
આપણે સહુ આનંદસ્વરૂપ છીએ. જીવનમાં આપણે આનંદને શુદ્ધિ કરતા રહેવાની છે. સ્ત્રી-પુરુષનું સહજીવન આનંદની શુદ્ધિયાત્રા છે, તે આનંદની નિરંતર યાત્રા, આનંદની ચર્ચા, આનંદચર્ય બની રહે તે સાધવાનું છે.
લગ્ન ચાર્ય પણ બ્રહ્મચર્ય જેવી જ એક સાધના છે ‘બ્રહ્મચર્ય’ જેવો અર્થસભર શબ્દો એ ભારતીય સંસ્કૃતિની એક આગવી દેણ છે. ‘બ્રહ્મ’ એટલે સચરાચર સૃષ્ટિમાં વ્યાપેલ પરમ ચેતન તત્વ. તેને માર્ગે ચર્યા (ચાલવું), એ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય સ્ત્રી-પુરુષના સહજીવનનો નિષેધ નહીં, સ્નેહસભર વિશુદ્ધ સહજીવનની યાત્રા છે. લગ્નસંસ્થા એ માણસે ભરેલી એક અતિ ઉમદા અને મહત્વની છલાંગ છે. લગ્ન-સંબંધ ના વિજ્ઞાન જેમ જ કળાનું ઘણું બધું ખેડાણ હજી બાકી છે. તે માટે ઘણી તાલીમને કેળવણી ની જરૂર પડશે લગ્ન પ્રેમયોગની સાંસ્કૃતિક સાધન યાત્રા બની રહેવી જોઈએ.
‘સેક્સ નો અભાવ’ કે ‘સેક્સમય સ્વભાવ’ બંને ના વિકલ્પ એ શું ? એવું કોઇ પૂછે તો તેના હાથમાં આ પુસ્તિકા અર્પણ કરવી એ દિવ્ય ઘટના બની રહેશે. નવી પેઢીને આપણે ગાંધી-વિનોબા ની વાતો કહેવામાં થોડા નબળા પડીએ છીએ. આજની પેઢીને ટૂંકુ ને નકર જોઈએ છે, કે જે ઝડપથી ગળે ઉતરી જાય. અને હા, એવું મળી જાય તો આજની પેઢી તેના પર આફરીન થવામાં દેર નથી કરતી.
આપણે સૌ આનંદ સ્વરૂપ છીએ. આનંદમાંથી જ પેદા થયાં ને આનંદમાં જ લીન થવાનાં. આનંદને લીધે જ જીવિત રહીએ છીએ. જીવન નર્યું આનંદચર્ય જ છે.