
બહુ જાણીતી વાત છે તે સ્મરણ કરાવું કે, એમને કોઈએ આવીને કહ્યું કે, “આશ્રમમાં આ બધું શું ચાલે છે?” એટલે એમણે કહ્યું, “પણ એમાં મારે શું?” તો કહે, “તમારા આશ્રમમાં આ બધું ચાલે છે…” તો કહે, “તો પછી તમારે શું? હું મારી રીતે લડી લઈશ.”
He was aware of it. ઊંડાણથી વાંચીએ તો ખ્યાલ આવે, કે એકેએક નાનકડા પગલાં માટે પણ એ aware હતાં. પણ એમણે સ્પષ્ટ એવું કહ્યું કે, મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એમણે એવું કર્યું કે, “મનોવિજ્ઞાન એવું કહે છે કે, તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કશુંક કરવું છે અને એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે-ધીમે એમાં નીચે ઉતરતા જાઓ છો. એટલે કોઈએ કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેંટે…એમાં શો વાંધો? કોઈએ કોઈને ચુંબન કરવું હોય અને એની ઈચ્છા થાય તો ભલેને કરે… હા, જબરદસ્તી ત્યાં ન કરી શકાય.” પછીનું વાક્ય વધુ સ્પષ્ટતા કરે છે કે, “ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તી બંધ થાય એટલે હું સાહજિક રીતે કરવાની વાત કરી રહ્યો છું.”
હવે આપણે સમજીએ તો આ વાત ઝડપથી લોકોનાં મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. એટલે આ વાતને બહુ મોટી કરવામાં આવી, અને વિશ્વમાં ફેલાય ગઈ.. એમણે મૌન સત્સંગ શરુ કર્યા, બુદ્ધનાં ધમ્મપદ ઉપર એમણે પ્રવચન શ્રેણી આપી, એસ ધ્મમો સન્તનો જે બહુ જ populer શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય ઓહો.. બુદ્ધ ને બુદ્ધ વિશે ખબર નથી એટલી ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો મૌન સત્સંગ અને એમનું કહેવાનું એવું હતું કે, તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો તેનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. એમણે કહ્યું કે, નદીનાં કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે ખળખળ વહેતી નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ મીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખુબ લોકોએ સ્વીકારી.
1980ની 22મી મે એ એક દુર્ઘટના બની. એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એમના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી. પણ છતાં એણે છરો ફેંક્યો ! એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કંઈ જ બન્યું નથી, એમ પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન દસ વાગ્યે બંધ થાય એમ બરાબર દસ વાગ્યે એમણે પૂરું કર્યું અને પોતે હાથ જોડી પોતાના ખંડમાં જતા રહ્યા. પછીથી આ કેસમાં એવું થયું કે, એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો કારણ કે, એમણે કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે, તમારું ખૂન કરવા આવ્યો હતો ?? તો ઓશો કહે, “ના એ ખૂન કરવા આવ્યો નોહ્તો. કારણ કે એને જો ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારુ પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એનાં છરાથી ડર્યો નથી એટલે મને એમ લાગે છે કે, એવે ટાણે એને વિચાર આવ્યો કે હાલોને છરાનો ઉપયોગ કરીએ તો કરી લીધો.” તો કહે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કહે, એની નિયતિ છૂટી જવાની હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિકાસ તુલે નામ તો બરાબર આવી ગયું, જાહેરમાં..!!!
આમાંથી એક પાઠ શીખીને ઓશોએ નક્કી કર્યું કે, ભારતમાં હું જેટલી પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતનાં લોકોની વાત પણ વિદેશ જઈને એક વખત કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે-ધીમે કરતાં એની આજુબાજુ બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાનું એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી અને દીલધડક સ્ટોરી છે. પણ મેં શ્રી સ્વામી સત્ય વેદાંત સાથે મેં દિલ્લીમાં એક સંવાદ હિન્દીમાં કરેલ છે જેમાં શ્રી સત્ય વેદાંત સ્વામીએ ઓરેગોન કેવી રીતે બનાવ્યું તેની વાત કરી છે. (આ દિલધડક સંવાદ મારી યુટ્યુબ ચેનલ પર છે.) ઓરેગોન બનાવનારા પાંચ વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત કે જેમણે આપણા ગુજરાતની મહારાજા સંયાજીરાવ યુનિ.માંથી ડોક્ટરેટ કરેલ અને પછી મેસિચ્યુસેટ યુનિ.માંથી બીજું ડોક્ટરેટ કર્યું જેમનું જેનું મૂળ નામ વસંત જોશી, એ ઑરેગોનનું નિર્માણ કરનાર પાંચ માંથી એક હતા. એ લોકોની લીડર મા શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બનેલી કારણ કે, કોર્ટે એવું કહ્યું કે તમે અમુક સંખ્યામાં અમેરિકન ભેગા કરો અને જો એ અમેરિકન કહે કે આ લોકો અહીંયા કોમ્યુન સ્થાપે તો વાંધો નથી તો કોર્ટ મંજૂરી આપશે. તો કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ કે એ સાવ કાદવ્યુ ફાર્મ !! એમણે લખ્યું છે કે, કાદવ-કીચડ વાળું ફાર્મ એ હતું પણ એ લોકોએ ન્યુજર્સી વગેરે બધા સ્થળોએથી ધીમે-ધીમે બધાને ભેગા કર્યા. કોને કોને ભેગા કર્યા? ડાહ્યા માણસો તો ન આવે આવી રીતે ! એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાનાં ભિખારીઓને ને મસ્ત ફકીર જેવા ને ભેગા કર્યા. એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એમને કીધું કે, તમે હાલો અમારી સાથે, ધીમે-ધીમે કરતાં એક બસ ભરાય જાય એટલે ઓરેગોન જાય. ઓરેગોન જાય તો 25 જણમાંથી 5 જણ ઉતરી ગયા હોય, બહુ જ ઈન્ટરેસ્ટિંગ વાત છે !! સંવાદ સાંભળશો તો વધુ મજા આવશે. હું અત્યારે લેખમાં સમય નથી કાઢતો. સ્વામી સત્ય વેદાંત કહેતા હતા કે, એક ભાઈ બસમાં પીંજરું લઈને બેઠો હતો. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો, તો આપ્યું…એમણે કીધું કે, હું આવું, બેસી ગયો બસમાં. અને લગભગ અડધે પહોંચવા આવ્યા તો એણે કીધું કે જસ્ટ સ્ટોપ ધ બસ..કેમ? તો કહે, મારું આ પંખી ના પાડે છે કે આપણે ત્યાં ના જવાય, એટલે મારે ઉતરી જવું છે. પણ અમેરિકામાં એમ વચ્ચે બસ ન ઉભી રખાય. તો પણ એમણે કીધું કે, તો હું અહીંયા તોફાન કરીશ. આવી અનેક ઘટનાઓ બની.
ત્યાં પહોંચ્યા પછી શીલાએ બહુ સારી રીતે એ ખેપાનીઓને કંટ્રોલ કર્યા. શીલા પોતાના ખભ્ભા ઉપર રિવોલ્વર રાખીને ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને આખરે તેઓએ સરકારનો સંપર્ક કર્યો, પરંતુ સ્ટેટ ને એવું લાગ્યું કે, ભાઈ આ તો આપણા ચર્ચનાં લોકો ચર્ચ મૂકીને ઓશોનાં રજનીશપુરમમાં ભેગા થઇ જશે તો..? એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી, ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ નીમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ કરી દીધા. આવી પરિસ્થિતમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે this is not the time, તો કહે ના..ના.. this is the only time… અને મને ને તમને બહુ આશ્ચર્ય થાય કે, એમણે અમેરિકા છોડી દીધું અને ભારત આવ્યા પછી અમેરિકા છોડ્યાનાં બે વર્ષ પછી અમેરિકાની કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે એ કોન્સેપટ ખોટો નોહ્તો. વિરોધ એટલો હતો કે, ધર્મ અને રાજ્ય બેય ને ભેગા લઈને આ માણસ વાત કરે છે એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે માટે એટલે આ માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું એમના પર… આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, એમને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા, એની વેઇન્સ બધી ખલાસ થાય એવી પરિસ્થિતમાં આવ્યા. ત્યાંથી આવીને આ વાત ભારતનાં પત્રકારો સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં એમણે શું કર્યું, બાર-બાર જેલમાં એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં લઈ ગયા ત્યારે બેય હાથમાં મોટી-મોટી બેડીઓ, પગમાં મોટી સાંકળો સાથે એને લઈ જવામાં આવ્યા. પણ ઓશો હંમેશની જેમ પ્રસન્ન હતા.જે બનતું હતું એને હસીને એ સહન કરતાં હતાં. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજુર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહરેમાં એન્ટ્રી કરે કે દાખલ થવા આવે એટલે એમને કોઈ રોકી લે કહે કે, તમારા વીસા રદ્દ કરવામાં આવ્યા છે, તમે હમણાં જ પાછા જાઓ. અનેક નાના-મોટા દેશોમાંથી એમને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ એમણે ત્યાર પછી શરુ કર્યો. અને જેમાં ઓશો બહુ જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ નબળા પડ્યાં.(ક્રમશ:)
