એક અનેરું વ્યક્તિત્વ, જેની અંગુલીઓ ઉત્તમ સાહિત્ય સર્જે છે અને ક્લાસિક ચિત્રો પણ દોરે છે !! બંને કલાઓમાં એ શીર્ષસ્થ છે. મૂળ સુરેન્દ્રનગરના વતની અને વડોદરાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના પારંગત શ્રી ગુલામ મોહંમદ શેખ મળવાની અને ગોષ્ઠી કરવાનું ગમે તેવું વિશેષ વ્યક્તિત્વ.
કોરોનાકાળ હળવો થયો કે તરત અમે તેઓના વડોદરાસ્થિત નિવાસે પહોંચ્યા અને તેઓ સાથે રસપ્રદ ગોષ્ઠી કરી…તેઓશ્રીનું નિવાસસ્થાન એ તે દંપતીનું કલાસ્થાનક પણ ખરું. પૅલેસ જેવાં મકાનમાં ચોતરફ આપણને પ્રકૃતિ જ નજરે પડે. બહારના ફળિયામાં ખરી પ્રકૃતિ અને અંદર દાખલ થાઓ એટલે સર્જકે સર્જેલી પ્રકૃતિ !! જાણે બંને એકબીજા સાથે મીઠી સ્પર્ધા ન કરતા હોય !! તેઓના નિવાસસ્થાનને એક આર્ટ ગૅલેરી કહીએ તો વધુ યોગ્ય લાગે ! તેઓની સાધના ક્યાંથી ક્યાં પહોંચી છે તેનો ક્યાસ કાઢવામાં આપણે ટૂંકા પડીએ તેવું ભાવાવરણ અહીં અનુભવ્યું.
શેખસાહેબ સાથે ગોઠડી માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે શેખસાહેબ શબ્દો ઘડવામાં અને રેખાઓ દોરવામાં સહજતાથી કલમને પેશ કરે છે.
શ્રી ગુલામ મોહંમદ શેખસાહેબ પોતાના ચિત્રોનું પોસ્ટકાર્ડ પણ છાપેલું. પિક્ચર જીવનની ચડતીની વાત કરે છે.
“જુઓ, મારા મનમાં બીજું કશું ન હતું. એમ.એફ. હુસૈનને અમે લોકો ભણતા હતા ત્યારે મહેન્દ્રસાહેબે બોલાવ્યા. એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવીને દેખાડેલું. બહુ મોટા ગજાના કલાસર્જક, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા અને એમણે ઘોડાનું એક ચિત્ર દોરી દેખાડ્યું. એ સમયે એમની સાથે ઓળખાણ થઈ અને એમને મેં મારાં ચિત્રો બતાવ્યાં. ત્રીજા ચોથા વર્ષમાં હું કેવું કરતો હોઈશ ? … પણ એમણે જોયું અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું છે. મારે મારી મેળે મારું પોતાનું કશુંક કરવું છે. એટલે કે હું કરું.. પણ કેવી રીતે કરું ? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસૈન તો ઘોડા માટે બહુ જાણીતા છે. પણ એમના ઘોડામાં અત્યંત પુષ્કળ ઊર્જા, સ્ફૂર્તિ અને આવેગ એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી. મારો ઘોડો તો જાણે ઘોડાગાડીનો ઘોડો હતો. બિચારું ટાયડું ઘોડું… તેણે ગાડી ખેંચવાની. એટલે મારો ઘોડો તો જાણે હજુ ફરે છે અને શોધ્યા કરે છે કંઈક અને એનું મોઢું ખુલ્લું છે. જે અર્થમાં કહો તે અર્થમાં. અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ !
મારું પહેલું પ્રદર્શન થયું એમાં મારાં બે ચિત્રો વેચાયેલાં. વકીલ એન્ડ સન્સે મારાં પોસ્ટકાર્ડ છાપેલું. મેં માન્યું કે કંઈ નહોતું છતાં પણ આટલું તો હતું ને..!!
મને હવે તો પાકું થયું કે મારે કલાકાર જ થવું છે, પૈસો મળે કે ન મળે. એ જ અરસામાં મહેન્દ્રસાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન નામના શિક્ષક હતા એમને કૉમનવેલ્થ શિષ્યવૃતિ મળી અને એ ઇંગ્લૅન્ડ જવાના હતા, એટલે મહેન્દ્રસાહેબ કહે કે તું ભણાવીશ ? મેં કીધું કે મારું તો હજુ એમ.એ.નું બીજું વર્ષ બાકી છે,, તો એ કહે કે, એમાં શું છે, અહીં ભણવાનું અને ત્યાં ભણાવવાનું એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ. નીચલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે ભણ્યો. મને ૨૫૦ રૂપિયાની નોકરી પણ મળી. પહેલા પગારમાંથી એટલી બધી મજા – કરી અને મારા મિત્રોને બોલાવીને પાર્ટી કરી..’
પ્રત્યેક શબ્દને પોતાનાં ઊંડાણમાંથી પૂરા ધૈર્ય સાથે શેખસાહેબ મૂકી રહ્યા હતા ત્યારે ફળિયામાં રહેલ વૃક્ષો પરનાં પંખીઓ ઝીણા કલબલાટ સાથે જાણે સૂર પુરાવી રહ્યાં હતાં.
શ્રી મલ્લિકા સારાભાઈ : ભારતીય સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે પરંપરા જાળવીને વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે !
કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતાં હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યાં છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યાં છે. શ્રી મલ્લિકા સારાભાઈ પોતાના જીવનનાં પરિમાણો વિશે કહે છે કે,
‘જિંદગીમાં ઉતારચડાવ બહુ આવ્યા. પહેલાં હંમેશાં લોકો પૂછતા કે, તને શું દબાવ છે ? તારાં મમ્મી-પપ્પા બંને જણાં તો એટલાં બધાં જાણીતાં છે, આટલાં મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે, તું નૃત્ય કે જ કરજે, તું સાયન્સ જ કરજે, તું અમારું નામ ડુબાડી ન દેતી… એવું કોઈ દિવસ હતું નહીં. એક બહુ જ સહજ પાર્ટનરશિપ હતી, અમારાં ચાર જણાંની. અમે જ્યારે મોટાં થયાં હતાં ત્યારે અને સામૂહિક કોઈ નિર્ણય લેવાનો હોય તો એમાં બાળકો ગમે તેટલાં નાનાં હોય પણ ઇન્વોલ્વ કરવાનાં, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતાં શિખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો…? ત્યાં સુધી ચર્ચા કરવાની એટ્લે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઊભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોઈ શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી, અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની થા ત્યાં સુધી જે પણ પ્રશ્ન હોય તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો પડશે. હું ઇચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતાં તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા, ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કોઈ સ્ટેન્ડ લેવું હોય ને અમ્મા કહે ના, પણ ના એટલે ના નહીં. બેસીને સમજાવે કે કેમ ના ?’
ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઈ જાય પછી તે સ્વીકારાઈ જાય સહજતાથી નહીં એવું નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જ્યારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખૂલે. તોપણ હું જો disagree કરતી હોઉં તો પાછું બેત્રણ વર્ષ પછી ફરીથી ખૂલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં ઍન્ટિ પૉઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું એ કે, અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ઘરમાં ટ્રીટ જ નહીં કરેલાં.
મારું પહેલું જો એકાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે એસ.એસ.સી. કરીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશાં છ ઓળખ્યાં છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી રહ્યું છે ?? એમાં અનંગ દેસાઈ ઍક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલાં. અમે એકબીજાની સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકૉનૉમિક્સ લીધેલું અને નવું નવું મેં બૅડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કૉર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કૉર્ટ અને કૅન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શૉર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કૅન્ટીનમાં આવે.
અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે, મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખૂબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કૅન્ટીનમાં ન જઈએ, અમને પણ દાળવડાં ખાવાં છે એટલે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં પહેલી વાર પાંચ છ ખૂબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો.
પહેલી મિડ ટર્મ પતી એટલે અમારા હેડ. ઑફ ડિપાર્ટમેન્ટ બાબુભાઈ પટેલ કે જેમની ગાઇડ યુનિવર્સિટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું? ગાઇડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ડ્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવાં કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઈ, તમે મારા માર્ક્સ જુઓ છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઈ ગયા તો રેસ્ટિકેટ કરી નાખી ત્રણ અઠવાડિયાં. તો બધા જોવા આવ્યાં કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઈ ગયું…
મારા ક્લાસમાં પરવીન બાબી, મારા એક કોરે કાળજું ને એક કોરે છે શિલા, કર્મ એકસરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય. કિંતુ ધરતી-આભ જેટલો છે તફાવત બેઉમાં, એકનું પથ્થર – હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.– કિસ્મત કુરેશી
એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે, આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે. ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું, ક્યાં અધૂરો તોયે મેં નિબંધ રાખ્યો છે !!– કિરીટ ગોસ્વામી
મહેન્દ્રભાઈ મેઘાણી આપણી વચ્ચે હવે નથી પણ તેમનું સાહિત્યસર્જન અને પબ્લિકેશન મૅનેજમેન્ટ આજે પણ સ્મરણયાત્રા જેવું છે. મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ઘરનાં, પાડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉઘરાવવા પણ જાય ! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે ! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ ભટ્ટની દીકરી કુમુદનાં લગ્નમાં લાપસી ભરડીને પહોંચાડેલી, ત્યારથી કુમુદ તેમના ભાઈ મહેન્દ્ર મેઘાણીને રાખડી બાંધતાં !
આમ તો, મહેન્દ્ર મેઘાણી એટલે સતત સાહિત્યસર્જન અને વાંચનના વ્યાપ માટે વિચારતી કરુણાશીલ વ્યક્તિ.
એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો ? આ વિચારે જન્મ આપ્યો ‘પુસ્તકમેળા’ને. મુંબઈમાં સુંદરબાઈ હૉલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. ‘લોકમિલાપ’ના કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ, ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોષાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજાવા લાગ્યા. ‘લોકભારતી’ના વિદ્યાર્થી અને ‘લોકમિલાપ’ના ચાહક હિરજીભાઈ શાહ આફ્રિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭મા પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેઘાણીને આમંત્ર્યા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ચ નીકળ્યું.
૧૯૬૯માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતરું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગ્રેજીમાં હતાં તેની યાદી બનાવી. સ્પૉન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે. પી., નારાયણ દેસાઈ, વી. ડી. કેશકર, ગગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ… આ નામો વિદેશોમાં પ્રખ્યાત અને આદરપાત્ર. એક હજાર ડૉલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નૉર્મન કઝીન ‘સેટર ડે રિવ્યૂ ઑફ લિટરેચર’ નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કૅનેડા, અમેરિકા, ઇંગ્લૅન્ડથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડૉલરના ચાર રૂપિયા હતા. ‘લોકમિલાપ’ને એક લાખ રૂપિયાની જરૂર હતી. ‘મિલાપ’ માસિક દ્વારા અપીલ કરી : ‘અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ની વગર વ્યાજની લોન આપો.’ ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૯નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબરૂ આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા.‘લોકમિલાપ’ દ્વારા !
૧૯૭૨માં ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપ મેઘાણીનાં કાવ્યો, નવલિકાઓ અને લોકકથાઓનાં અઢીસો પાનાંનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનાંનું સુંદર પ્રકાશન. કિંમત રાખી રૂ. વીસ, પણ અગોતરા ગ્રાહક થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો માત્ર રૂપિયા પાંચમાં !!! મેઘાણી કુટુંબે પુરસ્કાર જતો કરેલો. ‘અગોતરા ગ્રાહક’ યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. ‘કસુંબીનો રંગ’ના સવા લાખ સેટના ઑર્ડર મળ્યા..
મહેન્દ્રભાઈ કહે છે કે, ‘રસ પડે, સમજાય અને પરવડે તેવું સાહિત્ય આપે તો લોકોને વાંચવું જ છે.’ પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા ‘આપણો સાહિત્યવારસો’ શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાશંકર જોશીએ વહન કરી, કારણ ઉ. જો.લોકમિલાપ ટ્રસ્ટ ના પ્રમુખ હતા.
‘મિલાપ’ માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું ? નવી પેઢી સુધી તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય પહોંચાડીએ તો ? તેમાંથી પ્રગટ થઈ ‘અરધી સદીની વાચનયાત્રા’ અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી ! ‘લોકમિલાપ’ની એક ઓળખ તે ખિસ્સાપોથીની. બત્રીસ પાનાં અને બુશશર્ટના ખિસ્સામાં સમાઈ સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી !
મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હંમેશાં તત્પર. કોઈ કહે, લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેઘાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમણે નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ઘરે ઘરે જવાનું. ઘરનાંને અડોશપડોશના ચાલીસ પચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળાવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો !!
સાહિત્યને લોકજીભેથી લોકહૈયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વ્યવસ્થાપન કર્યું મહેન્દ્ર મેઘાણીએ.
શબ્દ બ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી બહુ અંતર્મુખી વ્યક્તિત્વ. ચોવીસ વર્ષની ઉંમરે પિતાશ્રીએ વિદાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ—મુંબઈ-કલકત્તા એમ ફરતા રહ્યા. ૧૯૨૦થી ૧૯૨૮ સુધી તો ઝવેરચંદ મેઘાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યા અને જીવ્યા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેઘાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો યાદ ન હતાં. હા, તેમને સતત વાંચતા- લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ , પણ ત્યારે કોઈ સમજ ન હતી કે, પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેઘાણીનું સ્મરણ ખરું અને તે પણ વિશિષ્ટ ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં, બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દાડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાડુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી જીવનપર્યંત બુંદીના લાડુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવ્યા !
મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં અને મૅટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કૉલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગ્રેજી સરસ ભણાવેલું. એલ.ડી.માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લ્હાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કૉલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી ૧૯૪૨ના જૂનમાં એલ્ફીન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કૉલેજ છોડી દીધી ! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આઝાદીની લડતમાં જોડાયા. તાર કાપ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આનંદ માણતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજી હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ ઝાટકિયાએ સાચવ્યા. પણ વિધિની વક્રતા કેવી?
લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્દામવાદી માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું ! જો કે ત્યાં પોલીસ પહોંચી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ ! ન્યૂયોર્કના ઇન્ટરનૅશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિધિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયૉર્ક ટાઈમ્સ અને ક્રિશ્ચિયન ટાઈમ્સ, દળદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ’ રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાના. ત્યાં વળી ‘રિડર્સ ડાયજેસ્ટનો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, ‘દેશ જઈ ગુજરાતીમાં આવું રિડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.” ત્યારે જ યુનાઇટેડ નૅશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેઘાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!
છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી ‘મિલાપ’ માસિકનો પહેલો અંક બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રિડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો સારા લેખો – સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં ! મુંબઈમાં કુર્લામાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓનાં મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે “મિલાપ’ ને પ્રકાશન સંસ્થા તે “લોકમિલાપ…” પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં ‘બધાં’ પુસ્તકો ન મળે ! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રેષ્ઠ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : ‘રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેંચવી. અમારે તો સાહિત્ય મારફત ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ…!’ (ક્રમશ:)
ઝેન એક એવો પંથ છે કે જે ઈશ્વર સાથે સીધો સંપર્ક રાખે છે. ઝેન ગુરુઓની અનેક કથાઓ છે અને ઝેન પરંપરા અનેક દ્રષ્ટિએ અદ્વિતીય છે.સરળતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે કોઈ પામી ગયેલ બુદ્ધપુરુષોની એક વિશિષ્ટ જીવન યાત્રા એ ઝેન છે. જાપાનના ક્યોટો નગરને સૂફીઓના ઉદ્ભવસ્થાન તરીકે સ્વીકારવામાં આવે છે. ભારતની ઝેન પ્રતિભા ગણવી હોય તો કોને ગણવી એવો વિચાર અભ્યાસપૂર્ણ રીતે ખોજીએ તો…??
ઘણા બધા વ્યક્તિત્વ યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને અહીં રજૂ કરું. કોઈ ક્રમ નથી જાળવ્યો. સહજતાથી સ્મરણ માત્રેણ જેમ આવ્યું તેમ રાખ્યું છે.
પ્રથમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’, (Empathy). એક બહુ જ મોટી ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે, “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.” ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?” સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ સમાનુભૂતિ એટલે શું? આવો શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ. શ્રી રામકૃષ્ણદેવ એક નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,, ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ દોરડા વીંઝતો હતો અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel, i also feel’ જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ, દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !! જ્યાં પોલ સાર્ત્ર નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે, ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે, તમે હિંસા શરુ કરી.
મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું કે, તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે, અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે?? મહાવીર સ્વામીએ કહ્યું કે, તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે, હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું. આ સમાનુભૂતિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય :: “ વિધવાના આંસુલૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી.” સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”
આમ જુઓ તો, ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother. કોણ છે આ મધર? એક ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં તકલીફ પડી. થાકી હારીને શ્રી મધરે એક માળીને પૂછ્યું કે, ‘મહર્ષિ ક્યાં રહે છે?’ તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે, “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!” કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું. શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે, હું તો એટલું યાદ રાખું છું કે, “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે.” શ્રી માતાજીને કોઈકે પૂછ્યું કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે, હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં… આ મારું ધ્યાન છે.”
ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસને વિશ્વ સંસ્થા UNO સુધી લઇ જનાર પ્રિય મોરારીબાપુની ત્યાંની માર્મિક વાતો સાંભળીને વિશ્વની વિજ્ઞાન સંસ્થા નાસા નું સ્મરણ થયું.
નાસાને વૈજ્ઞાનિક સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં અને વિજ્ઞાનની જટિલ પ્રક્રિયાઓમાં સંશોધન સતત કરી રહેલી સંસ્થા છે. નાસાને પોતાનું શિવ વિજ્ઞાન હોઈ શકે એમ કોઈ કહે તો તમને આશ્ચર્ય થાય ને ! પણ નાસાની ઘણી બધી શોધમાં શિવના અસ્તિત્વની ચર્ચા થઈ છે. જો કે આ અંગે નાસા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ થયેલ નથી. પરંતુ નાસાના ન્યુસ્ટાર નામના ન્યુક્લિયર સ્પ્રેક્ટોસ્કોપીક ટેલિસ્કોપે ૨૦૧૪ માં પૃથ્વીથી 17000 પ્રકાશ વર્ષ દૂર આવેલા નેબ્યુલાનો એક ફોટો ઝડપેલો. વિજ્ઞાનની ભાષામાં આ નેબ્યુલા પલસર વિન્ટેજ નેબ્યુલા તરીકે ઓળખાય છે. પણ નાસાએ તેનું નામ the squad રાખ્યું. લોકોએ આ નેબ્યુલાની તસ્વીર નિહાળી તો તેમને આ નેબ્યુલા શિવના હાથના આકાર જેવું દેખાયું.!!
કહે છે કે ૨૦૧૭ માં હબલ ટેલિસ્કોપની મદદથી નાસાએ અલગ અલગ ફોટા પાડયા તેમાં તેમને વાદળોના તરેહતરેહના અસંખ્ય સમૂહો જણાયા. પરંતુ નાસા દ્વારા પ્રકાશિત થયેલી તસ્વીર ભગવાન શંકરના ત્રિશુલ તરીકે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ. ૨૦૧૭ માં જ નાસાએ હબલ ટેલિસ્કોપની મદદથી પૃથ્વીથી ૭૫૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલો ખુબ બધા ગેસોનો વિશાલ સમૂહ જોયો. નવજાત તારાઓના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થયેલા વિવિધ ગેસોને કારણે બનેલા આ નેબ્યુલાને નાસાએ ખેરીનાં નેબ્યુલા તરીકે ઓળખ્યો. પરંતુ નાસાએ બહાર પાડેલી તસ્વીરોમાં લોકોને જટાધારી શિવના દર્શન થયા. આજે પણ આ તસ્વીર સોશિયલ મીડિયામાં પ્રચલિત થઈ રહી છે. ખૂબી તો એ છે કે નાસાએ એક પ્રયોગમાં એવું તારવ્યું છે કે, પૃથ્વી પર રહેલું DNA શિવલિંગ સાથે હલાસ્કા ખાતે પ્રાપ્ત થયું. આ શિવલિંગ કોઈ ઉલ્કાપિંડ સાથે પૃથ્વી પર આવ્યું હશે તેવું સંસ્થાનું માનવું છે. આમ, નાસા જેવી વિજ્ઞાન સંશોધન સંસ્થાના પ્રયોગો સાથે લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થા સંકળાયેલી છે. સત્ય તારવવું આવશ્યક છે.
સ્વીટરઝરલેન્ડના જિનીવા શહેર ( જ્યાં UNO નું એક મથક પણ છે.) પાસે CERL એવું ટૂંકાક્ષરી નામનું કુલ છ પાર્ટિકલ એક્સેલરેટર્સનું ગંજાવર સંકુલ છે. લીગ્સ બોઝોન પાર્ટિકલ માટેનો સફળ પ્રયોગ જ્યાં યોજાયો અને બ્રહ્માંડના જન્મ વખતના અન્ય કણો એટલે કે પાર્ટિકલ્સનો તાગ મેળવવાના અમુક પ્રયાસો જ્યાં સફળ થયા તે large hadron collider (LHC ) એક્સલેટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌ જાણે છે તેમ દસ અબજ ડોલરના ખર્ચે બનેલું LHC કાંઈ જેવું તેવું પાર્ટિકલ એક્સલરેટર નથી. પુરા ૨૭ કિમી ના પરિઘમાં ફેલાયેલું છે. સંકુલના મુખ્ય બે મકાનોની વચ્ચે તાંડવમુદ્રા દર્શાવતા નટરાજની બે મીટર ઊંચી પ્રતિમા છે. અહીં તેની હાજર સૂચક લાગે છે. ૧૮ જૂન, ૨૦૦૪ માં ભારત સરકારે CERN સંસ્થાને ભારત દેશ સાથેના વર્ષો જુના જોડાણની ખુશીમાં ભગવાન શંકરનું કોસ્મિક નૃત્ય દર્શાવતી નટરાજની આ આકર્ષક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. ભારતીય સરકાર દ્વારા ભેટ સ્વરુપે આ દેવતાને એક રૂપક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે નટરાજનું નૃત્ય એ સબએથોમિક પાર્ટિકલ્સના કોસ્મિક નૃત્યના આધુનિકઅભ્યાસ સાથે સુમેળ સાધે છે.
વિશ્વભરના ૮૫ દેશોના ૮૦૦૦ વૈજ્ઞાનિકો અહીં કાર્યરત છે જેમાં ભારતના ૭૦ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. આ સૌ વૈજ્ઞાનિકો નટરાજના પ્રભાવ નીચે રહેલા બ્રહ્માંડના આદિ તથા અંત વિષે સંશોધન ચલાવી રહ્યા છે.યાદ રહે સંશોધન ૧૯૫૪ થી ચાલતું રહ્યું છે. પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી સેબ્રાએ નટરાજ સ્વરૂપના તાંડવ નૃત્યને પરમાણુની ઉત્પત્તિ અને વિનાશ સાથે જોડેલ છે. આને લગતી વિસ્તૃત ચર્ચા તેમણે ૧૯૭૨ માં પ્રગટ થયેલા પોતાના પુસ્તક “મેઈન કરન્ટ્સ ઓફ મોર્ડન થોટ” માં ‘ડાન્સ ઓફ શિવા’ જેવા શીર્ષક હેઠળ લખાયેલા પ્રકરણમાં કરી છે. આ સેબ્રાએ CERN ખાતે સ્થપાયેલ નટરાજની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. CERN ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એ લોકો જે પ્રયોગો કરી રહ્યા છે એ ભગવાન શિવના સંહાર કરવાના સિદ્ધાંત પર આધારિત છે, જેમ કે પહેલા સંહાર કરો, પછી નિર્માણ કરો. તે જ પ્રમાણે નાસા દ્વારા થતા પ્રયોગનું નામ પણ ભગવાન શિવના નામ ઉપર રાખવામાં આવ્યું છે. “The shiva project – સ્પેસ ફ્લાઈટ, હોલોગ્રાફી ઈન અ વર્ચ્યુઅલ એપેરેટ્સ.’ પ્રાચીન ભારતે પીરસેલી આધ્યાત્મિક જ્ઞાનની આ પ્રસાદી રમ્ય ઘોષા નદીની માફક ખળખળ વહે છે તે આનંદનો વિષય છે.
ભગવાન શિવને વિજ્ઞાન અને વિજ્ઞાનના સંશોઘનો સાથે બેશક જોડી આપવાની વાત એક અભ્યાસપૂર્ણ પુસ્તકમાં થઈ છે. શ્રીમતી હિમા વિપુલ યાજ્ઞિક વડોદરા ખાતેથી ગુજરાતી સાહિત્યમાં છાનુંછપનું પ્રદાન કરી રહ્યા છે. એમનું પ્રદાન સાહિત્યનું ગણવું કે સંશોધનાત્મક ગણવું કે પછી ધર્મ અને અધ્યાત્મને સ્પર્શતું ગણવું એ વિવેચકોનો વિષય છે પણ જ્યાં સુધી હિમા યાજ્ઞિકને સબંધ છે ત્યાં સુધી તેઓ આ સમગ્ર કાર્ય પોતાના હૃદયમાં જે ભાવ ઊગે છે તે ભાવને વાચા આપવા માટે કલમ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. તેમના દ્વારા ભારતના ઋષિઓ ઉપરનું પણ એક સુંદર પુસ્તક પણ આપણને હમણાં જ મળ્યું છે. શ્રીમતી હિમા યાજ્ઞિક ગૃહિણી છે એમ કહેવાય છે પણ એવું લાગે છે તેઓ જેટલો સમય પોતાના ઘરના રસોડામાં વિતાવતા હશે તેનાથી વધુ સમય તેઓ પોતાના ઘરના એક અલગ ખૂણામાં રહેલા લેખન-મંદિર પાસે પણ વિતાવતા હોવા જોઈએ.
એક તાજુ દંપતી. મજાનો એક દીકરો. વ્હાલથી તેનો ઉછેર. હવે બાળક જનમ્યા પહેલાં મા-બાપને થતી ચિંતા તે બાળકને ભણેશ્રી બનાવવાની, આ દંપતીને પણ થઈ. દીકરો અવતર્યો ત્યારથી શોધ ચાલી કે કઈ સ્કૂલમાં ભણાવીશું ? મમ્મી બોલી: સ્કૂલ ગમે તે હોઈ શકે, પણ આપણે એને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં જ .. મમ્મીનું મમત પપ્પાને પરેશાન કરી રહ્યું હતું. પપ્પા નો વિચાર દીકરાને માતૃભાષાના માધ્યમથી ભણાવવાનો હતો. પપ્પાની સ્પષ્ટ તૈયારી હતી કે દીકરાને અંગ્રેજી એક ભાષા તરીકે સુંદર રીતે શીખવીશું પણ માધ્યમ તો માતૃભાષા જ રાખીશું. મમ્મીની મમત માથાકૂટમાં ફંટાવા લાગી. બંનેએ ઘણા લોકોની સલાહ લીધી. માતૃભાષા અભિયાનના નિષ્ણાતો અને તેની વિડીયો સંવાદની કેસેટ પણ બંનેએ સાથે બેસીને જોઈ કે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષા બાળકને ગર્ભાધાનના પહેલાં જ ડગલાથી વારસામાં મળેલી છે. તેના આધારે તો બાળકની ન્યુરો લિન્ગ્વીસ્ટીક સિસ્ટમ ઘડાયેલ છે.
શિક્ષણના માર્ગદર્શક તરીકે આ દ્વિધા અંગે મને મળવા આવતાં પહેલા બાળકના પપ્પાએ મને અંગત રીતે ફોન કર્યો: “સર, કુટુંબમાં બધાને વાત ગળે ઉતરી ગઈ છે કે માતૃભાષામાં જ ભણાવીશું, પણ મારી વાઇફ માનવા તૈયાર જ નથી. તમે પ્લીઝ એને સમજાવી દો ને !”
બંને સાથે બે કલાક સુધી દુનિયાભરની દલીલોથી સ્પષ્ટ કર્યું કે, જો માતૃભાષા સબળ શીખાશે તો વિશ્વની કોઇપણ ભાષા તમારો દીકરો ફટાફટ શીખી જશે. ગાંધીજી-ટાગોર-વિનોબાજી-અમર્ત્ય સેન અને વિદેશના કેટલાય મહાન ચિંતકોને મેં મદદે બોલાવ્યા, પણ નારી શક્તિ આગળ હું હાર્યો અને તેના પતિ દેવ થાકયા ! મમ્મીની એક જ દલીલ : “બધાના છોકરા ઈંગ્રેજીમાં ભણે અને મારો દકુ ગુજરાતીમાં ભણે તો કેવું નીચાજોણું થાય ? મારો દકુ બધા વચ્ચે સારું ઈંગ્રેજી ન બોલી શકે તો મને કેટલી નાનપ લાગે?”.. મને એટલું સમજાયું કે મમ્મીઓ નહીં સમજે તો માતૃભાષા ટકશે નહીં એ નક્કી. સ્વીકારવામાં આકરું લાગે એવું કમનસીબ સત્ય એ છે કે આપણી નવી-સવી માતાઓ જ માતૃભાષાને ડૂબાડવા માટે નીકળી પડેલ છે. આ વાક્ય લખતાં કાંઈ રાજીપો નથી થતો પણ દર્દ થાય છે. જો કે આ કડવું છતાં ભારોભાર સત્ય છે અને આજે એ ન સ્વીકારવું એ આપણા સૌનો દંભ છે.
“ અમે તો ઈંગ્રેજીમાં નો ભણ્યા પણ બાળકને તો ભણાવીએ,” આ દલીલ આગળ હથિયાર હેઠા પડે છે. મારો અનુભવ એવું કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ધકેલાતા બાળકોમાંથી 90 ટકાથી વધુ તેની મમ્મીઓના હઠાગ્રહ કે હુંસાતુસીના કારણે અંગ્રેજી ડબ્બામાં પુરાય છે. પતિદેવ એટલે હાર સ્વીકારી લે છે કે એને કાયમી કચક્ચ ટાળવી છે એટલે એ સ્વીકારી લે છે કારણ કે બાળકને વધુ સમય તો મમ્મી સાથે જ કાઢવો છે ને, આપણે ક્યાં રોજેરોજ દીકરા દીકરીને ભણાવવા છે ? લાગશે કે આ દલીલ છે પણ આ હકીકત છે. પાછી આ જ માતાઓ ઘરમાં સદંતર ખોટ્ટું અંગ્રેજી બોલશે એટલે સંતાન નહીં રહે માતૃભાષાનું કે નહિ રહે અંગ્રેજીનું !!! હઠ મમ્મીની અને ખુવારી બાળકની ..
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે તો પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનું કહી દઈને રાજી થઇ ગયા છીએ, પણ અહીં વર્ણવી તેવી સ્થિતિમાં માતૃભાષામાં શિક્ષણ કેટલું છેટું પડશે તે વિચારવા જેવું છે.
અંગ્રેજી માધ્યમના અભરખાવાળી એક મમ્મી સવારના પહોર થી એની બેબીને “સ્પેરો” શબ્દનો સ્પેલિંગ પાકો કરાવવા મહેનત કરતી હતી. બેબલી ઠાગાઠૈયા કરતી હતી, ત્યાં જ અચાનક રૂમની બારીમાંથી એક ચકલી ઘરમાં ઘુસી ને ચીં ચીં કરવા લાગી. પેલી બેબી તેની પાછળ દોડીને બોલી : મમ્મી, જો જો ચકલી, ચકલી ! મમ્મી કહે : “અરે બેટા, હું તને સવારથી સ્પેરો શીખવું છું ને તે આ .. બેબીએ જવાબ આપ્યો: “અરે મમ્મી, તે ચકલી કહે ને તું શું સ્પેરો સ્પેરો કરે છે ? આ ચકલી તો મારી દોસ્ત છે !!”
નથી લાગતું કે આ જ મમ્મીઓ માતૃભાષાને જીવાડશે કે મારશે ??
એક એવું કુટુંબ પોતાનાં લગ્નની કંકોતરી આપવા આવ્યું કે જે કુટુંબમાં મમ્મી-પપ્પા અને એનો દીકરો એમ ત્રણ વ્યક્તિઓ હતી હતા!!!. આપણને તો ગજબનું આશ્ચર્ય થાય કારણ કે, આ ત્રણેય જણા સાથે પોતાના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. સ્વરાજ આશ્રમ, બારડોલીમાં સરદાર પટેલ કન્યા વિદ્યાધામના સંસ્થાપક શ્રી નિરંજનાબેન કલાર્થી બહુ આશ્ચર્ય ન થયું પણ હું તો ભારે વિસ્મય સાથે આ મા -બાપ-દીકરાની ત્રિપુટીને જોઈએ જ રહ્યો. મારુ મન પૂછતું રહ્યું કે આ આખું કુટુંબ કોની કંકોત્રી દેવા આવ્યું છે? થોડી સ્પષ્ટતા થઈ ત્યારે મૌન થઈ જવાયું. એ મમ્મી-પપ્પા બની ગયા છે, તેવા પતિ અને પત્નીના દીકરાની હાજરીમાં લગ્ન થવાના હતા. અને એની આ કંકોત્રી આપવા આવ્યા હતા. તેઓની અભિલાષા હતી કે, નિરંજન બા ના આશીર્વાદ મેળવે તો તેમનું જીવન સુખ શાંતિથી પસાર કરે.
એ દંપત્તિ સાથે વાત કરતાં મને તેમની સહજ અને નિખાલસ વાતો જાણી ખૂબ જ આનંદ થયો. આપણે આધુનિક સમાજના લોકો આપણી લગ્ન પ્રથાને જડતાપૂર્વક વળગી રહ્યા છીએ અને અનેક નાના મોટા પ્રશ્નો અથવા સમાધાનો કરતા હોઈએ છીએ. જ્યારે આ આદિવાસી વિસ્તારના બે યુવાનો કેટલી બધી સમજપૂર્વક જીવી ગયા છે, જીવી રહ્યા છે અને જીવશે પણ ખરા. આ બંને યુવાન અને યુવતીના લગ્ન હવે થવાના છે. પણ તેઓ એકબીજાને સારી રીતે ચાહે છે, અને તેઓ એકબીજા સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આપણે જેને ‘લિવ ઇન રિલેશનશીપ’ નામ આપીએ છીએ એવું કંઈ એને ખબર નથી. પણ તેઓ સાથે રહે છે, તેમના કુટુંબના, તેમના ફળિયાના, અને તેમના વિસ્તારના સૌ લોકોને આ વાત માન્ય છે. આ ત્રણ વર્ષ દરમિયાન એમને સંતાન પણ થયું છે, અને દીકરો છે જે અત્યારના લગભગ પોણા ત્રણ વર્ષનો થઈ ગયો છે. મળવા આવ્યા ત્યારે દીકરો સાથે હતો. આ વાતની સ્પષ્ટતા થઈ ત્યારે મેં કહ્યું કે આ તો દિલની બહુ મોટાઈ માંગે એવો મુદ્દો છે.
આ યુવાન અને યુવતી સાદા સીધાં છે. હસતા રમતા છે, અને પરસેવો પાડીને જીવનારા છે. એ લોકો મોજ શોખ માટે પરણ્યા હોય એવું કશું નથી. એકબીજાનાથી બહુ જ આકર્ષિત થઈ ગયા હોય એવા એના દેખાવ પણ નથી. પણ ખરેખર દિલના પ્રેમથી એકબીજાએ પસંદ કર્યા અને એ સમયે લગ્ન થઈ શકે એવી વેંત ન હતી. એટલે કે લગ્ન કરવા માટેની જે કોઈ આવશ્યકતાઓ હોય આર્થિક, સામાજિક વગેરે થઈ શકે તેમ ન હતી. તો એ લોકોએ કુટુંબીઓને જાણ કરીને સાથે રહેવાનું શરૂ કર્યું અને સાથે રહેતાં-રહેતાં લગ્ન થાય એ પહેલાં એને બાળક પણ થયું, અને દીકરો ત્રણ વર્ષનો થયો.
હવે સગવડતા થઈ છે. આર્થિક, સામાજિક બધી જ. એટલે હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે અને એ લગ્નની આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા. ખુબ આનંદની વાત હતી કે લગ્નપ્રથાના નામે આપણે કેટલા બધા ધમપછાડા કરીએ છીએ ત્યારે આ આદિ તીર્થ વાસી યુગલ, સમાજની મર્યાદામાં રહીને એકબીજાને સતત પ્રેમ કરતાં રહી લગ્નનાં બંધન વગર માતા-પિતા બની ગયા છે અને એનો સૌએ સ્વીકાર પણ કર્યો છે. આમ છાનું છપનું કશું જ નથી.
એવું પણ જાણવા મળ્યું, કે ઘણી વખત કેટલાક એન.જી.ઓ. સમૂહ લગ્નનું આયોજન કરે ત્યારે આ વિસ્તારમાંથી એવા યુગલો જાય છે કે જેમાં ત્રણ પેઢી હોય. અહીંયા આદિવાસીઓ માટે પાયાનું કામ કરનાર મુકુલ ટ્રસ્ટના ડો. પ્રજ્ઞા કલાર્થીએ કહ્યું કે એક વખત તો દાદા-દાદી, મા-બાપ અને દીકરો-વહુ, એમ ત્રણ જોડા એક સાથે પરણ્યા.!!! દાદા-દાદી પરણ્યા ત્યારે જોગવાઈ નોહતી, એમનો દીકરો મોટો થયો એ પણ આવી રીતે પરણી ગયો. પરણ્યાવગરપરણીગયો, અને એમને ઘરે સંતાન થયું એમને પણ આવું જ બન્યું. એટલે ત્રણ પેઢીના દંપત્તિઓ એક સાથે, એક માંડવે પરણવા આવ્યા.!!
આદિવાસીઓમાં આ વાત બહુ સામાન્ય છે. આનો કોઈને પ્રશ્નાર્થ નથી, આનો કોઈ અચંબો કે એના વિશેની કૂથલી નથી. ઘણી વખત તો સમૂહ લગ્નમાં સંતાન સાથે હોય એવા લગ્ન તો થાય, પણ પેટમાં બાળક હોય અને લગ્ન થતા હોય એવું પણ બને છે.!! અહીં એ વાત જાણવા જેવી છે કે, આ લોકો વિધિવત પરણે છે જરૂર..તેઓના મનમાં ખટકો રહે છે કે આપણે હજુ વિધિસર પરણવાનું છે. સાથે રહેવા લાગ્યા એટલે તેઓ પરણવાનું ભૂલી નથી જતા. એટલે તો જ્યારે સંજોગો સારા હોય ત્યારે ત્રણ પેઢી પણ સાથે વિધિવત પરણે છે અવશ્ય.
આપણે સેક્સની બાબતમાં ચોખલિયા છીએ. કોઈ બે વ્યક્તિઓ પરણ્યા વગર સાથે રહે તે તો આપણો સમાજ સહન જ નથી કરી શકતો.જયારે આ આદિ તીર્થ ક્ષેત્રના સરસ મજાના યુવાનો અને યુવતીઓ, એટલે કે દંપતીઓ સેક્સને દંભ તરીકે ન સ્વીકારીને સહજતાથી લે છે અને પોતાના જીવનમાં આનંદ માણે છે.
આપણે જેને આદિવાસી કહીએ છીએ એની પાસેથી આપણે ઘણું શીખવાનું છે. આનંદ એ વાતનો થયો કે પ્રકૃતિનીવચ્ચેરહેનારાઆપ્રકૃતિનાપોષકોપોતાનીપ્રકૃતિનેઆધીનથઈનેરહેવાનુંશીખીગયાછે.
આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ, જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.
આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો. કટાહ આરંભે જ લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.
કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.
કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા, કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ?? પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’ આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં ભારોભાર સત્યનો રણકો હતો, તેથી માથું ઝૂકી ગયું.
આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!
અખંડાનંદ્દ :: મે 2024 :: શ્રી ભદ્રાયુ વછરાજાનીનો લેખ ::
આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ ”
સૌનાઅચંબાવચ્ચેગામલોકોએત્રણદિવસનીઅંદરઆખાકથામંડપનેલીંપવાનુંકામપૂરુંકર્યું !! ભદ્રાયુવછરાજાનીbhadrayu2@gmail.com આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ, જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે. આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો. કટાહ આરંભે જ લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા. કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે. કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા, કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ?? પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’ આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં ભારોભાર સત્યનો રણકો હતો, તેથી માથું ઝૂકી ગયું. આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!
एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…
ઉત્તમ વિચાર ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે તેનો એક સ્વાનુભવ અહીં વહેંચવો છે.
એક નાની પુસ્તિકા છે, તલગાજરડી આંખ. તેમાં સુવિચારોનો સંગ્રહ છે. વિશ્વમાં શ્રી રામચરિત માનસ ને ખૂણે ખૂણે પહોંચાડનાર શ્રી મોરારિબાપુએ અનેક કથાઓમાં સહજતાથી ઉચ્ચારેલા સુ વિચારો આ પુસ્તિકામાં છે. પોતાની અંત:યાત્રા માટે ‘નોકરી’ કરનાર શ્રી દિનુભાઈ ચુડાસમાએ તેનું સંપાદન કરેલ છે. તેમાં શુદ્ધ અને સાત્ત્વિક વિચારો છે. બાપુની નીજી શૈલીમાં સાવ સાદા સીધા શબ્દો અને સીધી ગળે ઉતરે તેવી જ વાતો… મોટી મોટી કોઈ ફિલસુફી નહીં.
આ પુસ્તિકા બહુ બધી શાળાઓ ચલાવનાર યુવાન સંચાલકના હાથમાં આવી અને તેમણે દિલથી વાંચી. સાહિત્ય પ્રીતિ ખરી એટલે તે યુવાન વાંચવાના અને વિચારવાના શોખીન. તેમને વિચાર આવ્યો કે, ચાલોને એક રસઐક્ય ધરાવતા મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવું ને તેમાં રોજ રાત્રે એક વિચાર આ પુસ્તિકામાંથી મુકું. સૌને અવગત કર્યા કે આ કેવળ એડમીન દ્વારા જ ચાલનારું ગ્રુપ છે અને તેનો ઉદેશ્ય કેવળ આ પુસ્તિકામાંથી સાત્વિક વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો છે. વિચાર શુભ હતો એટલે આ સત્ત્વશીલ કાર્ય સરસ રીતે ચાલવા લાગ્યું .
થોડા દિવસો પછી મને વિચાર આવ્યો કે, અહીં ગ્રુપમાં જે મુકાય છે તેમાંથી મને જે વિચાર સ્પર્શી જાય તે વિચાર લઈને હું મારા વોટ્સએપના સ્ટેટસ્ માં મુકું. આમ મારું સ્ટેટસ જોનાર ઘણા મિત્રો છે, એટલે સરસ વિચાર વ્યાપક રીતે ફેલાય. એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યાં એક સદ્દસ્ફોટ થયો. (જેમ વિસ્ફોટ થાય તેમ આ સદ્દસ્ફોટ એટલે સત નો ફેલાવો થાય તેવો ચમત્કાર) મેં મારા સ્ટેટસમાં એક દિવસ પ્રિય મોરારીબાપુએ કહેલ જે સુ વિચાર મુક્યો તે આ પ્રમાણે હતો :
“હું તમને એક સારામાં સારું શુકન કહું ? નવી ગાડી લો અને લઈને આવતા હો અને રસ્તામાં કોઈ ગરીબ ડોશીમા એનું પોટલું માથા પર મૂકીને તાપમાં નીકળી હોય તો એને એના ઘરે પહોંચાડી દો એના જેવું શુકન એકેય નહીં ….ધર્મના રહસ્યને આપણે આ રીતે સમજીએ.”
હવે આ ઉત્તમ વિચાર યાત્રા કેવી આગળ ધપે છે તે જુઓ. પેલા ગ્રુપના એડમીન મિત્ર રોજ એક વિચાર મૂકીને છૂટી જાય. હું એમાંથી એક વિચાર મારાં સ્ટેટસમાં મૂકીને છૂટી જઉં. પણ એમાંથી એક વિચાર કોઈકને સ્પર્શી ગયો. આ વિચારને વાંચનાર હાલ સુરતના એક યુવાનને કેવી અસર થઈ તે જાણીશું તો વિચારનું અમૂલ્ય મૂલ્ય સ્વીકારવું પડશે. સુરતમાં સ્પાર્ક નામથી શિક્ષણ અને સાહિત્ય સેવા કરનાર શ્રી આદિત્ય ઝાલાએ મને (એ વિચારને ટેગ કરી) જે લખી મોકલ્યું તે વાંચીએ :
“શુકન તો ખરાં, એમાંથી તો ઋણાનુબંધ નીકળી આવવાનો મારો જાતઅનુભવ છે ! ભાવનગરમાં ધો. ૧૨માં અભ્યાસ વખતે નવું નવું બજાજ સ્પિરિટ લઈને હું બપોરે ટ્યૂશનથી પાછો ફરતો હતો. કાળુભા રોડ ઉપર એક વડીલ રિક્ષાની રાહ જોતા ઊભા હતા. નજીક જતાં એટલો ખ્યાલ આવ્યો કે આ વડીલ તો નવમા ધોરણની મારી એક વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક હતા. મેં એમને લિફ્ટ આપી અને એમને ઘરે મૂકી આવ્યો. એમણે મને અંદર આવવા કહ્યું પણ ‘ઘરે પહોંચતાં મોડું થવાથી સૌ ચિંતા કરશે’ એમ કહી એમના દરવાજેથી જ હું પાછો ફર્યો અને એમનું નામ જાણી લીધું.
ઘરે જઈને સૌની ઉપસ્થિતિમાં આ વાત કરી. એ વડીલનું નામ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયા ! પપ્પા તો રાજીપાસભર બોલ્યા: ‘ઓહો, તખ્તસિંહજી પરમાર?! એ તો અમારા તખુભા સાહેબ..જૂનાગઢમાં અમે એમની પાસે ગુજરાતી ભણ્યા છીએ.’ અને પછી તો પપ્પાએ એમની NSS અને NCCની યાદો પણ વાગોળી. સાંજે ડિરેક્ટરીમાંથી નંબર શોધીને પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને તે પછીના રવિવારે અમે એમની મુલાકાત પણ લીધી. એમને ત્યાં ફળિયામાં જ મારો ભાઈબંધ કમ સહાધ્યાયી રાજદીપસિંહ મળી ગયો અને ત્યારે મને ખબર પડી કે, એ તો પરમાર સાહેબનો પૌત્ર થાય ! આ મારી શુકન-ઋણાનુબંધની કથા.. તમારી આ પોસ્ટે પણ તે દિવસ જેવું જ કર્યું- एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…”
છે હવે કશું બોલવાની જરૂર ?? છે હવે કાંઈ લખવાની આવશ્યકતા ?? ઉત્તમ વિચાર ક્યાંથી સ્ફુરે ને ક્યાં ઝીલાય અને ક્યાં એ અનુભવમાં મુકાય અને તેની કેવી અનુભૂતિ હોય…તેની યાત્રા અલૌકિક બની રહે ત્યારે સુંદર વિચાર આવી જાય કે, “સારપને ફેલાય જવાની ટેવ હોય છે.”
આપણે ઘણીવાર સોશિયલ મીડિયાને વખોડતા હોઈએ છીએ પણ મને તો એવા અનેક અનુભવો થયા છે કે સોશિયલ મીડીયાએ ઘણી સકારાત્મક અસરો કરી હોય. સોશિયલ મીડીયાએ ક્યારેક તો તબીબ ક્ષેત્રોમાં એવી મદદ પણ કરી છે કે જેથી કોઈનો જીવ બચ્યો હોય!!. અહીં આપણે જે નાના વિચારની વ્યાપક અસરની નાની અનુભૂતિ અંગે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, હા, એક વિચાર ગજબનાક અસર કરવાની ક્ષમતા ધરાવે છે.
“આપણે ડીનર માટે અવશ્ય જઈએ પણ મારે રાત્રે દસ વાગે એક બ્રેક લેવો પડશે.”
“બ્રેક એટલે ?”
“મારે ફોન પર ત્રીસેક મિનિટ વાતો કરવી પડશે. આમ તો કહો ને કે, વાતો નહીં પણ વાર્તા !”
અમે સૌ વિચારમાં પડી ગયા કે આ સોલ્જર અને પાછી વાર્તા ???
એમણે અમારા ચહેરાની મૂંઝવણ પારખી લીધી અને સ્મિત સાથે સ્પષ્ટતા કરી.
“મારે એવું છે કે હું ઘરની બહાર હૉઉ ને ત્યારે રોજ રાત્રે ત્રીસ થી પિસ્તાળીશ મિનિટ કાઢવી. એ અમારો રિવાજ છે. રિવાજ એટલા માટે કે, હવે અમે તેને ફોલો કરવાનું ચુકતા નથી. કહો ને કે એ અમારી ટ્રેડિશન બની ગઈ છે.”
“અરે વાહ, વાર્તા કહેવાની ટ્રેડિશન !?! આ તો આનંદની વાત છે. તમે કોને વાર્તા કહેશો ? આજે અમે ય માણીએ “
“ના ના એવું નથી કરવું કારણ કે હું વીડિઓ કોલથી જોડાઇશ અને વાર્તા પુરી કરી ફરી આપણી વાતાવલી ચાલુ રાખીશું…તમને તો ખ્યાલ છે કે, મારે એક દીકરો શિવાંશ છે અને એક દીકરી શિવીકા છે.”
“વાહ, શું નામ રાખ્યા છે !! શિવાંશ અને શિવીકા. ભગવાન શિવ સાથે નાતો બરાબર રાખ્યો છે.”
“તમારે નાગરોમાં નામ બહુ વિશિષ્ટ હોય, નહીં ?”
“હા એ સાચું અને વળી અમે શિવપંથી ને ?? નાગરનો દીકરો લશ્કરનો જવાન બને એટલે ભગવાન શિવને થોડો ભૂલી જાય ?? અને મેં તો એટલે જ બંનેના નામ જ એવા રાખ્યા છે કે શિવ સાથે ને સાથે જ રહે. અને સાથે ન રહે તો જીભે ને હૈયે તો રહે જ રહે.”
“અરે વાહ, આ તો ઉત્તમ.”
“મને લશ્કરમાં જોડાયે સોળ વર્ષો થયા છે અને લગભગ એટલી જ જગ્યાએ મારી બદલી થતી રહી છે. જે અમારા માટે બહુ યુઝવલ છે. પણ બહાર રહેવાનું બહુ રહેતું હોવાથી અને ચોવીસે કલાક એલર્ટ રહેવાનું હોવાથી અમે ચારેય કુટુંબીઓએ એક નિયમ બનાવ્યો છે કે, મારે રોજ ઓછામાં ઓછી પિસ્તાળીશ મિનિટ બાળકો સાથે ગાળવી.રોજ તો કેમ અને ક્યારે એ શક્ય બને, એટલે પછી રાત્રે જયારે બાળકો ઊંઘવા માટે રિલેક્સ થાય ત્યારે મને વીડિઓ કોલ કરે અને હું જોડાઈ જઉં. આમ વાર્તા કહેવાની મઝાની યોજના અમે બનાવી છે. અને આજ સુધી અકબંધ તેનું પાલન કર્યું છે.”
“નક્કી કરેલું પાલન કરવામાં તો તમને કોઈ ન પહોંચે !! એટલે આ વાર્તા સેશન પણ નિયમિત રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.પણ આ વાર્તાઓ તમારે તૈયાર કે યાદ કરવી પડે ને?”
“હા, નાના હતા ત્યારે મા અને પપ્પાએ વાર્તા કહેલી તે તો યાદ રહી જ ગઈ હોય અને પછી મોટા થઈને વિસ્મયથી રામાયણ, મહાભારત, પંચતંત્ર વગેરે વાતો વાંચી હોય, સાંભળી હોય ને,,બસ એનું કલેક્શન એટલું બધું છે કે વાર્તાઓ ખૂટતી નથી.પાછું રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધ આવે એટલે યુદ્ધકથામાં મારા અનુભવો ભેળવું એટલે મને ય મઝા આવે ને બાળકોને શૌર્ય ચડે. આમ બંનેનો ફાયદો.”
“..પણ બાળકો રસથી રોજ વાર્તા સાંભળે ખરા ?”
“વાર્તા કોને ન ગમે ? આપણને આ ઉંમરે પણ કોઈ વાર્તા કહે તો આપણે કેટલા ચોંટી જઈએ છીએ ?”
“વાત સાચી. આપણી ટી વી સિરિયલ્સ એટલે તો કેટલાય હપ્તાઓ સુધી આપણે માણ્યા કરીએ છીએ ને !”
“પરફેક્ટ. સ્ટોરીને બદલે લેક્ચર હોય તો , કોઈ આટલું સહન કરે ખરું ? હા, એ ખરું કે મારે બહુ એલર્ટ રહેવું પડે, કારણ બાળકો બહુ શાર્પ હોય છે એ તમને પકડી જ પાડે. ક્યારેક એવું બને કે મારાથી વાર્તા રિપીટ થાય તો શિવીકા તરત જ કહે કે, ‘આ તો સાંભળેલી છે. કહું આમાં છે ને ….’ એમ કરીને વાર્તામાં હવે શું શું આવે છે તે કહેવા લાગે. એટલે આપણ રામ કાન પકડે ને કબૂલે, એટલે એ કહે, ‘બોલો, સોરી !!’ તો તરત સોરી બોલી દેવાનું, એમાં મિલિટરીમેન નહીં થવાનું. યાદ રાખવાનું કે, હું અહીં તો બાપ છું.”
“વાહ, તમે તો અદભુત વાત કરી અને પાછી વાર્તાની વાત. મઝા પડી ગઈ.”
અમારામાંથી એક વડીલે તીખો પ્રશ્ન પૂછ્યો , “ તમે જે મોરચે હો તે જગ્યાએ કોઈ મંદિર કે ધર્મસ્થાન હોય ખરું ?? હોય તો કોનું સ્થાનક હોય ?”
થોડીવાર મૌન ધારણ કરીને એ જુવાન બોલ્યો : “ હોય, ચોક્કસ હોય, આર્મીએ જ બનાવેલું હોય. પણ કોનું હોય તે નક્કી નહીં , પણ ધર્મસ્થાનક હોય.જ્યાં જે રેજિમેન્ટ હોય તેમાં જે બહુમતી જવાનો હોય તેનું ધર્મસ્થાનક ત્યાં બને, આવો સાદો નિયમ. પણ હા, એમાં બધા જ જવાનો જાય અને હાથ જોડી મસ્તક નમાવે જરૂર, એમાં એ નહીં જોવાનું કે આ કોનું ધર્મ સ્થાન છે ? અને હા, ક્યાંક એક થી વધુ પણ હોય. મંદિર હોય ને ચર્ચ પણ હોય ને ગુરુદ્વારા પણ હોય. અને એવી જગ્યાએ અમારા જેવા સિનિયર ઓફિસર એક પછી એક બધા જ સ્થાનકમાં જાય ને માથું નમાવે અને સર્વધર્મ પ્રત્યે આદર દર્શાવે.તમે પૂછ્યું છે એટલે કહું કે, અમારામાં અમારો કોઈ ધર્મ ન હોય, અમે ચુસ્તપણે સર્વધર્મ સમભાવમાં માનીએ અને તેનું કડક પાલન કરીએ. અમારો ધર્મ એટલે રેજિમેન્ટનો ધર્મ.”
“…તો તો આ ભેદભાવ વાળું અમારામાં જ છે, એવું નક્કી થયું ને ?”
“હું એમાં હા કે ના ન કહેવાની શિસ્તનું પાલન કરીશ પણ એટલું કહીશ કે અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ. અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”
અચાનક એક સાંજે એક આર્મીમેનને નિરાંત જીવે મળવાનું થયું અને એ પણ ગુજરાતી આર્મીમેન. અમારા કુટુંબી. કમાન્ડો તરીકે પડકારરૂપ સ્થિતિમાં ફરજ બજાવનાર સાથે જે ગોષ્ઠી થઇ તે ‘આસપાસ ચોપાસ’નું વાતાવરણ હૈયાંને ટાઢક વાળી ગયું. આપણા ગંગાસતી જેવા સંતે ભેદની ભીંતો ભાંગવાનું કહ્યું અને તેનું ચુસ્ત પાલન અન્ય કોઈ કરે કે ના કરે પણ આપણા જવાંમર્દ સૈનિકો કરે છે તેનો સંતોષ થયો.
આમ તો મારું નામ ગોવિંદ, પણ મને બધા ગોવિંદો કહીને બોલાવે. ગોવિંદો કહીને બોલાવે તો નાનપણમાં તો બહુ કાંઈ મને ખોટું ન લાગતું. કારણ કે દુધાળા ગામમાં રહેતા ત્યાં બધાને નામ બગાડીને જ બોલાવવાનો રિવાજ હતો. એટલે કે મહેશ હોય તો મહેશીયા, રમણ હોય તો રમણીયો, ચણાળુ હોય તો ચંદુડો કહેતા. બસ, એમ જ મને બધા ગોવિંદો કહે તો પણ ખોટું નહોતું લાગતું, કારણ કે નાનપણથી બધા ગોવિંદો જ કહેતા એટલે બધાને એમ જ થઈ ગયું કે મારું નામ જ ગોવિંદો છે.
પણ જ્યારે મોટો થયો અને કામ કરવા માંડ્યો, બે ચાર પૈસા આવવા લાગ્યા ત્યારે મને એમ થયું કે, આપણને બધા ગોવિંદો કહીને બોલાવે એ બરાબર ન કહેવાય. પણ પ્રશ્ન એ થાય કે બધા ગોવિંદો કહે છે એને આપણે કેમ કહેવું કે, ભાઈ મને ગોવિંદો ના કયો. આપણને બધા તુકારે બોલાવે છે, તો એને કેમ કહેવું કે તમે મને બે નામે બોલાવો. આ પ્રશ્ન બરાબર મનમાં ઘોળાતો હતો અને વિચારતો હતો કે આપણે શું કરવું ? એક દિવસ હીરાના કારખાનેથી હીરા ઘસીને મારી ડ્યુટી પુરી થઈ અને ઘરે જતો હતો, ત્યાં સુરતના ભાગળ વિસ્તારની આસપાસ એક કથાનો મંડપ ને ત્યાં પૂ. ડોંગરેજી મહારાજ કથા કહેતા હતા. એ કથા પાસેથી નીકળ્યો અને કોણ જાણે મને એમ થયું કે આ અવાજ મને ખેંચી રહ્યો છે. હું જઈને અંદર કથા મંડપમાં બેસી ગયો અને આંખ બંધ કરીને ડોંગરેજી મહારાજને સાંભળવા લાગ્યો. હવે મારે જે જોતું તું એનો જવાબ ભગવાને એવે ટાણે મને આપ્યો. ડોંગરેજી મહારાજે એવું કહ્યું કે જુઓ ભાઈ, તમે જે આપોને એ તમને મળે. તમે માન આપો તો માન મળે, તમે પૈસા આપો તો પૈસા મળે, તમે પ્રેમ આપો તો પ્રેમ મળે, તને કોઈને સુખી કરો તો તમને સુખ મળે, તમે કોઈને દુઃખી કરો તો તમને દુઃખ મળે. આમાંથી મેં પેલી વાત પકડી લીધી કે, કોઈનેમાનઆપોતોતમનેમાનમળે. એટલે એ દિવસે કથા પૂરી થઈ અને રસ્તામાં ચાલીને જતો તો ત્યાં જ મેં મનમાં ગાંઠ વાળી લીધી કે, આપણને બધા ગોવિંદો કહે છે એને આપણે સીધું કહેવાને બદલે કે ભાઈ તમે મને ગોવિંદ ક્યો એની બદલે આપણે બધાને માન આપીને ‘ભાઈ’ કહીને જ બોલાવવા મંડવાનું. એટલે બીજા દિવસની સવારથી હું હીરા ઘસવા પહોંચ્યો ત્યાં મેં બધાને ‘ભાઈ’ કહીને બોલાવવાનું શરૂ કર્યું. બધા ‘હીરો’ કહેતા હોય તો હું ‘હીરાભાઈ’ કહું, બધા ભરત કહેતા હોય તો હું ભરતભાઈ કહું. ભરતભાઈ , પરેશભાઈ, નાગજીભાઈ.. એમ બધાને ‘ભાઈ’ ઉમેરીને જ બોલવું. મારાથી નાના હોય એને પણ ‘ભાઈ’ કહું.
હવે આ બધી વાતની અસર એવી થઈ કે બધાને આશ્ચર્ય થયું કે આ ગોવિંદો તો આપણને ભાઈ કહીને બોલાવે છે, માન આપે છે, તો આપણે કેવી રીતે એને એક નામે બોલાવી શકીએ? એટલે થોડા દિવસમાં એટલે કે એક અઠવાડિયામાં એવી અસર થઈ કે ધીમે ધીમે કરતાં એક બે જણા મને ‘ગોવિંદભાઈ’ કહેવા લાગ્યા. ‘ગોવિંદભાઈ, અહીંયા આવો’; ‘ગોવિંદભાઈ, આવો, ચા પી લ્યો’, ‘ગોવિંદભાઈ, એક વાત કહું’,, આવું સાંભળીને હું રાજી થયો. અને એની અસર એવી થઈ કે લગભગ બધા જ લોકો કે જે મને ગોવિંદો-ગોવિંદો કરતા હતા, તે બધા લોકોએ ‘ગોવિંદભાઈ’ કહેવાનું શરૂ કરી દીધું. જાણીને બહુ આનંદ અને આશ્ચર્ય થશે કે એની એવી અસર થઈ કે આજે મને નાના માણસથી લઈને મોટા માણસ સુધીના જે કોઈ હોય, સંતો, મહંતો, તો એ પણ.. “ગોવિંદકાકા આવ્યા છે”, એમ બોલાવે છે. મનેએટલું સમજાણું કે મેં બધાને માન આપ્યું તો મને માન મળ્યું.
આ કૂંચી ભાગવતમાંથી પૂ. ડોંગરેજી મહારાજે મને પકડાવી દીધી. અને એમાં મેં મારા જીવનમાં આવેલો આ ફેરફાર બરાબર નોંધ્યો. પછીથી એને બીજામાં પણ અમલ કરવા માંડ્યો. તમે કોઈને ખુશી આપશો તો તમને ખુશી મળશે, તમે કોઈને પ્રેમ આપશો તો તમને પ્રેમ મળશે. એટલે પેલાં માન ની જેમ જ મેં બધાને પ્રેમ આપવાનું શરૂ કરી દીધું, તો મને બધા પ્રેમ આપવા મંડ્યા. મેં બધાને ખુશી આપવાનું શરૂ કર્યું, તો મને પણ ખુશી મળવા માંડી. હું સમજી ગયો કે જેવુંતમેબોલોછો, એવાજપડઘાપડેછે. એક ભાગવત કથાના કથાકાર નું એક નાનકડું વાક્ય મારા જીવનમાં કેટલી મોટી ચોંટ કરી ગયું, એનું આ ઉદાહરણ છે.
આજે તમે સુરતમાં જઈને કોઈને એમ પૂછો કે હીરાવાળા, એસ.આર.કે. વાળા એટલે લોકો કહેશે, ‘એ તો ગોવિંદકાકા’. આ ગોવિંદકાકો આજે જે કહેવાઉં છું એની શરૂઆત તો ગોવિંદા થી થઈ હતી. પણ મને ગોવિંદા માંથી ગોવિંદભાઇ અને ગોવિંદકાકા બનાવવાનો શ્રેય પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને કે જેમણે પેલી કથામાં વાક્ય કહ્યું કે, ‘તમે જે આપો એ તમને મળે.’
સામે રહેતા નંદીશને પૂછ્યું કે, નંદીશ, તારા દાદાબાપુ શું કામ કરે છે? તો છ સાત વર્ષનો નંદીશ બોલ્યો કે, ‘મારા દાદા છે ને એ પ્રસાદ વેચવાનું કામ કરે છે.’ હવે અમને આશ્ચર્ય થયું કે દાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, એટલે ખરેખર શું કરતા હશે? પણ આ નાનકડા છોકરા પાસેથી મળેલો જવાબ છે તે કેટલો નિખાલસ અને ખુલ્લા હૃદયનો હતો એ અમને બહુ છેલ્લે સમજાયું.
ધીમે ધીમે કરતાં અમારો ઘરોબો અમારા પાડોશી સાથે વધવા લાગ્યો. એમની એક નાનકડી દીકરી જે ચાલતા શીખી રહી હતી એને આંગળી પકડીને ચલાવવાનું કામ અમારા ફળિયામાં થયું. એ વખતે નવરાત્રીના ગરબા અમારે ત્યાં થતા. એટલે એ ગરબાઓની વચ્ચે એ દીકરીને આંગળી પકડીને ચલાવે અને પછી એ તબલા અને ઢોલના તાલે નાચતી-નાચતી ચાલે એનો ખૂબ આનંદ હતો, સૌ રાજી થતા હતા. બસ, એમાંથી જ એ ચાલતા શીખી. આ બે કુટુંબ વચ્ચેનો અમારો નાતો.
પણ, મુદ્દો એ હતો કે મનુદાદા ખરેખર શું કરે છે? મનુદાદાનું કુટુંબ ખમતીધર. સરસ મજાનું મકાન. અમારી સામે જ બરાબર મકાન, ઘરમાં બે ગાડી, નંદીશના પપ્પાને કારખાનું, અને પતિ-પત્ની એટલે કે મનુદાદા અને લલિતામાસી બંને એકબીજાથી જુદા ઉચ્ચારણ થી એકબીજાને બોલાવે. મનુદાદા ને ‘જય સ્વામિનારાયણ’ કહેવાનું અને લલિતામાસીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાનું. અમને આનંદ થયો કે વાહ ! પતિ-પત્ની પણ પોતાની વિચારધારા પ્રમાણે સંબોધન કરી શકે છે, આવું નિખાલસ એવું આ કુટુંબ અમારી સામે રહે.
મનુદાદા બહુ એક્ટીવ, લગભગ લગભગ તમને દોડતા દેખાય. સીડી ના પગથિયાં ચડે તો એક ડગલામાં બે-ત્રણ પગથિયા ઠેકી જાય. એની ઉંમર કાંઈ એટલી બધી નાની ન હતી. એમની ઉંમર ૬૦-૬૫ વર્ષ તો થઈ ગઈ હતી.પણ એ પ્રવૃત બહુ ને હસમુખા ય બહુ .., જ્યારે જુઓ ત્યારે બે હાથની આંગળીઓ વાંકી વાળી અને નખ એકબીજા સાથે ઘસ્યા કરે અને સાથે સાથે હસતા ચહેરે વાતો કર્યા કરે. ખાદી જેવા, પણ અપટુ ડેટ ઇસ્ત્રી કરેલા સરસ મજાના સફેદ કપડાં પહેરે. ગાડીમાં અવરજવર કરે, ડ્રાઇવર એને લઈ જાય ને મૂકી જાય, પણ અમારા મનમાં એક જ પ્રશ્ન હતો કે નંદીશ કહે છે કે આ મનુદાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, તો મનુદાદા ખરેખર શું કરતા હશે? અમે પ્રયાસ તો બહુ કર્યો કે, એમનેમ જાણી શકાય તો જાણીએ. પણ પછી ખ્યાલ આવ્યો કે મનુદાદા છે એ અમારા શહેરના રાજમાર્ગ ઉપર રહેલા એક સ્વામિનારાયણના મંદિરના ભગત છે. પરિણામે ‘જય સ્વામિનારાયણ’ બોલે છે. ક્યારેક, નિયમિત નહીં પણ કપાળમાં તિલક પણ કરે છે, ક્યારેક ચાંદલો પણ કરે છે. એટલે અમને એમ થયું કે, પ્રસાદવાળી વાત આ મંદિર સાથે જોડાયેલી હશે.
અમારી વચ્ચે ઘરોબો વધ્યો અને ધીમે ધીમે કરતાં બે ચાર વર્ષ થયા. મનુ દાદા વાતોડિયા બહુ.. વાતો કરવા ઊભા રહે અથવા તો ઉભા રાખે. એ વાત કરતા હતા તેમાં મેં હિંમતથી પૂછી કાઢ્યું કે, મનુદાદા તમે શું કરો છો? તો એણે કીધું કે, હું બિલ્ડર છું. મકાનો બધા ભાઈબંધો ભેગા થઈને બાંધે એમાં હું નાનો પાર્ટનર. હું સાઈટ ઉપર રહું, એ મારી જવાબદારી. અને જેનું કામ પડે એને ફોનથી બોલાવીને સાઈટ ઉપર લઈ આવવા એ જવાબદારી મારી. આમ તો મનુદાદા ભૂતકાળમાં આજે જે કોમોડિટી માર્કેટ કહેવાય છે, એવા અનાજના સટ્ટામાં પણ હતા ધોરાજી બાજુ. પણ એ બધું બહુ જામ્યું નહીં એટલે આ બાજુ આવી ગયા અને બિલ્ડીંગ બાંધવાનું કામ એ બહુ સારી રીતે કરે. હજુ મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો નહોતો કે, આ પ્રસાદ વાળી વાત ક્યાં છે? મનુદાદા અમારું ઘર બંધ હોય તો પોતાને ત્યાં કુરિયર વાળા ને બોલાવીને લઈ લે. પછી તો ટેવ પડી ગઈ કે, અમારું ઘર ખુલ્લું હોય તોય કુરિયર વાળો સામે ઘરે જઈને મારા નામની બૂમ પાડે અને મનુદાદા પ્રેમથી આવે અને આવીને પોતે કુરિયર લઈ લે. અમે બહારથી આવીએ એટલે ‘જય સ્વામિનારાયણ’ કહીને હાથ ઊંચો કરે પણ અમને હાથમાં કુરિયર ના આપે. અમે દાદરો ચડીને ઘર ખોલીએ એટલે મનુદાદા અમારો દાદરો ડાંફ ભરતા ચડીને આવીને કહે કે, ‘લો આ તમારૂં કુરિયર’. અમે કહીએ, દાદા અમે નીચે હતા તો આપી દેવું હતું ને, તો કહે, ના રે ના એ બહાને આપણે સત્સંગ થયો, મળવાનું થયું. બાકી તો આપણે ક્યાં મળીએ છીએ !
એમાં એક વખત દાદા ઘરે આવ્યા, અને મેં કીધું, બેસો-બેસો. મારે તમારી હારે એક અગત્યની વાત કરવી છે. તો કહે, બોલો-બોલો. અને પછી મેં કીધું કે ખોટું ના લગાડતા, તમે તો બહુ હસમુખા છો. પણ નંદીશ કહેતો હતો કે, તમે પ્રસાદ વેચવાનું કામ કરો છો, તો એ શું ? તમે પ્રસાદ વેંચો છો? એટલે એ મોટા અવાજે ખડખડાટ હસી પડ્યા. એ કહે, “નંદીશ ખોટો નથી સાચો જ છે. પ્રસાદ વહેંચવાનું એટલે એમ કે છેલ્લા વર્ષોથી આ મારો નિત્યક્રમ છે. સાંજ પડે એટલે હું સ્વામિનારાયણ મંદિરના ઓટલે બેસી જાઉં, અને જેવી આરતી પુરી થાય એટલે અંદરથી સ્વામી મને થાળી આપે, એટલે હું ઉભો રહી ને ત્યાં બસો કે ચારસો કે પાંચસો માણસોને ધીમે ધીમે પ્રસાદ આપતો જાઉં. પ્રસાદ આપતો જાઉં અને હરિ નું નામ લેતો જાઉં. એટલે મળે બહું લોકો આપણને, સૌની સામે આપણે ‘જય સ્વામિનારાયણ’ કહીએ, સ્મિત કરીએ, એટલે આપણા પ્રત્યે બધાની લાગણી વધે, અને બીજું એ કે, એક દોઢ કલાક હરિનું સ્મરણ થાય અને સૌને હરિનો પ્રસાદ વહેંચી શકાય. આમ તો ભદ્રાયુભાઈ, આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને ! તો આપણે પ્રસાદ ન વહેંચીએ તો બીજું શું વહેંચીએ ? નંદીશ ખોટો નથી, નંદીશ સાચો છે હો…”
સાવ જ ગામડાના લાગે એવા પણ મોટા ગજાના મનુદાદા ભણીને મોટા હોવાનો વ્હેમ રાખનાર ભદ્રાયુભાઈને ગજબની ફિલસુફી સમજાવી ગયા હો….