#ભદ્રગીતા :: #શ્રીમદ્_ભગવદ્_ગીતા::#કલ્યાણમય_ગીતા
bhadra-geeta
January 2025
લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
#ભદ્રગીતા :: #શ્રીમદ્_ભગવદ્_ગીતા::#કલ્યાણમય_ગીતા
ભગવાન શ્રી કૃષ્ણ અને પાર્થ શ્રી અર્જુન વચ્ચેના દિવ્યતમ સંવાદનો વૈશ્વિક ગ્રંથ
વાચક બિરાદરો માટે ખુશ ખબર…
જાણીતા શિક્ષણવિદ, ચિંતક અને સર્જક ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીના અદભુત પુસ્તક ‘ભદ્રગીતા’નું કાઉન્ટ ડાઉન આજથી આરંભાયુ…
ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની સાહિત્ય આકાશ અને શિક્ષણ જગતનું એક જાગતું ગણમાન્ય નામ.
એમને મળો ત્યારે મહેફિલ જેવું લાગે. અલક મલકની વાતોમાં ક્યાં સમય નીકળી જાય એનો ખ્યાલ જ ન રહે.
આજે એવું જ બન્યું. સવારે એ મારી ઓફિસમાં આવ્યા અને અમે સાથે ચા નાસ્તો કરતા ઘણી અલગ મલકની વાતો કરી. ઓશોથી માંડીને શ્રી અરવિંદ અને મોરારીબાપુથી માંડીને વીર નર્મદના સર્જન સુધીના વિષયો છેડાયા. મારા પરમ મિત્ર અને ફુલછાબના પૂર્વ એડિટર કૌશિકભાઈ મહેતાના પુસ્તકોના વિમોચનનો પ્રસંગ, જય વસાવડાના વક્તવ્યો, મોરારી બાપુના સંસ્મરણો વગેરે અનેક વિષયો ઉપર ખૂબ વાતો કરી.
મારા છેલ્લા ત્રણ પુસ્તકો ટૂંકું ને ટચ, સીધું ને સટ અને ડિજિટલ દરિયા મેં એમને સપ્રેમ અર્પણ કર્યા ત્યારે એમણે એ સ્વીકારીને અત્યંત રાજીપો વ્યક્ત કર્યો.
મારા પુત્ર અને ચેમ્પસ એકેડમીના ડાયરેક્ટર ડૉ. કેવલ ત્રિવેદીની એકેડેમિક પ્રવૃત્તિઓ વિશે જાણીને એ રાજી થયા અને ડૉ. કેવલને આશીર્વાદ આપ્યા. જો કે અગાઉ ભદ્રાયુભાઈ અમારી શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે. મારી વર્તમાન પ્રવૃત્તિઓ અને કચેરી પણ ભદ્રાયુભાઈને ખૂબ ગમી.
આ ઉંમરે પણ કામ કરવાની ધગશ, કાર્યનિષ્ઠા તથા તાજગીસભર વ્યક્તિત્વ એમની અદભુત પહેચાન ઉભી કરે છે. હજુ ગઈકાલે તો મોડી સાંજે પોંડિચેરીથી અમદાવાદ લેન્ડ થયા અને આજે વહેલી સવારે એ મારી ઓફિસમાં મારી સાથે ચા નાસ્તો કરતા કરતા આગામી પ્રકાશન સંદર્ભે ઉત્સાહપૂર્વક ચર્ચા કરતા હતા. એમના સર્જન અને શબ્દો જેવી અદભુત તાજગી એમની બોડી લેંગ્વેજમાં છે. મારા જેવા કેટલાય મિત્રો માટે ભદ્રાયુભાઈ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
ગીતાજી ઉપર એમનો ઊંડો અભ્યાસ છે. એમનું ગીતાજી ઉપરનું ચિંતનાત્મક આગામી પુસ્તક ‘ભદ્રગીતા’ ટૂંક સમયમાં પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. ભદ્રગીતા પુસ્તક અદભુત બન્યું છે. આગામી મહિનામાં એ વાચક બિરાદરોના કરકમળમાં શોભવાનું છે. બસ, હવે એનું કાઉન્ટ ડાઉન આજથી શરૂ થયું છે…
ડૉ. ભદ્રાયુભાઈની આજની મારી ઓફિસની મુલાકાતની કેટલીક તસવીરો અહીં શેર કરતા મને આનંદ થાય છે.
Facebook Profile : https://www.facebook.com/share/p/19n1az1541/