1960 થી  2010… પચાસ વર્ષોની મજલ કાપી ગુજરાત રાજ્યે…
પચાસ વર્ષોમાં એક જ્યોત દિન-પ્રતિદિન પ્રજ્વલિત થતી ગઈ અને તે જ્યોત શિક્ષણ દીપની..  ગુજરાતનું શિક્ષણ ‘ક્યાંથી ક્યાંય’ સુધી પહોંચી ગયું.. ગુજરાતની શિક્ષણયાત્રાને અવલોકનો નમ્ર પ્રયાસ એટલે ‘ગુજરાતનું શિક્ષણાવલોકન’..
અહીં શિક્ષણમાં ગુજરાત ક્યાં હતું, તેના બદલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ક્યાં છે અને ક્યાં પ્રગતિ કરી રહ્યું છે તેના પર દ્રષ્ટિ માંડવામાં આવી છે.
‘ગુજરાતનું શિક્ષણાવલોકન’ બે દ્રષ્ટિએ પેશ થયું છે:
શબ્દોના સથવારે અને આંકડાઓની આંગળીએ…
આ પુસ્તકના પ્રથમ ભાગમાં શબ્દો દ્વારા – વિવેચન દ્વારા ગુજરાતના શિક્ષણને અવલોક્યું છે, તો પુસ્તકના બીજા ભાગમાં આંકડાની આંગળી પકડીને ગુજરાતનાં શિક્ષણની સફર કરી છે. અહીં વર્ષવાર અનુક્રમ આપી વિગતો મૂકવાને બદલે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણ ક્ષેત્રો વિશેના અભ્યાસલેખો ની મદદથી  લેખકે અવલોકન કરવાનું પસંદ કર્યું છે.
ગુજરાતનું આ ગરવું શિક્ષણાવલોકન છે, તેમ કહ્યા વગર રહી ન શકાય તેવું આ પુસ્તક છે.