Career Counseling
શૈક્ષણિક પથદર્શન
- વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, માતા-પિતા સૌને માટે संतुलन આપે છે…
- પ્રશિક્ષણ કાર્યક્રમો
- ટૂંકા ગાળાના ‘ટ્રેનિંગ પેકેજીઝ ‘
- અંગત માર્ગદર્શન સેશન
આપના દીકરા કે દીકરી વિજ્ઞાન પ્રવાહમાં ભણે કે સામાન્ય પ્રવાહમાં ? ડૉક્ટર બને કે એન્જીનીર ? Don’t worry, આપના સંતાનના Aptitude, Ability અને Interest નું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરી, અંગત માર્ગદર્શન સેશન યોજી संतुलन દિશા નકી કરી આપશે.
વિદ્યાર્થીની મૂંઝવણ:
કયા માર્ગે જવાનું મારે? કોણ નક્કી કરે મારું ભાવિ??
હું ભણ્યા કરું છું
મમ્મી-પપ્પા ભણાવ્યા કરે છે..
મારે મારું ભાવિ નક્કી કરવાનું છે… મને કંઇક થવું છે. પણ હું તે કંઇક થઇ શકીશ કે નહીં? તે પ્રશ્ન મને સતત મંઝાવ્યા કરે છે. હું ભણું છું એમાં તો મઝા આવે છે પણ મારી કારકિર્દી વિશે વિચારું છું ને ગભરાટ શરુ થાય છે. શું મારામાં કઈ શક્તિ છે તે જાણી શકાય? શું હું ટેકનિકલ ભેજું ધરાવું છું કે પછી હું કવિ બનું તેવી શક્તિ છે? મારે વિજ્ઞાન પ્રવાહમાં જવું કે સામાન્ય પ્રવાહમાં? … મને બહુ મૂંઝવણ છે, પણ મને કોણ શોધી આપે કે મારી સાચી અભિયોગ્યતા /અભિરુચિ શામાં છે?…
આ રહ્યો ઉકેલ:
દોસ્ત, તારે ગભરાવાની જરાય જરૂર નથી. તમારું કામ તો એકાગ્રતાથી, ટેન્શન વગર, આનંદથી ભણતા રહેવાનું છે. અમે તમારા ભવિષ્યની ચિંતા કરીએ છીએ ને? અમે નક્કી કરી આપીશું કે તમારામાં રહેલી શક્તિ ટેકનિકલ છે કે મેડિકલ? વિજ્ઞાન પ્રવાહ તરફની છે કે સામાન્ય પ્રવાહ તરફની? મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા બધું જ જાણી શકાય છે. નાની નાની રસપ્રદ ટેસ્ટ તમારે ત્રણ કલાક માં પુરી કરવાની, પછી તેનો સ્કોર ગણી અને મનોવૈજ્ઞાનિક રીતે નક્કી કરી આપીશું કે તમારે કયા માર્ગે આગળ જવા જેવું છે. અને હા તમારી કસોટી પછી તમને અને તમારા મમ્મી-પપ્પા ને સાથે બેસાડી સમજાવીશું, કાઉન્સેલિંગ કરીશું, તમને મુંઝવતા પ્રશ્નોના ઉકેલો આપીશું
બોલો, હવે શાની ચિંતા છે?
તુરત જ અમારો સંપર્ક કરો અને નામ રજીસ્ટર કરવો
