મારી વાત જો તમને સારી લાગતી હોય તો એવી પ્રાર્થના કરો કે ક્યારેય પણ કોઈ મનુષ્યનું અપમાન નહીં કરીએ. માણસનું અપમાન એ ઈશ્વરનું અપમાન છે. એવું કરવું પડે તો ત્યાંથી દૂર થઈ જજો. ક્યારેક છેતરાઈ જવું પડે અથવા દગો સહન કરવો પડે તો કોઈક માટે થઈને સહન કરી લેજો. એનો થાક મનમાં વ્હોરી લેજો.
અરે બહુ ખાધા જનમ જનમની યાત્રામાં એક પછી એક દગા. કોઈ શેઠ પોતાના નોકરનો તિરસ્કાર ન કરે. હું તો ત્યાં સુધી કહેવાનું પસંદ કરું છું અને સૌને શીખવું છું કે, આપણા ઘરમાં કોઈ કામ કરી રહ્યું છે એને નોકર ન કહેતા, એને કામ વાળા ન કહેતા. કામવાળા શબ્દ મને બહુ સારો નથી લાગતો. રોવું નથી આવતું તમને કોઈ કામવાળા શબ્દ સાંભળવાથી ?? આપણે એવા કોણ મોટા થઈ ગયા છીએ કે, આપણા ઘરના સદસ્ય જેવા એ માણસને આપણે નોકર ગણીએ ?? અને ખબર નથી મિત્રો, એ લાઈનમાં ક્યારેક આપણો નંબર આવી જાય.
બહુ જ ધીરજ સાથે માણસમાં મનુષ્યતાને જુઓ, ચતુર્ભુજ પરમેશ્વરને જુઓ. મને કોઈએ કહ્યું કે બાપુ, તમે સભામાં ધોતી અને કુરતો પહેરીને આવો છો પણ આ નવું છે કે આ કથામાં નથી સિવડાવ્યા ?? દિવાળીમાં ય હું નવા વસ્ત્રો નથી પહેરતો, પણ દર વખતે નવા જ ઈસ્ત્રીવાળા કપડાં તો આપણે પહેરી જ શકીએ છીએ ને ખોટી સરળતા દેખાડવાનું કોઈ કારણ નથી. બહુ સાદા દેખાવાની પણ જરૂર નથી.
એકવાર કોઈ કહ્યું છે કે, બાપુ આપ તો ઇસ્ત્રીવાળા કપડા પહેરો છો એમાંથી ચોળાઈ ગયેલું ? આવો ફેરફાર કેમ થઇ ગયો? મેં કહ્યું, સવારે હું મારા સંતાનો સાથે રમત રમીને અહીંયા આવું છું. બાળકો સાથે શા માટે રમું છું, ખબર છે હું બાળકને આ બાજુ તોડી લઉં છું અને તેના મનને આગળ કરું છું ને મનુષ્યની મહિમા ગાઉં છું, એટલા માટે મનુષ્યને પ્યાર કરો એમ કહેવું અને એમ કરવું એ પરમ સાધુતા છે નાનકડા બાળકોને હું એવું થોડું સમજાવી શકું કે, ભાઈ આ ઈસ્ત્રીવાળા કપડાં બગડે છે !! મારા દાદા કથા કરવા જતા ત્યારે મારી સમજ થોડી હતી, ત્યારે એક વાત યાદ રહેતી :: જીઓ તો રહેશે જીઓ કે સબ હમારા હૈ ઔર મરો તો એસે મરો કે હમારા કુછ ભી નહી.. એ ય ને આવજો કહીને અહીંથી નીકળી જવું છે માખણમાંથી વાળ નીકળે ને એ રીતે !!
મારો અભિપ્રાય એટલો છે કે, વિશ્વની મનુજતા માં જેને પૂરેપૂરી આસ્થા છે, પરમ તત્વમાં જેનું ભીતર રમમાણ છે અને તમામ પદોથી મુક્ત અને પદાધિકારીઓની નિંદાથી મુક્ત છે, કોઈપણ પ્રકારની શા માટે નિંદા કરવી ?? નિંદાનો અર્થ એ થયો કે, અંદરનો એકાદો ખટકો હજી તમારામાં રહ્યો છે. જે છે તે જ છે, સ્વીકારી લો તેના સિવાય કોઈ ઉદ્ધાર નથી.
મારી નિષ્ઠા પણ શિવ માં બહુ છે. હું નાનો હતો તો ઘરમાં તો કંઈ હતું જ નહીં ત્યારે અમારી નદી, જે અમારી ગંગા કહેવાય, ભગવાનના શિવલિંગ એની માટીમાંથી બનાવી અને દિવસભર પૂજા કરતા કરતા. કાગભુષંડીજીના ગુરુ શંભુ ઉપાસક છે. મારો સદગુરુ રામ ઉપાસક છે, પણ શિવ નિંદક નથી. ક્યાં કરવી મારી વાત, આપ મને પોતાના લાગો છે એટલે ખાસ કહેવાનું કે, મારા હાથમાં રહેલો બેરખો ક્યારેય અટક્યો નથી. મારી આંખો એની સાક્ષી છે આ વાતની.. આપણે ક્યાં જપ કરીએ છીએ બાપ ?? પહેલાના સમયના વૃદ્ધો અને બુજુર્ગ લોકોની શું વાત કરવી ? તેઓ આપણને ચૂપચાપ બેઠેલા લાગતા પણ એમને મનમાં સતત જપ કર્યા કરતા હતા. બસ, આ શક્તિ આપણને ઈશ્વર આપે તેવી આપણે પ્રાર્થના કરીએ કારણ કે કળિયુગ કેવળ નામ આધારા.