આહાર અને પોષણ
સજીવ પદાર્થો માટે ખોરાક આવશ્યક છે વનસ્પતિ ની વૃદ્ધિ માટે જમીનમાંના પોષકો, પાણી, હવા અને સૂર્યપ્રકાશની જરૂર છે. આમાંથી કોઈપણ એક ન હોય તો પણ છોડ જીવંત રહી શકતો નથી ખેતીનો વૈજ્ઞાનિક વિકાસ થયો છે તેથી જુદા જુદા પાકો માટે કયા પ્રકારની જમીન જોઈએ અને તેને કેવી માવજતની જરૂર છે તે ખેડૂતો સારી રીતે જાણે છે.
આપણે જાણીએ છીએ કે ખેત પાળેલા પ્રાણીઓના આરોગ્ય, શારીરિક વિકાસ અને તેઓના કાર્યશીલતા, તેઓના આહારમાં લેવાના લેવાતા ખોરાક ની જાત વગેરે યોગ્યતા પર આધારિત છે. અલ્પા પોષણ મેળવેલ પ્રાણીઓની ચામડી પરના વાળ ખરી પડે છે તેઓની આંખો તેજસ્વિતા વિનાની અને દેખાવ પણ નબળો હોય છે.
સજીવો માટે જોઈતા પોષણ અંશતઃ તેના સંઘટનો પર અને અંશતઃ કેટલાક પુસ્તકો માંથી પેશીમાંના સંઘટકો બનાવવાની ક્ષમતા પર આધારિત છે.
પ્રત્યેક પ્રજાના આહારની બાબતમાં આ આચાર વિચારમાં તફાવત હોવાથી અનાજ, કઠોળ, શાક, ફળ, સૂકોમેવો, દૂધ, માંસ, મચ્છી, મરચાં, ઈંડા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ આહારમાં થાય છે. કેટલીક પ્રજામાં પ્રાણી જ પદાર્થો વર્જ્ય હોય છે, જ્યારે એસ્કિમો અને શિકારી પ્રજા જેવી જાતિઓ મુખ્યત્વે માંસ અને મચ્છી પર જીવે છે; પરંતુ શું ખાવું, કેટલું ખાવું, કેટલી વાર ખાવું , કેવી રીતે ખોરાક તૈયાર કરવો, ખોરાકમાં જુદા જુદા તત્વનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તે પ્રમાણ ઓછું કે વધુ થાય તો શું થાય; બાળકો, બહેનો, કુમારો, યુવકો, વૃદ્ધ, શ્રમજીવીઓ વગેરેની ખોરાકની અને પોષક તત્વોની જરૂરિયાત કેટલી હોય છે; આ બધા પ્રશ્નોનું વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા આપણે ક્રમબદ્ધ વિગતો મેળવીશું.
વ્યાખ્યા
અન્ન કે આહારની અનેક વ્યાખ્યાઓ થઈ છે પણ તે માની કોઈ સંપૂર્ણ રીતે સુસંગત જણાઈ નથી ૧૮મી સદીમાં વોઈટે આપેલી વ્યાખ્યા કંઈક અંશે સ્વીકાર્ય છે: “આહાર એટલે શરીરમાં સમતા અને સ્વાસ્થ્ય જાળવે તથા તેની વૃદ્ધિ કરે એવી પથ્ય ખાદ્ય ચીજોનો સમાહાર.” હકીકતમાં તો આપણે જે ખાઈએ છીએ ને જેનો આપણું શરીર ઉપયોગ કરે છે તે આહાર છે ખોરાકની જરૂરિયાત જિંદગીની શરૂઆત સાથે જ શરૂ થાય છે કારણ કે માત્ર આહાર દ્વારા જ આપણને જીવન અને વૃદ્ધિ માટે આવશ્યક રાસાયણિક ઘટકો મળે છે.