શું સફળ થવું હોય તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ? તમે સફળ કોને કહો છો?
સ્વામી વિવેકાનંદને સફળ કહો છો? કે માતૃભાષામાં ભણ્યા અને છતાં શિકાગોની ધર્મ પરિષદમાં અંગ્રેજીમાં બોલ્યા હતા?…
મહાત્મા ગાંધીના અનુયાયી એવા બર્માના આન સાન સૂ કી, નેલ્સન મંડેલા, ઓબામાને નોબલ પારિતોષિક મળેલ. મહાત્માથી લઈને ઓબામા સુધીના સૌ માતૃભાષામાં ભણેલા.
રવીન્દ્રનાથ ટાગોર, સી.વી. રામન, અમર્ત્ય સેન અને વેંકટ, ભારતના આ ચાર નોબેલ પારિતોષિક વિજેતાઓ માતૃભાષામાં ભણ્યા હતા.
ટાગોરે અમર્ત્ય સેનનું નામકરણ કરેલું અને આશિર્વાદ આપેલા કે: ‘મને જેમ નોબેલ મળ્યું તેમ આ બાળકને પણ નોબેલ મળે.’
અમર્ત્ય સેનના પિતાએ પૂછયું: ‘ગુરુદેવ, હું એવું શું કરું કે મારા બાળકને નોબલ પારિતોષિક મળે?’ રવીન્દ્રનાથ જવાબ આપ્યો: ‘તારાં બાળકને બંગાળીમાં ભણાવજે!!’
બોલો, તમે સફળ કોને ગણશો?… અંગ્રેજી માં ભણે તેને જ, કે પછી સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, આન સાન સૂ કી, નેલ્સન મંડેલા, રવીન્દ્રનાથ ટાગોર, સી. વી. રામન, આમર્ત્ય સેન અને વેંકી જેવા નોબેલ પારિતોષિક વિજેતાઓ કે જેઓ પોતાની માતૃભાષામાં ભણ્યા છે, તેને ?…