પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશન યોજિત
શૈક્ષણિક સંદર્ભશ્રેણી

 

 પ્રો. આર. એસ. ત્રિવેદી એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે શિક્ષકોને અને પ્રશિક્ષણ મહાવિદ્યાલયો તેમજ અધ્યાપન મંદિરોમાં દીક્ષા લેતા તાલીમાર્થી ભાઈ-બહેનોને ઉપયોગી થાય તેવા શિક્ષણ સાહિત્યને પિરસવાનું  ઉચિત   ઠરાવ્યું છે.  ગુજરાતી ભાષામાં શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે ખરું પરંતુ શિક્ષકો ને એમના વ્યવહારમાં એક પ્રકારની વ્યવસાયિક સજ્જતા પૂરી પાડવાના આશયથી શિક્ષણ સાહિત્યનાં પુસ્તકો શાળા, કોલેજો અને શિક્ષકો સુધી પહોંચાડવાનો આ પ્રકારની પદ્ધતિથી પ્રારંભ કર્યો છે.
 પ્રત્યેક પુસ્તક  શિક્ષણની સંકલ્પનાઓ, સિદ્ધાંતો,  ઉપપત્તિ , પ્રયોગો તેમજ વિવિધ પ્રવિધિઓનો પરિચય કરાવે છે.  અભિપ્રાયો અને માન્યતા ને પ્રાધાન્ય નહીં આપવા વ્યવહારુ સમજ આપવાના ઇરાદાથી આ પ્રકારે પુસ્તક પરિચય કરાવવાનો પ્રયત્ન શરુ કર્યો છે.  શિક્ષણ દર્શનથી માંડી મનોવૈજ્ઞાનિક અને વ્યવહારિક અભિગમ દર્શાવતી આ પ્રકારની પુસ્તક-શ્રેણી શિક્ષકના વ્યવસાય માં એક શ્રદ્ધાનું બળ આપશે એવી શ્રધ્ધાથી વાચનસામગ્રીનો અભાવ દૂર કરવા અને શિક્ષણ સાહિત્યને અને શાસ્ત્રીય સ્વરૂપે રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ છે.
 આ શ્રેણીમાં કેટલાક અંગ્રેજી ભાષામાં લખાયેલ પુસ્તકોના અનુવાદ ને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
 આ પ્રકારના પ્રકાશનું અન્ય દેશોના શિક્ષણ જગતના વ્યવહારને આપણા વાચક વર્ગ સુધી લઇ જવાનો એક પ્રયાસ છે.
 આ પુસ્તક શ્રેણીને વિશેષ સમૃદ્ધ કરવાના આશયથી તજજ્ઞોની મદદ દ્વારા શિક્ષણ સાહિત્યમાં વિવિધતા લાવી વ્યવસાયિક શાસ્ત્રીયતા થી સૌ કોઈને વાકેફ કરવાનો છે.
સામાન્યતઃ હવે દ્રશ્ય-શ્રાવ્ય સાધનો ના યુગમાં વાંચન શોખ ઓસરતો જાય છે એવી ચિંતાને દૂર કરવા શિક્ષણનું શાસ્ત્રીય જ્ઞાન સરળ, સાદી અને રુચિકર ભાષામાં રજૂ કરવા ફાઉન્ડેશન પ્રયત્નશીલ રહેવા ઈચ્છે છે.
નવા વિચારો, નવા પ્રયોગો, અનુભવો વગેરેથી શિક્ષકો અને શિક્ષણમાં રસ લેતા સૌ કોઈને શિક્ષણની સાચી સમજ આપવાનો એક અભિગમ ફાઉન્ડેશને શરૂ કર્યો છે