Guidance Leading To Intimacy

આત્મીય પથદર્શન

[prisna-google-website-translator]

અમે “અંગત સાથે સંગત” કરવાનું દિવ્ય આયોજન કરેલ છે.

કેટલીક અંગત વાતો  કહેવી કોને તે મૂંઝવણ છે!

કેટલાક પોતીકા પ્રશ્નો જે પૂછવા કોને તે જ મોટો પ્રશ્ન છે!

કેટલોક અકથ્ય મૂંઝારો જે ક્યાં ઠાલવવો તેની મૂંઝવણ છે!

ક્યાંક ખૂલવું છે પણ તેવો માહોલ મળે ક્યાં??

ધર્મ-સમાજ-મન-કેરિયર-કુટુંબ-પરિવાર-મિત્રો અંગે કોઈ સાથે

દિલ ખોલીને વાત કરવી છે પણ કોની સાથે કરવી??

મને સમજે-મને સ્વીકારે-મને માર્ગ ચીંધે તેવું સ્થાનક ક્યાંય મળે?

દૂર  રહીને જે  પોતીકું બની  આપણને  સાચા  માર્ગે  લઇ જવા  આંગળી  ચીંધે એવું કોઈ ખરું?

મારે માત્ર મારી વાતો ઠાલવી દેવી છે. પણ સાંભળનારું કોઈ છે??

મને શાંત  ચિત્તે વિશ્વના અટપટા રસ્તે આત્મીય યાત્રા કરાવી શકે એવું કોઈ આયોજન ખરું ?

મને આડાઅવળા-ગાંડાઘેલા અઢળક પ્રશ્નો છે, પણ તે ધૈર્યથી સાંભળી શકે એવું કોઈ મળે ખરું ?

મને સંગીત-શબ્દો-શાંતિના માહોલમાં બે કલાક ગાળવી છે,,, હું ક્યાં જાઉં ??

મને તો one to one સંવાદ કરવો જ ગમે છે!!

મારે અસ્ખલિત કશુંક ઉત્કૃષ્ટ સાંભળવું છે, છે કોઈ જગ્યા??

………..આવી અનેક અવઢવનો એક જ જવાબ તે આત્મીય-સંતુલન!!

આગોતરો સમય લઈને સંતુલનની એક મુલાકાત લ્યો અને આત્મીય  માર્ગદર્શન માટે માહોલના દ્વાર ખુલી જશે…

5478 5471