બાળક જન્મે કે તરત શ્રવણ નો આરંભ થાય છે.
        પછી કાલીઘેલી બોલીમાં કથન શરૂ થાય છે
        અને પ્રયત્નપૂર્વક ના પ્રયાસોથી લેખન હસ્તગત થવા લાગે.
બિડાયેલી કડીમાંથી પુષ્પ ખીલે તેનું વિજ્ઞાન સ્પષ્ટ છે.
         પરંતુ  કળીમાંથી કઈ પળે પુષ્પ થવાનું ઘટ્યું તે
         સમજવા જ્ઞાનીઓ મથે છે!…  આ મંથન તે જ શું જીવન?
આંખનાં પોપચાંને ઉઘાડ-બંધ થવાની ગ્રાફપોથી નથી હોતી,
          પણ આંખના સહજ પલકારામાં દુનિયા પલટાઈ જાય છે.
          આંખના પલકારા ની  સહજાનુભુતી વીજળીના ચમકારે થાય!
શિક્ષણ શ્રાવણ-કથન-લેખનનાં પગથીયા ચાલતું હશે, પરંતુ
          જીવન તો આંખના પલકારે કે વીજળીના ચમકારે ઘડાતું હોય છે!