“નૈરોબીની કથાથી દક્ષિણા લેવાનું બંધ થયું.”

દરિયાપાર પહેલી કથા મેં અહીંયા નૈરોબીમાં કરેલી. અને આપને  બીજી પણ એક ગોપનીય વાત કહી દઉં કે,  મેં કથાના પૈસા લેવાનું બંધ કર્યું એ પણ નૈરોબીથી જ  કર્યું. ત્યાંથી મને ઘણા પૈસા મળવાની તક હતી અને તેની મારે જરૂરતય પણ હતી. કાંઈ આપણી કાંઈ પેઢીઓમાં રૂપિયા નહોતા સાહેબ. પણ છતાંય દક્ષિણા આપે ત્યારે મોઢું થોડુંક મલાન થતું હતું. આંખ ભીની થઈ જતી હતી  કે,  નવ દિવસ પછી મારે આ લેવું પડે !! પણ લેવું પડતું પણ એનો સંકલ્પ જે ભૂમિ પર વધારે પૈસા મળવાના હતા એ જગ્યાએથી જ મેં જઈને  લીધેલો.. મારો કાર્યક્રમ અસ્તિત્વએ નક્કી કરેલો હતો.

મને તો જન્મ્યો ત્યારથી મારું ટાઈમ ટેબલ કોઈકે નક્કી કરેલું છે સાહેબ કે, ક્યાં શું કરવું ને કેવો સંકલ્પ કરવો. આપણે કાઠીયાવાડી ભાષામાં લીંબડજસ  જેવી  જ વાતો કર્યા કરે. ઘણા માણસો એમ કહે કે,  અમારા ગામમાં બાપુએ કથા કરીને પછી બાપુનું ઉપડી ગયું. મારું  એરોપ્લેન રનવે ઉપર જ હતું, સિગ્નલ મળે એટલી જ વાર હતી સાહેબ. મારા ગુરુએ સિગ્નલ આપ્યું પછી આ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પહોંચ્યા સાહેબ અમે…?? આ કેવળ અને કેવળ પોથીનો પ્રતાપ. એનું સ્મરણ હું નિરંતર કરું. હું રાત્રે સૂવું ત્યારે મને યાદ આવે કે,  આ ન હોત તો મોરારી બાપુ ક્યાં હોત સાહેબ ?? આ કોઈ પોતાની વાત કરવાની વાત નથી પણ પોતાના છો એટલે વાત કરવામાં શું વાંધો??  આશિષ મને કહેતો હતો કે બાપુ અઠવાડિયા પહેલા દુબઈની મારી ઓફિસમાં એક ભાઈ આવ્યા અને એણે સીધી રજૂઆત કરી કે,  મોરારીબાપુ કથા કહેને એના 1 કરોડ રૂપિયા લે છે. આ છોકરાની રૂબરૂમાં એણે કીધું. એટલે આ છોકરાએ તો સાંભળ્યા જ કર્યું, સાંભળ્યા જ કર્યું, એટલે પછી આને ધીરે રહીને કહ્યું કે,  પણ તમને આ માહિતી કોણે આપી કે મોરારી બાપુ કરોડ રૂપિયા લે છે?? એટલે એ બીજા વાતું કરે એના કરતા હું સત્ય કહી દઉં એટલે મારે મારી જીભે બોલવું પડે,  નહીંતર આ કાંઈ કહેવાની વાતો નથી. મેં અહીંથી પૈસા છોડેલા. અહીંથી સારી રકમ મળવાની હતી, તો પણ છૂટ્યું એટલે છૂટ્યું…  આ મારા જીવનના અનુભવ… આ નૈરોબી સાથે જોડાયેલી વસ્તુ છે.  જેને દાંત દીધા છે તે ચાવવાનું પામ આપી રહેશે. એ તો આપવાનો જ છે,સાહેબ, એટલે  તો લહેર કરીએ છીએ સાહેબ.. આનંદ આનંદ છે…તો આ કેન્યાની ભૂમિ એમાંય નૈરોબી આ મારા વિશેષ સંકલ્પની પણ એક ભૂમિ ગણાય. મારે કહેવું છે કે સાહેબ ભુખ્યાને ભોજન આપવું, એ કદાચ રામ રામ સતત નહિ રટે તો ચાલશે.  તમે જે કાંઈ દાન કરશો, જે કાંઈ ભુખ્યાને આપશો એની પાછળ એ રામનામનું બળ હશે તો જ ફળશે,  નહીંતર તમને આપ્યાનો અહંકાર આવી જશે. એનાથી બચવા માટે હરિનામ બહુ જરૂરી છે.પણ કદાચ કોઈ ન લઈ શકે તો પણ દો,  ભુખ્યાને ભાખરી પ્રભુને દેજો…

 

બાપુની દિવ્ય વાણી ….(05)……અને બાપુએ  ગર્દભ સવારીનો મનોરથ પૂરો કર્યો !!

બાપુની દિવ્ય વાણી ….(05)……અને બાપુએ ગર્દભ સવારીનો મનોરથ પૂરો કર્યો !!

હું મારા રામજી મંદિરે પગે લાગવા ગયો. રોજ જાઉં તલગાજરડા હોઉં ત્યારે. હું ક્યાંક  કથામાં બોલ્યો હતો કે મારે એક વખત ફરી તલગાજરડામાં લોટ માંગવા નીકળવું છે.  આ હું બોલ્યો.. અને હું બોલું ને એ ભગવાન પળાવે છે મારી પાસે.

અહીં જેમ શોભાયાત્રા નીકળીને એમ કથા પહેલાની પોથીજી સાથેની શોભાયાત્રામાં હું પહેલેથી  જતો. શરુ શરૂમાં  હું જતો. મોરારજીભાઈએ એક વખત મને કીધું, મોરારજી દેસાઈ, દાદાની ભાગવત વિદ્યાપીઠમાં- સોલામાં  સંસ્કૃતના  સર્ટિફિકેટ પ્રદાન માટે હું ગયેલો. લઈ. ત્યારે મોરારજીભાઈ  ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રીમાં કથા કરતા.

મોરારજીભાઈ એટલે  ભારતનો જબરો પ્રાઈમ મિનિસ્ટર… એ મને કહે,  ‘બાપુ તમારી કથા વિશે ઘણું જાણ્યું, સાંભળ્યું છે, અને બહુ સારું કરો છો તમે’. હવે ક્યાં મોરારજીભાઈ આટલો મોટો માણસ અને આ એની  મોટાઈ !!. આ વર્ષો પહેલાંની વાત છે. એ મોઢા મોઢ જ બધું કહેતા ને..પણ મને કહે,  મને એક નથી ગમતું કે,  આ શોભાયાત્રા ત્યાં નીકળે છે ને એ બંધ કરાવી જોઈએ.  તે દિવસથી શોભાયાત્રામાં જવાનું  બંધ, બસ, નક્કી કે,  આપણે શોભાયાત્રામાં નહીં જવું.

પણ એક  દિવસે આ મંગળદાસ બાપુની જે કથા હતી એમાં મંગળદાસ બાપુ તો એકદમ પ્રજ્ઞાચક્ષુ પણ  અંતર દ્રષ્ટિ  તો એની ખુલેલી જ હોય..મને કહે, શોભાયાત્રામાં હાથી ઉપર  બેસવું જ પડશે. મેં કીધું,  બાપુ મને નહીં ફાવે.  વ્યાસપીઠની ઊંચાઈ ય પણ  ક્યારેક ઉંચી લાગે છે ત્યાં  હું  કેમ ગોઠવાઈ ગયો છું… એનુય ભાન રાખું છું. કે આ ઊંચાઈએ બેસવાની આપણી લાયકાત… પણ ગુરુકૃપા એ નિભાવી જાય છે. બાપ આટલી  આથી ઊંચાઈએ ત્યાં મને ક્યાં ચડાવો છો ?..તો કહે,  ના વ્હાલા  બેસવું જ પડે. આ તો પોથી યાત્રા છે.આ એના શબ્દો હો… કે,  પોથી નહીં હું કોઈ પોથો છું? તે હું બેસું તો તું ય બેસ. મેં કહ્યું ત્યારે હાલો  ચડીએ… બે જણા અમે બેઠા.. હાથી ઉપર…  હાથી નીકળે આમ… કેવા લાગતા હશું  મારો નાથ જાણે.. મારા તરફ બહુ લાગણી રાખતા. મેં કીધું બાપુ, આ આખી દુનિયાની વચ્ચે આપણે હાથી ઉપર ચડયા  પણ આ તો દુનિયા છે એ ક્યારે ગધેડા ઉપર બેસાડે એ કાંઈ નક્કી નહીં. ..

એ તે દિવસે કરેલો મેં મનોરથ.. કે મારી ઈચ્છા એવી છે કે એક વખત દુનિયા બેસાડે એ પહેલાં આપણે  ગધેડે બેસી જવું. અને પૂછો આ છોકરાઓને કચ્છની કથા.. હું વળી ભિક્ષા માટે આપણે ક્યાંક જતો હતો.. હું અને હકો અમે બધા સાથે. અંધારું સાંજનું થયું છે,  એમાં અમે નીકળ્યા. એમાં પ્રજાપતિ નીકળ્યા છે વાહન સાથે. છાલકુ હતું.. મેં કીધું આને વિનંતી કરોને,  ₹500 આપીએ, કોઈ જોનારું નથી,એક વખત ગધેડે બેસી લેવા દ્યો ને તો આપણો મનોરથ પૂરો થાય. અને છોકરાઓને નવાઈ લાગી અને ઓલા ભાઈને તો બહુ નવાઇ લાગી. મોરારીબાપુ તમને  આ શું  સુજ્યુ? મેં કીધું સુજ્યુ છે તો પૂરું કરવા દે… માંડ માંડ 500 રૂપિયા આપ્યા, પછી હું બેઠો આ લોકોએ આસન ઉપર આપ્યું. આમ સફેદ તો એ હતું પણ એની ઉપર  શુભ્રાસન અમે  પાથર્યું. અને આ હકો આમ થોડોક આમ થયો અને એના વાહા ઉપર પગ મૂકીને… એ આ છોકરાએ મને મદદ કરી, એનું શરીર પણ સારું,એટલે આમ પગથિયાની જેમ થઇ ગયો છે. અને પછી મોરારીબાપુએ ધીરે-ધીરે ચાખડી ઉતારી અને પછી જમણો પગ.. પહેલા આ હેઠે.. આના ઉપર.. આ મારા સંગીતના સાથીઓ તો મારા વાહનો જ છે ને સાહેબ.. વર્ષોથી વગાડે છે સાહેબ. ઓલા પ્રજાપતિને કીધું કે, તું પકડી રાખજે,  આ હડીયું ના કાઢે…અને એને કે જે ભુકે તો નહિ જ.. ઓલો કહે,  એ મને શું ખબર પડે એને મોજ આવે તો ભુકેય તે,,, અને બીજા હતા એને કીધું કે પાછળ નહિ હાલતા. દૂર રહેજો..પાંચેક મિનિટ આપણે સવારી કરી.. ન  ફોટા પડ્યા ન  ફેસબુક ઉપર મુખ્ય… પણ તે દિવસ  બેસી લીધું એ  હકીકત છે.

મારો ગિરનારી પુરા  કરે છે  મારા  મનોરથ. એ  હાજરા હજુર હો..

“મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી.”

“મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી.”

મારી વાત જો તમને સારી લાગતી હોય તો એવી પ્રાર્થના કરો કે ક્યારેય પણ કોઈ મનુષ્યનું અપમાન નહીં કરીએ. માણસનું અપમાન એ ઈશ્વરનું અપમાન છે. એવું કરવું પડે તો ત્યાંથી દૂર થઈ જજો. ક્યારેક છેતરાઈ જવું પડે અથવા દગો સહન કરવો પડે તો કોઈક માટે થઈને સહન કરી લેજો.  એનો થાક મનમાં વ્હોરી  લેજો.

અરે બહુ ખાધા જનમ જનમની યાત્રામાં એક પછી એક દગા. કોઈ શેઠ પોતાના નોકરનો તિરસ્કાર ન કરે. હું તો ત્યાં સુધી કહેવાનું પસંદ કરું છું અને સૌને શીખવું છું કે,  આપણા ઘરમાં કોઈ કામ કરી રહ્યું છે એને નોકર ન કહેતા, એને કામ વાળા ન કહેતા.  કામવાળા શબ્દ મને બહુ સારો નથી લાગતો.  રોવું નથી આવતું તમને કોઈ કામવાળા શબ્દ સાંભળવાથી ?? આપણે એવા કોણ મોટા થઈ ગયા છીએ કે,  આપણા ઘરના સદસ્ય જેવા એ માણસને આપણે નોકર ગણીએ ?? અને ખબર નથી મિત્રો,  એ લાઈનમાં ક્યારેક  આપણો નંબર આવી જાય.

બહુ જ ધીરજ સાથે માણસમાં મનુષ્યતાને જુઓ,  ચતુર્ભુજ પરમેશ્વરને જુઓ. મને કોઈએ કહ્યું કે બાપુ,  તમે સભામાં ધોતી અને કુરતો પહેરીને આવો છો પણ  આ નવું છે કે આ કથામાં નથી સિવડાવ્યા ?? દિવાળીમાં ય હું નવા વસ્ત્રો નથી પહેરતો,  પણ દર  વખતે નવા જ ઈસ્ત્રીવાળા કપડાં તો આપણે પહેરી જ શકીએ છીએ ને ખોટી સરળતા દેખાડવાનું કોઈ કારણ નથી.  બહુ સાદા દેખાવાની પણ જરૂર નથી.

એકવાર  કોઈ કહ્યું છે કે,  બાપુ આપ તો ઇસ્ત્રીવાળા કપડા પહેરો છો એમાંથી ચોળાઈ ગયેલું ? આવો ફેરફાર કેમ થઇ ગયો? મેં કહ્યું,  સવારે હું મારા સંતાનો સાથે રમત રમીને અહીંયા આવું છું.  બાળકો સાથે શા માટે રમું છું,  ખબર છે હું બાળકને આ બાજુ તોડી લઉં છું અને તેના મનને  આગળ કરું છું ને મનુષ્યની મહિમા ગાઉં છું,  એટલા માટે મનુષ્યને પ્યાર કરો એમ કહેવું અને એમ કરવું એ પરમ સાધુતા છે નાનકડા બાળકોને હું એવું થોડું સમજાવી શકું કે,  ભાઈ આ ઈસ્ત્રીવાળા કપડાં બગડે છે !!  મારા દાદા કથા કરવા જતા ત્યારે મારી સમજ થોડી હતી, ત્યારે એક વાત યાદ રહેતી :: જીઓ તો રહેશે જીઓ કે સબ હમારા હૈ ઔર મરો તો એસે મરો કે હમારા કુછ ભી નહી.. એ ય ને  આવજો કહીને અહીંથી નીકળી જવું છે માખણમાંથી વાળ નીકળે ને એ રીતે !!

મારો અભિપ્રાય એટલો છે કે,  વિશ્વની  મનુજતા માં જેને પૂરેપૂરી આસ્થા  છે,  પરમ તત્વમાં જેનું ભીતર રમમાણ છે અને તમામ પદોથી મુક્ત અને પદાધિકારીઓની નિંદાથી મુક્ત છે, કોઈપણ પ્રકારની  શા માટે નિંદા કરવી ?? નિંદાનો અર્થ એ થયો કે,  અંદરનો  એકાદો  ખટકો હજી તમારામાં રહ્યો છે.  જે છે તે જ છે, સ્વીકારી લો તેના સિવાય કોઈ ઉદ્ધાર નથી.

મારી નિષ્ઠા પણ શિવ માં બહુ છે.  હું નાનો હતો તો ઘરમાં તો કંઈ હતું જ નહીં ત્યારે અમારી નદી,  જે અમારી ગંગા કહેવાય,  ભગવાનના શિવલિંગ એની માટીમાંથી બનાવી  અને દિવસભર  પૂજા કરતા કરતા.  કાગભુષંડીજીના ગુરુ શંભુ ઉપાસક છે.  મારો સદગુરુ રામ  ઉપાસક છે, પણ શિવ નિંદક નથી. ક્યાં કરવી મારી વાત, આપ મને પોતાના લાગો  છે એટલે ખાસ કહેવાનું કે,  મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી.  મારી આંખો એની સાક્ષી છે આ વાતની..  આપણે ક્યાં જપ કરીએ છીએ બાપ ?? પહેલાના સમયના વૃદ્ધો અને બુજુર્ગ લોકોની શું વાત કરવી ?  તેઓ  આપણને ચૂપચાપ બેઠેલા લાગતા પણ એમને મનમાં સતત જપ કર્યા કરતા હતા.  બસ,  આ શક્તિ આપણને ઈશ્વર આપે તેવી આપણે પ્રાર્થના કરીએ કારણ કે કળિયુગ કેવળ નામ આધારા.

બાપુની દિવ્ય વાણી ….(03)  બાપુ અને હિંચકો

બાપુની દિવ્ય વાણી ….(03) બાપુ અને હિંચકો

નાગરોના ઘરમાં હિંડોળા શું કામ હોય છે તે  ખબર છે ?? એને જડ  ન રખાય, એને હિંચકા ખાતા રહેવું જોઈએ. હવે મને આ બધું યાદ આવે જાણ્યા પછી કે અમારે ત્યાં હીંચકો  પહેલેથી.. અમે  હિંડોળા વાળા હતા. જો કે, નાગર જેવા અમારે કાંઈ સુખ નહોતા. કોઈ નોકરી જ નહોતું કરતું !  તો પછી દસ ગણું પેન્શન લે ક્યાંથી? નોકરું જ નહોતું. પણ ભાંગ્યો તૂટ્યો અમારો  હિંડોળો.. પણ હવે તો એ બધું નીકળી ગયું. રાખ્યો હોત તો એ મારું નજરાણુ ગણાત,  સાહેબ. એ નાની એવી ઓસરીમાં સોફા તો જડ  છે સાહેબ.

આ નાગરો હિંચકા ઉપર બેસે છે એનો અર્થ એમ છે, અમે આગળ પણ જઈએ ને અમે પાછળ પણ જઈએ, અમે સંશોધન કરનારા  ‘અમે’ છીએ. અમે આમ જડ નથી થઈ શકતા. અમને એમ લાગે કે પાછળ જવા જેવું છે તો પાછળ પણ જઈએ. અમને એવું લાગે તો આ બાજુ ઓટ ને  આ બાજુ ભરતી છે, તો સાગર નું લક્ષણ છે આ. એ નાગર છે સાહેબ. જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. હિંડોળો એ વાત યાદ અપાવે.

મારું તો તમે જુઓ સ્વભાવમાં બધું ઉતર્યું છે. જેવો મારો નાથ.. હું કાયમ લગભગ   હીંચકા ઉપર… આ તો કથામાં હું થોડો શિષ્ટ થઈ જાઉં છું,  સભ્ય થઈ જાઉં છું. એટલે નીચે બેસીને તોય કાંઈ ઠેકાણું ના હોય મારું… આ જયંતીભાઈ ને બધા જમાડે મને.. એ અત્યારે વળી વળી નીચે બેસે … બાકી હું લગભગ હિંચકા ઉપર જ ખાઉ, હિંચકા ઉપર જ બેઠો હોઉ, સુઈ જઉં  પણ હિંચકા ઉપર. અમારી ટેવ છે બચપણથી. એટલે એક જ્ઞાતિ તરીકે, કુળ તરીકે, એનો મહિમા સ્વાભાવિક છે પણ એને સાંકડું ન થવા દેવાય. એમાં જ્યારે સાધુતા ભળી જાય ત્યારે એ ગોખલું ગગન બની જાય. ત્યારે એની વિશાળતાને કોઈ માપી ના શકે.

બાપુની દિવ્ય વાણી (02)

બાપુની દિવ્ય વાણી (02)

મારો કોઈ મિત્ર નથી અને તેથી કોઈ શત્રુ પણ નથી.

મને ઘણા લોકો પૂછે છે કેબાપુ તમારો કોઈ મિત્ર છે ?? લોકો ઉદારતાથી પૂછતા હશે પણ હું એવો જવાબ આપું છું કે, ના મારે  કોઈ મિત્ર નથી પણ હું આનંદિત છુંકારણ કે કોઈ મારો મિત્ર નથી અને એટલે મારો કોઈ દુશ્મન પણ નથી !! 

હું તો બસ એ લહેરમાં ફર્યા કરું છું.  કોઈને દુશ્મની કરવી હોય તો કરેએ એના સંસ્કાર છેએમાં હું શું કરું ? તમારી સમજ માં આવતું હશે કે, ‘ મેં ક્યાં કરું?’  બધાને માલૂમ છે કે હું પીયક્ક્ડ  નથી એ તો આપ જાણો છો ને ? કે બસ ફરી એ બતાવું પડશે ? પરંતુ  તુલસી માનસ રસ પીવડાવે તો પછી હું શું કરું? આ મારા દાદા ની પાઘડી મને પીવડાવે તો હું શું કરું

મા જ્યારે દૂધ બાળકને પાતી  હોય છે ને ત્યારે કપડાનો એક છેડો દૂધમાં બોળી અને બાળકના મોઢામાં નીચોવતી હોય છેપણ આવી રીતે મને નીચોવી નીચોવીને દૂધ પાયું છે આ પાઘડીએ !! મારા દાદા  મને જો પીવડાવે તો મારાથી કાંઈ થઈ શકે નહીં.  હવે તમે જ સમજો કે આવી રીતે બને તો હું શું કરું 

અધ્યાત્મમાં મૈત્રી થોડી છે ?? મૈત્રી તો ધરાની વાત છે. પતંજલિએ જરૂર મૈત્રી શબ્દનો ઉપયોગ કર્યો છે અને મારા રામચરિત માનસમાં સંતના એક લક્ષણ તરીકે મૈત્રી ની વાત કરી છે.  આ વાતનો હું સ્વીકાર કરું છું, પણ ઈશ્વર ઈચ્છા હશે કે મારે કોઈ મિત્ર નથી, પણ એનો મોટો ફાયદો છે કે મારે કોઈ દુશ્મન પણ નથી. કોઈ કશું બોલે તો ભલે બોલે, આખરે તો તેઓ પોતાના સંસ્કાર બતાવે છે, બીજું શું ?? એવી ફિકરમાં પડતો જ નથી. 

બાપુ લોટ માંગવા નીકળ્યા !!

મારા મનમાં  એવું તો ખરું કેઆપણે ભૂલી ન જઈએ એટલે વરસમાં  એક વખત તો લોટ માંગવા નીકળવું. ને મારા ગામમાં કોઈ બ્રાહ્મણ દેવતા હવે લોટ માંગવા નીકળતા નથી. અને મારા સાધુ સમાજમાં પણ હવે કોઈ લોટ લેવા  જતું નથી. એક અતિત  ગોસાઈ અમારા ત્રિલિંગ મહાદેવના પૂજારી મઠના. એમાંથી એક ભાઈ નીકળે છે, એ રોજ નીકળે… સાધુ બ્રાહ્મણ લોટે નીકળે તો લગભગ સવાર નીકળે અને ગોસાઈ નીકળે એ સાંજે નીકળે. ઘણી વખત હું સવારમાં દર્શને જાવ ત્યાં હોય અને હું એને કહું કેઆ લોટ તો તામડીમાં ભેગો થાય એમાંથી બે રોટલા કરીને મને સાંજે આપી જજો ને તો હું આ ગંગાજળ આપું. એ મને લઈ આવી આપે. હવે તે દિવસે બહુ માણસો નહોતા અને હું દર્શન કરીને આવ્યો અને એ પોતે ઉભા હતા, કહે, બાપુ જય સીયારામ… મેં કીધુંબાપુ શરૂ કર્યું કે નહીં ? તો કહે, હજી તો નીકળ્યો છું બે મુઠ્ઠી લોટ નાખીને આમાં. ને મેં ચારે બાજુ જોયું કે  કોઈ ફોટા પાડતા નથી ને ?? … મારે લોટે નીકળવું છે. અને મેં તામડી લીધી સાહેબ. 

એકવાર આ બજારમાં નીકળ્યો. અમારે રામજી મંદિરની પહેલી ગલીએમાં કણબી પટેલ નું ઘર પછીનાની એવી ગલીમાં અમારે કવિરાજ બારોટ પરિવાર રહે. મેં કીધું પાછળ કોઈ આવતા નહીં.. અને લીધી તામડી સાહેબ… હવે કોઈને ભરોસો આવે નહીં. જણ ઘરે નહીં, બેનો દીકરીઓ ઘરે… મેં જઈને અમારો શબ્દ નાખ્યો, ‘ભજલે રામ’… અમારા સાધુ નીકળે ને ત્યારેભજલે રામ’  કહે. બ્રહ્મદેવતા નીકળે તોદયા પ્રભુની’  આ શબ્દ બોલે. હું ગયો એટલે ઓલી બેન નીકળી તે પહેલા તો લાજ લઈને મને ઓળખી ગઈ કહેબાપુ…??  મેં કીધુંદીકરાપહેલા તો આ લાજ કાઢી નાખો… એણે  કીધું પણ બાપુ તમે ? એને ભરોસો નહોતો.. મેં કીધુંમારા બાપ હવે નીકળ્યો છું તો નાખ ને બે મુઠી… સાહેબ આમ ધ્રુજતી ધ્રુજતી એણે લોટ નાખ્યો. પછી કવિરાજ ની ઘરે ગયો.  કવિરાજને ઘરેથી લીધોપછી જોગીનું ઘર એને ઘરે લીધો, પછી બે કોળીના ઘર એના ઘરનો લોટ લીધો. એક કણબી પટેલનું ઘર… આઠ ઘરે  માંગ્યો ત્યાં તો તામડી ભરાઈ ગઈ. મારે દબાવીને દબાવીને અંદર નાખવો પડ્યો. આઠ ઘરે આખી તામડી ભરાણી અને મેં ગોસાઈ બાપુને કીધું, લ્યો બાપુતમારો ફેરો આજનો પૂરો થઈ ગયો. હવે ઘરે વયા જાવ અને આનો એક રોટલો કરીને મને રાત્રે આપી જજો. આવું મને બધું બહુ સુજે છે હમણાં. અને પછી મોકો આવે ત્યારે આપણે કરી લઈએ,,બાપ.

 

બાપુની દિવ્ય વાણી  : (01)

બાપુની દિવ્ય વાણી : (01)

મારા માટે મોક્ષનગરી તો મારું તલગાજરડું…

તલગાજરડા  કરતાં મારા માટે જગતમાં બીજું કોઈ સ્થાન નથી.

મને કલકતામાં પૂછેલું લોકોએ કે,  ‘કલકત્તા એ ધર્મ નગરી છે બાપૂ,’

પછી કહે કે,  ‘મુંબઈ અર્થ નગરી છે. ત્યાં શેઠિયાઓ બેઠા હતા અને મારી કથા હતી ત્યાં અને એ વખતે કલકત્તામાં ઘણી કથાઓ ચાલેલી. છાપામાં રોજ આવે એટલે બે ચાર વેપારીએ કીધું કે,  ‘બાપૂ, અમારી કલકત્તા તો ધર્મનગરી છે. વળી કોઈકે કીધું કે, મુંબઈ અર્થનગરી છે, એ તો હકીકત છે,  અર્થનું પાટનગર મુંબઈ ગણાય, હિન્દુસ્તાનનું. એ પછી મને પૂછ્યું કે બાપૂ કામનગરી કઈ ? તો મેં કહ્યું  દિલ્લી. દિલ્લી કામનગરી, કામનાવાળા જ ત્યાં ભેગા થયા છે બધા. કોને પછાડવો ને કોને બેસી જવું ને… એ કામનગરી. પછી કોઈકે પૂછ્યું કે,  મોક્ષ નગરી કઈ ? મેં કીધું,  ભાઈ મારા માટે કહેતા   હો તો મારા માટે મોક્ષનગરી તલગાજરડું… મારા માટે તો એ ભૂમિ છે. સૌને પોતપોતાની ભૂમિ હોય. ‘ફરક  ઇતના હૈ સૈયાદ કફ્સ ઔર આસિયાનેમેં,  યે તેરા દસ્તુર હૈ ઉસે મૈં ને બનાયા હૈ…’

આપણો કવિ ત્રાપજકરે દોહો લખ્યો કે, ‘કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ, આખા  કચ્છને આંટો મારી ઊપડ્યું કબૂતર કે,  લાવ મુંબઈ આંટો મારી આવું… કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ પણ એને વ્હાલું ન લાગ્યું કોઈ વાગડ  જેવું વિઠ્ઠલા..એને વાગડ  જેવું કોઈ વ્હાલું ન લાગ્યું એટલે ફરી પાછું ત્યાં ગયું.

‘મેરો મન અનત કહાઁ સુખ પાવે,  જૈસે ઉડી જહાજ કો પંછી ફીર જહાજ પે આવે’…

શું કામ ફરવાનું? હા જરૂર, તમને મળીને આનંદ થાય બાપ ! મારા દેશનાં ભાઈ-બહેનોના સંસ્કાર, એની સમૃદ્ધિ, એની સમજણ જોઈને હું રાજી થાઉં. અપાતું હોય  તો અમે બધુ આપી દઈએ તમને. એટલો મારો ભાવ છે.

મેં કેટલીએ વાર કહ્યું છે અને ફરી એકવાર દોહરાઉ છું, મમતા બંધન છે, છતાંય મારા શ્રોતાઓ તરફ મારી મમતા છે એ બંધન મને મંજુર છે, એ બંધન મને સ્વીકાર્ય છે. હું રાજી થઈશ પણ એનો અર્થ એમ નથી કે,  અમને ઘરે ગમતું નથી. અમે ત્યાં બેઠા હોઈએ તો ય  લહેર છે. પણ આ બહાને  જો બે-ત્રણ દિવા પ્રગટી જતા હોય તો ભલે પ્રગટે..ભલે બે ચાર જ્યોતો પ્રગટી  જાય…  ‘હમ ફકીરો સે જો ચાહે વો દુઆ લે જાયે…’

હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો….

હું બ્રાઝિલમાં કથા કરીને નીકળ્યો અને અમે બોટમાં જઈ  રહ્યા હતા. આ નવ દિવસમાં આજુબાજુમાં રહેલા બ્રાઝિલવાસીઓ એટલા ભાવમાં આવી ગયા કે એક સજ્જને મને કહ્યું કે, બાપુ મને હિન્દૂ ધર્મની દીક્ષા આપો. એમના આ શબ્દો સાંભળીને મારો જવાબ હતો કે, હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો. મારું  એ કામ જ નથી. હું એ કામ માટે નીકળ્યો જ નથી. તમે સત્ય, પ્રેમ અને કરુણામાં જીવો એટલો જ મારો સંદેશ બસ. બાકી તમે તમારા ધર્મમાં રહીને  બંદગી કરો. આ બધું છોડવાની શી જરૂર છે ?? મારી પાસે કંઠી જ નથી તો બાંઘું શું ?  હું તો કોઈના ગળામાં ખોટી કંઠી આવી ગઈ હોય તો તેને ઝુંટવી લેવાની કોશીષ માં છું. અને સૂફીઓમાં ફકીરોમાં તો બધું જ છીનવી લેવામાં આવે છે.

આમિર ખુસરો કહે છે કે, જયારે મારા સદ્ગુરુ નિઝામુદ્દીન ઔલિયાને હું મળ્યો અને અમારી આંખ ચાર  થઈ તો એવી ઘટના ઘટી કે હું બીજા દિવસથી દીક્ષિત થઇ ગયો !! ક્યાંકથી વિચાર મળ્યો, ક્યાંકથી સૂત્ર મળ્યું, કોઈ સાધુ સંતના સત્સંગથી થોડો પ્રકાશ મળ્યો ..આ સૌએ તો બધું આપ્યું છે. સાધુને માધુકરીનો અધિકાર છે. માધુકરી ત્યાંથી મળે છે જ્યાંથી એકબીજાનો સુર મળે છે…

છાપ તિલક..એ આમિર ખુસરોના શબ્દો છે જે તેમણે  પોતાના ગુરુની સમક્ષ ગાયા હતા.  ભાઈ, હું તો રામનામનું  ગીત ગાવા નીકળ્યો છું, ધર્મ પરિવર્તન કરાવવા નથી નીકળ્યો. 

 

 

 

 

 

 

 

 

 

 

મારા માટે મોક્ષનગરી તો મારું તલગાજરડું!

મારા માટે મોક્ષનગરી તો મારું તલગાજરડું!

::રાજકોટ કથા સ્પેશ્યલ:: બાપુની દિવ્ય વાણી : (01) …… ભદ્રાયુ વછરાજાની

તલગાજરડા કરતાં મારા માટે જગતમાં બીજું કોઈ સ્થાન નથી.
મને કલકતામાં પૂછેલું લોકોએ કે, ‘કલકત્તા એ ધર્મ નગરી છે બાપૂ,’
પછી કહે કે, ‘મુંબઈ અર્થ નગરી છે. ત્યાં શેઠિયાઓ બેઠા હતા અને મારી કથા હતી ત્યાં અને એ વખતે કલકત્તામાં ઘણી કથાઓ ચાલેલી. છાપામાં રોજ આવે એટલે બે ચાર વેપારીએ કીધું કે, ‘બાપૂ, અમારી કલકત્તા તો ધર્મનગરી છે. વળી કોઈકે કીધું કે, મુંબઈ અર્થનગરી છે, એ તો હકીકત છે, અર્થનું પાટનગર મુંબઈ ગણાય, હિન્દુસ્તાનનું. એ પછી મને પૂછ્યું કે બાપૂ કામનગરી કઈ ? તો મેં કહ્યું દિલ્લી. દિલ્લી કામનગરી, કામનાવાળા જ ત્યાં ભેગા થયા છે બધા. કોને પછાડવો ને કોને બેસી જવું ને… એ કામનગરી. પછી કોઈકે પૂછ્યું કે, મોક્ષ નગરી કઈ ? મેં કીધું, ભાઈ મારા માટે કહેતા હો તો મારા માટે મોક્ષનગરી તલગાજરડું… મારા માટે તો એ ભૂમિ છે. સૌને પોતપોતાની ભૂમિ હોય. ‘ફરક ઇતના હૈ સૈયાદ કફ્સ ઔર આસિયાનેમેં, યે તેરા દસ્તુર હૈ ઉસે મૈં ને બનાયા હૈ…’

આપણો કવિ ત્રાપજકરે દોહો લખ્યો કે, ‘કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ, આખા કચ્છને આંટો મારી ઊપડ્યું કબૂતર કે, લાવ મુંબઈ આંટો મારી આવું… કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ પણ એને વ્હાલું ન લાગ્યું કોઈ વાગડ જેવું વિઠ્ઠલા..’ એને વાગડ જેવું કોઈ વ્હાલું ન લાગ્યું એટલે ફરી પાછું ત્યાં ગયું.
‘મેરો મન અનત કહાઁ સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફીર જહાજ પે આવે’…
શું કામ ફરવાનું? હા જરૂર, તમને મળીને આનંદ થાય બાપ ! મારા દેશનાં ભાઈ-બહેનોના સંસ્કાર, એની સમૃદ્ધિ, એની સમજણ જોઈને હું રાજી થાઉં. અપાતું હોય તો અમે બધુ આપી દઈએ તમને. એટલો મારો ભાવ છે.

મેં કેટલીએ વાર કહ્યું છે અને ફરી એકવાર દોહરાઉ છું, ‘મમતા બંધન છે, છતાંય મારા શ્રોતાઓ તરફ મારી મમતા છે એ બંધન મને મંજુર છે, એ બંધન મને સ્વીકાર્ય છે. હું રાજી થઈશ પણ એનો અર્થ એમ નથી કે, અમને ઘરે ગમતું નથી. અમે ત્યાં બેઠા હોઈએ તો ય લહેર છે. પણ આ બહાને જો બે-ત્રણ દિવા પ્રગટી જતા હોય તો ભલે પ્રગટે..ભલે બે ચાર જ્યોતો પ્રગટી જાય… ‘હમ ફકીરો સે જો ચાહે વો દુઆ લે જાયે…’

હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો….
===================
હું બ્રાઝિલમાં કથા કરીને નીકળ્યો અને અમે બોટમાં જઈ રહ્યા હતા. આ નવ દિવસમાં આજુબાજુમાં રહેલા બ્રાઝિલવાસીઓ એટલા ભાવમાં આવી ગયા કે એક સજ્જને મને કહ્યું કે, બાપુ મને હિન્દૂ ધર્મની દીક્ષા આપો. એમના આ શબ્દો સાંભળીને મારો જવાબ હતો કે, હું કોઈનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રાઝીલ નહોતો આવ્યો. મારું એ કામ જ નથી. હું એ કામ માટે નીકળ્યો જ નથી. તમે સત્ય, પ્રેમ અને કરુણામાં જીવો એટલો જ મારો સંદેશ બસ. બાકી તમે તમારા ધર્મમાં રહીને બંદગી કરો. આ બધું છોડવાની શી જરૂર છે ?? મારી પાસે કંઠી જ નથી તો બાંઘું શું ? હું તો કોઈના ગળામાં ખોટી કંઠી આવી ગઈ હોય તો તેને ઝુંટવી લેવાની કોશીષ માં છું. અને સૂફીઓમાં ફકીરોમાં તો બધું જ છીનવી લેવામાં આવે છે.

આમિર ખુસરો કહે છે કે, જયારે મારા સદ્ગુરુ નિઝામુદ્દીન ઔલિયાને હું મળ્યો અને અમારી આંખ ચાર થઈ તો એવી ઘટના ઘટી કે હું બીજા દિવસથી દીક્ષિત થઇ ગયો !! ક્યાંકથી વિચાર મળ્યો, ક્યાંકથી સૂત્ર મળ્યું, કોઈ સાધુ સંતના સત્સંગથી થોડો પ્રકાશ મળ્યો ..આ સૌએ તો બધું આપ્યું છે. સાધુને માધુકરીનો અધિકાર છે. માધુકરી ત્યાંથી મળે છે જ્યાંથી એકબીજાનો સુર મળે છે…

છાપ તિલક..એ આમિર ખુસરોના શબ્દો છે જે તેમણે પોતાના ગુરુની સમક્ષ ગાયા હતા. ભાઈ, હું તો રામનામનું ગીત ગાવા નીકળ્યો છું, ધર્મ પરિવર્તન કરાવવા નથી નીકળ્યો.

5478 5471