૫૦ વર્ષની યાત્રા પૂર્ણ કરી ગુજરાત રાજ્ય
૧૯૬૦થી ૨૦૧૦ આ વર્ષોમાં શિક્ષણની જ્યોત ને પ્રદીપ્ત રાખવાનો શ્રેય જાય છે અને શિક્ષણ વિભૂતિઓને..
એમ પણ કહીએ ૧૯૧૦ થી એટલે કે ૧૦૦ વર્ષો પહેલાં તેમણે સાચુકલાં શિક્ષણનો દીવો પેટાવ્યો તેવા ગુજરાતી કેળવણીકારો થી આપણી યાત્રા શરૂ થઈ છે! શ્રી નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા થી લઇ ને છેક શ્રી સામ પિત્રોડા કે ડો. પંકજ જોષી સુધીની શિક્ષણ વિભૂતિઓએ ગુજરાતને જ્ઞાનમાર્ગી અગ્રસ્થાન કર્યું છે. આ પ્રખર શિક્ષણ પ્રેમીઓ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગીને ગુજરાતનું નામ મોખરે રહ્યું છે.
સહજભાવે શિક્ષણપ્રદ જીવન જીવનાર આ શિક્ષણ વિભૂતિઓએ, જીવન અને શિક્ષણ દ્વારા સમાજને કરેલા પ્રદાનને શબ્દ બંધ કરવાનો નમ્ર પ્રયાસ એટલે આ પુસ્તક:
‘ગુજરાતની શિક્ષણવિભૂતિઓ’. આ પુસ્તક એક જ લેખક દ્વારા અનેક વિભૂતિનાં જીવનને વર્ણવવાનો પ્રયાસ નથી. ગુજરાતની શિક્ષણ વિભૂતિઓની ખૂબ નજીક રહી છે જીવ્યા હોય અથવા જમણે એમના વિષે ચિંતન-સંશોધન કર્યું હોય તેવા વ્યક્તિ વિશેષ આમંત્રણ આપી જીવન લેખો તૈયાર કરવામાં આવ્યા છે.
જે આ પુસ્તકમાં પ્રસ્તુત છે. પૃષ્ઠ મર્યાદાને વ્યક્તિની અભિવ્યક્તિની મર્યાદા ન બનાવવા દેવાની અને કાળજી લીધેલ છે.
‘ગુજરાતની શિક્ષણવિભૂતિઓ’ ગુજરાતના કેળવણીકારો ના કાર્યો નો નવો ભાવ પૂર્વક થયેલ ઋણસ્વીકાર છે.