
આપણા અંધારા દિવસોમાં આશાનું કિરણ બની ઝળહળી ઊઠનારાએ ગાંધી જ તો હતા
– ખાન અબ્દુલ ગફાર ખાન
મારા જેવા કેટલાય કદાચ ક્રાંતિકારી હોઈ શકે, પણ છે તો બધા મહાત્માના પ્રત્યક્ષ કે પરોક્ષ શિષ્ય જ, ન તો એથી કાંઇ વધુ કે ન ઓછું
– હો ચી મિન્હ
આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે હાડમાંસ નો બનેલો ગાંધી જેવો કોઈ માણસ આપણી વચ્ચે જન્મ્યો હતો
– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
માનવજાતિએ જ આગળ વધવું હશે તો ગાંધી સિવાય છૂટકો નથી શાંતિ અને સદભાવ સભર વિશ્વ જ તો એમનું જીવન, વિચાર અને કર્મનું પ્રેરણાસ્ત્રોત હતું. ગાંધીને અવગણવામાં જોખમ આપણા સિવાય બીજા કોઈને નથી.
– ડોક્ટર માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર
મહાત્મા ગાંધીને ગુમાવ્યા થી ભારત માતા પિડા અને શોકમાં ગરકાવ છે એમનાથી વિશેષ ભારતમાતા અને ભારતીયોને કોઈએ ચાહ્યાં નથી. કોને મળી શકે મહાત્મા થી વધારે શાનદાર મૃત્યુ!
– સી રાજગોપાલાચારી
ગાંધી નું મૃત્યુ સાબિતી છે એની કે ખૂબ સારા ઓમ પણ કેટલું જોખમી છે!
– જ્યોર્જ બનાર્ડ શો
ગાંધીનો પ્રભાવ રાતદિવસ વધતો ચાલશે તેઓ આપણા વચ્ચે જીવંત માનવતા બની રહેશે
ડો. શુમાકર – જર્મની
વૈશ્વિક વિભૂતિઓ મહાત્મા ગાંધી માટે અહીં જે કહે છે ‘તે ગાંધીજી’ ની સાચી ઓળખ મેળવવા માટે ગાંધી જીવન પ્રસંગ સંગ્રહ ગાંધી વાસરિકા ઉત્તમ આધાર છે.