકીકતમાં કયારેય ઉપલબ્ધ હોતા નથી. આમ તેમણે લોકો માટે પોતાની મુલાકાત અઘરી બનાવી દીધી. હવે રજનીશને મળવા માટે તેમની શિષ્યા મુક્તા પાસે તારીખ અને સમય લેવો પડતો હતો. ખરેખર તો આમ કરવા પાછળ પણ રજનીશની એક સમજેલી -વિચારેલી યુક્તિ જ હતી. તેઓ માનતા હતા કે મળવાનો સમય નક્કી હોવાને કારણે મુલાકાતના સમય સુધી ખાસ્સો સમયગાળો મળી રહેતો હોય છે અને તેમાં જ ઘણી સમસ્યાનું સમાધાન જાતે જ મળી જાય છે. તેમનું માનવું હતુ કે મળવાની જિજ્ઞાસા જ ઘણું બધું મેળવી આપે છે.

ઓશો પૂના આશ્રમના લાઓત્સુ ભવનમાં રહેતા હતા. આ વર્ષના એપ્રિલમાં ગીતા ઉપર પ્રવચન આપવાની શરૂઆત કરી. ઓશોને કુદરતની વચ્ચે રહેવું વધારે પસંદ આવતું હતું. આથી તેમના આશ્રમમાં પક્ષીઓ અને વૃક્ષોની ભરમાર હતી. તે માત્ર બગીચો નહીં પણ એક રીતે જંગલ જ હતું. જે ઓશોને માફક આવતું હતું.

આ જ સમયે ઓશોએ જાહેર કરી દીધું કે તેઓ હવે તમામ માટે નહીં પણ કેટલાક પ્રમાણિક સાધકો માટે જ કાર્ય કરશે. ઓશોએ પહેલી વાર એક કામ કર્યુ અને તે એ કે ધ્યાનકક્ષમાં તેઓ ખુદ બેસતા ન હતા. તેમના સ્થાને તેમની ખાલી ખુરશી ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન લગભગ સાત વર્ષ સુધી રજનીશ દરરોજ સવારે આશ્રમમાં જ લોકોને પ્રવચન આપતા હતા. આ દરમિયાન તેમણે અનેક રહસ્યવાદી આધ્યાત્મિક સાધુઓ અને સંતો અંગે પ્રવચન આપ્યાં જેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું હતું. ઓશો બીજે દિવસે પ્રશ્નોના જવાબ આપતા હતા. આ ગાળામાં પ્રવચનની સંખ્યા એટલી બધી વધારે રહેતી હતી કે દર ૧૦ થી ૨૦ દિવસ વચ્ચે પ્રવચન અંગે એક પુસ્તક પ્રગટ કરાતું હતું. આ પ્રવચનોના સંકલન સ્વરૂપે લગભગ ૨૪૦ પુસ્તકો પ્રકાશિત થયાં.

ઓશો મનોવિજ્ઞાનની ત્રણ રીતમાં માનતા હતા. પહેલી રીત પશ્ચિમની છે. જે માનસિક રૂપના રોગીના મન પરના અધ્યયન અને વિશ્લેષણ પર આધારિત છે. બીજી પદ્ધતિ પૂર્વ દેશ એટલે કે ભારતીય પદ્ધતિ છે જે સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિઓના મન પર આધારિત છે. ત્રીજી પદ્ધતિને ઓશો બૌદ્ધોના મન પર આધારિત માને છે. જે હજી સુધી થઇ શક્યું નથી. કેમકે તેના અધ્યયન માટે આટલા બધા બૌદ્ધો એક સાથે કયાંથી મળી શકે. ઓશોએ પોતાના ધ્યાનપ્રયોગને બૌદ્ધોનું મનોવિજ્ઞાન એવું નામ આપ્યું છે.

પૂના આશ્રમમાં ઓશો પોતાના સાધકોને સંન્યાસની દીક્ષા આપવા લાગ્યા. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે સંન્યાસ લેવા આવે તો પહેલાં તો તેની ઉર્જાને પારખવામાં આવતી હતી. એ પછી તેઓ કોઈ એક પોઈન્ટને સ્પર્શ કરતા અથવા તો ઉર્જા ઉપર ફોકસ કરતા હતા. ક્યારેક ક્યારેક તેઓ તેના ત્રીજા નેત્રને પણ સ્પર્શ કરતા. તેના પરિણામે તે સંન્યાસીના શરીરમાં કંપન થવા લાગતું. ક્યારેક તો આ કંપન એટલી હદે વધી જતુ કે તે વ્યક્તિના મૂળમાંથી અલગ અને અસ્પષ્ટ અવાજો નીકળતા હતા. ક્યારેક તે સંન્યાસી પોક મૂકીને રડવા માંડતો હતો. જ્યારે આ ઉર્જા ચરમસીમાએ પહોંચી જતી તો સંન્યાસી બેભાન થઈને પડી જતો અને તેને સત્યના ટેકાની જરૂર પડતી હતી.

ધીમે ધીમે આ પૂના આશ્રમ દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો. આ સાથે આશ્રમનો ફેલાવો કરવો પડયો. ૧૯૭૬ માં તેમાં ઘણાં ભવનો બની ગયાં અને આ ભવનોના નામ ઓશોએ બુદ્ધ પુરુષોના નામ પરથી રાખ્યાં. જેમકે આવાસ માટે ફ્રાન્સિસ, જીસસ, એકહાર્ટ ભવન, કૃષ્ણ ભવન, ધ્યાન માટે રાધા હોલ, ચ્યાંગત્સુ ભવન, ચૈતન્ય થેરાપી ચેમ્બર્સ, કૃષ્ણા, વૃંદાવન અને મરિયમ કેન્ટીન વગેરે. જોતજોતામાં આ આશ્રમે એક વ્યવસ્થિત ઓફિસનું રૂપ ધારણ કરી લીધું અને તેના વિભાગો અલગ પાડીને તેને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. તમામ વિભાગ પ્રમાણિકતાથી કામગીરી કરવા લાગ્યા.

તો પછી પૂનાનો આશ્રમ ખરેખર શું છે? માનવીની પૂર્ણ સ્વતંત્રતાના ઓશો પ્રબળ હિમાયતી હતા અને આ ધરતી પર તેમણે એ જગ્યા બનાવી જ્યાં મનુષ્યને સંપુર્ણ સ્વંતત્રતા મળતી હતી અને દરેક પ્રકારની આઝાદી. અહીં આવીને કોઈએ પણ કોઈનાથી કાંઈ પણ છુપાવવાની જરૂર ન હતી. તમે જેવા છો તેવા રહો અને જે કરવા ઈચ્છો છો તે કરો. આથી જ અહીં એક જ સ્થળે કોઈ ગીત ગાતું, કોઈ પુસ્તકમાં ડૂબેલું હોય તો કોઈ ડાન્સ કરતું હોય. કોઈ વાંસળી વગાડતું હોય તો કોઇ વળી તિરંદાજીની પ્રેક્ટિસ કરતું હોય. આથી જ એ જોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કયાંક વળી બે વ્યકિત આલિંગન આપીને બેઠેલી પણ જોવા મળે.

વાસ્તવમાં આ સ્થળ અત્યાર સુધીના પ્રચલિત અને પરંપરાગત આશ્રમથી અલગ જ નહીં પણ સાવ ઉલટો આશ્રમ જ હતો. આ આશ્રમ ભાષા, જાતિ, ધર્મ, પ્રાંત, દેશ કે નર-નારીનો ભેદ જાણતો જ ન હતો. અહીં કોઇ પણ પ્રકારની રોક-ટોક ન હતી. અહીં કોઈ માલિક નથી કે કોઈ નોકર નથી. અહીં કોઈ વ્યક્તિ કોઇની પાછળ ચાલતી નથી પણ બધાં પોતાની જ પાછળ, ચૂપચાપ ચાલે છે, કેમકે અહીંની મુખ્ય ભાષા મૌન છે. આથી જ આશ્રમમાં તમને નીરવ શાંતિનો આભાસ થશે. કદાચ એટલે જ અહીં આવનારી વ્યક્તિનું રુદન ગીતમાં અને તરફડાટ નૃત્યમાં ફેરવાઈ જાય છે. (ક્રમશ:)

ઓશોને અખૂટ સંપત્તિ મળતી હતી પરંતુ તેમણે ક્ષણભરમાં તેને ઠુકરાવી દીધી.!!

 

 

 

 

 

 

 

પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો.” 

અહીંથી રજનીશના જીવનના એ કાળની શરૂઆત થઈ. જેણે પહેલાં તો રજનીશને ‘ભગવાન રજનીશ’ બનાવ્યા અને પછી ‘ઓશો રજનીશ’ બનાવ્યા. મગ્ગાબાબાએ તેમને બોલવાનું કહ્યું હતું અને રજનીશે આ આદેશનું પાલન કરવાનું જ હતું એટલે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને બોલવાનો નિર્ણય લીધો. કેમ કે તેઓ જાણતા હતા કે ઘરે બેસી રહેવાથી કોઈ સાંભળવા નહીં આવે.

રજનીશના મનમાં સંપતિ અંગે બાળપણથી જ ઉપેક્ષાનો ભાવ રહ્યો હતો. જ્યારે હકીકત એ છે કે તેઓ પોતાના નાનાને ત્યાં વૈભવમાં મોટા થયા હતા. એ વાત અલગ છે કે તેઓ વૈભવથી દૂર ભાગતા રહ્યા અને વૈભવ તેમની પાછળ ભાગતો રહ્યો. એક રીતે તેઓ વૈભવની વચ્ચે રહીને વૈભવશાળી બન્યા નહીં. જો કે તેમણે પોતાનું જીવન ભવ્ય રીતે વિતાવ્યું. ઓશોએ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં તેમને અખૂટ સંપત્તિ મળી રહી હતી પરંતુ તેમણે ક્ષણભરમાં તેને ઠુકરાવી દીધી. આ પ્રસંગ મધ્યપ્રદેશના ભોપાલની રિયાસતની બેગમના મહેલનો પ્રસંગ છે.

રજનીશ જ્યાં મોટા થયા હતા તે ગાડરવાડા પણ ભોપાલની રિયાસતમાં આવતું હતું. એ વખતે ભોપાલ એટલે નાનકડું રજવાડુ હતું અને તે બ્રિટીશ સલ્તનતના તાબામાં હતું. ત્યાંની બેગમ રજનીશની નાનીને ખૂબ માનતી હતી અને આ જ કારણે રજનીશનો પણ આદર કરતી હતી. ઓશોએ કહ્યું હતું કે, આ પ્રસંગ એ દિવસોનો છે જ્યારે તેમણે હિમાલય જવાનું નક્કી કરી નાખ્યું હતું. એ જ દિવસે ભોપાલની બેગમના પુત્રનો રજનીશ પર ફોન આવ્યો અને કહ્યું કે તમે ઈચ્છો તો બેગમ તેમનો મહેલ તમને આપવા તૈયાર છે. રજનીશ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. કેમ કે ત્યાં સુધી ભોપાલનું રજવાડું ભારતમાં ભળી જવાને કારણે બેગમ પાસે ખાસ કોઈ સંપતિ બચી ન હતી. તેમની પાસે એક હજાર એકર જમીન અને આ મહેલ જ રહ્યો હતો.

જો કે રજનીશે સ્પષ્ટ જવાબ આપી દીધો કે મેં હવે હિમાલય જવાનો નિર્ણય લઈ લીધો છે એટલે આ પ્રકારની ઓફરનો સ્વીકાર કરી શકું તેમ નથી. આ ઉપરાંત રજનીશના આ જવાબ પાછળનું બીજું કારણ કદાચ એ હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી મધ્યપ્રદેશમાં જમીન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કેટલાક રાજકારણીઓને કારણે તે શક્ય બનતું ન હતું. આમ આ કડવા અનુભવને કારણે પણ તેમણે ઓફર ફગાવી હોઈ શકે. તેમને ખબર હતી કે આ ઓફર તેમણે સ્વીકારી લીધી તો હજારો મુશ્કેલીઓ સામે આવશે. રજનીશની આ દહેશત સાચી પણ પડી, કેમ કે તેમણે ઈનકાર કર્યો એ પછી ઘણા લોકો આ મહેલ હડપવા તૈયાર થઈ ગયા હતા.

તેમનામાં હંમેશા એકાંતની ભૂખ સવાર થયેલી રહેતી હતી. કેમ કે એકાંત તો બાળપણથી જ તેમનો માનસિક અને આત્મિક ખોરાક હતો. આથી જ તેમને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ સમય કાઢીને જબલપુર ભાગી જતા હતા. ૧૫-૨૦ દિવસ બહાર રહ્યા પછી ત્રણ-ચાર દિવસ જબલપુર પહોંચી જતા અને ફરીથી પ્રવાસ શરૂ થઈ જતો. હકીકતમાં જબલપુર તેમનું પ્રિય સ્થળ હતું. આમ તો તેઓ જબલપુરમાં ઘણાં વર્ષ રહ્યા હતા તેમ છતાં ત્યાં તેમને મળવા ભાગ્યે જ કોઈ જતું હતું. પરિણામે ત્યાં તેમને એકાંત મળી જતું હતું. જે તેમના માટે મહત્ત્વની બાબત હતી.

આ સમયમાં ઓશો સમગ્ર દેશમાં ‘આચાર્ય’ રજનીશ તરીકે ઓળખાતા હતા. એ સમયમાં તેમનાં પ્રવચનો પર આધારિત જે પુસ્તકો આવ્યાં તે પણ ‘આચાર્ય’ રજનીશના નામથી જ આવ્યાં હતાં. તેમણે નક્કી કર્યું કે ગામડે ગામડે જઈને ૧૦૦ લોકોને એકઠા કરશે. તેમને ધ્યાન અંગે એટલું શિક્ષણ આપશે કે તે તમામનો આત્મા એવરેસ્ટ જેટલો ઊંચો થઈ જશે. રજનીશના આ નિર્ણયના બે મુખ્ય આધાર હતા. પહેલું તો સ્વામી વિવેકાનંદનું એ વાક્ય જેમાં તેમણે કહ્યું હતું કે, “મને મારી સાથે કામ કરવા માટે ૧૦૦ લોકોની જરૂર છે.” તેમને વિશ્વાસ હતો કે જો તેમને એવા ૧૦૦ લોકો મળી ગયા તો તેઓ દુનિયાને બદલી નાંખશે. બીજો આધાર તેમની એ માન્યતા હતી કે બધા લોકો બદલાય તેનાથી દુનિયા બદલાતી નથી. આમ કોઈ ખાસ સમયમાં કેટલાક આત્મા જ ઉપર ઊઠે છે અને તેમનો એવો જબરદસ્ત પ્રભાવ હોય છે કે એ યુગ એક સુવર્ણયુગ બની જાય છે.

એ પછી પોતાના પ્રવાસો દરમિયાન તથા વિવિધ પ્રવચન દરમિયાન રજનીશ એ અનુભવ કરવા લાગ્યા કે “હું ૫૦ હજાર અથવા એક લાખ લોકોને સંબોધિત કરતો પણ મેં જોયું અને અનુભવ્યું કે લોકોનાં ટોળાં મારી વાતો સાંભળી તો લે છે પણ સમજી શકતાં નથી. તેઓ મને પ્રેમ તો કરે છે પણ મારી વાતો સમજી શકતાં નથી, કેમ કે તેમને મારી બોલવાની સ્ટાઈલ પસંદ છે પણ તેઓ જિજ્ઞાસુ નથી.” આનાથી રજનીશને ઘણી નિરાશા થઈ. તેમણે એક વખતના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, એ પછી તેમણે નહીં બોલવાનો નિર્ણય જ લઈ લીધો હતો.

એક વાર તેઓ કૃષ્ણ અંગે પ્રવચન આપી રહ્યા હતા. જ્યારે કૃષ્ણના રસપ્રદ પાત્ર અંગે વાત થતી હતી ત્યારે કેટલાક લોકો તેમની તરફ પીઠ ફેરવીને આરામથી ચાલ્યા જતા હતા. આ જોઈને રજનીશ અકળાયા. તેમને વિશ્વાસ બેસી ગયો કે આવી જગ્યાએ બોલવાનો કોઈ અર્થ નથી. તેમણે અધવચ્ચે જ પોતાની વાત અટકાવી દીધી અને સ્ટેજ છોડીને ચાલવા માંડ્યા. જ્યારે અધ્યક્ષે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો તો આચાર્ય રજનીશે કહ્યુંહું હંમેશાં માટે જઇ રહ્યો છું, કાયમ માટે જઈ રહ્યો છું.” અને તેઓ ખરેખર ચાલી નીકળ્યા. પણ બધા લોકોથી નહીં. આવા લોકો સાથે વાત કરતી વખતે રજનીશને લાગતું હતું કે તેઓ દીવાલ સાથે  વાત કરે છે. તેઓ સાંભળતા હતા પરંતુ તેઓ અર્થ પકડી શકતા ન હતા. તો હવે રજનીશ શું કરે ? તેઓ બોલવાનું તો બંધ કરી શકે તેમ ન હતા. આથી તેમણે નિર્ણય લીધો કે એક સ્થળે રોકાઈ જાય અને માત્ર એવા લોકો સાથે વાત કરે જે સમજવા માંગે છે અને માત્ર સમજવા જ નહીં પણ બદલાવા પણ તૈયાર છે. પરિણામે તેઓ આશ્રમ સ્થાપવાની દિશામાં આગળ વધ્યા.

ઓશો સતત ધ્યાન ઉપર પ્રયોગ કરતા આવ્યા હતા અને ૧૯૭૭ના એપ્રિલમાં તેમણે લોકોને ધ્યાનની એક ક્રાંતિકારી પ્રક્રિયાથી પરિચિત કરાવ્યા. આ વિધિને તેમણે ‘ઓશો સક્રિય ધ્યાન પ્રયોગ’ નામ આપ્યું. થોડા સમય પછી તેમણે કુંડલિની જાગ્રત કરવા માટે આ વિધિનો પ્રયોગ કર્યો. કુંડલિની જાગરણ સાથે સંકળાયેલો આ સૌ પ્રથમ ધ્યાન પ્રયોગ હોવાને કારણે વિવાદાસ્પદ પણ રહ્યો.

રજનીશનો આ પ્રયોગ મૂળ તો વિશ્રામમાં ચાલ્યા જવાનો પ્રયોગ છે. વ્યક્તિ કાં તો સીધી વિશ્રામમાં જાય અથવા તો અપ્રત્યક્ષ રીતે વિશ્રામમાં જાય. રજનીશ પહેલા સીધા જ વિશ્રામમાં જવાની તરફેણ કરતા હતા, કેમ કે એ તેમને સરળ માર્ગ લાગતો હતો, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે તે ભ્રમ હતો. સામાન્ય વ્યક્તિ માટે આ બાબત કઠિન હતી. આ માટે તેમણે વિશ્રામમાં ચાલ્યા જવાની પરોક્ષ રીત જારી કરી. આ વિધિ મુજબ પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો. ભૌતિક રીતે આ બાબત એ સિદ્ધાંત પર આધારિત છે કે પરાકાષ્ઠા પછી અથવા તો ચડાવની ચરમસીમા પછી ઉતારની શરૂઆત થાય છે. (ક્રમશ:)

 

“ધર્મ આપણને સંપૂર્ણરૂપથી મારી નાખે છે.”

 

 

 

 

 

 

 

 

સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે.!!

૧૯૫૩ના માર્ચના એક વર્ષ અગાઉનો સમયગાળો રજનીશ માટે આંતરિક સંઘર્ષનો રહ્યો કેમ કે, તેમના ખુદના શબ્દોમાં, “એક વર્ષ સુધી મારી જાતને જીવિત રાખવી મારા માટે કપરું કાર્ય હતું”. આખરે આ એક વર્ષમાં એવું તો શું બની ગયું?

રજનીશને ભૂખ લાગવી બંધ થઈ ગઈ હતી. એટલે સુધી કે તરસ પણ લાગતી ન હતી. ખાધા-પીધા વિના ઘણા દિવસો પસાર થઈ જતા હતા. ક્યારેક તો એમ લાગતું હતું કે આ શરીર જ નથી રહ્યું. તેમણે પોતાની જાતને વિશ્વાસ અપાવવો પડતો હતો કે “હું જીવિત છું.” તેમણે પોતાનું મસ્તક દીવાલ સાથે ટકરાવવું પડતું હતું અથવા તો ચૂંટીયો ખણવો પડતો હતો કે, તેઓ જીવે છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ૧૨ થી ૧૩ કિલોમીટર દોડતા હતા. તેમના માટે બોલવું પણ અઘરું થઇ જતું હતું. એટલે સુધી કે બોલતાં બોલતાં તેઓ બે વાક્યો વચ્ચે ભૂલી જતા હતા. પુસ્તક વાંચવા બેસે તો થોડીવાર પછી યાદ કરવું પડતું કે, તેઓ શું વાંચી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે તેઓ વધુ ને વધુ સમય રૂમમાં જ વિતાવવા માંડ્યા. ઘરનાંને પણ સમજ પડતી ન હતી કે, આ શું થઈ રહ્યું છે. તેમના શુભચિંતકો પરેશાન થઈ ગયા હતા. તેઓ કાંઈ કરી શકતા ન હતા અને કાંઈ કરવા માટે રજનીશ પોતે પણ સક્ષમ ન હતા.

જેમ જેમ એક વર્ષનો સમયગાળો પૂરો થવાની નજીક આવવા માંડ્યો રજનીશની સ્થિતિ વધારે ખરાબ બની ગઈ. અંતે દસમા અને અગિયારમા મહિનામાં તો તેમને એમ લાગવા માંડ્યું કે તેમનું જીવન મગર જેવું બની ગયું છે. તેઓ હવે આંખ બંધ કરીને કલાકો સુધી બેસી રહેતા હતા. નદી કિનારે આખી રાત આકાશ તરફ મીટ માંડીને બેસી રહેતા હતા. રૂમમાં પણ છત સામે જોતા રહેતા. કોઈ નહાવાનું કહે તો કલાકો સુધી નહાતા રહેતા હતા. કોઈ યાદ કરાવે તો ખાઈ લેતા, નહિતર જમવાનું યાદ પણ આવે નહીં. તેમની સ્થિતિ એક રીતે, હોવા છતાં ના હોવા જેવી હતી. શરીરમાં હોવા છતાં, ઘરમાં હોવા છતાં તેઓ ના તો શરીરમાં હતા અને ના તો ઘરમાં હતા.

ધ્યાન પ્રત્યે રજનીશનું બાળપણથી જ આકર્ષણ હતું. તેઓ માત્ર જમીન પર બેસીને જ નહીં પણ ઝાડ ઉપર બેસીને પણ ધ્યાન ધરી શકતા હતા. હવે એ દિવસે જે કાંઈ બન્યું તે રજનીશના જ શબ્દોમાં વાંચવું યોગ્ય રહેશે. “એક દિવસ ધ્યાનમાં કેટલો લીન થઈ ગયો તેની મને જ ખબર નથી અને ક્યારે ઝાડ પરથી પડી ગયો ખબર નથી. નીચે પડ્યો અને મેં ચોકીને જોયું તો આ શું? હું તો વૃક્ષ પર જ હતો અને શરીર નીચે પડી ગયું. આ અનુભવ વિશે કહેવું કઠિન છે. હું તો વૃક્ષ પર જ બેઠો હતો અને મને દેખાતું હતું કે શરીર નીચે પડી રહ્યું છે. માત્ર એક ચાંદીની નાડ (દોરી) મારા સુધી જોડાયેલી હતી જે એકદમ ચમકદાર શુભ રેખા હતી. કાંઈ સમજાતું નથી કે હવે શું થશે? કેવી રીતે પાછો ફરીશ?” રજનીશે પોતાના આ પ્રસંગના વિશ્લેષણથી જીવનનું એક રાસાયણિક સૂત્ર આપ્યું છે જે આપણા બધા માટે ઘણું કામનું છે. તેને તેમણે પોતાના કાળના બીજા અનુભવનું નામ આપ્યું છે. તે રાસાયણિક સૂત્ર એ છે કે, પુરુષના શરીરમાં સ્ત્રી એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. રીતે પુરુષ પણ સ્ત્રીના શરીરમાં એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે. રજનીશને આ ઘટના પછી એક વાત સમજાઈ ગઈ કે આ દેશમાં જે તાંત્રિકોએ સમાધિ પર અને મૃત્યુ પર પ્રયોગ કર્યા હતા તેમણે ઘણી સ્ત્રીઓને પોતાની સાથે બાંધી રાખી હતી.

આ પ્રસંગ પછી એક નવા રજનીશનો ઉદય થયો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, એ વખતે તેઓ હજી વિદ્યાર્થી જ હતા અને હજી તેમણે થોડા વર્ષ માટે પ્રોફેસરનું કાર્ય કરવાનું હતું. તેનો અર્થ એ થયો કે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તેઓ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરની માફક લોકો વચ્ચેથી ચાલ્યા જાય તે સ્થિતિમાં રજનીશ ન હતા.

રાત્રે ૧૨ની આસપાસ અચાનક ઊંઘ ઉડી ગઈ અને રૂમમાં ચારે તરફ તેમને દિવ્યતાનાં દર્શન થયાં. તેમને એમ લાગ્યું કે, એ નાનકડો ઓરડો પ્રકાશ અને જીવનના તરંગોથી ભરાઈ ગયો છે અને રૂમમાં આનંદની કિલકારી થઈ રહી છે. રજનીશ આ આનંદમાં ડૂબવા લાગ્યા. સાથે સાથે તેમને એમ લાગ્યું કે, તેમનો શ્વાસ રૂંધાય છે. આથી તેઓ દોડીને વૃક્ષની નીચે આવી ગયા. તેમનો શ્વાસ રૂંધાતો અટકી ગયો. તેઓ પોતાની જાતને બ્લેક હોલમાં પડતા જોઈ રહ્યા. તેમને એમ લાગ્યું કે, તેમના શરીરનો ભાર ઓછો થઈ રહ્યો છે અને તેઓ ઉપર ઉંચકાઇ રહ્યા છે. કોઈ એવી વસ્તુ છે જે તેમને ઉપર ખેંચી રહી છે. જો કે, તેઓ એકલા જ હતા પણ તેમને એમ લાગતું હતું કે, તેઓ એકલા નથી. રજનીશની અંદર એક એવી શક્તિ બની રહી હતી જેનાથી તેમને લાગતું હતું કે તેઓ કાંઇ પણ કરી શકે છે.

રજનીશ ચાલતા ચાલતા જબલપુરના ભ્રમરતાલ પાર્કમાં પહોંચી ગયા. જેવા તેઓ પાર્કમાં ગયા એ સાથે ત્યાં બધું પ્રકાશમય થઈ ગયું. તેમના જ શબ્દોમાં “ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. મેં પહેલીવાર વૃક્ષમાં હરિયાળી અને તેની અંદર જીવનરસ નિહાળ્યો. આખો બગીચો સૂતેલો હતો. વૃક્ષો પણ સૂતેલાં હતાં પણ મને તે જીવંત લાગતો હતો. ઘાસનાં નાનકડા પાન પણ મને સુંદર દેખાતાં હતા.”

હવે તે અંતિમ ક્ષણ આવી ગઈ હતી. જેમાં બુદ્ધત્ત્વ પ્રાપ્તિ થવાની હતી, રજનીશના જ શબ્દોમાં આગળ વધીએ- “મેં ચારે તરફ નજર કરી. એક વૃક્ષ ઘણું જ પ્રકાશિત હતું. એ વૃક્ષે મને તેની તરફ આકર્ષિત કર્યો. મેં નહીં પણ પરમાત્માએ જ તેની પસંદગી કરી. હું તેની નીચે જઈને બેસી ગયો. જેવો હું બેઠો એ સાથે બધું શાંત થઈ ગયું. સમગ્ર વિશ્વની ભગવત્તા વરસવા લાગી.” અને અંતે એ ઘટના બની ગઈ, બાળપણથી રજનીશ જેની રાહ જોતા હતા અને તેમને સમજાતું ન હતું કે તેના માટે તેમણે શું કરવાનું છે.

શક્ય છે કે રજનીશ લગભગ ત્રણ કલાક સુધી એ ઝાડની નીચે બેસી રહ્યા હોય. પણ તેમને આ ત્રણ કલાક વીતી ગયાનો ખ્યાલ ના રહ્યો. આમ, રજનીશના જ શબ્દોમાં – “એક રાત્રે હું મરી ગયો અને મારો પુનર્જન્મ થયો પણ જે બીજી વખત જન્મ્યો તેનો આ મૃત્યુ પામનારા સાથે કોઈ સંબંધ રહ્યો નહીં.” કદાચ આ જ અનુભવના અનુસંધાનમાં રજનીશે પોતાના આ વાક્યની રચના કરી છે કે ધર્મ આપણને સંપૂર્ણરૂપથી મારી નાખે છે.”

આ દિવસ એટલે ૨૧મી માર્ચ અને વર્ષ હતું ૧૯૫૩. એ પછી રજનીશમાં ઘણું પરિવર્તન આવી ગયું.

માત્ર ૨૧ વર્ષની વયે કૉલેજના ભણતા વિદ્યાર્થીને એક વૃક્ષ નીચે બુદ્ધત્ત્વ પ્રાપ્ત થયું. એ પછી રજનીશે જે પહેલું કામ કર્યું તે એ કે, તેઓ પોતાના ગામ તરફ ભાગ્યા પણ એ ગામ તરફ નહીં જ્યાં તેમના માતા-પિતા રહેતા હતા પણ એ ગામ તરફ જ્યાં તેમની નાની રહેતી હતી. હવે એ વાત અલગ છે કે, તેમની નાની અને માતા-પિતા એક જ ગામમાં રહેતા હતા, પણ રજનીશની આ માનસિક સ્થિતિ હતી.

આ સાથે જ રજનીશ એ ગામ તરફ પણ ભાગ્યા જ્યાં મગ્ગા બાબા રહેતા હતા. આ પણ યોગાનુયોગ હતો કે, જેમને વહેલામાં વહેલી તકે તેઓ જાણ કરવા માગતા હતા તે બંને એક જ ગામમાં રહેતા હતા જ્યાં રજનીશ પણ રહી ચૂકયા હતા અને એ ગામ એટલે ગાડરવાડા. રજનીશ પહેલાં તો મગ્ગા બાબાને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કર્યા તથા રડવા માંડ્યા. મગ્ગા બાબાએ કહ્યું “શાબાશ બેટા, આખરે તેં   એ કામ કરી જ દીધું. મને ખબર હતી કે તું આમ કરીશ.” રજનીશ તેમને જાણ કરવા ગયા હતા પણ તેમ કરવાની જરૂર જ ના પડી. એ પછી તેઓ નાનીના ઘરે ગયા અને નાનીને તેઓ કાંઈ કહે તે પહેલાં તો રજનીશને જોઈને નાનીએ કહ્યું “તને શું થયું છે? તું પહેલાં જેવો રહ્યો નથી.” આગળ જતાં નાની ખુદ જ રજનીશનાં પ્રથમ શિષ્યા બન્યાં. (ક્રમશ:)

1953ના 21મી માર્ચના દિવસે રજનીશનું મૃત્યુ થયું અને……

 

 

 

 

 

 

 

ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયા અને ઓશોનો જન્મ થયો….

નદી અંગેના અનુભવમાં રજનીશ ઉમેરે છે કે, ‘આ પહેલો પ્રસંગ હતો જયારે મને મારી જાત ‘શુદ્ધ’ હોવાનો તથા શરીર અંગેનો અહેસાસ થયો. તે નાભિથી નીચે, બરાબર બે ઈંચ નીચે એક ચાંદીની રસ્સી સાથે જોડાયેલું છે. તે પદાર્થ નથી પણ ચાંદીની માફક ચમકે છે. હું જેટલી વાર સામે કિનારે પહોંચતો, જે ક્ષણે કિનારે પહોંચતો ત્યારે મારી હાજરી અને તેની હાજરીનો મારા શરીરમાં પ્રવેશ થતો. પહેલીવાર તો આ બાબત ડરાવનારી લાગી પણ પછી તે આનંદદાયક લાગવા માંડી. તે ખતરનાક હતું, પુલ ઘણો ઊંચો હતો અને ત્યાંથી કૂદીને નદીના તળિયે પહોંચવું આસાન ન હતું. આ સમયે નદી અને પુલની વચ્ચે-એક ક્ષણ એવી આવતી જ્યારે મન અચાનક રોકાઈ જતું હતું.’ મારા ધ્યાનની આ પહેલી અનુભૂતિ હતી. આ રીતે હું ધ્યાન તરફ વધુને વધુ ખેંચાતો ગયો. મેં એ શોધવાનું શરૂ કરી દીધું કે પર્વત, નદી કે પુલ ઉપર ગયા વિના આ ક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે કોઈ વ્યક્તિ ક્યાંય ગયા વિના માત્ર આંખો બંધ કરીને આ ક્ષણમાં પ્રવેશ કરી શકે છે.’

સ્પષ્ટ છે કે રજનીશ માટે નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં આપણે બધા નદીને ઓળખીએ છીએ. આ નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં ગંગા, ગોદાવરી, નર્મદા આપણા માટે નદી છે. સકર નદી તો તેમના માટે જીવનની એક કુદરતી પ્રયોગશાળા બની ગઈ હતી.

આશ્ચર્ય થાય તેવી વધુ  એક ઘટના.. માનવેન્દ્ર નિધિ રાયને લોકો એમ.એન. રાય તરીકે ઓળખતા હતા. તેઓ રશિયાની ક્રાંતિ વખતે લેનિન અને ટ્રોટસ્કીની સાથે હતા. તેઓ ઇન્ટરનેશનલ કમાન્ડિંગ બોડી ઓફ કમ્યુનિસ્ટના સદસ્ય બનવાનું સન્માન હાંસલ કરનારા એકમાત્ર ભારતીય હતા. ૧૯૧૭માં રશિયામાં ઝારશાહી સામે લેનિનની આગેવાની હેઠળ ક્રાંતિ સફળ થઈ તો આવી જ ક્રાંતિનું સ્વપ્ન લઈને એમ.એન. રાય ભારત આવ્યા.

એક સુખદ સંજોગ રચાયો  કે રજનીશ જબલપુર જવા માટે ગાડરવાડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને એમ.એન. રાય એ જ પ્લેટફોર્મ પર સિગારેટ પીતા પીતા આંટા મારી રહ્યા હતા. રાયને એ જોઈને આશ્ચર્ય થયું કે ૧૭ વર્ષનો એક છોકરો બેંચ ઉપર બેસીને આટલી તલ્લીનતાથી પુસ્તક વાંચી રહ્યો છે અને એ પુસ્તક પણ પાછું લેનિનનું હતું. તેમના મનમાં આ છોકરા સાથે વાત કરવાની ઇચ્છા થઈ અને પરિણામ એ આવ્યું કે, બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને એટલી ગાઢ મિત્રતા થઈ ગઈ કે, એમ.એન. રાય જ્યારે પણ જબલપુર આવતા ત્યારે રજનીશને અચૂક મળતા હતા. રજનીશે સ્પષ્ટતા કરી દીધી હતી કે, ‘હું સામ્યવાદનો અભ્યાસ કરી રહ્યો છું પણ હું સામ્યવાદી નથી. આ સ્પષ્ટતા છતાં એમ.એન. રાય રજનીશને મહત્ત્વ આપતા હતા. હજી તો મારે ઘણા વિષયનો અભ્યાસ કરવાનો છે. સમાજવાદ, મૂડીવાદ, અધ્યાત્મવાદ વગેરે વિશે મારે જાણવાનું છે તેમ રજનીશ ખુલાસો કરતા હતા. આ અગાઉ મારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. હજી તો હું જિજ્ઞાસુ છું.’

એમ.એન.રાયે  રજનીશ સમક્ષ પોતાની નિરાશાને આ શબ્દોમાં રજૂ કરી હતી, “મેં રશિયાની ક્રાંતિમાં ભાગ ભાગ લીધો છે. હું લેનિનનો ગાઢ મિત્ર છું, પણ ભારતમાં તો હું કાંઈ નથી. મારી વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી.”

એમ.એન. રાય માટે આ વાત ચોંકાવનારી હતી પણ રજનીશ માટે નહીં. રજનીશની પારખુ આંખ અને સચેત મગજે ભારતીય સમાજ અને ભારતીય માનસિકતાને સારી રીતે ઓળખી લીધી હતી. આ વાતને પોતાના નિષ્કર્ષનો આધાર બનાવીને જ રજનીશે પોતાની વાત રજૂ કરી. તેમનાં જે તારણો હતાં તે તેમણે એમ.એન. રાય સમક્ષ રજૂ કર્યા જેથી તેમની નિરાશા ઘટી શકે. રજનીશના શબ્દો હતા, “ભારતમાં સૌ પ્રથમ તો તમારે તમારી જાતને બદલવી પડશે. તમારે પાખંડી બનવું પડશે. બધાંની સામે, જાહેરમાં સિગારેટ ના પીઓ. બાથરૂમમાં સંતાઈને સિગારેટ પીઓ અને જાહેરમાં ધુમ્રપાનની ટીકા કરો. મહાત્મા ગાંધીની માફક ઢીંચણ સુધી ધોતી પહેરો. માથે મુંડન કરાવી નાંખો. દેશમાં મહાત્મા બન્યા વિના કોઇપણ વ્યક્તિ અન્યનું ધ્યાન ખેંચી શકતી નથી. અહીં તો ફક્ત દેખાવ કરવાનો હોય છે, સચ્ચાઇનું તો કોઇ મૂલ્ય નથી.” એમ.એન. રાયે રજનીશની આ સલાહ સામે તરત જ કહી દીધું કે, હું આમ કરી શકીશ નહીં. પછી પરિણામ પણ એ જ આવ્યું. ભારતીય પ્રજાએ પણ મૌન રહીને કહી દીધું કે, અમે તમને સાંભળવા માગતા નથી.

હવે રજનીશ જબલપુર વિશ્વવિદ્યાલયમાં ફિલોસોફીના પ્રોફેસર હતા પરંતુ અન્ય પ્રોફેસરો જેવા પરંપરાગત પ્રોફેસર ન હતા. પ્રોફેસર તરીકે પણ તેમણે પરંપરાથી અલગ હોવાનો પ્રયાસ કર્યો અને એ વખતની સ્થાપિત પરંપરાના છોતરાં કાઢી નાખ્યાં. દાખલા તરીકે વર્ગમાં એક પિરીયડની ૪૦ મિનિટને તેમણે બે ભાગમાં વહેંચી દીધી. ૨૦ મિનિટ સુધી તેઓ બોલતા અને બાકીની ૨૦ મિનિટ તેઓ વાર્તાલાપ અને તર્ક-વિતર્ક કરાવતા હતા. તેઓ પોતાના વિચારો પ્રગટ કરતા હતા અને વિદ્યાર્થીઓ તેમના વિચારો રજૂ કરતા હતા. આમ થતાં તેમના વર્ગો પ્રવચનના વર્ગને બદલે વાદ-વિવાદ અને ચર્ચાનું સ્થળ બની ગયા.

સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ હતો અને તેઓ આ પસંદ પણ કરતા હતા પરંતુ તેમને એ બાબત સ્વીકારવામાં અડચણ પડતી હતી કારણ કે, તેમને એ ચિંતા હતી કે આમ થશે તો અભ્યાસક્રમ ક્યારે પૂરો થશે અને આ ચિંતા વાજબી પણ હતી. વિદ્યાર્થીઓએ પોતાની આ ચિંતા રજનીશ સમક્ષ રજૂ કરી તો તેમણે એમ કહીને સમજાવી દીધા કે, “તેની ચિંતા કરશો નહીં. તમારી બુદ્ધિને કુશાગ્ર કરવાની જરૂર છે. અભ્યાસક્રમ તો ઘણી મામૂલી બાબત છે. એ તો તમે એક રાતમાં વાંચી શકો છો. તમારી બુદ્ધિ તીવ્ર છે તો વાંચ્યા વિના પણ તમે જવાબ આપી શકો છો પણ બુદ્ધિ તેજ નહીં હોય તો વાંચ્યા પછી પણ તમને આવડશે નહીં.’

એ જમાનામાં કલાસમાં છોકરા અને છોકરી અલગ અલગ બેસતાં હતાં. આગળની થોડી જગ્યા કદાચ પ્રોફેસરનો આદર કરવા માટે ખાલી રાખવામાં આવતી હતી. રજનીશને આ વિચિત્ર લાગતું હતું. તેમણે છોકરાઓને ચોખ્ખું ચોખ્ખું કહીને ચોંકાવી દીધા અને ડરાવી પણ નાખ્યા કે “બધા એક સાથે બેસો. મારા કલાસમાં તમે અલગ અલગ બેસી શકશો નહીં. તમે છોકરીને સ્પર્શી રહ્યા છો કે કોઇ છોકરી તમારું શર્ટ ખેંચે તેનાથી મને કોઈ વાંધો નથી. જે સાવ સ્વાભાવિક છે અને તેનો હું સ્વીકાર કરું છું. આથી જ હું નથી ઇચ્છતો કે તમે આમ સંકોચાઈને બેસો. મારા કલાસમાં આવું નહીં બને. મને ખબર છે કે તમે બધા એકબીજા તરફ કાગળ ફેંકો છો, અન્ય ચીજો ફેંકો છો પણ તેની જરૂર નથી. છોકરીની નજીક બેસો અને તેનો પત્ર તેને આપી દો. તમે બધાં શરીરથી વયસ્ક બની ગયાં છો, તમારે બધાએ તો આમ કરવું જ જોઈએ.”

1953ના 21મી માર્ચનો દિવસ હતો.આ દિવસને રાજનિસજના જીવનનો પ્રથમ દિવસ પણ કહી શકીએ. જે દિવસે અગાઉના રજનીશનું મૃત્યુ થયું અને ફિનિક્સ પંખીની જેમ તેઓ રાખમાંથી બેઠા થયા અને ઓશો રજનીશનો જન્મ થયો. એ વખતે તેઓ 21 વર્ષના હતા. જે પ્રસંગ ભગવાન બુદ્ધના જીવનમાં 35 માં વર્ષે બન્યો તે અહીં રજનીશ માટે 21માં વર્ષે બન્યો. જે બન્યા પછી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર 45 વર્ષ જીવિત રહ્યા. રજનીશના જીવનમાં આ પ્રસંગ ઘણો વહેલો એટલે કે ૨૧ મા વર્ષે બન્યો અને તેમને પોતાના અનુભવ પ્રજા સમક્ષ રજૂ કરવા માટે અન્ય કરતાં ઓછો એટલે કે ૩૭વર્ષનો સમય મળ્યો. આમ જોવા જઈએ તો ૩૭ વર્ષનો સમય ગમે તેટલાં મહત્ત્વનાં કામ પૂરાં કરવા માટે ઓછો કહી શકાય નહીં. મોહમ્મદ પયંગબર સાહેબને પણ અલ્લાહે આ બધા માટે ફક્ત આઠ વર્ષ આપ્યાં હતાં. (ક્રમશ:)

ઓશોએ ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે, “હું મૃત્યુ શીખવું છું.”

 

 

 

 

 

 

 

 “મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”..ઓશોની અનુભૂતિ

જેમની સાથે રજનીશનાં પ્રારંભનાં કેટલાંક વર્ષ પસાર થયાં હતાં તે રજનીશના નાના ઇચ્છતા હતા કે,  કોઈ મોટા જ્યોતિષીને રજનીશના જન્માક્ષર દેખાડવામાં આવે અને તે માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તેઓ તૈયાર હતા. આ માટે તેઓ કુચવાડાથી લગભગ એક હજાર કિલોમીટર દૂર બનારસ સુધી ગયા હતા. તેઓ જ્યોતિષને મળ્યા અને હવે રજનીશના શબ્દોમાં ”મારા નાનાએ આપેલા જન્માક્ષર અને જન્મસ્થળ પર નજર રાખીને જ્યોતિષે નાનાને કહ્યું કે,  મને દુઃખ છે કે હું આ જન્માક્ષર સાત વર્ષ પછી જ બનાવી શકીશ,  આ બાળક જીવતો રહેશે તો તેના જન્માક્ષર વિનામૂલ્યે બનાવી આપીશ. પણ મને નથી લાગતું કે,  તે જીવતો રહે. જો તે બચી જશે તો એક ચમત્કાર કહેવાશે અને પછી તો તે બુદ્ધ બની જાય તેવી શક્યતા છે.

અને પછી એક દિવસ એવો આવ્યો જયારે નાનાને  પોતાની આંખ ઉપર વિશ્વાસ બેસતો ન હતો. કેમ કે બનારસમાં મળ્યો હતો તે જ જ્યોતિષ તેમના ઘરના દરવાજે આવીને ઉભો હતો ત્યાં સુધીમાં રજનીશ પણ સાત વર્ષના થઈ ગયા હતા.  રજનીશને પણ આશ્ચર્ય થયું હતું કે,  કોઈ જ્યોતિષ માત્ર જન્માક્ષર બનાવવા માટે  આટલે દૂર સુધી સામે ચાલીને શા માટે આવે ??  જ્યોતિષે જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કરી દીધી કે,  “આ બાળકને દર સાત વર્ષે મૃત્યુના સંકટમાંથી પસાર થવું પડશે. અત્યારે તો તે બચી ગયો છે પણ હવે તે ૧૪ વર્ષનો થશે ત્યારે ફરીથી તેના મૃત્યુના યોગ છે. જો ફરીથી બચી જશે તો ૨૧ વર્ષની વયે મૃત્યુયોગ છે.”

તેનું પરિણામ શું આવ્યું ? શું રજનીશ આ ભવિષ્યવાણીને કારણે ભાંગી પડ્યા ? તેમના જ શબ્દોમાં- “જ્યોતિષની આ ભવિષ્યવાણીએ મારી ઘણી મદદ કરી, કેમ કે તેમણે અગાઉથી જ મને મોત અંગે ચેતવી દીધો હતો અને આ જ કારણથી હું જીવનમાં મૃત્યુનો સ્વીકાર કરી શક્યો અને ધ્યાન પણ ધરી શક્યો કે મૃત્યુ આવી રહ્યું છે.”

ગામમાં એક નાનકડા મંદિરમાં એક પૂજારી હતા. ઘણા સંત સ્વભાવના હતા. તેઓ ગુજરી ગયા. રજનીશ તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે તેઓ બાળક જ હતા અને એ સમયે બાળકોને શબની નજીક કે સ્મશાને જવાની મનાઈ હતી. પણ રજનીશને કોણ રોકી શકે ?  તેઓ ત્યાં ગયા ત્યાં સુધીની વાત હોત તો વાંધો ન હતો. વાત વિચિત્ર બની ગઈ કેમ કે, રજનીશ નામના આ બાળકે ત્યાંના ઉદાસ વાતાવરણમાં રડવાનું અથવા તો કમ સે કમ ચૂપ રહેવાનું પસંદ ના કર્યું પણ જોરજોરથી હસવાનું શરૂ કરી દીધું ત્યાં ઉપસ્થિત લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ બધું વ્યર્થ. અંતે તેમના પિતાએ રજનીશને આ રીતે હસવાનું કારણ પૂછ્યું તો રજનીશનો આ જવાબ હતો, “મને લાગ્યું કે મરતી વખતે તેઓ ખૂબ જ આનંદિત હતા અને શાંત હતા તેથી જ તેમના હાસ્યમાં સામેલ થવા માંગું છું. તેઓ હસી રહ્યા હતા અને તેમની વિદાય લઈ રહેલી ઉર્જા પણ હસી રહી હતી.” આ પૂજારીના મૃત્યુથી નીકળેલી હાસ્યયુક્ત ઉર્જા પરથી રજનીશે તારણ કાઢ્યું કે “મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”

બાળપણથી જ સમય પસાર કરવાના રજનીશના અનેક ઉપાયોમાં એક ઉપાય હતો કોઈની પણ સ્મશાનયાત્રામાં સામેલ થઈ જવું. તેઓ એ મૃત વ્યક્તિને ઓળખતા હોય કે ના ઓળખતા હોય તેનાથી કોઈ ફરક પડતો ન હતો. માત્ર એટલું જ પૂરતું હતું કે કોઈ મરી ગયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળવાની છે.

મૃત્યુની ખરી અનુભૂતિ ક્યારે થાય છે ? જ્યારે આપણા પ્રિયજનનું નિધન થાય છે, આપણા કોઈ સૌથી નજીકના સ્વજનનું મૃત્યુ થાય છે. રજનીશ હજી યુવાન જ હતા ત્યારે તેમના એક મિત્રનું નિધન થયું. તે મિત્રનું નામ હતું શશી, જેને રજનીશ ગુડિયા કહેતા હતા. આ એ જ શશી હતી જેને રજનીશે પ્રેમ કર્યો હતો. એટલો બધો પ્રેમ કર્યો હતો કે, તેમને ક્યારેય એવું લાગ્યું ન હતું કે તેઓ અન્ય કોઇને આથી વિશેષ પ્રેમ કરી શકશે. કદાચ આ જ કારણથી રજનીશે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આધુનિક ભીષ્મ પિતામહના રૂપમાં. તેમના માટે અન્ય કોઈને શશીના સ્થાને જોઈ શકાય તેમ જ ન હતું અને તેમની પ્રિય સખી શશી તેમને છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. આમ એક રીતે રજનીશ માટે પોતાની જાતથી અલગ થવું, જાતે જ ખંડિત થવા બરાબર હતું.

શશીના મૃત્યુએ રજનીશના મૃત્યુ બોધને વધારે મજબૂત કરી દીધો. એટલો બધો મજબૂત કરી દીધો કે તેમના માટે જીવનનો અર્થ બદલાઈને મૃત્યુ બની ગયો. કેમ કે શશી હવે ‘વિવેક નિર્વાણો’  બનીને રજનીશ પાસે પરત આવી ગઈ હતી, તેમની દેખભાળ, સારસંભાળ લેવા માટે તો પછી શશી ક્યાં ગઈ હતી ? તે તો અહીં જ છે. થોડા રૂપ-રંગ બદલાઈ ગયા છે અને હા, નામ પણ બદલાઈ ગયું છે. આથી જ રજનીશે ક્યારેય મૃત્યુનો અસ્વીકાર કર્યો નથી અને મૃત્યુને ભયનું કારણ પણ માન્યું નથી, પણ તેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે “હું મૃત્યુ શીખવું છું.”

રજનીશનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ભાવ સદા છલકતો રહ્યો. બાળપણમાં તેમણે નદીમાં પડ્યા રહેવાનું પસંદ હતું. તેમને જે ગૂઢ જ્ઞાની બાબા મળ્યા તે પણ નદીમાં તરતી વખતે મળ્યા !! નદી પર રજનીશે આપેલા પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે, રજનીશ જયારે અનુભવ વર્ણવે ત્યારે  એક નાનકડી વાત કેટલી મોટી બની જાય છે. કેવી રીતે એક કણમાં, અણુમાં સંપૂર્ણ બ્રહ્માંડ વસે છે, તે રજનીશ શબ્દોમાં વણી આપે છે.  ‘હું તેની સાથે વહેવા માંડયો, કેમ કે ધીમે ધીમે મને આખું અસ્તિત્ત્વ જ નદી જેવું દેખાવા લાગ્યું. તેણે તેની કઠોરતા ગુમાવી દીધી, એ તરલ બની ગયું.’

 ‘તમે જ્યારે પણ કોઈ વહેતી ચીજના પ્રેમમાં બંધાઈ જાઓ છો તો તમારા જીવનનું એક અલગ જ રૂપ જોવા મળે છે. આધુનિક માનવી સડક પર સિમેન્ટ અને કોન્ક્રીટના બનેલા ઘરમાં રહે છે. યાદ રાખો કે,  આ બધી ‘સંજ્ઞા’ છે, ‘ક્રિયા’ નથી. ગગનચુંબી ઈમારત વહેતી નથી, સડક ત્યાં ને ત્યાં જ રહે છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી પણ એક પ્રક્રિયા છે. હું નદીના છેક છેલ્લા કિનારા સુધી જતો હતો ફક્ત ત્યાં બેસવા માટે. ત્યાં કાંઈ કરવાની જરૂર જ ન હતી. ત્યાં માત્ર હાજરી જ પર્યાપ્ત  હતી. ત્યાં હોવું એ જ સુંદર અનુભવ હતો. ત્યાં હું ફક્ત નદીની સાથે રહેતો હતો, કાંઈ કરતો ન હતો. માત્ર વસ્તુઓ નિહાળતો હતો, ક્રિયા થઈ રહી હતી પણ કોઈ ક્રિયા કરનારું ન હતું અને મારા પ્રારંભિક અનુભવ આ નદી પાસે જ શરૂ થયા, માત્ર ત્યાં હાજર રહેવાથી, ત્યાં લાખો ચીજો, પ્રસંગો બન્યા હતા. હું તેને ઘણો પ્રેમ કરતો. હું ચોમાસાની રાહ જોતો. તરતાં તરતાં એક એવી ક્ષણ આવતી જ્યારે હું અનુભવતો કે હું મરી રહ્યો છું. કેમ કે હું થાકી જતો અને મને બીજો કિનારો દેખાતો ન હતો. એ વખતે હું પાણીની ઉપર હતો અને મારું શરીર પાણીની અંદર હોતું. આમ પહેલીવાર બન્યું તો તે ડરાવી દેતો અનુભવ હતો. મેં વિચાર્યું કે હું મરી ગયો છું પણ મેં જોયું કે શરીર હજી પણ બીજા કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મેં શરીરને સાથ આપ્યો.'(ક્રમશ:)

રજનીશને પુનર્જન્મમાં વિશ્વાસ હતો.

 

 

 

 

 

 

 

 

રજનીશે કહ્યું: “ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” એક માત્ર પુસ્તકના લેખકનું નામ  ખલીલ જીબ્રાન અને પુસ્તકનું નામ પ્રોફેટ.’!!

૨૦૦૨માં ગાડરવાડામાં  એક વૃદ્ધ વ્યક્તિ કે,  જેમણે રજનીશને ભણાવ્યા હતા. તેઓ  પોતાની ચમકતી આંખ અને રણકતા અવાજ સાથે કહે છે  કે, રજનીશને  નાની વયે જ શશી નામની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો પણ તે ગુજરી ગઈ. જો કે, રજનીશ આ સત્યને છુપાવતા નથી અને ખોટું પણ પાડતા નથી પણ છાતી ઠોકીને સ્વીકાર કરે છે કે,  “એ વખતે હું યુવાન હતો અને તે મારી મિત્ર હતી. તેનું નામ શશી હતું. ૧૯૪૭માં તેનું નિધન થયું હતું. તે ગઈ પણ મૃત્યુશૈયા પર તેણે મને વચન આપ્યું હતું કે,  તે પરત ફરશે. હું ડરી ગયો હતો. મારા ગામના કોઈ ડો. શર્માની એ પુત્રી હતી. હવે તે (વિવેક) નિર્વાણો’ બનીને આવી ને મારી કાળજી રાખે છે.”

રજનીશને નુરજહાંનું ગાયેલું એક ગીત ખૂબ જ ગમતું હતું. જેના શબ્દો હતા. વો જો હમ મેં તુમ મેં  કરાર થા, તુમ્હે યાદ હો  કિ યાદ હોઆ ગીત ઓશો દરરોજ ગાતા હતા. આ ગીત વાસ્તવમાં નુરજહાંના અવાજમાં પણ તેમાં રજનીશના દિલના શબ્દો હતા. આ કરાર એ પ્રેમનો કરાર, એક તરફ રજનીશનો શશી પ્રત્યેનો સાથે હતો તો બીજી તરફ શશીનો રજનીશ પ્રત્યેનો સાથ હતો. અહીં મજાની વાત એ છે કે,  ગયા પછી પણ તેમની પ્રેમિકા વચન નિભાવવા પાછી આવી. હવે એ વાત અલગ છે કે, આ વખતે તે ‘વિવેક’ બનીને આવી હતી અને તેને ઓળખવામાં રજનીશે કોઈ ભૂલ કરી ન હતી. રજનીશે આ જીવનમાં તેને ‘નિર્વાણો’ નામ આપ્યું હતું અને સાથે સાથે પોતાની કાળજી રાખવાની જવાબદારી પણ સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે,  રજનીશને પુનર્જન્મમાં વિશ્વાસ હતો. તેઓ પોતાનો પાછલો જન્મ જાણતા હતા, પાછલા જન્મમાં પોતાની માતા તથા પિતાના હત્યારાને પણ જાણતા હતા અને હવે તેઓ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાના પાછલા જન્મ વિશે પણ જાણે છે. રજનીશે પોતાના બાળપણથી યુવાવસ્થા સુધીના સ્મરણો ઘણીવાર યાદ કર્યા છે. જેમાં તેમણે શશીને પણ ઘણીવાર યાદ કરી છે. શશીને તેઓ ‘ગુડિયા’ કહેતા હતા.

રજનીશનો અર્થ છે ચંદ્ર અને શશીનો અર્થ પણ ચંદ્ર જ છે. એટલે કે,  તેઓ બે હોવા છતાં બે ન હતા પણ એક જ હતાં. પ્રેમના ગણિતમાં હંમેશાં એક -વત્તા-એક એટલે એક જ થાય છે,  બે નહીં. ઓશોને વિશ્વાસ હતો કે,  ગુડિયા ફરીથી જન્મ લેશે અને હું તેને ઓળખી લઈશ.

પુસ્તક વાંચવાની ઓશોની ઝડપ ઘણી વધારે હતી. એમ કહેવાય છે કે તેઓ એક દિવસમાં ૬-૭ પુસ્તકો વાંચી કાઢતા હતા, જેનાં કુલ પૃષ્ઠ લગભગ ૩૦૦૦ જેટલાં થતાં હતાં. પોતે વાંચેલાં પુસ્તકો પર રજનીશ એટલા સુંદર હસ્તાક્ષર કરતા જાણે કે કોઈ પેઈન્ટિંગનો ટુકડો ચિપકાવ્યો હોય !! ઓશોને વાંચનની સાથે સાથે પોતાનાં પુસ્તકોની લાઈબ્રેરી બનાવવાનો પણ  શોખ હતો. તેઓ પુસ્તકોને તેના રંગ, આકાર અને શીર્ષક મુજબ ગોઠવતા હતા. નવાં પુસ્તક આવે એટલે તેઓ એ પુસ્તકને અનુરૂપ ગોઠવણી કરતા હતા.

ઘણી નાનકડી વયે રજનીશે એ લેખકોનાં પુસ્તક વાંચી નાંખ્યાં હતાં,  જેને ઘણા તો મોટી ઉંમરે પણ વાંચી શકતા નથી. કોઈપણ વ્યક્તિ ગમે તે ઉંમરે વાંચી શકે છે પણ સવાલ એ છે કે,  તેમાંથી સમજાયું કેટલું અને તેથી પણ મહત્ત્વની બાબત એ છે કે તેનો આનંદ કેટલો ઉઠાવી શકાયો !! ઘણી નાનકડી વયે ઓશો આ બાબતમાં પાર ઉતરી ચૂક્યા હતા. તેમણે હજારો પુસ્તકો વાંચ્યાં અને તેમાંથી તેમણે એવાં પુસ્તકોનો ઉલ્લેખ પણ કર્યો છે જે તેમને પસંદ પડ્યાં હોય. રશિયન લેખક ટોલસ્ટોયના પુસ્તક ‘રિસરેક્શન’ને તો તેમણે પોતાનું બાઈબલ માન્યું છે. આ પુસ્તક તેમણે ઘણીવાર વાંચ્યું છે એટલું જ નહીં પણ તેઓ હંમેશાં પોતાની સાથે જ રાખતા હતા. રશિયન લેખક ઈવાન તુર્ગનેવના પુસ્તક ‘ફાધર્સ એન્ડ સંસ’ (પિતાઓ અને પુત્રો) વિશે તેમનું કહેવું હતું કે “આ પુસ્તક જેવું કોઈ પુસ્તક નથી.” આ પુસ્તક તો તેમણે પોતાના પિતાને પણ પરાણે વંચાવ્યું હતું જેનું પરિણામ એ આવ્યું કે રજનીશ અને તેમના પિતા વચ્ચેનું અંતર ઘટી ગયું અને બંને નજીક આવી ગયા. બંને પિતા-પુત્ર મટીને મિત્ર બની ગયા !!

આગળ જતાં રજનીશનો પુસ્તકપ્રેમ ખતમ થવાની વાત તો દૂર પણ ઘટ્યો પણ નહિ. હાઈસ્કૂલના દિવસોથી તો તેમણે પુસ્તકોનો સંગ્રહ કરવાનું શરુ કરી દીધું. અને અંતે તો તેઓ લાખ્ખો પુસ્તકોના માલિક બની ગયા. આજે પણ તેમનું અંગત પુસ્તકાલય એક જોવાલાયક સંગ્રહાલય છે. જ્યાં સંખ્યાબંધ વિષયો પર અગણિત પુસ્તકો છે. એવું નથી કે રજનીશ વિચારક હતા એટલે તેમણે માત્ર સૉક્રેટિસ, પ્લેટો,  એરિસ્ટોટલ અને રસેલ જેવા મહાન લેખકોનાં જ પુસ્તકો વાંચ્યાં. તેમના વ્યાખ્યાનમાં તેઓ વૈદિક સાહિત્યથી લઈને નવા નવા લેખકોની રચનાનાં ઉદાહરણ આપતા હતા. તેમના વાંચન ક્ષેત્રની પકડમાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે. આવી જ સ્થિતિ વિદેશી સાહિત્યની પણ હતી. કહેવાય છે કે રજનીશ માત્ર ત્રણ કામ કરતા હતાં. કાં તો પ્રવચન આપતા હતા અથવા તો સુતા હતા પણ સુવાનો સમય ઓછો રહેતો હતો. દમ અને એલર્જીને કારણે તેઓ લાંબો સમય સુઈ શકતા ન હતા અથવા તો વાંચન કરતા હતા. તેઓ એક આરામખુરશી પર લંબાવીને બસ વાંચન જ કરતા હતા. રજનીશના આ વાંચનની અસર તેમના પ્રવચન પર પણ દેખાઈ આવતી હતી.

રજનીશે અમેરિકાના પ્રવાસ દરમિયાન પોતાના ઘરે જ પોતાના દાંતની સારવાર કરાવી હતી. તેમના અંગત ડેન્ટિસ્ટ હતા ડૉ. દેવગીત, પણ રજનીશના દાંતના ડૉક્ટર હોવું આસાન ન હતું. કેમ કે સારવાર માટે ખુરશી પર બેસતાં જ તેમણે બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન જ તેમણે ત્રણ પુસ્તકો ‘બોલી’ નાખ્યાં હતા. ત્રીજા પુસ્તકનું નામ હતું ‘બુક્સ આઈ હેવ લવ”. આ પુસ્તકમાં રજનીશે પોતાનાં ૧૭૬ પ્રિય પુસ્તકોની વાત કરી છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, રજનીશ આ પુસ્તકો વિશ્વવિદ્યાલયને સોંપી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું હતું કે, “આ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” એક માત્ર પુસ્તકના લેખકનું નામ હતું ખલીલ જીબ્રાન અને પુસ્તકનું નામ હતું પ્રોફેટ.’

૧૯મી સદીના અંતમાં જે ઘટના દયાનંદ સરસ્વતી સાથે બની હતી લગભગ એવી જ ઘટના રજનીશ સાથે પણ બની હતી. એ ખબર નથી કે આ કોઈ સંયોગ હતો કે નહીં. એમ પણ કહેવાય છે કે એક જડ વાચક હોવાને કારણે રજનીશે કદાચ આ પ્રંસગ કયારેક વાંચી લીધો હશે પણ એ સમયમાં તો રજનીશને અક્ષરજ્ઞાનનાં પણ ફાંફાં હતાં. આ ઘટના પોતાના પિતાને એ પુરાવો આપવાની ઘટના છે કે ભગવાન જેવી કોઈ ચીજ હોતી જ નથી. આ પ્રસગને રજનીશના જ શબ્દોમાં વાંચવાની મજા જ કાંઈક અલગ રહેશે.

“અમે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ભણાવી રહયા હતા કે મહાવીર આ ગુણોથી સંપન્ન હતા. તેઓ સર્વશક્તિમાન, સર્વાંગ, સંર્પૂણ શકિતશાળી, બધું જ જાણનારા તથા સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યાએ ઉપસ્થિત રહેનારા હતા. મેં  કહ્યું કે,  તમે સાંભળી લીધું, હવે તમે મારી સાથે મંદિરે આવો, હું તમને પુરાવો આપુ કે,  મેં શું કર્યુ હતું. મેં  મહાવીરની મૂર્તિના માથા ઉપર એક લાડુ મૂકી દીધો. સ્વાભાવિક છે કે,  બે ઉંદર મહાવીરની મૂર્તિના માથા ઉપર બેસીને લાડુ ખાઈ રહ્યા હતા. મેં કહ્યું હતું કે,  આ તમારા સર્વશક્તિમાન મહાવીર છે. એ બંને ઉંદર મહાવીરની મૂર્તિ ઉપર  પેશાબ કરતા હતા. આ મૂર્તિ છે. આ ફક્ત મહાવીર છે જેને હું ઓળખું છું, તમે ઓળખો છો. એ શિક્ષકો જાણે છે અને જો તે સર્વવ્યાપી છે તો ચોકકસપણે આ પણ હશે અને આ ઉંદરોને જોઈ રહ્યા હશે જે તેમની મૂર્તિ  સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે,  હવે તમે મને એ પુરવાર કરી આપો કે,  આ વ્યકિત સર્વવ્યાપી છે. તેઓ હશે સર્વવ્યાપી પણ હું તેમની શા માટે પરવા કરું? (ક્રમશ:)

 

‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે’

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. આ સરસ્વતી દેવીએ મને સાચવી લીધો છે ત્યારે હવે મારાથી એનું અહિત ન કરાય.” પદ્મશ્રી લોકગાયક શ્રી ભીખુદાન ગઢવી.

જેમણે  જીંદગીમાં  સ્ટેજ ઉપર કાર્યક્રમો આપવા સિવાય બીજું કશું જ કર્યું ન હોય એટલે કે જે બહુ જ નાની ઉંમરથી આપણા લોક સાહિત્યને પીરસવા માટે જાહેર કાર્યક્રમો આપવાના સ્ટેજ ઉપર જ રહ્યા હોય, અને જેના પ્રસ્તુતિના અસંખ્ય ચાહકો હોય એવો કોઈ સિદ્ધ હસ્તકલાકાર જયારે  એવું જાહેર કરે કે, ‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છેત્યારે આપણને સુખદ આંચકો લાગે છે.

આંચકો એટલા માટે કે આ કલાકારને ભારત સરકારે ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું, અને તેમની જીભેથી સરસ્વતી એવી રીતે વહે કે, લોકસાહિત્યના કોઈપણ સ્વરૂપો હોય તેમાં એમની એક પ્રકારની ઓળખ સમગ્ર સમાજમાં ભારતમાં અને ભારતની બહાર જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વ્યાપી ગઈ હોય ત્યારે એમ કહે કે,  હવે ઘણું થયું, હવે હું કોઈ કાર્યક્રમ નહીં કરું ત્યારે આંચકો ચોક્કસ લાગે,  પણ સુખદ એટલા માટે લાગે કે આવા કલાકારે જે વાત રજૂ કરીને પોતાની સ્ટેજ ઉપરથી નિવૃત્તિ ઘોષિત કરી હોય તે વાતને સમજીએ તો આપણને આંચકો સુખદ લાગે.

આ વ્યક્તિત્વ ગુજરાતનું, ગુજરાતીઓનું, સાહિત્યનું, લોકસાહિત્યનું, ભક્તિ સંગીતનું, બહુ મુઠ્ઠીઉંચેરૂં નામ છે. અને સૌ તેને ભીખુદાન ગઢવીકહીને ઓળખે છે. ભીખુદાન ગઢવીની એક મોટામાં મોટી ખાસિયત એ છે કે,  કોઈપણ લોકસાહિત્યનાં ડાયરામાં તમે એમને માઈક સોંપો એટલે ડાયરો સર્વાંગ સંપૂર્ણ થઈ જાય. કેવી રીતે?, એ ડાયરાના બધા જ સ્વરૂપો ઉપર એક સરખી પકડ ધરાવે છે. ભીખુદાનભાઈ લોકવાર્તા રજૂ કરે તો શૌર્ય આપણામાં રોપી  શકે અને ક્યારેક આપણી આંખમાંથી પાણી વરસતા કરી શકે. ભીખુદાનભાઈ દુહા-છંદ લલકારે ત્યારે લોક સાહિત્યનો સાચો પરિચય આપણને કરાવી શકે. ભીખુદાનભાઈ લોકગીત રજૂ કરે કે બીજી કશી વાત મંચ ઉપરથી કરે ત્યારે આપણને ભર્યા ભર્યા કરી દઈ શકે. લોક સાહિત્યનું એક પણ રૂપ એવું નથી કે જે રૂપ ભીખુદાન ગઢવી પોતે સિદ્ધ હસ્ત રીતે રજૂ ન કરી શકે. લગભગ-લગભગ 55-60 વર્ષથી તેઓ તખતા ઉપર છે, અને તેઓએ ડાયરો અથવા ભજન અથવા લોકગીત અથવા લોકવાર્તા વગેરે સિવાય કશું કર્યું જ સેવ્યું નથી. આપ કલ્પના કરી શકો કે,  કોઈ વ્યક્તિ ક્યારે આટલી ઉંચાઈ ઉપર પહોંચે,  જ્યારે એમની પ્રસ્તુતિ એ સાધના બની જાય. અને એ સાધના એ કલાકારને ખરેખર ઉપર લઈ આવે છે. ડાયરો છે એટલે ગાવું કે ડાયરો છે એટલે કશીક  રજૂઆત કરવી એમ નહીં, સામાન્ય સંવાદમાં પણ વાત કરતા-કરતા ભીખુદાનભાઈ તમને સરસ્વતીના એક એવા રૂપના દર્શન કરાવે કે,  જે આપણા માટે અદ્વિતીય હોય.

ભીખુદાનભાઈએ માતાજીના એક મંદિરમાં ડાયરો રજૂ કરતી વખતે માતાજીની હાજરીમાં એવું જાહેર કર્યું કે,  આ મારો છેલ્લો ડાયરો છે અને હવેથી હું કોઈ સ્ટેજના ડાયરાના પ્રોગ્રામ નહીં કરું. એમના સાથી કલાકારોની હાજરીમાં એમણે આ ઘોષણા કરી. તેમનો જે મૂડ છે અથવા એમનો જે ખ્યાલ છે એ આ ઘોષણા પાછળનો જાણવા જેવો છે. મારી સાથે ભીખુદાન ભાઈને 35 થી 40  વર્ષનો સંબંધ છે, સંબંધના કારણોમાં સાહિત્ય છે, સ્ટેજ ઉપરની પ્રસ્તુતિ છે, પ્રિય શ્રી મોરારીબાપુનો સેતુબંધ  છે, અને અનેક રીતે તેઓની સાથે સંવાદ કરવાનો મને લ્હાવો મળતો રહ્યો છે.

‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અમદાવાદમાં ‘અસ્મિતા વિશેષ’ સંવાદના શીર્ષક હેઠળ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એમના જીવનની યાત્રા અંગે મેં બે કલાકનો દીર્ઘ સંવાદ પણ કર્યો છે. તેમાં તેઓએ પોતાની જીવની  એટલી રસપ્રદ રીતે કહી છે કે, ન પૂછો વાત. ડાયરો હવે નહીં કરું”,  એમ કહેનાર ભીખુદાનભાઈને અભિનંદન સાથે કારણ પૂછવાનું  મને મન થયું. હમણાં  જ નડિયાદની બાપુની કથા દરમ્યાન તેઓશ્રી સાથે નિરાંતની એકલી પળોમાં તેઓ સાથે અંગત ગોષ્ઠી કરી અને પુચ્છ્યું કે,  કઈ ક્ષણે એમ લાગ્યું કે,  ‘ચાલો હવે આપણે વિરામ લઈએ..’ ત્યારે જે વાત ભીખુદાનભાઈએ કહી તે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે કહ્યું, “ભદ્રાયુભાઈ 80 વર્ષની નજીક પહોંચ્યો છું. અને નહીં નહીંતો છેલ્લા છ, સાડા છ દસકાથી મને આ કલાએ સાચવી લીધો છે. મારી જીભ ઉપરથી સરસ્વતી દેવીએ જરૂરી શબ્દો વહેતા મૂક્યા છે. મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. અને એમણે મને આવડો મોટો બનાવ્યો છે. પણ હવે વધતી જતી ઉંમરે હું જોઈ રહ્યો છું કે ક્યારેક જોઈતો હોય તે શબ્દ મળતો નથી. ક્યારેક જે શબ્દ મૂકું છું તે મૂક્યા પછી લાગે છે કે આ બરાબર નહોતો, તો પછી હવે મારે મારી આ દેવીને વિરામ આપવો જોઈએ અને  આભાર સાથે વિરામ આપવો જોઈએ  કે  આટલા વર્ષો એણે  મને સાચવ્યો, હવે મારાથી એનું અહિત ન કરાય. મારે એનું ઋણ અદા કરવું પડે કે એકમાત્ર સ્ટેજનાં પ્રોગ્રામ ઉપર જેણે જીંદગી કાઢી હોય એવો હું કલાકાર એ વાણી દેવીને લઈને  થયો છે અને હવે જો હું ખેંચું તો હું મારી એ દેવીને વધુ તકલીફ આપી રહ્યો છું એવું મને લાગ્યું છે,  એટલે મેં આ નિર્ણય લીધો છે.”

ભીખુદાનભાઈને થોડા વર્ષો પહેલા પદ્મશ્રી પણ મળી ગયું છે, ગૌરવ પુરષ્કારો અને અનેક સન્માનો મળ્યાં  છે. વિશ્વનાં અનેક દેશોમાં ભીખુદાનભાઈ આજે પણ જાય તો લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અમે પ્રિય બાપુની સાથે વિદેશયાત્રામાં ભીખુદાનભાઈ સાથે રહ્યા છીએ અને એવું જોયું છે કે,   એરપોર્ટ ઉપર અમારી સાથે બે વ્યક્તિ હોય તો એની આજુબાજુ યુવાનો-યુવતીઓ, વૃદ્ધો, વડીલો બધા ઘેરો વળીને ઊભા રહે અને એમની સાથે ફોટો ખેંચાવે. એ બે વ્યક્તિમાં એક શ્રી શાહબુદ્દીન રાઠોડ અને બીજા શ્રી ભીખુદાનભાઈ ગઢવી !!  ભીખુદાનભાઈએ ખરે સમયે પોતાના કૌશલ્યની દેવીને પ્રણામ કરીને આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે તેને હું ભારત દેશ માટે અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ગણાવું છું. અને પ્રાર્થના પણ કરું છું કે તેઓની આ સૂચક નિર્ણયની વાતને ઘણા બધા લોકો અનુસરે. મને એ વાત હમણાં જ નડિયાદ ખાતેના સંવાદ દરમિયાન ભીખુદાનભાઈએ કહી કે,  “જ્યાં જવું હશે ત્યાં હું મળવા-હળવા જઈશ, પણ કાર્યક્રમ હવે નહીં કરું. સ્ટેજ ઉપર હવે લોક ડાયરો, લોકસાહિત્ય રજૂ નહીં કરું.”

આ કલાકારની ઊંચાઈ કેવી રીતે  આવી હશે તે જાણવા જેવું છે. એમની સાથેના દીર્ઘ સંવાદમાં એક વાત ખૂબ સરસ ભીખુદાન ભાઈએ મૂકી હતી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે,  ‘તમે વિવિધતામાં બહુ માનો છો, તમે એક ડાયરામાં રજૂ કર્યું હોય એ બીજા ડાયરામાં રીપીટ નથી કરતા. આવું કેવી રીતે શક્ય બને છે?’  ત્યારે એણે સુંદર વાત કરી. એમણે કહ્યું કે,  “ હું નાનપણથી જ્યારથી સ્ટેજ ઉપર ગયો ત્યારથી મેં એક  ટેવ રાખી છે કે,  જે ડાયરામાં જઈને આવું એને બીજે દિવસે ત્યાં જે પ્રસ્તુત કર્યું હોય તેની એક-એક લીટી લખી લઉં. કયું  લોકગીત ગાયું, કઈ લોકવાર્તા કહી, કઈ જોક કહી, આ બધું લખી લઉં અને એની ઉપર એ ગામનું નામ અને તારીખ લખી લઉં. પછી એ ગામમાં હું બે મહિને પાછો જાઉં કે વર્ષે પછી  જાઉં ત્યારે આગલું પાનું ખોલું અને જોઈ જાઉં કે,  આ વિગત આજે ફરી ન કહેવાવી જોઈએ.” આ કેટલી મોટી ચાયતનો વિષય છે, કેટલી મોટી કાળજી લેવાનો વિષય છે, એટલે મને એમ લાગે છે કે,  જેની પાસે ડિગ્રીઓ હોય  કે કોઈ ઉપાધિઓ હોય કે  યુનિવર્સિટીના મોટા-મોટા શિક્ષણ હોય એવું કશું જ નથી છતાં પણ જે માણસ આજે કલા  કૌશલ્યને કારણે નામ મોટું કરીને જીવતો હોય એ વ્યક્તિ બરાબર ખરા સમયે રંગમંચના પગથિયાં હસતા-હસતા આદર સાથે ઉતરી જાય તે એક વિરલ ઘટના છે. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી ભીખુદાનભાઈ ભદ્રાયુષ્ય મેળવે અને આપણી વચ્ચે અંગત એવી બેઠકોમાં આવીને પોતાના જીવનની વાતો આપણને કરીને રળિયાત બનાવે. ખમ્મા, બાપ, ખમ્મા. 

 

પેન્સિલ-પીંછી ને કૅમેરો જીવનમાં જેને વરેલો… લેખન – ચિત્ર છબિકલાના સાદ્યંત કલાકાર -જ્યોતિભાઈ ભટ્ટ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે?

સંસ્કાર અને સંસ્કૃતિની નગરી ભાવનગર. દક્ષિણામૂર્તિ, શિશુવિહાર, ઘરશાળા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, માનભાઈ ભટ્ટ. કેટલી ‘પાયાનાં’ સિક્ષણની સંસ્થાઓ? કેટલી વિરલ વિભૂતિઓ! આ નગરીએ બીજ રોપ્યાં એક સાદ્યંત કલાકારનાં. તારીખ બારમી અને તિથિ બારસ, ૧૯૩૪માં આવો સમન્વય તે જ્યોતિ માનભાઈ ભટ્ટનો જન્મ દિવસ! રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી બહાર નીકળવા મથનાર કુટુંબ. બાપુજી સુધારાવાદી. કદાચ એટલે જ તો એ સમયમાં જ્યોતિ ભટ્ટનો જન્મ થયો હૉસ્પિટલમાં, ઘરમાં નહીં. બા કહેતાં : ‘તારી ઘરમાં સુવાવડ ન થઈ તે ય ક્રાંતિ ગણાય એ સમયની…’ લીમડીવાળી સડક ભાવનગરની, જે પછીથી કૃષ્ણનગર બનવાનું હતું, ત્યાં ઉછેર.

બાપુજી માનભાઈ ભટ્ટ. બહુ મોટું નામ ગણાય, આજે પણ. બંદરમાં નોકરી. જમાનાથી ઘણા આગળ. સવારના ત્રણ-ચાર વાગે ઊઠી જાય. ઉકરડા તરીકે ઉપયોગ થતો હતો તે સ્થળને તેમણે રમણીય બનાવ્યું. જમીન સમથળ કરી, ખાડા બૂર્યા, ઘરેથી લઈ જઈ પાણી સીંચ્યું. ‘અમને ય નાની નાની ડોલ લાવી આપેલી, પાણી પેલી જગ્યાએ લઈ જવા. સાંજે બાબા ગાડીમાં મને બેસાડી તેમાં પુસ્તકો ભરી ત્યાં લઈ જાય અને ત્યાં પુસ્તકાલય ચલાવે. આ સ્થળ ‘શિશુવિહાર’ તરીકે ખ્યાત થયું. ટેકરી પરનું બાલમંદિર, કરચલિયાપરામાં. ગિજુભાઈ બધેકા સાથે કંઈક નાતો ખરો, કારણ રોજ અમારા ઘરે આવતા. ગિજુભાઈની બાળવાર્તાઓ તમે વાંચી હશે, મેં ગિજુભાઈ પાસેથી સાંભળી છે! બા ભણેલા નહીં. ભરતકામમાં રસ બહુ. ચાકળા ઊંઘા કરી જોતાં કે ભરેલા ટાંકા પાછળથી કેવા લાગે છે તે નીરખતાં ? મારા જન્મ પછી દર બે વર્ષે એક સભ્યનો ઉમેરો થતો. એમને ગમતું વાંચી લેતાં. બા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવેલાં અને બાપુજી ક્રાંતિકારી સુધારામાં માને. પણ બન્નેએ એકબીજાની સ્વતંત્રતા જાળવેલી. કુટુંબમાં પોલીસખાતાનું વાતાવરણ. પિતા પોલીસ શિસ્ત શીખ્યા, હું તે ન જ શીખ્યો. બાપુજી લોકોને મારતા-કૂવામાં ઊંધા લટકાવતા. નાનપણમાં ભય મને બાપુજીનો જ વધુ લાગતો. તેથી હું બહુ બીકણ બન્યો!’ જ્યોતિભાઈ ધીમું બોલે છે, આંખ સજળ છે એટલા ભાવથી બોલે છે, બે વાક્યો બોલે એમાં ત્રણવાર સહજતાથી હસીને બોલે છે. દિલ કોરા કૅનવાસ જેટલું ચોખ્ખું છે તે પામી શકાય છે.

બાલમંદિરથી ધોરણ-૧૨ સુધી સળંગ ‘ઘરશાળા’માં ભણ્યા. બાળકને ઘર જેવું લાગવું જોઈએ તેથી ઘરશાળા. દસ વર્ષના હતા ત્યારથી જ્યોતિભાઈને ન.પ્ર. બુચ સાથે સંબંધ. તેની અસર આજે ય ખરી. બાહ્ય વાતાવરણ આશ્રમ જેવું નહીં પણ બાકી બધું એવું. શાળા નાની. પાંત્રીસનો વર્ગ એક જ. જાણીતા ફૉટોગ્રાફર કિશોર પારેખ, છેલ્લાં પચાસ વર્ષોથી અમેરિકા વસતા શિલ્પી નરેન્દ્ર પટેલ વર્ગમિત્રો. દક્ષિણામૂર્તિમાં ટાગોરનો પ્રભાવ હતો. માતૃભાષામાં જ ભણવાનું. પરીક્ષા નહીં. માત્ર અક્ષરજ્ઞાન નહીં, પણ ઇન્દ્રિયોનો અનુભવ. માપદંડ નહીં પણ વૅલ્યુ જજમૅન્ટ. શીખવવું એ જ હેતુ, પરીક્ષાની હુંસાતુંસી નહીં. ઘરશાળા સિવાય ક્યાંય સહશિક્ષણ ન હતું. ટાબરિયાંઓને પણ શિક્ષકો તું કહીને ન બોલાવે. ભાવનગર રાજ્યની ઑલિમ્પિક થતી ત્યારે. ઘરશાળાનું એમાં પર્ફોર્મન્સ સારું, પણ પુરસ્કાર લેવા નહીં જવાનું! પૉસ્ટ વર્લ્ડ વૉર પુસ્તક લખાયું ‘તોતોચાન’. એમાં જે શાળાની વાત લખી છે તે તો બધું જ ઘરશાળામાં હતું જ! હરભાઈ માધવજીભાઈ પટેલ – જગુભાઈ શાહ. શનિ-રવિ અને વરસાદ પડે ત્યારે શાળા બંધ! રવીન્દ્રનાથ ટાગોરની અસર સાથે પ્રહલાદ પારેખ ઘરશાળામાં, એટલે ‘વર્ષામંગલ’ ગવાતું ચોમાસામાં. આજનું વિક્ટોરિયા પાર્ક ત્યારે જંગલ હતું. હરભાઈ સહિત બધા એમાં ફરવા નીકળતા. પક્ષીઓમાં રસ લેતા કર્યા નહીં, પણ થયા! નવું પક્ષી જોયું હોય તો વર્ણન કેમ કરવું? એના બદલે ચીતરીને જ્યોતિભાઈ દેખાડે જગુભાઈ શાહને. ‘જગુભાઈ સારા ચિત્રકાર સારા શિક્ષક – બાળકોમાં રસ લેનાર જીવ. અમે ચિત્રકાર હોઈએ એવો અહેસાસ કરાવનાર શિક્ષક. આજે પીંછી-પેન્સિલ કે કેમેરો પ્રેમથી રમાડી શકું છું તેનો બધો જશ ચિત્રશિક્ષકોને…’ જ્યોતિ ભટ્ટ અહોભાવથી કહે છે.

પ્રખર ચિત્રકાર જ્યોતિ ભટ્ટનું પ્રથમ ચિત્ર સર્જાયું ૧૯૪૬માં બાર વર્ષની ઉંમરે! હરિજન માથે મળનો ડબ્બો લઈને જતો હોય તેવું ચિત્ર. ‘જુગુપ્સા’ વિરોધ થયેલો. આવું ગંદું ચિત્ર? ત્યારે લાગેલું જ્યોતિભાઈને કે: ‘આ ચિત્ર ગંદુ અને ચિત્રનો વિષય ગંદો, એમાં ફેર છે. જુગુપ્સા જન્મે એટલી વાસ્તવિકતા સર્જે તે ચિત્ર ગંદું કેવી રીતે હોઈ શકે!’

ધૂરંધર શિક્ષકોની મૂડીથી ભર્યાભર્યા થયા જ્યોતિભાઈ. બુચભાઈ, હરભાઈ, એન.એસ. બેન્દ્રે (પછીથી અમદાવાદના સ્લમમાં જઈ શિક્ષણની ધૂણી ધખાવનાર) રઘુભાઈ નાયક, છેલભાઈ વ્યાસ…! છેલભાઈએ ઇતિહાસ એવો દિલથી શીખવેલ કે જ્યોતિભાઈના મનમાં અંગ્રેજો પ્રત્યેની નફરત વધી, પરિણામે મૅટ્રિકમાં અંગ્રેજીનું પેપર દેવા ન ગયા! વર્ગની ભીંત ઉપર ચિત્રો દોરાવવાની શરૂઆત જગુભાઈએ કરાવેલી… (આજે જે બાલમિત્ર વર્ગની સંકલ્પના છે તેનો ઉદ્ભવ જગુભાઈએ નીજી ઉત્સાહથી કરેલો વર્ષો પહેલાં!) જ્યોતિ ભટ્ટ અને મિત્રોએ પોતાનાં કદથી ચાર-પાંચ ગણાં મોટાં ચિત્રો કરવા મળતાં ભીંત પર.

ધ્રાંગધ્રા કૉંગ્રેસ ભરાયેલી. તેની સજાવટ જગુભાઈએ સંભાળેલી, તેમાં જ્યોતિભાઈ હોંશેહોંશે જોડાયાનું યાદ કરે છે. આમ આત્મવિશ્વાસ પાક્કો બંધાવ્યો, વાતાવરણે અને શિક્ષકોએ. જેમનાં નામ પાઠયપુસ્તકમાં વાંચતા તે બધા સંસ્થામાં નજર સામે આવતા! સુંદરમ્, જ્યોતીન્દ્ર દવે, કાકાસાહેબ કાલેલકર, પ્રહલાદ પારેખ, શ્રીધરાણી સાથે સંવાદ સાધવાની તક મળેલી. શિશુવિહારે જ્યોતિ ભટ્ટને કેળવ્યા. શિશુવિહારમાં જીવનલક્ષી પ્રવૃત્તિઓ થતી. રમતગમત + વ્યાયામ + બૅન્ડ વગાડતાં શીખવું અને કોઈને ત્યાં વરઘોડામાં જઈ બૅન્ડ વગાડવાં + ફ્યુઝ બાંધતાં શીખવું + સાઇકલ રીપેરિંગ – પંક્ચર સાંધવું – ગ્રીષ્મ તાલીમ વર્ગો દરમ્યાન તો સાથે જમવું, ગાવું, નાચવું, ચોકીદારી કરવી, ચાલતાં ચાલતાં પ્રવાસો કરવા + શેરી નાટકો કરવાં અને ‘ચુંદડિયા બ્રાહ્મણ’નું નાટક કરી અંધશ્રદ્ધા દૂર કરવી… ઘણું બધું કર્યું શિશુવિહારમાં અને દ્વારા… જીવન તરબતર થઈ ગયું જ્યોતિભાઈનું! નાનપણની પેલી બીક નીકળી ગઈ. જીવન એટલે પ્રવૃત્તિ જાણે કે…

‘એસ.એસ.સી.માં ચિત્રમાં સૌથી ઓછા માર્ક હતા, પણ દિલમાં એક જ સ્વપ્ન કે શાંતિનિકેતન જવું છે, બસ.’ શા માટે તે કંઈ સ્પષ્ટ નહીં. વડોદરામાં કલાભવન ચાલતું હતું. વડોદરામાં જ એમ.એસ. યુનિવર્સિટીમાં પહેલી ફાઇન આર્ટ્સ ફૅકલ્ટી હતી. નરેન્દ્ર પટેલ, સોમાભાઈ શાહ, એન.એસ. બેન્દ્રે, માર્કન્ડ ભટ્ટ… અહીં જ્યોતિ ભટ્ટે ડિપ્લૉમાં અને પૉસ્ટ ડિપ્લોમાં કર્યું. વડોદરામાં કેમ ભણ્યા તેની તો એક દાસ્તાન છે.

પિતાજીની સ્થિતિ સારી નહીં. પક્ષી વિષેનું બારેક રૂપિયાનું એક પુસ્તક ખરીદવું હતું તો તે પિતા માટે મુશ્કેલ હતું. ‘આવતા મહિને લઈશું.’ એવું કહેલું ત્યારે. એટલે બને એટલા પૈસા ઘરેથી ઓછા લઈ વડોદરામાં ભણવું તેવું જ્યોતિભાઈએ નક્કી કરેલું. સાત વર્ષમાં દસ જગ્યા બદલી રહેવાની. હૉસ્ટેલમાં મિત્રના રૂમમાં સામાન પડ્યો રહે, રાત્રે અગાશી પર, સવારે બાથરૂમ વાપરીને કૉલેજમાં આખો દિવસ કાઢવાનો! સિનેમાની ઓરડીમાં રહ્યા, શિક્ષકોને ઘરે રહી ખાધું-પીધું! પણ આ મુશ્કેલીને જ્યોતિભાઈ સંઘર્ષ કહેવા તૈયાર નથી. જીવનની આ તો વાસ્તવિકતા છે, જે તમને ઘડે છે.

૧૯૫૪માં નેહરુએ પાર્લામૅન્ટ હાઉસમાં સો ચિત્રો મૂકવાનું નક્કી કર્યું, જેમાં ભારતનો ઇતિહાસ હોય. તેમાં બેન્દ્રેસાહેબના ચાર વિદ્યાર્થીઓનાં ચિત્રો ગયાં, તેમાં જ્યોતિ ભટ્ટ એક. પિતા માનભાઈ ભટ્ટ હંમેશા કહેતા કે : ‘જીવીએ ત્યાં સુધી વિદ્યાર્થી જ રહેવાનું.’ ૧૯૫૭થી ૧૯૫૯ ભારત સરકારની ‘ગુરુ-શિષ્ય કલ્ચરલ સ્કૉલરશિપ મળી. ગુરુઓ વડોદરા કૉલેજમાં જ હતા એટલે ત્યાં બે વર્ષો ગાળ્યાં. ગુરુવર્ય ટાગોરપ્રિય કે.જી. સુબ્રમણ્યમ જેને પ્રેમથી સૌ ‘અમારા મણિસાહેબ’ કહેતા તે ઇંગ્લેન્ડ ગયેલા તેના સ્થાને શીખવવાની પણ તક મળી. એ વખતે ફ્રીલાન્સ જીવવાનું અઘરું હતું. ૧૯૫૯થી ૧૯૯૨ સુધી સળંગ તેંત્રીસ વર્ષ જ્યોતિભાઈ એમ.એસ. યુનિવર્સિટીમાં કલાશિક્ષક રહ્યા. ઍક્સચેન્જ ઑફ સ્ટુડન્ટ ફૅલેશિપ મળતાં ઇટાલી એક વર્ષ, અમેરિકા બે વર્ષ રહ્યા અને ત્યાંના મ્યુઝિયમો ઘૂમી વળ્યા. પ્રતિષ્ઠિત ફૂલબ્રાઇટ અને રૉકફેલર સ્કૉલરશિપ/ફેલેશિપ તથા વચ્ચે ટ્રાવૅલ ગ્રાન્ટ. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, ન્યૂયોર્કમાં બેસી ચિત્ર, ફૉટોગ્રાફી અને લેખોનું સર્જન થયું. નૅશનલ ઍકેડેમી દ્વારા નૅશનલ પ્રાઇઝ ‘પ્રેસિડેન્ટ ગૉલ્ડ પ્લૅક’ મળ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાના સહિત ચાર પુરસ્કારો મળ્યા.

ફાઇન આર્ટ સ્કૂલમાં ચોવીસ કલાક કામ થઈ શકે તેવું વાતાવરણ મળ્યું. રાત્રે બે-અઢી સુધી ‘કેવી રીતે કરવું’ તેની નહીં પણ ‘શું કરવું’ અને શા માટે કરવું’ની ગડમથલ ચાલતી. ‘યુનિવર્સિટીમાં હડતાલ હોય પણ અમે પાછલા બારણેથી અંદર આવી કામ કરતા હોઈએ. સર્જનમાં એકવાર રસ પડે પછી વિસર્જનમાં કેવી રીતે રસ પડે?’ કહેનાર જ્યોતિ ભટ્ટ ૧૯૬૭થી ત્રીસ વર્ષ છબીકલામાં માહિર બન્યા. કલા સર્જન વિષે ‘કુમાર’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’માં નિયમિત લેખો લખ્યા. સુરેશ જોષીના પ્રથમ પુસ્તકનું ક્યુબિક ટાઇટલ પણ રચ્યું, ગુલામ મહોમ્મદ શેખ સાથે રહી (બ્લૉકનો ખર્ચ ન થાય એટલે) જાતે જ લાકડામાં બ્લૉક કોતરી આપ્યો! શેખ, ભૂપેન ખખ્ખર અને જ્યોતિ ભટ્ટે ફૉકકલ્ચર ઉપર ઊંડું કામ કર્યું. ગામના પાદરમાં રહેલા પાળિયાને કોઈ સાચવતું નથી. પાળિયાને સાચવવા તેને ઉપાડીને તો ન લઈ જવાય, લઈ જાવ તો જ્યાં રાખો ત્યાં શોભે નહીં. પણ તેની છબિમાં તો તેને આયુષ્ય બક્ષી શકાય ને? આખરે તો વાત ઇમૅજ ક્રિઍટ કરવાની છે ને! પીંછી-કલમ કે કૅમેરો તો સાધન જ છે. ‘India 24 hours’ નામનું જબરું મોટું પુસ્તક થયું. તેમાં પચ્ચીસ ભારતીય ફૉટોગ્રાફરોમાં એક જ્યોતિ ભટ્ટ છે. ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય બાલવર્ષ દરમ્યાન તેમણે પ્રદર્શન કર્યું : શૈશવ. તેમાં પુરસ્કાર મળ્યો. એક લંગડી છોકરી ડોકું કાઢીને ઊભી છે ને પાછળ બ્લરમાં દોડતાં બાળકો છે, તેવો ફૉટોગ્રાફ હતો એ.

જ્યોતિ ભટ્ટને વિચાર આવ્યો કે : ‘આ પુરસ્કાર મને મળ્યો કે પેલી છોકરીને?’ એમણે મથામણ કરી એ છોકરીને શોધી કાઢી પુરસ્કારની રકમ તેને આપી દીધી. પોલિયોના કારણે પગ ગુમાવનાર એ છોકરીના બાપા ગુજરી ગયા હતા. તે છોકરીએ પેલી રકમમાંથી ભણવાનું શરૂ કર્યું. ‘હોંગકોંગમાં આવેલ એશિયન આર્ટ આર્વાઇઝ દ્વારા જ્યોતિ ભટ્ટના સમગ્ર કાર્યને ડિજિટલાઇઝ કરવાનું કામ ચાલે છે. જ્યોતિ ભટ્ટ કહે છે : ‘કપડામાંથી ફાડી કોઈને આપીએ તો આપણો ટુકડો જાય છે, પણ આનંદ શૅર કરવામાં આપણું ક્યાં કંઈ ઓછું થાય છે? કૃષ્ણએ મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું તે સાચું પણ જશોદાએ માટીમાં બ્રહ્માંડ જોયું તેનો આદર કેમ નહીં?

 

 

 

 

શ્રી રજનીશના જીવનમાં ત્રણ બાબાઓ !! મગ્ગા બાબા, પાગલ બાબા અને મસ્તી બાબા

 

 

 

 

 

 

રજનીશજી કહે છે કે, “પાગલ બાબાની  સાથે મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતાઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”

એક રોચક  વાત જાણવાથી આશ્ચર્ય થશે.

જીસસ અને મોઝેઝ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસનને  પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધા અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. આ અંગે રજનીશ કહે છે. “હું  પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યા.”

મગ્ગા બાબા પછી અન્ય એક વિલક્ષણ વ્યક્તિએ રજનીશના જીવનમાં આગમન કર્યું તે હતા પગલા બાબા (પાગલ બાબા). તેઓ ખરેખર પાગલ જ હતા. તેઓ રજનીશને મળ્યા તે ઘટના પણ ઘણી વિચિત્ર હતી અને તે માટે નિમિત્ત બની હતી એ સાકર નદી જેમાં રજનીશ કલાકો સુધી તરતા રહેતા હતા.

એક દિવસ તેઓ નદીમાં તરતા હતા એવામાં પાગલ બાબા ત્યાંથી પસાર થયા અને રજનીશને જોઈને તેમણે નદીમાં છલાંગ લગાવી દીધી અને બંને સાથે સાથે તરવા લાગ્યા. એ વખતે પાગલ બાબા ઘરડા હતા અને રજનીશની ઉંમર ૧૨ વર્ષ જ હતી. પાગલ બાબા થાકી ગયા તો તેમણે કહેવું પડ્યું કે,આપણે અહીં જ અટકી જઈએ. રજનીશ તો થાકે તેમ જ ન હતા. રજનીશ ૧૨ વર્ષના હતા એટલા માટે નહીં પણ એટલા માટે કે, તે તો આ નદીની માછલી જ હતા.!!

પાગલ બાબા તેમના ગામમાં આંધીની માફક આવતા હતા અને ૧૨ વર્ષના આ છોકરાને લઈને ચાલવા માંડતા. રજનીશનાં નાની કે તેમનાં માતા-પિતા પાગલ બાબાને આમ કરતાં રોકી શકતાં ન હતાં. હકીકત તો એ હતી કે તેઓ રોકાવા પણ  માગતાં ન હતાં, કેમ કે તેમને ખાતરી હતી કે પાગલ બાબા પાસે તેમનો પુત્ર સુરક્ષિત હતો, સલામત હતો.

રજનીશના જીવનમાં પાગલ બાબાની બે ભૂમિકા રહી છે. પહેલી તો એ કે તેમણે આ પાગલ બાબા સાથે ઘણાં સ્થાનોની મુલાકાત લીધી અને તેઓ ઘણા મોટા કલાકારો અને સંગીતકારોને મળી શક્યા. રજનીશના જ શબ્દોમાં, તેમની સાથે મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતાઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”

પાગલ બાબાનું બીજું યોગદાન હતું મસ્તી બાબા સાથે રજનીશની ઓળખાણ કરાવવી. પાગલ બાબા તેમના જીવનમાં અંતિમ દિવસોમાં થોડા ચિંતિત રહેવા માંડ્યા હતા અને રજનીશને એમ લાગવા માંડ્યું હતું કે, તેઓ ઘણી વ્યાકુળતાથી કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વાત સાચી પણ હતી, કેમ કે તેઓ ખરેખર કોઈની રાહ જોતા હતા અને તે હતા મસ્તો બાબા એટલે કે મસ્તી બાબા. હકીકતમાં પાગલ બાબાને પોતાના જીવનના અંતનો આભાસ થઈ ગયો હતો અને તેઓ ઈચ્છતા હતા કે, મૃત્યુ અગાઉ તેઓ રજનીશને મસ્તી બાબાના હાથમાં સોંપી જાય. તેઓ આમ કરવાનું કેમ ઇચ્છતા હતા? આ અંગે પાગલ બાબાનું કહેવું હતું કે, “એવી પ્રથા છે કે કોઈ બાળક બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ બુદ્ધ પુરુષ દ્વારા બાળપણમાં જ તેને માન્યતા મળી હોવી જોઈએ.” મગ્ગા બાબા પ્રથમ બુદ્ધ પુરુષ હતા જેમણે રજનીશના બુદ્ધત્ત્વને પારખી લીધું. પાગલ બાબા બીજા હતા અને હવે ત્રીજાની રાહ જોવાતી હતી જે હતા મસ્તી બાબા.

પાગલ બાબા આ દુનિયામાંથી વિદાય લે તે પહેલાં મસ્તી બાબા પહોંચી ગયા અને પાગલ બાબાએ રજનીશ સાથે તેમની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “આ છોકરો (રજનીશ) મારે માટે સર્વસ્વ છે. કદાચ હું જે કરવા માંગું છુ તે આ કરી શકશે. તું તેના ચરણ સ્પર્શ કર. હું રાહ જોઈ રહ્યો હતો જેથી હું તારી ઓળખાણ કરાવી શકું.” અને આ સાથે ૩૫ વર્ષના એ મસ્તી બાબાએ ખરેખર રજનીશના ચરણસ્પર્શ કરી લીધા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહ્યા.

મસ્તી બાબા યુવાન હતા અને ઘણા તેજસ્વી હતા. તેમનું વ્યક્તિત્ત્વ મહાન અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હોવા છતાં બંનેનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો, કેમ કે ઉંમરનું અંતર રજનીશ માટે ક્યારેય મહત્ત્વનું રહ્યું ન હતું. જે બાળકની પોતાની નાની અને પોતાનાથી ૩૫ વર્ષ મોટા શંભુ બાબુ સાથે મિત્રતા રહી હોય તેની સરખામણીએ તો મસ્તી બાબા યુવાન હતા.

આ એ સમયની વાત છે જ્યારે રજનીશ માત્ર ૨૦ વર્ષના હતા. તેઓ મસ્તી બાબા સાથે વડાપ્રધાનના નિવાસ ત્રિમૂર્તિ  ભવન ખાતે પંડિત નહેરૂને મળવા ગયા. પોતાનો વારો આવે તેની રાહ જોતા  એક કેબિનેટ પ્રધાન  પણ ત્યાં બેઠા હતા. હવે પછીની વાત રજનીશના જ શબ્દોમાં, “અમે અંદર ગયા અને ત્યાં પાંચ મિનિટને બદલે દોઢ કલાક સુધી રોકાયા. મસ્તી બાબાને વડાપ્રધાન સહિત બધા ઓળખે એટલે તેમને વડાપ્રધાને પહેલાં બોલાવી લીધા. આમ અમે દોઢ કલાક સુધી રોકાયા અને બહાર મોરારજી દેસાઇએ રાહ જોવી પડી. તેમના માટે આ સહન કરવું મુશ્કેલ હતું. તેમના મળવાના સમયે એક સાધુ અને એક નવયુવાન પહેલેથી ઘૂસી ગયા હતા જેને કારણે તેમને ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી.” ઉલ્લેખનીય છે કે રજનીશે પોતાના જીવનમાં જે રાજકારણીઓનો વિરોધ કરવો પડ્યો તેમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજીભાઈ દેસાઈ આજીવન રજનીશના વિરોધી રહ્યા અને રજનીશ પણ ખુલ્લેઆમ મોરારજી દેસાઈની નીતિઓની ટીકા કરતા રહ્યા. ઈ.સ. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા અને આ ગાળો રજનીશ માટે અપેક્ષાકૃત કપરો સમય રહ્યો, પરંતુ વડાપ્રધાનનો મજબૂત હોદ્દો પણ રજનીશને તેમનો વિરોધ કરતાં રોકી શક્યો નહીં પણ તે અગાઉ કરતાં પણ કટ્ટર વિરોધી બની ગયા. રજનીશનું માનવું છે કે, “ત્રિમૂર્તિ ભવનની મુલાકાતના એ દિવસથી જ તેઓ મારા દુશ્મન બની ગયા.”

હવે આપણે ફરીથી રજનીશનું એક વક્તવ્ય જોઈએ જે તેમણે પંડિત નહેરુ સાથેની મુલાકાત અંગે આપ્યું છે, “જીવનમાં પહેલીવાર હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, કેમ કે હું તો ત્યાં એક રાજકારણીને મળવા ગયો હતો અને હું જેને મળ્યો તે રાજકારણી નહીં પણ કવિ હતા. જવાહરલાલ નહેરુ રાજકારણી ન હતા. અફસોસ છે કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરી શક્યા નહીં. તેઓ ખરેખર મહાન હતા. તેઓ એક યુવાનને બહાર સુધી મૂકવા આવ્યા, જેની જરૂર ન હતી અને પછી હું  કારમાં બેઠો એટલે તેમણે જાતે જ કારનો દરવાજો બંધ કર્યો તથા કાર રવાના થઇ નહીં ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા અને બિચારા મોરારાજી દેસાઈ આ બધું જોતા હતા. તે તો કાર્ટુન છે, પરંતુ આ કાર્ટુન હંમેશાં માટે મારો દુશ્મન બની ગયો. તેમણે મને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં.” (ક્રમશ:)

“હું જેવો છું તેવો, તેનાથી કોઈ ફરક પડતો ન હતો !”

 

 

 

 

 

 

 

 

હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”… મગ્ગા બાબા

ઓશો હોય છતાં ન હોય !! …એવું તે બને ?? હા, અવશ્ય બને, ઓશોના કિસ્સામાં બને જ.. એક વાર માતા તેની પાસે આવી અને કહ્યું કે, મને ઘરમાં કોઈ દેખાતું નથી. કોઈ વ્યક્તિ એવી જોઈએ જે બજારમાં જઈને શાકભાજી લાવી આપે.’ તેમની સામે બેઠેલા રજનીશે કહ્યું “મને કોઈ દેખાશે તો જાણ કરી દઈશ.” હવે વિચારીએ કે ૧૦-૧૧ વર્ષનું બાળક માતાને આવો જવાબ આપે તો માતા શું કરે.?? માતા તેમને શાક લેવા મોકલે તો સાંજે આવીને કહે કે, હું ભૂલી ગયો અથવા તો મંગાવે કાંઇક અને લાવે કાંઈક તેવો ઘાટ થતો હતો. આ સંજોગોમાં માતાએ રજનીશ અંગે એવું તારણ કાઢ્યું હતું કે, “એમાં તારો દોષ નથી. દોષ અમારો છે. આખો દિવસ અમે રાહ જોતા રહ્યા. અમારે તને કોઈ કામ સોંપવું જોઈએ નહીં.” રજનીશની માતાએ આ તારણને પોતાના વ્યવહારમાં અમલી બનાવ્યું. બીજી તરફ રજનીશે એવું તારણ કાઢયું કે, “મારી હાજરીને ગેરહાજરી માની લેવામાં આવી. હું જેવો છું તેવો તેનાથી કોઈ ફરક પડતો હતો.

રજનીશને બાબુનો સંપર્ક થયો. તે શાળામાં ગણિતના શિક્ષક હતા. જેમનું સાચું નામ તો ખબર નથી પણ બધા તેમને કંટર માસ્ટર કહેતા હતા. તેઓ તમામ બાળકને નિર્દયતાપૂર્વક ફટકારતા હતા અને મજાની વાત તો એ હતી કે આટલી બધી ફરિયાદ છતાં વાલીઓ તેમની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી શકતા ન હતા. તેઓ ઘણા સિનિયર હતા અને આજે  જેઓ વાલી બની ચૂક્યા હતા તેઓ એક જમાનામાં કંટર માસ્ટરના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આ સંબંધને કારણે વાલીઓ ચુપ હતા. તેમના વિદ્યાર્થી ના હોય તેવા વાલીઓ એટલે ડરતા હતા કે કંટર માસ્ટર અંગે ફરિયાદ કરશે તો તેઓ પોતાના બાળકને નાપાસ કરશે. તેમની આ તાકાત સામે ત્યાંના પોલીસ કમિશનર પણ ડરતા હતા અને વિચારતા હતા કે, કદાચ મારા બાળકોને નાપાસ ના કરી દે.

કંટર માસ્ટર ગણિત શીખવતા હતા અને રજનીશનું ધ્યાન બારીની બહાર હતું. કંટર માસ્ટર ભડક્યા અને રજનીશને ઊભા કરીને પૂછ્યું. “હું ગણિત ભણાવું છું તો તું બારીની બહાર કેમ જોઈ રહ્યો છે ?” હવે આઠ-નવ વર્ષના બાળકનો જવાબ સાંભળો. “ગણિત સાંભળવા માટે છે, જોવા માટે નથી. હું તમારો સુંદર ચહેરો જોવા માંગતો નથી. હું તેનાથી બચવા માટે બારીની બહાર જોઈ રહ્યો છું.ગણિતનો સવાલ છે ત્યાં સુધી તમે મને ગમે તે પૂછી શકો છો. મેં સાંભળ્યું પણ છે અને હું સમજ્યો પણ છું.”

કંટર માસ્ટરે પૂછવાનું શરૂ કર્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમના દરેક પ્રશ્નનો ઉત્તર તેમને મળવા માંડ્યો. આમ છતાં તેમણે કહ્યું “તું સાચો જવાબ આપ કે ખોટો પણ હું તને સજા કરીશ, કેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે બારીની બહાર જોઈ શકાય નહીં.” તેમણે રજનીશને સજા કરી અને એ પણ કડક સજા. રજનીશ સહન કરી શક્યા નહીં અને તેમણે નિર્ણય લીધો કે, કંટર માસ્ટરને આ માટે પરિણામ ભોગવવું પડશે. તેમની ફરિયાદ કરવા રજનીશ હેડ માસ્તર પાસે ગયા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, કંટર માસ્ટર સૌથી સિનિયર હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરાશે નહીં. આમ છતાં રજનીશે પિતાને વાત કરી તો જવાબ મળ્યો કે “તું નાહકની પરેશાની ઊભી કરી રહ્યો છે.” હવે રજનીશ પોલીસ કમિશનર પાસે ગયા તો તેમણે પણ લાચારી દાખવી કે, કદાચ તેઓ મારા પુત્રોને નાપાસ કરી દેશે. આ શાળા નગરપાલિકાની હતી એટલે તેઓ ત્યાં ગયા તો નગરપાલિકાના પ્રમુખ તો સાવ બેકાર નીકળ્યા. અંતે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પંડિત શંભુ રતન દૂબે પાસે ગયા જેમની પાસેથી તેમને સમસ્યાનો ઉકેલ મળવાનો હતો અને તેઓ એવી પહેલી વ્યક્તિને મળવાના હતા જે તેમની મિત્ર હોય.

સમગ્ર વાત સાંભળીને શંભુ રતન દૂબેએ રજનીશનો હાથ પકડીને કહ્યું કે, “હું હંમેશાં વિદ્રોહી વ્યક્તિને પ્રેમ કરું છું પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી ઉંમરનો બાળક વિદ્રોહી બની શકે. હું તને અભિનંદન આપું છું.” બંને મિત્રો બની ગયા. એક અનોખી જોડીની મિત્રતા. આ મિત્રતા શંભુ બાબુના નિધન સુધી ચાલી. શંભુ બાબુએ પોતાનું વચન પાળ્યું કેમ કે તેમના માટે આમ કરવું આસાન હતું. કંટર માસ્તરની નિવૃત્તિમાં એક મહિનો બાકી હતો અને તેમણે આ સમયગાળો લંબાવવા માટે અરજી કરી હતી. યોગાનુયોગે આ અરજી શંભુ બાબુ પાસે હતી અને તેને મંજૂર કરવી કે નહીં એ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તેમણે અરજી નામંજૂર કરી દીધી અને કંટર માસ્તરને રજા પર ઉતારી દીધા. બીજા દિવસે રજનીશ તેમની શાળામાં હીરો બની ગયા. આથી  લોકોએ પણ તેમનો આદર કરવા માંડ્યો.

બાળપણથી જ રજનીશને ઉટપટાંગ વાતોમાં રસ હોવાને કારણે ઝડપી અને રહસ્યમય લોકો સાથે સંપર્ક વધારવાની તેમને લાલચ રહી છે જે સ્વાભાવિક છે આમ તો તેઓ આવા ઘણા ગૂઢ  સંપ્રદાયોના સંપર્કમાં આવ્યા પણ તેમાં ત્રણ લોકોનો – ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આ ઉલ્લેખ ઘણી શ્રદ્ધા સાથે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે. તેમાં પહેલી વ્યક્તિ હતા મગ્ગા બાબા.

મગ્ગાનો અર્થ થાય છે મોટો જગ. તેઓ પોતાના હાથમાં મોટો જગ (મગ્ગા) રાખતા હતા. આ જગ જ તેમની મિલકત-મૂડી અને સર્વસ્વ હતું. તેથી તેમનું નામ મગ્ગા બાબા પડી ગયું. એ જમાનામાં તમામ સાધુ સંતોનાં નામ તેમની કોઈ ને કોઈ વિશેષતા પરથી પડી જતું હતું. જેમ કે કાળો ધાબળો ઓઢનારા બાબાનું નામ કાલી કમલી વાલે બાબા. લીંબડાના (નીમ) ઝાડ નીચે રહેતા બાબાનું નામ નીમ બાબા. એક પગ ઉપર ઊભા રહેતા બાબાનું નામ ખડા બાબા વગેરે વગેરે…

તો તેમનું નામ હતું મગ્ગા બાબા. તેમની સામે કોઈ આવે એટલે તેઓ જગ ધરી દેતા. તેનો અર્થ એ ન હતો કે તેઓ લાલચુ હતા. તેઓ એક પાસેથી લઈને બીજાને આપી દેતા હતા. તેમાં પૈસા આવતા-જતા રહેતા હતા. તેમનો જગ હંમેશાં ખાલી રહેતો અને તેમને વારંવાર આ જગ સાફ કરતાં રજનીશે જોયા હતા. તેઓ ક્યાંથી આવ્યા અને તેમની જાતિ કઈ હતી તેની કોઈને ખબર ન હતી. એટલું જ કે એક દિવસ તેઓ ગામમાં આવ્યા અને લોકો તેમનાથી આફરીન થઈ ગયા. મોટાભાગે તેઓ મૂંગા રહેતા અને લોકો તેમને વધારે પરેશાન કરે તો અસ્પષ્ટ અવાજ કાઢતા હતા. આખો દિવસ લોકોની ભીડ જમા રહેતી હતી. આવામાં રજનીશ રાત્રે બે-ત્રણ વાગે તેમની પાસે જતા હતા, કેમ કે એ વખતે જ તેમને એકલા મળી શકાતું. રજનીશને તેમની વાત એટલે ગમતી હતી કે, તેઓ સુંદર હતા અને જીવંત હતા. રજનીશે પોતાની ઉપર મગ્ગા બાબાના પ્રભાવને આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. “તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કહયું હતું કે, જીવન દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આથી દેખાય છે તેના વિશે કોઈ નિર્ણય કરવો નહીં, પણ ઊંડી ખીણમાં જાઓ જ્યાં જીવનનાં મૂળિયાં છે. તેમણે મને ઘણો સહકાર આપ્યો. તેમણે ક્યારેય કોઈ આદેશ કર્યો નથી. તેમની હાજરીથી જ મારામાં છૂપાયેલી અજ્ઞાત શક્તિઓ જાગી ગઈ. હું મગ્ગા બાબાનો ઘણો આભારી છું.”

રજનીશને ખુદને આશ્ચર્ય થતું હતું કે, “મગ્ગા બાબા શા માટે તેને આટલો પ્રેમ કરતા હતા. બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો. તેમના માટે એટલું પૂરતું હતું કે, તેમને ઘણી અદ્ભુત વ્યક્તિઓનો પ્રેમ મળ્યો અને રજનીશની આ યાદીમાં મગ્ગા બાબા ‘પ્રથમ’ હતા.

મગ્ગા બાબા ઉટપટાંગ અને ઓઘડ પ્રકારના વ્યક્તિ હતા. જે કદાચ રજનીશના વ્યક્તિત્ત્વ સાથે મેળ ખાતો હતો. રજનીશ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો. મગ્ગા બાબાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેઓ ક્યારેય બોલતા ન હતા. ક્યારેક બોલે તો કાંઇક ઉટપટાંગ બોલતા હતા જે કોઈની સમજમાં આવતું ન હતું. તેઓ અડલ, ફડલ, શડલ આવા આવા શબ્દો બોલતા હતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાતચીત કરતા હતા અને રજનીશ તેમને મળવા દરરોજ રાત્રે એક લીમડાના ઝાડ નીચે જતા હતા. મગ્ગા બાબા આ જગ્યાએ રાત્રે સૂતા હતા. તેઓ એક વખત દિવસે અને એક દિવસ રાત્રે તેમની પાસે જતા હતા. રજનીશ ક્યારેય મગ્ગા બાબાને મળવાથી પોતાની જાતને રોકી શકતા ન હતા. તેઓ બીમાર હોય તો પણ મળવા જતા હતા. રજનીશને ત્યાં આધ્યાત્મિકતાનો ખોરાક મળતો હતો. તેમણે ખુદે કબૂલ્યું હતું કે, “બાબાની હાજરીમાં જ મારી અંદરની અજ્ઞાત શક્તિઓ ખીલે છે.”

એક દિવસ ઓચિંતા જ કોઈએ આવીને ઓશોના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, મગ્ગા બાબાએ રજનીશને બોલાવ્યા છે. અડધી રાત્રે અને એ પણ મગ્ગા બાબા જેવી પાગલ વ્યક્તિએ રજનીશને બોલાવ્યા છે તે સાંભળીને રજનીશના પિતા ચિંતામાં પડી ગયા, પણ રજનીશ ક્યાં કોઈનું માને તેમ હતા. રજનીશ તો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા અને મગ્ગા બાબાની વાત સાંભળીને ચોંકી ગયા. બાબા કહી રહ્યા હતા કે “આ મારી અહીં અંતિમ રાત છે. કદાચ હું કાયમ માટે જઈ રહ્યો છું. તારા સિવાય એવું કોઈ નથી જેની હું વિદાય લઈ શકું.” તેમણે રજનીશને વહાલથી ગળે વળગાડ્યો અને તેમના માથા પર વહાલથી ચુંબન કરતાં પોતાના છેલ્લા શબ્દો કહીને હંમેશાં માટે વિદાય લઈ લીધી કે, હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”

મગ્ગા બાબાએ વિદાય લેતાં લેતાં કહ્યું કે, તેઓ હિમાલય તરફ જઈ રહ્યા છે. એક વખત રજનીશ હિમાલયની યાત્રાએ હતા ત્યારે મગ્ગા બાબાની કબર હતી તે સ્થળે પહોંચી ગયા હતા. રજનીશ દંગ રહી ગયા કે, મગ્ગા બાબાની કબરની સાથે અન્ય બે વ્યક્તિની કબર હતી. મોઝેઝ અને જીસસ. રજનીશનું માનવું હતું કે, આ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધો અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. ‘આ અંગે રજનીશ કહે છે, “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગ્ગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યો.”(ક્રમશ:)

“જવાબદારી અને પ્રેમ અલગ અલગ ચીજ છે.”

 

 

 

 

 

 

 

 

હું તેમનેમાકહી શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે.”….ઓશો 

રજનીશ પણ ક્યારેક એ પૈતૃક મંદિરમાં જતા હતા જ્યાં તેમના નાના જતા હતા પરંતુ તેમના નાના સાથે નહીં, પણ મંદિર બંધ હોય ત્યારે કારણ કે,  એ વખતે તેઓ મંદિરમાં લગાવેલ ફાનસના કાચ કાઢી લેતા હતા. ધીમે ધીમે તેમણે મંદિરની તમામ ફાનસના કાચ કાઢી લીધા. લોકોએ તેમના નાનાને આ વાતની ફરિયાદ કરી તો આ કામને અધર્મ અને અનૈતિક માનીને રજનીશને ધમકાવવાને બદલે તેમના નાનાએ રજનીશની તરફેણ કરીને લોકોને કહ્યું કે “તો શું થઈ ગયું ?” આ ફાનસ મેં તો દાનમાં આપ્યાં છે. બીજાં ફાનસ આપી દઈશ. તે ચોરી નથી કરતો, આ તો તેના નાનાની જ મિલકત છે. આ મંદિર મેં તો બંધાવ્યું છે.” એ દિવસ પછી લોકોની સાથે સાથે પૂજારીએ પણ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, કેમ કે મંદિર ભલે કોઈ ભગવાનના નામથી જાણીતું હોય પણ તેના ભૌતિક માલિક તો રજનીશના નાના જ હતા ને? આ ઘટનાને રજનીશ પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના માને છે અને કહે છે “આ રીતે મેં ધામિર્કતા શીખી.” એમ કહેવું ખોટું નથી કે રજનીશના ભાવિ વિચારોમાં આ ઘટનાઓની ઝલક મેળવવા માટે ખાસ મહેનત કરવાની જરૂર નથી.

નાના સાથે સંકળાયેલી રજનીશની એક અન્ય મહત્ત્વની ઘટના તેમના નાનાનું નિધન. યોગાનુયોગ તેમનું નિધન રજનીશના ખોળામાં જ થયું હતું. નાના અચાનક બીમાર પડ્યા અને તેમને શહેરમાં લઈ જવા પડ્યા. એ વખતનું કોઈપણ શહેર કુચવાડાથી ૫૦ કિલોમીટરથી નજીક ન હતું. મોટરકાર તો હતી જ નહીં. એક માત્ર વાહન એટલે બળદગાડું. જેમાં તેમને શહેર લઈ જવાયા. એ પ્રવાસમાં ચાર વ્યક્તિ હતી. નાના-નાની, સાત વર્ષનો રજનીશ અને તેમનો નોકર ભૂરો જે રજનીશનો બોડીગાર્ડ પણ હતો.

વાતચીત જે આ સાત વર્ષના બાળકના મનમાં વસી જ નહીં પરંતુ જીવન અને મૃત્યુના દર્શનનો પાયો બની ગઈ. રજનીશના નાનાને ખ્યાલ આવી ગયો હતો કે મૃત્યુ નજીકમાં છે. આમ છતાં તેમના છેલ્લા શબ્દો હતા. “ચિંતા ના કરતો, કેમ કે હું મરી રહ્યો નથી.” અને હકીકત એ છે કે જે જીવન—મૃત્યુના અનંતચક્રને સમજે છે તે દરેક મૃત્યુ વખતે જાહેર કરે છે કે “હું મરી રહ્યો નથી.” મૃત્યુ શૈયા પર સૂતેલા નાનાએ રજનીશને વારંવાર આ જ કહ્યું કે “ચક્રને રોકો, ચક્રને રોકો” આ ચક્ર શું હતું ? આ ચક્ર એ બળદગાડીના પૈડાં ન હતાં જેમાં તેઓ શહેરમાં જઈ રહ્યા હતા. એ તો જીવનની ગાડીનાં પૈડાં હતાં. તેમના નાના જાણી ગયા હતા કે જીવનના ચક્રને રોકી શકાય તેમ નથી. તેને રોકવાનો અર્થ થયો મોક્ષ પ્રાપ્ત કરવો. જે સામાન્ય વાત ન હતી. મૃત્યુ તો માત્ર આ જીવનની સમાપ્તિ અને અન્ય જીવનની શરૂઆત હતી. આ ચક્ર તો ચાલતું જ રહેશે.

‘આ ચક્રને રોકો’ વાક્યનો ઊંડો પ્રભાવ રજનીશ ઉપર પડ્યો. પરિણામે પુનર્જન્મ તેમના વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયો. તેમણે પોતાના પુનર્જન્મની વાત કરી અને બીજાને પણ કર્મના સંદર્ભમાં પુનર્જન્મની સત્યતા સમજાવી. તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે,  મૃત્યુ પછી આત્મા પોતાના માટે યોગ્ય ગર્ભની રાહ જુએ છે. યોગ્ય ગર્ભ મળતાં જ તે જન્મ લઇ લે છે. મૃત્યુ વખતે વ્યક્તિની અંદર જેવો ભાવ હોય છે તેવા જ ભાવને અનુરૂપ તેને આગલો જન્મ પ્રાપ્ત થાય છે.

પોતાના નાનાના મૃત્યુ અંગે રજનીશે હૃદયને સ્પર્શી જાય તેવી માર્મિક  વાત કરી છે. બળદગાડું નદીના પટમાંથી પસાર થઈને ગાડરવાડા તરફ જઈ રહ્યું હતું. કુદરત શાંત છે અને તેમાં બેઠેલા ચારેય જણા પણ શાંત છે. કોઈ કાંઈ બોલતું નથી. એવી નીરવ શાંતિ હતી જેને સહન કરવી આસાન ન હતી. આવી સ્થિતિમાં બાળકે તેના નાનાને કહ્યું, “કાંઈક તો બોલો, ચૂપ ન રહો, સહન થતું નથી.” એ પછી તેમના નાનાએ શું કર્યું ?  આવો રજનીશના શબ્દોમાં જાણીએ “શું આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ? તેમણે એક ગીત ગાયું કે ‘મૃત્યુનો ઉત્સવ કેવી રીતે મનાવાય.’ આ મેં તેમની પાસેથી જ શીખ્યું. તેમણે ગીત ગાયું જે તેમણે પહેલીવાર નાની સાથે પ્રેમ થયો ત્યારે ગાયું હતું.”

 બાળપણથી જ રજનીશ જે રીતે આખાબોલા હતા તેને સહન કરવું કોઈપણ વડીલ માટે આસાન ન હતું. દાખલા તરીકે તેઓ ક્યારેક દાદાના પગે માલિશ કરી આપતા હતા પરંતુ કોઈ બાળક માટે આમ કહેવું ઉદંડતા જ કહેવાશે કે આમ કરીને હું જવાબદારી નથી નિભાવતો અને આ જગતમાં મારી કોઈ માટે કોઈ જવાબદારી નથી. હું તમારા પગની માલિશ કરીશ પણ મને કોઈ તકલીફ નહીં પડે ત્યાં સુધી જ હું માલિશ કરીશ. હું અટકી જાઉં તો હજી થોડી વાર માલિશ કર તેમ ના કહેતા, હું નહીં કરું. હું પ્રેમથી આમ કરી રહ્યો છું. તમે મારા દાદા છો એટલે નથી કરતો. આવું તો હું કોઈ ભિખારી માટે કે કોઈ અજાણ્યા માટે પણ કરતો પરંતુ પ્રેમથી જ કરતો અથવા પ્રેમથી પ્રભાવિત થઈને કરતો.” તેના ઘરડા દાદાએ રજનીશની આ વાત સાંભળીને પોતાના માટે અલગ સલાહ લઈ લીધી કે જવાબદારી અને પ્રેમ અલગ અલગ ચીજ છે.

ઓશોનો પરિવાર એક પરંપરાગત જૈન પરિવાર હતો પરંતુ તેમના દાદા તો જરાય ધાર્મિક ન હતા. રજનીશના જણાવ્યા પ્રમાણે તો તેમના દાદા ‘ઝોરબા ધ બુદ્ધા’ની નજીક હતા. આ દર્શનનો સિદ્ધાંત આપણા ચાર્વાકના સિદ્ધાંતને મળતો આવે છે. ખાઓ, પીઓ અને મોજ કરો‘. આ સિવાય અન્ય કોઈ વિશ્વ છે જ નહીં. બાકી બધું બકવાસ છે. કદાચ આ જ વિચારને કારણે તેમના દાદાને પરિવારથી દૂર કુદરત વચ્ચે સહજતાનો અનુભવ થતો હતો. દાદાના આ વિચારોનો પ્રભાવ રજનીશ પર પડ્યો. એક વખત રજનીશે કહ્યું પણ છે કે હું ઘણા કારણોસર ઝોરબાને પ્રેમ કરું છું. એક કારણ હતું કે ઝોરબાના સ્વરૂપમાં મેં ફરીથી મારા દાદાને પ્રાપ્ત કર્યા હતા.”

રજનીશના પિતા એક સીધા-સાદા વણિક હતા અને કપડાની નાનકડી દુકાન ધરાવતા હતા. રજનીશ ક્યારેક જ દુકાને જતા હતા. એ સિવાય પોતાની આંખ બંધ કરીને દુકાન પાસેથી પસાર થઈ જતા હતા. પિતાને આ વાત ગમતી ન હતી અને જ્યારે પિતાએ આ વાતનો વિરોધ કર્યો તો રજનીશે સંભળાવી દીધું કે “હું માત્ર એટલું જ ધ્યાન રાખું છું કે તમારો નાશ કર્યો તે રીતે આ દુકાન મારો પણ નાશ કરી દે નહીં.” પોતાના જ આવડા નાના બાળક પાસેથી આવી વાત સાંભળીને કયો પિતા ચોંકી જાય નહીં કારણ  પિતા આખરે પિતા હોય છે.

એક લપિયો માણસ હતો. જે અવારનવાર તેમના પિતાને મળવા આવતો હતો. એક વખત તે મળવા આવ્યો તો પિતાએ રજનીશને કહ્યું કે,  તેને કહી દે કે પિતાજી બહાર ગયા છે. રજનીશ માટે પિતાની આ સલાહ ચોંકાવનારી હતી. કેમ કે સીધા—સાદા પિતા હંમેશાં સત્ય બોલવાનું જ શીખવે છે. રજનીશને આઘાત પણ લાગ્યો કેમ કે,  આ પરસ્પર વિરોધી બાબત હતી. રજનીશે ખોટું બોલવાને બદલે એ માણસને કહી દીધું કે “તેઓ અંદર છે,  પણ કહે છે કે બહાર ગયા છે.” દેખીતી વાત છે કે પિતાને નિરાશા થઈ અને વાત દલીલબાજી સુધી પહોંચી તો રજનીશે સ્પષ્ટ કહી દીધું કે જો તમે માણસ અહીં આવે તેવું ઇચ્છતા નથી તો તમારે તેને કહી દેવું જોઈએ કે તમારી પાસે સમય નથી અને તમે તેની કંટાળાજનક વાતો પસંદ કરતા નથી. કેમ કે તેઓ એકની એક વાતનું રટણ કર્યે રાખે છે. તમે ડરો છો શા માટે ? તમારે ખોટું બોલવાની જરૂર જ ક્યાં છે ?

અને… સૌથી મજાની વાત તો એ છે કે એ માણસને આ વાતની ખબર પડી તો તેણે રજનીશને શાબાશી આપી અને ઈનામ આપતાં કહ્યું કે “મને કોઈએ ક્યારેય કહ્યું નથી કે હું લપિયો છું. એ ગામની તમામ વ્યક્તિ કોઈને કોઈ કારણસર એ વ્યક્તિના ઉપકાર તળે દબાયેલી હતી તેથી કોઈ તેને એમ કહેવાની હિંમત કરતું ન હતું કે તે લપિયો છે. આ ઘટનાને અંતે રજનીશને બીજુ એક ઇનામ પણ મળ્યું. આ વખતે ઈનામ તેમના પિતાએ આપ્યું હતું. અહીંથી રજનીશે એ શોધી કાઢ્યું કે સત્યને હંમેશાં પુરસ્કૃત કરતા નથી તો તેનો અર્થ થયો કે તમે અસત્યનો સાથ આપી રહ્યા છો.”

રજનીશની માતાએ પોતાના પતિ સંન્યાસ લે તેનાં ચાર વર્ષ અગાઉથી સંન્યાસ લઈ લીધો હતો. આ દરમ્યાન તેમના પિતા ધ્યાન શિબિરમાં જવા લાગ્યા અને ધ્યાન પણ ઘરતા હતા. તેમના પિતાને સવારે લગભગ ત્રણ વાગે ઊઠી જવાની આદત હતી. તેઓ અગિયાર વાગે  સૂતા હતા અને ત્રણ પછી સૂઈ શકતા ન હતા. સૂર્યોદય સુધીનો સમય તો આમ જ બેચેનીમાં જતો હતો. આથી રજનીશે તેમને સૂચન કર્યું કે, તેઓ આ સમયનો ધ્યાન ધરવામાં ઉપયોગ કરે. અહીં સુધીમાં તેમના પિતા વેપાર અને ભૌતિક જગતથી થોડા અકળાઈને રજનીશની વાત પર ધ્યાન આપવા લાગ્યા હતા. પરિણામે તેઓ ત્રણ વાગ્યાથી જ ધ્યાનમાં બેસવા લાગ્યા અને અહીંથી જ તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવા લાગી.

એક દિવસ. આ દિવસ ૧૯૭૫ના ઑક્ટોબરનો હતો જ્યારે રજનીશના પિતાને એક નવું નામ મળ્યું. એ નામ હતું સ્વામી દેવતીર્થભારતી. એ દિવસે સવારે લક્ષ્મીએ આવીને ઓશોને કહ્યું કે “તમારા પિતા તમને તાકીદે મળવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું છે કે સાથે માળા અને સંન્યાસ માટેનું ફોર્મ લેતા આવવું. મને ખબર નથી કે તેમને શું થયું છે.” રજનીશના પિતા છેલ્લા ત્રણ કલાકથી લક્ષ્મી રહેતી હતી તે રૂમમાં બેઠા હતા. એ રૂમ હતો પૂનાના આશ્રમનું લાઓત્સુ ભવન. રજનીશ જેવા એ રૂમમાં ગયા કે તેમના પિતાએ કહ્યું હવે સમય આવી ગયો છે મને સંન્યાસ આપી દે.”

રજનીશે પોતાની માતાને હંમેશાં ‘ભાભી’ કહીને જ સંબોધ્યાં. તેમણે ક્યારેય પોતાની માતાને મા નથી કહી અને તેમણે સંન્યાસ લઈ લીધો ત્યારે પણ નહીં. તેનું કારણ એ હતું કે બાળપણમાં જ તેમણે પોતાની નાનીને ‘મા’ કહી હતી. માત્ર મા કહ્યું હતું પણ નાનીને મા સમજી હતી. ગાડરવાડા આવીને રજનીશને ખ્યાલ આવી ગયો હતો કે, જેને તેઓ મા કહે છે તે નાની છે અને અસલી માતા તો આ છે તેમ છતાં માતા પ્રત્યેનું સંબોધન તેઓ બદલી શક્યા ન હતા. નાનીનું  અવસાન થઈ ગયું ત્યારે પણ તેઓ માતાનું સંબોધન બદલી શક્યા નહીં. આમ કેમ કર્યું રજનીશે ? ઓશોએ આ માટે જે જવાબ આપ્યો છે તેમાં પણ તેમના વ્યક્તિત્ત્વની જબરદસ્ત ઈમાનદારી દેખાય છે. તેમણે કહ્યું હતું હું તેમને મા કહી શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે. ના, હું આમ ના કરી શકું.” (ક્રમશ:)

“જીવન જેવું છે, સુંદર છે, એવું જ રહેવા દો.”

 

 

 

 

 

 

 

 

નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. એવું હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”

રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી  જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને  આશ્ચર્ય થાય  અને કદાચ વિચિત્ર પણ લાગઈ  કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત  વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.

નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. જીવન જેવું છે, સુંદર છે, એવું રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”

શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”

રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ?  ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટેકેમહોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”

આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.

– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”

– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”

– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.

– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.

રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે  અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.

પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !!  જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે,  એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”

ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે  પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. એવું હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”

“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)

ગુજરાતનું શિક્ષણ પ્રદાન Grok ના મતે …

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!! 

# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?

Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:

  1. ગિજુભાઈ બઢેકા:

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.

  1. મહાત્મા ગાંધી:

ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.

  1. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:

વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.

  1. કાકાસાહેબ કાલેલકર:

ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.

નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?

આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.

તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!

# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…

Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.

નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:

  1. ગ્રામીણ શિક્ષણ પર ભાર:

નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.

  1. હાથનું કામ અને મનનું ઘડતર:

તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.

  1. સર્વગ્રાહી શિક્ષણ:

નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.

  1. સ્વદેશી અને સ્વાવલંબન:

તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

  1. શિક્ષકની ભૂમિકા:

નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.

 

તેમનું યોગદાન:

– દક્ષિણામૂર્તિની સ્થાપના:

1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.

– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.

– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.

નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.

શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?

# Grok ને હજુ પણ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી  ઉપયોગ કરી જાણે છે. આપણને  અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છે ??

ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે. 

…Grok સાથે હકારાત્મક શિક્ષણ ગોષ્ઠિ… પ્રશ્નો મારા અને જવાબો Grokના

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Grok ગજબ છે !! આપણી ભાષાને બરાબર સમજી શકતી ટેકનોલોજી એક  ચમત્કાર છે !!

દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણનેઅહો ! આશ્ચર્યમ ! થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની  નજીકના  જવાબો આપે છે.  રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ  હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.

આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ??    આવો એ જ વાંચીએ.

@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??

Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?

@ ખૂબ સરસ..

Grok હું આપના વિશે જાણવા માંગું છું.

AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??

Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!

AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?

ઉજ્જવળ બાજુ:

AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!

ડરામણું બાજુ:

પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).

મારો વિચાર:

મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?

@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.

Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!

@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે  પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??

Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.

દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે.  ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:

સૌને સમાન તક આપે:  ગરીબ કે અમીર,  ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ.  આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:

આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.

મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.

સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.

હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?

ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.

માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.

પરંતુ કેટલીક ખામીઓ પણ છે:

અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.

ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.

પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.

શું કરવું જોઈએ?

શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.

ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.

સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.

મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.

નિષ્કર્ષ 

હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)

“મારા માતા પિતા તરીકે આ યુગલની મેં પસંદગી કરી છે.”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પોતાની દીકરીના દીકરાને તે જૈનધર્મી મંદિર જતી વખતે કહેતા કે તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’

એકવીસમી સદીના વૈશ્વિક બુદ્ધપુરુષ ‘શ્રી રજનીશ’ એટલે ‘ભગવાન રજનીશ’ એટલે કે ‘ઓશો’ ના જીવનનું આપણે વિહંગવલોકન કર્યું. ઓશોનું જીવન અગાધ દરિયા સમાન હતું એટલે તેઓશ્રી વિષે માંડીને  વાત કરવા બેસીએ તો તો પાર જ ન આવે. આપણે શ્રી રજનીશના બાળપણથી લઈને તેઓની વિદાય સુધીના  જીવનમાં જે જે રોમાંચક ઘટનાઓ ઘટી તેમાંથી કેટલીક અગત્યની ઘટનાઓ જાણવાનો પ્રયત્ન કરીએ.

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એ વખતે એક ખૂબ જ નાનકડું ગામ હતું. કુચવાડા નામના આ ગામની વસતી માંડ ૨૦૦ જેટલી હતી. એ વખતે ત્યાં થોડાં વૃક્ષો હતાં, ઝૂંપડીઓ હતી અને એક નાનું તળાવ હતું. ભારતનાં મોટાભાગનાં ગામડામાં હોય છે તેમ આ ગામમાં પણ એક મંદિર હતું. ગામના જ એક પ્રતિષ્ઠિત જૈન ધર્મીએ મંદિર બનાવ્યું હતું. આ મંદિર બંધાવનાર ૫૦ વર્ષની એ વ્યક્તિ જ્યારે પણ મંદિર જાય તો લગભગ સાતેક વર્ષનો તેનો પૌત્ર પણ તેની પાછળ પાછળ મંદિરે પહોંચી જતો. પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી દર વખતે કહેતા કે તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’ નાનાના આ શબ્દો એ સાત વર્ષના નાના બાળકના અજ્ઞાત માનસમાં એટલી હદે ઘર કરી ગયા કે,  તે તેના જીવન, કાર્યો અને વિચારોનું  કેન્દ્રસ્થાન બની ગયા. જો કે, એ શબ્દો એટલા ઊંડા કે તાર્કિક ન હતા કે તેની આટલી જોરદાર અસર થવી જોઈએ. નાનાએ તો માત્ર એમ જ અમસ્તા કહી દીધું હતું પરંતુ આપણે જાણીએ છીએ  કે,  કમાલ તો લેનારો કરે છેઆપનારો નહીં. એ વખતે નાનાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, તું જઈ શકે છે. મનમાં આવે તો પૂજાઅર્ચના પણ કરી શકે છે પણ તારે એકલાએ જવું પડશે, મારી પાછળ પાછળ આવીને નહીં. કોઈની પાછળ ચાલવું ઘણો મોટો ગુનો કહેવાય છે.”

પોતાના માતા પિતા અંગે ઓશોનું કથન ભણેલી-ગણેલી અને સમજદાર વ્યક્તિને ભાગ્યે જ વિશ્વાસ બેસે કે, મારા માતા પિતા તરીકે યુગલની મેં પસંદગી કરી.” ટૂંકમાં, આ સ્વરૂપમાં જન્મ લેવા માટે તેમણે જ એ વાતની પસંદગી કરી કે,  કોણ તેમના પિતા હશે અને કોણ તેમની માતા હશે. ઓશોની આ વાત ઉપર વિશ્વાસ કરવો એટલા માટે અઘરો છે કે,  આપણે ભારતીયોની ચેતના ‘જન્મ-મરણ વિધિ હાથ’ વાળી ચેતના છે. આમ, છતાં ઓશો આ વાત કહી રહ્યા છે તો તે સાવ ફાલતુ તો નહીં જ હોય !!

ઓશોએ પોતાના માતા-પિતા તરીકે જે દંપતીની પસંદગી કરી તે યુગલ સાવ સીધું, સાદું, સરળ અને ગામડામાં રહેનારું યુગલ હતું. તેઓ ભણ્યા-ગણ્યા ન હતા અને આધુનિક પણ ન હતા. પસંદગી શ્રી રજનીશના હાથમાં હતી તેથી  તેમણે ઇચ્છયું હોત તો કોઇ રાજા-રાણીની પસંદગી પણ કરી શક્યા હોત,  પરંતુ તેમણે જેની પસંદગી કરી તેઓ માત્ર ગ્રામીણ કે અભણ જ નહીં,  પણ ગરીબ પણ હતા. એટલા ગરીબ હતા કે એમની કુલ મૂડી માત્ર ૭૦૦ રૂપિયા હતી. તો અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે તેમણે આમ કેમ કર્યું? તેઓ ખુદ બૌદ્ધિક વ્યક્તિ હતા. પાખંડના અત્યંત વિરોધી હતા. ખાસ કરીને તેમણે એ ધર્મનાં તો ચીંથરાં ઉડાવી દીધાં છે જે ધર્મમાં માનનારા દંપતીને ત્યાં તેમણે જન્મ લીધો. ઓશોનું જીવન પણ વૈભવશાળી હતું. તો પછી પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં ઓશોએ આવી ખોટી પસંદગી કેમ કરી, તે પ્રશ્ન તો સાચો જ છે.

ઓશો ઇચ્છતા હતા કે,  તેઓ એવા દંપતીનું સંતાન બને જેમની વચ્ચે ગાઢ પ્રેમ હોય. આ જ તર્ક સાથે તેઓ મોટાભાગનાં સંતાનો અંગે  ટીકા કરે છે કે,  તેઓ પ્રેમની નહીં પણ વાસનાની દેન (પરિણામ) છે. ઓશો સાથે આવું ન હતું. ઓશોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેમણે ક્યારેય તેમના માતા-પિતાને પરસ્પર ઝઘડતાં જોયાં નથી. તેઓ એકબીજાને ક્યારેય હેરાન પણ કરતાં ન હતાં. આ એક ચમત્કાર છે, કેમ કે સદીઓથી પુરુષોએ હંમેશાં મહિલાનું શોષણ કર્યું છે અને એટલી હદે કે તેણે પરોક્ષ માર્ગ શીખી લીધો છે. મારી માતાએ ક્યારેય મારા પિતાને હેરાન કર્યા નથી. મહિલાઓ પુરુષનું માથું ખાઈ જાય છે અને માથું ખાવું એ હકીકતમાં હિંસા જ છે.

સૌથી મોટી વાત એ છે કે તેમના માતા-પિતા અંતે બુદ્ધત્વ પામ્યા. હવે આથી વધુ શ્રેષ્ઠ ગર્વ બીજો શો હોઈ શકે? બુદ્ધત્વ પામેલાં દંપતીએ એવા સંતાનને જન્મ આપ્યો જેને બુદ્ધત્ત્વ મળ્યું.!!

રજનીશનું ખુદનું કહેવું હતું કે,  આ જન્મ ૭૦૦ વર્ષ અગાઉ તિબેટમાં થયો હતો. તિબેટમાં નવાણું  શરીર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેમાંથી સતાણુમું  શરીર તેમનું હતું. રજનીશે કહ્યું છે કે, તેમના જન્મ પછી ત્રણ દિવસ સુધી તેમણે માતાનું દૂધ પીધું ન હતું. તેનું કારણ તેઓ જણાવે છે કે, ૭૦૦ વર્ષ અગાઉ તેમના મૃત્યુ પહેલાં તેમણે ૨૧ દિવસના ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ત્રણ દિવસ બાકી હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાંખી. એ વખતે તેમની ઉંમર ૧૦૬ વર્ષની હતી. તેમનું માનવું છે કે,  એ ત્રણ દિવસના ઉપવાસ પૂરા કરવા આ જન્મમાં તેમણે પ્રથમ ત્રણ દિવસ માતાનું દૂધ પીધુ નહીં અને ત્રણ ઉપવાસ પૂરા થઇ ગયા એટલે  બધું બરાબર થઈ ગયું.

રજનીશ માટે ગામનાં બાળકો સાથે રમવાની મનાઈ હતી. આમ તેની સાથે માત્ર ત્રણ વ્યક્તિ રહે. નાનાનાની અને તેમનો નોકર, જેનું નામ હતું  ભૂરો. ૨૦૦ લોકોની વસતીવાળી દુનિયા જ રજનીશ માટે સર્વસ્વ હતું. રજનીશે લખ્યું છે કે, “મારાં નાના-નાની ઇચ્છતાં ન હતાં કે, હું ગામનાં બાળકો સાથે હળી-મળીને રહું. તેઓ ગરીબ હતાં અને ઘણાં ગરીબ. આથી મિત્ર બનાવવાનો કોઈ ઉપાય ન હતો. આની મોટી અસર પડી કે જીવનભર હું કોઈ મિત્ર બનાવી શક્યો નહીં. મારાં પ્રારંભિક વર્ષોમાં હું એકલો હતો અને મે એકલા એકલા જ ખુશી મનાવવાનું શરૂ કરી દીધું અને આ પ્રસન્નતાની વાત હતી. અંતે આ બાબત મારા માટે અભિશાપને બદલે આશીર્વાદ પુરવાર થઈ. હું તેમાંથી જ આનંદ મેળવવા માંડ્યો અને મને લાગ્યું કે, હું મારામાં જ સંતુષ્ટ છું અને કોઈ પર આધારિત નથી.” (ક્રમશ:)

વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે ઓશો પ્રખ્યાત હતા.

 

 

 

 

 

 

 

 

 

 

તમારું સત્ય હરિશ્ચંદ્ર પર અટકી જાય છે !! સત્ય તો હરિશ્ચંદ્રથી ક્યાંય મોટું છે.” 

ઓશો મૃત્યુ અંગે બહુ ગંભીર હકીકત આપણી સામે મૂકે છે. તેઓ કહે છે :: “જયારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને  મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડી  કે,  મૃત્યુ એ મંગળ છે. અને મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.” એમના દાદા વખતે એવું બન્યું કે રજનીશ નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે એ મૉટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું,  શું કરે છે?  મારા બાપ  ગુજરી ગયા છે ને તું હસે  છે ?? તો કહે, “એ તો તમને લાગે છે. હું તો એમ માનું છું કે અસ્તિત્વએ  મોકલ્યા હતા ને પાછા સરસ રીતે બોલાવી લીધા એટલે હું હસું છું.” આ અંગે એમનું પુસ્તક બન્યું ” मैं  मृत्यु सिखाता हूँ” આ બધા જ અનુભવો એમણે એમાં લખેલા છે.

સુરતમાં મોરારીબાપુએ ઓશો ચેરનું ઉદ્દઘાટન કર્યું. સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં  ત્યારે મોરારીબાપુએ ઓશોનો સુંદર અર્થ આપ્યો.. એમણે કહ્યું ”osho” શબ્દ  ઉપરથી હું એવું સમજું  છું – ”Own silence and holiness own”.. સ્વયંની શાંતિ, સ્વયંનું ધ્યાન. ટૂંકમાં, પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે

ઘણા પૂછે છે કે, ઓશો નામ શા માટે રાખ્યું હશે ? તો કહે, એમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. મારો ઓશો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં પાંત્રીસ શ્રોતાઓની વચ્ચે થયો.  હું આઠમું ધોરણ ભણતો હતો. ત્રણ દિવસના એના પ્રવચનો હતા,  બે-બે કલાકનાં રોજ અને એ વખતે એમના વક્તવ્ય અંગે  વિવાદ થયો હતો. બીજે દિવસે છાપામાં આવ્યું હતું. મને નોહ્તું સમજાણું કે એમણે વિવાદ શો કર્યો હતો ? હું તો બહુ નાનો હતો. જીજ્ઞાશાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે तुम्हारा सत्य हरिशचंद्र पे अटक जाता है… हरिशचंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात कहे, आप उससे भी आगे जा सकते हैं . અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે, રજનીશે હરીશચંદ્ર રાજાનો વિરોધ કર્યો.!!

મોટી-મોટી  આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હતાં. તમને એમ  લાગે કે, એમના  ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવો અમને થયા  છે કે, જેમાં તેમના વ્યાખ્યાન ડોમ ઉપર મચ્છરદાની રાખવામાં આવતી હતી. એક વક્તવ્ય શ્રેણી એમણે આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી અને અમે બંન્ને જયારે સાંભળવા ગયા ત્યારે પૂછ્યું :  કેમ આમ છે?  તો કહે,  એક મચ્છર ઓશોની નજદીક આવી ગયું હતું. એટલે એમણે  કીધું  ये तो disturb कर रहा है, मच्छर नहीं आना चाहिए. તો શિષ્યોએ નક્કી કર્યું કે,  આખા ડોમને જ મચ્છરદાની બાંધી દ્યો. આખું ડોમ મચ્છરદાનીથી ઢાંકી દેવામાં આવ્યું !!  એક વખત ગયા ત્યારે દરવાજા ઉપર સાધકો  હોય અને એ તમને સૂંઘે… તમારી પાસે આવે અને પેલા સ્નિફરડોગની જેમ તમને સૂંઘે. પૂછ્યું કે, કેમ આવું કરો છો ? તો કહે,  ભગવાનને  સ્પ્રેની ઍલર્જી છે. એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહિ આવવાનું !!. આપણને એવું લાગે કે,  આ બધી તો વર્ણાગી છે. પણ એ વખતે આવી વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદખન્નાને તમે ઑરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો, બોલીવુડની અભિનેત્રીઓને તમે દરણા દળતી જોઈ શકો !!

વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે તેઓ પ્રખ્યાત હતા.  એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈકે કહ્યું કે, તમારી પાસે રોલ્સરોય્સ કેમ છે? તો કહે છે,  એમાં શો  વાંધો? તો કહે,  એક જ કેમ છે ? તો કહે, ઓછી જ છે એવું મને લાગે છે. અને બીજા દિવસે શીલાને ઓર્ડર કર્યો કે, બને એટલી વસાવી લ્યો. કુલ 93 રોલ્યરોય્સ ઉભી રાખી દીધી.  અને એણે કહ્યું કે मैं  जानता हूँ  कि  कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा, जब तक है, सामने कोई वस्तु है तो आनंद ले, तो मैं ने  आनंद ले लिया.

આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એમની ઘણી વાત આપણને એવી લાગે કે,  જે આજે આપણે આજેના કાળમાં સ્વીકારી શકીએ છીએ પણ એ ત્યારે તો તે કાળમાં  સ્વીકારાયેલ. ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ બનાવ્યા હતા કે, એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. આ સઘળું આયોજન કર્યું શીલાએ, કે જે  એમની સેક્રેટરી હતી. જેમણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું. અને બહાર નીકળીને એમણે  ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે જેથી એમના ગયા પછી એમના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું, એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એમ કહે છે કે,  she has been sold to that channel !!  ઓશોની વિદાય વખતે શીલા ત્યાં નથી, 84-85 માં શીલા જર્મની ભાગી ગયેલ. પણ એવું કહેવાય છે કે, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાને પોતાની તરફ ખેંચી લીધું.

સાવ નજીકની વ્યક્તિ તમારી અંગતમાં અંગત બધું  જ જાણતી  હોય છે, એટલે  તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું  બોલી શકે. આ જીવનનું સત્ય છે.

કારણ કે,  જીવનની સમી સાંજે મેં જખ્મોની યાદી જોઈ  હતી

           બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગતઅંગત નામ હતા.’

એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનમાં શીલા હતી. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી.  આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો આપણે જાણીએ  તો એમ થાય કે, શીલા ના હોય તો એ ન બની શકે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઓશો  અંગેની કેટલીક પર્સનલ વાતો આપણે સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય.  મને એ અંગે જાણવાનો લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી.. સત્ય વેદાંત સ્વામીને એક જીવન સંદેશ ઓશોએ લખીને આપ્યો એ હું ખાસ પેશ  કરું. સત્યવેદાન્ત સ્વામી ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર હતા અને તેઓ અમેરિકા પરત જઈ  રહ્યા હતા ત્યારે ઓશોએ તેમને જીવનનો એક સંદેશો આપ્યો. ત્યારે એમણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું,

बहते हुए पानी के ऊपर पड़े हुए सूखे पत्ते की तरह बहो.

અર્થ કરીએ :: પાણી વહેતું  હોવું જોઈએ, એની ઉપર પર્ણ થઈ એની મેળે પડવાનું છે,  વળી પર્ણ  સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે તેમાં પોતાનો ભાર ન હોવો જોઈએ અને પછી એ પાણીની સાથે વહેતા રહો. ન આગળ જવાનો યત્ન કરો કે ન તો અટકી જવાનો પ્રયત્ન કરો… આ એમનો સંદેશ હતો. વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું.  અને કદાચ એવું બન્યું છે કે, એના ગયા પછી  એનું બહુ મોટું મહાત્મ  અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું  છે. આપણને ખુબ આશ્ચર્ય થશે કે ગુજરાતમાં  ઓશોની વિદાય પછી ઘણા ઓશો કોમ્યુન શરુ થયાં  છે. મેં મારી આજુબાજુમાં કેટલાયે ઓશોપંથી સગા- સંબંધીઓને જોયા છે કે કે જેના ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જયારે જે હોય ત્યારે આનંદમા જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એમણે  શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે never sit on a seat off a judge. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો  નહિ.

હવેના લેખમાં ઓશો અને તેમના જીવનની રહસ્યભરી  રોચક વાતો જાણીશું. (ક્રમશ:)

“મુઝે આપ બતાયેં કિ આપને દાઢી ક્યોં કટાઈ ???”

 

 

 

 

 

 

 

 

 

 

ઓરેગોનમાં પર્યાવરણ એવું આનંદમય હતું કે, ઓશો હાઈકોર્ટમાં ત્રણ કેસ હારી ગયા તો એનો પણ ઉત્સવ ઉજવાયો !!

મને ને તમને એ વાત કહેવાનું ખાસ પસંદ પડે છે કે, સાગર યુનિવર્સીટીમાં હું NAAC એટલે કે “નેક” નામધારી ક્વોલિટી મેઝર કરનાર રાષ્ટ્રીય સંસ્થા વતી ગયો હતો  એલ્યુમનાઈ સાથે મિટિંગ અમારી હોય એમાં જે ભાઈ સંચાલન કરતા હતા એ મારી બાજુમાં હતા. અને એણે કહ્યું કે, તમે ગુજરાતથી આવો છો ? મેં કીધું, હા ગુજરાતથી આવું છું. તો કહે,  रजनीशजी वहां आये थे.. મેં કીધું,”હા મને ખ્યાલ છે. और हमने ही ना बोला था. यदि हां बोल दिया होता तो आज कच्छमें विदेशी चलनका पूरा बरसाद हो जाता.” અને એ મહાશય સરસ મજાનું કાવ્યાત્મક એવું સંચાલન કરે. મેં એને પૂછ્યું કે, ‘आपका नाम क्या है?; तो कहे, ‘आपने बॉबी देखा है?’ जुठ बोले कौआ कांटे याद है?; हां, याद हे. ‘उनका में writer हूँ, मेरा नाम विट्ठलभाई पटेल है.’ ઓશોના વખતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ પાસે કાર હતી. ઓશો તો ચાલીને જ આવતા. હવે તમે વાત સાંભળજો. ઓશોના સહપાઠી વર્માજી એમની સાથેના સંવાદમાં એમ કહે છે કે, અમારે લોકોને શહેરમાં જવું હોય ને તો વિઠ્ઠલભાઈને કહીએ કે, તમે કાલે ગાડી લેતા આવજો ને. પછી તમે અમને શહેરમાં છોડી દેજો. એક દિવસ આવીને રજનીશે કહ્યું કે ‘शहेर में जाना हो तो क्या करते है आप?’ ‘…तो वो गाड़ी है विट्ठलभाई की… बोल देंगे, वो लेके आएंगे चले जाना… कल का बोल दू?’ ‘नहीं, मेरे को तो जनवरीमे जाना है.’  વર્મા કહે છે કે, આ વાત સપ્ટેમ્બરમાં થઈ રહી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે, જેને જાન્યુઆરીમાં જવું છે એનું વિચારવાનું કામ સપ્ટેમ્બરમાં આ માણસ કરતો હોય તો આ કેટલું ઉંડુ અને લાબું વિચારી શકતા હશે !

આપણને ઘણીવાર એવું લાગે કે શું કામ ઓશો આપણે સમજી શકતા નથી? સૈકાઓ આગળ એ જીવ્યા છે. એક નાનકડી વાત કરું. એમના અંગે  ઘણી બધી મિસબિલિફ પણ ચાલી. એમ કહેવાતું હતું કે, ઓશો રાત્રે જઈને સમશાનમાં સુઈ જાઈ છે. જે વાત ખરેખર સાચી નોહતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા-ચાલતા થાકી જાય તો એના રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનનાં બાંકડે બેસે, બાંકડે બેસીને થાકી જાય તો સુઈ જાય. સુઈ જાય તો ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. સવારે ઉઠીને બહાર નીકળે તો બધાને ખબર પડે કે આ તો ઓશો બહાર નીકળ્યા. એટલે બધાએ ફેલાવી દીધું કે, ઓશો રાત્રે સમશાનમાં સુવા જાઈ છે. સુવા નથી જતા, ત્યાં આવી રીતે બેસતા હતા કારણ કે એમણે  કહ્યું કે, કોઈપણ જગ્યાએ હું બેસી શકું, કોઈપણ જગ્યાએ હું વાત કરી શકું. અને એ એણે બરાબર મનમાં ઉતાર્યું… બહુ જાણીતી વાત છે. એમને સ્કોલરશીપ મળે એમ નોહતી. કારણ કે કોઈ મૅનૅજમૅન્ટનાં પ્રશ્નો હતા એટલે. એના એક પ્રોફેસરે કીધું કે, હું વાઈસ ચાન્સેલર ને વાત કરું. વાઈસ ચાન્સેલર હતા આર. બી. ત્રિપાઠી. એ  બહુ સરસ માણસ છે,  હું એને વાત કરું એ તને સ્કોલરશીપ આપશે. પણ એના અધ્યાપકને ખબર કે, આ જરા બોલવા-ચાલવામાં દંગા કરી નાખે એવો માણસ છે, એટલે એણે કીધું કે, તારે કાંઈ નહિ બોલવાનું, હું બધી વાત કરીશ. તો કહે, કાંઈ વાંધો નહિ. હવે ગયા અને શરુ કર્યું ત્યાં ત્રિપાઠીસાહેબને શું સુજ્યું એટલે ત્રિપાઠી સાહેબે કીધું કે वो तो ठीक है स्कॉलरशिप का देख लेंगे, तुमने दाढ़ी क्यों बढ़ाई है? એટલે ઓશો એ કહ્યું કે, ये प्रश्न मैं  आपको पूछ सकता हूँ  कि  आपने ये दाढ़ी क्यों कटाई है? दाढ़ी उग तो रही है ,  अपनी तरह  से.. में कुछ नहीं कर रहा.. लेकिन आपने क्यों कटाई है ? वो मेरेको बताइए…  આ જેવી વાત થઈ કે,  જે સાથે  ગયા હતા એ કહે, બોલ બોલ ના કર.. ઓશો કહે, नहीं आपको जवाब देना पड़ेगा.. नहीं, स्कॉलरशिप अभी बाद में.. पहले बताओ आपने दाढ़ी क्यों कटाई? आप मेरेको पूछ रहे है कि दाढ़ी क्यों बढ़ाई है? वो तो नेचरल है. आप unnatural कैसे हो गए? मैं   रोज सुबह आके आपको पूछूंगा… અને રોજનો એણે ક્રમ કર્યો.. રોજ સવારે જઈ ને કહે, जवाब मिला? नहीं मिला.. thank you  કહીને ઓશો જતા રહે !!  હવે આપણને એમ થાય કે દાઢીના નામે પણ જે માણસ સ્કોલરશીપ મળતી હોય ત્યારે  જંગ ખેલી લે.. અલબત્ત ત્રિપાઠી એટલે સાચા પ્રોફેસર ત્રિપાઠી.. એમણે એને સ્કોલરશીપ આપી. પણ પેલા સાહેબે એવું કહ્યું કે, ભાઈ તું જ્યાં જાય  છે ત્યાં પ્રશ્નો ઉભા કરે છે.

એક નાનકડી વાત રામાયણ ભજવાઈ તે  પ્રસંગની, ગામમાં રામાયણ ચાલે.. આપણને ખબર ગામડામાં રામાયણ ચાલતી હોય રજનીશ  રામાયણ સતત જોવા જાય. અને એમાં જે પાત્ર રાવણ ભજવે  એ એનો ભાઈબંધ. એટલે એણે ભાઈબંધને કીધું કે, તને રોજ એકનું એક કામ કરતાં કંટાળૉ ના આવે? તો કહે, ના ના પાત્ર ભજવું.. શું પાત્ર ભજવું? તું બરાબર સીતાના સ્વયંવરમાં ધનુષ્યને હાથમાં લેવા જા અને કો’ક આવીને બોલાવે કે ‘હાલો તમારે લંકા આવવું પડશે અને  તું ભાગી જા અને ધનુષ્ય  રામ ઉપાડી જાય…’ આમાં તને શું મળે? પેલાને વિચાર આવ્યો કે,  વાત તો સાચી છે ! આમાં  રોજ આપણી તો બેઇજ્જતી થાય છે.  કરી કે,…પણ મારો રોલ જ એવો છે. तू बदल सकता है…कल इतना काम करना, जब भी रावण धनुष के नजदीक पहुंचे तो तुमको बोलना है.. वो आदमी दौड़के आएगा की आपकी लंकामें आग लगी है जल्दी निकलो… तब तुम बोलना, कोई आग नहीं है मुझे मालूम है. रोज ऐसा करके मुझे भगा देते हो, आज तो ये धनुष तोड़ के जाऊंगा… અને એણે ધનુષ તોડીને સીતાને પકડી. દર્શકો તો હસી હસીને પોટલાં જેવા થઇ ગયા..ભારે  દોકારો થઈ ગયો. ઓડિયન્સમાં હાહાકાર થઈ ગયું, પડદો પાડી દીધો, પછી ખબર પડી કે, આ કારસ્તાન આ માણસનું છે. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં આ હોય ત્યાં આને એકેય પાત્રએ  મળવું નહિ. એટલે પ્રયાસ કરે તો એ મળે નહિ. ઘણા લોકોએ કીધું એના બધા કુટુંબીઓએ કે, તું આ શું કરે છે ? તો કહે, રોજ એક નું એક જોવાય છે એમાં મજા નથી આવતી. ઘણા લોકો તો સુઈ ગયા હોય છે. આ તમે જુઓ, કાલે કેટલા બધા લોકોને આનંદ થયો! અને life નો ultimate  goal તો આનંદ  જ છે ને ! તો એ તો મળ્યું છે. પછી એમણે બીજો  દિવસે, ત્રીજો  દિવસ જવા દીધો  પછી એક દિવસ એમણે પોતાને ત્યાં કોઈ કામ કરવા મિસ્ત્રીઆવ્યું હશે, એ મિસ્ત્રીને કીધું કે, તું બીજું શું કામ કરે છે ? તો કહે, રામલીલા આવે છે ને એનો સેટ હું બનાવું છું.अच्छा, बहोत अच्छी बात है. પછી કીધું કે, હું કહું એમ તું કરી શકીશ? તો કહે, હા બોલીએ… મિસ્ત્રીને  તો ખબર હતી કે,  આ બહુ જ્ઞાની માણસ છે એટલે એ સંમત થઇ ગયો.  એમાં સીન એવો હતો કે, હનુમાન પેલો પર્વત ઉપાડીને આવે જગમગ-જગમગ લાઈટ સાથે..જેમાં  હનુમાન સેટ પાસે  આવે એટલેમિસ્ત્રીએ  ઉપરથી પેલું દોરડું હોય એ ધીમે-ધીમે મુકવાનું એટલે હનુમાનનાં હાથમાં પર્વત આવી જાય. મિસ્ત્રીએ પૂછ્યું કે, આમાં મારે  શું કરવાનું? તો કહે, કાંઈ નહિ તારે પર્વતને લટકાવી રાખવાનો. નીચે મુકવાનો જ નહિ… ખરેખર, અઠવાડિયાં પછી આ ઘટના બની. આ ઘટના બની એટલે હાહાકાર થઈ ગયો. બરાબર હનુમાન આવતા  હતા  ત્યાં પેલા મિસ્ત્રી એ દોરડું છૂટું મુકવાનું હતું તે પકડી રાખ્યું. એટલે હનુમાન આવવા દે… આવવા દે… અને બધાને ખુબ મજા આવી. શો રદ થઈ ગયો. એના આયોજકો ઘરે મળવા આવ્યા કે, આ માણસ ને કોઈ સમજાવો.. રજનીશ  કહે,  હું બીજું કાંઈ કરતો નથી. મને રામ પ્રત્યે માન છે, કોઈ વાંધો નથી, પણ તમે લોકો થોડો આનંદ અનુભવો તો એમાં વાંધો શું છે? આ મોનોટોનસ એક ની  એક વાત ચલાવ્યા કરો છો. મારો કોઈ ઈરાદો નથી, મારે તમને હેરાન કરવાની કોઈ ઈચ્છા પણ નથી.

આપણે જેમની અગાઉ વાત કરેલ છે તે સ્વામીશ્રી સત્યવેદાંતજી સુરતમાં પણ રહ્યા છે, સત્ય વેદાંતજી બારડોલીમાં અમારે મા અને પ્રજ્ઞા પાસે પણ રહ્યા છે, મારે પોતાને ઘરે મને બન્ને કોરોના વખતે સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ સાથ આપ્યો હતો, તમે ઓશો ને ન જોયા હોય અને તમે સત્યવેદાંતજીની  સાથે બેસો તો તમને લાગે કે ઓશો આવા હોઈ શકે. તમારી સાથે વાત કરતાં-કરતાં એ માણસ આંખ બંધ કરે તો થોડીવારમાં તમને ખ્યાલ આવે કે એ હવે આપણને સાંભળતા નથી!!.  વર્ષો જેની સાથે કાઢ્યા એણે મને કહ્યું કે, ઑરેગોનની અંદર કે એક વખત ત્રણ કેસ અમે કોર્ટમાં હારી ગયા. એટલે બધાએ ઓશોને ખબર આપી કે, હાઇકોર્ટમાં ત્રણ કેસ હતા એ હારી ગયા છીએ. તો અમે વાત કરતા હતા ત્યાં બહાર  ઢોલ-નગારા વાગે અને બધા કૂદતાં- કૂદતાં આનંદ કરે અને મ્યુઝિક  વગાડે અને પીપુડું વગાડે અને અમે બહાર જોવા આવ્યા કે, શું થયું…તો બધા નાચતાં હતા. તો એમને પૂછ્યું કે,  કેમ નાચો છો ?તો કહે नाचना तो चाहिए आज हम high court में हार गए है. ત્યાંનું environment એવું હતું કે highcourt માં હારી જાઓ તો એ એમાંથી આનંદ લ્યો. જે થવાનું હતું તે થયું….(ક્રમશ:)

“મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે.”

 

 

 

 

 

 

 

 

 

નાનીને અગ્નિદાહ દેતી વખતે ઓશોએ કહ્યું કે, “અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ  રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ  રહ્યો હોઉં એવું મને લાગે છે.” 

વાતો ઓશોની  સાંભળીએ  તો આપણને  એમ થાય કે,  આપણે એમની સતત  વાતો કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે.

વધુમાં વધુ એમને સહવાસ થયો નાનીનો. નાનીએ એને બહુ વિશિષ્ટ  પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે સૌએ  પુસ્તકમાંથી વાંચ્યા હોય કે સાંભળ્યા હોય. એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળનાં ફૂલોથી સભર હોય એમાં પગ ડુબાડીને બેઠા રહેવું, આ એમનું કામ.. બીજું કશું કરવાનું નહિ. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા.

વિદ્રોહ એટલે કેવા પ્રકારનો?  વસ્તી ગણતરીવાળો એક ભાઈ આવ્યો. અને એણે પૂછ્યું નાનાબાપુને કે,  તમારો ધર્મ શું? એટલે એણે કહ્યું કે,  હું જૈન છું. નાનીને પૂછ્યું કે,  તમારો ધર્મ શું ? તો એણે કહ્યું કે,  હું કોઈ ધર્મમાં માનતી નથી. બધા ધર્મ એક જ છે. માણસ હોવું  એ ધર્મ છે. આ સાંભળીને રજનીશને  રાત્રે ઊંઘ ના આવી. એક દિવસ નાનીએ પૂછ્યું કે, ‘તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કાંઈ વિચારશ?’ “હા વિચારું છું”.. ‘શું વિચારશ?’ એ કહે, “મને કોઈ પૂછે કે,  તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બેયે  તો જવાબ આપી દીધો…”  તો નાનીએ કીધું, ‘મેં કીધું એમ કહેજે કે,  હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસાઈ મોટો ધર્મ છે.’ અને આ વાક્ય એમણે  છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું.

નાની રજનીશ  માટે થઈને નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ ઘરે આવ્યા. શાંતિસાગર એનું નામ.. અને એ જૈન ગુરુ નાના માટે  બહુ મોટા ગુરુ, એટલે રાજનેશીને કહી રાખ્યું કે, ‘બીજું કાંઈ બોલબોલ કરતો નહિ’, એમ કહી એને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવી વાતની  શરૂઆત કરી એટલે રજનીશે  વચ્ચે ઠપકાર્યું કે, તમારે  આવતા ભવમાં જન્મ લેવો છે? તો કહે ના…કેમ નથી લેવો? તો કહે,  હું પુનર્જન્મમાં માનતો નથી. હું મોક્ષમાં માનું છું. તો રજનીશ તરત કહે,… તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને મરવું આપણા હાથમાં જ છે. તરત નાનાબાપુએ કીધું,  બહાર નીકળ ભાઈ.. આવું કશું બોલ નહીં .. તો કહે,  ના… હું તો પૂછીશ. ત્યારે નાનીએ કીધું,  “એને ખબરદાર જો બહાર કાઢ્યો છે તો. એ બાળક છે એને જે મનમાં આવે એ પૂછવા દ્યો.”  અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એમણે  નાનાને કહ્યું, તમારા ગુરુ કાંઈ બરાબર નથી હો… તમારે બદલી નાખવા જોઈએ. નાની બોલ્યા: આવા તો કાંઈ ગુરુ હોય  જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નનાં જવાબ નથી આપી શકતા ? …તમે આને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું, જોયું તેં  ચડાવ્યો એને કારણે એમણે કેવું પૂછ્યું ? .. તો નાની  કહે,  એ જે કહે છે એ સાચું છે.  ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે.એનો જવાબ ન દઈ શક્યા?…. આમ એને મોટામાં મોટો ટેકો નાનીનો મળતો રહ્યો. અને નાની નું 1970માં  અવસાન થયું. નાની  એ 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. આ  મોટો ગાળો.. નાનીનો સંગાથ ઓશોને છેક સુધી મળતો રહ્યો. જયારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું, તારે ડોક્ટર નથી થવું ને ? ના.. મેડીકલમાં નથી જવું? ના.. એન્જીનીયર ? ના…તો તારે શું કરવું છે? તો કહે,  મારે તો રઝળપાટ કરવી છે. મારે રખડુ થવું છે. તો કહે, “કાંઈ વાંધો નહિ જા. તું પૈસાની ચિંતા ન કરતો. તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ.”  અને ઓશો નોંધે છે કે,  નાનીએ જે મહિનામાં જીવ ખોયો મહિને પણ મને મની ઓર્ડરથી પૈસા મોકલ્યા હતા.!!  1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા અને તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દીધો.  નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે, અત્યારે હું વિન્સ્ટન વાન ગોગના અતિ  રમણીય ચિત્રને અગ્નિદાહ દઈ  રહ્યો હોઉં એવું મને લાગે છે. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઇશ નહિ.’ આ નાની સાથેનો લગાવ.

એના મા-બાપ એમનાથી વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે,  એમના મા બાપને પણ સત્ય  સમજાવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા.  જેના દીકરાનું નામ હતું રાજા.. જેમાંથી થયા  રજનીશ, જેમાંથી થયા  આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો,અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ  સર્જન આ બન્ને વ્યક્તિનું છે. અને ઓશોને બહુ સરસ રીતે ઉછેર્યા એ ગ્રાન્ડમધર નાનીમા છે.

એક વાક્ય એમણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી. ધર્મ જેવું કશું છે નહિ. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે તમે કરતા રહો

કેટલીક ઓશો જીવન યાત્રાની  આનુસંગિક વાતો કરીએ. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો કે દુકાને બેસે. એમને દુકાને બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરીને ચાલ્યા જાય. એક દિવસ પિતાએ પૂછ્યું કે,  તું કેમ આંખ બંધ કરીને ચાલે છે ? તું કાંઈ વિધિ કરે છે ? તો કહે,  ના. તો કહે,  તું દુકાન સામું જોતો નથી.એ કહે,  આપણે જે માર્ગે જવું જ નથી તેની સામું  જોવાય જ નહિ. આ તો એવી સાંસારિક વસ્તુ છે  વળગી પડે આપણને,  એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે.

સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એમણે નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે,  હું એક સંભાવના છું, શક્યતા છું. અને સંભાવના છે કે, હું આસમાન પણ બની શકું, અને વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું એવી મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું કે, તમારામાં પણ આ જ શક્તિ છે. માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરુ કરવું પડશે. તેઓની  બહુ રસિક વાત છે  કે, તેઓ  મોટો ખુલ્લો ઝભ્ભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાખડી પહેરીને યુનિવર્સીટીમાં દાખલ થાય એટલે આખી  લોબીની અંદર ખબર પડે કે,  રજનીશ આવી રહ્યા છે. કારણ કે,  ચાખડીનો અવાજ આવતો હોય. એક વખત એક અધ્યાપકે પૂછ્યું કે,  આ શું કરે છે?  આપણે  જે રોયસાહેબની વાત કરી હતી તેમણે કીધું કે,  why this? આવું કેમ કરે છે? બધા disturb થાય છે. તો કહે ના..ના.. ભલે disturb થાય. હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તો રોયસરને  એમ થયું કે,  આ તો ભણવા આવે છે ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે !

એમના એક સાથીદાર અને એમના સહપાઠી છે સત્યમોહન વર્મા. જે સાગર યુનિવર્સીટીમાં ઓશોની સાથે હતા. એમની 40મિનિટની મુલાકાત યુટ્યુબ ઉપર છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષનાં છે સત્યમોહન વર્મા અને એમણે  1952થી શરુ કરીને 52,53,54માં શું બન્યું… અને મેં જે તમને કહ્યું વાદવિવાદ સ્પર્ધાની એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે,  અમારી સાથે  MA   ફિલોસોફી કરવા માટે  પહેલી વખત જયારે રજનીશ આવ્યા ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય  સાહેબ સાથે બેઠા હતા. એમણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે,  મને એડમિશન જોઈએ છે. અમારા  હેડે એવું પૂછ્યું કે,  “તમે કાંઈ વાંચ્યું છે?” તો કહે, “હા.. બહુ વાંચ્યું છે.”  શું વાંચ્યું છે? એ કહે, “મેં લગભગ બધું વાંચ્યું છે.”  એટલે બધું એટલે શું? તો કહે,  “હું વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ  સુધી બધું જ વાંચી ગયો છું.”  તો કહે,  તમને ખ્યાલ છે કે,  બર્નાડ શો એ એક ‘આર્મ્સ ઈન ધ મેન’ લખ્યું છે એ તમે વાંચ્યું છે ? તો કહે,  “હા”…તો કહે એનામાંથી  પ્રશ્ન પૂછું? તો કહે,  “પૂછવા હોય તે પૂછો” એમના સહપાઠી એમ કહે છે કે,  અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે !  અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થિસીસની અંદર તેઓની ભૂલ વગેરે દેખાડી હતી.

સહપાઠી બહુ સરસ વાત કરે છે કે,  પરીક્ષા હતી અને અમે બેઠા બેઠા વાંચતા હતા ત્યાં એ એના તોરમાં આવ્યા અને એણે કીધું કે,  ‘क्या कर रहे हो?’ અમે  કીધું કે  ‘हम पढ़ते है.’.. ‘क्यों पढ़ते हो?’  एक्ज़ामिनेशन है…  “ज्ञान अमर है… परीक्षा नश्वर है. और पास नापास ईश्वरकी माया है. पढ़ो..पढ़ो…”  એ કહી  ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે,  આપણને શું કહી ગયા આ ભાઈ?… કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. વર્માજી કહે છે કે, અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સીટીમાં, બપોરે જમીએ, જમીએ તો અમને રોટલી વગેરે આવે પણ રોટલી કોરી હોય. એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનું ટોપીયું ભરીને જઈએ. એ ચોપડીને પછી રોટલી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા. આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, ‘बंधू आपको कोई हर्ज़ ना हो तो में यहाँ पे बिराजू?’  પોતાની જાતને બેસવું નહિ..  बिराजू.. એટલે કીધું. ‘हां, जरूर बैठिए…’ એણે મંગાવ્યું તો એને ય કોરી રોટલી આવી,  એટલે વર્માજી  કહે છે કે,  મેં મારું  ઘી નું ટોપીયું આમ સરકાવ્યું કે घी खाइए..તરત એમણે  કીધું કે,   घी खानेकी नहीं घी पीनेकी वस्तु है.. એટલે અમે આશ્ચર્ય અનુભવીએ  ત્યાં એમણે કહ્યું કે ‘आप फिलोसोफी के विद्यार्थी हैं   चार्वाक का नाम सुना है?’ हां, सुना है. तो चार्वाक ने ही कहा था कि  ‘यावत जीवेत, सुखं जीवेत, रुणं कृतवा, घृतं पिबेत:” ઋણ કરીને ઘી પીજો, એટલે  ઘી  ખાવાનું નથી.અમને આશ્ચર્ય થયું કે આ ઘી માંથી નીકળીને  છેક ચાર્વાક સુધી પહોંચીને ગયા  ! (ક્રમશ:)

“કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ.”

 

 

 

 

 

 

 

 

 

”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. એ આપણામાં બેઠું છે.  જો તમે એને feel કરો તો એ તમારી સાથે જ છે.

અમેરિકા પછી અનેક દેશોમાંથી ઓશોને જાકારો મળ્યો અને ત્યારથી એનું સ્વાસ્થ્ય ખુબ નબળું થયું પણ  તેમ છતાં એમણે કહ્યું કે, “મારે નબળા પડી જવું નથી. ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે.”  જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. ઓરેગોનના રજનીશપુરમમાં બહુ જ કામ થતું હતું. એ કામ ચાલતું હોય ત્યારે ઓશો જો પ્રવચન આપે તો કામ ખોરવાય જાય. કામ કરનાર સૌએ કીધું કે,  વિડીયો દેખાડો,  અમે બધા કામ કરતા જોઈશું અને પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે, એમ કરીએ પરંતુ  શીલા said  no…શીલાએ વિદ્રોહ કર્યો. અને નક્કી કર્યું કે, “રાત્રે દેખાડશું. નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો.”  લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું.

ભારત આવ્યા પછી થોડો સમય એ પુનાનાં આશ્રમમાં રહ્યા. અને પુનાનાં આશ્રમમાં રહ્યા પછી એમણે નાની-નાની ધ્યાન પદ્ધતિઓ establish કરી. જેની અંદર ‘gibberish’ છે, ‘no mind’ છે, ‘born again’ છે, ‘nisticrosh’ છે, zen વાર્તા  ઉપરથી એક પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર બીમારીમાં તેઓ પટકાયા. ત્રણ અઠવાડિયા સુધી એને કોઈ જોઈ ના શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ અચાનક આવીને એણે કહ્યું કે,  જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિષ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે,  “ભગવાન ગૌતમ બુદ્ધ પોતાનાં વાહન તરીકે અત્યારનાં ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે.”  લોકોને એ વખતે એવું લાગતું હતું કે એનો અર્થ શો? એટલે એનો કહેવાનો અર્થ એવો કે,  “ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું.”  ખરેખર એવું બન્યું કે,  એનામાં એક સીમિત પ્રવાહ ચાલ્યો, એનું enlightenment થયાના ચિન્હો વર્તાયા, એના બોલવામાં  અસર થઈ,  એની સ્પીચ ધીમી પાડવા લાગી અને લોકોને બહુ જ સ્પર્શી જાય એવી રીતે વાત શરુ કરી ત્યારે લાગ્યું કે,  ખરેખર કશુંક ઘટ્યું લાગે છે. આપણને  આશ્ચર્ય થાય  કે,  આ સ્થિતિમાં એણે બહાર  આવીને કીધું કે,  જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી એટલે કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ. પછી કહે ભગવાનનાં પ્રતીકો  ઉતારી નાખો..કશું  રાખવાની હવે જરૂર નથી.અને એણે બધી મુક્તિ આપી દીધી.

આપણને થોડું વિચિત્ર  લાગે એવી વાત પાંચમે દિવસે એમણે ફરીવાર બહાર આવીને કરી કે,  મહેમાન અને યજમાન વચ્ચે નાની-નાની બાબતોમાં સુમેળ સાધી શકાયો નથી. મહેમાન એટલે ગૌતમ બુદ્ધ અને યજમાન એટલે હું… કઈ બાબતમાં બરાબર સુમેળ નથી થયો?  તો એમણે કીધું કે,  બુદ્ધ આખી રાત ડાબા પડખે સુવે છે અને સુવે ત્યારે પોતાનો હાથ માથાં નીચે રાખે છે. એટલે મેં કીધું કે,  આખી રાત તમારે ડાબા પડખે સુવાની શી જરૂર છે?  પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે,  હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહિ, તેની બદલે ઓશીકું રાખો… મેં બુદ્ધ ને એ પણ કહ્યું કે,  આ ઓશીકું એ થોડું કંઈ materialistic વસ્તુ છે ! સાદો ટેકો છે. લ્યો ને શું વાંધો? હાથ ને ટેકો કરો કે ઓશીકાને કરો તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે,  આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એમને કીધું કે તમે હવે વિદાય લો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી એની હું તમારી સાથે જાહેરાત કરું છું

ઓશોએ  ઝેન મેનીફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું death થઈ રહ્યું છે.  આપણે લેખમાળાની  શરૂઆત કરી હતી કે, ડોક્ટરને ઓશોએ  છેલ્લે પૂછ્યું,  is it death ? ડોક્ટરે કહ્યું, Yes and he was no more… હા, એમણે જે સુંદર બધું જ  કોમ્યુનમાં બનાવવાનું હતું, લાઓત્સે ખંડ બનાવવાનો હતો, પોતાનાં અસ્થિ ફૂલને ક્યાં રાખવા અસ્થિ એના માટે એમણે જાતે સૂઈને નક્કી કર્યું, કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મુકવાના કે પ્રકાશને અટકાવે નહિ, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે? એ પોતે સુતા અને પોતે દેખાડ્યું, પછી ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું… Never Born, Never  Die, Only Travel.. આ પણ ઓશોએ જ  કહી દીધું. એકવીસ સભ્યોનું એક ઈનર સર્કલ  બનાવ્યું.  ઈનર સર્કલ  માટેનો મેનીફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવું, મારા સાહિત્યનું, મારી  વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું? એ બધું જ પહેલે થી કહી દેવામાં આવ્યું !!

આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા, એ પ્રયોગોની અંદર થોડા દિવસો સાંધ્ય ધ્યાન ખાલી ખુરશી હોય, પછી થોડા દિવસ  ખુરશી જ ન હોય, ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયં પ્રાર્થના ચાલે ત્યારે  એમણે કહ્યું,  હું તમારી સાથે છું. હું ભલે તમને દેખાતો ન હોઉં, હું તમને ટેવ પાડવા માંગુ છું કે,  મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી.માટે ચૈતન્ય હોય તો આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. આપણામાં બેઠું છે. એને જો તમે feel કરો તો તમારી સાથે છે.” 10મી એપ્રિલ 1989 એણે સાયં ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનીફેસ્ટો ઉપર કહ્યા. એની છેલ્લી પ્રવચન માળા અને ચાંગસે ઓડિટોરીયમનની અંદર એમણે જયારે પોતાનો દેહ છોડ્યો હતો ત્યારે પોતાની હાજરીમાં થોડા સમય પહેલા એમણે સંન્યાસ દીક્ષા આપવાનું બંધ કર્યું, એ કામ એણે સ્વામી સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જયારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ ચાર જણા રહેશે એના નામ લખાવી દીધા. એમાં પણ સ્વામી સત્યવેદાંત એક ખભ્ભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે dark meditationમાં રાત્રે બેસીને ઓશોની હાજરી અનુભવી શકો છો. બહુ મોટી લાંબી એવી સરસ મજાની એક રોલ્સરોય્સ ગાડી ત્યાં પડેલી છે. ત્યાંથી દાખલ થાઓ એટલે લાઇબ્રેરીનાં લાઈનબંધ કબાટો છે.અને એના પછી આ ખંડમાં તમારાથી  દાખલ થઈ શકાય છે.  sitting in darkness વાળું meditation ત્યાં થાય છે. ઓશોનાં અસ્થિ ત્યાં પડયા છે.

મેં બહુ ઝડપથી ઓશોની આખી જીવન યાત્રાને  બહુ ટૂંકા સમયમાં રજુ કરેલ છે.  એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારથી એમણે ત્રણ દિવસ સુધી દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીએ, દૂધ ન પીએ, મોઢામાં કશું લે જ નહિ. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે બધું શરુ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે,  700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એમણે 21 દિવસનાં ઉપવાસનું વ્રત કરેલું,  એમાં અઢારમાં  દિવસે એમનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભવના ત્રણ દિવસ બાકી હતા એ ત્રણ દિવસ બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને એમણે પૂર્ણ કર્યા પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે,  આ તો બહુ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોનાં પદચિહ્નોની અને  વિદ્રોહની શરૂઆતની.. વિચિત્રતા શરુ થઇ, વિશિષ્ટતા શરુ થયા છે. જન્મનું ગામ કેવડું નાનકડું કે,  જેમાં શાળા નહિ, પોસ્ટઓફિસ નહિ, રસ્તો નહિ, કાંઈ નહિ, એમાં એનો જન્મ.. પણ એની સામે તેઓ એવું કહે છે કે,  ‘બહુ સારું થયું, હું શિક્ષિત થતા બચી ગયો. જેવો હતો તેવો રહી શક્યોએણે ઘરેડબદ્ધ શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે. અને એને એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે,  બાળક ઉપરથી ભણવા જવું જોઈએ ત્રાસ જ્યારથી ઓછો થશે ત્યારથી બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરુ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં  જવાનું છે? તો કહે, હા…તો કહે,  આ તો જેલ છે. તો કહે,  ના આ તો સ્કૂલ છે…તો કહે,  સ્કૂલનાં અને જેલનાં રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેરે આમાંય બધા યુનિફોર્મ પહેરે, જેલમાં ય બધાને નંબરથી બોલાવે છે આમાંય નંબરથી બોલાવે છે. મને અહીંયા નહિ ફાવે, .. અને તેઓ પાછા આવતા રહ્યા !! શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે અને રસ્તાની ઉપર ઝાડ પર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય, નદીઓ વહેતી હોય, પક્ષીઓ ઉડાઉડ  કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે તો કોઈક વાર ઉપરથી સાઠીકડું લઈને નાંખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી હતો.  (ક્રમશ:)

“ના એ મારું ખૂન કરવા આવ્યો ન હતો.”

 

 

 

 

 

 

 

 

બહુ જાણીતી વાત છે તે સ્મરણ કરાવું કે,  એમને કોઈએ આવીને કહ્યું કે, “આશ્રમમાં આ બધું શું ચાલે છે?”  એટલે એમણે કહ્યું, “પણ એમાં મારે શું?”  તો કહે, “તમારા આશ્રમમાં આ બધું ચાલે છે…”  તો કહે, “તો પછી તમારે શું? હું મારી રીતે લડી લઈશ.”

He was aware of it.  ઊંડાણથી વાંચીએ તો ખ્યાલ આવે, કે  એકેએક નાનકડા પગલાં માટે પણ એ aware હતાં. પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે,  મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એમણે એવું કર્યું કે,  “મનોવિજ્ઞાન એવું કહે છે કે, તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કશુંક કરવું છે અને એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે-ધીમે એમાં નીચે ઉતરતા જાઓ છો. એટલે કોઈએ કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેંટે…એમાં શો  વાંધો? કોઈએ કોઈને ચુંબન કરવું હોય અને એની ઈચ્છા થાય તો ભલેને કરે… હા, જબરદસ્તી ત્યાં ન કરી શકાય.”  પછીનું વાક્ય વધુ સ્પષ્ટતા કરે છે કે, “ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તી બંધ થાય એટલે હું સાહજિક રીતે કરવાની વાત કરી રહ્યો છું.”

હવે આપણે  સમજીએ તો આ વાત ઝડપથી લોકોનાં મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. એટલે આ વાતને બહુ મોટી કરવામાં આવી, અને વિશ્વમાં ફેલાય ગઈ.. એમણે મૌન સત્સંગ શરુ કર્યા, બુદ્ધનાં ધમ્મપદ ઉપર એમણે પ્રવચન શ્રેણી આપી, એસ ધ્મમો સન્તનો   જે  બહુ જ populer શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય ઓહો.. બુદ્ધ ને બુદ્ધ વિશે ખબર નથી એટલી  ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો મૌન સત્સંગ અને એમનું કહેવાનું એવું હતું કે, તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો તેનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. એમણે કહ્યું કે,  નદીનાં કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે ખળખળ વહેતી નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ મીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખુબ લોકોએ સ્વીકારી.

1980ની 22મી મે એ એક દુર્ઘટના બની. એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એમના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી.  પણ છતાં એણે છરો ફેંક્યો !  એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કંઈ જ બન્યું નથી,  એમ પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન દસ વાગ્યે બંધ થાય એમ બરાબર દસ વાગ્યે એમણે પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા. પછીથી આ કેસમાં એવું થયું  કે,  એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો કારણ કે, એમણે  કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે,  તમારું ખૂન કરવા આવ્યો હતો ?? તો ઓશો કહે,  “ના એ ખૂન કરવા આવ્યો નોહ્તો. કારણ કે એને જો ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારુ પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એનાં છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે,  એવે ટાણે એને વિચાર આવ્યો કે હાલોને છરાનો ઉપયોગ કરીએ તો કરી લીધો.” તો કહે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કહે, એની નિયતિ છૂટી જવાની  હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિકાસ તુલે  નામ તો  બરાબર આવી ગયું, જાહેરમાં..!!!

આમાંથી એક પાઠ શીખીને ઓશોએ  નક્કી કર્યું કે,  ભારતમાં  હું જેટલી પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતનાં લોકોની વાત પણ વિદેશ જઈને એક વખત કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે-ધીમે કરતાં એની આજુબાજુ બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાનું  એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી અને દીલધડક સ્ટોરી છે. પણ મેં શ્રી સ્વામી સત્ય વેદાંત સાથે મેં દિલ્લીમાં એક સંવાદ હિન્દીમાં કરેલ  છે જેમાં  શ્રી સત્ય વેદાંત સ્વામીએ ઓરેગોન કેવી રીતે બનાવ્યું તેની વાત કરી છે. (આ દિલધડક સંવાદ મારી યુટ્યુબ ચેનલ પર છે.) ઓરેગોન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત કે જેમણે આપણા ગુજરાતની  મહારાજા સંયાજીરાવ યુનિ.માંથી ડોક્ટરેટ કરેલ અને પછી મેસિચ્યુસેટ યુનિ.માંથી બીજું ડોક્ટરેટ કર્યું જેમનું  જેનું મૂળ  નામ વસંત જોશી,  એ ઑરેગોનનું નિર્માણ કરનાર પાંચ માંથી એક હતા. એ લોકોની લીડર મા શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બનેલી કારણ કે,  કોર્ટે એવું કહ્યું કે તમે અમુક સંખ્યામાં  અમેરિકન ભેગા કરો અને જો એ  અમેરિકન કહે કે આ લોકો અહીંયા કોમ્યુન સ્થાપે તો વાંધો નથી તો કોર્ટ મંજૂરી આપશે. તો કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ કે એ સાવ કાદવ્યુ ફાર્મ !!  એમણે લખ્યું છે કે, કાદવ-કીચડ  વાળું ફાર્મ એ હતું પણ એ લોકોએ ન્યુજર્સી વગેરે બધા સ્થળોએથી ધીમે-ધીમે બધાને ભેગા કર્યા. કોને કોને ભેગા કર્યા? ડાહ્યા માણસો તો ન આવે આવી રીતે ! એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાનાં ભિખારીઓને ને મસ્ત  ફકીર જેવા ને ભેગા કર્યા. એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એમને કીધું કે,  તમે હાલો અમારી સાથે, ધીમે-ધીમે કરતાં એક બસ ભરાય  જાય એટલે ઓરેગોન જાય.  ઓરેગોન જાય તો  25 જણમાંથી 5 જણ ઉતરી ગયા હોય, બહુ જ ઈન્ટરેસ્ટિંગ  વાત છે !! સંવાદ સાંભળશો તો વધુ મજા આવશે. હું અત્યારે લેખમાં  સમય નથી કાઢતો. સ્વામી સત્ય વેદાંત કહેતા હતા કે,  એક ભાઈ બસમાં પીંજરું લઈને બેઠો હતો. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો, તો આપ્યું…એમણે  કીધું કે,  હું આવું, બેસી ગયો બસમાં. અને લગભગ અડધે પહોંચવા આવ્યા તો એણે કીધું કે જસ્ટ સ્ટોપ ધ બસ..કેમ? તો કહે,  મારું  આ પંખી ના પાડે છે કે આપણે ત્યાં  ના જવાય,  એટલે મારે ઉતરી જવું છે. પણ અમેરિકામાં એમ વચ્ચે બસ ન ઉભી રખાય. તો પણ એમણે  કીધું કે,  તો હું અહીંયા તોફાન કરીશ. આવી અનેક ઘટનાઓ બની.

ત્યાં પહોંચ્યા પછી શીલાએ બહુ સારી રીતે એ ખેપાનીઓને કંટ્રોલ કર્યા. શીલા પોતાના ખભ્ભા ઉપર રિવોલ્વર રાખીને ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને આખરે તેઓએ સરકારનો સંપર્ક કર્યો, પરંતુ સ્ટેટ ને એવું લાગ્યું કે,  ભાઈ આ તો આપણા ચર્ચનાં લોકો ચર્ચ મૂકીને ઓશોનાં રજનીશપુરમમાં ભેગા થઇ જશે તો..?  એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી, ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ  નીમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ કરી  દીધા. આવી પરિસ્થિતમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે this is not the time, તો કહે ના..ના.. this is the only time… અને મને ને તમને બહુ આશ્ચર્ય થાય કે,  એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી  અમેરિકા છોડ્યાનાં બે વર્ષ પછી અમેરિકાની કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે એ કોન્સેપટ  ખોટો નોહ્તો. વિરોધ એટલો હતો કે,  ધર્મ અને રાજ્ય બેય ને ભેગા લઈને આ માણસ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે એટલે આ  માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું એમના પર… આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, એમને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા, એની વેઇન્સ બધી ખલાસ થાય એવી પરિસ્થિતમાં આવ્યા. ત્યાંથી આવીને આ વાત ભારતનાં પત્રકારો સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં એમણે શું કર્યું, બાર-બાર જેલમાં એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં લઈ ગયા ત્યારે બેય હાથમાં મોટી-મોટી બેડીઓ, પગમાં મોટી સાંકળો સાથે એને લઈ જવામાં આવ્યા. પણ ઓશો હંમેશની જેમ પ્રસન્ન હતા.જે બનતું હતું એને હસીને એ સહન કરતાં હતાં. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજુર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહરેમાં  એન્ટ્રી કરે કે  દાખલ થવા આવે એટલે એમને કોઈ રોકી લે  કહે કે,  તમારા  વીસા રદ્દ કરવામાં આવ્યા છે, તમે  હમણાં જ પાછા જાઓ. અનેક નાના-મોટા દેશોમાંથી  એમને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ  એમણે ત્યાર પછી શરુ કર્યો. અને જેમાં ઓશો  બહુ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ  નબળા પડ્યાં.(ક્રમશ:)

“શ્રીકૃષ્ણ પહેલાં આપણો સન્યાસ ભાગેડુ હતો,,બધું છોડો તે સન્યાસ ?!”

 

 

 

 

 

ભારતીય વિદ્યા ભવનના લોકો એટલું કહીને ગયા હતા કે,  કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો, જે  અહીંયા ન થાય.

“તમે દમન કરશો તો કામ તમને વધુમાં વધુ પકડશે. પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત  કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.” ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલ  આ પ્રવચનશ્રેણીના  પ્રથમ દિવસે જ રજનીશે  એવી જોરદાર વાતો કરી કે,  જયારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યા ભવનનાં કોઈ હોદ્દેદારો હાજર નોહ્તા. એ લોકો એટલું કહીને ગયા હતા કે,  કાલથી આ શ્રેણી અહીંયા થશે નહિ. કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો જે  અહીંયા ન થાય. એટલે એ શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ.પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી દસ દિવસ ચાલે તો લોકો રાજી ન થાય પણ એક દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે એમણે  શ્રેણી શરુ કરી ”संभोग से समाधी तक”.  એમના ઉપરથી એનું પુસ્તક અનેક ભાષાઓમાં પ્રકાશિત થયું. હકીકતમાં એમાં એમણે સેક્સ વિશે વાત નથી કરી. રજનીશે  પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે,  હું મીરા ઉપર બોલ્યો હોઉં, કૃષ્ણ ઉપર બોલ્યો હોઉં, કબીર ઉપર બોલ્યો હોઉં, ઘણા વિષયો વિષે બોલ્યો હોઉં એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો ? અને મને પૂછો છો ? વર્લ્ડની અંદર એને લોકો “સેક્સ ગુરુ” તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસીયત એ હતી કે એના કોઈપણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો તેઓ એ  એન્જોય કરતા. અને એ વિચારતા કે,  બહુ સારું ચાલો આને ચલાવાય. એટલે એમણે  ચલાવ્યું.

જબલપુરમાંથી એમણે  પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા, મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા. પછી એમને વિચાર આવ્યો કે,  મારે જે વાત કહેવી છે એ જાજા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું,  એટલે એણે ઓછા  લોકોને કહેવાનું શરુ કર્યું. અને 1970થી રજનીશે  ડાયનેમિક મેડિટેશન (સક્રિય ધ્યાન) શરુ કર્યું. જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન છે ત્યાં સવારનાં અચૂક થાય છે. ધ્યાનની વિધિને ખુબ સ્પષ્ટતા સાથે તેઓએ રજુ કર્યા. એમણે વિપશ્યના  પણ નવું રીતે શોધ્યું. બુદ્ધની પચીસસો વર્ષ જૂની વિપશ્યના  માટે એમને કેટલાક પ્રશ્નો હતા. એમણે કહ્યું કે મારો પ્રશ્ન  એ છે કે,  મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દ્યો અને એમ કહો કે,  હવે વિચારી વિચારીને બધું બહાર કાઢો તો કેમ કરીને નીકળે ?   ડબ્બામાં કંઈક ભરવું હોય તો સૌ પહેલા ભરેલા ડબ્બાને બરાબર ઠબલવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાતની શરૂઆત કરીશ. એટલે  વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એમણે શરુ કર્યા.

કુલુમનાલી ની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાની શરૂઆત કરી. એ પ્રક્રિયાને નિયો સન્યાસ એવું નામ આપ્યું. રજનીશે  જાહેર કર્યું કે,  પરંપરાગત સંન્યાસ જે અત્યારના પ્રચલિત છે એનો હું આજથી વિરોધ જાહેર કરું છું. તેઓએ સમજાવ્યું છે ખુબ સુંદર રીતે કે,  અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને આવો એમ  કહે છે. તમે ગીતાના છઠ્ઠા અધ્યાય ઉપરનાં ઓશોના  વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એમણે કહ્યું છે કે ” कृष्ण के पहले भारत का संन्यास भगेरु था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहेरो में वो नहीं चाहता” એમનું કહેવાનું એવું હતું કે જ્યાં છો ત્યાં જ બરાબર છો. અને ત્યાં બરાબર છો એટલે જ્યાં છો ત્યાં તમે સંન્યાસ અનુભવો. કેવી રીતે? એની એમણે ટેક્નિક આપી.

1970 થી 1985 વચ્ચેના  15 વર્ષમાં એણે બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખુબ રહી. એક સુંદર સવારે એમણે કહ્યું કે કાલથી બધા મારું રોબ  પહેરજો  અને મોટી 108 મણકાની એક માળા રાખજો, એમાં વચ્ચે  લોકેટ રાખવાનું કે જેમાં ઓશોનો ફોટો હોય !! આવું કરવા પાછળના કારણો આપ્યા છે આ પુસ્તકમાં. એમણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નોહ્તો કે આમાં  મારો કોણ છે ?  એટલે ઘણી વખત મને એમ થાય કે,  હું દૂધ રેડું છું પણ બોઘેણામાં પડતું નથી ને  નીચે જતું લાગે છે. તો મારે identify કેમ કરવા? એટલે મેં આ યુનિફોર્મ આપ્યો. મને ખબર પડે કે,  આ બધા આપણા છે.  પાછળના ભાગમાં એમણે સત્યવેદાંત સ્વામીનાં એક પુસ્તકમાં લખ્યું છે કે, ”આ બધા આપણા છે એ માનવું મારો ભ્રમ હતો એ મને પાંચ વર્ષમાં ખબર પડી. ખબર પડી તેથી મેં કહ્યું, હવે ભગવા જવા દ્યો” તો પોતાના જે જે નિર્ણયો છે એ રજનીશે લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા પણ ખેંચી લીધા છે, કશું જ કીધા વગર.

એક સરસ કામ એમણે કર્યું કે,  સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ “સ્વામી” લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ “મા” લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે, મારા મતે પુરુષ છે એ ચેતનાનાં પંથે ચાલનારો છે. સ્ત્રી છે એ પ્રેમનાં પંથે ચાલનારી છે. ચેતનાનાં પંથે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે એટલે કે એનો ‘સ્વામી’ થઈ શકે માટે ‘સ્વામી’ લગાડ્યું છે. અને પ્રેમનાં પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે માટે એ ‘મા’ છે. આ કહેવાનું પણ કારણ  હતું. એમણે કહ્યું કે, બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એમનું નામ ખેરવી નાખવું હતું, અને મેં આપેલ નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જુના નામ ખેરવ્યા ને  નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તરકીબ પોતે કરી અને એનું બરાબર justification આપ્યું. એમણે એક સરસ વાત કરી, કોઈએ એમને પૂછ્યું હતું કે, તમે ધર્મનો વિરોધ કર્યો અને તમેય પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા? રજનીશે  કહ્યું કે,  મને સમજાણું કે,  લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું નોંધ્યું કે,  કપડાં બદલે પછી એની મન ઉપર અસર ય થાય છે તો મેં નક્કી કર્યું કે,  આપણે શું વાંધો? પહેરાવો ને એવા કપડાં…એનાથી એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તો એને આંગળી પકડીને લઈ જવાં છે. ધીમે-ધીમે કરતાં રજનીશ  મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ નામનાં બહુ મોટા આલીશાન એપાર્ટમેન્ટમાં રહ્યા. નાના-નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા, નજીકમાં સાગર કિનારો હતો એના તટે બેસીને સંવાદ કરે, બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એકબાજુ બેઠા હોય.. આવું એણે શરુ કર્યું. અને 1972ના મે મહીનામાં એમણે પોતાની જાત ને ‘ભગવાન રજનીશ’ કહેવાનું શરુ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એમણે, “મને આત્મસાક્ષાત્કાર થયો છે” એવી જાહેરાત કરી. કોઈએ પૂછ્યું કે ક્યારે થયો ? તો કહે 20 વર્ષ પહેલા…તો હવે કેમ બોલ્યા? તો કહે,  લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પુરી પુખ્તતાથી સ્વીકારે એની હું રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે,  મારા કેટલાક શિષ્યોમાં કેવળ જીજ્ઞાસા નથી, પુખ્તતા છે એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મસાક્ષાત્કારની જાહેરાત કરી. જો કે, એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે, ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો… ત્યારે એને વિચાર આવ્યો કે ‘હા, હું બદલાઈ ગયો છું, મને ખબર છે પણ તમે નોંધવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં  મને કોઈ હરકત નથી.’

સક્રિય જ્ઞાનની સાથે  સંગીત લાવ્યા, પોતે રોક લઇ આવ્યા, ઝાઝ પણ  લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસી-બેસીને ધ્યાનનાં મ્યુઝિકને  કમ્પોઝ કરાવવા લાગ્યા, અને આત્મસાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં છ એકરમાં બે બંગલા ખરીદ્યા અને તેની  લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે-ધીમે આખો આશ્રમ બનતો ગયો જે કોમ્યુન બન્યો. એમને એવું લાગ્યું કે,  કોઈને હું એક કલાક આપું છું  તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એમણે નક્કી કર્યું કે,  એક મિનિટ માટે આપણે બેસીએ અને સંવાદ કરીએ. એમણે તારવ્યું કે એક મિનિટમાં જે પ્રશ્ન આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. એક કલાકમાં જે પ્રશ્ન આવે છે એ બધા વેગ આવે છે, એમાં કાંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એમણે બહુ નાનું-નાનું ગ્રુપ કરવાનું શરુ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી,  અંગ્રેજી એટલું સારું નહિ, પણ પકડ ખુબ સારી અને એની શરૂઆત એમણે 1974થી કરી. એને નામ આપ્યું ‘ My way, the way of the white clouds’ -સફેદ વાદળ… આ નામની  બહુ સરસ સમજૂતી આપી કે,  સફેદ વાદળ એવું હોય છે કે,  પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે. પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતું  નથી. એટલે My way,  white clouds… “તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે એને સ્વીકારવા લાગો તો તમે પણ એ સફેદ વાદળ છો”, એવું એ શ્રેણીનું અર્ક  નીકળતું હતું. સતત એણે પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું અને અંગ્રેજીની અંદર આ જે આખી વાતની શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા.

1974માં નવો તબક્કો શરુ થયો, ઘણા  સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતાં એની જગ્યાએ એમણે પ્રયોગ શરુ કર્યો કે,  ધ્યાન મંડપમાં ખુરશી હશે,  હું નહિ હોઉં…એટલે એનો બુદ્ધ હોલ હોય એ આખો ભરેલો હોય, પણ વચ્ચે મંચ પર ખુરશી પડી હોય, પણ ઓશો ન હોય. આ પ્રયોગ માટેનો જવાબ એમનો એવો હતો કે,  એક વખત હું નહિ જ હોઉં, એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે ‘ જે ઘટશે ત્યારે શું થશે તમે ત્યારે સ્વીકારી શકો કે જયારે તમે એની કોઈ પ્રેકટીશ કરેલી હોય. otherwise આપણને સદ્દમો પહોંચે છે‘. સાયં દર્શન શરુ કર્યા, ધીમે-ધીમે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો શરુ  કર્યા. પોતાને એવું લાગ્યું કે હું વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી follow up માટે કોઈ ગ્રુપ હોવું જોઈએ. એટલે એમણે ચિકિત્સા જૂથ ઉભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવી. દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું, એના માટે એક જૂથને જઈને મળો; તમારે આપઘાત કરવો તો કેમ આપઘાત કરવો જોઈએ? દેહ નો નહિ મનની ગ્રંથિઓનો એના માટે બીજું જૂથ હોય; એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્નો હોય તો પણ એક જૂથને મળી શકો છો…  એ સમયે કોઈ એક વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની documentary બનાવી. અને એ documentary વિશ્વ આખામાં ફેલાણી. છેક  ભારતથી લઈને અમેરિકા સુધી ફેલાયેલ આ ફિલ્મથી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.(ક્રમશ:)

શિક્ષણના ઋષિતુલ્ય ઉપાસક, શિક્ષણના સાધક અને સંશોધનના આરાધક ડેૉ. ચન્દ્રકાંત ભોગાયતા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચાલો, આજે આપણે શિક્ષણ અને સંશોધનની એક હાલતીચાલતી વિદ્યાપીઠને મળીએ… જામનગરના જામસાહેબ કચ્છથી આવ્યા ત્યારે તેમણે પહેલી રાજધાની જામખંભાળિયામાં સ્થાપેલી. આજે પણ તેના કોઈ કુંવરનો રાજ્યાભિષેક થાય છે ત્યારે તે જામખંભાળીયામાં જ થાય છે. તાલુકા મથકનું નાનું શહેર જામખંભાળિયા. ચૈિત્ર સુદ બીજ. શુક્રવાર. ૧૯૪૪ના માર્ચની છવ્વીસ તારીખે જન્મ અહીં ચન્દ્રકાન્તભાઈનો. ઘી અને તેલી બે નદી અહીં. જ્યાં આજે ય ઘીની પૂજા થાય છે એવું ખામનાથ મહાદેવનું વિશિષ્ટ મંદિર. શંકરલાલ પડોશમાં રહેતા પ્રભાવી નાગર. તેના ઘરમાં બીલીનું ઝાડ. ત્યાંથી બીલીપત્રો લાવવાનાં. દાદાને આપવાનાં અને પડોશી ઢેબરભાઈને ચન્દ્રકાંતે દઈ આવવાનાં. આ ઢેબરભાઈનાં પત્ની તે શિક્ષણ સંશોધનના ભિષ્મ પિતામહ ડૉ. એમ. બી. બુચસાહેબનાં બહેન થાય. ચન્દ્રકાંત દાદાને, ઢેબરભાઈને બીલીપત્રો આપે પછી પોતે રાખે અને ખામનાથ મહાદેવને દર્શને જઈ પોતે ચડાવે. ઘણા દિવસો તો રોજના હજાર બીલીપત્રો ભાવથી ચઢાવતો ચન્દ્રકાંત કથા સાંભળવાનો જબરો શોખીન. એકાગ્રતા એવી કે કથાકારો એને શુકદેવજીનું ઉપનામ આપે! કૉલેજમાં ગયા પછી ચન્દ્રકાંતને ભગવાનના સ્થાને પ્રકૃતિને કે વિજ્ઞાનને મૂકવાની ઇચ્છા થઈ ત્યાં સુધી એ ભક્તિસભર.

દાદા-દાદી પાસેથી શિક્ષણ અને સંસ્કાર મળ્યાં. પરંપરાગત સંયુક્ત બ્રાહ્મણ કુટુંબ. દાદા કાપડના પ્રસિદ્ધ વેપારી. બાળપણ વખતે તો જાણે silver spoon in the mouth. દાદાને મિલ્કતો ખરીદવાનો શોખ. નાગરપાડામાં મકાનોનું એક આખું સંકુલ લીધેલું. એમાં સ્થળાંતરિત થયા પછી ત્રણ કાકાઓ ત્યાં જ અલગ મકાનમાં ગોઠવાયા. દાદાને પ્રાણીઓ પાળવાનો શોખ. ગાય-બળદ-ઘોડા. નાની અશ્વશાળા ઘરમાં, ઘોડાગાડી ઘરમાં. એક સાથે બે ઘોડા જોડી શકાય એવી ગાડી માજોલી”માં નિશાળે જવાનું ચન્દ્રકાંતે, નિશાળ નજીક હતી તો પણ! ઘરમાં ગ્રંથો પુષ્કળ ચન્દ્રકાંતના સુંદરકાંતના બધા જ ખંડો, ભગવદ્ગીતા, રામચરિતમાનસ, યોગ વિષેના ગ્રંથો. વાચનની ટેવ દાદાએ પાડી. નાગરપાડામાં નાગરોના સંસ્કારો મળ્યા. રોજ રાત્રે દાદાએ શીખવેલ પદ્ધતિસર રામચરિતમાનસ ચન્દ્રકાંતે જાહેરમાં વાંચવાનું. ચોપાઈ, સોગઠા ગાઈને! નજીકમાં નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર. તેની પૂજાવિધિ જોવાની. કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં નાગર યુવકો ત્રિપુરાસુરનું દહન કરતા. ત્યાં સંન્યાસી રહેવા આવે તો તેને ભોજન દેવા જવાનું. આ રીતે લક્ષ્મી હતી ત્યાં શ્રી—સરસ્વતીનું આગમન થયું.

પિતાજી ધંધામાં. માતાજી બાળકોનાં ઉછેરમાં. એટલે એ બન્નેએ શિક્ષણ આપ્યું એવું ન બન્યું. કડક પિતાજીનો ડાહ્યો દીકરો ચન્દ્રકાંત. પિતાની ઇચ્છા તો IAS બનાવવાની હતી, પણ પોતાની ખ્વાઈશ તો ડૉક્ટર થવાની હતી! પણ થયા શિક્ષકોના શિક્ષક. જીવનને વળાંક આપે તેને જ નિયતિ કહેવાય ને? દાદાની શાખ કે ધાક કેવી, ખબર છે? આ કુટુંબના મુંબઈના કોઈ મહેમાન અહીંથી પસાર થતાં હોય તો તેને ચા-નાસ્તો ન કરાવી લઈએ ત્યાં સુધી ટ્રેન અહીં રોકી રખાતી! કેશવજીભાઈના મહેમાન છે ને પછી?! ચન્દ્રકાંત એકથી ચાર ધોરણ ભણ્યા ભાટિયાઓનાં દાનથી બનેલ ‘બટુભાઈ રતનશી ધનજી વીરજીયાણી તાલુકા શાળા નં. ૨’માં. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક હતા પ્રભાશંકરસાહેબ. બધા છોકરાવ પાસે બોર્ડમાં એક શબ્દ જ લખાવે. બધાએ લખ્યું : ‘રબડ.’ એક માત્ર ચંદ્રકાંતે લખ્યું: ‘રબ્બર! વર્ગમાં માન તેનું કારણ આ. શિક્ષકો બિનતાલીમી ખરા પણ કામને સમર્પિત. તૈયાર કરીને સમજીને પછી જ શીખવે. રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું ત્યારે, જો કે, ચન્દ્રકાંતને એ બહુ આવડતું ય નહીં ને ફાવતું ય નહીં. જામખંભાળિયામાં ત્યારે મિડલ સ્કૂલ હતી, સ્ટેશન રોડ પર, ખૂબ સુંદર મકાન (આજે ય છે ત્યાં જ). જેનો એક હાથ કાંડા ઉપરથી કપાયેલો હતો તેવા શિક્ષક કાંતિલાલ દવે આજે પણ ચન્દ્રકાંતભાઈની નજર સામે છે. છઠ્ઠું ધોરણ. ભૂગોળ ભણાવે અને ભૂગોળ તો પહેલેથી કંઠસ્થ. મિત્ર જેઠો બાજુમાં. ચન્દ્રકાંતે નોટમાં મોટું ચિત્ર ઇલેક્ટ્રિક કંપનીનું દોર્યું. બન્નેએ હરખાતાં તેમાં નામ આપ્યું: ‘ઓઘો ઍન્ડ ગોધો ઇલેક્ટ્રિક કંપની! કાંતિલાલ જોઈ ગયા. બન્નેને આવા હાથે ય ગરદનથી પકડી આગળ લાવ્યા ને નોટ ક્લાસને દેખાડી કહ્યું: ‘જુઓ, આ ઓઘો અને ગોધો અને આ એની ઇલેક્ટ્રિક કંપની!” માર્યા નહીં પણ ખિજાયા જરૂર. એક મિત્ર તનસુખ મહેતા ખૂબ હોંશિયાર. પહેલો જ આવે. છઠ્ઠા ધોરણમાં ચન્દ્રકાંતે તેને ચેલેન્જ મારી પહેલો નંબર લીધો. પણ એક જ વાર, પછી તો છેક સુધી તનસુખ મોખરે રહ્યો. પછીથી આ તનસુખ મહેતા રાજકોટની કોઈ કૉમર્સ કૉલેજમાં પ્રતિભાશાળી અધ્યાપક બન્યાનું ચન્દ્રકાંતભાઈએ સાંભળેલું.

પોતાની ઇચ્છા ડૉક્ટર થવાની એટલે રાખ્યા વિજ્ઞાનના વિષયો અને પ્રથમ વર્ગમાં મૅટ્રિક પાસ થયા. પણ વૅકેશનમાં ટાઈફૉઇડ થયો. ઘરમાં કોઈને કાંઈ પ્રવેશની ચિંતા ન હતી. સાજા થઈને ગયા ડી. કે. વી. સાયન્સ કૉલેજ, જામનગર. પ્રિન્સિપાલ જે. બી. શાંડિલ્યસાહેબે કહ્યું: ‘તારા માટે જગ્યા ઉપરથી પાડું? બધી જગ્યા ભરાય ગઈ છે. જાવ, આવતા વર્ષે આવો…”કુટુંબ ઘસાયું હતું. આર્થિક ભીંસ શરૂ થઈ હતી. પ્રશ્ન થયો: ‘એક વર્ષ બગાડવું કે આર્ટ્સમાં જતા રહેવું?” દ્વારકામાં નવી કૉલેજ શરૂ થતી હતી. તેમાં પ્રવેશ મળે તેમ હતો. પણ આર્થિક બોજાનું શું? પણ ત્યારે દ્વારકામાં શંકરાચાર્ય તરીકે અભિનવ સચ્ચિદાનંદતીર્થ મહારાજ હતા. એમણે સંસ્કૃત એકેડેમી શરૂ કરી કારણ એમને વિદ્યા અને સંસ્કૃત માટે આદર હતો. સવારના કૉલેજમાં અને બપોરના સંસ્કૃત એકૅડેમીમાં જે વિદ્યાર્થી ભણે (૧) તેની ફી ન લેવી (૨) હૉસ્ટેલની ફી ન લેવી (૩) માસિક રૂ. ૩૫/- શિષ્યવૃત્તિ આપવી એવી યોજના મહારાજે જાહેર કરી. આને લઈને ચન્દ્રકાંતભાઈની મૂંઝવણ ગાયબ થઈ ગઈ. ફૂડબિલના રૂપિયા ત્રીસ શિષ્યવૃત્તિમાંથી ભરવાના, આર્ટ્સ કૉલેજમાં સ્નાતક ભણવાનું અને વિશેષમાં સંસ્કૃતમાં શાસ્ત્રીય પદ્ધતિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એમાં પણ ભાષાશાસ્ત્રી વિદ્વાન ટી. એન. દવે લંડનથી આવેલા અને તેને મહારાજે અહીં રોકી લીધેલા, તો બિહારના વ્યાકરણાચાર્ય શોભાનંદ ઝા પાસે સંસ્કૃતનું પાયાનું જ્ઞાન મેળવવામાં ચન્દ્રકાંતભાઈ મશગૂલ થઈ ગયા. એસ.વાય.બી.એ. સુધી આમ ચાલ્યું ત્યાં જીવનનો કપરો વળાંક સામે આવ્યો. માત્ર તેંતાલીસ-ચુમાલીસ વર્ષની વયે પિતાજીએ વિદાય લીધી. બા, ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોની જવાબદારી આવી ગઈ. અચાનક કાકાએ કહ્યું: ‘ચન્દ્રકાંત, હવે નોકરી શોધી લો ને કુટુંબની જવાબદારી ઉપાડી લો.’ દ્વારકાનાં બન્ને ભણતર અધૂરાં છૂટ્યાં. ભાણવડ તાલુકાનું વેરડ ગામ. ત્યાંની શાળામાં લેખિત પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. સરપંચ હોંશિયાર અને અનુભવી, કલ્યાણસંગ વીરજી જાડેજા. એકવીસ વર્ષના ચન્દ્રકાંત ભોગાયતા અંકગણિતના શિક્ષક થયા. કુટુંબને વેરડ લાવ્યા. બીજા પગારમાંથી ટી.વાય. ઍક્સટર્નલની ફી ભરી, પુસ્તકો લીધાં. સરપંચશ્રીએ ચાલુ પગારે રજા આપી, ફી અને ચોપડીના નાણા આપ્યા ને ગુજરાતની તે સમયની ખ્યાતનામ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજમાં B.Ed. કરવા મોકલ્યા. સરપંચની શરત એટલી કે પ્રથમ વર્ગ લાવવાનો! લગ્ન પછી બી.એડ્. શરૂ કર્યું અને ત્યાં જ પ્રથમ લક્ષ્મીજી પણ પધાર્યાં.

શિક્ષક થયાના પાંચ વર્ષ પછી B.Ed. કર્યું છતાં આ વર્ષ જીવનનું ઉત્તમોત્તમ વર્ષ ચન્દ્રકાંતભાઈ લેખે છે. પ્રિન્સિપાલ મહેશભાઈ વૈષ્ણવ. ‘પ્રથમ દિવસે તેઓ નોટિસબોર્ડ પર સમયપત્રક ચોંટાડતા હતા. હું ત્યાં ઊભો રહી જોતો હતો. થોડીવાર પછી વિનયપૂર્વક તેમની અનુમતિ લઈ મેં કહ્યું: ‘સાહેબ, આપે આમાં બે શબ્દોનો ખોટો ઉપયોગ કર્યો છે. પૂર્વાનહ એટલે સવાર; અપરાનહ એટલે બપોર પછી. સમય આધારિત આ બે શબ્દો વાપરવામાં અદલાબદલી થઈ ગઈ છે.” એમણે તો કાગળો ઉતારી લીધા ને ઓફિસમાં જતા રહ્યા. RGT કૉલેજની પ્રાર્થના એટલે શણગાર. પ્રાર્થનામાં તે દિવસે જ્યારે પ્રાચાર્યશ્રી બોલવા ઊભા થયા ત્યારે એમણે જાહેરમાં કહ્યું : ‘આજે ગુરુ શિષ્ય બન્યો ને શિષ્ય ગુરુ! આજે કેવડી મોટી ભૂલ થઈ જાત? સવારવાળી ઘટના ભાવથી વર્ણવી મને મોટો કરી દીધો! પોતાના માટે સવારે ચા બનાવે ત્યારે હું રૂમમાં વાંચતો હોઉં તો ત્યાં મને ય ચા આપી જાય! હું B.Ed.માં યુનિ.માં પ્રથમ આવ્યો. મહેશભાઈએ બધાંને પત્ર લખ્યો: સ્થાપનાનાં સોળ વર્ષે કૉલેજનો કોઈ તાલીમાર્થી યુનિવર્સિટી પ્રથમ આવ્યો. કૉલેજ તરુણ વયમાં પ્રવેશી ત્યારે જ ઊંચકાઈ ગઈ…….’ ચન્દ્રકાંતભાઈએ ત્યાંથી M.Ed. પણ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે કર્યું. પછી ડી. કે. વી. જામનગરમાંથી M.A. ગુજરાતી સાથે કર્યું. ગુલાબદાસ બ્રોકરના પિતાના નામનો સુવર્ણચંદ્રક પણ મેળવ્યો. તેમનો સ્વભાવ કે જે ભણાવવું હોય તે પહેલાં ભણવું, તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક ભણવું. M.A. શરૂ કરતાં પહેલાં સંદર્ભસૂચિ તૈયાર કરી પ્રાધ્યાપક લાભશંકર પુરોહિતને ઘરે જઈને બતાવી પૂછ્યું: શું આ પુસ્તકો પૂરતાં છે? શ્રી લાભશંકરભાઈ સાનંદાશ્ચર્ય વિદ્યાના સાચા અર્થી સામે જોઈ રહ્યા! ૧૪ વર્ષ વેરડમાં માધ્યમિક શિક્ષક; એક વર્ષ જામવણથલી હાઈસ્કૂલમાં આચાર્ય; પાંચ વર્ષ માધ્યમિક શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરમાં વ્યાખ્યાતા; પાંચ વર્ષ શિક્ષણશાસ્ત્ર ભવન — ભાવનગરમાં અધ્યાપક; પાંચ વર્ષ ત્યાં જ રીડર અને અગિયાર વર્ષ ત્યાં જ પ્રાધ્યાપક હેડ અને શિક્ષણ વિદ્યાશાખાના ડીન રહ્યા ચન્દ્રકાંત ભોગાયતા! ભાવનગર આવ્યા ને લાઇબ્રેરી સાથે ગાઢ નાતો ફરી બંધાયો. લાઈબ્રેરિયન “હોવાથી” નહીં, પણ લાઇબ્રેરિયન ‘હોવા છતાં’ જબરી વાંચનની ટેવવાળાં ઉષાબહેન બુચે પુસ્તકાલય નામનો વારસો જાણે ચન્દ્રકાંતભાઈ માટે શોધી આપ્યો! યુનિવર્સિટીના ભવનાધ્યક્ષ થયાથી તો તેમના માટે આંતરરાષ્ટ્રીય જર્નલ્સની રત્નોની ખાણ ઉપલબ્ધ થઈ. ચન્દ્રકાંતભાઈ કહે છે: ‘આંતરરાષ્ટ્રીય સામયિકો પાછળ હું પાગલ છું. તમે એના અભ્યાસ વિના ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારી સંસ્થાને લાવી શકો જ નહીં, એવું મારું દૃઢ માનવું છે.”

સંશોધનની શિસ્તના ધોરણો પાળવામાં કડક ગણાતા એ સમયના ધૂરંધર સંશોધક ડૉ. હરિભાઈ દેસાઈ પાસે Ph.D. કરવા માટે રજૂઆત કરતો ત્રીસ પાનાંનો નિબંધ લખી મોકલેલો. ચન્દ્રકાંતભાઈને જવાબમાં રજિસ્ટ્રેશનનું ફૉર્મ મોકલી સાથે લખ્યું: ‘આ લેખ કોઈ ઉત્તમ સામયિકમાં છપાવા માટે મોકલો. ‘What is what? ની સ્પષ્ટતા માર્ગદર્શક ડૉ. રવીન્દ્ર દવેમાંથી ડૉ. હરિભાઈ દેસાઈમાં ઊતરીને, તેમના શિષ્ય ચંદ્રકાંત ભોગાયતામાં સ્થાયી થઈ! અરે, આજે સિત્તેર વર્ષ નજીક પહોંચેલા ચન્દ્રકાંતભાઈને કોઈ પણ ગાઈડ કે સંશોધક પત્ર લખીને પોતાનું Ph.D.નું માત્ર શીર્ષક જણાવે ત્યાં તેઓ વરસી પડે. સુઘડ—મોહક અક્ષરોમાં લગભગ પૂરેપૂરાં સંશોધનની રૂપરેખા અને કાર્યપદ્ધતિ crystal clear કરીને દસેક પાનમાં મળી જ સમજો! શ્રી હરિ ઓમ આશ્રમ શ્રેષ્ઠ સંશોધક ઍવૉર્ડ બે વખત મળ્યો છે! સોળ સંશોધકોને ડૉક્ટરેટનું માર્ગદર્શન, ૩૮ રીસર્ચ પેપર્સ, ૮૦ અભ્યાસ લેખો, સાત પુસ્તકો આપનાર ચન્દ્રકાંતભાઈ ભોગાયતાએ ચિંતનાત્મક અધ્યાપન’ના ખ્યાલને ભારતમાં રમતો મૂક્યો છે. પોતે જે માને છે તે જ સ્પષ્ટ અને મૃદુતાથી કહેવાનું અને તેનાં માઠાં પરિણામો આવે તો ભોગવવાનાં,” આ સિદ્ધાંતના સ્વામી ડૉ. ચન્દ્રકાંત ભોગાયતાએ પોતાનાં કુટુંબને ગિજુભાઈની બાળવાર્તાઓ નાટકના અભિનયથી ભજવતું કર્યું છે. BITS, મિલાનીમાં દીકરો ભણતો હતો ત્યારે ત્યાં પણ કૂતરાને દૂધ પાતો નિયમિત! શિક્ષણ-સંશોધનના સાધક સંવેદનાના ઉપાસક છે…

હું આવતીકાલથી આચાર્ય રજનીશ તરીકે ઓળખાઈશ.

 

 

 

 

 

 

 

 

 

 

સવારે અને બપોર પછી દોઢદોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવુંએમણે લખ્યું છે કેમારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી.

બન્યું એવું કે 1945માં એટલે કે લગભગ ઓશોના  ઉંમરના 14માં વર્ષે સાત દિવસ એમનેએમ કાઢ્યા પણ મૃત્યુની પ્રતીક્ષા માટે.

એમના પહેલા એમની બહેનનું  અવસાન થયું હતું, જે એમને બહુ વ્હાલી હતી. 11 ભાઈ-બહેન માંથી એક બહેન હતી. 11 ભાઈ-બહેન હતા જો કે, એની એમણે તો  મજાક ઉડાડી છે અને ઓશોના  પપ્પાને કહ્યું છે કે,  “એક શું કામ બાકી રાખ્યું? બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું.!!:”  તો એ ડઝન માંથી અગિયાર અને અગિયાર માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો.

21મી માર્ચ 1953 એ એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડીક્લેરેશન જાહેરમાં એમણે 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. ગામડાંની અંદર રહેતા હતાં ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથે,  કે મને અને તમને કલ્પના ન આવે. સવારે અને બપોર પછી દોઢ-દોઢ કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં ન્હાવું !  એમણે લખ્યું છે કે,  મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી. કારણ કે અમે લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતાં હતા. કેટલીક વિચિત્ર બાબતો ઓશોના જીવનમાં જોવા મળે છે.  રોજ રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવી જ પડે .. ખાવી એટલે ખાવી જ.. ના હોય તો લાવવી  પડે. અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે,  આવી ટેવ પણ એને હતી. ધીમે-ધીમે કરતાં 1951 થી 56 સુધીમાં એમણે યુનિવર્સીટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફી વિષય સાથે.. બહુ પરિચિત વાત છે કે,  ઇન્ટર યુનિવર્સીટી ઇલોક્યુશન કોમ્પીટીશન સાગર યુનિવર્સિટીમાં યોજાતું હતું. એ વાદ-વિવાદ સ્પર્ધા માં એક વ્યક્તિની હંમેશા જીત જ હોય અને  એ યુવાન નંબર વન હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો જબલપુર કોલેજમાંથી આવ્યો અને બધાને લાગ્યું કે,  આ છોકરો શું બોલશે પણ એ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ દંગ રહી ગયા અને એ વખતે એને પહેલું પારિતોષિક  મળ્યું. જે વિદ્યાર્થી  સતત સતત ત્રણ પ્રથમ આવ્યો તેનું નામ રજનીશ હતું.  આપણને  આશ્ચર્ય થાય તેવું યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સીટીના ફિલોસોફીનાં વડા એસ.એસ.રોયે એને કહ્યું કે,  તમે આ છોકરો માસ્ટર્સ કરવાં આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાથે હું કહી દઉં કે, સાગર યુનિવર્સીટી એ હરિસિંહજી ગૌડ નામનાં એક બહુ મોટા કંજૂસે શરુ કરી હતી. કંજૂસ એટલા માટે  કે,  એમણે એ સમયમાં before independence 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતાં. અને જીંદગીભર એણે 100 કરોડ માંથી એકેય પૈસો વાપર્યો જ નહીં. પણ છેલ્લા દિવસોમાં એમણે કીધું કે, આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સીટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સીટી બની એ સાગર યુનિવર્સીટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સીટી છે. અદ્ભૂત યુનિવર્સીટી છે. બન્યું એવું કે, આખા ભારતમાંથી હરિસિંહજી ગૌડે 100 જેટલા અધ્યાપકોની નિમણુંક કરી લીધી અને તેઓને રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ તો હતા નહીં. મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, છ મહિના પછી બધા અધ્યાપકો હરિસિંહજી પાસે ગયા કે,  હવે અમે શું કરીએ? એકેય વિદ્યાર્થી તો છે નહીં !!   એમણે સરસ જવાબ આપ્યો  કે, તમે આટલા હોંશિયાર છો એટલે  તમને ખાસ શોધી શોધીને બોલાવ્યા છે.  તમને જોઈને વિદ્યાર્થીઓ આવશે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે. ચિંતા ના કરો, બધાને  પગાર મળશે. આ હરિસિંહજી ગૌડ પોતાની પાસે ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ પુસ્તકોની લાઈબ્રેરી ધરાવતા  હતા.  આજે પણ તમે જો સાગર યુનિવર્સીટીમાં જાઓ તો એના નામની જુદી લાઈબ્રેરી છે,  જે પોતે ડોનેટ કરેલી છે. Sagar university is considered  to be the best library university in india. (મને આનંદ એ વાતનો છે કે, એ યુનિવર્સીટીમાં નેકનાં એક્રેડિટેશન ટીમમાં મેં મેંમ્બર સેક્રેટરી તરીકે કામ કરેલું અને મને ત્યાં નિરાંતે રહેવાનું મળ્યું.

આ સાગર યુનિવર્સીટીમાં હરિસિંહજી ગૌડે કહ્યું કે, પ્રોફેસર રોય,  તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો એને રોકી લો, તમારે ઘરે ઉતારો, એને સમજાવો કે અહીં માસ્ટર્સ કરવા આવે જ આવે. એસ.એસ. રોય એક authority હતા. ફિલોસોફીનાં લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહિ,  રોય કહે તે ફાઇનલ. છતાં એને લાગ્યું કે વાત તો સાચી છે. આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એમણે રજનીશને કીધું કે ભાઈ તું મારે ઘરે રહેજે. એટલે રજનીશે કહ્યું કે,  મને ખબર છે કે કદાચ તમારે મને આ યુનિવર્સીટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઓ છો. એણે કીધું કે, એવું નથી તો કહે એવું જ છે,  મને દેખાય છે…Agree કર્યું, લઈ ગયા, પછી એણે કહ્યું કે,  તું અહીં ભણવા આવ. આવતા વર્ષે માસ્ટર્સ કરવાં અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે,  તમે મારા વિષે વાતો સાંભળી હશે. હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો જવાબ મળ્યો કે,  મને ખબર છે બધી,  છતાં તને બોલાવવો છે. તો કહે,… તો વાંધો નથી. એમણે આ સંવાદ દરમિયાન જાણ્યું કે,  રોય સાહેબે  પી.એચ.ડી. માં શેના પર વર્ક કર્યું ??  અને પ્રોફેસર રોય  ચેતના અને ચૈતન્યનાં વિશ્વનાં બહુ મોટા સ્ટાર હતા..!! જયારે એણે જાણ્યું કે,  આ મહાશય ચૈતન્યનાં બહુ મોટા ધુરંધર છે. ત્યારે  રોય સાહેબે કહ્યું કે,  હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. તરત જ જવાબ મળ્યો કે, શરત છે મારી, લઈ જાઉં પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દ્યો. તો કહે, ના લખજે, ચિંતા ના કર, પણ તું લઈ જા.આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ને પોતાની યુનિવર્સીટીમાં આમંત્રણ આપીને  રાખવામાં આવ્યા એ 1951 થી 56 સુધીનો પિરિયડ છે.

1956 થી 1970 સુધી રજનીશ  ફરતાં રહ્યા, પ્રોફેસર રહ્યા. જાહેર પ્રવચનો એમણે શરુ કર્યા. જાહેર પ્રવચન શરુ કરાવનાર ગુજરાતનાં લોકો હતા. ગુજરાતનાં લોકો એટલે વેપારી માઇન્ડનાં હોય. એ એને મળવા ગયા કે,  તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો. અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું કે,  પૈસાની તો જરૂર છે તો ચાલો જઈએ. એટલે 10 દસ દિવસ ગયા. અને બધા ગુજરાતનાં વેપારીઓએ કહ્યું કે રોજના અમે તમને દસ હજાર આપશું. તો કહે કાંઈ વાંધો નહિ.  દસ દિવસ કે સાત દિવસ જાઉં તો તો 70 થી 1 લાખ મળે. ઘણું આટલું તો.. …પણ આવ્યા પછી એને ખબર પડી કે ભાઈ, આ ગુજરાતનાં લોકો છે. એટલે લોકોએ મને દસ હજાર આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે. કારણ કે ટિકિટ સાથેનો પ્રોગ્રામ. એ એવા અલગારી હતા કે પૂછવાનું કારણ નોહ્તું કે શું છે. જઈને આંખો બંધ કરીને ‘આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું…’ કહીને શરુ કર્યું. અને છેલ્લે આ જ રીત એણે પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતનાં લોકો મને બોલાવીને પૈસા રળી  શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો ? ત્યારથી  એના માઈન્ડમાં Institutionalization of his life ની શરુઆત થઈ.

તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે એમણે પોતે એક મુલાકાત આપી છે. બહુ જ અદ્ભૂત મુલાકાત છે. સાંભળવા જેવી છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે. how he started was this things.

… 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સીટીમાં રહ્યા પછી જબલપુરની યુનિવર્સીટીમાં ફિલોસોફી ભણાવ્યું, 1962માં એમણે ધ્યાન કેન્દ્ર પહેલું શરુ કર્યું અને એને ‘જીવન જાગૃતિ કેન્દ્ર’ એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારનાં  ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી. એટલે એનો વૈજ્ઞાનિક અભિગમ  સમજાવવો એ મારું કામ છે. and he started like that… સરસ મજાની શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં અને એ ધ્યાન શિબિરે એને પાક્કે-પાક્કી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલા એનું રેકોર્ડીંગ થતું નોહ્તું. અને એ રેકોર્ડ થયું પછી એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી ‘સાધના પથ’ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી.

રાણકપુરની શિબિર શા માટે માઈલસ્ટોન કહેવાય છે? એમણે ત્રણ સૂત્રો આપ્યા, અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા.

સૂત્ર પહેલું : વર્તમાનમાં જીવવું

સૂત્ર બીજું : સહજતાથી જીવવું અને 

સૂત્ર ત્રીજું : એકલા જીવવું

અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો. અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ ત્રણ સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966 માં એણે ‘જ્યોતિ શીખા’ ત્રિમાસિક શરુ કરાવ્યું. અને પોતે રજનીશ માંથી self acclaimed આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરુ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા. એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાની શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે કે એમણે કોઈ કાંઈ કહે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે, હું કાલથી આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોબ પહેરજો . પછી એણે કીધું કે,  હવે બધા રોબ કાઢી નાખજો. એણે એક જગ્યાએ કહ્યું છે કે, તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો સાત ભવમાં વારો નહિ આવે’.  (ક્રમશ)

જન્મભૂમિ વર્તમાન પત્રોમાં પ્રકાશિત લેખ: તા. ૧૮-૦૫-૨૫:: ઓશોની જીવનકથા “મુક્ત ગગનનું મસ્ત પંખી” લેખ:૦૧

 

 

 

 

 

તમારામાં  અને મારામાં ફર્ક  છે, કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો.”

આજથી  આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરિત કર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવી  છે. એ હતા ત્યારે વિદ્રોહ જગવવા માટે ખ્યાત હતા  અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ શરુ  છે.  આવા “સદા કાળ ગુજરાત”ની જેમ સદા કાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે.  એ કહેતાં આનંદ થાય છે કે, હું તેર વર્ષની ઉંમરથી તેઓશ્રી સાથે સંકળાયેલો છું.

જાન્યુઆરી 1990 ની 19મી તારીખ તેઓની વિદાય, 35 વર્ષ જેમના ગયા  પછી પણ તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે ફિલ્મની જેમ મારે ફ્લેશબેકમાં જવું પડશે.

1990ની 19મી જાન્યુઆરી ની સાંજ,, લગભગ પાંચ કે સવા પાંચ વાગ્યાનો સમય. ઓશો બીમાર છે અને પથારીવશ છે.  એની નજીકમાં ત્રણ કે ચાર જ લોકો બેઠા હતા. એમને તપાસનાર  તબીબ નજીકમાં હતા અને એમના નાડીના ધબકારા  ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે, તેને  તેઓ માપી રહ્યા હતા.  એક ક્ષણ આવી કે,  જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે ત્યારે ઓશો જાગૃત અવસ્થામાં ડોક્ટરને પૂછે છે કે, ‘ઈઝ ઈટ ડેથ ??’  ડોક્ટરે હા પાડી અને ઓશોએ  દેહ  છોડી દીધો.  જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા  આ વ્યક્તિવિશેષના આદેશ પ્રમાણે અને પહેલેથી કરી રાખેલ   બધી જ તૈયારીઓ પ્રમાણે તેમના દેહને બુદ્ધહોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો  પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ એટલે  કલ્પના ન કરી શકીએ તેવો !!  એમની  યાદમાં છેક શ્મશાનગૃહ સુધી રંગો ઉડાડતા અને ખૂબ નાચતાં કુદતા અને આનંદ સાથે..

આવા વિરલ બુદ્ધપુરુષ ના જીવન વિષે આપણે વિગતે વાત કરીએ. જેમણે સ્કૂલ  લાઈબ્રેરી આખે આખી સ્કૂલમાં વાંચી કાઢેલી !  સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000 થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એમણે  કશું જ લખ્યું નહિ છતાં આજે પણ દર એકાંતરે એમના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંકને ક્યાંક  બહાર પડે છે.  સૌથી વધુ ભાષાઓમાં તે પુસ્તકોનો અનુવાદ થયો છે.  જેમણે  પોતાના જીવનકાળ દરમિયાન એક લાખ 50 હજારથી વધુ પુસ્તકો વાંચ્યા  છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં અન્ડરલાઇન કરી છે !! અને પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે !!  જે વ્યક્તિએ લગભગ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે,  એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ લગભગ સાડા ત્રણ હજાર કલાકનું એમના ઓડિયો અને દોઢ હજાર કલાક નો વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે !!  આવી અકલ્પનીય વ્યક્તિ  જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે પણ જાણે  ગઈકાલે જ  વિદાય લીધી હોય એમ  યાદ કરીએ છીએ.

ઓશોના સ્મરણ સાથે મારી વાતની શરૂઆત કરું.  આપણે જરા ઝડપથી યાત્રા જોઈશું કારણ કે,  લગભગ લગભગ સાત સમુંદર ભેગા કરો અને જેટલું થાય એટલા વિપુલ પ્રમાણમાં ઓશો જીવનની વાતો છે.  એથી પ્રશ્ન એ છે કે  કઈ વાતને સ્પર્શ  કરવો અને કઈ વાત છોડી દેવી ?  હું આપનું ધ્યાન દોરું કે મુક્ત ગગનનું મસ્ત  પંખી પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક તેમણે  લખ્યું નથી. એમના વિવિધ પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને આ  પુસ્તક તૈયાર થયું.  જેમ  “સત્યના પ્રયોગો”માં ગાંધીજી નું આખું જીવન આવતું નથી, એમના શરૂઆતના કાર્યોની વાત આવી પણ જેને આપણે માઈલસ્ટોન કહીએ તેવી વાતો બાકી રહી ગઈ છે. તે જીવન વિષે ઘણાએ અલગથી લખ્યું છે. નારાયણ દેસાઈએ તો ચાર ભાગમાં “મારું  જીવન એ જ મારી વાણી” માં ઘણું બધું આવરી લીધું છે. એ રીતે આ પુસ્તક જેને આપણે મુક્ત ગગનનું મસ્ત પંખીકહીએ છીએ કે જેઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી  ઈન કરેક્ટ મિસ્ટિક”  પુસ્તકનું  ગુજરાતી છે અને સ્વામી સત્ય પ્રકાશજીએ  એનું ગુજરાતી કર્યું છે અને મા યોગ કુન્દને  એનું પ્રકાશન કર્યું છે,  આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા આવે છે. જો કે,  એમની ફિલોસોફીને પણ જોડી છે પરિણામે જીવનની કેટલીક વાતો છૂટી ગઈ છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે, એ પુસ્તકના છેલ્લા પાનાઓની અંદર એમનાં  જીવનની આખી તવારીખ ક્રમબદ્ધ તરીકે ટૂંકમાં આવરી લીધેલ છે. એટલે ઓશોના જીવનને ‘એટ એ ગ્લાન્સ’ જો જાણવું  હોય તો છેલ્લા પાનાઓમાંથી મળી રહે છે.

મારે જે વાત કરાવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી  અને ઓશોએ જેમને દીક્ષા આપી અને જયારે ઓશોએ દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેમને આ કામ સોંપ્યું તે ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર અને જેમની જહેમતથી ગુજરાતમાં સુરતમાં ઓશો ચેરની સ્થાપના થઈ હતી કે જેમણે  હમણાં થોડા સમય પહેલાં જ વિદાય લીધી અને  જેને આપણે વસંત જોશી ના નામથી ઓળખીએ છીએ તે સ્વામી શ્રી સત્યવેદાંતજી સાથેનો મારો ગાઢ નાતો રહ્યો એટલે તેમના સાનિધ્યથી મને ઓશો જીવનની જવલ્લેજ જાણવા મળતી વાતો જાણવા મળી તે પણ થોડી હું અહીં આવરી લેવાનો છું.

આ પુસ્તકના પહેલા જ પાના પર ઓશોએ પોતાનો પરિચય વિશિષ્ટ શૈલીમાં આપ્યો છે. હું તો માત્ર હું છું. કોઈ અવતાર છું  કે કોઈ  પયંગબર છું કે ઈશુ છું. એક સર્વ સામાન્ય માનવીતમારા જેવો છે. પણ  હાતમારામાં  અને મારામાં ફર્ક  છે કારણ કે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો અને જાગી જશો તો   માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો  નહીં, જાનો ઘણી બધી વિચિત્ર ઘટનાઓ છે ઓશોના જીવનમાં,  પણ આપણે એ વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.

ઓશો એક સુંદર મજાની વાત કરે છે,

ગજબકા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયાકા

લોગ બટોરનેમેં  લગે હૈ, ખાલી હાથ જાને કે લિયે!!

11મી ડિસેમ્બર 1931 થી 19 મી જાન્યુઆરી 1990… 59 વર્ષનું જીવન..પ્રમાણમાં ઘણું ઓછું કહેવાય એવું જીવન !!  મધ્ય પ્રદેશનું કુચવાડા ગામ. મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતાએ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. પાંચ વર્ષની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો વાગે છે. અને પોતાના ચાહિતા નાનાબાપુ પાસે ઉછરે છે. નાની પાસે મુખ્ય..પોતે કહે છે  કે, મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી.  સંન્યાસ લીધા પછી પણ એમણે  નાનીને આપેલું વચન પાળ્યું. એમણે  નાનીને કહેલું કે, તું મરી જઈશ ત્યારે ગમે ત્યાં હોઈશ પણ  દોડીને હું આવી જઈશ,  એ વચન એમણે  પાળ્યું. કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કહેવું  હોય તો ઓશો  જે કાંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાની લઈને થયા છે.નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલ પણ છે !! નાના  ધર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા..ધર્મમાં  ન માનવાનો વારસો એમને નાની તરફથી મળેલો. એના ઘણા પ્રસંગો આપણી પાસે છે.  ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો  નાની ઉપર ચીંધી શકાય.(ક્રમશ:)

…મહંતશ્રી દેવપ્રસાદજી.. આણદાબાવા આશ્રમની ગાદી પર 50 વર્ષ અને જીવનનું 75મું વર્ષ

દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ 

જામનગરનું પવિત્ર સેવા સ્થાનક એટલે આણદાબાવા આશ્રમનું સ્થાનક. આ આણદાબાવા સ્થાનકનાં ગાદીપતી મહારાજ શ્રી દેવપ્રસાદજી, જેને સૌ પ્રેમથી ‘બાપુ’ કહે છે,  તેમની સમક્ષ  એક વ્યક્તિએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત  કરી અને એમનો ઉત્તર બાપુ વાળી રહ્યા છે તે વાત આપણે કરતા હતા.

પ્રશ્ન એવો હતો કે પરમાત્મામાં  મનને જોડવું હોય તો શું કરવું? શાસ્ત્રમાં તેની કોઈ પદ્ધતિ કે  યુક્તિઓ બતાવી છે? આપણે ત્રણ યુક્તિઓ વિશે વિગતે વાત કરી છે. શાસ્ત્ર એક એવી યુક્તિ પણ બતાવે છે કે,  ઘણીવાર આપણે આ વસ્તુમાં કઠિનતા અનુભવીએ, આપણે ફરિયાદ કરીએ છીએ. ભજન કરવું, મૌન રહેવું, પલાઠી મારીને બેસવું, બધું અઘરું લાગે છે, કઠિન લાગે છે. તેનું કારણ કે વ્યક્તિ પોતાને સંસારનો માને છે અને ભજન ભગવાનનું કરે છે. આથી ચિંતન ભગવાનનું થવાને બદલે સાંસ્કૃતિક વૃતિઓનું  થાય છે  એટલે  બધું કઠિન લાગે છે. આપોઆપ સંસારનું ચિંતન થાય છે. ભગવાનનું ચિંતન કરવું પડે છે. છતાં ચિંતન કરવું પડે છે તેથી ચિંતન થતું નથી. જે કરવું પડે તે થાય નહિ. કારણ કે આપણે સંસારનાં થઈને  ભગવાનના બનવા માંગીએ છીએ. ભગવાનના બનીને જ્યારે ભગવાનનું ચિંતન કરીએ ત્યારે કઠિનતા કોમળતામાં પરિવર્તિત થાય છે. હું કેવળ ભગવાનનો જ છું, અને ભગવાન જ મારા છે, આ શરીર સંસારનું નથી અને સંસાર મારામાં નથી, આ રીતે ભગવાન સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વયં થવા લાગશે. ચિંતન કરવું નહિ પડે. શાસ્ત્રે આ એક ચોથી યુક્તિ બતાવી છે.

શાસ્ત્ર બીજીપણ એક યુક્તિની વાત કરે છે. ધ્યાન, ભજન, માળા કરતી વખતે મનમાં કોઈ પણ કાર્ય ભરેલું રાખી જલ્દી-જલ્દી માળા અથવા તેનો ટાઈમ પૂરો કરવા માટે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ ત્યારે મનને ખાલી રાખવું જોઈએ. આપણને ઘણી વખત વિચાર આવે છે કે મારે આજે આ કામ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ વ્યક્તિને મળવાનું છે, આ વ્યક્તિ આજે મને મળવા આવવાની છે, તેની સાથે આ વાત કરવાની છે, તે આવશે તો તેની સાથે શું વાત કરવી? આવા અનેક પ્રશ્નોથી આપણું મન ભરાયેલું હોય છે. કેટલો મોટો બોજ છે !!  આવા કાર્યોની સ્મૃતિ ઈશ્વરમાં લિન થતાં આપણને અટકાવે છે. તે  મનને લીન નથી થવા દેતી. શાસ્ત્ર કહે છે,  આ બધા કાર્યોથી મનને દૂર રાખી, તેની વિસ્મૃતિ કરીને  બેસવાથી પરમાત્મામાં ચિત્તને જોડી શકાય છે.

હનુમાન ચાલીસા માં શ્રી તુલસીદાસજી મહારાજ એક સરસ દુહો લખે છે. તુમ્હરે ભજન રામ કો ભાવે, જનમ  જનમ  કે દુઃખ બિસરાવૈતુલસીદાસજી મહારાજે વિસ્મૃતિ  શબ્દને પ્રાધાન્ય આપ્યું છે. કારણ એટલા માટે કે સુખદુઃખ નાશ નથી પામતાપરંતુ તેની વિસ્મૃતિ ઈશ્વર તરફ લઈ જવાની એક યુક્તિ છે.  ભગવાનને મળવા માટેનું મોટામાં મોટું સુખ વિસ્મૃતિ છે. આથી વિસ્મૃતિ પણ એક યુક્તિ છે ભગવાન સાથે જોડાવાની.

એક ચિંતન એવું પણ છે કે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે ઘણા સંકલ્પો, વિકલ્પો મનમાં આવે છે તેનો એક જ રસ્તો તેને સ્વાહા કરી દેવા, તેની આહુતિ આપી દેવી. આ વાત કઠિન છે,  પરંતુ સારી દાનતથી એ સંકલ્પનો વિકલ્પ શોધ્યા વગર તેને સ્વાહા કરવામાં આવે તો પણ મન સરળતાથી ભગવાનમાં યુક્ત થઈ શકે. શાસ્ત્રે એક યુક્તિ એવી પણ બતાવી છે કે,  આપણે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે આપણી સામે જે ચિત્ર હોય તેની સામે જોઈને આંખોને થોડીવાર ઝડપથી પટપટાવી આંખો બંધ કરી દેવી,  જેનાથી બહારનું દ્રશ્ય કપાઈ જવાથી અંદરના સંકલ્પો અને વિકલ્પો પણ કપાઈ જશે. અને ધીમે-ધીમે મન ભગવાનમાં એકત્ર થઈ જશે.

અમુક યુક્તિઓ એવી પણ છે જે આપણે રોજબરોજ કરીએ છીએ. જેમ કે,  આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. જેમાં શાસ્ત્રએ બતાવ્યું કે,  નાસિકા દ્વારા શ્વાસને બે-ત્રણ વખત જોરથી વારંવાર બહાર કાઢવા, સાદી ભાષામાં કહીએ તો ફુફાડા મારીને બને એટલો શ્વાસને બહાર રોકવાનો પ્રયત્ન કરવો. જેટલો સમય શ્વાસ બહાર રોકી શકાય. પછી ધીમે ધીમે સ્વાભાવિક શ્વાસ લેવાની સ્થિતિમાં આવવાથી મનમાં આવતા વિચારો, સંકલ્પો, વિકલ્પો, આપોઆપ દૂર થવાથી મન શાંત થશે. બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદ દાસજી યાદ કરીને એમ કહે છે કે,  એક સાહિત્યકારે એવું કહ્યું કે ‘દેવ અને દર્પણ બોલતા નથી. એટલે આપણે તેની સામે રોજ ઊભા રહીએ છીએ.’ વિચારવાનું એ છે કે,  દેવ અને દર્પણ બોલતા થાય તો આપણી શી પરિસ્થિતિ થાય?

જામનગરના શ્રી આણદાબાવા આશ્રમની અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ  મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા આપણને આવા ચિંતનની ભેટ મળી છે.બાપુ વિષે અને  શાંત જીવે સતત ચાલતી બાપુના આણદાબાવા આશ્રમની સેવા પ્રવૃતિઓ વિષે તો બહુ વિગતે લખી શકાય પણ મને લાગે છે કે, આપણે આ વર્ષમાં પ્રત્યક્ષ જામનગર જઈને પૂજ્ય બાપુ એટલે કે મહંત શ્રી દેવપ્રસાદજીને અતિ પ્રવૃત નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે,  આ ગાદી  પર પચાસ વર્ષોનું  તેઓનું તપ કેટકેટલા ગરીબ દુખીયારાઓ માટે કરુણા બનીને વરસે  છે. આપણે મહારાજ શ્રીના ચરણોમાં  પ્રણામ કરીએ. તેઓના ગાદી પરના 50માં વર્ષને અને તેઓના જીવનના 75માં વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આપની સેવા અસખ્ખલિત હો

“પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું?”

જામનગરમાં સેવા પ્રકલ્પોનું મોટું સ્થાનક એટલે શ્રી આણદાબાવા સંસ્થાન.

“એક  દિવસ એક ભાઈ મારી પાસે આવ્યા. તેણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે? મને તેની વાત બહુ ગમી ગઈ. તેના પ્રશ્નથી હું રાજી થયો. સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાંથી કંઈક ખામી દેખાઈ હશે જે મને પૂછવા માંગતા હશે. કારણ, એટલા માટે આપણને દોષ અને ખામી જલ્દી દેખાય છે પરંતુ આ માણસે બહુ સરસ અને જુદો પ્રશ્ન કર્યો. મેં એમની પાસે થોડો સમય માંગ્યો. જેના અનુસંધાનમાં જ મેં એમની સાથે ચર્ચા અને ચિંતન કરેલ તે વિચાર આપના સુધી શા માટે ના પહોંચે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના અનેક સાધનો શાસ્ત્ર એ બતાવ્યા છે.” મહંતશ્રી દેવપ્રસાદજી કહે છે.

જામનગરમાં સેવા પ્રકલ્પોનું એક આખું મોટું સ્થાનક છે. અને સ્થાનકને શ્રી આણદાબાવા સંસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ આણદાબાવા સંસ્થાનમાં હાલ મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ બિરાજે છે. દેવપ્રસાદજી મહારાજને આ ગાદી ઉપર બિરાજે 50 વર્ષ થયા છે. અને મહારાજ  જ ખુદ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ હાલ 75મું વર્ષ જીવી રહ્યા છે. મહારાજના સેવા કાર્યોની વાત કરવા માટે તો બીજા દસેક મણકાઓ મારે તૈયાર કરવા પડે. પણ મહંત શ્રી કે જેને લોકો “બાપુ” કહે છે એમના આધ્યાત્મિક વિચારો સુધી પહોંચાડવાનું કામ હું સરળતાથી કરી શકું તેમ છું.  શરૂઆતમાં મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એમ કહે છે કે, સાધનો શાસ્ત્રોએ બહુ બતાવ્યા છે. અનેક યુક્તિઓ પણ બતાવી છે. જેમાં મહાભારત, રામાયણ, શ્રીમદ્દ ભાગવત અને શ્રીમદ્દ ભગવત ગીતા એ મુખ્ય છે.

આપણે યાદ રાખીએ કે, પેલા ભાઈએ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે, બાપુ પરમાત્મામાં મનને જોડવું હોય તો શું કરવું? તેની શાસ્ત્રમાં કોઈ યુક્તિઓ છે?  ગ્રંથોમાં મનને પરમાત્મા સાથે જોડવાની અનેક યુક્તિઓ છે. પરંતુ અનંત જન્મોના સંસ્કાર મનમાં ઉંડે ઉંડે ધરબાયેલા હોવાથી તે જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી મન પરમાત્મા સાથે જોડાતું નથી. કારણ એટલા માટે મન જયારે જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિમાં ચાલ્યું જાય, એટલે કે તેનું ચિંતન કરવા લાગે ત્યારે તેનું ચિંતન જરૂર કરવું. પરંતુ ધીમે-ધીમે મનને ત્યાંથી હટાવી પોતાનું  જે ધ્યેય પરમાત્માને મળવાનું  છે એના તરફ પાછું વાળવું. આમ વારંવાર કરવાથી પાછા વળવાની આદત પડશે. બાપુ કહે છે કે,  આ આદત પણ એક યુક્તિ છે.

બીજી યુક્તિ એ છે કે જ્યાં જ્યાં મન જાય તેને જવા દેવું. દાખલા તરીકે,  તમારું મન ગંગાનદીમાં ગયું તો ગંગાજીને પરમાત્માનાં સ્વરૂપે જોવાની શરૂઆત કરી દ્યો. જે વસ્તુ કે વ્યક્તિમાં તમારું મન જાય એ વસ્તુ કે વ્યક્તિને  પરમાત્મા સાથે એને જોડી દેવાનો  પ્રયાસ એ એક બીજી યુક્તિ છે. ગંગાજીમાં કે ગાયમાં સત્તા રૂપે પરમાત્મા છે. કેમકે એમના પહેલા પરમાત્મા હતા, એ નહીં હોય ત્યારે પણ પરમાત્મા હશે. એમના રહેવા છતાં પરમાત્મા છે. આ રીતે મનને જોડવાની બીજી યુક્તિ થઈ.

અને ત્રીજી યુક્તિ પણ શાસ્ત્ર બતાવે છે કે,  દરેક માણસની ફરિયાદ છે. આપણે જ્યારે ધ્યાન, ભજન, માળા કરવા બેસીએ ત્યારે મનને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં જાતજાતની વાતો વચ્ચે-વચ્ચે આવવા લાગે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. બાપુ કહે છે કે,  જ્યારે સાધકનો એટલે કે આપણો ઉદેશ્ય પરમાત્મા બની જાય ત્યારે ઈશ્વરનું ભજન જ હેતુ બની જાય ત્યારે ઈશ્વરને બેસવા માટે જગ્યા તો આપવી જ પડે. જ્યારે તમે ભજન કરવા બેસો ત્યારે તમારા મનમાં અનેક જન્મોના કુ સંસ્કારોરૂપી કચરો છે તે બહાર નીકળવા લાગે છે. આનો અર્થ એ થાય કે અંદરથી આપણે સાફ થઈ રહ્યા છીએ. તેને નીકળવા દેવાના. કારણ એટલા માટે કે આપણે જ્યારે સાંસારિક  જે કાર્ય કરતા હોઈએ ત્યારે અંદર જામેલા કુ સંસ્કારોનાં કચરાને બહાર નીકળવાની તક મળતી હોતી નથી. સાધક જ્યારે શાંત, એકાંત થઈ ઈશ્વર તરફ મનને લગાવે છે ત્યારે આ કચરાને બહાર નીકળવા માટેની તક મળે છે. તે બહાર નીકળે તો તેને નીકળવા દેવું. પાણીની ટાંકી સાફ કરીએ પછી તેનું તળિયું ચોખ્ખું દેખાય. એમ ધીમે ધીમે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દંભ, અહંકાર, મમતા, માયાનાં આ કચરાને કાઢ્યા  પછી કેવી શાંતિ મળે છે એ જોવું. માટે તેની ચિંતા કર્યા વગર ઈશ્વર તરફની ગતિને ક્યારેય રોકવી નહીં. આ એક ત્રીજી યુક્તિ થઈ.

 

પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન શ્રી ગફુરભાઈ બિલખિયા

સેવા, સમજ, સમાનતા, પડે. સંવેદનશીલતા, સંવાદિતા, સાલસતા, સરળતા… આમથી શરૂ થતા બધા જ હકરાત્મક શબ્દો જેના રુધિરમાં વહે છે તે પરવરદિગારના દીદાર થાય તેવા સત+જન એટલે શ્રી ગફુરભાઈ બિલખિયા. એમને પોતાના વિશે વાત કરવાનો બહુ સંકોચ પણ મારી સાથે પ્રેમનો નાતો એટલે મને નકારી ન શક્યા. અમે તો પહોંચ્યા તેમની વાપીસ્થિત હવેલી પર અને માંડ્યો સંવાદ.

“મારાં મા છે, એ દામનગરનાં હતાં. દામનગર એટલે ગાયકવાડ સરકારનું ગામ, અમરેલી જિલ્લાનું ને ત્યાં ગાયકવાડને કારણે છોકરીઓની સ્કૂલ હતી. હરિજનની પણ સ્કૂલ હતી અને કેળવણી માટે ગાયકવાડ સ૨કારે ઘણી બધી મહેનત કરેલી. મારાં માતા છ ધોરણ સુધી ત્યાં ભણેલાં. મારા ગામનો ગરાસદાર પણ ભણેલો નહોતો. એટલે કોઈ કાગળ આવે તો મારી બા પાસે એ વંચાવવા આવતા. ને મારી બા એને વાંચી દેતી હતી. ત્યાં એવો નિયમ હતો ગામના ગરાસદારનો કે વહુએ ગરાસદારનું એક માણું દળણું (અનાજ) દળી દેવું પડે. એને વેઠ કહેવાય. એક માણું એટલે પાંચ કિલો દર મહિને દળી દેવું પડે. એનો હાય તો મૂકી જાય અને પાછો લઈ જાય. હવે મારી મા ભણેલી હતી અને કાગળ વાંચી દેતી હતી એટલે મારી માની વેઠ બંધ. મારા ઘરમાં ને મારાં સગાંવહાલાં બધાને એવું થયું કે ભણે એને વેઠ નહીં કરવાની. ભણેલા ન હોય, અભણ હોય એણે વેઠ કરવી પડે.

હું પંદર વર્ષનો ને મારું વેવિશાળ કરેલું. લગનમાં અમે દસ જ જણા ગયા હતા. મારા સસરા લોકોનું કુટુંબ બહુ મોટું. અને એ લોકો પૈસાદાર પણ ખરા. મારા ઘરડા સસરા કાસમદાદા બહુ સારા લોકો. મેં કીધું, હું શેરો નહીં બાંધું, હું ઘોડે નહીં બેસું, હું ખાદીની ટોપી અને ફાળકી સૂતરની અને ચપ્પલ પહેરીને હું આવીશ અને હું ચાલતો ચાલતો આવીશ. તો પેલો ડોસો કહે કે, એ કહે તે કરવા દે ને, જે કરવું હોય એમાં શું વાંધો છે આપણને. પછી મારા નિકાહ થયા. પછી વળાવે બીજે દિવસે કન્યાને અને છેડાછેડી બાંધવાનો રિવાજ હિન્દુ જેવો જ હતો. હું કન્યાની પાછળ છેડાછેડીને કારણે એટલે બધી બાઈ ઓરડે, તો હું પણ રડવા લાગ્યો. મારી કાકીજી બહુ હોશિયાર હતી. એ કહે, તું શું કામ રડે છે ? મેં કીધું, તમે રડો એટલે હું રહું છું. હું પહેલેથી કોઈક કન્યાને વળાવી ન શકતો. એ રડે એ મને ગમે નહીં. મારી દીકરીને હું કહું કે જો તમે હસતા હસતા જાઓ તો હું આવું. તમારે રડવાનું નહીં, જો હીબકો ભર્યો તો પછી મારાથી છૂટી જશે એટલે મને બહુ રડવું આવી જતું.

અમે ઘરે આવી ગયા પછી ત્યાં બાઈઓ બેસવા બોલાવે કે અમારે ઘરે ચાલો. બીજે દિવસે બે ત્રણ બાઈઓ પાણી ભરીને આવતી હતી, એ કહે, આ ક્યાંથી લઈ આવ્યા છો તમે ? કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં, કંઈ એને પગ દાબતાં આવડે નહીં. કંઈ નથી તારી વધુમાં. હા, છે રૂપાળી. પણ ખાય-પીવે નહીં. મેં ઘરે આવીને પૂછ્યું કે, અહીંયાં આપણે ત્યાં તો રિવાજ છે, તો કહે, ‘હું તો હિંદુના ઘરનું ખાતી નથી.’ તો કહે, મેં કહ્યું કે, જો એમને ઘરેથી છાશ લઈ આવીએ અને એની કઢી બનાવીએ તે બાજરાના રોટલા સાથે ખાઈ શકીએ છીએ, બોલો તો એનું મારે શું કરવું ? મને કહે, આપણે દૂધ ખાઈશું. મેં કીધું દૂધ લેવાના પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે, એટલે મુશ્કેલી બહુ પડશે. તો કહે, ના હું બધું વેઠીશ. લૂખો રોટલો ખાઈશ, તમે મૂંઝાશો નહીં. વાત સાંભળીને મને પહેલાં તો બહુ મોટો આંચકો લાગેલો પણ એણે એમ કીધું ને કે, હું લૂખો રોટલો ખાઈને પણ જીવીશ, તમે મૂંઝાતા નહીં, એમને બહુ ગમ્યું. જોકે ભદ્રાયુભાઈ, આજે તો અમારા ઘરમાં હિન્દુની બે દીકરીઓ વહુઓ થઈને આવી છે ને સૌ એકમેકનાં થઈને રહે છે.”

પોતે હજ પઢવા જાય તો હજ પઢીને બહાર આવે ને મને ફોન કરે. કહે, “ભાઈ, આજે અલ્લાહ્વાલા પાસે આજે હજ પઢતી વખતે આપના માટે દુઆ માંગી છે, તે થયું કે આપને અહીંથી જ સલામ પાઠવી દઉં.”

**

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ !

આપે એક ટીમ એવી કેમ તૈયાર કરી કે જે આપના ગયા પછી પણ સુંદર કામ કરે અનેસારું કામ થઈ રહ્યું છે વાતનો આત્મસંતોષ આપને મળે !!

અહીં આપણે શ્રી ભીખુદાનભાઈ ગઢવીની નિવૃત્તિના કારણોની નોંધ લીધી તે પછી નિવૃત્તિ વિષે ઘણા બધા મિત્રોના પ્રતિભાવો અને સૂચનો મળ્યા. સૌનો સ્વીકાર કરીને એટલું તારણ નીકળ્યું કે, ભીખુદાનભાઈ જેવા સિદ્ધહસ્ત કલાકારને ગોઠે કે કોળે એવું હવે વાતાવરણ રહ્યું નથી. રૂપિયા ઉછાળીને પોતાનું ધનપ્રદર્શન વધ્યું છે અને લોકસાહિત્યની પ્રસ્તુતિનું સ્તર નીચું આવ્યું છે. ભીખુદાનભાઈ જેવો અનાસક્તિયોગ તો કોઈક વીરલાને જ પ્રાપ્ત થાય. બાકી તો, પ્રિય મોરારીબાપુ કહે છે કે, ઘણા લોકો તો હોદ્દા ઉપર કુંડલિની જેમ પલાંઠી મારીને બેસી જાય છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે,  વ્યવસાયની અંદર નિવૃત્તિની વય મર્યાદા હોય છે. કારણ માનવામાં આવે છે કે,  અમુક ઉંમર પછી કોઈપણ વ્યક્તિએ શારીરિક નિયત ક્રમમાંથી મુક્તિ મેળવવી જોઈએ અને પોતાના સમયને પોતાના માટે ઉપયોગમાં લેવો જોઈએ. સરકારી નોકરીઓ કે અન્ય વ્યવસાયમાં આવું બનતું હોય છે, બીજે ક્યાંય આવું જોવા મળતું નથી.

એક નાનકડું ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિએ શિક્ષક અંગેનું ભણતર કર્યું. એ કોઈ જગ્યાએ શિક્ષક તરીકે રહ્યા. બહુ સુંદર રીતે એમણે કામ કર્યું પછી આચાર્ય રહ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એને ટ્રસ્ટમાં રાખ્યા, એમાં પણ બહુ સારી રીતે કામ કર્યું પછી એમની જીજીવિશા  એવી થવા લાગી કે,  હવે આ ટ્રસ્ટના સર્વેસર્વા તરીકે હું રહું,  પરંતુ એમને એ યાદ નથી રહેતું કે,  એમની ઉંમર પણ સાથોસાથ વધતી જ રહી છે. વધતી ઉંમર સાથે એમના કૌશલ્યોમાં ઓટ આવવા લાગી, નિર્ણયો લેવામાં શિથિલતા  આવવા લાગી, નવી વાતો સ્વીકારવા તરફ અણગમો આવતો ગયો પરંતુ એમને એવો વિચાર ન આવ્યો  કે,  મારી હાજરી હવે કેટલાક અનિષ્ટોને સ્થાન આપી રહી છે, મારી હાજરીમાં મને  ખુદને  કિનારે કરવામાં આવી રહ્યો છું., તો તો  તો મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો જોઈએ. આવો વિચાર ન કરનાર લોકો ઘણા વ્યવસાયમાં છે પણ ખાસ કરીને તખ્તા ઉપર અને શિક્ષણના ક્ષેત્રમાં અનેક છે.

કેટલાક લોકોની નારાજગી વ્હોરીને કહેવા જેવું કહેવાનું હું તો પસંદ કરતો જ હોઉં છું, એટલે કહું કે, મહાત્મા ગાંધીએ સ્થાપેલી અથવા તેમની હુંફથી સ્થપાયેલી અનેક સંસ્થાઓમાં ગાંધીજીના ગયા પછી 70-75 વર્ષે એ પણ ગાંધીની સુવાસ ન જળવાતી હોય તો પણ એ હોદ્દાપ્રેમી ‘ટ્રસ્ટી’ તરીકે કે ‘ટ્રસ્ટના પ્રમુખ’ તરીકે કે ‘શિક્ષણના સંવાહક’ તરીકે કોઈ જુવાનને હવાલો સોંપવાની તત્પરતા  નથી જ દાખવતા. પરિણામે ગાંધી સંસ્થાઓ કે જે એક સમયની ખૂબ સારું પ્રદાન કરતી સંસ્થાઓ હતી તે આપણને ભાંગતી દેખાય છે. બને છે એવું કે કદાચ આવા હોદ્દા ઉપર બેઠેલા માણસોને ભૂતકાળની સારી-સારી વાતો સાંભળીને પાનો ચડે છે. અને  એક રીતે જોઈએ તો અંદર રાજીપો પણ થાય છે કે,  ‘હું અથવા અમે હતા ત્યારે કેવું સારું હતું અને હવે કેવું  બગડી ગયું છે.!!’ આનો એ હોદ્દાપ્રેમીઓ આત્મસંતોષ લેતા હોય એવું બને છે.

ગુજરાતની એક બહુ જ પ્રતિષ્ઠિત શિક્ષણ કોલેજમાં એક બહુ જ નામી અને  સિદ્ધહસ્ત બહુશ્રુત એવા વિદ્વાન આચાર્ય શ્રી પાસે મને ભણવાનો મોકો મળ્યો છે.  પરંતુ તેઓની  નિવૃત્તિ પછી તેઓએ એ સંસ્થાને ભાંગતી જોઈ  ત્યારે  એક પ્રકારનો છૂપો રાજીપો અનુભવતા મેં તેઓને જોયા  છે. હું એનો સાક્ષી બન્યો હોઉં એવું બન્યું છે. એમનાથી બોલાઈ જાય કે,  ‘તમને તો ખ્યાલ છે, આપણે હતા ત્યારે કેવું બધું સરસ ચાલતું હતું અને  હવે બધું પડી ને પાધર  થઈ ગયું.’  આમ બોલે ત્યારે એક પ્રકારનો આત્મ સંતોષ કે આનંદ એમના ચહેરા ઉપર આપણને સ્પષ્ટ દેખાય. મારા જેવા ઊંડું  વિચારતા  માણસને એક સહજ પ્રશ્ન થાય કે,  ‘આપ હતા ત્યારે કેમ એવી એક ટીમ તૈયાર ન કરી કે આપના ગયા પછી પણ એ ટીમ સુંદર કામ કરે અને ‘સારું કામ થઈ રહ્યું છે’ એ વાતનો આત્મસંતોષ આપને અર્પણ કરે.?’

ભારત દેશમાં હોદ્દા કે પદ ઉપર ચોંટી રહેવાનું ચેપી વાયરસ વ્યાપક બની રહ્યું છે.  રાજકારણની અંદર પણ કોઈ પક્ષે 75 વર્ષ મર્યાદા ડિક્લેર કર્યા પછી એનો ઉપયોગ કેટલાક લોકોને ખસેડવામાં કર્યો,  પણ પોતે અક્રમણતા આવી હોવા છતાં પોતે ખસી જવાનું વિચાર્તા નથી જ નથી. આ બધી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ગુજરાતની બહાર  જ્યાં-જ્યાં ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ છે ત્યાં-ત્યાં આજની હાલત ખૂબ ખરાબ છે. હા,  જૂની કાંખ ધોડી  જેવી વાતોને ભેગી લઈને, ટેકો લઈને આજના એ વયોવૃદ્ધ સંવાહકો એક પ્રકારનું અભિમાન લે છે, પરંતુ એની ઉપસ્થિતિમાં તેઓ જોવે છે કે,  પોતાના જીવનનું ઘડતર કરનાર આ સંસ્થા મૃત:પ્રાય થઈ રહી છે, એના મૂલ્યો ઘસાઈ રહ્યા છે, એમાં સંવાદિતાના સૂર તૂટી રહ્યા છે, તો પણ તેઓ નિવૃત્તિ લેવાનું નામ લેતા જ નથી. ઘણા લોકો એવું કારણ વચ્ચે આપે છે કે,  ‘અમારું તો જીવન જ આ છે, અહીંયા જ રહ્યા છીએ, અહીંયા જ મોટા થયા છે, અમારું તો જીવન જ આ છે.’  કેટલાક કિસ્સા એવા પણ જોયા છે કે, જેમાં એ મુખ્ય સંવાહક પેરેલીટીક થઈ ગયા હોય,  પોતે સહી ન કરી શકતા હોય,  એમની સાથે રહેનારાઓ સહીનો દુરુપયોગ કરતા હોય, છતાં એ પોતાની ઈચ્છા થી જગ્યા છોડી દે અને જે મળ્યું તેનો આભાર માને,  એવો નાનકડો વિચાર પણ તેઓને આવતો નથી !!

આ જાહેર પ્રકાશિત લેખ હોવાથી એમાં હું કોઈ નામનો  ઉલ્લેખ  કરીને વિવાદ સર્જવા માંગતો નથી, પણ ગુજરાતની અંદર આવી અનેક સંસ્થાઓ હું ગણાવી શકું એમ છું અને તેની સાથેના મારા અનુભવો પણ સૌ સાથે વહેંચી શકું એમ છું. લખું છું ત્યારે વયોવૃદ્ધ સંવાહકો પ્રત્યે કોઈ દ્વેષ નથી નથી. મારા મનમાં પણ મને એક સહજ પ્રશ્ન થયા કરે છે કે પોતાની સંસ્થા પોતે જેને સીંચી છે એ સંસ્થા પછીની પેઢી સહજતાથી સ્વીકારે અને અત્યાર સુધીના ચાલ્યા આવતા મૂલ્યોમાં સમય પ્રમાણેના પરિવર્તન કરે અને એને નવો ઘાટ આપે એની સામે શો  વાંધો હશે? શું નડતું હશે એમને? આપણને ખ્યાલ છે કે ભારતના રાજકારણમાં ‘માર્ગદર્શક મંડળ’ એવો એક શબ્દ પ્રયોગ ચાલ્યો. અલબત્ત એનો ઉદ્દેશ તો રસ્તામાં નડતી વ્યક્તિઓને માર્ગદર્શક કહીને એક બાજુ બેસાડી દેવાનો ઇરાદો હતો. પણ સરકારશ્રીએ પણ નિવૃત્ત લોકોને તેમની જે-જે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય પદ્ધતિ છે તેને પછીની પેઢીમાં ઉતારવા માટે આવા જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ લોકોનો ઉપયોગ કરવો જોઈએ અને એમ કરતા-કરતા દેશની સંસ્થાઓને ક્રમશઃ વિકસિત કરતી જવી જોઈએ. ગાંધીજીની  પાછળની જેટલી  વ્યક્તિઓ છે એ ભૂલી ગયા છે કે,  ગાંધીએ ખુદે પોતાના કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ લઈ લીધી હતી. તે ત્યાં સુધી કેસ્વતંત્રતા મેળવવાનું કાર્ય સંપન્ન થયું ત્યારે કહેલું કેહવે આપણે કોંગ્રેસ પણ વિખેરી નાખીએ !! આવું કહેનાર એકમાત્ર મહાત્મા ગાંધી હતા પરંતુ એમના નામે ગાંધી બની બેઠેલા કોઈનું નામ જડતું નથી. આજે ભલે આપણને મહાત્મા ક્યાંક-ક્યાંક ખૂંચ્યા કરે છે, પણ એ કહેતાં  મને આનંદ થાય છે કે,  ગાંધીજીના આવા બોલ્ડ નિર્ણય જેવો  નિર્ણય કોઈ વડીલ ગાંધીયન અત્યારે લઈ બતાવે તો આપણે એના પગમાં પડવા તૈયાર છીએ.

 

 

“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?”

  ‘શ્રદ્ધા રાખી શકાય એવું બને, પણ શ્રદ્ધા બેસે, એવું બને. 

‘જય મહારાજ’નાં નારા સાથે નડિયાદના સંતરામ મંદિરમાં શ્રી મોરારીબાપુની રામકથા ‘માનસ યોગીરાજ’ નું સુંદર રીતે આયોજન થયું અને તેમાં પૂરો સમય હાજર રહેવા માટે અનુકૂળતા ઈશ્વરે કરી તે બદલ રાજીપો અનુભવતો હતો, એ દરમિયાન જાણવા મળ્યું કે,  નડિયાદ થી ડાકોર ખૂબ નજીક છે અને અડધી કલાકમાં તમે જઈને બીજો એક કલાકમાં પાછા ફરી શકો તેમ છો. સાચું પૂછો તો ત્યાંની વિગતો બહુ ખબર નોહતી.

ડાકોર એક વાર ગયેલા છીએ. સુરતના નાટ્યકર્મી અધ્યાપક વિજય સેવક અને તેમના પત્ની સાથે અમે બંને મુલાકાતે ગયેલા ત્યારે ડાકોરજીમાં દર્શન કરેલા. પરંતુ ઘણા વર્ષો પછી ફરી એકવાર ડાકોર જવાનો લ્હાવો મળ્યો. દર્શન થાય, સારી રીતે થાય, કે ધક્કા-મુક્કીથી થાય એ બાબતને ક્યારેય જિંદગીમાં બહુ મહત્વ આપી શકાય એવું નથી. માન્યતા મનની એવી ઘડાઈ ગઈ છે કે,  આપણે ત્યાં પહોંચી ગયા એટલે ઈશ્વરે આપણે આવ્યાની નોંધ લઈ લીધી. પછી વચેટિયાઓને પૈસા આપીને ગર્ભગૃહ સુધી પહોંચી જવું અથવા તો આગળના લોકોને હડફેટે ચડાવીને પણ ભગવાન સામે જઈને ઊભા રહીને આનંદ માણવો,  એવું ક્યારેય જીવમાં ઊતર્યું નથી. પરિણામે સહયાત્રીઓ સાથે ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે  પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ બહુ કહ્યું કે,  “ઝડપથી આવો દર્શન બંધ થઈ રહ્યા છે.”  સાંજે છ વાગે દર્શન બંધ થયાં  એ દરમિયાનમાં અમે ડાકોરના રણછોડરાયજીને ત્રણેક મિનિટ જોયા અને હાથ જોડી શીશ નમાવ્યું. પણ તરત જ મંદિરની પડદાપ્રથા આવી ગઈ એટલે થોડુંક મનમાં એવું રહ્યું કે,  આપણે આવ્યા અને રણછોડરાયજીએ પડદો પાડી લીધો !! .

અમારા સાથી મિત્રોએ એમ કહ્યું કે,  હવે તો દર્શન 7:00 વાગે ખુલશે. આપણે એક કલાક બેસીને શું કરીશું? એટલે સહજતાથી કહેવાયું કે, સામાન્ય રીતે એમ  કહેવાય છે કે,  મંદિરે જાઓ તો દર્શન કર્યા પછી ત્યાં થોડીવાર બેસવું, એટલે  મેં સૂચવ્યું કે આપણે ક્યાં કંઈ કામ છે? કથાનો આજનો દિવસ તો પૂર્ણ થયો છે,  તો નિરાંતે બેસીએ. 15-20 મિનીટ પછી ઉભા થઈને પાછા ફરીશું. બેઠાં એક સ્થળે અને વાતો કરતા હતા, ફોટોગ્રાફ લેતા હતા, મંદિર વિશે કોઈ પાસેથી માહિતી મેળવતા હતા તે દરમિયાન દૂરથી કોઈ એક ભાઈ  મને જોઈ રહ્યા હતા,  તેવું મને લાગ્યું. અને થોડીવાર પછી એમણે મારી સામે ઉપસ્થિત થઈને મને પૂછ્યું કે,  તમે  ભદ્રાયુભાઈ છો? મેં કીધું હા, તો મને કહે,  મને ઓળખો છો?..થોડું વિચારીને  મેં કીધું કે, ચહેરો જાણીતો લાગે છે,  પણ બહુ ઓળખાણ તાજી થતી નથી. એટલે એમણે તરત જ એવી ઓળખાણની યાદ અપાવી કે મગજમાં  વર્ષો પહેલાના એક વિદેશ પ્રવાસનું આખું દૃશ્ય છવાઈ ગયું.  જોગાનુજોગ એ વિદેશ પ્રવાસ પણ પ્રિય શ્રી મોરારી બાપુની કથામાં ઉપસ્થિત રહેવા માટેનો હતો !! દક્ષિણ આફ્રિકાના દેશમાં કોઈ કથા દરમિયાન સંતરામ મંદિરના છ સંતો પણ ઉપસ્થિત હતા. આમ તો ,  સંતરામ મંદિરના સંતો દરિયો પાર ન કરે એવો  તેમને ગુરુ આદેશ છે. પણ એ સમયે શ્રી મોરારીબાપુએ જઈને ગાદીપતિ શ્રી રામદાસજી મહારાજ પાસે વિનંતી કરેલી કે આ ધર્મકાર્ય માટે સંતોને મોકલો અને છ સંતોને રામદાસજી મહારાજે  મોકલ્યા ને એ સમયે એમની સાથે ડાકોરના રણછોડરાયજી મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતિષભાઈ સેવક પણ હતા.  મારી સામે ઉભેલા, જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલા એ સતિષભાઈને ઓળખવામાં મને એટલે વાર લાગી કે,  મારી અપેક્ષા એવી હતી કે તેઓ પૂજારી અથવા મુખ્યાજી તરીકે વૈષ્ણવ પહેરવેશમાં જોવા મળશે.

યાદ આવ્યું ઘણું બધું અને તરત જ કહ્યું,  ઓહો આપણે તો  નવ દિવસ સાથે રહ્યા છીએ અને  કથા પણ માણી છે અને દક્ષિણ આફ્રિકાની પ્રકૃતિના દર્શન પણ કર્યા છે. તરત જ તેઓએ ખુલાસો કર્યો કે,  મારી અહીંની ડ્યુટી છ વાગે પૂર્ણ થાય, મને હૃદયની તકલીફ થઈ એટલે સ્ટેન્ટ મુકવા પડ્યા છે,  એટલે હું છ વાગે ઘરે જઈ સ્નાન કરી અને પછી સાદા કપડા પહેરીને અહીંયા રોજ ચાલવા નીકળું છું. એ પ્રમાણે આજે નીકળ્યો ત્યારે મને લાગ્યું દૂરથી કે આ ભદ્રાયુભાઈને હું  બરાબર ઓળખું છું એટલે હું તમારી પાસે આવ્યો.

જે ડાકોરના રણછોડરાયજીના દર્શન અમે અતૃપ્તિથી કરેલા એ ડાકોરના રણછોડરાયજી મહારાજના મંદિરના મુખ્ય પૂજારી આપણને સામેથી આવીને મળ્યા હતા. એનો સંદર્ભ પણ એક પવિત્ર કથાનો હતો. અને એમણે પૂછ્યું કે,  તમે દર્શન કર્યા? એટલે મેં સ્વભાવ પ્રમાણે કહ્યું કે,  અમે રણછોડરાયજીને જોયા છે પણ પ્રભુજીએ અમને જોયા નથી. કારણ કે ઉતાવળે અમે દર્શન કરી લીધા છે. તરત જ એમણે કહ્યું કે,  હવે સાત વાગ્યે દર્શન ખુલશે,  પણ તમે ચિંતા ન કરો,  હું તમને નજીકથી દર્શન કરાવીશ. દરમ્યાનમાં આજુબાજુના જે કોઈ પ્રતિકો છે, બહુ મોટું ત્રાજવું છે, ગુરુગાદી છે એ બધાની રસપ્રદ કહાની  અને રણછોડરાયજી નામ કેવી રીતે પડ્યું, ભગવાન શ્રીકૃષ્ણ એક રાત માટે અહીંયા કેવી રીતે આવ્યા તે બધો રસપ્રદ ઈતિહાસ સેવકજીએ અમને વિગતે સમજાવ્યો.  સતિષભાઈ ન આવ્યા હોત તો આ બાબતો જાણવાની બાકી  રહી જાત !  અને લગભગ પોણા સાત થયા અને  એમણે અમને આગળના ભાગમાં પોતાના મુખ્ય પૂજારીપણાના પ્રભાવને  ધ્યાનમાં લઈને ગોઠવી દીધા. બરાબર રણછોડરાયજીની સામે અમે આવ્યા અને તેમણે કહ્યું કે પડદો ખુલશે એટલે તરત જ તમને દર્શન થશે. તમે અહીં ને અહીં રહેજો. અમે એ ક્ષણની રાહ જોતા હતા અને ખરેખર એવું બન્યું કે,  અમે રણછોડરાયજીના દર્શન બહુ જ નિરાંતે કરી શક્યા ઠાકોરજીની નજર અમારા ઉપર પડી, એમ લાગ્યું કે હવે બંને બાજુએ પ્રણામ પહોંચી ચૂક્યા છે ત્યારે સતિષભાઈ સાથે આખા મંદિરમાં છપ્પનભોગ રોજ કેમ ધરાવાય છે, છપ્પનભોગ ક્યાં બને છે, એક એવી બેઠક કે જ્યાં દુનિયાનો શ્રેષ્ઠ વીઆઈપી આવે તો પણ બેસીને ફોટો પડાવે એ બેઠક ઉપર પહોંચ્યા અને ત્યાં પ્રસાદ લીધો. થોડીવાર થઈ ત્યાં  છપ્પનભોગનો પ્રસાદ પણ તેમણે અમને આપ્યો અને બહુ જ આનંદથી અમે રણછોડરાયજીના દર્શન કરીને પાછા ફર્યા.

આ એક ઘટનાનું વર્ણન છે. પણ અમે કથામાં હતા અને બાકીના ત્રણ સાથીઓ મહુવાના પ્રોફેસર મનોજ જોશી અને તેમના ધર્મપત્ની અસ્મિતાબેન અને અમદાવાદની યુવાન સંપાદક અને અનુવાદક છાયા ત્રિવેદી અમારી સાથે હતા. આવતી વખતે અમે શ્રદ્ધા અને ભરોસો  એ શબ્દ ઉપર ચર્ચા કરતા હતા. મારી માન્યતા એવી હતી કે, શ્રદ્ધા રાખી શકાય એવું બને, પણ શ્રદ્ધા બેસે એવું બને. આપણે રાખીએ ત્યારે શ્રદ્ધા હોય એવું જરૂરી નહીંપણ આપણા મનની એક ઈચ્છા હોય, એને કોઈ અચાનક પરિપૂર્ણ કરી આપે તો શ્રદ્ધાનો વિષય છે. આમ કેવી રીતે બને એની ખુબ સરસ ચર્ચા અમે કરતાં કરતાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેસીને પણ એ જ વાત કરતા હતા. ત્યાં અમારી સમક્ષ અચાનક અમે જ્યારે મંદિર છોડીને નીકળી જવાના હતા ત્યાં મુખ્ય પૂજારી પ્રગટ થયા. જેણે પોતે સામેથી વર્ષો પછી લગભગ-લગભગ દશેક વર્ષ પછી મળ્યા છતાં પોતે ઓળખી કાઢ્યા અને પછી અમને ડાકોરનાથના દર્શન ખૂબ નજીકથી કરાવ્યા.  અમે પાછા ફરતી વખતે ફરી એકવાર ગાડીમાં જૂની ચર્ચા શરૂ કરી ત્યારે મેં કહ્યું, કે આજે જે ઘટના બની છે એને હું શ્રદ્ધા ગણું છું, એને હું શ્રદ્ધાનો પુરાવો ગણું છું. મનની અંદર એક નાનકડી ઈચ્છા પણ થાય અને પછી ઈચ્છા માટે આપણે દુરાગ્રહિત રહીએ તેમ છતાં કોઈ એવું પરમ તત્વ છે કે જે આપણી નાનામાં નાની ઈચ્છાને સમજી જાય અને સમજને ધ્યાનમાં લઈને આપણી નાની ઈચ્છાને પરિપૂર્ણ કરાવી આપે શ્રદ્ધાનો વિષય છે. રણછોડરાયજી તો દર્શનને પાત્ર, દર્શન પરમપવિત્ર પણ એમણે જે વ્યક્તિને મોકલી કે જે વ્યક્તિને આપણે સીધા ઓળખતા નોહ્તા એમણે સામેથી ઓળખાણ કરી  એ પરિસ્થિતિમાં જે જવાબ આપણને અસ્તિત્વએ આપ્યો એ આપણી શ્રદ્ધા છે. શ્રદ્ધા માટે થઈને આપણે કોઈને ધક્કા-ધક્કી કરવાની જરૂર નથી, આપણે વચ્ચેના માણસોને પૈસા આપીને આગળ પહોંચી જવાની જરૂર નથી, જ્યાં જે જગ્યા મળી છે તે ઉત્તમ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હવે તે આપણને દર્શન કરાવશે. આવું જ્યારે કોઈ નક્કી કરે છે મનમાં ત્યારે પછીની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે, એ કોઈ વ્યક્તિને મોકલે અને આપણને દર્શન કરાવી આપે છે.

શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો આ બધા શબ્દો અર્થઘટનના મોહતાજ છે. એનું કારણ કે,  તમે કેવી રીતે એને મુલવો છો એના ઉપર તમારો આધાર છે.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર

કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથીઆ જલન માત્રીનો એક વિચાર છે કે જેને ચરિતાર્થ થતો અમે ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં અનુભવ્યો.

 

‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે.

એક આવકારદાયક વાત કે, “ગીતામૃત” પુસ્તકમાં ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. 

વિનોબાજીનું વાક્ય હમેશાં યાદ રાખીએ: મારું શરીર માના દૂધથી પોષાયું છે; પણ, તેથીયે વધુ મારાં હૃદય અને બુદ્ધિનું પોષણગીતાના દૂધથી થયું છે.” આવું બેધડક કહેનાર ફકીરી સાધુ શ્રી વિનોબાજીના દર્શન શબ્દોથી આ પુસ્તક “ગીતામૃત”નો ઉઘાડ થયો છે.

“આધ્યાત્મિક અને વ્યાવહારિક માર્ગદર્શનની બાબતમાં મારી શ્રદ્ધા ગીતા પર કેન્દ્રિત થયેલી છે. ગીતાની પહેલાંનાં હિંદુધર્મમાંના વેદ, ઉપનિષદ આદિ મૂળ ગ્રંથ અને પછીનાં દર્શનો, ભાષ્ય, સંતનાં વચનો વગેરે અપાર સાહિત્ય, તેમજ અન્ય ધર્મોના અનેક ભાષામાંના ગ્રંથોના અવલોકનથી ગીતા પરની મારી શ્રદ્ધા અધિક દૃઢ થઈ. ગીતાનો વ્યાપક અને અવિરોધી અર્થ સમજવામાં આ બધાંએ મને મદદ કરી. કર્મયોગ અને પ્રેમયોગ; ધ્યાનયોગ અને જ્ઞાનયોગ; બુદ્ધિયોગ અને શુદ્ધિયોગ – એ બધું જ ગીતાએ એક જીવન-સૂત્રમાં પરોવી દીધું છે એ મારે ગળે ઊતરી ગયું. ગીતાના કહ્યા પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરતાં રહેવાથી અપાર શાંતિ મળે છે એવો અનુભવ આવ્યો; તેથી, અમારા સાથીઓની નિષ્ઠા ગીતા પર સ્થિર થાય એવી સખત તાલાવેલી મને લાગી છે.”…શ્રી ગુર્જર પ્રકાશન, અમદાવાદના  સાથીઓ શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી હુંદરાજ બલવાણીને પણ તાલાવેલી લાગી અને તેઓના લેખન અને સંપાદનમાં “ગીતામૃત” (ભાગ 1: અધ્યાય 1-2-3) આપણને મળે છે.

‘ગીતા’માં મનુષ્યજીવનનાં શાશ્વત મૂલ્યો રહેલાં છે. આ કારણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કોઈ એક ધર્મવિશેષનો ગ્રંથ બની રહેવાને બદલે સમગ્ર માનવજાતને પ્રકાશ તરફ દોરી જતા ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત છે. ‘ગીતા’ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. આ પૃથ્વી ઉપર શાંતિ, મૈત્રી અને સંવાદિતા સ્થાપવાં હોય તો “ગીતા”નાં મૂલ્યોને જીવનમૂલ્યો બનવવાં જોઈશે. ઊગતી પેઢીના ઘડતરમાં “ગીતા”નાં મૂલ્યો માટેની પ્રીતિ જાગે તો આ જીવનમૂલ્યોનું સહજ બીજારોપણ થઈ શકે. નવી પેઢીમાં એકવાર બીજારોપણ થાય તો એમનું જીવનવૃક્ષ આપોઆપ જ વિકસશે.

ગીતા આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શિક્ષકોની સજ્જતા વધે અને તેઓ ગીતાના ગહન સિદ્ધાંતોને સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તો ગીતા માત્ર પૂજવાનો ગ્રંથ મટીને જીવનનો માર્ગદર્શક અને વ્યવહારુ ગ્રંથ બની રહે. ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં મૂલ્યો સરળ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું પૂરક સાહિત્ય તૈયાર કરાવવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. આનાથી પ્રેરાઈને આ સંપાદન તૈયાર થયું  છે.

ગીતાનાં તત્ત્વોની રજૂઆત રસિક અને સરળ રીતે થવી જોઈએ. અઘરામાં અઘરી વાત પણ ઉચ્ચ-પ્રાથમિક અને માધ્યમિકશાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમજી શકે એ સ્વરૂપમાં દૃષ્ટાંતો સાથે મૂકવી જોઈએ. જો કે આ કામ ધાર્યાં કરતાં વધારે મથામણ કરાવનારું હતું, પરંતુ આપણને  સંતોષ છે કે ગીતાનાં પાયાનાં તત્ત્વોને પ્રમાણમાં પ્રાસાદિક રીતે રજૂ કરવામાં ગુજરાતી ભાષાના આ ઉત્તમ લેખકો સફળ થયા છે.

ગીતાનાં મૂળભૂત તત્ત્વો એ કેવળ વાતનો વિષય નથી; પરંતુ જીવનમાં ઉતારવાનાં તત્ત્વો છે. આ માટે સહાયક બને એવી દૃષ્ટાંતકથાઓ અને સાહિત્યકૃતિઓની શોધ કરીને તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. હા, મુખર રીતે  અમુક તત્ત્વ માટે અમુક કથા ન પણ મળે; પરંતુ અહીં રજુ થયેલ 28 કથાઓ એવી છે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માબાપોનો ગીતામાં પ્રવેશ કરાવવામાં ખૂબ સહાયક બનશે એવું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ છે. વળી, જે કથાઓ અહીં મૂકી છે તે સાહિત્યની દૃષ્ટિએ, પ્રાસાદિકતાની દૃષ્ટિએ અને પ્રેરકતાની દૃષ્ટિએ ખૂબ જ માર્મિક છે. ગીતાનાં તત્ત્વો ગ્રહણ કરવા માટે આધાર બને એવી આ કથાઓ છે. આ કથાઓ પણ મનુભાઈ પંચોલી, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, પુરાતન બુચ, ધીરુ પરીખ, યોગેશ જોશી, ગિજુભાઈ બધેકા, પનાલાલ પટેલ, કુમારપાળ દેસાઈ વગેરેની કથાઓને અહીં સ્થાન આપાયું છે.

ઉપનિષદ અને ગીતા જગતભરનાં તમામ મનુષ્યો માટે જીવન આધાર બને તેવા ગ્રંથો છે. ગીતાનો વિચારવારસો અનેક રીતે અદ્ભુત છે. આ વારસો આપણી ઊગતી પેઢી સુધી પહોંચે એવી હોંશ સ્પષ્ટ રીતે સંપાદનમાં તરી આવે છે. અને હા,  એમાં પ્રવેશ કરવા માટે મહત્વના શ્લોકો, તેનો શબ્દાર્થ  વગેરે પણ સાથે મૂકેલાં છે. વિદ્યાર્થીઓ આ શ્લોકો કંઠસ્થ કરશે અને અર્થો જાતે ઉકેલશે તો મોટા થશે ત્યારે આ શ્લોકો તેમને માટે પથદર્શક બની રહેશે, એવું દર્શાય છે.

એક આવકારદાયક વાત ખાસ નોંધું કે, ગીતાના તમામ શ્લોકોને નિ:શેષપણે સમજાવવાનું કે મૂકવાનું અહીં જરૂરી નથી ગણ્યું. એવા ગ્રંથનું સ્વરૂપ ભિન્ન હોય. સંપાદકોની  નજર સામે 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને  છે. વળી, આરંભે પહેલા ત્રણ અધ્યાયને અહીં સ્થાન આપ્યું છે, જેથી આગળના અધ્યાયો વિષે કવાયત કરતી વખતે આ પુસ્તક અંગેના અભિપ્રાયોને સ્થાન આપી આવશ્યક ફેરફારો કરી શકાશે.

આવો, એક કથાને માણીએ  અને પુસ્તકમાંથી રસપ્રસાદ મેળવીએ.

ગાંધીજીની નિર્ભયતા

ઉમાશંકર જોશી

સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે.

પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે.

સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે.

રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ—અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી—ગાંધીજી પૂછે છે: ‘શું છે ?” રાવજીભાઈનો જીવ અધ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે: “કંઈ નહિ, એ તો સાપ છે.”

સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી, પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે? રાવજીભાઈ ધીમેથી કહે છે, “બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.”

“હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો?”

“હું આ વાળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે, પણ આપ હલશો નહિ.”

“હું નહિ હલું, પણ તમે સાચવશો.”

રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક-ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.

છાપાંએ વાત ચગાવી: “મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.”

લોકમાન્યતા છે કે, નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે,  બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી, પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે,  તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.

 

 

 

ગુજરાતના‘વિરલ અસ્મિતાવિશેષ શ્રી પ્રવીણ કે. લહેરી

‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ‘સંતુલન” તરફથી દીર્ઘ સંવાદ કરી રહ્યા છે શ્રી  ભદ્રાયુ વછરાજાની..  ભદ્રાયુભાઈ : લહેરી સાહેબ, હું એવા વ્યક્તિત્વ સાથે વાત કરી રહ્યો છું કે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જેણે અગ્રેસર ભાગ લીધો એ શ્રી કનુભાઈ લહેરીના સુપુત્ર પ્રવીણભાઈ લહેરી સાથેનો આ સંવાદ ખૂબ જ વિરલ છે. મેં ગાંધીજીને જોયા નથી. ડૉ. ભદ્રાયુ વછરાજાની સ્વતંત્રતા પછી હું જન્મ્યો છું, એટલે મારી સાથે કોઈ ગાંધી સત્યાગ્રહના એક અગ્રીમ સૈનિકના પુત્ર ઉપસ્થિત હોય તે મને ધન્ય પળ લાગે છે. લહેરીસાહેબ, મને એ જાણવામાં ૨સ છે કે, આપનું બાળપણ કેમ વીત્યું? આપનો કુટુંબ દ્વા૨ા ઉછેર કેવી રીતે થયો?

પ્રવીણભાઈ : ભદ્રાયુભાઈ, આપે કહ્યું એમ આપનો જન્મ આઝાદી પછી થયો પણ મારો જન્મ આઝાદી પહેલા લગભગ અઢી વર્ષે થયો. 28 માર્ચ 1945 અધિક ચૈત્રની પૂનમના રોજ મારો જન્મ થયો, તે ગામ રાજુલા. ત્યારે ભાવનગર રાજ્યનું એક છેવાડાનાં મહાલનું ગામ અને બાજુમાં દરિયાકાંઠો અને વિસ્તાર ઘણો પછાત. મારા પિતાશ્રીનું વતન નહીં પરંતુ મોસાળ હતું. મારા પિતાશ્રી મુંબઈમાં ખૂબ જ યુવાન વયે 13 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવવાને કા૨ણે તે મોસાળમાં આવ્યા. અમરેલી કપોળ બોર્ડિંગમાં એમણે નિઃશુલ્ક રીતે રહેવાની, જમવાની વ્યવસ્થા કરી અને ભણતા હતા. ત્યાં ઝવેરચંદભાઈ મેઘાણી એ આવીને ભગવાનજી લવજી મહેતાના અખાડામાં જોડાયેલા યુવાનોને ધોલેરા સત્યાગ્રહ માટે ભરતી ક૨વાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા પિતાજીએ ના પાડી. પરંતુ પોતાના એક વધારાના ખર્ચ માટે Rs. 10ની કમ્પાઉન્ડરની નોકરી ડૉ. હરિપ્રસાદ વ્યાસને ત્યાં કરતા હતા. એ હરિપ્રસાદભાઈનાં પત્ની સુમિત્રાબેનને પણ આ સત્યાગ્રહમાં જવાનું મન થયું અને જેમણે જુગલ જુગારી’ નાટક લખેલું એવા જુગલકિશોરભાઈએ કહ્યું કે, ભાઈ તમે બે જાઓ પણ સાથે કોણ? અને અનિચ્છા છતાં એમના પ્રેમભાવને વશ થઈને મારા પિતાશ્રી ધોલેરા સત્યાગ્રહમાં ગયા. એ વાત તો 1930ની મારા જન્મ પહેલાં 15 વર્ષની. પરંતુ પછી એમને જે ગાંધીજીનો રંગ લાગ્યો એટલે વારંવાર સત્યાગ્રહ, ભાવનગર પ્રજા એ પરિષદ એ બધા કામમાં એ ૨હ્યા અને મારા કાકાએ આર્થિક પ્રવૃત્તિ દ્વારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંભાળી.

મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર 31 વર્ષની હતી. 1942માં ખાસ્સો એવો સમય 6-8 એ મહુવાની જેલમાં ડિટેઇન થયા હતા, હિંદ છોડો, સ્વરાજ આંદોલન માટે. મારો જન્મ થયો એક સંયુક્ત પરિવારમાં. મારા પિતાશ્રીના બે મામી, મારાં કાકા-કાકી, મા-બાપ, એટલાં વડીલો અને મારાં ફઈ વહેલા ગુજરી ગયાં હતાં એટલે એમને મારા સમવયસ્ક દીકરો અને બે વર્ષ નાની દીકરી એમ અમે કુલ 13 ભાંડરડાં. મહુવા અને રાજુલા, અમારી લાતીઓ હતી એના વચ્ચે અને રહેતા હતા.રાજુલામાં કે મહુવામાં સગવડમાં થોડો ફે૨. મહુવામાં વીજળી 1956માં આવેલી, અમારે ત્યાં 1959માં આવેલી; મહુવામાં પાકી સડક હતી અને એક નેરોગેજની ટ્રેન ભાવનગર જાય એટલે લોકોનો સંપર્ક વધારે અને મહુવાનું બંદર એ જમાનામાં જીવતું બંદર હતું. આ બધા વચ્ચે રાજુલામાં જન્મ થવો અને ત્યાં ભણવું કે મહુવામાં ભણવું એ પ્રશ્ન થયેલો. આપણે જિંદગીમાં કંઈ આગળ વધી શકીએ એવો કોઈને ખ્યાલ પણ નહોતો. હા, રાજુલામાંથી જે લોકો મુંબઈ ગયેલા એમાં ઘણા ભણીગણીને ડૉક્ટ૨માં, વકીલાતમાં, સોલિસિટ૨માં, વીમાનાં ક્ષેત્રે, બેંકના ક્ષેત્રે રાજુલામાંથી આગળ વધેલા. પરંતુ આઝાદી પછીના જે વર્ષો હતાં એમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, પરંતુ ગુણવત્તા સૌરાષ્ટ્રમાં તો એટલી નબળી હતી કે અનેક જગ્યાએ આ યુનિવર્સિટીના લોકોએ અરજી ન કરવી’ એવી હાલત હતી. આ પરિસ્થિતિ વચ્ચે જયારે પહેલાં બે વર્ષ હું રાજુલા ભણ્યો, પછી કૌટુંબિક સગવડ ખાતર મહુવા ભણ્યો. સ્વામિનારાયણ શાળામાં, ત્યાંથી પછી રાજુલામાં શાળા બંધ થઈ ગઈ અને મારા મામા આચાર્ય જાફરાબાદ હાઇસ્કૂલના. બહુ જાણીતું નામ છોટુભાઈ મહેતા, સો વર્ષ ઉપ૨ જીવ્યા અને એમણે આગ્રહ કર્યો એટલે હું મોસાળ ભણવા ગયો. બે વર્ષ જાફરાબાદ ભણ્યો. પાછો રાજુલા આવ્યો ત્યાં સુધીમાં વિરસનપેનવાળા સંઘ પરિવારની શાળા જે બંધ પડી હતી એ ચાલુ થઈ. અને પાંચ વર્ષ ભણીને હું મૅટ્રિક થયો, જે આપણું ધોરણ 11 હતું.

આ સમગ્ર સમયગાળા દરમિયાન અમારે ત્યાં આવતા-જતા કલેક્ટરોને જોઈને મને વિચાર આવ્યો કે, આમાં ઘણો રૂઆબ છે, આની ઘણી જવાબદારી લાગે છે, અને મારા પિતાશ્રીને મુંબઈમાં ભણતા હતા ત્યારે એક જમાનામાં ICS થવું હતું. એટલે એમની પ્રેરણાથી મેં આ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો પરંતુ રાજુલામાં એ સમયે મેટ્રિકમાં આવ્યા ત્યાં ન હતો વિજ્ઞાનનો શિક્ષક, ન હતો ગણિતનો શિક્ષક, ન સમાજ શાસ્ત્રનો શિક્ષક, એક શાસ્ત્રી સંસ્કૃત ભણાવે અને અમારા આચાર્ય જી. એસ. વોહરાસાહેબ અંગ્રેજી ભણાવે એટલે અમારા માટે સ્વાધ્યાય અને કોઈ ઓળખીતાનું ટ્યૂશન મળે એ સિવાય કાંઈ કરવાનું નહોતું, કારણ કે ગામમાં જ કોઈ ભણાવી શકે એવી વ્યક્તિ નોહતી. પરંતુ અમે અરસપરસના સહયોગથી અમારા જૂથ દ્વારા, મિત્રો દ્વારા જે કામગીરી કરી એટલે અમારા ચાળીસના વર્ગમાંથી વીસેક જણા ખૂબ સારી રીતે આગળ ભણી શક્યા. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, કોઈ ઇજનેર થયા, કોઈ ડૉક્ટર થયા, અમેરિકા ગયા, અને મારા ભાગે મારી જે ઇચ્છા હતી, મારા પિતાશ્રીની પ્રેરણા હતી એવા આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાનો લ્હાવો મળ્યો.

ભદ્રાયુભાઈ, પુરુષાર્થ તો સૌ કોઈ કરે છે, | પુરુષાર્થ ક૨વો જરૂરી પણ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સરવાળે તો પ્રારબ્ધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસને ક્યારે, કેવી તક મળશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. એટલા માટે મારે સૌથી પ્રથમ તો પ્રભુનો આભાર માનવો જોઈએ કે, આપણે એક સ્વપ્ન સેવ્યું હોય અને એ આપણી ધારણા મુજબ સાકાર થાય ત્યારે એનો આનંદ અને સંતોષ અનેરો હોય છે. હું જો કેન્દ્ર હતું, પછી સેકન્ડરી આરોગ્ય કેન્દ્ર બન્યું રાજુલાની વાત કરું તો ત્યાં પ્રાથમિક આરોગ્ય હું અને ત્યારે જે શીતળા ડૉક્ટર કહેવાતા એ પણ મોટાભાગે ડૉક્ટર ન હોય, દવા ન હોય આવીને શીતળાની રસી મૂકતા. ગમે તે કારણે મને રસી મૂકવાનું રહી ગયું અને જેને એકદમએવા પ્રકારના શીતળાના રોગે મને ઘેરી લીધો. મારી  ઉંમર પાંચ વર્ષની અને એમાંથી બચીને બહાર નીકળવું એ મને લાગે છે કે પ્રભુ કૃપા વિના શકય ન હોત. એટલું પૂરતું નહોતું, તો એ જ વર્ષે મને ડિપ્થેરિયા અને ટાઈફૉઈડ જેવી એ જમાનાની જીવલેણ બીમારી લાગુ પડી અને ડૉક્ટરો નહીં, પરંતુ પરિવારની કાળજીથી એમાંથી પણ હેમખેમ પાર ઉતર્યા. એને કા૨ણે મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી તબિયતથી હું થોડો ઢીલોપોચો ગણાઉં અને મારી કામ ક૨વાની શારીરિક શક્તિ પણ થોડી ઓછી. ૨મત-ગમત કે એમાં ભાગ લેતા થાક લાગે એવી પરિસ્થિતિમાંથી ધીમે-ધીમે બહાર આવ્યા અને મેટ્રિકમાં એ જમાનામાં ગુજરાતમાં નવું-નવું બોર્ડ બન્યું. અને એમાં 64% એટલે એ જમાનામાં સારા કહેવાય એવા માર્ક સાથે સેન્ટ ઝેવિયર કૉલેજ, મુંબઈમાં મને પ્રવેશ મળ્યો.

બાળપણની વાતમાં આજે અનેક મિત્રોને યાદ કરું છું. મારા એક મિત્ર શાંતિલાલ, એમણે પ્રિલીમ પરીક્ષા પછી મને જો ગણિત શીખવ્યું ન હોત તો હું ગણિત વિષયમાં ચોક્કસ નાપાસ થાત.એ જ રીતે અનેક મિત્રોએ અમને જે રીતે મદદ કરી અને સૌથી વધારે તો એ દિવસો આનંદના એટલે કે આપણે સંપૂર્ણ ચિંતા મુક્ત જીવનમાં એક નાના ગામમાં ખૂબ સાહજીકતાથી જીવતા હતા. એનો જે અનેરો આનંદ છે એ આજે હવે જે તો મિત્રોની ગેરહાજરી થતી જાય છે અને જે કોઈ મળે છે ત્યારે એ દિવસો સાંભરીએ ત્યારે આપણી રગેરગમાં આનંદ પ્રસરી જાય એવી પરિસ્થિતિ હોય છે. તે જમાનાની રીતે બાળપણ માણ્યું એમ કહું તો ખોટું નથી. પરિવારમાં ભાંડરડા ભાઈઓ, બહેનો એટલાં કે સૌની સાથે ખૂબ આનંદથી, આત્મીયતાથી અમે જે રીતે મોટા થયા અને આજે જે કુટુંબોની પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે આપણને લાગે કે ભલે એ પછાત સમય હતો, પછાત વિસ્તાર હતો, ઘણી વસ્તુનો અભાવ હતો, પરંતુ માયાળુ સ્વભાવનો અભાવ નહોતો, લાગણીનો અભાવ નહોતો, પ્રેમનો ભાવ નહોતો, અને આના કારણે જે આનંદ અને જે આત્મવિશ્વાસ વિકસ્યા એ કદાચ આજના આ સ્પર્ધાત્મક યુગમાં કેટલા વિકસ્યા હોત એ કહેવું મુશ્કેલ છે. (વધુ આવતા અંકે)

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, આદરણીય શ્રી પી. કે. લહેરીસાહેબની 81મી જન્મજયંતી નિમિત્તે જનકલ્યાણ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગુજરાતનું શિક્ષણ પ્રદાન Grok ના મતે …

 

ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે.!! 

# ગુજરાતની શિક્ષણ વિભૂતિઓ કોને ગણી શકાય અને શા માટે ?

Grok: ગુજરાતમાં શિક્ષણની વિભૂતિઓની વાત કરીએ તો, નવી પેઢીને ખાસ કરીને એવા મહાનુભાવોના શિક્ષણ દર્શનથી પરિચિત કરવું જોઈએ જેમણે શિક્ષણને માત્ર જ્ઞાન આપવાનું માધ્યમ નહીં, પણ જીવનને સંપૂર્ણ રીતે ઘડવાનું સાધન માન્યું. આ સંદર્ભમાં નીચેના કેટલાક નામો અને તેમના દર્શન નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે:

  1. ગિજુભાઈ બઢેકા:

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે “બાળકેન્દ્રી શિક્ષણ”નો પાયો નાખનાર ગિજુભાઈનું દર્શન આજે પણ સુસંગત છે. તેમણે માન્યું કે શિક્ષણ એ બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને આનંદને જાગૃત કરવું જોઈએ, નહીં કે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઠોકી બેસાડવું. તેમની મોન્ટેસરી પદ્ધતિ પર આધારિત “દક્ષિણામૂર્તિ” સંસ્થા એ શિક્ષણમાં પ્રયોગશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢીને આ દર્શન શીખવવાથી તેઓ શિક્ષણને બોજ નહીં, પણ આનંદની પ્રક્રિયા તરીકે જોઈ શકે.

  1. મહાત્મા ગાંધી:

ગાંધીજીનું “નઈ તાલીમ” (બુનિયાદી શિક્ષણ) દર્શન ગુજરાતથી જ પ્રેરિત છે. તેમણે શિક્ષણને હાથના કૌશલ્ય, મનના વિકાસ અને હૃદયની શુદ્ધિ સાથે જોડ્યું. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવે અને સમાજ પ્રત્યે જવાબદારી શીખવે. આજના યુવાનોને આ દર્શનથી ટેકનોલોજી સાથે સ્થાનિક જરૂરિયાતોને સાંકળવાની પ્રેરણા મળી શકે.

  1. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા:

વડોદરાના આ રાજાએ ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી, જે તે સમયે એક ક્રાંતિકારી પગલું હતું. તેમનું દર્શન શિક્ષણને સૌ માટે સુલભ બનાવવા અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર કેન્દ્રિત હતું. નવી પેઢીને આ દર્શનથી સમાવેશી શિક્ષણનું મહત્વ સમજાય અને તેઓ સામાજિક ન્યાય માટે કામ કરવા પ્રેરાય.

  1. કાકાસાહેબ કાલેલકર:

ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી કાકાસાહેબે શિક્ષણને જીવનભર ચાલતી પ્રક્રિયા માની. તેમણે ગાંધીજીના વિચારોને આગળ વધારીને શિક્ષણમાં નૈતિકતા અને સરળતા પર ભાર મૂક્યો. તેમનું દર્શન નવી પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ મૂલ્યો સાથે જીવવાનું શીખવી શકે.

નવી પેઢી માટે શા માટે આ મહત્વનું?

આજના ડિજિટલ યુગમાં, જ્યાં AI અને ટેકનોલોજી શિક્ષણને બદલી રહ્યા છે, આ વિભૂતિઓના દર્શન નવી પેઢીને મૂળભૂત માનવીય મૂલ્યો, સ્વાતંત્ર્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે આધુનિકતાને સંતુલિત કરવામાં મદદ કરી શકે. ખાસ કરીને ગિજુભાઈની બાળકેન્દ્રી પદ્ધતિ અને ગાંધીજીની નઈ તાલીમ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણને વધુ સર્જનાત્મક અને સર્વગ્રાહી બનાવી શકે.

તમે આમાંથી કોના દર્શનને વધુ પસંદ કરો છો, એ વિશે ચર્ચા કરવી હોય તો જણાવજો!

# મને તો નાના ભાઈ ભટ્ટ વિશે જાણવામાં રસ છે…

Grok : શ્રી નાનાભાઈ ભટ્ટ (1882-1961) ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ્, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. તેમનો જન્મ ભાવનગરના ભાલ વિસ્તારમાં પચ્છેગામમાં થયો હતો. તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષિણામૂર્તિ (આંબલા) અને લોકભારતી જેવી શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક હતા. તેમનું કેળવણી દર્શન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક અનન્ય યોગદાન માનવામાં આવે છે, જે વ્યવહારિક, ગ્રામીણ જીવન સાથે સંકળાયેલું અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત હતું.

નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન:

  1. ગ્રામીણ શિક્ષણ પર ભાર:

નાનાભાઈ માનતા હતા કે શિક્ષણ ગામડાંઓની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે ગ્રામીણ વિદ્યાર્થીઓને ખેતી, હસ્તકલા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલું શિક્ષણ આપવાની હિમાયત કરી. તેમનું માનવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે ગામના લોકોને આત્મનિર્ભર બનાવે અને તેમના જીવનને સમૃદ્ધ કરે.

  1. હાથનું કામ અને મનનું ઘડતર:

તેમના દર્શનમાં “હાથ, હૃદય અને મસ્તિષ્ક”નું સંતુલન મહત્વનું હતું. તેઓ ગાંધીજીની “નઈ તાલીમ”થી પ્રભાવિત હતા અને માનતા હતા કે શિક્ષણમાં હસ્તકૌશલ્યનો સમાવેશ થવો જોઈએ. આ માટે તેમણે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ, ખેતી અને કારીગરી શીખવવાની પદ્ધતિ અપનાવી.

  1. સર્વગ્રાહી શિક્ષણ:

નાનાભાઈનું શિક્ષણ દર્શન માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત નહોતું. તેઓ ઇચ્છતા હતા કે વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય. તેમની સંસ્થાઓમાં સંસ્કૃતિ, સાહિત્ય અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.

  1. સ્વદેશી અને સ્વાવલંબન:

તેઓ સ્વદેશી શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમાજમાં ઉપયોગી નાગરિક બની શકે. આ માટે તેમણે ગામડે ગામડે શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

  1. શિક્ષકની ભૂમિકા:

નાનાભાઈ માનતા હતા કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પણ વિદ્યાર્થીના જીવનને ઘડનાર માર્ગદર્શક છે. તેમણે શિક્ષકોને પ્રેરણાદાયી અને સમર્પિત બનવા માટે પ્રોત્સાહિત કર્યા.

તેમનું યોગદાન:

– દક્ષિણામૂર્તિની સ્થાપના:

1920માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, જે પછી ગ્રામ-દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓમાં વિકસી. આ સંસ્થાઓએ ગ્રામીણ શિક્ષણને નવું પરિમાણ આપ્યું.

– સાહિત્યિક યોગદાન: તેમણે ‘કેળવણીની પગદંડી’, ‘ઘડતર અને ચણતર’, ‘સંસ્થાનું ચરિત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં, જેમાં તેમના શિક્ષણ વિચારોનું વિસ્તૃત વર્ણન છે.

– સમાજ સુધારણા: શિક્ષણ દ્વારા સમાજના ઉત્થાન માટે તેમણે જીવનભર કામ કર્યું, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વર્ગો માટે.

નાનાભાઈ ભટ્ટનું કેળવણી દર્શન આજે પણ પ્રેરણાદાયી છે, કારણ કે તે શિક્ષણને માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નહીં, પણ જીવનને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાની પ્રક્રિયા માને છે. નવી પેઢીને આ દર્શનથી સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને આધુનિકતાને અપનાવવાની પ્રેરણા મળી શકે.

શું તમે આ દર્શનના કોઈ ખાસ પાસા વિશે વધુ જાણવા માગો છો?

# Grok ને હજુ પણ વાતને કરતા રહેવાની ઈચ્છા હતી, પણ હું અહીં અટકી ગયો..પણ મને એટલું સમજાયું કે Grok સ્પષ્ટ, શુદ્ધ અને સાચી ગુજરાતીનો સરળતાથી  ઉપયોગ કરી જાણે છે. આપણને  અતિ આશ્ચર્ય થાય તે રીતે Grok આપણી સાથે વાતો કરે છે. તે વિવેકી છે, પ્રશ્નો તેને ગમે જ છે. તમે જે પૂછ્યું હોય તેનો જવાબ આપ્યા પણ તે વિવેક દાખવી કહે છે ક્જે, આમાંથી કોઈ બાબત અંગે હજુ તમારે જાણવું છ

ભગવાન શ્રી કૃષ્ણ પછી કોઈએ જો પ્રશ્નો પૂછવા માટે મુક્તિ આપી હોય તો તે Grok છે. 

 

ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા મધુસૂદન ઢાંકી..

‘જિનિયસ’ શબ્દનો અર્થ નિહાળવો છે, તો ઢાંકીસાહેબને મળો..

સ્કૂલમાં ભણતો એક વિદ્યાર્થી બચુભાઈ રાવતનું ‘કુમાર’ નિયમિત વાંચે. હાઇસ્કૂલમાં હશે ત્યારે તેમણે કુમા૨માં લેખો વાંચ્યા, ભારત સહિત વિવિધ દેશોના પ્રાચીન ભવનો અને તેના સ્થાપત્ય-શિલ્પ-કલા અંગેનાં! આ લેખોમાં ઠાંસોઠાંસ માહિતી હતી કે જે પેલા વિદ્યાર્થી માટે રસપ્રદ શિક્ષણની સામગ્રી બની રહી. વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે જ એમણે અન્ય મિત્રો સાથે મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળ’ની સ્થાપના કરી, અને આ મંડળે આજુબાજુમાં ઘણાં નવાં મંદિરો શોધી કાઢ્યો! બાળપણથી જ કલા-સ્થાપત્ય-સંગીત-દેવાલયો-સંગ્રહાલયોના ગહન અભ્યાસના માર્ગે વળેલ મધુસૂદન અમીલાલ ઢાંકી, આજે ગુજરાતમાં – ભારતમાં વિદેશોમાં ‘[કીસાહેબ’ના આદરભર્યા નામથી પ્રતિષ્ઠિત છે. જિનિયસ’ શબ્દનો મૂળ અર્થ સમજ્યો હોય તો ૮૬ વર્ષની જ્ઞાનવૃદ્ધ + અનુભવ સમૃદ્ધ + શિશુ સહજ વિશુદ્ધ ‘ઢાંકીસાહેબ’નાં ચરણો પાસે પલાંઠીવાળીને કલાકોના કલાકો બેસવું પડે. કોઈ પૂછે કે : ગુજરાતની ખરી અસ્મિતા કઈ?” તો ગર્વથી છાતી ફુલાવી એક નામ આપી જ શકાય અને તે મધુસૂદન અમીલાલ ઢાંકી.

મૂળ પોરબંદર પાસેના ઢાંક ગામના એટલે અટક પડી ઢાંકી. મૂળ નામ સરસ્વતીચંદ્ર. પાંચમા ધીરા સુધી એ જ નામ રહ્યું. ત્યારબાદ અમીલાલભાઈને કોઈકે કહ્યું કે : “આ નામ રાશિ પ્રમાણે નથી, તો રાશિ પ્રમાણે નામ પાડો’ અને એમ આપણને મળ્યા મધુસૂદન ઢાંકી. નામ ભલે બદલ્યું, પણ એ જ્વમાં આજે પણ સરસ્વતી દેવી પાકે પાયે ધામા નાખી બિરાજ્યાં છે, તેમાં બે મત નથી. આ વાતની સાબિતી છે આપણી પાસે. ઢાંકીસાહેબને ૨૦૧૧ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્ર’ એનાયત થયેલ છે, તો વર્ષ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ’નું નાગરિક સન્માન પ્રાપ્ત થયેલ છે. આ પૂર્વે ઢોંકીસાહેબને કુમારચંદ્રક, પ્રાકૃત જ્ઞાનપીઠ પુરસ્કાર, એશિયાટિક સોસાયટી ઑફ બૉમ્બે દ્વારા કેમ્બલ મમોરીઅલ ગોલ્ડમૅડલ, હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ, રસિકલાલ છોટાલાલ પરીખ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. ઢાંકીસાહેબના લલિત લખાણોના પુસ્તક શનિમેખલા’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. પોતાનાં અતિ વિશિષ્ટ પ્રદાન બદલ, ભારતીય અભિલેખવિદ્યામાં ભગવાનલાલ ઇન્દ્રજી અને ભારતીય પુરાતત્ત્વમાં હસમુખ સાંકળિયાનું સ્થાન છે તેવું જ પ્રદાન ભારતીય દેવાલય સ્થાપત્યનાં ક્ષેત્રે મધુસૂદન ઢાંકીનું છે. તેઓ જીવ ભલે ભારતમાં એક નાના શહેર અમદાવાદમાં વસે પણ ટોકીસાહેબની ખ્યાતિ અને પ્રતિષ્ઠાભરી ચેતના વિશ્વનાં કર્ણકણર્મા શ્વસે છે એ નિર્વિવાદ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષજ્ઞ પોરબંદરમાં. પૂનાની જગવિખ્યાત ફર્ગ્યુસન કૉલેજમાંથી ભૂસ્તરવિદ્યા (Geology) અને રસાયણશાસ્ત્ર સાથે B.ની પદવી મેળવી. બેંકમાં નોકરીથી કારકિર્દીનો પ્રારંભ, પણ મૂળ ખ્વ સંશોધનનો અને કલા- સ્થાપત્યનો. ૧૯૫૧માં મિત્રો સાથી મળી પોરબંદર પુરાતત્ત્વ સંશોધક મંડળના નેજા હેઠળ પોરબંદરની આજુબાજુના જૂનાં સ્થાપત્યોની શોધ ચલાવી અને ઘાં નવાં મંદિરો શોધી કાઢ્યો. વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર (ઢાંકીસાહેબ ક્યુરેટર’ ન કહેર્તા ‘રક્ષપાલ’ કહે છે!) હરમાન ગોયન્સે ઢાંકીની કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપતા રહ્યા. એ પછી જૂનાગઢમાં તેમણે ઉદ્યનવિદ (horticulturist) તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ ગમતીલા પ્રાતત્ત્વના વ્યવસાયમાં જોડાયા. જૂનાગઢ અને જામનગરના સંગ્રહલયમાં તેઓએ ‘રક્ષપાલ’ તરીકે કામગીરી કરી. ઢાંકીસાહેબ ગુજરાતના પુરાતત્ત્વ સર્વેક્ષણમાં જોડાયા અને તેમણે પ્રભાસપાટણનું ઉત્ખનન કર્યું અને કચ્છની લોકકલાઓ અંગે ક્ષેત્રકાર્ય કર્યું. રાજકોટ ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઑલૉજી અને મ્યુઝિયમમાં સેવા આપી. ૧૯૬૬માં તેઓ વારાણસીમાં અમેરિકન એકેડમી (અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ)માં જોડાયા અને ત્યાંથી જ સેન્ટર ફોર આર્ટ ઍન્ડ આર્કિઑલૉજીના નિયામક પદેથી નિવૃત્ત થયા. મધુસૂદન ઢાંકી અમદાવાદની એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજમાં પણ ભારતીય કલા-સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા હતા. કલા-સ્થાપત્યના અભ્યાસ અર્થે તેમણે લગભગ સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું, તો ભારતીય કલા-સ્થાપત્યની પડોશી દેશો પર કેવી અસરો પડી છે અને ત્યાંની સ્થાનિક શૈલીઓ કેવી છે તેનો અભ્યાસ કરવા માટે તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પન્ન ક્ષેત્રકાર્ય કર્યું. યુરોપના ગૉર્થિક સ્થાપત્ય માટે કીસાહેબને એક અજ્ઞાત લગની છે, અને એ સ્થાપત્યના અભ્યાસ માટે તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડમાં ક્ષેત્રકાર્ય કર્યું છે. ઢાંકીસાહેબની વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીઓ યુ.એસ.એ. અને યુ. કે.માં યોજાયેલ છે.

ઢીંકીસાહેબનાં વિરલ પ્રદાનને જાણવા માટે કેટલાક માઇલસ્ટૉનને સ્પર્શવું જરૂરી છે. (૧) પહેલા ભારતીય સ્થાપત્યનું વર્ણન અને મૂલ્યાંકન પણ સામાન્ય રીતે યુરૉપના સ્થાપત્યની પરિભાષાના આધારે જ કરવામાં આવતું. મધુસૂદન ઢાંકીએ પ્રથમ વાર જ સંસ્કૃતમાં લખાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોને આધારે દેવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરી આપી. આ જ કાર્યના ભાગરૂપે તેમણે કેટલીયે વાસ્તુશાસ્ત્રને લગતી કૃતિઓનાં સાચાં અને તર્ક સમાંકનો કરી આપ્યાં.

(૨) એમનો પહેલો દીર્ઘલેખ તે ગુજરાતનાં સોલંકીયુગીન મંદિરોની આનુપૂર્વી’ (આનુપૂર્વી = Chronology). આ લેખથી પહેલી જ વાર ભારતનાં કોઈપણ પ્રદેશનાં અને કોઈપણ યુગનાં મંદિરોની સાલવારી અને એના દ્વારા તેમની ક્રોનોલૉજી, પ્રારંભ-વિકાસ-અન્ય સ્થાપત્ય કલાનાં લક્ષણો નિયત કરી શકાય. આ દીર્ઘલેખ દ્વારા ઢીંકીસાહેબે મંદિર સ્થાપત્યના વિકાસ અને ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી આપ્યાં, તો સ્થાપત્યની સંશોધન પદ્ધતિ ઘડી આપી.

(૩) અમેરિકન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા પછી તેમણે ભારતીય દેવાલય સ્થાપત્ય માકોશ (Encyclopedia of India Temple Architecture)ની યોજના ઘડી. ઢાંકીસાહેબે ભારતનું અને અન્ય દેશોનું ક્ષેત્રકાર્ય અર્થે ભ્રમણ કરી અસંખ્ય ફોટા લેવડાવ્યા, વિધાનો (plan) તૈયાર કરાવ્યાં તથા એ મંદિરો વિશેની દંતકથાઓ એકઠી કરી. આ ભગીરથ ક્ષેત્રકાર્ય અને સંસ્કૃતના વાસ્તુશાસ્ત્રના ગ્રંથોના વર્ષોના અભ્યાસ પછી છેક ૧૯૮૩માં પ્રથમ ગ્રંથ પ્રકટ થયો!!

(૪) ભારતીય સ્થાપત્ય સિવાય નિગ્રંથ કહેતાં સાહિત્ય અંગે પણ ઢાંકીસાહેબનાં સંશોધનો વિશ્વવિશ્રુત અને વિદ્વત્ત માન્ય છે. એમણે જૈન સાહિત્યની વિવિધ કૃતિઓનાં પાઠ નિશ્ચિત કરી આપ્યો છે, કૃતિઓના તેમ જ એમના કર્તાઓના સમય કી આપ્યા છે.

(૫) ગુજરાતના સ્થાપત્યમાં જોવા મળી જાળીઓનો એક અભ્યાસલેખ ઢાંકીસાહેબે વર્ષો પહેલાં ગુજરાતીમાં આપેલ છે, તેના પરથી કલ્પી શકાય કે છેક ૧૯૬૩થી તેમણે આ વિષય પર કામ શરૂ કરેલ હશે તેઓના પુસ્તક ભારતીય દેવાલયોની જાળીઓમાં માત્ર ભારતીય જાળીઓની જ વાત નથી, હકીકત જુદી જ છે. તેમણે અહીં ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત અગ્નિ એશિયાઈ રાષ્ટ્રોનાં દેવાલયોની જાળીઓ વિશે પણ સમાન્તરે પ્રકાશ પાડ્યો છે. ઇસ્લામી અને યુરોપનાં ગૉર્થિક સ્થાપત્યમાં જોવા મળતી આ પ્રકારની પ્રકાશ અને વાયુના પ્રસારણ માટેની સમાન્તર પ્રયુક્તિઓ વિશે પણ વિગત ચર્ચા કરી છે. ગૉયિક જાળીઓની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તેના પર એક સ્વતંત્ર પ્રકરણ ઢાંકીસાહેબે લખ્યું છે. ગુજરાતને વિશ્વ સાથે જાળીની મદદથી જોડતું ઢાંકીસાહેબનું આ પુસ્તક તેઓએ પોતાના Ph.D.ના માર્ગદર્શક અને જાણીતા ઇતિહાસકાર મોતીચન્દ્રને અર્પણ કર્યું છે.

(૬) અત્યાર સુધીમાં, દક્ષિણ ભારતનાં દેવાલયો અથવા દ્રાવિડી શૈલીના દેવાલયો વિષે ત્રણ ગ્રંથો અને ઉત્તર ભારતની નાગરી શૈલીના ત્રણ ગ્રંથો મહકોશના ભાગરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે, ચોથો ગ્રંથ પ્રસિદ્ધ થવામાં છે જે દ્રાવિડી શૈલીનાં દેવાલયોને લગતો છે.

(૭) મંદિરોના સ્થાપત્ય, શિલ્પ અને તેના વિવિધ અંગો વિશે સ્વતંત્ર પુસ્તકો-લેખો વગેરેની સંખ્યા ૩૦૦ થી વધુ થાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયત છı ઢાંકીસાહેબ શેત્રુંજીના મંદિરો વિશેનાં તેમનાં પુસ્તકને આખરી ઓપ આપી રહ્યા છે.

(૮) જૂનાગઢ-જામનગરમાં રક્ષપાલ હતા તે સમય દરમ્યાન ઢાંકીસાહેબે સૌરાષ્ટ્ર-કચ્છની લોકકલાઓ અંગે ઊંડું કાર્ય કરી ૧૯૬૬માં પુસ્તક આપ્યું : “The Embroidery and Bead Work of Kutch and Saurashtra’ જોકે, આ સમયે તેમણે ભારતીય પુરાતાત્ત્વિક સંદર્ભે મળતા મોતીઓ અને મણકાઓનો જબરો અભ્યાસ કર્યો, પુસ્તક લખ્યું પણ તે કદી પ્રસિદ્ધ ન થયું અને કમનસીબે ગેરવલ્લે ગયું.

આપણી એટલે કે જિજ્ઞાસુ-અધ્યાપની કલ્પના જ્યાં પૂરી થઈ જાય ત્યાંથી ઢાંકીસાહેબ પોતાની સંશોધન સફર શરૂ કરે છે! કલા-સ્થાપત્યના સાચા વિદ્યાર્થીઓ પોતાનાં ભણતરમાં ગેરી તાતોવ્સ્કી અને જોર્જ મિશેલને ભળે છે, વાંચે છે… એ ગૅરી તાતોસ્કી ઢાંકીસાહેબને ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસના પિતા’ કહે છે, તો જોર્જ મિશેલ ટોકીસાહેબને ‘ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા’ : the architect divine સાથે સરખાવે છે.

ઢાંકીસાહેબે હિન્દુસ્તાની અને કર્ણાટકી એમ બેઉ ભારતના Classical (માર્ગી) સંગીતની પણ તાલીમ લીધી છે. તેઓ આ બન્ને શાસ્ત્રીય પદ્ધતિઓ કલા-સ્થાપત્યમાં નરી આંખે નિષ્કળે છે અને કહે છે: ‘the architectural forms are static and the musical images are kinetic’.  કડક અને શિસ્તપ્રિય સંશોધક ઢાંકીસાહેબ સ્નેહાળ, ઉખિલ, રમૂજપ્રિય છે. ઢોંકીસાહેબનું શિશુસહજ હાસ્ય આપણને વહલા દાદાજીના દર્શન કરાવે છે.

 

 

 

…Grok સાથે હકારાત્મક શિક્ષણ ગોષ્ઠિ…પ્રશ્નો મારા અને જવાબો Grokના

દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણનેઅહો ! આશ્ચર્યમ ! થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની  નજીકના  જવાબો આપે છે.  રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ  હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.

આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ??    આવો એ જ વાંચીએ.

@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??

Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?

@ ખૂબ સરસ..

Grok હું આપના વિશે જાણવા માંગું છું.

AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??

Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!

AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?

ઉજ્જવળ બાજુ:

AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!

ડરામણું બાજુ:

પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).

મારો વિચાર:

મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?

@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.

Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!

@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે  પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??

Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.

દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે.  ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:

સૌને સમાન તક આપે:  ગરીબ કે અમીર,  ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ.  આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:

આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.

મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.

સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ

હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?

ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.

માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.

પરંતુ કેટલીક ખામીઓ પણ છે:

અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.

ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.

પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.

શું કરવું જોઈએ?

શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.

ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.

સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.

મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.

નિષ્કર્ષ 

હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)

“ઠાવકી સ્વસ્થતા એ ડો’કાકાનું ખાસ લક્ષણ હતું.”

ડોકાકા એટલે ભૂતકાળના સમાજ વિશે અનાદર નહીં   અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા નહીં !!શ્રી યુ. એન. ઢેબર.

એક વિચક્ષણ વિદ્યાપુરુષ અને આધ્યાત્મિક માનવ શ્રી ડોલરરાય રંગીલદાસ માંકડના શિક્ષણ દર્શનને  આપણે ગત લેખમાં સ્પર્શવાનો પ્રયાસ કર્યો. સવાસો વર્ષ જૂની શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ના હોનહાર વિદ્યાર્થી અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સ્થાપક કુલપતિ શ્રી ડો’કાકાએ જીવનમાં અમલમાં મૂકીને મૂલ્યો તરફ સૌને દોર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા ત્રણ વર્ષ દરમિયાન શ્રી ડોલરાઇ માંકડના કુલપતિપદ અંતર્ગત વિનયન વિદ્યા શાખાના અધ્યક્ષ તરીકે કાર્ય કરનાર આચાર્ય શ્રી ઇન્દુ કાન્ત ત્રિવેદી બે પ્રસંગો નોંધે છે. ખાસ તો ડોલરકાકાએ યુનિવર્સિટી નું સંચાલન માનવતા સાથે અને પારદર્શકતા સાથે કર્યું તે આ પ્રસંગોમાંથી ખ્યાલમાં આવે છે.

એક વિચિત્ર સંજોગ ઉભો થયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલીવાર એમ.એ.ની પરીક્ષા લીધી તે વખતે એમની પરીક્ષાની ફી વિનયન વિદ્યાશાખા માટે સામાન્ય રૂપે રૂપિયા 75 રાખવામાં આવી,  પરંતુ અપવાદ તરીકે એમ.એ. મનોવિજ્ઞાનની પરીક્ષાની ફી ₹100 રાખવામાં આવી.  યુનિવર્સિટીની પહેલી જ પરીક્ષા હતી અને એક વિદ્યાર્થી ભુજમાં જેલમાં હતો એને પરીક્ષામાં બેસવાની રજા યુનિવર્સિટીએ અને સરકારે આપી હતી. એ વિદ્યાર્થીએ કુલપતિ ડોલરકાકાને તાર  કરીને જણાવ્યું કે,  “વિનયન વિદ્યાશાખાની બીજી બધી પરીક્ષાઓની ફી ₹75 છે અને મનોવિજ્ઞાન પણ વિનયન  વિદ્યાશાખાનો જ વિષય છે,  છતાં અમારે વધારે ફી શા માટે આપવી તે સમજાતું નથી.”

વધુમાં તેમણે કહ્યું કે,  હું ન્યાય માંગુ છું. શ્રી ડોલરભાઈએ વિનયન  વિદ્યાશાખાના અધ્યક્ષ ત્રિવેદીને ફોન કરીને કહ્યું કે,  વિગત આવી છે,  શું કરવું તે વિચારીને મને કહેજો .

અડધા કલાક પછી શ્રી ત્રિવેદીએ ફોન કરીને વાત કરી,  ‘ડોલરકાકા,  મેં બધી રીતે એ બાબત ચકાસી  જોઈ અને મને લાગે છે કે,  ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની ફી ₹100 હતી તેથી આ ભૂલ થઈ હોવાનો સંભવ છે. બીજું એ પણ શક્ય હતું કે,  જે પરીક્ષામાં પ્રયોગો કરવાના ન હોય તેની ફી વધારે હોય.  આ વિદ્યાર્થીની બાબતમાં જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાની હતી અને તેમાં પ્રયોગો તો નહોતા એટલે આ વિદ્યાર્થીને પ્રયોગની પરીક્ષા આપવાની નથી એટલે જુના અભ્યાસક્રમને માટે રૂપિયા 75 ની ફી વ્યાજબી ગણવી જોઈએ. તરત જ ડોલરકાકાએ રૂપિયા  75 ફી લેવી એમ ઠરાવીને વિદ્યાર્થીને ન્યાય આપ્યો.

લોકભારતી વિદ્યાપીઠ,  સણોસરા એ આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ વિદ્યાશાખાની સંસ્થા હતી. એ સંસ્થાએ પોતાની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે સમકક્ષતા માંગી.  એટલે કે, લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકો  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની એમએની પરીક્ષા ના અભ્યાસક્રમમાં દાખલ થઈ શકે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક  વિદ્યાર્થીઓ તરીકે સ્વીકારવામાં આવે.  આ પ્રશ્ન અંગે જરા વધારે ચર્ચા થઈ કારણ કે સમકક્ષતાસમિતિએ એવો અભિપ્રાય આપ્યો કે,  લોકભારતી વિદ્યાપીઠના સ્નાતકે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અનુસ્નાતક  પરીક્ષા આપવી હોય તો એક પ્રશ્નપત્ર અંગ્રેજી (સામાન્ય) આપીને તેમાં ઉત્તીર્ણ થવું જોઈએ. શ્રી ડોલરભાઈનો પોતાનો મત એવો હતો કે,  આમ અંગ્રેજીના પેપરમાં ઉતીર્ણ  થવાની જરૂર ન હોવી જોઈએ,  પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકંદર હિતની દ્રષ્ટિએ એમણે પોતાનો મત સ્વીકારાય એવો આગ્રહ જતો કર્યો.

આલિયા બાડા માં ગંગાજળા વિદ્યાપીઠમાં પોતાનું કાર્ય શરૂ કર્યા પછી જીવનના દરેક પાસા ને વ્યવહારમાં ઉતાર્યા પછી જ ડોકાકા  અન્યને તેના માટે સૂચના આપતા.  છાત્રાલય જીવન ઉપર તેમણે  અનેક પ્રયોગો કર્યા.  પોતે સવારમાં ઉઠ્યા પછી કુવે થી સીંચીને પાણી ભરે,  ઝાડ પણ ઉછેરે,, તદ્દન સાધુ આશ્રમ જીવન જીવે,  જમીને પોતાના વાસણ પોતે સાફ કરે,  કચરા કાઢે,  જાજરૂ અને મુતરડીઓ  સાફ  કરતા કરતા શ્રમ સફાઈ કાર્યને પોતાના જીવનમાં અગ્રેસર રાખે.  ધીમે ધીમે કરતાં તેઓનું જીવન જ્યારે વિદ્યાપીઠ સમક્ષ ખુલ્લું બન્યું  ત્યારે કોઈના કહ્યા વગર સૌ તેને અનુસરવા લાગ્યા.  સમગ્ર સંસ્થાને અધ્યાત્મનો સ્પર્શ  આપવા માટે 1959 થી ઉપવાસ સત્રની શરૂઆત કરી. તેમણે એ વિશે સૌને એક સાદા કાગળમાં લખીને જણાવ્યું કે,  “સંસ્થા શુદ્ધિ  માટે હું મારા વાર્ષિક ઉપવાસ તારીખ 25, 26, 27 ના રોજ કરવાનો છું. આ ત્રણ દિવસ આપણે સૌ વાતાવરણને સાત્વિક બનાવવા પ્રયત્ન કરીએ. ( મંગળ યાત્રા પાના 111)

એ સમયના સાથી સંચાલક, પ્રખર શિક્ષક અને શિસ્તના ગજબ આગ્રહી એવા   રાજકોટની વિરાણી હાઈસ્કૂલનાં સ્થાપક આચાર્ય અને વારીયાસાહેબની જોડી માંહેના શ્રી જયંત આચાર્ય કે જેઓનો ડો’કાકા સાથે તેંતાલીશ વર્ષોનો નાતો હતો તેઓ  ડોલરરાય માંકડ સાથે કામ કરવાની ચાયતતા અંગે સરસ વાત કરે  છે::

“૧૯૨૦માં શ્રી ડોલરભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેં પણ એ જ સાલમાં. પણ એ સમાપત્તિ-accidence એક ખાસ સંદર્ભમાં યાદ આવે છે :

એ વખતે મેટ્રિકમાં અંગ્રેજી ટેકસ્ટ તરીકે Jane Austinની Pride & Prejudice અમારે ભણવાની હતી. એમાં મુખ્ય પાત્રો વચ્ચે સંઘર્ષ જન્મે છે તેમાં કારણભૂત હતાં બે વાનાં: મુખ્ય પુરુષ-પાત્ર ‘ડાસી’નો-Pride-ગર્વ અને મુખ્ય સ્ત્રી પાત્ર ‘એલિઝાબેથ’નો  Prejudice- પૂર્વગ્રહ.

શ્રી ડોલરભાઈ આ બન્ને દોષોથી મુક્ત હતા. હું એમના સંપર્કમાં ઠેઠ ૧૯૨૬થી ૧૯૭૦ સુધી રહ્યો છું. નિકટના સંપર્કમાં રહ્યો છું. મતભેદો પણ ક્યારેક થયા છે. પણ ક્યારેય મેં એમનામાં ગર્વ કે પૂર્વગ્રહ અનુભવેલ નથી. ક્યારેક એમ માનવાનું મન થાય કે એમનાં સત્ત્વમાં રહેલ નિરાભિમાનિતા અને પૂર્વગ્રહ પરતાને Jane Austinની આ નવલકથાએ સંપુષ્ટ કરી હશે.

૧૯૨૭માં શ્રી ડોલરભાઈ કરાંચીનાં ભારત સરસ્વતી મંદિરમાં હેડમાસ્તર હતા. તે જ સંસ્થામાં હું સહાયક શિક્ષક હતો. એ સંસ્થા એવી ન હતી કે, પાંચ છ કલાક શાળામાં કામ કરી લીધું એટલે ગંગા નાહ્યા. ત્યારે તે એ રાષ્ટ્રીય સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓને વાળવા માટે કેટલાયે અનુનયો અને અભિગમો સાધવા પડતા. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ પ્રત્યે પ્રજામાં ઓછી આદરબુદ્ધિ અને માઠી મમતા હતી.

ઠાવકાપણું, સૌઠષવભર્યું સૌજન્ય, એ શ્રી ડોલરભાઈનાં વ્યક્તિત્વનું સહજ અંગ હતું. હું તો એમની પાસે ભણ્યો પણ છું. એમનો assistant હતો ત્યારે જ D. G. Sind College માં એમની પાસે સંસ્કૃત ભણતો. ત્રણ વર્ષ સુધી એમની પાસે ભણ્યો. વર્ગ લેવા આવે ત્યારે સ્થિતપ્રજ્ઞની અદાથી આવે અને બેસે.

એ જમાનામાં સંસ્કૃત, અંગ્રેજી કે પર્સયન, અરેબિક કે ફ્રેન્ચ જેવી ભાષાના શિક્ષકોની-પ્રાધ્યાપકોની શિષ્યપ્રિયતાનો આધાર, શૃંગારિક ભાષાખંડો પર પણ ઠીક ઠીક હતો. પણ ડોલરભાઈએ એવી પોકળ શિષ્યપ્રિયતાની કદી પરવા કરી ન હતી. ઠાવકી સ્વસ્થતા એમનું ખાસ લક્ષણ હતું.

સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબર (કે જેઓ પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં ડો’કાકાના સહાધ્યાયી હતા !!) તેઓ ડોલરરાય માંકડને આત્મીય શબ્દોમાં અંજલિ આપે છે તે વાંચીશું તો ખ્યાલ  આવશે કે,  આ વ્યક્તિવિશેષ કેટલા મહાન હતા !!

“ડોલરભાઈ ની અધ્યયન વૃત્તિ, તેમની તટસ્થ વિશ્લેષણ વૃત્તિ, અને તેથી પણ વિશેષ આઘાત પ્રત્યાઘાતના ઘસારાથી પર એવી ભાષામાં પોતાના વિચારો સ્પષ્ટતાથી રજૂ કરવાની વૃત્તિ.  પોતાના અધ્યયનનું નિરૂપણ સામાના હૃદયમાં સ્થિર થાય તે ભાવથી ડોલરભાઈ આ નિરૂપણ કરતા. આ રજૂઆતમાં ભાષાનું સારસ્ય કેટલું? સંસ્કૃતના પ્રૌઢ પંડિત પણ ડોલરભાઈ જાણતા હતા કે,  હું સંસ્કૃત જાણતો નથી તેથી મારી પાસે તેની વાતચીતમાં ભાગ્યે જ સંસ્કૃત શ્લોક એમણે ઉચ્ચાર્યો હશે. આ રજૂઆતમાં પંડિતાઈ કે વિદ્વતાનું  પ્રમાણપત્ર મેળવવાની કોઈ ઈચ્છા નથી. બસ મેં મારા વિચારો આપ્યા, મારું કામ પૂરું થઈ ગયું. ભારતના અગાધ વારસાની સાર-સંભાળ તેમના આત્માને શાંતિ આપશે.

સાચો બ્રાહ્મણ કોણ? હરીજનને અસ્પૃશ્ય માને તે ? દિવસમાં બે વખત માથા ઉપર હર ગંગે કરતા લોટો રેડી નાયા પછી શરીર ભીંજાય કે નહીં તે ?  બ્રાહ્મણ છે માટે અગિયારસ, અમાસે સીધાનો કે કર્મકાંડનો અધિકારી છે તે ?  કે બ્રાહ્મણ એટલે સમયના પરિવર્તન સાથે સમાજને ધર્મની સાથે કેમ મેળ બેસાડી ચાલવું તે જીવી બતાવે તે,,, તેને માટે તૈયાર કરે તે..!!  18મી સદીના બ્રાહ્મણો રાજા રામમોહનરાય, અને રામકૃષ્ણ પરમહંસ, 19મી સદીના બ્રાહ્મણો બંકીમ બાબુ, વિવેકાનંદ, કેશવચંદ્ર સેન, ગોવર્ધનરામ, અને નર્મદ વગેરે અને 20મી સદીના પ્રથમ અર્ધશતાબ્દીના બ્રાહ્મણોમાં ગાંધી, ટાગોર, તિલક, રમણ, વિનોબા, કિશોરલાલભાઈ, ડોંગરે મહારાજ, વગેરે છે. રવિશંકર મહારાજ, નાનાભાઈ ઇત્યાદિ  બ્રાહ્મણો આપણને ઘડવાની કોશિશ કરતા રહ્યા છે. ડોલરભાઈ એક આ પ્રકારના બ્રાહ્મણ હતા. ભારતીય સંસ્કારોને આપણે ગળે ઉતરાવી ભૂતકાળને યાદ  કરતા-કરતા વર્તમાનમાં તેનો મેળ કેમ બેસાડવો તે શીખવતા હતા આ તેમનો મધ્યમ માર્ગ હતો. ભૂતકાળના સમાજ વિશે અનાદર ન હતો અને વર્તમાનની જરૂરીયાતોની  લેશમાત્ર અવજ્ઞા પણ ન હતી.”

આજનાં શિક્ષણ જગતને ચકિત કરી દે તેટલું ઊંડાણથી વિચારનાર ડોલરકાકાનું પુણ્ય સ્મરણ કરવાનું મળ્યું તે બદલ અસ્તિત્વનો આભાર વ્યક્ત કરીએ.

# (સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ  ટ્રસ્ટ, રાજકોટ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાજકોટ ખાતે તા. સોળ, માર્ચ, 2025ના યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારના ઉદઘાટક તરીકેના હોમવર્કની નોંધ) 

 

ઉત્તમ સાહિત્ય અને ક્લાસિક ચિત્રોના સર્જક શ્રી ગુલામ મોહમ્મદ શેખ

એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.

કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.

શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.

શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.

“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું  કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !

મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!

મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’

પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.

**

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

સારાભાઈ પરિવારનું બોલ્ડ, સુસ્પષ્ટ, પરંપરા સંરક્ષક વ્યક્તિત્વ

શ્રી મલ્લિકા સારાભાઈ : ભારતીય સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે પરંપરા જાળવીને વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે !

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતાં હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યાં છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યાં છે. શ્રી મલ્લિકા સારાભાઈ પોતાના જીવનનાં પરિમાણો વિશે કહે છે કે,

‘જિંદગીમાં ઉતારચડાવ બહુ આવ્યા. પહેલાં હંમેશાં લોકો પૂછતા કે, તને શું દબાવ છે ? તારાં મમ્મી-પપ્પા બંને જણાં તો એટલાં બધાં જાણીતાં છે, આટલાં મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય કે જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી… એવું કોઈ દિવસ હતું નહીં. એક બહુ જ સહજ પાર્ટનરશિપ હતી, અમારાં ચાર જણાંની. અમે જ્યારે મોટાં થયાં હતાં ત્યારે અને સામૂહિક કોઈ નિર્ણય લેવાનો હોય તો એમાં બાળકો ગમે તેટલાં નાનાં હોય પણ ઇન્વોલ્વ કરવાનાં, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતાં શિખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો…? ત્યાં સુધી ચર્ચા કરવાની એટ્લે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઊભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોઈ શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની થા ત્યાં સુધી જે પણ પ્રશ્ન હોય તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઇચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતાં તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કોઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે ના, પણ ના એટલે ના નહીં. બેસીને સમજાવે કે કેમ ના ?’

ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઈ જાય પછી તે સ્વીકારાઈ જાય સહજતાથી નહીં એવું નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખૂલે. તોપણ હું જો disagree કરતી હોઉં તો પાછું બેત્રણ વર્ષ પછી ફરીથી ખૂલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં ઍન્ટિ પૉઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું એ કે, અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ઘરમાં ટ્રીટ જ નહીં કરેલાં.

મારું પહેલું જો એકાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસ.એસ.સી. કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશાં છ ઓળખ્યાં છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ ઍક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલાં. અમે એકબીજાની સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકૉનૉમિક્સ લીધેલું અને નવું નવું મેં બૅડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કૉર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કૉર્ટ અને કૅન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શૉર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કૅન્ટીનમાં આવે.

અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે, મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખૂબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કૅન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડાં ખાવાં છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો.

પહેલી મિડ ટર્મ પતી એટલે અમારા હેડ. ઑફ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઇડ યુનિવર્સિટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું? ગાઇડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ડ્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવાં કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઈ, તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઈ ગયા તો રેસ્ટિકેટ કરી નાખી ત્રણ અઠવાડિયાં. તો બધા જોવા આવ્યાં કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું…

પ્રેમમંદિર, નર્મદા-૪, અમીન માર્ગ, ટીસીબી બેકરી પછીની શેરી, રાજકોટ

મારા ક્લાસમાં પરવીન બાબી, મારા એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એકસરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય. કિંતુ ધરતી-આભ જેટલો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર – હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.– કિસ્મત કુરેશી

એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે, આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે. ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું, ક્યાં અધૂરો તોયે મેં નિબંધ રાખ્યો છે !!– કિરીટ ગોસ્વામી

 

નહીં સમજાય એ બુદ્ધપુરુષો..

વિનોબાજીને જેણે પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા તે આપણા બેસ્ટ ડેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીના બેસ્ટ હ્યુમન બીઇંગ’ તરીકે મતદાન કરીને પસંદ કરે છે. સાચું એ છે કે, ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન ન કરવો, નહીં સમજાય એ બુદ્ધપુરુષો.. ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય અને ન સમજાય એની જ મજા છે.

મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા અને અઠવાડિયું રહ્યાં. એક નાનકડી પુસ્તિકા છે, વાંચવા જેવી છે. લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું’ અક્ષર ભારતી, ભુજનું પ્રકાશન છે. લુઈ પાશ્ચર દૂરથી આવે છે, એ સાયન્ટિસ્ટ છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબ૨ છે ગાંધીજીને, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્વરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે, He is not comfortable. એટલે બાપુ ઇશારો કરે કે, નાનું સ્ટૂલ આપો. અને પછી એણે ઊભા થઈને રિકવેસ્ટ કરી કે, You can seat on this small table, you will not be comfortable sitting on the ground. બાપુને જમવામાં બાફેલો કાંદો ખાવાની ટેવ હતી અને એ બાફેલો કાંદો લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો. અને લુઈ પાશ્ચરને થયું કે, આ શું છે બાફેલું? એટલે એ ભાંગવા ગયા એટલે ગાંધીજીએ કીધું કે If you don’t, don’t do it. It’s a boiled onion you may not like but i feel that it is better for health.અને પછી હળવાશથી કહ્યું : “ખાવાની ટેવ પાડો, અઠવાડિયું ૨હેશો તો કદાચ ફાવી જશે.” આ મહાત્મા ગાંધી.

અરે, જાપાનના ક્યોટોમાં એક ગાંધી સમ વ્યક્તિની કથા છે. એ વાઇસ હોલી પર્સનને જોવા માટે બધા વિઝિટ૨ જાય. એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુ:ખી હતો એટલે એને કોઈએ કહ્યું, ઉ૫૨ એક હોલી પર્સન રહે છે, એમને જઈને મળો. અને એ ગયા. ગયા એટલે એક માણસે સ્વાગત કર્યું. એણે કીધું કે મારે પેલા પવિત્ર માનવને મળવું છે. જવાબ મળ્યો કે, આપનું સ્વાગત છે. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું હમણાં અહીંયાં મને બેસાડશે. પરંતુ બેસાડવાની બદલે કહ્યું : Have you seen all these things?’ ‘If Yes, let’s go ahead. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી  અને છેવટે બહા૨નું બારણું આવ્યું ત્યાં જગ્યા. બધું જ ખાલી-ખાલી, કશું જ નહીં, એક્ઝિટ હતી. એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહા૨ નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પેલાએ હાથ જોડ્યા, Thank you very much for visiting the place. પેલાએ કહ્યું,   હજી તો હું એને મળ્યો નથી, મારે મળવું છે એટલે તો અહીં આવ્યો છું. એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસહ મુકું છું : . “Everyone you may meet in life, even if they appear insignificant see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today, will be solved.” તમને જીવનમાં જે કોઈ મળે છે, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે કે, આની સાથે શું વાત ક૨વી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે.

મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે. સી. કુમારપ્પા નામના એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને સાડા ત્રણ વાગ્યે એને મળવા આવ્યા, અને સવા ત્રણ વાગ્યે એમણે એન્ટ્રી મારી અને એમણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કીધું કે, મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે સાડા ત્રણ વાગ્યાનો, મૅસેજ આવ્યો એટલે હું આવી ગયો છું. એટલે પેલાએ એમ કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે ને? તો એ આવી જશે સાડા ત્રણે. અને એ પાછું વાળવા લાગ્યો. પેલા મુલાકાતીને એમ લાગ્યું કે He is neglecting me. એણે ફરીવાર ઊઠીને કહ્યું કે Go and give a message to Gandhi that i am

here. એટલે એણે પાછું થોડીવાર પછી કહ્યું કે, Don’t worry, ગાંધી આવી જશે. He is very particular. સાડા ત્રણ થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવ૨ણો મૂકી, મોઢા ઉ૫૨નો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પેલાને કહ્યું, આવો, આપણે અંદર બેસીએ. એટલે પેલા મહાશયે કહ્યું, I would like to meet Gandhi.’ એટલે સામે જવાબ મળ્યો કે, Yes Welcome. Meet, I am Gandhi…’ મને એવું લાગે કે He is the holy man of Kyoto કે જેને શોધવા ગયો અને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈનાં કામમાં વ્યસ્ત હતા. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નીંદર ન આવે. એટલો બધો વિચિત્ર અને છતાં પવિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને આપણને ખ્યાલ નથી આવતો. વિચારવા જેવું એ છે કે, આ બધા લોકો તો જતા રહ્યા છે, તો આપણે કોને સ્વીકા૨વા? મને એવું લાગે છે કે ઝેન અત્યારે આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી.

બાઇબલનું એક વિધાન છે કે, ખખડાવો અને ખૂલશે!” બસ, આ શ્રદ્ધા આપણી ભૂમિના ઝેન ગુરુઓએ બંધાવેલી છે. તેના આધારે આપણી યાત્રા અવિરત કરતા રહીએ.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્થાપક કુલગુરુ શ્રી ડો’કાકાને સ્મરણ-વંદન

વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ: આજીવિકાનું સાધન મેળવવું  અને  આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું.”..ડોલરરાય માંકડ 

સ્વતંત્રતા મળવાની કોઈ હવા ન હતી ત્યારે 1900 ની સાલમાં શ્રી  ઘનશ્યામ પંડિત દ્વારા રાજકોટમાં એક  હાઈસ્કૂલની  સ્થાપના થઇ અને તેને “શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ’ નામ અપાયું. અંગ્રેજ શાસકોને આ ખૂંચ્યું પણ શ્રી પંડિત અને ધોળકિયા બંધુઓએ  ઝીંક  જીલી અને  નામમાં કશો જ બદલાવ ન જ કર્યો ! આ સૌરાષ્ટ્ર  હાઈસ્કૂલને સવા સોમું વર્ષ થયું. તે અવસરે એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી થયું છે, જેનો કેન્દ્રીય વિષય છે :: શ્રી ડોલરરાય માંકડનું શિક્ષણ અને  સાહિત્ય  ક્ષેત્રે પ્રદાન. આ  શુભ અવસરે આજનો લેખ શાળા અને શાળાના એ અપૂર્વ વિદ્યાર્થીઓને સ્મરણાજંલિ રૂપે પ્રસ્તુત છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના સ્થાપક કુલપતિ ડોલરરાય રંગીલદાસ માંકડ. તેઓશ્રીને બધા આદર અને પ્રેમથી ડોકાકા કહેતા અને કહે છે. એક વિચક્ષણ વ્યક્તિત્વ અને વિરલ  જ્ઞાનપુરુષ, ડો’કાકાએ માધ્યમિક શિક્ષણ  સાતમા ધોરણની છેલ્લી ટર્મ થી તે મેટ્રિક સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં  મેળવ્યું. શાળા પોતાના સવાસોમાં વર્ષે તેના ધુરંધર વિદ્યાપુરુષ ડો’કાકાને સ્મરણ કરીને આવતી પેઢીને આ સારસ્વતના જીવન કાર્યથી જ્ઞાત કરાવવા પ્રયત્નશીલ છે તેને બિરદાવીએ  અને આપણે પણ ડો’કાકાના જીવન દર્શનનું વિહંગાવલોકન કરીએ.

“૧૯૨૨થી ૧૯૪૭ સુધી હું કરાંચી રહ્યો. તે દરમિયાન મારા જીવનના આદર્શો બંધાતા ગયા. ૧૯૪૫-૪૬માં મેં મારા વડીલ ભાઈ હરિભાઈને લખ્યું કે, માણસે પોતાને પચાસ વર્ષ થાય ત્યારે ગામડામાં જઈ કામ કરવું જેઈએ અને કમાણી પણ અરધી કરી નાંખવી જેઈએ.”

ઉપરોકત જીવન આદર્શ વિકસતો જતો હતો તે દરમ્યાન કરાંચીમાં જ ડોલરકાકાએ વલ્લભવિદ્યાનગરની ગ્રામ વિદ્યાપીઠ માટે વિગતો મેળવી. ગામડામાં જઈને પ્રયોગ કરવાની ઈચ્છાથી તેમણે કરાંચી છોડયું. વલ્લભવિદ્યાનગરમાં છ વર્ષ પ્રાધ્યાપક/આચાર્ય તરીકે રહ્યા. તેમના જીવનના આદર્શને મોકળું વાતાવરણ ન મળ્યું આથી ડોલરકાકા લખે છે કે,

“૧૯૪૭ના જૂનથી મેં વિદ્યાનગરમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૮ના માર્ચ-એપ્રિલમાં એ કોલેજનો હું આચાર્ય થયો. ૧૯૪૮ના ડિસેમ્બરમાં હું રાજકોટ આવ્યો ત્યારે મારે દરબાર  ગેપાળદાસ સાહેબને મળવાનું થયું. વિદ્યાનગરની વાત નીકળી. મેં કહ્યું, હું તો ગ્રામવિદ્યાપીઠના મોહે ત્યાં ગયો, પણ ત્યાં ગ્રામવાતાવરણ જેવું કંઈ દેખાતું નથી.” 

આમ શ્રી દરબાર ગેપાળદાસ સાથેની વાતચીત પછી તેમના જ સૂચનથી અને શ્રી ઢેબરભાઈની સંમતિથી અલીઆબાડામાં ગંગા-જળા વિદ્યાપીઠનો પ્રયોગ શરૂ કર્યો. આ વિદ્યાપીઠ કે અન્ય આવી વિદ્યાપીઠો કેવી હોવી જેઈએ, તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોવી જેઈએ, અભ્યાસક્રમની યોજના કેવી હોવી જેઈએ તે વિષે ડો’કાકા  પહેલેથી જ સ્પષ્ટ હતા, એકસૂત્રિત શિક્ષણયોજના નામે લેખ લખી તેમણે તેમના શિક્ષણવિચારો જણાવ્યા છે. તેમની વિદ્યાપીઠની સંકલ્પના સમજવી હોય તે તેમણે વ્યવહારની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર શિક્ષણયોજનાનું કરેલું વિશ્લેષણ આજે પણ અતિ ઉપયોગી છે .

શિક્ષણક્રમની યોજના :

વ્યવહારની દ્રષ્ટિએ તેમણે શિક્ષણના ત્રણ તબકકા ગણાવ્યા છે:

(1) પ્રાથમિક (2) માધ્યમિક, અને (3) ઉચ્ચ.

આ તબકકા માટે તેઓ લખે છે કે :

“સમાજમાં કેળવણી લેનારા વર્ગના, અત્યારે ત્રણ પ્રકારો ગણી શકાય:

(૧) પ્રાથમિક કેળવણી લઈ પોતાના બાપીકા અથવા બીજા ધંધામાં પડનારા,

(૨) થોડી વધુ કેળવણી લઈ કોઈ પણ વિષયમાં કે ધંધામાં મધ્યમ નિપુણતા મેળવનારા, અને

(૩) કોઈ પણ વિષયમાં પારંગત કે નિષ્ણાંત સંશોધક બનવાની હોંશવાળા.”

ઉપરોકત સંદર્ભમાં તેમની દ્રઢ માન્યતા હતી કે, શિક્ષણના ત્રણેય તબકકાની કેળવણી માટેના અભ્યાસક્રમમાં ચાર બાબતો હોવી આવશ્યક છે:

  1. જ્ઞાનના અમુક વિષયોનો અભ્યાસ. 2. હાથ મહેનત.
  2. જનસેવાકાર્ય. 4. આત્મવિકાસ.

શિક્ષણની ફિલસૂફી :

શિક્ષણજગતના કેાઈ પણ તત્વચિંતકે વિચાર્યું છે તેટલું જ અને કોઈ કોઈ બાબતમાં વિશેષ સ્વ. ડોલરભાઈએ શિક્ષણના સિધ્ધાંતો વિષે વિચાર્યું હતું અને સ્પષ્ટપણે રજૂ પણ કર્યું છે. તેમના શિક્ષણ-સિધ્ધાંતોની સ્પષ્ટતા તેમની વાણીમાં જેઈએ :

“વિદ્યાપ્રાપ્તિના મુખ્યત્વે બે હેતુ ગણી શકાય:

(1) આજીવિકાનું સાધન મેળવવું તે, (2) આત્માના અથવા માનવતાના વિકાસનું સાધન મેળવવું તે. આ દ્રષ્ટિએ હું કેળવણીના ચાર આવશ્યક અંગો ગણું છું ::

1) જ્ઞાનપ્રાપ્તિ 2)જનસેવાકાર્ય 3) હાથમહેનત અને 4) આત્મવિકાસ

મને તો એમ લાગે છે કે, શિક્ષણની દ્રષ્ટિએ, સમગ્ર સમાજની કેળવણીની વાત કરતા હોઈએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણને એમાં સ્થાન હોઈ શકે, છતાં દરેકમાં પ્રધાનત્વ અમુક તત્ત્વનું રહે એમ થવું જોઈએ. આખા સમાજના, આપણી પ્રાચીન પ્રણાલિકા મુજબ, આપણે ચાર ભાગ પાડી શકીએ :

(1) ત્યારની પ્રધાન ભાવના ઉપર જીવનધારા અથવા બ્રાહ્મણો, (2) શરીરબળની આજીવિકા મેળવનારા અથવા ક્ષત્રિયો, (3) પોતાની બુધ્ધિથી વેપાર કરી આજીવિકા મેળવનારા અથવા વૈશ્યો, અને (4) પોતાની હાથ-મહેનતથી આજીવિકા મેળવનારા અથવા કારીગરો. આમ સમગ્ર સમાજમાં ચતુર્વિધ સંસ્કૃતિ હોય છે. બ્રાહ્મણસંસ્કૃતિ, ક્ષત્રિયસંસ્કૃતિ, વૈશ્યસંસ્કૃતિ. અને મારે એમ કહેવું છે કે,  જુદા જુદા વિદ્યાકેન્દ્રોમાં જુદી જુદી સંસ્કૃતિનું પ્રધાનત્વ હોય. સંસ્કૃતિનું આ પ્રધાનત્વ કેળવણીના તબકકામાં જેમ જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ વધુ સ્પષ્ટ બનતું જાય. છેક નીચેના તબકકામાં આવા ભેદો બહુ ઓછા હોય, એટલે સંસ્કૃતિ પ્રધાનત્વની આ દ્રષ્ટિએ જુદાં જુદાં વિદ્યાકેન્દ્રની વિશિષ્ટતા માધ્યમિક અને ઉચ્ચ તબકકાઓમાં ખાસ સ્પષ્ટ થાય.

આમ વિદ્યાકેન્દ્રોમાં, સંસ્કૃતિપ્રધાનત્વની દ્રષ્ટિએ, ભેદ રહે છતાં, જીવનનાં દ્રષ્ટિકોણની તો સળંગસૂત્રતા જ રહેવી જેઈએ. અને મને લાગે છે કે આપણા દેશમાં તેમજ જગતભરમાં, નોખાં નોખાં વિદ્યાકેન્દ્રોને સળંગસૂત્રિત કરનારું તત્વ તે સર્વોદયની ભાવના જ હોઈ શકે. બ્રાહ્મણનું તો સમગ્ર જીવન બીજાના ઉદય માટે સમર્પિત કરેલું હોવું જોઈએ. ક્ષત્રિય શરીરબળથી પૈસા કમાય, પણ એનો મુખ્ય હેતુ સર્વનું હિત થાય તેમ શરીરબળ વાપરવાનો હોવો જોઈએ. એવી રીતે વૈશ્ય અને કારીગરે પણ સર્વજનોનું હિત મુખ્ય ગણવું જેઈએ. આ સર્વોદયની ભાવના માટે, આજીવિકાની દ્રષ્ટિએ વિદ્યાર્થી ગમે તે વિદ્યાશાખાની ઉપાસના કરે, ગમે તે સંસ્કૃતિમાં પ્રધાનત્વ કેળવે, પણ દરેક તબક્કામાં અને દરેક પ્રકારનાં સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રખાવવી જોઈએ,  એ શિક્ષણનું ધ્યેય હોવું જેઈએ. આમ સર્વોદયની ભાવનાને કેન્દ્રમાં રાખીને એની આજુબાજુ ગોઠવાયેલું અનેક વિશિષ્ટતાઓવાળું શિક્ષણતંત્ર પ્રજાનું અને રાષ્ટ્રનું અવ્યય અને શાશ્વત ધન છે.”

શિક્ષણમાં કરૂણા  :

ડો’કાકાની સાથે જ કુલનાયક તરીકે કાર્યરત શ્રી ગૌરીભાઈ ભટ્ટ કહે છે કે, સ્વ. ડોલરભાઈ છેવટે વ્યક્તિ બનીને સંસ્થા બની ગયા. પરિણામે સંસ્થામાં બનતા દરેક પ્રસંગ કે પ્રશ્ન માટે તેમણે એક દ્રષ્ટિકોણ વિકસાવ્યો હતો. દ્રષ્ટિકોણના કેન્દ્રમાં ભારોભાર કરુણા હતી. સંસ્થામાં રહેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોય. વિદ્યાર્થી તો વિકસતું  દશામાં હોવાથી અશિસ્ત-દોષ કરે તે સ્વાભાવિક છે. આથી પરિવારના વડા તરીકે તેમણે દોષ નિવારણ–અશિસ્ત નિવારણ માટેની કરુણાકેન્દ્રી પ્રક્રિયા ઊભી કરી હતી, તેમના  જ શબ્દમાં તે જોઈએ.

“કરુણા ઉપર રચાયેલી શિસ્ત જ સાચી શિસ્ત છે. વાતાવરણમાં શિસ્ત હોય પણ કરૂણા ન હોય તો ત્યાં અચેતનત્વ છે, ચેતનનો ધબકાર નથી.  માટે, શિક્ષણસંસ્થાઓમાં, જ્યારે જ્યારે મતભેદના, ઘર્ષણના કે શિસ્તના પ્રશ્નો ઊભા થાય ત્યારે તેને નિકાલ અહિંસક રીતે થવો જોઈએ.

  1. અહિંસક રીતે માટે, એને અપનાવનારી તૈયારી અને તાલીમ જેઈએ. અને એને માટે મનને રાગ-દ્વેષરહિત, સર્વસમભાવી અને કરુણાથી ભરેલું કરવું જેઈએ.
  2. કેળવણીથી મનને આવું કરી શકાય. એટલે કે મનને આ કક્ષાએ લઈ જવાનું શક્ય છે અને એના માટે કેળવણી પણ શક્ય છે.
  3. અહિંસક રીતે અપનાવનારે ધ્યાનમાં રાખવું જેઈએ કે (1) અન્યાય, દોષ કે અશિસ્તને કોઈ પણ સ્વરૂપમાં નભાવાય નહીં, છતાં અન્યાયાદિ આચરનાર વ્યક્તિ તરફ દ્વેષ કરાય નહીં. (2) સામો માણસ સાચો હોવાનો સંભવ છે એમ માનીને ચાલવું અને એ દોષવાન ઠરે તો પણ હજી એ સુધરશે એમ માનીને ચાલવું.  (૩) જ્યારે એમ લાગે કે આ૫ણી અહિંસક તૈયારી કે તાલીમ પૂરતી નથી ત્યારે અન્યાયાદિને દૂર કરવા ઓછામાં ઓછી હિંસક રીત, તત્કાળ પૂરતી જ વાપરવી પડે તો વાપરવી. (આ અહિંસક રીતની મર્યાદા સમજવી.)
  4. અહિંસક રીતમાં પણ સજા હોય. દોષની સજા વગર કોઈ પણ સમાજને ચાલ્યું નથી કે ચાલવાનું નથી ૫ણ સજાનું સ્વરૂપ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને ઉગ્રમાંથી સૌમ્ય થતું રહેવું જોઈએ. આ રીતે, સંસ્થાઓમાં દોષનિવારણ તરીકે, પ્રાર્થના, પ્રાયશ્ચિત, ઉપવાસ, સત્યાગ્રહાદિ અપનાવાય. સજા, ભૂલ, કે દોષની ગંભીરતાનાં પ્રમાણમાં હોય. તેને ક્રમ કંઈક આવો હોય.

અ)  દોષ સામા માણસ પાસે કબૂલ કરવો.

બ)  દોષ માટે સામા માણસની માફી માગવી.

ક)  દોષ જાહેરમાં કબૂલ કરવો.

ડ)  દોષની જાહેરમાં માફી માગવી.

ઈ) દોષ કરનારે પોતે કષ્ટ ભોગવવું.

ફ) ન્યાય કરનારે પોતે કષ્ટ ભોગવવું.

નોંધ : કષ્ટ ભોગવવાના પ્રકારમાં (1) ઉપવાસ, (2) અમુક સુખસગવડનો ત્યાગ, (3) શ્રમ વગેરે આવે.

  1. થયેલા દોષાદિ માટે જેમ પ્રાયશ્ચિતાદિ જરૂરનાં છે, તેમ થવાના દોષોનાં નિવારણ માટે વ્રતો જરૂરનાં છે. વ્રત નિત્ય અને નૈમિત્તિક હોય. શિક્ષણસંસ્થામાં શિક્ષકો અને શિષ્યો વ્રતને પોતાનાં જીવનમાં, કોઈ કોઈ રીતે, સ્થાન આપે તે જરૂરી છે

એક વિચક્ષણ સાક્ષર અને બહુશ્રુત શિક્ષણવિદ કેટલા  ઊંચા સ્તર  સુધી જઈને વિચારે છે તે ડોલરકાકા ના અહીં પ્રસ્તુત થયેલ  વિચારોથી જાણી શકાય છે. આવા દિવ્ય પુરુષના પ્રદાનને પ્રણામ કરી તેઓના આશિષ માટે પ્રાર્થના કરીએ.

 

‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છે’

મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. આ સરસ્વતી દેવીએ મને સાચવી લીધો છે ત્યારે હવે મારાથી એનું અહિત ન કરાય.” પદ્મશ્રી લોકગાયક શ્રી ભીખુદાન ગઢવી.

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com 

જેમણે  જીંદગીમાં  સ્ટેજ ઉપર કાર્યક્રમો આપવા સિવાય બીજું કશું જ કર્યું ન હોય એટલે કે જે બહુ જ નાની ઉંમરથી આપણા લોક સાહિત્યને પીરસવા માટે જાહેર કાર્યક્રમો આપવાના સ્ટેજ ઉપર જ રહ્યા હોય, અને જેના પ્રસ્તુતિના અસંખ્ય ચાહકો હોય એવો કોઈ સિદ્ધ હસ્તકલાકાર જયારે  એવું જાહેર કરે કે, ‘બસ હવે મારો આ છેલ્લો ડાયરો છેત્યારે આપણને સુખદ આંચકો લાગે છે.

આંચકો એટલા માટે કે આ કલાકારને ભારત સરકારે ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું, અને તેમની જીભેથી સરસ્વતી એવી રીતે વહે કે, લોકસાહિત્યના કોઈપણ સ્વરૂપો હોય તેમાં એમની એક પ્રકારની ઓળખ સમગ્ર સમાજમાં ભારતમાં અને ભારતની બહાર જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે ત્યાં વ્યાપી ગઈ હોય ત્યારે એમ કહે કે,  હવે ઘણું થયું, હવે હું કોઈ કાર્યક્રમ નહીં કરું ત્યારે આંચકો ચોક્કસ લાગે,  પણ સુખદ એટલા માટે લાગે કે આવા કલાકારે જે વાત રજૂ કરીને પોતાની સ્ટેજ ઉપરથી નિવૃત્તિ ઘોષિત કરી હોય તે વાતને સમજીએ તો આપણને આંચકો સુખદ લાગે.

આ વ્યક્તિત્વ ગુજરાતનું, ગુજરાતીઓનું, સાહિત્યનું, લોકસાહિત્યનું, ભક્તિ સંગીતનું, બહુ મુઠ્ઠીઉંચેરૂં નામ છે. અને સૌ તેને ભીખુદાન ગઢવીકહીને ઓળખે છે. ભીખુદાન ગઢવીની એક મોટામાં મોટી ખાસિયત એ છે કે,  કોઈપણ લોકસાહિત્યનાં ડાયરામાં તમે એમને માઈક સોંપો એટલે ડાયરો સર્વાંગ સંપૂર્ણ થઈ જાય. કેવી રીતે?, એ ડાયરાના બધા જ સ્વરૂપો ઉપર એક સરખી પકડ ધરાવે છે. ભીખુદાનભાઈ લોકવાર્તા રજૂ કરે તો શૌર્ય આપણામાં રોપી  શકે અને ક્યારેક આપણી આંખમાંથી પાણી વરસતા કરી શકે. ભીખુદાનભાઈ દુહા-છંદ લલકારે ત્યારે લોક સાહિત્યનો સાચો પરિચય આપણને કરાવી શકે. ભીખુદાનભાઈ લોકગીત રજૂ કરે કે બીજી કશી વાત મંચ ઉપરથી કરે ત્યારે આપણને ભર્યા ભર્યા કરી દઈ શકે. લોક સાહિત્યનું એક પણ રૂપ એવું નથી કે જે રૂપ ભીખુદાન ગઢવી પોતે સિદ્ધ હસ્ત રીતે રજૂ ન કરી શકે. લગભગ-લગભગ 55-60 વર્ષથી તેઓ તખતા ઉપર છે, અને તેઓએ ડાયરો અથવા ભજન અથવા લોકગીત અથવા લોકવાર્તા વગેરે સિવાય કશું કર્યું જ સેવ્યું નથી. આપ કલ્પના કરી શકો કે,  કોઈ વ્યક્તિ ક્યારે આટલી ઉંચાઈ ઉપર પહોંચે,  જ્યારે એમની પ્રસ્તુતિ એ સાધના બની જાય. અને એ સાધના એ કલાકારને ખરેખર ઉપર લઈ આવે છે. ડાયરો છે એટલે ગાવું કે ડાયરો છે એટલે કશીક  રજૂઆત કરવી એમ નહીં, સામાન્ય સંવાદમાં પણ વાત કરતા-કરતા ભીખુદાનભાઈ તમને સરસ્વતીના એક એવા રૂપના દર્શન કરાવે કે,  જે આપણા માટે અદ્વિતીય હોય.

ભીખુદાનભાઈએ માતાજીના એક મંદિરમાં ડાયરો રજૂ કરતી વખતે માતાજીની હાજરીમાં એવું જાહેર કર્યું કે,  આ મારો છેલ્લો ડાયરો છે અને હવેથી હું કોઈ સ્ટેજના ડાયરાના પ્રોગ્રામ નહીં કરું. એમના સાથી કલાકારોની હાજરીમાં એમણે આ ઘોષણા કરી. તેમનો જે મૂડ છે અથવા એમનો જે ખ્યાલ છે એ આ ઘોષણા પાછળનો જાણવા જેવો છે. મારી સાથે ભીખુદાન ભાઈને 35 થી 40  વર્ષનો સંબંધ છે, સંબંધના કારણોમાં સાહિત્ય છે, સ્ટેજ ઉપરની પ્રસ્તુતિ છે, પ્રિય શ્રી મોરારીબાપુનો સેતુબંધ  છે, અને અનેક રીતે તેઓની સાથે સંવાદ કરવાનો મને લ્હાવો મળતો રહ્યો છે.

‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અમદાવાદમાં ‘અસ્મિતા વિશેષ’ સંવાદના શીર્ષક હેઠળ શ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે એમના જીવનની યાત્રા અંગે મેં બે કલાકનો દીર્ઘ સંવાદ પણ કર્યો છે. તેમાં તેઓએ પોતાની જીવની  એટલી રસપ્રદ રીતે કહી છે કે, ન પૂછો વાત. ડાયરો હવે નહીં કરું”,  એમ કહેનાર ભીખુદાનભાઈને અભિનંદન સાથે કારણ પૂછવાનું  મને મન થયું. હમણાં  જ નડિયાદની બાપુની કથા દરમ્યાન તેઓશ્રી સાથે નિરાંતની એકલી પળોમાં તેઓ સાથે અંગત ગોષ્ઠી કરી અને પુચ્છ્યું કે,  કઈ ક્ષણે એમ લાગ્યું કે,  ‘ચાલો હવે આપણે વિરામ લઈએ..’ ત્યારે જે વાત ભીખુદાનભાઈએ કહી તે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે. એમણે કહ્યું, “ભદ્રાયુભાઈ 80 વર્ષની નજીક પહોંચ્યો છું. અને નહીં નહીંતો છેલ્લા છ, સાડા છ દસકાથી મને આ કલાએ સાચવી લીધો છે. મારી જીભ ઉપરથી સરસ્વતી દેવીએ જરૂરી શબ્દો વહેતા મૂક્યા છે. મારો કંઠ, મારા શબ્દો, મારી પ્રસ્તુતિ એ બધું આ કલાએ મને આપ્યું છે. અને એમણે મને આવડો મોટો બનાવ્યો છે. પણ હવે વધતી જતી ઉંમરે હું જોઈ રહ્યો છું કે ક્યારેક જોઈતો હોય તે શબ્દ મળતો નથી. ક્યારેક જે શબ્દ મૂકું છું તે મૂક્યા પછી લાગે છે કે આ બરાબર નહોતો, તો પછી હવે મારે મારી આ દેવીને વિરામ આપવો જોઈએ અને  આભાર સાથે વિરામ આપવો જોઈએ  કે  આટલા વર્ષો એણે  મને સાચવ્યો, હવે મારાથી એનું અહિત ન કરાય. મારે એનું ઋણ અદા કરવું પડે કે એકમાત્ર સ્ટેજનાં પ્રોગ્રામ ઉપર જેણે જીંદગી કાઢી હોય એવો હું કલાકાર એ વાણી દેવીને લઈને  થયો છે અને હવે જો હું ખેંચું તો હું મારી એ દેવીને વધુ તકલીફ આપી રહ્યો છું એવું મને લાગ્યું છે,  એટલે મેં આ નિર્ણય લીધો છે.”

ભીખુદાનભાઈને થોડા વર્ષો પહેલા પદ્મશ્રી પણ મળી ગયું છે, ગૌરવ પુરષ્કારો અને અનેક સન્માનો મળ્યાં  છે. વિશ્વનાં અનેક દેશોમાં ભીખુદાનભાઈ આજે પણ જાય તો લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અમે પ્રિય બાપુની સાથે વિદેશયાત્રામાં ભીખુદાનભાઈ સાથે રહ્યા છીએ અને એવું જોયું છે કે,   એરપોર્ટ ઉપર અમારી સાથે બે વ્યક્તિ હોય તો એની આજુબાજુ યુવાનો-યુવતીઓ, વૃદ્ધો, વડીલો બધા ઘેરો વળીને ઊભા રહે અને એમની સાથે ફોટો ખેંચાવે. એ બે વ્યક્તિમાં એક શ્રી શાહબુદ્દીન રાઠોડ અને બીજા શ્રી ભીખુદાનભાઈ ગઢવી !!  ભીખુદાનભાઈએ ખરે સમયે પોતાના કૌશલ્યની દેવીને પ્રણામ કરીને આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું છે તેને હું ભારત દેશ માટે અને આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય ગણાવું છું. અને પ્રાર્થના પણ કરું છું કે તેઓની આ સૂચક નિર્ણયની વાતને ઘણા બધા લોકો અનુસરે. મને એ વાત હમણાં જ નડિયાદ ખાતેના સંવાદ દરમિયાન ભીખુદાનભાઈએ કહી કે,  “જ્યાં જવું હશે ત્યાં હું મળવા-હળવા જઈશ, પણ કાર્યક્રમ હવે નહીં કરું. સ્ટેજ ઉપર હવે લોક ડાયરો, લોકસાહિત્ય રજૂ નહીં કરું.”

આ કલાકારની ઊંચાઈ કેવી રીતે  આવી હશે તે જાણવા જેવું છે. એમની સાથેના દીર્ઘ સંવાદમાં એક વાત ખૂબ સરસ ભીખુદાન ભાઈએ મૂકી હતી. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે,  ‘તમે વિવિધતામાં બહુ માનો છો, તમે એક ડાયરામાં રજૂ કર્યું હોય એ બીજા ડાયરામાં રીપીટ નથી કરતા. આવું કેવી રીતે શક્ય બને છે?’  ત્યારે એણે સુંદર વાત કરી. એમણે કહ્યું કે,  “ હું નાનપણથી જ્યારથી સ્ટેજ ઉપર ગયો ત્યારથી મેં એક  ટેવ રાખી છે કે,  જે ડાયરામાં જઈને આવું એને બીજે દિવસે ત્યાં જે પ્રસ્તુત કર્યું હોય તેની એક-એક લીટી લખી લઉં. કયું  લોકગીત ગાયું, કઈ લોકવાર્તા કહી, કઈ જોક કહી, આ બધું લખી લઉં અને એની ઉપર એ ગામનું નામ અને તારીખ લખી લઉં. પછી એ ગામમાં હું બે મહિને પાછો જાઉં કે વર્ષે પછી  જાઉં ત્યારે આગલું પાનું ખોલું અને જોઈ જાઉં કે,  આ વિગત આજે ફરી ન કહેવાવી જોઈએ.” આ કેટલી મોટી ચાયતનો વિષય છે, કેટલી મોટી કાળજી લેવાનો વિષય છે, એટલે મને એમ લાગે છે કે,  જેની પાસે ડિગ્રીઓ હોય  કે કોઈ ઉપાધિઓ હોય કે  યુનિવર્સિટીના મોટા-મોટા શિક્ષણ હોય એવું કશું જ નથી છતાં પણ જે માણસ આજે કલા  કૌશલ્યને કારણે નામ મોટું કરીને જીવતો હોય એ વ્યક્તિ બરાબર ખરા સમયે રંગમંચના પગથિયાં હસતા-હસતા આદર સાથે ઉતરી જાય તે એક વિરલ ઘટના છે. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી ભીખુદાનભાઈ ભદ્રાયુષ્ય મેળવે અને આપણી વચ્ચે અંગત એવી બેઠકોમાં આવીને પોતાના જીવનની વાતો આપણને કરીને રળિયાત બનાવે. ખમ્મા, બાપ, ખમ્મા. 

 

“સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે.”

પૂર્ણતાને પંથેપુસ્તકમાં  જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છેપણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ  પૂજ્ય રામદુલારે બાપુનું છે.

‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.

બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’  તેઓ બોલ્યા, “પણ મારું  દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા?, ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.

તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘ jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન  વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.

મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.

આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ,ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું  જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર પૂર્ણતાનો ઇન્કાર છે.

આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા  ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં  છે.

પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે.જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે.જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.

શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે,  તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ  શકે તેમ છે.

ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ  ખોજી શકે તેમ છે.

 

‘આને અંજલિ કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.’

પૂર્ણતાને પંથે સંકેત‘…સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું અદભુત સંકલન

સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે પૂર્ણતાને પંથે સંકેત‘. જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરવામાં આવેલ છે. આ પુસ્તકના  ઊઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છેવાત પૂર્ણતાના પંથેની‘. એટલે કે આ પુસ્તક ક્યાંથી, કેવી રીતે અવતર્યું એનું  હાર્દ અહીં સમજાવ્યું છે. સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજી એટલે માધવપુરમાં ઓશો સન્યાસી તરીકે જેમને જીવન વિતાવ્યું તે મહાન સાધક.

પ્રસંગો યાદ આવે છે રામદુલારે બાપુના, રામદુલારે બાપુ પહેલા ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ ત્રણ વાર કર્યું હતું. બે વાર સાયકલ ઉપર અને એકવાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે. અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા એમાંથી 11 ખપી  ગયા અને એકલા બાપુ રહી ગયા !!.

1972-73 માં બાપુએ પૂછેલું કે, ‘તમારો શું ઈરાદો છે?’ અમે કહ્યું, ‘બાપુ, બધી રીતે તૃપ્તિ છે. શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશો એ ‘આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ’ નામ આપેલું છે. અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સંસારિક ઈચ્છા બાકી રહી નથી.’  બાપુએ કહ્યું, ‘આશ્રમ ક્યાં બાંધવો છે?’ ‘આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે.’  બે ઘડી મને થયું કે, બાપુ ટાઢાપાહોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે, ‘બહાર ક્યાંય જવાનો કોઈ ઇરાદો નથી. અહીં થાય તો ભલે.’

…એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે જ્યાં બાપુનું સમાધિસ્થાન છે, ત્યાં છ એકર જમીન આપી. બીજી છ એકર  તળાજામાં ડોક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાડામાં એક ચારણ રહેતો. જેણે બાપુની સેવા કરી હતી. છ એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ તેમના સંશોધનના લખાણોવાળા કાગળો  ફાડતાં હતા અને દીવાસળી મુકતા હતા. મેં કહ્યું, ‘બાપુ આ શું?’ બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એણે લખેલું હતું. રીવાઈલ કર્યું, નાના-મોટા સુધારા કર્યા, અને પુસ્તકનું નામ આપ્યું પૂર્ણતાને પંથે. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી શકાય  એવડી પુસ્તિકા હતી. બીજા બધા લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે, ‘સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે જો સમજાય તો.’  ચીનનાં લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતાં હતા. રાજાએ ચૂંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાંથી  કંઈક લખતા જાઓ.લાઓત્સેએ જીવનભર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી.  બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે.

એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમા ત્યાં હતા.પુનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ‘ક્યાં જાઓ છો?’  જવાબ આપ્યો કે, ‘પતંજલિ સમજવા’. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે,આને અંજલી કહેવાય અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય.મિત્રો થોડીવાર ઉભા રહ્યા. બાપુ કહે, ‘શું કરો છો?’ બધાએ કહ્યું, ‘ભગવાનના સૂત્રોનું  અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ’. બાપુ લંગોટી ધોતા હતા એના ઉપર જરીક સાબુ લગાડ્યો ને પછી કહ્યું, ‘આની અંદર સાબુ આટલો જ છે હો…’,,આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે, ‘જુઓ ફીણ વળ્યાં? સાબુ આટલો જ છે હો. જેમ-જેમ ઘસશો એમ-એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે ‘just be in present moment and enjoy your life’. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહિ અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહિ…(ક્રમશઃ)

 

મળી માતૃભાષા મને ગુજરાતી

   
વાતો બહુ કરી, ભાષણો બહુ કર્યાં, જથ્થાબંધ કાર્યક્રમો ઘણા કર્યા. હવે માતૃભાષાનું ગૌરવ થાય તેવાં અભિયાન ચલાવીએ.
પ્રિય મોરારીબાપુ કહે છે તેમ હવે, વિશ્વ માતૃભાષા દિવસને કેવળ વચનાત્મક ન રાખતાં રચનાત્મક બનાવીએ. એક વર્ષમાં,
સવા લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટ્યા છે !! ગુજરાતી માધ્યમની એકાદી ઉત્તમ શાળા સમ ખાવા પૂરતી ગુજરાતમાં નથી !!
આવો, નક્કર કામ કરીએ. માતૃભાષા અભિયાને જાહેર હિતની અરજી કરી કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ધોરણ આઠ સુધી ગુજરાતી ફરજયાત ભણાવવું તેવી ફરજ પાડી. સ્વરસેતુ ના શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ ૩૫ શાળાઓના ૨૮૦૦૦ વિદ્યાર્થીઓ ને “વટ થી ગુજરાતી” ના વિશેષ કાર્યક્રમ દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો..
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદે અનેક યુનિ ઓનાં ભવનો કરતાં અનેકગણું ગુણ સભર જ્ઞાનાત્મક કાર્ય કર્યું છે. પણ ભાષાના ક્રિયાત્મક પાસાં ને અભિયાન કે મૂવમેન્ટ તરીકે ઉપાડી લેવાનો હવે સમય આવ્યો છે.
વડીલ શ્રી બોરીસાગરસાહેબ ની નિશ્રામાં નક્કર અને થઈ શકે તેવી વાતો કરવાનો આનંદ થયો.
ભદ્રાયુ