About Expert Adviser
Dr. Bhadrayu Vachharajani
Bhadrayu Vachhrajani to whom Res. Moraribapu praises as ‘a man with the brain and body of Lord Ganapati’ and our renowned thinker Dr. Gunavant Shah as ‘a bright and brilliant educationist’, has left his permanent banking career for less preferred path of Education. From primary teacher to his early retirement from the highest academic post, his career has been interesting and fulfilling.
Bhadrayu’s interest in biology and higher education earned him the first Doctorate on Sex Education in India. Since then he has guided twelve domestic and international doctoral scholars. He has received prestigious Pujya Mota award for the Best research paper. After teaching from KG to PG for more than thirty six years, Bhadrayu was Professor-Director of UGC’s inter-university institute for twelve years. During his brief tenure as Controller of Examination of Saurashtra University, he led exceptional reforms in education system which were appreciated across the country. As Advisor – Education of Adani Foundation, he has contributed nationally to the field of Education.
Bhadrayu is inspiring orator and prolific writer. He has 30 books to his credit in Gujarati and English. ‘Muthi Unchera 100 Manav Ratno’ is a best selling milestone of 2015. It is collaboratively published by two of the biggest publishers of Gujarati. ‘Amruta – Imroz: A Love Story’ is the Best Book of Penguine Publication which is translated in Gujarat by Bhadrayu. He is a regular columnist of Gujarati newspapers; Divya Bhaskar (Bhaskar Group), Phulchhab and Kuchchh Mitra (Janmabhumi Group). An avid reader and extensive traveller, Dr. Bhadrayu lives and loves his life to the fullest.
Books written by Dr. Bhadrayu Vachharajani
ઈશ્વરના ઓટોગ્રાફ (ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
*પુસ્તકનું નામ:ઈશ્વરના ઓટોગ્રાફ*
(ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
ભગવાનને હજુ પણ આપણા સૌ પર વિશ્વાસ છે, તેનો પુરાવો એ છે કે ભગવાન તેમનો અંશ પૃથ્વી પર દરરોજ મોકલી રહ્યાં છે. તે અંશ એટલે કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક નવજાત શિશુ. હવે, આપણે આ ઈશ્વરના અંશનું કેવી રીતે સ્વાગત કરીએ છીએ? તેનો કેવી રીતે સ્વીકાર કરીએ છીએ અને કેવી રીતે સત્કાર કરીએ છીએ, તેના પર આપણી ભગવાન પ્રત્યેની આસ્થા ઉપરાંત આપણી વૃધ્ધાવસ્થાનો પણ આધાર રહેલો છે. આપણે ઈશ્વરના અંશનું સ્વાગત કરવા માટે શું ખરેખર તૈયાર હોઈએ છીએ ખરા? કે ફક્ત મમ્મી – પપ્પા બનવાનો હોદ્દો મેળવવો જ આપણા માટે પૂરતું છે ?. શું આપણને આપણા બાળકનો યોગ્ય ઉછેર કરતાં ખરેખર આવડે છે? શું બાળઉછેરની એક મહત્વપૂર્ણ જવાબદારી અને આવડત આપણામાં છે? જો ના, તો આવી જ બાળઉછેરની બારાક્ષરી શીખવતું અદ્ભુત પુસ્તક એટલે *”ઈશ્વરના ઓટોગ્રાફ”*.
‘નાની’ ની નિશ્રામાં
દિવ્ય ચેતનાઓ સંગે જીવનપથ
દખ્ખણનો દમદાર દેશ
હા, ઓસ્ટ્રેલિયાની બે બાબતો ની ઘણી ઊંડી છાપ મારા દિલોદિમાગ પર પડતી રહી, તે વિષે વારંવાર લખાયું છે, તે છે : (1) અહીંનો યાતાયાત ટ્રાન્સપોર્ટેશન અને (2) અહીંની જે તે સરકારની પોતાનો દેશ કેવો હોવો જોઈએ તેની દીર્ઘદ્રષ્ટિ... મને એવું અનુભવાયું કે કોઈ પણ દેશ પોતાના વાહન...
ગુજરાતની શિક્ષણવિભૂતિઓ
૫૦ વર્ષની યાત્રા પૂર્ણ કરી ગુજરાત રાજ્ય ૧૯૬૦થી ૨૦૧૦ આ વર્ષોમાં શિક્ષણની જ્યોત ને પ્રદીપ્ત રાખવાનો શ્રેય જાય છે અને શિક્ષણ વિભૂતિઓને.. એમ પણ કહીએ ૧૯૧૦ થી એટલે કે ૧૦૦ વર્ષો પહેલાં તેમણે સાચુકલાં શિક્ષણનો દીવો પેટાવ્યો તેવા ગુજરાતી કેળવણીકારો થી આપણી યાત્રા શરૂ થઈ...
સૂક્ષ્મ જીવો અને સામાન્ય રોગો
june 2004 થી અમલમાં આવેલા ગુજરાત રાજ્યના નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ-૮ માટે ગુર્જરના અધ્યતન પ્રકાશનો શિક્ષક અધ્યાપન પોથી ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પ્રશ્ન બેંક ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત...
સંપુર્ણ ગુણવત્તા સુધારણા
શિક્ષણ-પ્રશિક્ષણના નવા અભ્યાસક્રમો આધારિત ગુર્જરની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના અનુભવી પ્રાધ્યાપકો દ્વારા તૈયાર થયેલ અને કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા પરામર્શ તેમજ સંપાદિત થયેલ નીચેના મુખ્ય વિષય ના તમામ મુદ્દાઓને...
કારકિર્દી અને માર્ગદર્શન
શિક્ષણ-પ્રશિક્ષણના નવા અભ્યાસક્રમો આધારિત ગુર્જરની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના અનુભવી પ્રાધ્યાપકો દ્વારા તૈયાર થયેલ અને કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા પરામર્શ તેમજ સંપાદિત થયેલ નીચેના મુખ્ય વિષય ના તમામ...
ગાંધી વાસરિકા
આપણા અંધારા દિવસોમાં આશાનું કિરણ બની ઝળહળી ઊઠનારાએ ગાંધી જ તો હતા - ખાન અબ્દુલ ગફાર ખાન મારા જેવા કેટલાય કદાચ ક્રાંતિકારી હોઈ શકે, પણ છે તો બધા મહાત્માના પ્રત્યક્ષ કે પરોક્ષ શિષ્ય જ, ન તો એથી કાંઇ વધુ કે ન ઓછું - હો ચી મિન્હ આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે...
સહજ આનંદચર્ય
આપણે સહુ આનંદસ્વરૂપ છીએ. જીવનમાં આપણે આનંદને શુદ્ધિ કરતા રહેવાની છે. સ્ત્રી-પુરુષનું સહજીવન આનંદની શુદ્ધિયાત્રા છે, તે આનંદની નિરંતર યાત્રા, આનંદની ચર્ચા, આનંદચર્ય બની રહે તે સાધવાનું છે. લગ્ન ચાર્ય પણ બ્રહ્મચર્ય જેવી જ એક સાધના છે 'બ્રહ્મચર્ય' જેવો અર્થસભર શબ્દો...
ગીતાદોહન
એક વિચાર આવ્યો કે વિનોબાજીએ ગીતા પ્રવચનો આપ્યા અને પૂજ્ય સાને ગુરુજીએ એ લખીને આપણા સુધી પહોંચાડ્યાં, પણ આપણે જે નાની-નાની કણિકાઓ થી 'ગીતા-પ્રવચન' નું ગીતાદોહન તારવ્યું છે એને આપણે વ્યાપક ફેલાવો આપવો જોઈએ અને એ જે નાની-નાની કણિકાઓ અધ્યાય પ્રમાણેની તારી હતી તેની એક...
પ્રશ્નોપનિષદ
જીવનમાં પ્રશ્ન શો છે, તે આપણને ખબર છે ખરી? જીવન આપણને જે પ્રશ્ન પૂછે છે તે સાંભળવા જેટલી ધીરજ આપણી પાસે છે ખરી? આપણે કૃષ્ણની રાહ જોયા વગર જ જવાબ કરવા લાગીએ છીએ અને પરિણામે આપણને મળે છે કંઈક જુદું જ! 'અર્વાચીન પ્રશ્નોપનિષદ' એ પૂછનાર માટે છે; પરિણામ પણ સ્પષ્ટ છે:...
મન જંજીર, મન ઝાંઝર
વેદાંતના પાયાના બે પ્રશ્નો: હું હું કોણ છું? મારા જીવનનું લક્ષ્ય શું? વેદાંતના પાયાના આ બે પ્રશ્નો હકીકતમાં વેદાંતે આપણને નથી પૂછવાના, આપણે આપણા મનને પૂછ્યા કરવાના છે! આપણે જીવનમાં કશું પામવા આવ્યા છીએ, ખાલી આંટો મારવા નહીં. મકસદ વગર માણસ નહીં, સમજ વગર સજીવ નહીં,...
અમૃતા ઇમરોઝ
હું વિચારવા લાગી કે એક દિવસ અમૃતા જી ઈમરોઝજી ને કહ્યું હતું, 'ઈમરોઝ, તમે હજુ જુવાન છો. તમે જઈ ને ક્યાંક વસી જાઓ. તમે પોતાના રસ્તે જાઓ, મારો શો ભરોસો કેટલા દિવસ રહું ન પણ રહું.' 'તમારા વગર જીવવું મરવા બરાબર છે અને હું મરવાનું નથી ઈચ્છતો,' ઈમરોઝજીએ જવાબ આપ્યો...
મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો
દસ વર્ષે ધ્રુવજીના પગલે ભાગનાર "ભાણજી" તે આજના એમ.એ. (ફિલોસોફી) થયેલા અધ્યાપક અને આધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સન્યાસી શ્રી ભાણદેવજી. બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું, 'બેટા તું જે કરે છે એ બાપુ નું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી જવાની જરૂર...
તમારી જાતને ઓળખો
સેક્સની ગંદી બાબત ગણનારા સમાજ પ્રદેશ સ્વચ્છ ના હોઈ શકે જાતીય જ્ઞાન શા માટે? જાતીય શિક્ષણ એટલે શું? પુરુષનાં પ્રજનન અંગો સ્ત્રીના પ્રજનન અંગો તરુણાવસ્થા દરમિયાન શારીરિક વિકાસ જાતીય વિકાસ ની અગત્ય ની પ્રક્રિયાઓ સ્ત્રીના ગર્ભમાં બાળક નિર્માણ ભ્રૂણની વિકાસ યાત્રા...
વિચારની વસાહતો
એક અથાક શબ્દો યાત્રા વાંચવા જેવી, વિચારવા જેવી, મમળાવવા જેવી વાતોની ગોષ્ઠી "ઓફલાઈન-ઓનલાઈન ચહેરાઓની ચડ-ઊતર, સમાજ-સંબંધોની અરાજકતા, ગત-અનાગત ની ખેંચતાણ, સ્થળ-સમયની અસ્થિરતા... ક્ષણના તકાજાઓ, યુગ ના પડકારો, ઓળખની કટોકટી, તો ક્યારેક જાત સાથે ક્યારેક જાત માટેની...
વીજળીના ચમકારે
બાળક જન્મે કે તરત શ્રવણ નો આરંભ થાય છે. પછી કાલીઘેલી બોલીમાં કથન શરૂ થાય છે અને પ્રયત્નપૂર્વક ના પ્રયાસોથી લેખન હસ્તગત થવા લાગે. બિડાયેલી કડીમાંથી પુષ્પ ખીલે તેનું વિજ્ઞાન સ્પષ્ટ છે. પરંતુ કળીમાંથી કઈ પળે પુષ્પ થવાનું ઘટ્યું તે ...
સાચો શિક્ષકધર્મ – 2
મારી દ્રષ્ટિએ શિક્ષક સાહિત્યિક હોવો જોઈએ. બીજું, મારી દ્રષ્ટિએ શિક્ષક સાંસ્કૃતિક હોવો જોઈએ અને અને ત્રીજું, મારી દ્રષ્ટિએ શિક્ષક આધ્યાત્મિક હોવો જોઈએ. આ ત્રણ લક્ષણો જે પૂરા પાડી શકશે એ સાચો શિક્ષક અથવા તો શિક્ષકનો એ સાચો ધર્મ હશે. ત્રણ જ. હું શિક્ષક ને હંમેશા સાધક...
સાચો શિક્ષકધર્મ
પૂજ્ય મોરારીબાપુ "એક માતા નવ મહિના સુધી અંદર રહેલી ચેતનાનો જતન કરવા માટે ધ્યાન રાખે તો એક શિક્ષકને પાંત્રીસ કે ચાલીસ ચેતનાને વર્ષે જન્મ આપવાનો હોય છે અને એ વખતે સાચા શિક્ષકને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ, ચાલવામાં ધ્યાન રાખવું જોઈએ, બેસવા માં ધ્યાન રાખવું જોઈએ,...
સમયની આરપાર
1. ગુજરાત શું છે તે જાણવા માટે ગુજરાત બહાર જવું પડે 2. બોલો જોઈએ... અને કાયદો હાથમાં લીધો ન કહેવાય? 3. મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુ ની શું જરૂર? 4. બંધો તૂટે શા માટે? બંધનો ટકે શા માટે? 5. આપણે વરસાદ નું વાવેતર કરવું પડશે 6. ગૂગલ નહીં પણ ગુગળની સર્ચ કરવી...
શિક્ષક સપ્તક
(શિક્ષકત્વની એક સબળ પેઢી) ઉષાબહેન જાની - અમ્રુત મોહત્સવ: પુસ્તિકા આચાર્ય કોણ છે? આચાર્યનાં ત્રણ લક્ષણો છે - તે શીલવાન છે, પ્રજ્ઞાવાન છે, કરુણાવાન છે. શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, કરુણાવાન મા હોય છે. આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે....
સમતોલ આહાર અને સ્વાસ્થ્ય
અનુક્રમ 1. આહાર અને પોષણ 2. પોષક ઘટકો અને તેનાં કાર્યો 3. સમતોલ આહાર અને તેની આવશ્યકતા 4. વિશેષ પરિસ્થિતિમાં સમતોલ આહાર ની આવશ્યકતા 5. આહારમાં પોષક તત્વોની જાળવણી 6. આહારસંબંધી રોગો 7. ખોરાકમાં ભેળસેળ 8. સ્વાસ્થ્ય અને...
નાની પાટીમાં શિલાલેખ
માનવ વર્તનના ઘડવૈયાઓ જીવતા જીવતા શીખવાનું છે શીખતા શીખતા જીવવાનું નથી આજની જુવાન પેઢીને પ્રશ્ન થાય છે કે: અમારે કોના માર્ગે ચાલવું? અમે આદર્શ ગણી શકીએ તેવા વિરલ અને 'જરા હટકે' વ્યક્તિત્વો ક્યાં છે? આ પુસ્તક તે પ્રશ્નનો જવાબ છે અને તે પણ નક્કર, ખોખલો નહીં,...
નાગમણિ
પંજાબી અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં જેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, તે 'નાગમણી' નવલકથા ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રગટ થઈ રહી છે. પરલોકવાસી બે પ્રેમી હૈયા ના કશ્મકશની આ રોમાંચક કથા વાચકને ભાવમુગ્ધ કરે છે. અમૃતા પ્રીતમની મૂળ કથા જેટલી રસપ્રદ, સંવેદન સફર અને...
લોકભારતી-સણોસરા અને તેના માનવીય આધારસ્તંભો
શાળાનું કામ તો માનવીઓનું ચણતર કરવાનું છે. એવાં માનવીઓનું ચણતર કરવાનું છે કે જેમનામાં ભવ્યતા છે, ઉચ્ચતા છે; જેમને પોતાનું હૃદય, પોતાનો અંતરાત્મા છે; જેમણે જીવવા અને મરવા માટેના આદર્શો પોતાની આંખ સામે રાખેલા છે; જેમની પાસે સાચું બોલવાની હિંમત છે, નિરાશા...
ગુજરાતનાં શિક્ષણતીર્થો
કંઈક ઉતાર-ચડાવ જોયા છતાં આ તો ગરવી ગુજરાત છે, જેણે સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા... 50 વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રચલિત થઈ ગઈ અને તે જ્યોત શિક્ષણ દિપની... પચાસ વર્ષો અને તેનાથી પણ પહેલાં, શિક્ષણનાં અગ્રીમ ક્ષેત્રે વિરલ પ્રદાન કર્યું અનેક...
ગુજરાતનું શિક્ષણાવલોકન
1960 થી 2010... પચાસ વર્ષોની મજલ કાપી ગુજરાત રાજ્યે... પચાસ વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રજ્વલિત થતી ગઈ અને તે જ્યોત શિક્ષણ દીપની.. ગુજરાતનું શિક્ષણ 'ક્યાંથી ક્યાંય' સુધી પહોંચી ગયું.. ગુજરાતની શિક્ષણયાત્રાને અવલોકનો નમ્ર પ્રયાસ એટલે 'ગુજરાતનું શિક્ષણાવલોકન'.....
વ્યક્તિત્વ અને સ્વવિકાસ
શિક્ષણ પ્રશિક્ષણ ના નવા અભ્યાસક્રમ આધારિત ગુજર ની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના અનુભવી પ્રધ્યાપકો દ્વારા તૈયાર થયેલ અને કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા પરામર્શ તેમજ સંપાદિત થયેલ નીચેના મુખ્ય વિષયો ના તમામ મુદ્દાઓને...
માતૃભાષાનું મહિમાગાન
શું સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ? તમે સફળ કોને કહો છો? સ્વામી વિવેકાનંદને સફળ કહો છો? કે માતૃભાષામાં ભણ્યા અને છતાં શિકાગોની ધર્મ પરિષદમાં અંગ્રેજીમાં બોલ્યા હતા?... મહાત્મા ગાંધીના અનુયાયી એવા બર્માના આન સાન સૂ કી, નેલ્સન મંડેલા, ઓબામાને નોબલ...
ચણભણ
અનુક્રમ એવરી ડે ઈઝ વેલેન્ટાઈન ડે !! અજ્ઞાન: જ્ઞાનની પૂર્વશરત દિપક થી દિપક સુધી.. માણસનો સ્વભાવ સબળો અધિકારી આપણી નસીબદારી માતૃભાષાનું બાળમરણ! અંગ્રેજી નું આક્રમણ! નવું શૈક્ષણિક વર્ષ અને શિક્ષકત્વ આપણી સંવેદનશીલતા?! તૃપ્ત થઈ એટલે લુપ્ત થવું સાંવેગોનું અધ્યાપન મન મળે...
હૈયું મસ્તક હાથ
સ્વનિસબતની સંવાદયાત્રા લગભગ સાડા ત્રણ દાયકાના આત્મીય અનુભવ પરથી મને સમજાયું છે કે ચારિત્ર્ય-મૂલ્ય-નૈતિકતા વગેરે બાબતો વ્યાખ્યાનોથી કે ઉપદેશોથી સમાજમાં પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી. આ બાબતમાં, હૃદય સોંસરવા ઉતરે તેવા વાર્તા કે પ્રસંગ વધુ સચોટ અને પરિણામલક્ષી...
એક નર એક નારી
To contribute to the total healthy development of the Individual. In physical, mental, emotional, sexual, social, culture spheres. By providing knowledge, an understanding of :- Biological medical ethical, psychological and social culture aspect of sexuality in...
આહાર અને આરોગ્ય
આહાર અને પોષણ સજીવ પદાર્થો માટે ખોરાક આવશ્યક છે વનસ્પતિ ની વૃદ્ધિ માટે જમીનમાંના પોષકો, પાણી, હવા અને સૂર્યપ્રકાશની જરૂર છે. આમાંથી કોઈપણ એક ન હોય તો પણ છોડ જીવંત રહી શકતો નથી ખેતીનો વૈજ્ઞાનિક વિકાસ થયો છે તેથી જુદા જુદા પાકો માટે કયા પ્રકારની જમીન જોઈએ અને...
માર્ગદર્શન અને સલાહ
પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશન યોજિત શૈક્ષણિક સંદર્ભશ્રેણી પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે શિક્ષકોને અને પ્રશિક્ષણ મહાવિદ્યાલયો તેમજ અધ્યાપન મંદિરોમાં દીક્ષા લેતા તાલીમાર્થી ભાઈ-બહેનોને ઉપયોગી થાય તેવા શિક્ષણ સાહિત્યને પિરસવાનું ...
વિજ્ઞાન શ્રવણ
વિજ્ઞાન શિક્ષણ રેડીયો દ્વારા રેડિયો તકનીકી અગ્રીમતા નું પરિણામ છે તો વિજ્ઞાન તકનીકી ક્ષેત્ર નું મૂળ છે આપણે રેડિયો દ્વારા વિજ્ઞાન શિક્ષણ આપીને કારણ અને પરિણામનો સમન્વય કરીએ છીએ આ બંનેના સંક્રમણ સમયે કેટલીક બાબતો થી સજાગ બનાવવાની આવશ્યકતા રહેલી છે જેની અહીં ટૂંકમાં...
પ્રેમાવતરણ
ચપટીક લીધો મેં પ્રેમ રાધાનો ને ચપટીક લીધી મેં ભક્તિ મીરાંની ને પછી રેડી બે’ક ચમચી રુક્મણિનાં આસુંની.... પછી જે બન્યું અમ્રુત પ્રેમનું - એ તને પાયું! ગમ્યું?...