પંજાબી અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં જેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, તે ‘નાગમણી’ નવલકથા ગુજરાતી ભાષામાં પ્રથમ વખત પ્રગટ થઈ રહી છે.  પરલોકવાસી બે પ્રેમી હૈયા ના કશ્મકશની આ રોમાંચક કથા વાચકને ભાવમુગ્ધ કરે છે. અમૃતા પ્રીતમની મૂળ કથા જેટલી રસપ્રદ, સંવેદન સફર અને બિન્દાસ શૈલીમાં રજૂ થઈ હતી, એવી જ માવજત ડો. ભદ્રાયુ વછરાજાની એ તેના અનુવાદમાં કરી છે. 
 
 આજે નવલકથામાં નવીનતા અને ઘટનાવૈવિધ્યનો અભાવ વિશેષ જોવા મળે છે, એવા સંજોગોમાં ‘નાગમણી’ નું પ્રકાશન સીમાચિન્હ બની રહેશે.  ગુજરાતી વાચકોને આ નિમિત્તે એક નવી શૈલી અને તાજગીસભર કથા મળી છે એ ગુજરાતી સાહિત્ય માટે પણ ગૌરવની ઘટના ગણાશે.
 
 ડો. ભદ્રાયુ વછરાજાની શિક્ષણકાર અને સાહિત્યકાર હોવાને કારણે શિસ્ત અને  શિષ્ટતા નો એમના વ્યક્તિત્વમાં સહજ સંગમ થયેલો જોઈ શકાય છે. 
 તેમના આ અનુવાદ કાર્યને ગુજરાતી વાચકો  હૃદયપૂર્વક  બિરદાવશે જ.
5478 5471