બાળઉછેરની સાંવેગિક બારાક્ષરી

 

 

શું બાળઉછેરની એક મહત્વપૂર્ણ જવાબદારી અને આવડત આપણામાં છે?

 

ભગવાનને હજુ પણ આપણા સૌ પર વિશ્વાસ છે, તેનો પુરાવો એ છે કે ભગવાન તેમનો અંશ પૃથ્વી પર દરરોજ મોકલી રહ્યાં છે. તે અંશ એટલે કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક નવજાત શિશુ.

હવે, આપણે આ ઈશ્વરના અંશનું કેવી રીતે સ્વાગત કરીએ છીએ? તેનો કેવી રીતે સ્વીકાર કરીએ છીએ અને કેવી રીતે સત્કાર કરીએ છીએ, તેના પર આપણી ભગવાન પ્રત્યેની આસ્થા ઉપરાંત આપણી વૃધ્ધાવસ્થાનો પણ આધાર રહેલો છે.

  • આપણે ઈશ્વરના અંશનું સ્વાગત કરવા માટે શું ખરેખર તૈયાર હોઈએ છીએ ખરા?
  • ફક્ત મમ્મી – પપ્પા બનવાનો હોદ્દો મેળવવો જ આપણા માટે પૂરતું છે ?
  • શું આપણને આપણા બાળકનો યોગ્ય ઉછેર કરતાં ખરેખર આવડે છે?
  • શું બાળઉછેરની એક મહત્વપૂર્ણ જવાબદારી અને આવડત આપણામાં છે?

જો ના, તો આવી જ બાળઉછેરની બારાક્ષરી શીખવતું કોઉન્સેલિંગ સેન્ટર એટલે “સંતુલન”

બાળવિકાસ ના તબક્કાઓ:

બાળનિર્માણ

  • ગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી કાળજીનું સચોટ માર્ગદર્શન
  • બાળકમાં થતો શારીરિક વિકાસ
  • માતા-પિતા બંનેની સહિયારી જવાબદારી
  • દીકરો કે દીકરી? માનવ તરીકે સ્વીકાર

જન્મના સમયથી ૧૮ માસ સુધી

  • આ સમય દરમ્યાન બાળકને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે.
  • જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે
  • આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે.

બીજો તબક્કો - ૧.૫ થી ૩ વર્ષ

  • દરમિયાન બાળક ચાલતા, બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે.
  • માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્તપાલનના આગ્રહમાં સાતત્ય બાળકના સ્વાયતતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
  • સ્વાયતતા વિરુદ્ધ શરમનો ગાળો છે

ત્રીજો તબક્કો - ૩ વર્ષ થી ૬ વર્ષ

  • આ તબક્કાને પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવનો તબક્કો કહેવામાં આવે છે.
  • આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે
  • બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે.

ચોથો તબક્કો - ૬ થી ૧૨ વર્ષ

  • બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે.
  • બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે.
  • બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે, સમસ્યા ઉકેલવામાં આવે કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે.

તરુણાવસ્થા - ૧૨ થી ૧૯ વર્ષ

  • તારૂણ્ય એ શરીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે.
  • સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે.
  • તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે.

BEST SELLING BOOK

Buy Online

Personal Counselling

  • અંગત પ્રશ્નો માટે આત્મીય માર્ગદર્શન.
  • બાળ ઉછેર ની મહત્વપૂર્ણ અને સચોટ સલાહ એન્ડ માર્ગસર્શન માટે..
  • Schedule face-to-face Online Counselling for 60 minutes with our expert adviser