ઈશ્વરના ઓટોગ્રાફ (ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)

ઈશ્વરના ઓટોગ્રાફ (ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)

 
*પુસ્તક પરિચય* 📚
પુસ્તક નું નામ: *ઈશ્વરના ઓટોગ્રાફ* 📙
(ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
લેખક : ✒️ *ભદ્રાયુ વછરાજાની*
_________________________
*પુસ્તકનું નામ:ઈશ્વરના ઓટોગ્રાફ*
(ઈશ્વરના અંશનું સ્વાગત, સ્વીકાર, સત્કાર)
ભગવાનને હજુ પણ આપણા સૌ પર વિશ્વાસ છે, તેનો પુરાવો એ છે કે ભગવાન તેમનો અંશ પૃથ્વી પર દરરોજ મોકલી રહ્યાં છે. તે અંશ એટલે કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક નવજાત શિશુ. હવે, આપણે આ ઈશ્વરના અંશનું કેવી રીતે સ્વાગત કરીએ છીએ? તેનો કેવી રીતે સ્વીકાર કરીએ છીએ અને કેવી રીતે સત્કાર કરીએ છીએ, તેના પર આપણી ભગવાન પ્રત્યેની આસ્થા ઉપરાંત આપણી વૃધ્ધાવસ્થાનો પણ આધાર રહેલો છે. આપણે ઈશ્વરના અંશનું સ્વાગત કરવા માટે શું ખરેખર તૈયાર હોઈએ છીએ ખરા? કે ફક્ત મમ્મી – પપ્પા બનવાનો હોદ્દો મેળવવો જ આપણા માટે પૂરતું છે ?. શું આપણને આપણા બાળકનો યોગ્ય ઉછેર કરતાં ખરેખર આવડે છે? શું બાળઉછેરની એક મહત્વપૂર્ણ જવાબદારી અને આવડત આપણામાં છે? જો ના, તો આવી જ બાળઉછેરની બારાક્ષરી શીખવતું અદ્ભુત પુસ્તક એટલે *”ઈશ્વરના ઓટોગ્રાફ”*.
પ્રા. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની સાહેબના સુમુખે કહેવાયેલી યુટ્યુબ શ્રેણીનો પુસ્તક સ્વરૂપે આસ્વાદ એટલે *”ઈશ્વરના ઓટોગ્રાફ”*..
અહીં મને મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને કહેલી ભગવદગીતાની યાદ આવી ગઈ. જેમ કુરૂક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય ગીતાજ્ઞાન આપે છે અને તે ગીતાજ્ઞાન અત્યારે આપણી પાસે ગ્રંથસ્થ થયેલું છે. તેવી જ રીતે યુટ્યુબ પરના ભદ્રાયુભાઈના ઓડિયો-વિડિઓ સંગ્રહને ઝેડ- કેડ પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પુસ્તકનું સ્વરૂપ અપાયું છે. જે ખરેખર ઉત્તમ સાહિત્યિક સેવા છે.
પૂજ્ય મોરારીબાપુ જેમને “કલમ અને કાયાથી ગણપતિ ” કહીને નવાજે છે અને જાણીતા ચિન્તક શ્રી ગુણવંતભાઈ શાહ જેમને ” તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર ” કહીને સન્માને છે તેવા ઉત્તમ શિક્ષણવિદ્ શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીનું આ પુસ્તક બાળઉછેર ક્ષેત્રે દરેક નવા બનતાં મમ્મી- પપ્પાને નવી રાહ ચીંધે છે. આપણને નવી પેઢીને પ્રેમપૂર્વક અને જવાબદારીપૂર્વક ઉછેર કરતાં શીખવે છે.
શ્રી ભદ્રાયુભાઈએ આ પુસ્તક *”કન્હૈયા” માંથી “શ્રીકૃષ્ણ” નું ઘડતર કરનાર શ્રી યશોદા* ને અર્પણ કર્યું છે. અહીં તેઓ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું વિધાન ટાંકે છે કે , “ઈશ્વરને હજુ આપણામાં શ્રધ્ધા છે તેથી તે પોતાનો એક પ્રિયતમ અંશ આપણા ઘરે મોકલે છે.” કેટલો અદ્ભુત વિચાર છે આ.
અહીં તેઓ એ પણ જણાવે છે કે કવિવર ટાગોરે આ પુસ્તકનું શીર્ષક મોકલ્યું, “ઈશ્વરના ઓટોગ્રાફ “. આગળ તેઓ લખે છે, “મારી પાક્કી શ્રધ્ધા છે કે આપણે ઘરે બાળક જન્મ લે છે એ ઈશ્વર જ છે અને એ ઈશ્વર જ છે એમ માનીને આપણે એનું સ્વાગત કરવાનું છે, સ્વીકાર કરવાનો છે અને તેનો સત્કાર કરવાનો છે. મમ્મી- પપ્પાને એટલું ફરી યાદ અપાવું કે , તમે તમારાં સંતાનનાં માલિક નથી કિન્તુ કેવળ માળી છો.”
એક જ બેઠકે માણી શકાય તેવું અદ્ભુત આ પુસ્તક ૧૫૧ નાના મણકામાં સમાયેલું છે. ગભૉવસ્થાથી પુખ્તવયના બાળકના ઉછેર સુધીનો‌ સમયગાળો સરળતાથી સમજાવતાં આ પુસ્તકનો એક મણકો માણીએ.
*”ઈશ્વરના ઓટોગ્રાફ તમારે ત્યાં જે આવ્યા છે તે ઓટોગ્રાફને ઉકેલવાની પ્રક્રિયા એ બાળઉછેર છે. એમને મુક્ત રીતે, એમની રીતે મૌલિકતાથી , એમની પોતાની આવડત પ્રમાણે ધીમે ધીમે ઉગવા દઈએ, ખીલવા દઈએ. આ એવો છોડ છે કે જે છોડને ઈશ્વરે રોપ્યો છે, તમારા ઘરમાં રોપ્યો છે. હવે વારેવારે એને ચેક કરવાની જરૂર નથી કે એ મોટો થયો કે ન થયો. થઈ રહ્યો છે વિશ્વાસ રાખો.”*
‘નાની’ ની નિશ્રામાં

‘નાની’ ની નિશ્રામાં

 
ધરમપુર થી ઉપર  વાસકુઈ ગામ. એક માટે ની દીકરી નું કાટુન પકડીને આવી સ્વરાજ કન્યાશાળામાં એ કહેવા લાગ્યા એને નિરંજનાબેનને કે, મા, તમે આને ભણાવો ને મોટું માણહ બનાવો.  નાની કાંઇ સમજે કે વિચારે ત્યાં તો પેલી છોકરીની મા એ 3 સાવરણી કોથળા માંથી કાઢીને ધરી નાનીને. સામાન્ય રીતે આશ્ચર્ય પામી નાની એ કહ્યું: ‘અરે, આ શું છે? સવાણી કેમ લાવ્યા છો?’ ને નિખાલસતાના વાયરા વચ્ચે મોટા થતાં આદિવાસી જીવે તરત જવાબ દીધો:’મા,એવું છે ને કે અમે  સાવરણી સાગર ના ટોપલા ટોપલી બનાવીને અમારુ પેટીયું રળીએ છીએ.  તમારી  નિશાળની ફી તો નથી મારી પાસે એટલે ત્રણ વર્ષ ભણાવવાની પેટે 3 સાવરણી લાવી છું તમે આ લઈ લો ને મારી રામી ને ભણાવો!’
 
 આપણો સમાજ જેને ભેટ કહે છે તેવા  ભોળાભટ્ટ  જીવની વાત સાંભળીને નાની તો ભીંજાઈ ગયા અને રમીને પોતાની દીકરીની જેમ છાતીસરસી ચા પી લીધી બસ બે દિવસની ઘડી અને આજનો ધીરા મીનાની નો પડછાયો બનીને જીવે છે હા ફર્ક એટલો છે કે મારે જ્યારે રામ ની આંગળી નાની ને પકડાવી  ત્યારે તે નિરક્ષર હતી પણ આજે તે ‘ડોક્ટર રામી’ છે અને તે અનેક ગરીબ દર્દીઓની સારવાર કરે છે 3 સાવરણી ના બદલામાં ત્રણ પેઢી તરી ગઈ!
દખ્ખણનો દમદાર દેશ

દખ્ખણનો દમદાર દેશ

 
હા, ઓસ્ટ્રેલિયાની બે બાબતો ની ઘણી ઊંડી છાપ મારા દિલોદિમાગ પર  પડતી રહી, તે વિષે વારંવાર લખાયું છે, તે છે : (1) અહીંનો યાતાયાત ટ્રાન્સપોર્ટેશન અને (2) અહીંની જે તે સરકારની પોતાનો દેશ કેવો હોવો જોઈએ તેની દીર્ઘદ્રષ્ટિ… મને એવું અનુભવાયું કે કોઈ પણ દેશ પોતાના વાહન વ્યવહારને સુચારુ રાખી શકે તો દેશનો વહિવટ પણ સારી રીતે ચલાવી શકે. અને જે દેશના તંત્રવાહકોને 25-50 વર્ષ પછી પોતાનો દેશ કેવો હોવો જોઈએ તેની સ્ફટિક સ્પષ્ટ દ્રષ્ટિ હોય તે દેશ પ્રગતિ કરે જ કરે. ઓસ્ટ્રેલિયા આ બંને બાબતોમાં વિશ્વના અન્ય દેશો કરતાં મોખરે છે તેમ હું કહી શકું છું. રસ્તા પર નો વ્યવહાર સુસ્પષ્ટ હોય તો જીવન વ્યવહાર પણ સુચારુ રહેવાનો. થોડા પક્ષપાત સાથે કંપનીએ અમેરિકા અને યુરોપના દેશો કરતાં પણ મને નાનો ઓસ્ટ્રેલિયા દેશ અનેક બાબતોમાં  સુનિયોજિત લાગ્યો છે અને હા, આપણા ગુજરાતી મિત્રો પણ પોતાની ‘ટિપિકલ બિહેવિયર’ અને અકબંધ રાખીને વસી રહ્યા છે!
ગુજરાતની શિક્ષણવિભૂતિઓ

ગુજરાતની શિક્ષણવિભૂતિઓ

 
૫૦ વર્ષની યાત્રા પૂર્ણ કરી ગુજરાત રાજ્ય
 
૧૯૬૦થી  ૨૦૧૦ આ વર્ષોમાં શિક્ષણની જ્યોત ને પ્રદીપ્ત રાખવાનો શ્રેય જાય છે અને શિક્ષણ વિભૂતિઓને..
એમ પણ કહીએ ૧૯૧૦ થી એટલે કે ૧૦૦ વર્ષો પહેલાં તેમણે સાચુકલાં શિક્ષણનો દીવો પેટાવ્યો તેવા ગુજરાતી કેળવણીકારો થી આપણી યાત્રા શરૂ થઈ છે! શ્રી નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા થી લઇ ને છેક શ્રી સામ પિત્રોડા કે ડો. પંકજ જોષી સુધીની શિક્ષણ વિભૂતિઓએ ગુજરાતને જ્ઞાનમાર્ગી અગ્રસ્થાન કર્યું છે. આ પ્રખર શિક્ષણ પ્રેમીઓ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગીને ગુજરાતનું નામ મોખરે રહ્યું છે.
 
 
 સહજભાવે શિક્ષણપ્રદ જીવન જીવનાર આ શિક્ષણ વિભૂતિઓએ, જીવન અને શિક્ષણ દ્વારા સમાજને કરેલા પ્રદાનને શબ્દ બંધ કરવાનો નમ્ર પ્રયાસ એટલે આ પુસ્તક:
 ‘ગુજરાતની શિક્ષણવિભૂતિઓ’. આ પુસ્તક એક જ લેખક દ્વારા અનેક વિભૂતિનાં જીવનને વર્ણવવાનો પ્રયાસ નથી. ગુજરાતની શિક્ષણ વિભૂતિઓની ખૂબ નજીક રહી છે જીવ્યા હોય અથવા જમણે એમના વિષે ચિંતન-સંશોધન કર્યું હોય તેવા વ્યક્તિ વિશેષ આમંત્રણ આપી જીવન લેખો તૈયાર કરવામાં આવ્યા છે.
 જે આ પુસ્તકમાં પ્રસ્તુત છે.  પૃષ્ઠ મર્યાદાને વ્યક્તિની અભિવ્યક્તિની મર્યાદા ન બનાવવા દેવાની અને કાળજી લીધેલ છે.
 ‘ગુજરાતની શિક્ષણવિભૂતિઓ’ ગુજરાતના કેળવણીકારો ના કાર્યો નો નવો ભાવ પૂર્વક થયેલ ઋણસ્વીકાર છે.
સૂક્ષ્મ જીવો અને સામાન્ય રોગો

સૂક્ષ્મ જીવો અને સામાન્ય રોગો

june 2004 થી અમલમાં આવેલા ગુજરાત રાજ્યના

નવા અભ્યાસક્રમ અનુસાર

ધોરણ-૮ માટે ગુર્જરના અધ્યતન પ્રકાશનો

શિક્ષક અધ્યાપન પોથી

  1. ગુજરાતી
  2. હિન્દી
  3. અંગ્રેજી
  4. સંસ્કૃત
  5. ગણિત
  6. વિજ્ઞાન અને ટેકનોલોજી
  7. સામાજિક વિજ્ઞાન
  8. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

 પ્રશ્ન બેંક

  1. ગુજરાતી
  2. હિન્દી
  3. અંગ્રેજી
  4. સંસ્કૃત
  5. ગણિત
  6. વિજ્ઞાન અને ટેકનોલોજી
  7. સામાજિક વિજ્ઞાન
  8. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ
  9. શૈક્ષણિક પ્રવૃતિઓ – ગુજરાતી
  10. શૈક્ષણિક પ્રવૃતિઓ – હિન્દી
  11. શૈક્ષણિક પ્રવૃતિઓ – વિજ્ઞાન અને ટેકનોલોજી
  12. શૈક્ષણિક પ્રવૃતિઓ – સામાજિક વિજ્ઞાન
  13. ગણિતની સંકલ્પનાઓ
  14. વિજ્ઞાન અને ટેકનોલોજી ની સંકલ્પના
  15. સામાજિક વિજ્ઞાન ની સંકલ્પના

 

સંપુર્ણ ગુણવત્તા સુધારણા

સંપુર્ણ ગુણવત્તા સુધારણા

 
શિક્ષણ-પ્રશિક્ષણના નવા અભ્યાસક્રમો આધારિત ગુર્જરની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી
રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના
અનુભવી પ્રાધ્યાપકો દ્વારા તૈયાર થયેલ
અને
કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા
પરામર્શ તેમજ સંપાદિત થયેલ
 
નીચેના મુખ્ય વિષય ના તમામ મુદ્દાઓને આવરી લેતી
 ૬૦ કરતાં પણ વધુ પુસ્તિકાઓ ની
એક અનોખી સંદર્ભે શ્રેણી:
  • કેળવણી અને તત્વજ્ઞાન
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન
  • શૈક્ષણિક ટેકનોલોજી
  • શૈક્ષણિક વ્યવસ્થાપન
  • બુનિયાદી અધ્યાપન
બી.એડ તેમજ પીટીસી કોલેજના પ્રાધ્યાપકો, તાલીમાર્થીઓ, પ્રાથમિક-માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા શિક્ષણક્ષેત્રે કાર્ય કરતા સૌ કોઇને ઉપયોગી.
કારકિર્દી અને માર્ગદર્શન

કારકિર્દી અને માર્ગદર્શન

 
શિક્ષણ-પ્રશિક્ષણના નવા અભ્યાસક્રમો આધારિત ગુર્જરની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી 
રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના 
અનુભવી પ્રાધ્યાપકો દ્વારા તૈયાર થયેલ 
અને 
કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા 
પરામર્શ તેમજ સંપાદિત થયેલ 
 
નીચેના મુખ્ય વિષય ના તમામ મુદ્દાઓને આવરી લેતી
 ૬૦ કરતાં પણ વધુ પુસ્તિકાઓ ની 
એક અનોખી સંદર્ભે શ્રેણી:
 કેળવણી અને તત્વજ્ઞાન 
શૈક્ષણિક મનોવિજ્ઞાન 
શૈક્ષણિક ટેકનોલોજી 
શૈક્ષણિક વ્યવસ્થાપન 
બુનિયાદી અધ્યાપન 
બી.એડ તેમજ પીટીસી કોલેજના પ્રાધ્યાપકો, તાલીમાર્થીઓ, પ્રાથમિક-માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા શિક્ષણક્ષેત્રે કાર્ય કરતા સૌ કોઇને ઉપયોગી.
ગાંધી વાસરિકા

ગાંધી વાસરિકા

 
આપણા અંધારા દિવસોમાં આશાનું કિરણ બની ઝળહળી ઊઠનારાએ ગાંધી જ તો હતા
– ખાન અબ્દુલ ગફાર ખાન
 
 મારા જેવા કેટલાય કદાચ ક્રાંતિકારી હોઈ શકે, પણ છે તો બધા મહાત્માના પ્રત્યક્ષ કે પરોક્ષ શિષ્ય જ,  ન તો એથી કાંઇ વધુ કે ન ઓછું
 – હો ચી મિન્હ
 
 આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે હાડમાંસ નો બનેલો ગાંધી જેવો કોઈ માણસ આપણી વચ્ચે જન્મ્યો હતો
–  આલ્બર્ટ આઈન્સ્ટાઈન
 
 માનવજાતિએ જ આગળ વધવું હશે તો ગાંધી સિવાય છૂટકો નથી શાંતિ અને સદભાવ સભર વિશ્વ જ તો એમનું જીવન,  વિચાર અને કર્મનું પ્રેરણાસ્ત્રોત હતું. ગાંધીને અવગણવામાં જોખમ આપણા સિવાય બીજા કોઈને નથી.
–  ડોક્ટર માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર
 
 મહાત્મા ગાંધીને ગુમાવ્યા થી ભારત માતા પિડા અને શોકમાં ગરકાવ છે એમનાથી વિશેષ ભારતમાતા  અને ભારતીયોને કોઈએ ચાહ્યાં નથી. કોને મળી શકે મહાત્મા થી વધારે શાનદાર મૃત્યુ!
–  સી રાજગોપાલાચારી
 
 ગાંધી નું મૃત્યુ સાબિતી છે એની કે ખૂબ સારા ઓમ પણ કેટલું જોખમી છે!
–  જ્યોર્જ બનાર્ડ શો
 
 ગાંધીનો પ્રભાવ રાતદિવસ વધતો ચાલશે તેઓ આપણા વચ્ચે જીવંત માનવતા બની રહેશે
 ડો. શુમાકર – જર્મની
 
 વૈશ્વિક વિભૂતિઓ મહાત્મા ગાંધી માટે  અહીં જે કહે છે ‘તે ગાંધીજી’ ની સાચી ઓળખ મેળવવા માટે ગાંધી જીવન પ્રસંગ સંગ્રહ ગાંધી વાસરિકા ઉત્તમ આધાર છે.
સહજ આનંદચર્ય

સહજ આનંદચર્ય

 
આપણે સહુ આનંદસ્વરૂપ છીએ. જીવનમાં આપણે આનંદને શુદ્ધિ કરતા રહેવાની છે. સ્ત્રી-પુરુષનું સહજીવન આનંદની શુદ્ધિયાત્રા છે,  તે આનંદની નિરંતર યાત્રા, આનંદની ચર્ચા, આનંદચર્ય બની રહે તે સાધવાનું છે.
 
લગ્ન ચાર્ય પણ બ્રહ્મચર્ય જેવી જ એક સાધના છે ‘બ્રહ્મચર્ય’ જેવો અર્થસભર શબ્દો એ ભારતીય સંસ્કૃતિની એક આગવી દેણ છે.  ‘બ્રહ્મ’ એટલે સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલ પરમ ચેતન તત્વ.  તેને માર્ગે ચર્યા (ચાલવું),  એ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય  સ્ત્રી-પુરુષના સહજીવનનો નિષેધ  નહીં, સ્નેહસભર વિશુદ્ધ સહજીવનની યાત્રા છે.  લગ્નસંસ્થા એ માણસે ભરેલી એક અતિ ઉમદા અને મહત્વની છલાંગ છે.  લગ્ન-સંબંધ ના વિજ્ઞાન જેમ જ કળાનું ઘણું બધું ખેડાણ હજી બાકી છે.  તે માટે ઘણી તાલીમને કેળવણી ની જરૂર પડશે લગ્ન પ્રેમયોગની સાંસ્કૃતિક સાધન યાત્રા બની રહેવી જોઈએ.
 
 ‘સેક્સ નો અભાવ’ કે ‘સેક્સમય સ્વભાવ’ બંને ના વિકલ્પ એ શું ? એવું કોઇ પૂછે તો તેના હાથમાં આ પુસ્તિકા અર્પણ કરવી એ દિવ્ય ઘટના બની રહેશે. નવી પેઢીને આપણે ગાંધી-વિનોબા ની વાતો કહેવામાં થોડા નબળા પડીએ છીએ. આજની પેઢીને ટૂંકુ ને નકર જોઈએ છે, કે જે ઝડપથી  ગળે ઉતરી જાય. અને હા, એવું મળી જાય તો આજની પેઢી તેના પર આફરીન થવામાં દેર નથી કરતી.
 
આપણે સૌ આનંદ સ્વરૂપ છીએ. આનંદમાંથી જ પેદા થયાં ને આનંદમાં જ લીન થવાનાં. આનંદને લીધે જ જીવિત રહીએ છીએ. જીવન નર્યું આનંદચર્ય જ છે.
ગીતાદોહન

ગીતાદોહન

 
એક વિચાર આવ્યો કે  વિનોબાજીએ ગીતા પ્રવચનો આપ્યા અને પૂજ્ય સાને ગુરુજીએ એ લખીને આપણા સુધી પહોંચાડ્યાં, પણ આપણે જે નાની-નાની કણિકાઓ થી ‘ગીતા-પ્રવચન’ નું  ગીતાદોહન તારવ્યું છે  એને આપણે વ્યાપક ફેલાવો આપવો જોઈએ અને એ જે નાની-નાની કણિકાઓ અધ્યાય પ્રમાણેની તારી હતી તેની એક નાનકડી પુસ્તિકા તે આ ‘વિનોબાજીનાં ગીતા પ્રવચનોનું ગીતાદોહન’ છે.
 
 મારી એવી નમ્ર પ્રાર્થના છે કે ભવિષ્યની પેઢીને આ મહાન ગ્રન્થથી વંચિત રાખવાનો દોષ આપણે ન કરીએ અને એના માટે એની  એને સમક્ષ ગીતા પહોંચાડીએ અને આ સરળ-ગીતા એટલે વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ અને એ પ્રવચનમાં પ્રવેશ માટે આ ‘ગીતાદોહન’.
પ્રશ્નોપનિષદ

પ્રશ્નોપનિષદ

પ્રશ્નોપનિષદ

 જીવનમાં પ્રશ્ન શો છે,
 તે આપણને ખબર છે ખરી?
 જીવન આપણને જે પ્રશ્ન પૂછે છે તે સાંભળવા જેટલી ધીરજ આપણી પાસે છે ખરી? 
આપણે  કૃષ્ણની રાહ જોયા વગર જ જવાબ કરવા લાગીએ છીએ અને પરિણામે આપણને મળે છે કંઈક જુદું જ! ‘અર્વાચીન પ્રશ્નોપનિષદ’  એ પૂછનાર માટે છે;
 પરિણામ પણ સ્પષ્ટ છે: જે પૂછે તે પામે છે.’
 જે પૂછતો જ નથી તે કાં તો પરમજ્ઞાની છે ને કાં તો મૂઢ છે!
 આપણે તો અર્જુનની જેમ પ્રશ્ન પૂછનાર થવાનું છે બેધડક અને બિનચૂક  પૂછવું છે અને પ્રતિક્ષા કરવી છે કે કોઈ કૃષ્ણની કે જે ઉત્તરમાં આપણને આખી ‘ગીતા’ કહી જાય! આ પુસ્તક આવો જ વિનમ્ર પ્રયાસ છે. આપણે ‘પૂછતા નર પંડિત’ નથી થવું, આપણે તો પૂછતાં પૂછતાં પરમને પામવા છે.
મન જંજીર, મન ઝાંઝર

મન જંજીર, મન ઝાંઝર

 
વેદાંતના પાયાના બે પ્રશ્નો:
હું  હું કોણ છું? મારા જીવનનું લક્ષ્ય શું?
વેદાંતના પાયાના આ બે પ્રશ્નો હકીકતમાં વેદાંતે આપણને નથી પૂછવાના, આપણે આપણા મનને પૂછ્યા કરવાના છે! આપણે જીવનમાં કશું પામવા આવ્યા છીએ, ખાલી આંટો મારવા નહીં.
 
મકસદ વગર માણસ નહીં,
સમજ વગર સજીવ નહીં,
ઉદ્દેશ વગર ઉત્પતિ નહીં !
 
આપણને આવરણ વાળો નહીં, પણ આચરણ વાળો માણસ ગમે છે અને મારે તેવા બનવું છે, મારે મનનું inbox ખાલી રાખવી પડશે તો જ તેમાં સાત્વિક અને નૈતિક વિચારો ડાઉનલોડ થતા રહેશે.
life is a package deal. Accept and Enjoy it.
તેમાં જે ગમતું આવે તેને સાચવીને જીવવાનું.
તેમાં જે અણગમતું આવે તેને તારવીને જીવવાનો 
પણ જીવવાનું ભરચક અને ભરપૂર…
 
When you rule your mind,
you rule your world. 
અમૃતા ઇમરોઝ

અમૃતા ઇમરોઝ

 
હું વિચારવા લાગી કે એક દિવસ અમૃતા જી ઈમરોઝજી ને કહ્યું હતું, ‘ઈમરોઝ, તમે હજુ જુવાન છો. તમે જઈ ને ક્યાંક વસી જાઓ. તમે પોતાના રસ્તે જાઓ,  મારો શો ભરોસો  કેટલા દિવસ રહું ન પણ રહું.’
 
 ‘તમારા વગર જીવવું મરવા બરાબર છે અને હું મરવાનું નથી ઈચ્છતો,’ ઈમરોઝજીએ જવાબ આપ્યો હતો.
 
 એક દિવસ ફરી કોઈક  ઉદાસ ક્ષણે તેઓએ ઈમરોઝજીને કહ્યું હતું, ‘ તમે પહેલા દુનિયા કેમ નથી જોઈ આવતા?… અને જો તમે પાછા આવ્યા અને તમે મારી સાથે જીવવાનું પસંદ કર્યો તો પછી હું એ જ કરી છે તમે ઇચ્છશો.’
 
 ઇમરોઝ ઊઠ્યા અને તેઓએ તેમના રૂમમાં ત્રણ ચક્કર મારીને કહ્યું: લ્યો, હું આ દુનિયા જોઈ આવ્યો હવે શું  કહો છો?’
 
 આ વાતને યાદ  કરીને અમૃતા જી કહે છે: ‘આવા માણસને કોઈ શું કરે? હસે કે રોવે?
 
 અમૃતા અને ઇમરોઝ બંને માને છે કે  એમને ક્યારેય કોઇ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા ન હતી. એક વાર મેં ઇમરોઝ ને સીધેસીધું પૂછી લીધું,
 તો તેઓ બોલ્યા:  ‘એ પ્રેમી યુગલો કે જેને પોતાના પ્રેમ પર ભરોસો નથી હોતો તેને જ સમાજિક સ્વીકૃતિની  જરૂરત હોય છે. અમે બંને અમારા મનથી વિકૃત છીએ પછી સમાજને શું જરૂર છે?  અમારા કિસ્સામાં સમાજની કોઈ ભૂમિકા જ નથી અને સમાજની સામે જઈને શા માટે કહેતાં ફરીએ છીએ અમે એકબીજા માટે છીએ, અમે એકબીજાને પ્યાર કરીએ છીએ.’
મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો

મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો

 
દસ વર્ષે ધ્રુવજીના પગલે  ભાગનાર “ભાણજી” તે આજના એમ.એ. (ફિલોસોફી) થયેલા અધ્યાપક અને આધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સન્યાસી શ્રી ભાણદેવજી.
 
બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું,  ‘બેટા તું જે કરે છે એ બાપુ નું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી જવાની જરૂર નથી!’ હા, ત્યારથી અત્યાર સુધી નારાયણભાઈ દેસાઈએ બાપુ નું કામ કર્યું છે!
 
કેસરમા લઇ ગઈ મંદિરે પ્રતાપબાને,  અને પસલી નો દોરો ભગવાન શ્રી રામની મૂર્તિને બંધાવ્યો. છેલ્લા 75 વર્ષોથી પોતાના ભાઈ શ્રીરામે પ્રતાપ રાઠોડ ને સાત ગાંઠ ના દોરા ની સામે સાત ભવનું ભાથું બંધાવી દીધું છે.!
 
નાની-નાની ચેકચી ઘટનાઓએ કુન્દનિકા કાપડિયા અને અંતરની યાત્રા તરફ વળ્યા આજે પણ દિલમાં એક સત્ય ઘર કરી રહ્યું છે કે: truth is a pathless land.
 
‘ભગત અને સૂઝે છે બધું. બોલ્ય, તું ભણાવીશ આ છોકરાને?’  પુંજલભાઈ રબારી થી બોલાઈ ગયું:  ‘હા હું  ભણાવીશ…’  અને શરૂ થયો શિક્ષણયજ્ઞ.
 
મહેન્દ્ર મેઘાણી અને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દોળવાનો શોખ! ઘરનાં, પાડોશીનાં, મિત્રોનાં અનાજને ઘંટીમાં દળી દે.
 
આવા  મુઠ્ઠી  ઊંચેરા સો માનવ રત્નો ના જીવન પથ ના અદભુત દસ્તાવેજો આ પુસ્તકમાં છે.  અહીં આજની પેઢીનો ભારોભાર આદર અને આવતીકાલની પેઢી નો ભારોભાર આધાર છે.  હૃદયને સ્પર્શ કરતી વાતો અને  પ્રવાહી અભિવ્યક્તિ આ પુસ્તકનાં ઉડીને હૈયે બેસે તેવાં પાસાં છે
તમારી જાતને ઓળખો

તમારી જાતને ઓળખો

  • સેક્સની ગંદી બાબત ગણનારા સમાજ પ્રદેશ સ્વચ્છ ના હોઈ શકે
  • જાતીય જ્ઞાન શા માટે?
  • જાતીય શિક્ષણ એટલે શું?
  • પુરુષનાં  પ્રજનન અંગો
  • સ્ત્રીના પ્રજનન અંગો
  • તરુણાવસ્થા દરમિયાન શારીરિક વિકાસ
  • જાતીય વિકાસ ની અગત્ય ની પ્રક્રિયાઓ
  • સ્ત્રીના ગર્ભમાં બાળક નિર્માણ
  • ભ્રૂણની વિકાસ યાત્રા
  • સ્ત્રીના ગર્ભમાં બાળક નિર્માણ
  • સગર્ભાવસ્થા: વિકાસ અને પોષણ
  • પ્રસુતિ
  • સ્તનગ્રંથિઓ અને સ્તનપાન કેટલીક વિશિષ્ટ ઘટનાઓ
  • કુટુંબ નિયોજનની પદ્ધતિઓ
  • જાતીય રોગ
  • આ પણ જરૂરી છે
  • તમારી મૂંઝવણ  અમારી સમજણ
  • સેક્સ નું મનોવિજ્ઞાન
  • એક તરુણી ને પત્ર
વિચારની વસાહતો

વિચારની વસાહતો

 એક અથાક શબ્દો યાત્રા
 વાંચવા જેવી, વિચારવા જેવી, મમળાવવા જેવી વાતોની  ગોષ્ઠી
 
 
“ઓફલાઈન-ઓનલાઈન ચહેરાઓની ચડ-ઊતર,
 સમાજ-સંબંધોની  અરાજકતા,
 ગત-અનાગત ની ખેંચતાણ,
 સ્થળ-સમયની અસ્થિરતા…
ક્ષણના તકાજાઓ,
યુગ ના પડકારો,
ઓળખની કટોકટી,
તો ક્યારેક જાત સાથે
ક્યારેક જાત માટેની તોડજોડ
 અને
આખા  આયખાની દોડમદોડ…”
 
“આવી વેરવિખેર કરી નાખે તેવી સ્થિતિમાં સ્વસ્થ,
 કેન્દ્રસ્થ અને આત્મસ્થ રહેવા માટે વિશ્રામ ક્યાં લેવો?
એકાદ વિચારવૃક્ષ નીચે,
એકાદ વિચારખંડમાં,
એકાદ વિચારલોકમાં…!”
વીજળીના ચમકારે

વીજળીના ચમકારે

 
 
બાળક જન્મે કે તરત શ્રવણ નો આરંભ થાય છે.
        પછી કાલીઘેલી બોલીમાં કથન શરૂ થાય છે
        અને પ્રયત્નપૂર્વક ના પ્રયાસોથી લેખન હસ્તગત થવા લાગે.
બિડાયેલી કડીમાંથી પુષ્પ ખીલે તેનું વિજ્ઞાન સ્પષ્ટ છે.
         પરંતુ  કળીમાંથી કઈ પળે પુષ્પ થવાનું ઘટ્યું તે
         સમજવા જ્ઞાનીઓ મથે છે!…  આ મંથન તે જ શું જીવન?
આંખનાં પોપચાંને ઉઘાડ-બંધ થવાની ગ્રાફપોથી નથી હોતી,
          પણ આંખના સહજ પલકારામાં દુનિયા પલટાઈ જાય છે.
          આંખના પલકારા ની  સહજાનુભુતી વીજળીના ચમકારે થાય!
શિક્ષણ શ્રાવણ-કથન-લેખનનાં પગથીયા ચાલતું હશે, પરંતુ
          જીવન તો આંખના પલકારે કે વીજળીના ચમકારે ઘડાતું હોય છે!
સાચો શિક્ષકધર્મ – 2

સાચો શિક્ષકધર્મ – 2

 મારી દ્રષ્ટિએ શિક્ષક સાહિત્યિક હોવો જોઈએ. બીજું, મારી દ્રષ્ટિએ શિક્ષક સાંસ્કૃતિક હોવો જોઈએ અને  અને ત્રીજું, મારી દ્રષ્ટિએ શિક્ષક આધ્યાત્મિક હોવો જોઈએ. આ ત્રણ લક્ષણો જે પૂરા પાડી શકશે એ સાચો શિક્ષક અથવા તો શિક્ષકનો એ સાચો ધર્મ  હશે. ત્રણ જ.  હું શિક્ષક ને હંમેશા સાધક માનું છું; પછી એ પ્રાઇમરિ સ્કૂલ નો શિક્ષક હોય તે યુનિવર્સિટી મહાવિદ્યાલયના અધ્યાપકો હોય. પણ એક પહેલી શરત એ હોવી જોઇએ કે આ ક્ષેત્રમાં આવે એ સાધક હોવો જોઈએ.
સાચો શિક્ષકધર્મ

સાચો શિક્ષકધર્મ

પૂજ્ય મોરારીબાપુ

 “એક માતા નવ મહિના સુધી અંદર રહેલી ચેતનાનો જતન કરવા માટે ધ્યાન રાખે તો એક શિક્ષકને પાંત્રીસ કે ચાલીસ ચેતનાને વર્ષે જન્મ આપવાનો હોય છે  અને એ વખતે સાચા શિક્ષકને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ, ચાલવામાં ધ્યાન રાખવું જોઈએ, બેસવા માં ધ્યાન રાખવું જોઈએ, પૂછવામાં ધ્યાન રાખવું જોઈએ, પડખું ફેરવવા સુધીનું ધ્યાન રાખવું જોઇએ. નહીંતર એ ચેતના ને આપણે પૂર્ણ વિકસિત ન કરી શકીએ.”
“When a pregnant mother is careful about developing life within herself for 9 months, a teacher has to deliver about 35 to 40 new lives every year. Under the circumstances a true teacher has to be careful about his speech, gait, postures and turning sides. Otherwise we cannot fully developed that growing vitality”
 
સમયની આરપાર

સમયની આરપાર

 
1. ગુજરાત શું છે તે જાણવા માટે ગુજરાત બહાર જવું પડે
2. બોલો જોઈએ… અને કાયદો હાથમાં લીધો ન કહેવાય?
3. મારો ગુરુ હું પોતે, મારે વળી બીજા ગુરુ ની શું જરૂર?
4. બંધો તૂટે શા માટે? બંધનો ટકે શા માટે?
5. આપણે વરસાદ નું વાવેતર કરવું પડશે
6. ગૂગલ નહીં પણ ગુગળની સર્ચ કરવી પડશે
7.  ગુરુકૃપા વિના ભગવાન નો સંપર્ક ના થાય
8.  SMS ની મદદથી પરિવર્તનના બીજનું વાવેતર.
9.  ભગવાન અને પવિત્રતા ને કંઇ સંબંધ ખરો કે નહીં?
10. કડવું સત્ય: આપણી કુટુંબ વ્યવસ્થા થતી રહી છે
11.  જીવન એટલે દિપક દિપક સુધીની યાત્રા
12.  ભણેલી-ગણેલી રસ્તામાં કચરો ફેંકે તો એને એની  ખાલી વિધાના સમ
13.  જે ‘સરકાર’ કરે તે ‘અસરકારક’ કેમ નથી બનતું?
14.  જિંદગી ખરેખર  જીવેબલ છે, હો
15.   સીનેમેં જલન, આંખોમે તુફાન સા ક્યું હૈ?
16.  વેલેન્ટાઈન ડે:  મૈત્રી  માણવાની દિવ્ય ઘટના
17.  એક દીકરીને મૂંઝવતો પ્રશ્ન
18.  ખરા સમયે  દગો દે તે જ સાચો મિત્ર
19.  ઇતિહાસમાંથી આપણે  કશું શીખતા નથી
20.  ભ્રષ્ટાચારની આપણી વ્યાખ્યા શી?
21.  ક્યારે શું બોલવું અને ક્યારે શું ન બોલવું?
22.  બુદ્ધિ અને પ્રજ્ઞા: જમીન-આસમાનનો તફાવત
23.  માતૃસંસ્થા પ્રત્યેનો પ્રેમ:  જીવનની  બેનમૂન મૂડી.
શિક્ષક સપ્તક

શિક્ષક સપ્તક

  (શિક્ષકત્વની એક સબળ પેઢી)
 ઉષાબહેન જાની – અમ્રુત મોહત્સવ: પુસ્તિકા
 
 આચાર્ય કોણ છે? આચાર્યનાં ત્રણ લક્ષણો છે –  તે શીલવાન છે, પ્રજ્ઞાવાન છે, કરુણાવાન છે.
 શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, કરુણાવાન  મા હોય છે.  આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. માટે શિક્ષક માં સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ માટે પ્રેમ જોઈએ, વાત્સલ્ય જોઈએ, અનુરાગ જોઈએ. શિક્ષકને માટે શિષ્ય દેવો ભવ છે બાળકો એને માટે પ્રભુની મૂર્તિ છે
 –  વિનોબા
સમતોલ આહાર અને સ્વાસ્થ્ય

સમતોલ આહાર અને સ્વાસ્થ્ય

અનુક્રમ

1. આહાર અને પોષણ
2. પોષક ઘટકો અને તેનાં કાર્યો
3. સમતોલ આહાર અને તેની આવશ્યકતા
4. વિશેષ પરિસ્થિતિમાં સમતોલ આહાર ની આવશ્યકતા
5.  આહારમાં પોષક તત્વોની જાળવણી
6.  આહારસંબંધી રોગો
7.  ખોરાકમાં ભેળસેળ
8.  સ્વાસ્થ્ય અને રોગ
નાની પાટીમાં શિલાલેખ

નાની પાટીમાં શિલાલેખ

માનવ વર્તનના ઘડવૈયાઓ
 
જીવતા જીવતા શીખવાનું છે
શીખતા શીખતા જીવવાનું નથી
 
આજની જુવાન પેઢીને  પ્રશ્ન થાય છે કે: અમારે કોના માર્ગે    ચાલવું?  અમે આદર્શ ગણી શકીએ તેવા વિરલ અને ‘જરા હટકે’ વ્યક્તિત્વો ક્યાં છે? આ પુસ્તક  તે પ્રશ્નનો જવાબ છે અને તે પણ નક્કર, ખોખલો નહીં, અનુભવ જ નહિં, પણ અનુભવસિદ્ધ;  માત્ર કહેવાયેલો નહીં, પરંતુ જીવાયેલો.  આપણે પ્રાર્થના કરીએ કે ગુજરાતી ની ધરતી પર આવા હટકે શિક્ષકત્વ અવતરતા જ રહે,  ખરા દિલની પ્રાર્થના સાંભળવા ભગવાન  પણ અધીરા હોય છે!  
નાગમણિ

નાગમણિ

 

પંજાબી અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં જેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, તે ‘નાગમણી’ નવલકથા ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રગટ થઈ રહી છે.  પરલોકવાસી બે પ્રેમી હૈયા ના કશ્મકશની આ રોમાંચક કથા વાચકને ભાવમુગ્ધ કરે છે. અમૃતા પ્રીતમની મૂળ કથા જેટલી રસપ્રદ, સંવેદન સફર અને બિન્દાસ શૈલીમાં રજૂ થઈ હતી, એવી જ માવજત ડો. ભદ્રાયુ વછરાજાની એ તેના અનુવાદમાં કરી છે. 
 
 આજે નવલકથામાં નવીનતા અને ઘટનાવૈવિધ્યનો અભાવ વિશેષ જોવા મળે છે, એવા સંજોગોમાં ‘નાગમણી’ નું પ્રકાશન સીમાચિન્હ બની રહેશે.  ગુજરાતી વાચકોને આ નિમિત્તે એક નવી શૈલી અને તાજગીસભર કથા મળી છે એ ગુજરાતી સાહિત્ય માટે પણ ગૌરવની ઘટના ગણાશે.
 
 ડો. ભદ્રાયુ વછરાજાની શિક્ષણકાર અને સાહિત્યકાર હોવાને કારણે શિસ્ત અને  શિષ્ટતા નો એમના વ્યક્તિત્વમાં સહજ સંગમ થયેલો જોઈ શકાય છે. 
 તેમના આ અનુવાદ કાર્યને ગુજરાતી વાચકો  હૃદયપૂર્વક  બિરદાવશે જ.
લોકભારતી-સણોસરા અને તેના માનવીય આધારસ્તંભો

લોકભારતી-સણોસરા અને તેના માનવીય આધારસ્તંભો

 

         શાળાનું કામ તો માનવીઓનું ચણતર કરવાનું છે.  એવાં માનવીઓનું ચણતર કરવાનું છે કે જેમનામાં ભવ્યતા છે, ઉચ્ચતા છે; જેમને પોતાનું હૃદય, પોતાનો અંતરાત્મા છે; જેમણે જીવવા અને મરવા માટેના આદર્શો પોતાની આંખ સામે રાખેલા છે; જેમની પાસે સાચું બોલવાની હિંમત છે, નિરાશા અને ભયંકરતાનો સામનો કરવાની અખૂટ તાકાત છે, જેમની પાસે દ્રષ્ટિ છે, જેમણે અંતરાત્માને સાક્ષી રાખી અને ઈશ્વરને માથે રાખી, સેવા અને સમર્પણની ભાવનાથી કામ કરવાનું વ્રત લીધેલું છે.
–  પ્ર. ત્રિવેદી
ગુજરાતનાં શિક્ષણતીર્થો

ગુજરાતનાં શિક્ષણતીર્થો

 

કંઈક ઉતાર-ચડાવ જોયા છતાં આ તો ગરવી ગુજરાત છે,  જેણે સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા…
 
50 વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રચલિત થઈ ગઈ અને તે જ્યોત શિક્ષણ દિપની…  પચાસ વર્ષો અને તેનાથી પણ પહેલાં, શિક્ષણનાં અગ્રીમ ક્ષેત્રે વિરલ પ્રદાન કર્યું અનેક શિક્ષણસંસ્થાઓએ…  1910 થી 2010 સુધીનાં સો વર્ષોમાં કેળવણીનું બુનિયાદી અને આધુનિક વલોણું  ફેરવ્યું  કેટકેટલી સંસ્થાઓએ… યાદી કરીએ અને તેમના પ્રદાનને વર્ણવીએ તો અનેક મહાન નિબંધ તૈયાર થાય.
 
જ્યાં પ્રેમ-જ્ઞાન-બંધુતા ની નદી વહેતી હોય ત્યાં જે સ્થાનક  હોય તેને ‘તીર્થ’ કહેવાય ગુજરાતમાં આવા અસંખ્ય તીર્થો છે. મા સરસ્વતી નદીના કિનારે પાંગરેલાં શિક્ષણતીર્થ ની જાત્રા કરવાના ઉદ્દેશ્યથી તૈયાર થયું છે આ પુસ્તકઃ  ગુજરાતના શિક્ષણતીર્થો.
કોઈ પ્રાચીન છે કોઈ અર્વાચીન છે કોઈ બુનિયાદી શિક્ષણના તીર્થો છે તો કોઈ ટેકનોલોજી ના મંદિરો છે… કોઈ વિદ્યાલય, કોઈ મહાવિદ્યાલય તો કોઈ વિશ્વ વિદ્યાલય… છેક લાંબા ગાળાથી કાર્યરત સંસ્થા હોય કે પછી હમણાં ના દશકામાં શરૂ થયેલી પણ ગુજરાતને રાષ્ટ્રના નકશામાં ગૌરવભેર મૂકી આપતી શિક્ષણ સંસ્થાઓની વિગતોને આ પુસ્તકમાં શબ્દબદ્ધ કરેલ છે.
 
 ‘ગુજરાતના શિક્ષણતીર્થો’ એક પુસ્તક નથી, યાત્રા છે અને આ યાત્રા ગુજરાત તથા ગુજરાતીને બત્રીસે કોઠે દીવા પ્રગટાવે છે એ નક્કી છે.
ગુજરાતનું શિક્ષણાવલોકન

ગુજરાતનું શિક્ષણાવલોકન

1960 થી  2010… પચાસ વર્ષોની મજલ કાપી ગુજરાત રાજ્યે…
પચાસ વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રજ્વલિત થતી ગઈ અને તે જ્યોત શિક્ષણ દીપની..  ગુજરાતનું શિક્ષણ ‘ક્યાંથી ક્યાંય’ સુધી પહોંચી ગયું.. ગુજરાતની શિક્ષણયાત્રાને અવલોકનો નમ્ર પ્રયાસ એટલે ‘ગુજરાતનું શિક્ષણાવલોકન’..
અહીં શિક્ષણમાં ગુજરાત ક્યાં હતું, તેના બદલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ક્યાં છે અને ક્યાં પ્રગતિ કરી રહ્યું છે તેના પર દ્રષ્ટિ માંડવામાં આવી છે.
‘ગુજરાતનું શિક્ષણાવલોકન’ બે દ્રષ્ટિએ પેશ થયું છે:
શબ્દોના સથવારે અને આંકડાઓની આંગળીએ…
આ પુસ્તકના પ્રથમ ભાગમાં શબ્દો દ્વારા – વિવેચન દ્વારા ગુજરાતના શિક્ષણને અવલોક્યું છે, તો પુસ્તકના બીજા ભાગમાં આંકડાની આંગળી પકડીને ગુજરાતનાં શિક્ષણની સફર કરી છે. અહીં વર્ષવાર અનુક્રમ આપી વિગતો મૂકવાને બદલે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણ ક્ષેત્રો વિશેના અભ્યાસલેખો ની મદદથી  લેખકે અવલોકન કરવાનું પસંદ કર્યું છે.
ગુજરાતનું આ ગરવું શિક્ષણાવલોકન છે, તેમ કહ્યા વગર રહી ન શકાય તેવું આ પુસ્તક છે.
વ્યક્તિત્વ અને સ્વવિકાસ

વ્યક્તિત્વ અને સ્વવિકાસ

શિક્ષણ પ્રશિક્ષણ ના નવા અભ્યાસક્રમ આધારિત
ગુજર ની કેળવણી વિષયક અદ્યતન સંદર્ભશ્રેણી
રાજ્યની વિવિધ વિસ્તારની તાલીમી કોલેજોના અનુભવી પ્રધ્યાપકો દ્વારા તૈયાર થયેલ
અને
કેળવણી ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો દ્વારા પરામર્શ  તેમજ સંપાદિત થયેલ
નીચેના મુખ્ય વિષયો ના તમામ મુદ્દાઓને આવરી લેતી ૬૦ કરતાં પણ વધુ પુસ્તિકાઓ ની  એક  અનોખી સંદર્ભ શ્રેણી
કેળવણી અને તત્વજ્ઞાન
શૈક્ષણિક મનોવિજ્ઞાન
શૈક્ષણિક ટેકનોલોજી
શૈક્ષણિક વ્યવસ્થાપન
બુનિયાદી અધ્યાપન
બી.એડ તેમજ પીટીસી કોલેજના પ્રાધ્યાપકો,  તાલીમાર્થીઓ, પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતા સૌ કોઇને ઉપયોગી
માતૃભાષાનું મહિમાગાન

માતૃભાષાનું મહિમાગાન

માતૃભાષાનું મહિમાગાન
 
શું સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ? તમે સફળ કોને કહો છો?
 
સ્વામી વિવેકાનંદને સફળ કહો છો? કે માતૃભાષામાં ભણ્યા અને છતાં શિકાગોની ધર્મ પરિષદમાં અંગ્રેજીમાં બોલ્યા હતા?…
 
મહાત્મા ગાંધીના અનુયાયી એવા બર્માના આન સાન સૂ કી, નેલ્સન મંડેલા, ઓબામાને નોબલ પારિતોષિક મળેલ. મહાત્માથી લઈને ઓબામા સુધીના સૌ માતૃભાષામાં ભણેલા.
 
રવીન્દ્રનાથ ટાગોર, સી.વી. રામન,  અમર્ત્ય સેન અને વેંકટ,  ભારતના આ ચાર નોબેલ પારિતોષિક વિજેતાઓ માતૃભાષામાં ભણ્યા હતા.
 
ટાગોરે અમર્ત્ય સેનનું નામકરણ કરેલું અને આશિર્વાદ આપેલા કે:  ‘મને જેમ નોબેલ મળ્યું તેમ આ બાળકને પણ નોબેલ મળે.’
 અમર્ત્ય સેનના પિતાએ પૂછયું: ‘ગુરુદેવ, હું એવું શું કરું કે મારા બાળકને નોબલ પારિતોષિક મળે?’ રવીન્દ્રનાથ જવાબ આપ્યો: ‘તારાં બાળકને બંગાળીમાં ભણાવજે!!’
 
બોલો, તમે સફળ કોને ગણશો?… અંગ્રેજી માં ભણે તેને જ, કે પછી સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, આન સાન સૂ કી,  નેલ્સન મંડેલા, રવીન્દ્રનાથ ટાગોર, સી. વી. રામન,   આમર્ત્ય સેન અને  વેંકી જેવા નોબેલ પારિતોષિક વિજેતાઓ કે જેઓ પોતાની માતૃભાષામાં ભણ્યા છે,   તેને ?…
 
ચણભણ

ચણભણ

અનુક્રમ

એવરી ડે ઈઝ વેલેન્ટાઈન ડે !!
અજ્ઞાન: જ્ઞાનની પૂર્વશરત
દિપક થી દિપક સુધી..
માણસનો સ્વભાવ
સબળો અધિકારી આપણી નસીબદારી
માતૃભાષાનું બાળમરણ! અંગ્રેજી નું આક્રમણ!
નવું શૈક્ષણિક વર્ષ અને શિક્ષકત્વ
આપણી સંવેદનશીલતા?!
તૃપ્ત થઈ એટલે લુપ્ત થવું
સાંવેગોનું અધ્યાપન
મન મળે ત્યાં મેળો
આવશ્યકતા છે: શૈક્ષણિક આધ્યાત્મિકતાની
વિસ્મયની સંદૂક
સાંવેગિક  બુદ્ધિચાતુર્ય
શું જીવવિજ્ઞાન બદલાઈ રહ્યું છે?
સાચો વારસો
હૃદય નું અસ્તિત્વ
ક્ષમતાઓ થી છલોછલ હોવું: એક અભિશાપ!
ઉત્સવ ઘેલા: જના:
પરિવર્તન જ સ્થાયી ભાવ
આવતી પેઢીને સાચુકલા માર્ગે કોણ વાળશે?
સામાજિક પરિવર્તનનું શ્રેષ્ઠ માધ્યમઃ શિક્ષણ
હૈયું મસ્તક હાથ

હૈયું મસ્તક હાથ

 

 સ્વનિસબતની સંવાદયાત્રા

લગભગ સાડા ત્રણ દાયકાના આત્મીય અનુભવ પરથી મને સમજાયું છે કે ચારિત્ર્ય-મૂલ્ય-નૈતિકતા વગેરે બાબતો વ્યાખ્યાનોથી કે ઉપદેશોથી સમાજમાં પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી. આ બાબતમાં, હૃદય સોંસરવા ઉતરે તેવા વાર્તા કે પ્રસંગ વધુ સચોટ અને પરિણામલક્ષી પુરવાર થાય છે.  વળી, વાર્તા વાંચીને કે સાંભળીને તેના પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તો પણ અર્થ સરતો નથી.
 ચોટદાર વાર્તા કે પ્રસંગ વાંચીને તેના કેન્દ્રવર્તી વિચાર બીજ પર હૈયું, મસ્તક અને હાથ ની કશીક પ્રવૃત્તિ શરૂ થાય તો જ કશી નિસ્બત નું સર્જન થાય.  ‘હૈયું-મસ્તક- હાથ’ એટલે 105 કહાની ના સહારે વ્યક્તિની નિસ્બત, નવતા, અને નિષ્ઠાને ઢંઢોળવાનો પ્રયાસ.
 
 ‘હૈયું-મસ્તક-હાથ’ એક બેઠકે વાંચી જવા નું પુસ્તક નથી આ તો બે સાથીઓ કે બે સહકાર્યકરો કે બે અપરિચિત વ્યક્તિઓએ સાથે બેસીને વાગોળવાની પ્રયોગપોથી છે. આ પુસ્તકમાં 105 નાની-નાની કહાનીઓ જ નથી… જીવન જીવવાની દિશાઓ ખોલી આપતી 105 ચરિત્ર કથાઓ છે રોજ એક કહાની અને તે કહાની પર આત્મખોજ! ‘હૈયું-મસ્તક-હાથ’ Human Resource Management and Training  માટે 105 મૉડ્યૂલ્સ આપતી practice book છે.  આ પુસ્તક હૈયામાં સૂઝે તેટલા ઉપયોગો, મસ્તકમાં આવે તેટલા વિચારો અને હાથને જચે તેટલી પ્રવૃત્તિઓનો સંદર્ભગ્રંથ છે.
એક નર એક નારી

એક નર એક નારી

To contribute to the total healthy development of the Individual.

In physical, mental, emotional, sexual, social, culture spheres. By providing knowledge, an understanding of :-

  1. Biological medical ethical, psychological and social culture aspect of sexuality in relation both to individual and interpersonal behaviour and the to social development.
  2. Sexual health and hygiene.
આહાર અને આરોગ્ય

આહાર અને આરોગ્ય

આહાર અને પોષણ

 

સજીવ પદાર્થો માટે ખોરાક આવશ્યક છે વનસ્પતિ ની વૃદ્ધિ માટે જમીનમાંના પોષકો, પાણી, હવા અને સૂર્યપ્રકાશની જરૂર છે.  આમાંથી કોઈપણ એક ન હોય તો પણ છોડ જીવંત રહી શકતો નથી ખેતીનો વૈજ્ઞાનિક વિકાસ થયો છે તેથી જુદા જુદા પાકો માટે કયા પ્રકારની જમીન જોઈએ અને તેને કેવી માવજતની જરૂર છે તે ખેડૂતો સારી રીતે જાણે છે.

આપણે જાણીએ છીએ કે ખેત પાળેલા પ્રાણીઓના આરોગ્ય, શારીરિક વિકાસ અને તેઓના કાર્યશીલતા, તેઓના આહારમાં લેવાના લેવાતા ખોરાક ની જાત વગેરે યોગ્યતા પર આધારિત છે.  અલ્પા પોષણ મેળવેલ પ્રાણીઓની ચામડી પરના વાળ ખરી પડે છે તેઓની આંખો તેજસ્વિતા વિનાની અને દેખાવ પણ નબળો હોય છે.

સજીવો માટે જોઈતા પોષણ અંશતઃ તેના સંઘટનો  પર અને અંશતઃ કેટલાક પુસ્તકો માંથી પેશીમાંના સંઘટકો  બનાવવાની ક્ષમતા પર આધારિત છે.

પ્રત્યેક પ્રજાના આહારની બાબતમાં આ આચાર વિચારમાં તફાવત હોવાથી અનાજ, કઠોળ, શાક, ફળ, સૂકોમેવો, દૂધ, માંસ, મચ્છી, મરચાં, ઈંડા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ આહારમાં થાય છે. કેટલીક પ્રજામાં પ્રાણી જ પદાર્થો વર્જ્ય હોય છે, જ્યારે  એસ્કિમો અને શિકારી પ્રજા જેવી જાતિઓ મુખ્યત્વે માંસ અને મચ્છી પર જીવે છે; પરંતુ શું ખાવું, કેટલું ખાવું,  કેટલી વાર ખાવું , કેવી રીતે ખોરાક તૈયાર કરવો, ખોરાકમાં જુદા જુદા તત્વનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તે પ્રમાણ ઓછું કે વધુ થાય તો શું થાય; બાળકો, બહેનો, કુમારો, યુવકો, વૃદ્ધ, શ્રમજીવીઓ વગેરેની ખોરાકની અને પોષક તત્વોની જરૂરિયાત કેટલી હોય છે; આ બધા પ્રશ્નોનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા આપણે ક્રમબદ્ધ વિગતો મેળવીશું.

 વ્યાખ્યા

અન્ન કે આહારની અનેક વ્યાખ્યાઓ થઈ છે પણ તે માની કોઈ સંપૂર્ણ રીતે સુસંગત જણાઈ નથી ૧૮મી સદીમાં વોઈટે આપેલી વ્યાખ્યા કંઈક અંશે સ્વીકાર્ય છે: “આહાર એટલે શરીરમાં સમતા અને સ્વાસ્થ્ય જાળવે તથા  તેની વૃદ્ધિ કરે એવી પથ્ય ખાદ્ય ચીજોનો સમાહાર.”  હકીકતમાં તો આપણે જે ખાઈએ છીએ  ને જેનો  આપણું શરીર ઉપયોગ કરે છે તે આહાર છે ખોરાકની જરૂરિયાત જિંદગીની શરૂઆત સાથે જ શરૂ થાય છે કારણ કે માત્ર આહાર દ્વારા જ આપણને જીવન અને વૃદ્ધિ માટે આવશ્યક રાસાયણિક ઘટકો મળે છે.

 

માર્ગદર્શન અને સલાહ

માર્ગદર્શન અને સલાહ

પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશન યોજિત
શૈક્ષણિક સંદર્ભશ્રેણી

 

 પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે શિક્ષકોને અને પ્રશિક્ષણ મહાવિદ્યાલયો તેમજ અધ્યાપન મંદિરોમાં દીક્ષા લેતા તાલીમાર્થી ભાઈ-બહેનોને ઉપયોગી થાય તેવા શિક્ષણ સાહિત્યને પિરસવાનું  ઉચિત   ઠરાવ્યું છે.  ગુજરાતી ભાષામાં શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે ખરું પરંતુ શિક્ષકો ને એમના વ્યવહારમાં એક પ્રકારની વ્યવસાયિક સજ્જતા પૂરી પાડવાના આશયથી શિક્ષણ સાહિત્યનાં પુસ્તકો શાળા, કોલેજો અને શિક્ષકો સુધી પહોંચાડવાનો આ પ્રકારની પદ્ધતિથી પ્રારંભ કર્યો છે.
 પ્રત્યેક પુસ્તક  શિક્ષણની સંકલ્પનાઓ, સિદ્ધાંતો,  ઉપપત્તિ , પ્રયોગો તેમજ વિવિધ પ્રવિધિઓનો પરિચય કરાવે છે.  અભિપ્રાયો અને માન્યતા ને પ્રાધાન્ય નહીં આપવા વ્યવહારુ સમજ આપવાના ઇરાદાથી આ પ્રકારે પુસ્તક પરિચય કરાવવાનો પ્રયત્ન શરુ કર્યો છે.  શિક્ષણ દર્શનથી માંડી મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક અભિગમ દર્શાવતી આ પ્રકારની પુસ્તક-શ્રેણી શિક્ષકના વ્યવસાય માં એક શ્રદ્ધાનું બળ આપશે એવી શ્રધ્ધાથી વાચનસામગ્રીનો અભાવ દૂર કરવા અને શિક્ષણ સાહિત્યને અને શાસ્ત્રીય સ્વરૂપે રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ છે.
 આ શ્રેણીમાં કેટલાક અંગ્રેજી ભાષામાં લખાયેલ પુસ્તકોના અનુવાદ ને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
 આ પ્રકારના પ્રકાશનું અન્ય દેશોના શિક્ષણ જગતના વ્યવહારને આપણા વાચક વર્ગ સુધી લઇ જવાનો એક પ્રયાસ છે.
 આ પુસ્તક શ્રેણીને વિશેષ સમૃદ્ધ કરવાના આશયથી તજજ્ઞોની મદદ દ્વારા શિક્ષણ સાહિત્યમાં વિવિધતા લાવી વ્યવસાયિક શાસ્ત્રીયતા થી સૌ કોઈને વાકેફ કરવાનો છે.
સામાન્યતઃ હવે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો ના યુગમાં વાંચન શોખ ઓસરતો જાય છે એવી ચિંતાને દૂર કરવા શિક્ષણનું શાસ્ત્રીય જ્ઞાન સરળ, સાદી અને રુચિકર ભાષામાં રજૂ કરવા ફાઉન્ડેશન પ્રયત્નશીલ રહેવા ઈચ્છે છે.
નવા વિચારો, નવા પ્રયોગો, અનુભવો વગેરેથી શિક્ષકો અને શિક્ષણમાં રસ લેતા સૌ કોઈને શિક્ષણની સાચી સમજ આપવાનો એક અભિગમ ફાઉન્ડેશને શરૂ કર્યો છે

 

વિજ્ઞાન શ્રવણ

વિજ્ઞાન શ્રવણ

વિજ્ઞાન શિક્ષણ રેડીયો દ્વારા

રેડિયો તકનીકી અગ્રીમતા નું પરિણામ છે તો વિજ્ઞાન તકનીકી ક્ષેત્ર નું મૂળ છે આપણે રેડિયો દ્વારા વિજ્ઞાન શિક્ષણ આપીને કારણ અને પરિણામનો સમન્વય કરીએ છીએ આ બંનેના સંક્રમણ સમયે કેટલીક બાબતો થી સજાગ બનાવવાની આવશ્યકતા રહેલી છે જેની અહીં ટૂંકમાં ચર્ચા કરેલ છે.

વિજ્ઞાન પ્રયોગશીલ વિષય છે. અન્ય અભ્યાસ વિષય કરતા તે અલગ તત્વ રૂપ ધરાવે છે વિષય તરીકે વિજ્ઞાન ની બાંધણી અન્ય વિષયો કરતાં ઘણી રીતે અલગ છે તેથી જ વિજ્ઞાનના રેડીયો પાઠ તૈયાર કરવા એ અતિ સરળ ઉપક્રમ નથી. માત્ર વાર્તાલાપ કે વક્તવ્ય માટે ની સ્ક્રિપ્ટ કે ગુજરાતી-હિન્દી-ભૂગોળ જેવા વિષયોની સ્ક્રિપ્ટ કરતાં વિજ્ઞાન પાઠ લેખન વિશિષ્ટ કૌશલ્ય માંગી લે છે.

વિજ્ઞાન શિક્ષણના પાયારૂપ તત્વો-પ્રયોગો અવલોકનો નિષ્કર્ષ, સિદ્ધાંતોની સાબિતી, કેટલીક ગાણિતિક સંકલ્પનાઓ ને રેડિયો દ્વારા રજુ કરવા મહદંશે અશક્ય છે. જ્યાં ‘ચોક’ ની જરૂર પડે ત્યાં ‘ટોક’થી નહીં ચાલે આથી –

• એવા વિજ્ઞાન વિષયવસ્તુને જ રેડિયો-પાઠના વિષય તરીકે પસંદ કરવું કે જેના ઉપર જણાવ્યા તે તો હાજર ન હોય.

• પસંદ કરેલા વિષયવસ્તુની રજૂઆતમાં સખત કાળજી લેવી

• વિજ્ઞાન પાઠ માં ભાષાની ઝાકઝમાળને સ્થાને વિષયવસ્તુની નકર રજૂઆતને સ્થાન આપવું.

• યોગ્ય વિષયવસ્તુ માટે અતિ યોગ્ય સ્વરૂપ પસંદ કરવું.

• જટિલ સંકલ્પનાઓ ના એક એક મુદ્દાને વિશ્લેષિત કરી પ્રશ્નોત્તરી કે વિશદ ચર્ચા દ્વારા રજુ કરવી.

• શિક્ષકને રેડીયો પાઠમાં અન્ય પાત્ર રૂપે રજૂ કરીને વાત મૂકવાથી વધુ સુદ્રઢતા આવી શકે તેવા પ્રયત્નો કરવા.

• એક કાળજી ખાસ રાખવી કે-
વિષયવસ્તુની રજુઆત સારી બનાવવા રખેને કૃત્રિમતા આવી જાય! આ બાબતથી અવશ્ય દૂર રહેવું.

• સ્ક્રિપ્ટમાં શક્ય તેટલી જીવંતતા લાવવા મધ્ય ઉદાહરણ તરીકે,

1) કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કે અન્ય કોઈ વાયુઓની પ્રયોગશાળામાં બનાવટના વિષયવસ્તુને રેડીયો પાઠ દ્વારા રજૂ ન કરીએ તે શ્રેષ્ઠ.

2) રસાયણશાસ્ત્રના પ્રયોગોને સ્થાને, વાયુઓ ના ઉપયોગો કે બનાવટમાં રાખવાની સાવચેતી કે પ્રયોગશાળાની શિસ્ત વગેરે મુદ્દાઓને રેડીયો પાઠ અર્થે પસંદ કરી શકાય.

3) ભૌતિક વિજ્ઞાન કે જીવવિજ્ઞાન કે પર્યાવરણના કેટલાક વિષયાંગોને રેડિયો-પાઠ દ્વારા રજૂ કરી શકાય..
તેમાં પણ-ન્યુટનના ગતિ ના નિયમો વર્ણવી જવાને બદલે રોજિંદા જીવનની વિવિધ ઉદાહરણો દ્વારા નિયમો ની રજૂઆત રસપ્રદ અને વધુ ગ્રાહ્ય બને.

રેડિયો દ્વારા વિજ્ઞાન શિક્ષણનો પાયાનો ઉદ્દેશ્ય વિજ્ઞાન શીખવાનો ન રાખતા વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવો રાખવો અતિ ઉચિત છે…

પ્રેમાવતરણ

પ્રેમાવતરણ

ચપટીક લીધો મેં પ્રેમ રાધાનો

ને ચપટીક લીધી મેં ભક્તિ મીરાંની

ને પછી રેડી બે’ક ચમચી રુક્મણિનાં આસુંની…. પછી જે બન્યું અમ્રુત પ્રેમનું

– એ તને પાયું!

ગમ્યું?