કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે ?

 

 

 

 

 

 

 

 

જીવન એટલે વિરોધાભાસ. તનાવ પણ અને સંતુલન પણ પ્રકાશ અને અપકાર પણ. જન્મ છે તો મૃત્યુનો અનુભવ પણ છે. પણ આને વિરોધાભાસ ગણવો કે સહયોગ? તનાવનું વિરોધી છે સંતુલન, પણ તનાવને દૂર કરવામાં સહયોગી બને છે સંતુલન! પ્રકાશ તો અંધકારથી સાવ વિપરીત, પણ પ્રકાશ વગર અંધકારનું હટવું શક્ય છે ખરું? બસ, આવો જ અનુભવ છે જીવન અને મૃત્યુનો. મૃત્યુની ભૂમિમાંથી તો જીવનનું ફૂલ ખીલે છે. પૃથ્વીમાં છોડ ઊગે, ખીલે, વૃક્ષ બને અને એક દિવસ એ જ પૃથ્વી તેની કબર બને. મૃત્યુમાંથી જીવન પ્રગટે છે અને મૃત્યુમાં જીવન લીન થઈ જાય છે.

તિબેટમાં એક ફકીર હતો. મારપા એનું નામ. તેની પાસે આવીને કોઈએ પૂછ્યું : જીવન અને મૃત્યુ વિશે કંઈક કહો. મારપા તો અટ્ટહાસ્ય કરવા લાગ્યો. મારપાએ કહ્યું: “તમારે જીવન વિશે જાણવું હોય તો કહું, કારણ મને તો જીવનનો પરિચય છે! મૃત્યુની વાતમાં હું કંઈ ન જાણું, કારણ મૃત્યુ સાથે આજ સુધી મારો ભેટો નથી થયો. મૃત્યુ સાથે મારો કોઈ પરિચય નથી. મૃત્યુ વિશે જાણવું હોય તો એને પૂછો જે મરી ગયા છે અથવા મરી રહ્યા છે. હું તો જીવન છું, મૃત્યુની ઓળખાણ થવાની હજી બાકી છે.’

પણ તો પછી દુ:ખ કેમ થાય છે સ્વજનના મૃત્યુથી? કોઈકના મૃત્યુ સમયે આપણી આંખમાં આંસુ કેમ આવે છે?…

આપણે કોઈકના મૃત્યુર્થી કદી દુઃખી થતા જ નથી ! સ્વજન ગયાનું એ દુઃખ નથી. આપણો ભ્રમ ભાંગ્યાનું દુઃખ છે. મારો અહમ્ તૂટ્યાનાં આંસુ છે. મારી ધારણા ખોટી પડયાનો વસવસો છે. ક્યો ભ્રમ? કેવો અહમ્ ? કઈ ધારણા …

મારા પ્રિયજન કે મારા આપ્તજન કદી મારાથી વિખૂટાં પડી જ ન શકે, ‘તે ભ્રમ, જે મા-બાપ-ભાઈ-બહેન-પતિ-ધની મર્યાં તે મરી જ કેમ શકે?’ તે અહમ્, ‘હજુ હમણાં તો હતાં, હવે નથી?’ તે ધારણા.

રડવું આવે છે તે ગયેલા માટે નહીં, ગયા તે જઈ જ કેમ શકે?” તેનું રડવું આવે છે. મેં માની લીધું હતું કે તેઓ તો રહેશે જ, કાયમ ! મારી આ ધારણા તૂટી તેનો વસવસો, તેનો વલોપાત, તેનું આકંદ. How can I be wrong: That too, death can make me fool? मृत्युनो १२ આપણને સતાવે છે. આપણને રડાવે છે. આપણે ક્યારે રડીએ છીએ? જયારે આપણે ડરીએ છીએ! કોઈને મરતા જોઈને, તેમની સાથે જીવતા હતા ત્યારે કરેલો અવિવેક, અન્યાય, અકર્મ આપણા માનસપટલ પર દૃશ્યમાન થાય છે, તેના પસ્તાવારૂપે આપણે રડી પડીએ છીએ. સ્વજનનું મૃત્યુ જોઈ મનમાં સરવૈયું મંડાય છે, Swot Analysis શરૂ થાય છે,… Analysisમાં સારપ ઝાઝી તો હર્ષનાં આંસુ અને ખારપ ઝાઝી તો દુ:ખનાં – વસવસાનાં આંસુ. કોઈકનું, બે સત્યો પ્રતિપાદિત કરતું મૃત્યુ. અશ્રુને આમંત્રે છે : (૧) ઓહો, આ આમ જતા રહ્યા? (૨) અરેરે,… હું પણ આમ જ જતો રહીશ… મૃત્યુનો આ અણદીઠ્યો ભય છે. મૃત્યુના ભયનો એક જ અર્થ છે : જીવનનો અપરિચય. મૃત્યુ જીવનનો વિરોધાભાસ નથી. મૃત્યુ જીવનનો સહયોગ છે. કાકાસાહેબ કાલેલકર સરસ વાત કરે છે : થાકેલો મજૂર વિસામો નથી લેતો? દિવસભર નાચીકૂદીને ખૂબ થાકી ગયેલું બાળક ઊંઘની સોડમાં નથી ભરાઈ જતું? પાકેલું ફળ પોતે જ નીચે નથી પડી જતું? થાક્યો પાક્યો માણસ ઊંઘી જવાની ઇચ્છા કરે તો આપણે દેકારો કરીએ છીએ? આંસુ સારીએ છીએ? કે તેને ઊંઘવા માટે વ્યવસ્થા કરી આપીએ છીએ!’ મૃત્યુની ભૂમિમાં જીવનનું એક ફૂલ ઊગી રહ્યું છે; આ દિવ્યપળનું સ્વાગત કરો, કારણ જીવનની યાત્રાનું પહેલું ડગલું જ મૃત્યુના માઈલસ્ટોન તરફ છે.

વિદેશીઓ કટ્ટર માતૃભાષા પ્રેમીઓ !!

 

 

 

 

અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ?” પેરિસમાં વસેલ એક દંપતી !! 

પાંચેક  વર્ષ પહેલાં પેરિસમાં  શ્રી રામકથા નિમિત્તે નિરાંતે રોકાવાનું થયું  ત્યારે  અનુભવ્યું કે, અહીં કોઈ અંગ્રેજી બોલવા કે સાંભળવા માંગતા જ નથી. તમને યુરોપિયન લોકો કટ્ટર માતૃભાષાપ્રેમીઓ જ ભાસે. ફ્રેંચ એટલે ફ્રેંચ જ,  એના સિવાય બીજું કંઈ જ નહીં, ફ્રાંસમાં ! આપણા બારડોલીમાં ઉછરીને અહીં આવી વસેલ મહેન્દ્ર અને ધર્મિષ્ઠા ચૌધરી પાક્કા ગુજરાતી છે ને સાચા ઈન્ડીયન છે. ૨૦૦૨ માં લગ્ન પછી મહેન્દ્ર ફ્રાંસ આવી વસ્યા તો પહેલાં બે વર્ષ તો તેમને ક્યાંય જોબ કે વર્ક ન મળ્યું, કારણ શું જાણો છો ? મહેન્દ્રને અંગ્રેજી આવડતું હતું, પણ ફ્રેંચ આવડતું ન હતું. એમણે બે વર્ષ ફ્રેંચ બોલતાં – લખતાં – વાંચતાં શીખવું પડયું પછી તેનું કંઈક થાળે પડયું  ! જો કે, ખુબ જ ઉત્સાહી મહેન્દ્ર કહે છે કે, હજુ મને સડસડાટ ફ્રેંચ બોલતાં નથી ફાવતું એટલે મારો એટલો સ્વીકાર નથી થયો. આપણી ફ્રેંચ બોલી પરથી અહીંના યુરોપિયન તમારી સાથે કેમ વ્યવહાર કરવો તે નક્કી કરે છે ! તમને સ્વીકારે જ નહીં અને  પોતાની સાથે વ્યવહારને લાયક ગણે જ નહીં ને !

પેરિસમાં ઈન્ડીયન ગુજરાતી કલચરલ એસોસિએશનના પાયાના કાર્યકર એવા મહેન્દ્ર ચૌધરીએ પોતીકા ગણીને આ વ્યથા વહેંચી ત્યારે સમજાયું કે, આ ભારતીય ગુજરાતીઓ પોતાનું એક સંવાદ કેન્દ્ર અહીં કેમ બનાવવા ઈચ્છે છે ? એમને લોકો દિલથી સ્વીકારતા નથી ને તેથી તેઓએ ક્યાંક પોતાનાઓને હળવું છે, મળવું છે, દિલ ખોલી અભિવ્યક્ત થવું છે ને પોતાનો ખાલીપો વહેંચો છે. વારે તહેવારે પ્રસંગે મળતા રહે તો પોતીકું લાગે ને !

એક યુવાન ટુર ઓર્ગેનાઈઝર સ્વિત્ઝર્લેન્ડથી અહીં આવેલા. પૂજ્યશ્રી મોરારિબાપુના પ્રેમી એટલે કથામાં સેવા આપવા અહીં રોકાયા ને પોતાની ગાડીમાં મહેમાનોને લાવવા લઈ જવાની સહજ ફરજ બજાવતા હતાં. એમણે પણ એ જ વાત દોહરાવી. હા, એ હવે ફ્લુઅન્ટ ફ્રેંચ બોલે છે ને વાને પણ ગોરા લાગે છે. પણ એણે જે વાત કરી તે પ્રત્યેક ગુજરાતીએ ગાંઠે બાંધવા જેવી છે. સ્પષ્ટ ને મીઠું ગુજરાતી બોલતાં  એમણે કહ્યું કે : અમને જયારે બાળક થવાનું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે મારો જન્મદિન હતો. અમે માન્યું કે ઈશ્વરે અમને મારા જન્મદિનની ભેટ આપી તો આપણે ઈશ્વરને કશુંક વચન દેવું જોઈએ. અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ? પણ અમે દંપતીએ નક્કી કર્યું કે આપણે સાચી ને શુદ્ધ ગુજરાતી ભાષા ઘરમાં ને આપણાં વ્યવહારમાં બોલીશું તો જ આપણું બાળક માતૃભાષા ઉત્તમ જાળવશે – શીખશે. એટલે અમે શુદ્ધ ઉચ્ચારથી ગુજરાતી બોલીએ છીએ ને વ્યવસાય તથા જ્યાં ખુબ જરૂર પડે ત્યાં જ ફ્રેંચ કે અંગ્રેજી કે જર્મન ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જાણીને મને થયું કે વાત ખુબ પ્રશંસનીય છે, જો ફ્રાંસના લોકો પોતાની માતૃભાષા માટે અતિઆગ્રહી હોય તો પછી આપણે શા માટે અંગ્રેજી માટે ઘેલા થયા છીએ ? એ મિત્ર કલ્પિત ઝાલાને અમે શબ્દવર્ષાથી અભિનંદન આપ્યા. મનમાં થયું કે મારા ગુજરાતમાં ભલે બધાં અંગ્રેજીનાં રવાડે ચડ્યા હોય પણ અહીં ફ્રાંસમાં એક ગુજરાતીપ્રેમી નીકળ્યો ખરો ! ગુજરાતનો કલ્પિત સ્ટુડન્ટ વિઝા પર અહીં આવી બિઝનેશ માટે રોકાય ગયેલ છે.

માતૃભાષાનો આગ્રહ છેક કટ્ટરતા સુધી પહોંચે તેવી વાત પણ જાણી. જર્મની અને ફ્રાંસના વડાઓ અંગ્રેજી + ફ્રેંચ + જર્મન ભાષા જાણે છે. બંનેને ત્રણેય ભાષા ફ્લુઅન્ટ આવડતી હોવા છતાં તેઓ જયારે મળે ને વાતચીત કે વાટાઘાટ કરે ત્યારે ફ્રાંસના વડા ફ્રેંચમાં જ બોલે ને જમર્નીના વડા જર્મનમાં જ બોલે !! માતૃભાષા સિવાય કશું નહીં એટલે નહીં જ. બંને નેતાઓ યાદ રાખે કે, પોતાને આવડતી બીજી કોઈ ભાષા ન બોલાય જાય અને પોતાની માતૃભાષા જ બોલવામાં જીભે રહે ! ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખાલી ખાલી પાટલીઓની દશામાં છે ત્યારે અહીં કહેવાતા ગોરાઓનાં દેશમાં માતૃભાષાના ઘોડાપુર છે. હા, રામકથાનાં આયોજકો સુરતી કે મહેસાણી કે કાઠિયાવાડી લ્હેકામાં સતત ગુજરાતી જ બોલતા હતા. અમેરિકી ગુજરાતીઓની જેમ વારંવાર અંગ્રેજી છંટાતું ન હતું, તે પણ રાજીપા સાથે નોંધ્યું. આપણાં મલકના માનવી માતૃભાષા બોલે  તો કેવા માયાળુ લાગે. !

 

 

સંતાનને જેવા ઈનપુટ આપીશું તેવા જ આઉટપુટ તે આપશે

 

 

 

 

 

 

સંતાનના તારુણ્યને જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.

આપણે આપણા  બાળકના સંવેદનશીલ પૂર્વ પુખ્તાવસ્થા થી લઈને તેના તારૂણ્ય ની તાસીરની આજે વાત કરવાના છીએ.

સબંધો માટે લાગણી)

સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે. એટલે પ્રિ મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સબંધો કેળવી શકું તેમ છું.

જેવો ઈનપુટ  તેવો આઉટપુટ  )

એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે input તરીકે આપીશું તેવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો એમાં  નિષ્ફ્ળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે, પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે.

એકલતાનો અહેસાસ એકલતા )

આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની અને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને જોઈને અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા શીખશે. મને જો એકલતા સાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું.

સર્જનશીલતા અથવા સ્થગિતતા)

વિકાસનો સાતમો તબક્કો મધ્યપુખ્તવાસ્થાનો છે. એટલે કે મેચ્યોરિટી મધ્યાહન ઉપર પહોંચી છે આ બહુ disturbing તબક્કો છે. એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગનેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે, અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર થાય છે.

જવાબદારી સ્વીકારે તો પ્રોડક્ટિવ  બને )

સાતમા તબક્કામાં જે મધ્યપુખ્તાવસ્થાનો સમય છે જેમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને જે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફ્ળ જાય છે એ સંતાન self-centered એટલે કે સ્વ કેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે.

પરિપૂર્ણતાનું ટાણું )

વિકાસનો આઠમો તબક્કો ઉત્તરપુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કળી છે. અહીં પરિપૂર્ણતા છે, ફુલફિલમેન્ટ  છે પણ એની સામે જો  ફુલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજી લેવાની જરૂર છે.

જીવન સંતોષપ્રદ તો આનંદ આનંદ)

Post maturity એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફ્ળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે.

તારુણ્યની તાસીર)

આ તબક્કો બહુ મહત્વનો છે કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારૂણ્ય એ શારીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે. અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.

તારૂણ્ય Teen age )

તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે એને અંગ્રેજીમાં Teen age કહેવાય છે કે જયારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. થર્ટીન, ફોર્ટીન, ફિફટિન, સિક્સટીન, સેવન્ટિન, એઈટીન, નાઈન્ટીન. આ ટીન એ સંવેગોની ઘંટડી છે.

જાતીય પરિપક્વતાનો આરંભ)

તરુણાવસ્થા એટલે બાર વર્ષથી અઢાર, ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો એટલે કે તારૂણ્ય એટલે Teen age આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.

અભિવ્યક્તિની ગૂંગળામણ)

તારૂણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે બાર વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે. ધીમે ધીમે ઈન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે  કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે.

કોમ્યુનિકેશન ક્યારેય  બંધ કરશો.)

પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રો – એક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ. એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ પરંતુ એને ‘હાય હેલો’ કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ.

પૂછવું કે કહેવું કોને ?)

હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે કે અવાજ તીણો થઈ રહ્યો છે. મારા ખભ્ભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે પણ બધું પૂછે અથવા કહે કોને ? (ક્રમશ:)

 

…Grok સાથે હકારાત્મક શિક્ષણ ગોષ્ઠિ… પ્રશ્નો મારા અને જવાબો Grokના

 

 

 

 

 

 

 

 

Grok ગજબ છે !! આપણી ભાષાને બરાબર સમજી શકતી ટેકનોલોજી એક  ચમત્કાર છે !!

દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણનેઅહો ! આશ્ચર્યમ ! થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની  નજીકના  જવાબો આપે છે.  રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ  હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.

આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ??    આવો એ જ વાંચીએ.

@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??

Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?

@ ખૂબ સરસ..

Grok હું આપના વિશે જાણવા માંગું છું.

AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??

Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!

AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?

ઉજ્જવળ બાજુ:

AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!

ડરામણું બાજુ:

પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).

મારો વિચાર:

મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?

@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.

Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!

@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે  પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??

Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.

દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે.  ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:

સૌને સમાન તક આપે:  ગરીબ કે અમીર,  ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ.  આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:

આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.

મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.

સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.

હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?

ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.

માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.

પરંતુ કેટલીક ખામીઓ પણ છે:

અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.

ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.

પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.

શું કરવું જોઈએ?

શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.

ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.

સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.

મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.

નિષ્કર્ષ 

હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)

 

આપણા સંતાનની દોઢ વર્ષ થી બાર તેર વર્ષ સુધીની વિકાસ યાત્રા

 

 

 

 

 

 

દોઢ વર્ષ સુધી બાળક અન્ય પર આધારિત છે પણ  તરુણ થતાં સુધીમાં તો તે પોતાની ઓળખ સ્પષ્ટ કરવા મથે છે

આપણે આપણા આંગંણે ભર્યું ભર્યું કરવા પધારનાર દેવદૂત સમાન સંતાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મમ્મી અને પપ્પા બંનેનું આ સંતાન અનેક વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે તેની ટૂંકમાં પણ મુદ્દાસર વિગતો મેળવવા માટે આહોનો અને હવેના બે  લેખો ખુબ ઉપયોગી સિદ્ધ થનાર છે, એટલે આપણે સ્વસ્થ ચિત્તે તેનું ગ્રહણ કરીએ તેવી અપેક્ષા છે.

આવો, આપણે વિકાસના તબક્કાઓ તરફ વળીએ..

આંતરક્રિયાથી આગળનું જીવન)

         બાળકના જન્મના સમયથી ૧૮ માસ સુધી એટલે કે બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝુલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે.

વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ )

      બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે.

પ્રોત્સાહન અને શિસ્તપાલનનું સાતત્ય )

વિકાસનો બીજો તબક્કો એ અઢાર માસથી ત્રણ વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે દોઢ વર્ષનું બાળક ત્રણ વર્ષનું થાય એ દરમિયાન બાળક ચાલતા, બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્તપાલનના આગ્રહમાં સાતત્ય બાળકના સ્વાયતતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.

સ્વાયતતા વિરુદ્ધ શરમ )

પણ હા, આ દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયતતા વિરુદ્ધ શરમનો ગાળો છે તે જરા મનમાં રાખી લઈએ.

પ્રોત્સાહનની અપેક્ષા)

બાળકના વિકાસનો ત્રીજો તબક્કો ત્રણ વર્ષથી વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું વિરુદ્ધ અપરાધભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે.

પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ)

ત્રીજા તબક્કામાં જો  મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતાપિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જયારે જયારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે ત્યારે પહેલા અપરાધભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઈન્ટ્રોવર્ટ બનતું જાય છે.

ઉદ્યમની ભાવનાનો વિકાસ)

બાળવિકાસનો ચોથો તબક્કો એ થી બાર વર્ષ વચ્ચેનો છે. છ થી બાર વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે, સમસ્યા ઉકેલવામાં અને  કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે.

પરિશ્રમ વિરુદ્ધ લઘુતા)

થી બાર વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમ અને પરિશ્રમનું મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્વિપકો બાળક આ સમયે શોધતું હોય છે જો એમ ન થાય તો તેનામાં લઘુતાગ્રંથિ , નિષ્ફ્ળતા અને બિનકાર્યક્ષમતા વિકસતી જાય છે.

તારણ બાંધવા તરફ..)

આ પાંચમા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. એમને અગાઉ થયેલા અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માંગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે. એ પ્રશ્નો નથી પૂછતાં પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે, એમાંથી તારણ બંધાય છે.

મળેલા ઈનપુટ  નું ટેસ્ટિંગ)

બાર તેર વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાની કેટલીક પ્રવૃતિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે એમાંથી તેને ઘણા inputs મળ્યા છે. એમણે મમ્મી પપ્પાને કશુંક કરતા, કશુંક ન કરતા, ક્યારેક સાચું બોલતા, ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે. હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે.

એક માંથી અનેક રોલ  )

હવે જો તરુણ કે તરુણી પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત નહીં કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવશે એટલે કે અત્યાર સુધી એણે પોતાનો એક રોલ ભજવ્યો છે પણ હવે એને અનેક roles ભજવવાના છે અને એ રોલ માટે એ પૂર્વાનુભવ past experience નો ઉપયોગ કરે છે.

ઓળખ વિરુદ્ધ  ભૂમિકા )

આપણે જે વિકાસના તબક્કાઓની વાત કરી રહ્યા છીએ તેમાં પાંચમો તબક્કો એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અથવા તો મૂંઝવણનો તબક્કો છે. એમને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી છે અને એની સામે છે પોતે અત્યાર સુધી ભજવેલી ભૂમિકા. આ બંનેની વચ્ચે એની મૂંઝવણ વધવાની છે અને એ મૂંઝવણ વધવામાંથી એણે  પોતે એક નિર્ણય ઉપર પહોંચવાનું છે. (ક્રમશ:)