
”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. એ આપણામાં બેઠું છે. જો તમે એને feel કરો તો એ તમારી સાથે જ છે.
અમેરિકા પછી અનેક દેશોમાંથી ઓશોને જાકારો મળ્યો અને ત્યારથી એનું સ્વાસ્થ્ય ખુબ નબળું થયું પણ તેમ છતાં એમણે કહ્યું કે, “મારે નબળા પડી જવું નથી. ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે.” જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. ઓરેગોનના રજનીશપુરમમાં બહુ જ કામ થતું હતું. એ કામ ચાલતું હોય ત્યારે ઓશો જો પ્રવચન આપે તો કામ ખોરવાય જાય. કામ કરનાર સૌએ કીધું કે, વિડીયો દેખાડો, અમે બધા કામ કરતા જોઈશું અને પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે, એમ કરીએ પરંતુ શીલા said no…શીલાએ વિદ્રોહ કર્યો. અને નક્કી કર્યું કે, “રાત્રે દેખાડશું. નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો.” લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું.
ભારત આવ્યા પછી થોડો સમય એ પુનાનાં આશ્રમમાં રહ્યા. અને પુનાનાં આશ્રમમાં રહ્યા પછી એમણે નાની-નાની ધ્યાન પદ્ધતિઓ establish કરી. જેની અંદર ‘gibberish’ છે, ‘no mind’ છે, ‘born again’ છે, ‘nisticrosh’ છે, zen વાર્તા ઉપરથી એક પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર બીમારીમાં તેઓ પટકાયા. ત્રણ અઠવાડિયા સુધી એને કોઈ જોઈ ના શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ અચાનક આવીને એણે કહ્યું કે, જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિષ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે, “ભગવાન ગૌતમ બુદ્ધ પોતાનાં વાહન તરીકે અત્યારનાં ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે.” લોકોને એ વખતે એવું લાગતું હતું કે એનો અર્થ શો? એટલે એનો કહેવાનો અર્થ એવો કે, “ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું.” ખરેખર એવું બન્યું કે, એનામાં એક સીમિત પ્રવાહ ચાલ્યો, એનું enlightenment થયાના ચિન્હો વર્તાયા, એના બોલવામાં અસર થઈ, એની સ્પીચ ધીમી પાડવા લાગી અને લોકોને બહુ જ સ્પર્શી જાય એવી રીતે વાત શરુ કરી ત્યારે લાગ્યું કે, ખરેખર કશુંક ઘટ્યું લાગે છે. આપણને આશ્ચર્ય થાય કે, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે, જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી એટલે કાલથી હું ભગવાન નથી. કોઈએ મને ભગવાન કહેવું નહિ. પછી કહે ભગવાનનાં પ્રતીકો ઉતારી નાખો..કશું રાખવાની હવે જરૂર નથી.અને એણે બધી મુક્તિ આપી દીધી.
આપણને થોડું વિચિત્ર લાગે એવી વાત પાંચમે દિવસે એમણે ફરીવાર બહાર આવીને કરી કે, મહેમાન અને યજમાન વચ્ચે નાની-નાની બાબતોમાં સુમેળ સાધી શકાયો નથી. મહેમાન એટલે ગૌતમ બુદ્ધ અને યજમાન એટલે હું… કઈ બાબતમાં બરાબર સુમેળ નથી થયો? તો એમણે કીધું કે, બુદ્ધ આખી રાત ડાબા પડખે સુવે છે અને સુવે ત્યારે પોતાનો હાથ માથાં નીચે રાખે છે. એટલે મેં કીધું કે, આખી રાત તમારે ડાબા પડખે સુવાની શી જરૂર છે? પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે, હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહિ, તેની બદલે ઓશીકું રાખો… મેં બુદ્ધ ને એ પણ કહ્યું કે, આ ઓશીકું એ થોડું કંઈ materialistic વસ્તુ છે ! સાદો ટેકો છે. લ્યો ને શું વાંધો? હાથ ને ટેકો કરો કે ઓશીકાને કરો તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે, આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એમને કીધું કે તમે હવે વિદાય લો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી એની હું તમારી સાથે જાહેરાત કરું છું.
ઓશોએ ઝેન મેનીફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું death થઈ રહ્યું છે. આપણે લેખમાળાની શરૂઆત કરી હતી કે, ડોક્ટરને ઓશોએ છેલ્લે પૂછ્યું, is it death ? ડોક્ટરે કહ્યું, Yes and he was no more… હા, એમણે જે સુંદર બધું જ કોમ્યુનમાં બનાવવાનું હતું, લાઓત્સે ખંડ બનાવવાનો હતો, પોતાનાં અસ્થિ ફૂલને ક્યાં રાખવા અસ્થિ એના માટે એમણે જાતે સૂઈને નક્કી કર્યું, કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મુકવાના કે પ્રકાશને અટકાવે નહિ, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે? એ પોતે સુતા અને પોતે દેખાડ્યું, પછી ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું… Never Born, Never Die, Only Travel.. આ પણ ઓશોએ જ કહી દીધું. એકવીસ સભ્યોનું એક ઈનર સર્કલ બનાવ્યું. ઈનર સર્કલ માટેનો મેનીફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવું, મારા સાહિત્યનું, મારી વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું? એ બધું જ પહેલે થી કહી દેવામાં આવ્યું !!
આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા, એ પ્રયોગોની અંદર થોડા દિવસો સાંધ્ય ધ્યાન ખાલી ખુરશી હોય, પછી થોડા દિવસ ખુરશી જ ન હોય, ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયં પ્રાર્થના ચાલે ત્યારે એમણે કહ્યું, હું તમારી સાથે છું. હું ભલે તમને દેખાતો ન હોઉં, હું તમને ટેવ પાડવા માંગુ છું કે, મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ”ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી.માટે એ ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે feel કરો તો એ તમારી સાથે છે.” 10મી એપ્રિલ 1989 એણે સાયં ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનીફેસ્ટો ઉપર કહ્યા. એની છેલ્લી પ્રવચન માળા અને ચાંગસે ઓડિટોરીયમનની અંદર એમણે જયારે પોતાનો દેહ છોડ્યો હતો ત્યારે પોતાની હાજરીમાં થોડા સમય પહેલા એમણે સંન્યાસ દીક્ષા આપવાનું બંધ કર્યું, એ કામ એણે સ્વામી સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જયારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ ચાર જણા રહેશે એના નામ લખાવી દીધા. એમાં પણ સ્વામી સત્યવેદાંત એક ખભ્ભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે dark meditationમાં રાત્રે બેસીને ઓશોની હાજરી અનુભવી શકો છો. બહુ મોટી લાંબી એવી સરસ મજાની એક રોલ્સરોય્સ ગાડી ત્યાં પડેલી છે. ત્યાંથી દાખલ થાઓ એટલે લાઇબ્રેરીનાં લાઈનબંધ કબાટો છે.અને એના પછી આ ખંડમાં તમારાથી દાખલ થઈ શકાય છે. sitting in darkness વાળું meditation ત્યાં થાય છે. ઓશોનાં અસ્થિ ત્યાં પડયા છે.
મેં બહુ ઝડપથી ઓશોની આખી જીવન યાત્રાને બહુ ટૂંકા સમયમાં રજુ કરેલ છે. એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારથી એમણે ત્રણ દિવસ સુધી દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીએ, દૂધ ન પીએ, મોઢામાં કશું લે જ નહિ. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એમણે બધું શરુ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, 700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એમણે 21 દિવસનાં ઉપવાસનું વ્રત કરેલું, એમાં અઢારમાં દિવસે એમનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભવના ત્રણ દિવસ બાકી હતા એ ત્રણ દિવસ બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને એમણે પૂર્ણ કર્યા પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે, આ તો બહુ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોનાં પદચિહ્નોની અને વિદ્રોહની શરૂઆતની.. વિચિત્રતા શરુ થઇ, વિશિષ્ટતા શરુ થયા છે. જન્મનું ગામ કેવડું નાનકડું કે, જેમાં શાળા નહિ, પોસ્ટઓફિસ નહિ, રસ્તો નહિ, કાંઈ નહિ, એમાં એનો જન્મ.. પણ એની સામે તેઓ એવું કહે છે કે, ‘બહુ સારું થયું, હું શિક્ષિત થતા બચી ગયો. જેવો હતો તેવો રહી શક્યો‘ એણે ઘરેડબદ્ધ શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે. અને એને એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે, બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ, એ ત્રાસ જ્યારથી ઓછો થશે ત્યારથી બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરુ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં જવાનું છે? તો કહે, હા…તો કહે, આ તો જેલ છે. તો કહે, ના આ તો સ્કૂલ છે…તો કહે, સ્કૂલનાં અને જેલનાં રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેરે આમાંય બધા યુનિફોર્મ પહેરે, જેલમાં ય બધાને નંબરથી બોલાવે છે આમાંય નંબરથી બોલાવે છે. મને અહીંયા નહિ ફાવે, .. અને તેઓ પાછા આવતા રહ્યા !! શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે અને રસ્તાની ઉપર ઝાડ પર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય, નદીઓ વહેતી હોય, પક્ષીઓ ઉડાઉડ કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે તો કોઈક વાર ઉપરથી સાઠીકડું લઈને નાંખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી હતો. (ક્રમશ:)
