દસ વર્ષે ધ્રુવજીના પગલે  ભાગનાર “ભાણજી” તે આજના એમ.એ. (ફિલોસોફી) થયેલા અધ્યાપક અને આધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સન્યાસી શ્રી ભાણદેવજી.
 
બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું,  ‘બેટા તું જે કરે છે એ બાપુ નું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી જવાની જરૂર નથી!’ હા, ત્યારથી અત્યાર સુધી નારાયણભાઈ દેસાઈએ બાપુ નું કામ કર્યું છે!
 
કેસરમા લઇ ગઈ મંદિરે પ્રતાપબાને,  અને પસલી નો દોરો ભગવાન શ્રી રામની મૂર્તિને બંધાવ્યો. છેલ્લા 75 વર્ષોથી પોતાના ભાઈ શ્રીરામે પ્રતાપ રાઠોડ ને સાત ગાંઠ ના દોરા ની સામે સાત ભવનું ભાથું બંધાવી દીધું છે.!
 
નાની-નાની ચેકચી ઘટનાઓએ કુન્દનિકા કાપડિયા અને અંતરની યાત્રા તરફ વળ્યા આજે પણ દિલમાં એક સત્ય ઘર કરી રહ્યું છે કે: truth is a pathless land.
 
‘ભગત અને સૂઝે છે બધું. બોલ્ય, તું ભણાવીશ આ છોકરાને?’  પુંજલભાઈ રબારી થી બોલાઈ ગયું:  ‘હા હું  ભણાવીશ…’  અને શરૂ થયો શિક્ષણયજ્ઞ.
 
મહેન્દ્ર મેઘાણી અને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દોળવાનો શોખ! ઘરનાં, પાડોશીનાં, મિત્રોનાં અનાજને ઘંટીમાં દળી દે.
 
આવા  મુઠ્ઠી  ઊંચેરા સો માનવ રત્નો ના જીવન પથ ના અદભુત દસ્તાવેજો આ પુસ્તકમાં છે.  અહીં આજની પેઢીનો ભારોભાર આદર અને આવતીકાલની પેઢી નો ભારોભાર આધાર છે.  હૃદયને સ્પર્શ કરતી વાતો અને  પ્રવાહી અભિવ્યક્તિ આ પુસ્તકનાં ઉડીને હૈયે બેસે તેવાં પાસાં છે